Main Menu

Wednesday, August 23rd, 2017

 

દારૂની બદી ઉપર અંકુશ લાવવા જીલ્લામાં સતત ત્રણ દિવસથી અમરેલી એલસીબીના દરોડા

આજરોજ તા.રર/08/ર017 ના વહેલી સવારે એલ.સી.બી. પોલીસ ઇન્‍સી.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે એક સફેદ કલરની મારૂતિ ફ્રન્‍ટીપ કાર જેના રજી. નં.જી. જે. 11.ઇ.9091 માં દેશી દારૂ ભરેલ છે અને આ કાર વંડાથી સાવરકુંડલા તરફ આવનાર છે આવી ચોક્કસ બાતમી મળતાં જેસર રોડ ઉપરઆવેલ રેલ્‍વો ફાટક પાસે વોચ ગોઠવતાં વંડા તરફથી એક સફેદ રંગની મારૂતિ ફ્રન્‍ટીળ કાર રજી.નંબર જી.જે.11.ઇ.9091 વાળી આવતાં જેને રોકવા ઇશારો કરતાં આ મારૂતિ કારના ચાલકે કાર ઉભી નહીં રાખી કાર ભગાવતાં તેનો પીછો કરતાં મારૂતિ ફન્‍ટીેનો ચાલક કાર ઉભી રાખી નાસી ગયેલ. અને આ કાર ચેક કરતાં કારમાં દેશી પીવાનો દારૂ ભરેલ પ્‍લા્‌સ્‍ટીચકની કોથળીઓ (ફુગ્‍ગાળઓ) ભરેલ હોય અને કારની પાછળની સીટ ઉપરથી તથા કારની ડીકીમાંથી કુલ દેશી પીવાનો દારૂ લીટર 600, કિં.રૂ.18,000/- નો મળી આવતાં દેશી દારૂ લીટર 600, કિં.રૂ.18,000/- તથા મારૂતિ ફ્રન્‍ટીે કાર નં.જી.જે.11.ઇ.9091, કિં.રૂ.30,000/- મળી કુલ કિં.રૂ.48,000/- નો મુદ્યામાલ કબજે કરી મારૂતિ ફ્રન્‍ટી- કારના ચાલક અજાણ્‍યા ઇસમ વિરૂઘ્‍ધી પ્રોહિબીશન ધારા તળે ગુન્‍હોં નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે. તેમજ ગઇ કાલ તા.ર1/08/ર017 ના રોજ પોલીસ ઇન્‍સળ.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે લીલીયા તાલુકાના જાત્રુડા ગામનો હિંમતભાઇ ભુરાભાઇ બેલા, પોતાની વાડીએ ગે.કા. વગર પાસ-પરમીટે ઇંગ્‍લીશ દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં મળેલ બાતમી વાળી વાડીએ રેઇડ કરતાં ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ-8, કિં.રૂ.3પ00/- નો મુદ્યામાલ મળી આવેલ અને આરોપી હિંમતભાઇ ભુરાભાઇ બેલા હાજર નહીં મળી આવતાં મુદ્યામાલ કબજે કરી હિંમતભાઇ ભુરાભાઇ બેલા વિરૂઘ્‍ધા પ્રોહિબીશન ધારા તળે ગુન્‍હોદ નોંધી હાજર નહીં મળી આવેલ આરોપીને હસ્‍ત0ગત કરવા આગળની તપાસ હાથ ધરેલ છે. તેમજ તા.ર0/08/ર017 ના રોજ ચોક્કસ બાતમી રાહે હકીકત મળેલ કે લીલીયા ગામે જુના બગીચા વિસ્‍તા રમાં રહેતો કનુભાઇ કાળુભાઇ વાઘેલા પોતાના રહેણાંક મકાને દેશી પીવાનો દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં કનુભાઇ કાળુભાઇ વાઘેલાને દેશી પીવાનો દારૂ લીટર 100, કિં.રૂ.3400/- ના મુદ્યામાલ સાથે પકડી પાડી, આરોપી તથા મુદ્યામાલ લીલીયા પોલીસ સ્‍ટેનશન હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સા. શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટા ફના અબ્‍દુલભાઇ સમા, પ્રફુલ્લ.ભાઇ જાની, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઇ ડેર, સંજયભાઇ પદમાણી, સાર્દુલભાઇ ભુવા, ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, રાણાભાઇ વરૂ, ઉમેદભાઇ મહેતા, ભાવેશભાઇ બોરીસાગર, મધુભાઇ પોપટ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એકરેલ છે.


