Main Menu

Thursday, August 24th, 2017

 

ગુજકોમાસોલના ચેરમેન શ્રી સંઘાણી અમેરીકાના આંતરરાષ્‍ટ્રિય કન્‍વેન્‍શનમાં મુખ્‍ય મહેમાન

અમરેલી,ભાજપના દિગ્‍જ નેતા, સહકારી ક્ષેત્રના મોભી અને તાજેતરમા મહત્‍વની સહકારી સંસ્‍થા ગુજકોમાસોલના સંચાલન-ચેરમેનની જેને જવાબદારી સોપાઈ છે તેવા દિલીપ સંધાણી આગામી તા. ર6 તથા ર7-ઓગષ્‍ટ-ર017 ના અમેરીકા ખાતે ફીસાના ફેડરેશન ઓફ ઈન્‍ડિયન-અમેરીકન સીનિયર સીટીઝન એશોસીએશન ઓફ અમેરીકા દ્રારા આયોજીત આંતરરાષ્‍ટ્રિય કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે.
ન્‍યુજર્સી ખાતે આયોજીત ફીસાનો આ કાર્યક્રમ ઐતિહાસીક બની રહેશે જેનુ મુખ્‍ય કારણ એ છે કે આ કાર્યક્રમથી ગુજરાતની સંસ્‍કૃતિ અને સંસ્‍કારના સમન્‍વય દ્રારા રાષ્‍ટવાદને બળવતર બનાવવા અને તેની ઝલક સમગ્ર વિશ્‍વ નિહાળી શકે તેવા પ્રયાસરૂપ ભભ વિશ્‍વ ગુજરાતી પરિષદભભ આંતરરાષ્‍ટ્રિય સંસ્‍થાની સ્‍થાપના કરવામા આવશે.
અમેરીકા ખાતે આયોજીત કાર્યક્રમના મુખ્‍ય મહેમાન પદે ઉપસ્‍થિત રહેવા પાઠવાયેલ નિમંત્રણ અંતર્ગત સંઘાણી ન્‍યુજર્સી-અમેરીકા જઈ રહેલ હોઈ, વિવિધ ક્ષેત્રના આગેવાનો-મહાનુભાવો, સામાજીક-શૈક્ષણિક સંસ્‍થાઓ, મીત્રો અને શુભેચ્‍છકો તરફથી અભિનંદન પાઠવાઈ રહયાનુ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.


એસઓજીએ ખાંભા પો.સ્‍ટે.નાં ગુન્‍હાનાં કામે નાસતો -ફરતો આરોપી પકડીપાડયો

પોલીસ અધિક્ષકશ્રી સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી પો.સ.ઇ.શ્રી વી.જી. ભરવાડ તથા એસ.ઓ.જી. સ્‍ટાજફના એ.એસ.આઇ.શ્રી પ્રવિણભાઇ ડેર, એ.એસ.આઇ. પ્રકાશભાઇ જોષી, પ્રભાતભાઇ ગરૈયા,હેડ કોન્‍સ. જે.ડી. પરમાર, પો.કોન્‍સ.હરેશભાઇ સીદીભાઇ વાણીયા, મનિષદાન ગઢવી,દેવરાજ ભાઇ બીજલભાઇ, રાહુલભાઇ સાર્દુલભાઇ,સુભાષભાઇ ઘોઘારી,ગૌરવભાઇ પંડયા,ડ્રાઇવર કેતનભાઇ વિગેરે ખાંભા વિસ્‍તારમા પેટ્રોલીંગમા હતા. દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે, ખાંભા પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં.31/ર014 આઇ.પી.સી. કલમ-363,366 વિ. મુજબના ગુન્‍હાના નાસતો-ફરતો આરોપી પંકજભાઇ બાલુભાઇ વાઘેલા રહે.વાંકિયા ભાડ તા.ખાંભા વાળો પોતાના ઘરે આવેલ હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમી આધારે બાતમીવાળી જગ્‍યાએ જઇ મજુકર આરોપીને પકડી પાડી મજકૂર પંકજભાઇ બાલુભાઇ વાઘેલા જાતે કોળી ઉ.વ.ર8 ધંધો-હિરાઘસવાનો રહે. વાંકિયા ભાડ તા.ખાંભા વાળો હોવાનુ અને મજકુર ઇસમને ખાંભા પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં.31/ર014 આઇ.પી.સી. કલમ-363,366 મુજબના ગુન્‍હાના કામે અટક કરવાનો બાકી હોય અને મજકુર આરોપી ગુનો કર્યા બાદ આજદીન સુધી નાસતો ફરતો હોય મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ 41(1)(આઇ) મુજબ ધોરણસર અટકકરી સાધનીક કાગળો સાથે આરોપી ખાંભા પો.સ્‍ટે.ને આગળની તપાસ માટે સોંપી આપેલ છે.


