Main Menu

September, 2017

 

26-09-2017

thumbnail of 26-9-17


24-09-2017

thumbnail of 24-9-17


અમરેલીમાં પ્રદેશ ભાજપ દ્વારા સેન્‍સ લેવાઇ

અમરેલી,
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નક્કી થયેલ કાર્યક્નમ મુજબ આજે જીલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકો શ્રી ચિમનભાઇ સાપરીયા, સાંસદ પુનમબેન માડમ અને રમેશભાઇ રૂપાપરાએ જીલ્‍લાની પાંચેય વિધાનસભા બેઠકોના દાવેદારો તથા ભાજપ આગેવાનો કાર્યકરોને સાંભળ્‍યા હતા.
જીલ્‍લાના પ્રભારી શ્રી ભરતભાઇ ગાજીપરાની ઉપસ્‍થિતીમાં લાઠી-બાબરા, લીલીયા-સાવરકુંડલા, રાજુલા-જાફરાબાદ, અમરેલી-કુંકાવાવ, ધારી બગસરા વિધાનસભા વિસ્‍તારના આગેવાનો ઉમટી પડતા ગાડીઓના થપા લાગ્‍યા હતા. અને જાણે કે નરેન્‍દ્રભાઇ મોદીની સભા હોય તેવો માહોલ વચ્‍ચે ટ્રાફીક પોલીસે પણ વયવસ્‍થા જાળવી પડી હતી.
સર્વ પ્રથમ ધારી બગસરા બેઠક શ્રી ખોડભાઇ ભુવા, કમળાબેન ભુવા, મધુબેન જોષી, પ્રભાબેન વાળા, વિમળાબેન અગવાન, અંજલીબેન ભુવા, સરલાબેન વ્‍યાસ, અતુલભાઇ કાનાણી, જીતુભાઇ જોષી, કેતનભાઇ ધકાણ, નરેશભાઇ ભુવા, હિતેષભાઇ જોષી, મનસુખભાઇ સુખડીયા, અશ્‍વિનભાઇ કુજડીયા, એ.વી. રીબડીયા, મુંગેશભાઇ કોઠીયા, રાકેશભાઇ ડાવરા, વીપુલભાઇ કવાડ, રાજુભાઇ ગીડા, ધીરૂભાઇ માયાણી, પ્રવીણભાઇ રફાડીયા, વિપુલભાઇ કયાડા, રમેશભાઇ સરસીયા, સંજયભાઇ ધાણક, કાંતિભાઇ સતાસીયા, રશ્‍વિનભાઇ ડોડીયા, નિતીનભાઇગઢીયા, મુકેશભાઇ ગોંડલીયા, દીલુભાઇ વાળા, જયંતિભાઇ મકવાણા, બાબુભાઇ મકવાણા, ભીખુભાઇ સરવૈયા, ચંદુભાઇ, હરેશભાઇ પટોળીયા, રમેશભાઇ માલા, બાલુભાઇ તંતી, ચલાલાથી મનસુભાઇ ગેડીયા, હિંમતભાઇ દોગા, પ્રકાશભાઇ કારીયા, શિવરાજભાઇ વાળા, અશોકભાઇ કાથરોટીયા કાંતિભાઇ પાનસુરીયા, પુનાભાઇ રબારી, અશોકભાઇ ચૌહાણ, લીલીબેન ગોહિલ, નંદાભાઇ સુવાગીયા, વજુભાઇ માથાસુડીયા, વિનુભાઇ કાથરોટીયા, જયાબેન વ્‍યાસ, મુકેશભાઇ રાઠોડ, ઘનશ્‍યામભાઇ ગોહીલ, પ્રવિણભાઇ માલવિયા અને યુવા મોરચાના ચીરાગ વાધાણી, ઘનશ્‍યામભાઇ કાથરોટીયા, બાલાભાઇ દેવમુરારી, મનસુખભાઇ રાઠોડ, પરેશભાઇ કાથરોટીયા, જયરાજભાઇ વાળા, સવીતાબેન મેસીયા હિતેષભાઇ રાજીયગુરુ, લીલાબેન ગોહિલ વીગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. ધારી બગસરા બેઠકમાં આ વખતે બગસરાના સ્‍થાનીકને ટીકીટ આપવા આગેવાનો અને કાર્યકરોમાંથી સુર ઉઠયો હતો.