અમરેલીમાં એસઓજીએ એક શખ્‍સને ગેરકાયદેસર હથીયાર સાથે ઝડપી પાડયો

અમરેલી,
આજ રોજ શ્રી જગદિશ પટેલ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ આગામી વિધાનસભા ચૂંટણી આવતી હોય જે અન્‍વયે જિલ્લામાં પરવાના વગરના ગેરકાયદેસર હથીયારો પકડી પાડવા ઝુંબેશનાં સ્‍વરુપે કામગીરી હાથ ઘરવા સુચના કરેલ હોય જે અન્‍વયે એસ.ઓ.જી.ના પો.સ.ઇ.શ્રી વી.જી. ભરવાડસા.તથા સ્‍ટાફના પ્રવિણભાઇ ડેર તથા જે.ડી.પરમાર તથા મનિષદાન ગઢવી તથા હરેશભાઇ વાણીયા તથા ગૌરવભાઇ પંડયા તથા પ્રકાશભાઇ જોષી તથા પ્રભાતભાઇ ગરૈયા તથા રાહુલભાઇ ચાવડા તથા સુભાષભાઇ ધોધારી તથા દેવરાજભાઇ કળોતરા તથા ડ્રા.પો.કો.કેતનભાઇ ગરાણીયા તથા જેસીંગભાઇકોચરા ઘ્‍વારા અલગ-અલગ વિસ્‍તારોમાં આવા ગેરકાયદેસર હથીયાર ધરાવતાં લોકોને શોધી કાઢવા ખાનગી રાહે પ્રયત્‍નો કરેલ જે અન્‍વયે આજ રોજ એ.એસ.આઇ. શ્રી પ્રવિણભાઇ ડેરને બાતમી મળેલ કે દાતરડી ગામમાં લાલભાઇ નાથાભાઇની વાડીએ રહેતાંસલીમભાઇ ઇબ્રાહીમભાઇ નથવાણી,ઉ.વ.-ર3,ખેત મજુરી, રહે.મુળ-જીરા હાલ દાતરડીમુળ જીરા વાળો તેની પાસે ગેરકાયદેસર હથીયાર રાખે છે.
જે અન્‍વયે સદરહું જગ્‍યાએ તપાસ કરતાં મજકૂર આરોપી સલીમભાઇ ઇબ્રાહીમભાઇ નથવાણી પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની બંધુક મળી આવેલ તેમજ આ બંધુક રાખવા અંગે તેની પાસે કોઇ હથીયાર લાઈસન્‍સ ન હોય જેથી તેની વિરૂઘ્‍ઘ ધોરણસર ગુન્‍હો રજી. કરાવેલ છે. આ ગુન્‍હાની આગળની તપાસ થવા સારૂ ડુંગર પોલીસ સ્‍ટેશન ને સોપી આપેલ છે.

 


અમરેલી શહેર જિલ્‍લાભરની બેંકો સજજડ બંધ : કરોડોનો વ્‍યવહાર ઠપ્‍પ

ગુજરાત બેંક વર્કસ યુનીયને આપેલા એલાન મુજબ વહીવટી બાબતો અને કર્મચારીઓના પ્રશ્‍નો સહિતના મુદદે અવારનવાર રજુઆતો છતા પણ પ્રશ્‍નોનો ઉકેલ નહી આવતા અપાયેલ એલાન મુજબ આજે અમરેલી શહેર અને જિલ્‍લાભરની રાષ્‍ટ્રીયકૃત બેંકોએ સજજ બંધ પાળ્‍યો હતો અને કર્મચારીઓએ સુત્રોચ્‍ચાર કરી રોષ વ્‍યકત કર્યો હતો. બેંક હડતાલને કારણે કરોડોયાનું ટ્રાન્‍જેકશન સાવ ઠપ્‍પ થગયુ હતુ અને જનજીવનને પણ અસર જોવા મળી હતી


સાવરકુંડલા રોડ પર નવા માર્કેટયાર્ડમાં નવરાત્રિ મહોત્‍સવનું આયોજન કરાશે : પી.પી.સોજીત્રા