અમરેલી આરટીઓ કચેરીમાં ચાર દિવસથી સર્વર

અમરેલીની જિલ્લા કક્ષાની આરટીઓ કચેરીમાં વિવિધ કામ માટે સમગ્ર જિલ્લામાંથી લોકો આવતા હોય છે તો બીજી તરફ છેલ્લા ચાર દિવસથી કચેરીમાં સર્વર ઠપ્‍પ હોવાના કારણે કામગીરી બંધ છે અને દૂર દૂરથી આવતા ગ્રાહકોને સર્વર ઠપ્‍પ છે એટલે કામ થઈ શકશે નહીં તેવા જવાબો મળે છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ધઠ્‍યા છે. આ અંગેની વિગતો મુજબ અમરેલીમાં અગાઉ બહુમાળી ભવનમાં બેસતી આરટીઓ કચેરી છેલ્લા બે વર્ષથી શહેરની બહાર સાવરકુંડલા રોડ બાયપાસ નજીક ખસેડવામાં આવી છે.
આરટીઓ કચેરીમાં માત્ર અમરેલી શહેર કે તાલુકો જ નહીં પણ સમગ્ર જિલ્લામાંથી વિવિધ કામગીરી માટે લોકો આવતા હોય છે. બહાર ગામથી આવતા લોકો અમરેલી ધતર્યા બાદ આરટીઓ કચેરી સુધી આવવા જવા માટેનું 100 રુ. રીક્ષા ભાડું ચૂકવવું પડે છે. પણ આરટીઓ કચેરીમાં છેલ્લા ચાર દિવસથી સર્વર છે અને ઇંટરનેટ કનેક્‍ટીવીટી મળતી નથી. હાલમાં નંબરની ફાળવણી, ડ્રાઇવીંગ લાઇસંસ સહિત આરટીઓને લગતી તમામ પ્રકારની કામગીરી ઓનલાઇન થાય છે. ગ્રાહકો ભાડુ ચૂકવીને કચેરીએ પહોચે ત્‍યારે સર્વર બંધ છે કાલેઆવજો તેવો જવાબ મળે છે. બીજા દિવસે પણ બહાર ગામથી ટિકિટ ભાડૂ, નોકરી ધંધામાંથી કિંમતી સમય અને રીક્ષા ભાડું ચૂકવીને આરટીઓ કચેરીએ પહોચ્‍યા બાદ પણ એ જ જવાબ મળે છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા ચાર દિવસથી મોટા હાગની કામગીરી બંધ થઈ ગઈ છે અને આવું અવારનવાર થાય છે. તેમ છતાં આરટીઓ કચેરીમાં જાણે કોઇ જવાબદાર અધિકારી જ ન હોય તેમ કોઇ પ્રકારના પગલા લેવામાં આવતા નથી. સગ્‍સ્‍ભ્‍ વત્‍દ્યિ ર્ત્‍)ઝ)ત્‍ગ્‍ખ્‍ત્‍ઋ -છ ઝત્‍ગ્‍ડ્ડત્‍ જાન્‍ભ્‍ મ્‍ન્‍ત્‍ગ્‍ બગ્‍ઈબસત્‍ થ્‍ત્‍ઝશ્‍ભ્‍થ્‍ત્‍ગ્‍ સઋપ્તત્‍ હ્નત્‍ઝત્‍ )ત્‍ગ્‍ચ ક્રિ)ઝ )ત્‍ખ્‍મ્‍ભ્‍ઝભ્‍ િ સ્‍સત્‍ ધબ્‍બ્‍ )ઙ્ઘત્‍ત્‍થ્‍ગ્‍ ઝ(ઘ્‍થ્‍ત્‍સ સ્‍ત્‍ન્‍ સગ્‍સ્‍ભ્‍ દક્રન્‍સત્‍થ્‍ત્‍ગ્‍ -છ ?ગ્‍વત્‍ચ ઝદ્યભ્‍ બગ્‍ઈ


