Main Menu

Wednesday, September 6th, 2017

 

અમરેલીમાં ગુર્જર કડીયા જ્ઞાતી પાંચ મંડળોનાકાર્યાલયનો પ્રારંભ

અમરેલી,ગુર્જર કડીયા જ્ઞાતી દ્વારા શ્‍યામ વાડી લીલીયા રોડ અમરેલી ખાતે શ્રી ગુર્જર કડિયા જ્ઞાતી દ્વારા શ્‍યામ યુવક મંડળ ગુર્જર કડિયા વિશ્‍વકર્મા મંડળ ગુર્જર કડિયા મહીલા મંડળ તેમજ ગુર્જર કડિયા સેવા સંધના કાર્યાલય નો વૈદીક મંત્રો દ્વારા સમાજના આગેવાનો, ગુર્જર કડિયા કડિયા જ્ઞાતીના પ્રમુખ ભરતભાઇ કે ટાંક તેમજ સાંસદ નારણભાઇ કાછડીયા ગુર્જર કડિયા જ્ઞાતીના ઉપપ્રમુખ તેમજ આગેવાન શ્રી હરજીવનભાઇ ટાંક તેમજ રેડકો્રસ સોસાયટીના પ્રમુખ અને પૂર્વ જીલ્‍લા ભાજપ પ્રમુખ ડો.કાનાબાર સાહેબ તેમજ કૌશીકભાઇ ટાંક કડિયા સમાજ ટ્રસ્‍ટી અને મંત્રી તેમજ જીલ્‍લા ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી શ્રી દિપકભાઇ વઘાસીયા તેમજ ગુર્જર કડિયા સેવા સંઘના ખજાનચી ચેતનભાઇ ચૌહાણ તેમજ વિશ્‍વકર્મા મંડળના પ્રમુખ ભાવેશભાઇ પરમાર તેમજ ગુર્જર કડિયા કેળવણી મંડળના પ્રમુખ રમણીકભાઇ મારૂ તેમજ ગુર્જર મહીલા મંડળના પ્રમુખ શ્રી ઉર્વીબેન ટાંક તેમજ ગુર્જર કડિયા સેવા સંઘના પ્રમુખ હરેશભાઇ બી.ટાંક તેમજ નગરપાલીકાના પ્રમુખશ્રી અલ્‍કાબેન ગોંડલીયા તેમજ કોંગ્રેસના આગેવાન શરદભાઇ ધાનાણી તેમજ નગરપાલીકા ના સભ્‍ય રીટાબેન કે.ટાંક તેમજ કેળવણી મંડળના ખુશાલભાઇ ટાંક, વિજયભાઇ મારૂ તેમજ સંવેદન ગૃપના વિપુલ ભટ્ટી, વસંતભાઇ મોવલીયા તેમજ હરેશભાઇ એચ.ટાંકતેમજ સમાજના શ્રી મનસુખભાઇ ચૌહાણ આ પ્રસંગે ઉપસ્‍થિત રહ્યા હતા અને તમામ મહેમાનોનું શાલ ઓઢાડી ફુલહાર શ્રી સન્‍માન કરાયુ હતુ શ્રી ગુર્જર કડિયા સમાજના પ્રમુખશ્રી ભરતભાઇ કે ટાંક ને ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઇ પરમાર ને ઉપપ્રમુખ કમલેશભાઇ સોલંકીને મંત્રી સુરેશભાઇ સોલંકી ને સહખજાનચી કનુભાઇ લી.ટાંકને સંગઠન મંત્રી તેમજ ઉપપ્રમુખ તરીકે ઘર્મીષ્ઠા એચ ટાંક ત્રીવેણી બેન જેઠવાને ઉોપ્રમુખ કૃપાલીબેન સી.ચૌહાણ ને સંગઠન મંત્રી તેમજ વૈશાલીબેન એસ.ચૌહાણ ને મંત્રી મંત્રી બાનાવવામાં આવ્‍યા છે આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા અને બાવકુભાઇ ઉઘાડ પોતાના ઉદ્‌બોધન માં જણાવ્‍યુ હતુ કે આજના પ્રસંગે આટલુ બઘુ સંગઠન એક થઇ રહ્યું છે ત્‍યારે કડિયા સમાજને અમારી વિકાસના કામોણાં જરૂર હોય ત્‍યા અને તમારી સાથે છીએ જયારે કડિયા સમાજના પ્રમુખ ભરતભાઇ ટાંક અને ઉર્વીબેન ટાંકે પ્રાસંગીક પ્રવચન સમાજના સંગઠન ને મજબુત કરવા હાંકલ કરી હતી વિકાસ કરવાની આપાગીગા શકિત આપે જયારે કાર્યક્રમ ના અઘ્‍યક્ષ હરજીવન ટાંક તેમજ પત્રકાર હરેશ બી.ટાંક ધર્મીષ્ઠા ટાંક તેમજ કૃપાલી ચૌહાણે પ્રવચન કર્યા હતા જયારે કાર્યક્રમનુ સંચાલન રવજીભાઇ કાચાએ કર્યુ હતુ.