અમરેલી ,
અમરેલી માર્કેટયાર્ડમાં ચેરમેનશ્રી પી.પી.સોજીત્રા દ્વારા ખેડૂતો, વેપારીઓ, મજૂરો, તોલાટ, ગ્રામ્‍ય તેમજ શહેરીજનો માટે પોતાના પરિવારના સભ્‍યગણી અવનવી વિકાસની યોજનાઓ અમલમાં મુકેલ છે.આ યોજનાઓથી ખેડૂતો, વપારીઓ સર્વેને માર્કેટયાર્ડમાંથી મદદરૂપ થઇ શકાયતે રીતે કાર્ય કરી રહયા છે.
શ્રી પી.પી.સોજીત્રાએ માર્કેટયાર્ડનું સુકાન જયારથી સંભાળ્‍યું છે.
ત્‍યારથી તેઓ ખેડૂતોના પ્રશ્‍ને અંગે ચિંતિત રહી તેઓને વધુમાં વધુ સારી સુવિધાઓ કેવી રીતે આપી શકાય, ભવિષ્‍યમાં ખેડૂતોને શું લાભકારી થશે આ અંગે મનન કરી ખેડૂતલક્ષી નિર્ણય કરી અમલવારી કરાવતા હોય છે.
સાથોસાથ વેપારીઓના વેપાર વધે તેઓને પોતાનો વેપાર કરવામાં સરળતા રહે અને તેઓના ધંધાઝરોજગાર વધે તે મુજબની સુવિધાઓ આપતા રહે છે. તદ્દઉપરાંત માર્કેટયાર્ડમાં કામ કરતા મજુરો, તોલાટાને માર્કેટયાર્ડના વહીવટમાં પાયાનું અંગ ગણી તેઓના વિશે વિચાર કરી તેઓને પણ સુવિધાઓ આપતા રહયા છે.
જેમાં મુખ્‍યત્‍વે, તમામ સમાજના લોકો માટે રાહતદરે એમ્‍મ્‍યુલન્‍સ સેવા, અકસ્‍માત વિમા યોજના, આર્થિક રીતે નબળા ખેડૂતોના બાળકો તથા અન્‍ય સમાજના તમામ લોકોને ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે શૈક્ષણિક સહાય વગેરેનો સમાવેશ થાય છે.
પી.પી.સોજીત્રા દ્વારા જણાવાયું છે કે, આગામી દશેરા પછીથી નવા માર્કેટયાર્ડમાં પ્રસ્‍થાન કરવાનું હોય અમરેલી શહેર તથા આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો ભારતનું શ્રેષ્ઠ અલ્‍ટ્રામોર્ડન માર્કેટયાર્ડ જોઇ શકે માટે નવરાત્રિ પર્વ નિમિતે એક ભવ્‍ય નવરાત્રિ મહોત્‍સવનું આયોજન યોગીતાપટેલ મ્‍યુઝીકલ ગૃપના સથવારે નવા માર્કેટયાર્ડમાં કરાયું છે.
જેમાં ખેલૈયાઓને તેમજ અમરેલી શહેર તથા આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારનાં લોકોને વિનામૂલ્‍યે પ્રવેશ આપવામાં આવશે. આ નવરાત્રિ મહોત્‍સવમાં દર્શકો માટે બેસવાની વ્‍યવસ્‍થા, ચા-નાસ્‍તાની કેન્‍ટીંન ઉપરાંત ભવ્‍ય લાઇટીંગ વયવસ્‍થા સાથે ખેલૈયા આધુનિક ડિ.જે.સાથે રાસની રમઝટ બોલાવીશકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવશે. તદ્દઉપરાંત ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરવા રોજેરોજ દરેક વિભાગમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય પ્રોત્‍સાહિત ઇનામો પણ આપવામાં આવશે તેમજ જે ખેલૈયા નવે-નવદિવસ રમેલા હશ તેઓને જ નવમા નોરતે ભવ્‍ય ઇનામોની વણઝાર સાથેના ઇનામો આપવામાં આવશે.
જેથી શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોએ આ નવરાત્રિ મહોત્‍સવમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવ્‍યું છે તેમજ દરેક ખેલૈયા ગૃપ દ્વારા પોતાના ખેલૈયાની યાદી રજુ કરી રમવા અંગેના તેમજ જોવા એગેના પાસ વિનામૂલ્‍યે માર્કેટયાર્ડમાંથી મેળવી લેવાના રહેશે અને આ ભવ્‍ય નવરાત્રિ મહોત્‍સવમાં અમરેલી શહેર જીલ્‍લા ભરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ પોતાના ધંધાની જાહેરાત માટે જે કોઇ ખેલૈયાઓને ઇનામ આપવા માંગતા હોય તેમજ ત્‍યાં ચા-નાસ્‍તા અંગેના જે કોઇ વેપારી સ્‍ટોલ કરવા માંગતા હોય તેવા લોકોએ પણ સંસ્‍થાનાચેરમેનશ્રી પી.પી.સોજીત્રા મો.94264 22999 પર સંપર્ક કરવા જણાવ્‍યું છે.
આમ હર હંમેશ દિર્ધદ્રષ્‍ટ્રિથી પી.પી.સોજીત્રા અમરેલી શહેરના લોકો અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને કંઇ નવું આપવા માટે અવનવી પ્રવૃતિઓ કરે છે.
જે શહેરના અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો માટે હર હંમેશ યાદગાર બની રહે છે.
તેમ માર્કેટયાર્ડના સેક્નેટરીશ્રી પરેશભાઇ પંડયાની યાદીમાં જણાવેલ છે.