ગાંધીનગરમાં શ્રી સંઘાણીનું સન્‍માન

ગાંધીનગર,ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલયમાં યોજાયેલા કાર્યક્નમમાં ગુજકો માસોલના ચેરમેન બનવા બદલ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી દ્વારા શ્રી દિલીપ ભાઇ સંઘાણીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.તે પ્રસંગે પ્રદેશ પ્રભારી ભુપેન્‍દ્રસિંહ યાદવ, વી.સતિષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ગુજરાતભરના જિલ્લા ભાજપના આગેવાનો નજરે પડે છે.


અમરેલીમાં કંડકટરના ભરતી પરીણામમાં ગેરરીતીના આક્ષેપો

અમરેલી,એસ.ટી. વિભાગ દ્વારા તા.5 અને તા.6 ઓગષ્‍ટ 2017ના લેવાયેલ કંડકટરની પરીક્ષા પરીણામમાં જીએસઆરટીસી ના વેબ સાઇડ પર જે વિદ્યાર્થીનું પરીણામ નાપાસ દર્શાવવામાં આવ્‍યુ હતુ તેને ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નીગમની અમદાવાદ ખાતેની કચેરીએ પરીેણામમાં બે વ્‍યક્‍તિ નાપાસ હોવા છતા તેમને ડોકયુમેન્‍ટ વેરીફીકેશન માટેબોલાવ્‍યા છે જયારે પાસ થયેલ વ્‍યક્‍તિ આ નોકરીથી વંચીત રહી જતા હોવાનુ માલુમ પડે છે તેમજ જરૂરી ડોકયુમેન્‍ટ પણ આધાર માટે આવેદન સાથે જોડેલ છે.
આ અંગે તપાસ કરાવી તાત્‍કાલીક યોગ્‍ય પગલા ભરવા એનએસયુઆઇના જીલ્‍લા મહામંત્રી દેવરાજભાઇ બાબરીયાએ જણાવેલ છે.


ટીંબી સ્‍ટેટ હાઇવે પ્રશ્‍ને આંદોલનની ચીમકી

ટીંબી તા.જાફરાબાદ જી.અમરેલી ગામે ગામમાંથી પસાર થતો આપના હસ્‍તકનો સ્‍ટેટ હાઇવે માત્ર ત્રણ કિ.મી. ઘણા સમયથી બિસ્‍માર હાલતમાં છે.
આ રસ્‍તો બનાવવા માટે આપશ્રીને વારંવાર રજૂઆત કરવા છતા આજ દિવસ સુધી કોઇ પણ નિર્ણય આ રોડ બનાવવા થયેલ નથી.
આ રોડ નહીં બનવાના કારણે રાહદારીઓને ટુ-વ્‍હીલ તથા ફોર-વ્‍હીલ વાહન ચલાવવા ખુબ જ મુશ્‍કેલી પડે છે.
રસ્‍તો ખરાબ હોવાને કારણે ગામમાં એસ.ટી.બસ પણ બંધ થઇ જાય છે.ખેડૂતોને પણ બળદગાડું લઇ જવામાં મુશ્‍કેલ છે. ઠેર-ઠેર રસ્‍તો તુટી જવાથી અને રોડમાં ગાબડા પડી જવાથી ગંદકી વધી છે. અને રોગચાળો ફેલાયો છે. તેથી તાત્‍કાલિક આ રોડ બનાવવો જરૂરી હોય આ આવેદનપત્રથી દિવસ – 10ની આપને મુદ્દત આપવામાં આવે છે. જો દિવસ – 10 પછી રોડ બાબતે યોગ્‍ય નિર્ણય નહી થાય તો અમો નીચે સહી કરનાર ગ્રામજનો, વેપારીજનો, ખેડૂતજનો, ગ્રામપંચાયત અને આ વિસ્‍તાર તા.પં સદસ્‍યોગાંધી ચિંઘ્‍યા માર્ગ લોક આંદોલન કરશે જેની ગંભીર નોંધ લવા વિનંતી.