 


અમરેલી,લાઠી,કુંડલા બેઠકમાંથી ભાજપના દાવેદારોને સાંભળતા નિરીક્ષકો

અમરેલી,અમરેલી, લાઠી, સાવરકુંડલા વિધાનસભા બેઠકમાંથી ભાજપ આગેવાનો કાર્યકરો અને દાવેદારો આજે અમરેલી ઉમટી પડયા હતા જેને પ્રદેશ નીરીક્ષકોએ સાંભળ્‍યા હતા. અમરેલી વિધાનસભા બેઠકમાં શ્રી બાવકુભાઇ ઉંધાડ તથા પી.પી.સોજીત્રા, કૌશીકભાઇ વેકરીયા, અશ્‍વિનભાઇ સાવલીયા, રણજીતભાઇ પીપળલગવાળા, શરદભાઇ લાખાણી, શૈલેષ પરમાર, તુષાર જોષી, ઘનશ્‍યામભાઇ ત્રાપસીયા, ભરતભાઇ વેકરીયા, રીતેષભાઇ સોની, ઉપસ્‍થિત રહયા હતા.સાવરકુંડલા વિધાનસભા બેઠકનાં ભાજપ કાર્યકરો, આગેવાનોનો આજે સ્‍વયંભુ મેળાવડો જામ્‍યો હતો અને ભાજપ નીરીક્ષકોએ તમામને સાંભળ્‍યા હતા જેમાં શ્રી મયુરભાઇ ઠાકર, જયસુખભાઇ નાકરાણી, એ.બી.યાદવ, ડો.લાડવા, કિશોરભાઇ બુહા, પ્રતિકભાઇ નાકરાણી, હસુભાઇ ચાવડા, ધીરજભાઇ બગડા, મંજુલાબેન ચિત્રોડા, હેમાંગભાઇ ગઢીયા, રામદેવસિં ગોહીલ, કમલેશભાઇ કાનાણી, વિરલભાઇ રાઠોડ, મનજીભાઇ તળાવીયા, મંગળુભાઇ ખુમાણ, કાળુભાઇ લુણસર, ચીમનભાઇ શેખડા, કાળુભાઇ વિરાણી, હસુભાઇ વિરાણી, ચિરાગભાઇ હિરપરા, પુનાભાઇ ગજેરા, ઘનશ્‍યામભાઇ ડોબરીયા, મહેશભાઇ સુદાણી ઉપસ્‍થિત રહયા હતાં.લાઠીબાબરા વિધાનસભા વિસ્‍તારમાં ભાજપનામુખ્‍ય આગેવાનો અને કાર્યકરો તથા દાવેદારો ભાજપ નીરીક્ષકોએ સાંભળ્‍યા હતા જેમાં શ્રી લલિતભાઇ આંબલીયા, અલ્‍તાફભાઇ નથવાણી, મુકેશભાઇ ખોખરીયા, વાલજીભાઇ ખોખરીયા, બિપીનભાઇ રાદડીયા, જીવાજીભાઇ રાઠોડ, મનુભાઇ શેલીયા, નિતીનભાઇ રાઠોડ, મહેશભાઇ ભાયાણી, બહાદુરભાઇ બકોતરા, કાનભાઇ, અનિલભાઇ નાંઢા, મયુરભાઇ હિરપરા, મગનભાઇ કાનાણી, ઘનશ્‍યામભાઇ સાવલીયા, રાજુભાઇ ભુતૈયા, પ્રિતેશભાઇ નારોલા, સતિષગીરી ગોસ્‍વામી, ધર્મેન્‍દ્રભાઇ જાડેજા, અમરસિંહભાઇ નારોલા, નાનુભાઇ ડીંગા વગેરે ઉપસ્‍થિત રહયા હતાં.


ડેરી પ્‍લાન્‍ટનાં ઉદઘાટન અને જાહેર સભામાં પધારેલ સર્વોનો જાહેર આભાર માનતા ચેરમેન શ્રી અશ્‍વિન સાવલીયા

અમરેલી,
આથી અમરેલી ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વરદ હસ્‍તે અમરેલી જિલ્‍લા સહકારી દુધ ઉત્‍પાદન સંઘ લી.અમર ડેરીનાં નવા ડેરી પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ અને દાણ ફેકટરી નાં અમર ડેરી ખાતેના ઉદઘાટન કાર્યક્નમતથા જાહેર સભામાં અમારા આમંત્રણ ને માન આપી ને ઉમટી પડેલ પશુપાલક ભાઇઓ અને બહેનો તથા અમર ડેરી સાથે સંકાળેલ મંડળીઓ વ્‍યક્‍તિઓ કાર્યકરો મિત્રો શુભેચ્‍છકો સહીત નામી-અનામી સૌ કોઇ આ કાર્યક્નમ સફળ બનાવવા બદલ જાહેર આભાર માનું છુ અને આ કાર્યક્નમ દિપાવવા બદલ અભિનંદન પાઠવું છું.