બાબરાના સુકવડા ગામે શ્રી એમ.ડી.માંજરીયાની મહેનતથી આખરે 60 વર્ષે એસ.ટી.બસ શરૂ થઇ

અમરેલી,જો કોઇ આગેવાન લોકોને સુવિધા આપવા માટે કમર કસે તો કોઇ કામ અશકય નથી સવાલ આગે વાનની નિષ્ઠામાં હોય છે તેનો દાખલો બાબરા તાલુકાનું સુકવડા ગામ છે. બાબરાના વતની અને નિવૃત સરકારી અધિકારીશ્રી તથા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાન શ્રી એમ.ડી.માંજરીયાએ નિષ્ઠાથી કરેલી મહેનતને કારણે 60-60 વર્ષે બાબરાના સુકવડા ગામને એસ.ટી.ની સુવિધા મળી હતી.આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાન શ્રી એમ.ડી.માંજરીયા બાબરા તાલુકાના ગામડાઓમાં બુથયાત્રાઓ ઉપર હતાં ત્‍યારે બાબરાના સુકવડા ગામે ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે અમારા ગામમાં 60 વર્ષથી એસ.ટી.ની બસ આવી જ નથી અને વાહન વ્‍યવહારના અભાવે ગ્રામજનો ભારત બહાર રહેતા હોય તેવીહાલત હતી. ગામનો આ પ્રશ્‍ને સાંભળી ચોકી ઉઠેલા શ્રી એમ.ડી.માંજરીયાએ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા કલેકટરશ્રી અને એસ.ટી.તંત્રને પત્ર પાઠવી રજૂઆત કરતા માત્ર 15 દિવસમાં એસ.ટી.બસ શરૂ કરવામાં આવી હતી અને ગામમાં શ્રી માંજરીયાની પ્રશંસા સાથે ગ્રામજનોએ આભાર માન્‍યો હતો


ભાજપના આગેવાન શ્રી શરદ લાખાણી ફરી મેદાનમાં

મણકાની બીમારીને કારણે થોડા સમય માટે આરામ કરી લેનારા ભાજપના તેજીલા તોખાર જેવા આગેવાન શ્રી શરદ લાખાણી સ્‍વસ્‍થ થઇ ફરી મેદાનમાં આવ્‍યા છે આજે સંઘના વાઇસચેરમેન શ્રી જયંતીભાઇ સાથે નજરે ચડયા હતા.


અમરેલીમાં શ્રી શરદભાઈ લાખાણીની ખબરઅતર પુછતા આગેવાનો

અમરેલી મુકામે અમરેલી જીલા ભાજપ ને જીલા પંચાયત ના પુવૅ પંમુખ ને જીલા સહકારી ખંરીદ વેચાણ સંઘ ના ચેરમેન જીલાનો અડઘી રાતનો હોકારો 108 તરીખે ઓલખાતા શરદ લાખાણી ની ખબરઅતર પુછતા કેન્‍દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ ભાઈ રૂપાલા , ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપભાઇ સંઘાણી દિનેશભાઈ પોપટ કૌશીક વેકરીયા જીલા મિડીયા સેલ કનવિનર મહેશ ટાંક ને અમરેલી જીલા ના તમામ ભારતીય જનતા પાટી ને જીલા ના સહકારી ઓવાનો ખબરની પુછા કરી


23-08-2017

thumbnail of 23-8-17