અમરેલી જિલ્‍લાને કેટલો પાક વિમો મળ્‍યો છે તે રાજય સરકાર જાહેર કરે : શ્રી જેનીબેન ઠુંમ્‍મર

અમરેલી,અમરેલી જીલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમ્‍મરે બાબરા તાલુકાના ગામડાઓમાં કરેલા પ્રવાસમાં ખેડૂતો દ્વારા પાક વિમાની આક્નોશભરી રજૂઆત થતા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી અમરેલીજિલ્‍લાને કેટલો પાકવિમો મળ્‍યો છે તે જાહેર કરવા માંગણી કરી છે.બાબરા તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ તથા તાલુકા પંચાયતના સીટવાઇઝ સભ્‍યોની સાથે શ્રી જેનીબેન ઠુંમ્‍મરે પ્રવાસ કરી ખેડૂતોની સીટીઓ જાણી હતી. જેમાં ખેડૂતોમાં પાકવિમાને લઇને મોટા પ્રમાણમાં રોષ જોવા મળતાં ખેડૂતોની લાગણીને વાચા આપવા જીલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમ્‍મરે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી અને અમરેલી જીલ્‍લાના ખેડૂતોને કેટલો પાકવિમો મળ્‍યો છે એ સરકાર જાહેર કરે તેવી માંગણી કરી અને કેટલા સમયમાં પાક વિમા મળશે તેની સ્‍પષ્‍ટતા કરવાની પણ જાહેરાત કરી છે અને એમ જણાવ્‍યું છે કે જો સરકાર ખેડૂતોના અન્‍યાય કરશે તો કોંગ્રેસ દ્વારા અમરેલી જીલ્‍લામાં મંત્રીેઓને પ્રવેશબંધી સાથે વિવિધ આંદોલનો ચલાવવામાં આવશે.


આંબરડી સફારીપાર્ક પ્રશ્‍ને બેઠક યોજતા શ્રી ધાણક

ધારી,ધારી શહેરના વિકાસના પ્રશ્‍ને હંમેશા તત્‍પરતા દાખવતા સંજયભાઇ ધાણકના અઘ્‍યક્ષ સ્‍થાને સફારી પાર્ક અંગેની મહત્‍વની બેઠક મળી હતી. અને તેમા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં શહેરીનો ઉપસ્‍થિત રહ્યા હતા. સફારી પાર્ક શરૂ થાયતો શહેરનો વિકાસ થાય તેમજ નાના મોટા દરેક વર્ગને રોગાજગારીની વિપુલ તક મળી રહે. સહેલાણીઓ મુલકાત લઇ શકે તેમ આ ટુરીઝમ ચાલુ થાયતો શહેરને એક પ્‍લેટ ફોર્મ પુરૂ પાડશે. મહત્‍વના સ્‍થળો જેવા કે ખોડીયાર ડેમ વિસ્‍તારને ટુરીઝમ વિભાગ દ્વારા જોન વિસ્‍તાર તરીકે વિકસાવવામાં આવેલ તેમજ પાકા રસ્‍તાઓ બનાવી બાળકો માટે ગાર્ડન ઉભુ કરવામાં આવે. ખોડીયાર મંદિરે બહાર ગામથી હજારોની સંખ્‍યામાં પદ યાત્રા કરીને શ્રઘ્‍ધાળુ યાત્રીકો મનતા પુરી કરવા આવે છે. રાજય સરકાર સમક્ષ આ મહત્‍વના વિકાસના પ્રશ્‍નોની માંગણીઓ શ્રી ધકાણ કરેલ.


24-08-2017

thumbnail of 24-8-17