કુંડલા બેઠકમાં ભાજપમાંથી શ્રી દકુ બાળધા હોટ ફેવરીટ

અમરેલી,
સાવરકુંડલામાં સેવાની જયોત જગાવનારા અને દરેક વર્ગના યુવાનોના આદર્શ એવા શ્રી દકુ બાળધાની નોંધ લેતા મતદારોમાં સાવરકુંડલા-લીલીયા બેઠકમાં ભાજપમાંથી શ્રી દકુ બાળધા હોટ ફેવરીટ દાવેદાર તરીકે ઉભરી આવ્‍યા છે.
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા – લીલીયા બેઠક ઉપર સૌથી નાની ઉમરના દાવેદાર એવા શ્રી દકુ બાળધા દીવાળીબા હાઇસ્‍કૂલ, શ્રી મનુભાઇ પીઠવડીવાળા ચેરીટેબલ ટ્રસ્‍ટના ડાયરેકટર છે અને શિક્ષણના આગ્રહી છે. શ્રી નરેન્‍દ્રભાઇ મોદી પણ હવે નવી પેઢીને તક આપવા વિચારે છે ત્‍યારે કુંડલા પંથકમાં દવાખાનું હોય કે, ગમેતે કામ પડયુ હોય અર્ધીરાતનો હોકારો ગણાતા ભાજપ પક્ષના કોરી પાટી જેવા શ્રી દકુ બાળધા ગરીબોના બેલી તરીકે પણ ઓળખાય છે જેને કારણે સાવરકુંડલા તાલુકામાં ઉભરી રહેલા યુવાન આગેવાન શ્રી દકુ બાળધાને ટીકીટ આપવાની માંગઉઠવા પામેલ છે.


સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા ત્રિવેણી સંગમ તરફ નવનિર્મિત શ્રી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે

 

વેરાવળ,
સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા ત્રિવેણી સંગમ તરફ હરીહરવનની બાજુમાં નવનિર્મિત શ્રી રામમંદિર રાજસ્‍થાનના ગુલાબી પથ્‍થરમાંથી 3 વર્ષના ટુંકા ગાળામાં મંદિરના નિર્માણ કરવામાં આવ્‍યું હતું. આ ડીઝાઇનમાં ગ્રાઉન્‍ડ ફલોરમાં સંર્કિતન હોલ, સભાખંડ, પ્રથમ માળે શ્રી રામ મંદિર બનાવવામાં આવેલ છે.
આ મંદિરની કુલ ઉંચાઇ 88 ફુટ શિખરની ઉંચાઇ 51 ફુટ કુલસ્‍તંભ 88 નંગ 3 શિખર તેમજ 7 ઘુમ્‍મટ આવેલ છે. આ મંદિરમાં રામ દરબાર, ગણપતિ, હનુમાજી, તેમજ દિશાના દેવની મૂર્તિઓ રાજસ્‍થાનના મારબલમાંથી બનાવવામાં આવેલ છે. સભામંડપ તેમજગર્ભગૃહમાં ફલોર અને દીવાલ સફેદ ઓસ્‍ટ્રેલિયન મારબલથી સુશોભિત કરવામાં આવેલ છે. મંદિરમાં 32 અલગ-અલગ ડીઝાઇનવાળી પુતળીઓ બેસાડવામાં આવી છે. સ્‍તંભોમાં વિવિધ દેવતાઓની 31 મૂર્તિઓ કંડારવામાં આવી છે. મંદિરમાં બારી-દરવાજા સાગના લાકડાના વિવિધ આયુધર તેમજ ધાર્મિક ચિહ્‌નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તોરણ કમાન 57 નંગ મંદિરમાં 8 ગૌમુખ લગાવેલ છે. આ મંદિરની વિશિષ્‍ટતા એ છે કે, આ મંદિરમાં પ્રદક્ષિણા કરતી વખતે ત્રિવેણી સંગમ, મુદ્ર, પરશુરામ મંદિર, સોમનાથ મંદ્રદિર, રૂદ્રેશ્‍વરમંદિર, સૂર્યમંદિર તેમજ ગીતા મંદિરના પણ દર્શન થઇ શકે છે.


23-09-2017

thumbnail of 23-9-17


22-09-2017

thumbnail of 22-9-17


21-09-2017

thumbnail of 21-9-17