બગસરાના હળીયાદ અને મોટા મુંજીયાસરમાં જ્ઞાનકુંજ વર્ગોનું મંત્રી શ્રી રાદડીયાના હસ્‍તે લોકાર્પણ

અમરેલી,
અમરેલી જીલ્‍લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહને સંબોધતા રાજયના અન્‍ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયાએ જણાવ્‍યુ હતુ કે શિક્ષણ અને કેળવણીનુ કાર્ય સમાજના ધડતર અને આગવી પેઢીના ભવિષ્‍ય માટે ખુબજ મહત્‍વનું હોય છે. સર્વાગી વિકાસને ગતિશીલ બનાવવા માટે શિક્ષણએ પાયાની જરૂરીયાત છે. 5 મી સપ્‍ટેમ્‍બર ડો. સર્વ પલ્‍લી રાધાકૃષ્‍ણના જન્‍મદિવસે શિક્ષક દિન તરીકેમનાવવામાં આવે છે. ત્‍યારે અમરેલી જીલ્‍લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક મંત્રી શ્રી જયેશ રાદડીયા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા સહિતના મહાનુભાવોના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યા હતા. મંત્રીશ્રી રાદડીયાએ વધુમાં જણાવ્‍યુ હતુ કે શિક્ષણને વધુ સુદઢ બનાવી આધુનિક ટેકનોલોજી સભરની શાળાઓ તૈયાર કરવાામાં રાજય સરકારે પુરતુ બજેટ ફાળવ્‍યુ છે. છેવાડાના ગામડાઓ સહિતની શાળાઓ કોમ્‍પ્‍યુટર સહિતની ડીઝીટલ સુવિધાથી સજજ કરવાામાં આવેલ છે. પ્રાથમિક શિક્ષણને સુદઢ બનાવવા રાજય સરકારે શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી જેવા કાર્યક્નમો અમલી બનાવી ને નામાંકન માં ઉતરોતર વધારો લાવવાનો પ્રયાસ કર્યા છે. આપણે પણ આ દિશામાં આગળ આવીને આપણા બાળકોના શિક્ષણમાં વધુ ઘ્‍યાન કેન્‍દ્રીત કરીએ તેવી અપીલ કરી હતી. સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવેલ કે સમાજને યોગ્‍ય દિશા આપવા માટે ગુરૂનો મહિમા ખુબજ મહત્‍વનો છે. આપણી ઋષિ પરંપરાઓમાં પણ તેના દર્શન આપણે કરીએ છીએ. આગવી પેઢીના ધડતર માટે અને દેશના વિકાસ માટે શિક્ષણનું અનેરૂ મહત્‍વ ગણવાવામાં આવ્‍યુ છે. આજના ટેકનોલોજીના જમાનામાં શિક્ષણ વગર આગળ આવવુ શક્‍ય જ નથી દરેક દેશના વિકાસ આધાર સ્‍થંભ શિક્ષણ હોય છે. ત્‍યારે આપણે પણ આ બાબતે સતત જાગૃત બનીએ તે ખુબજમહત્‍વનુ છે.
કાર્યક્નમાંના પ્રારંભમાં કલેકટરશ્રી સંજય અમરાણીએ આજના શિક્ષક દિવસ અંગેનો ટુક સાર આપીને સૌને આવકાર્યા હતા. તેમણે ડો. જીવરાજ મહેતા સહિત કવિકાંત ઝવેચંદ મેધાણી જેવી મહાન હસ્‍તિઓને આ તકે યાદ કરી હતી. જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નિરગુડેએ જીલ્‍લામાં શિક્ષણનું સ્‍તર ઉંચુ લાવવા અંગેની અને શિક્ષણ માટે શિક્ષકનુ મહત્‍વ સમજાવ્‍યુ હતુ. આજના શ્રેષ્ઠ પારીતોષિક સમાહરોમાં 11 જેટલા શ્રેષ્ઠી શિક્ષકોને પુરુસ્‍કાર એનાયત કરવાામં આવ્‍યો હતા. આ કાર્તક્નમમાં અગ્રણીશ્રી હિરેનભાઇ હિરપરા, ભરતભાઇ વેકરીયા, કૌશિકભાઇ વેકરીયા, હિતેષભાઇ સોની, જુતુભાઇ ડેર શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ શિક્ષકો બહોળી સંખ્‍યામાં હાજરી આપી હતી.
અમરેલી જીલ્‍લાના બગસરાના નજીકના જુનિ હળીયાદ અને મોટા મુજીયાસર ગામે મંત્રીશ્રી રાદડીયાના હસ્‍તે જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત તૈયાર થયેલા વર્ગોનુ લોકાર્પણ અરવામાં આવ્‍યુ હતુ જેમાં મંત્રીશ્રી રાદડીયાએ જણાવ્‍યુ હતુ કે હવે આપણા બાળકો ડિઝીટલ કલાસન ઉપયોગ કરીને શિક્ષણમાં વધુ આગળ આવી શકશે. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓશ્રી હિરેનભાઇ હિરપરાઅી પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતુ. આ કાર્યક્નમમાં સર્વશ્રી કાંતભાઇ સતાસીયા, રાજુભાઇ ગીડા, હિતેષભાઇ સોની, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભરતભાઇજોષી, મામલતદારશ્રી ભાંડે સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા


અમરેલીમાં 8મીએ જીલ્‍લાના ખેડુતોનુ સંમેલન મળશે

અમરેલી,અમરેલી જીલ્‍લામાં ખેડુતોને પડતી મુશકેલીઓના નિરાકરણ માટે તા.8/9/17 ના બોલાયેલા સંમેલનમાં ઉમટી પડવા હાક. ખેડુતોને જન્‍માષ્‍ટમી પહેલા પાકવિમો જમા આપવા મુખ્‍યમંત્રીએ વચન આપેલ વચન ભંગ થવા ઉપરાંત કેટલો વિમો મંજુર થયો છે. તે પણ જાહેરાત કરતા નથી તેમજ ખેડુતોને થયેલા પાકના ભાવ મળતા નથી મગફળીમાં ખુંડા થવાથી પાક નાશ પામેલ છે. રે સર્વે કરવામાં આવતુ નથી રોજીંદા વાવેતરમાં રોઝ ભુંડનો ત્રાસ, વિજળી અનિયમિત આપવાની આવા ખેડુતોના પ્રશ્‍નોને વાચા આપવા તા.8/9/17 સવારી 9:30 કલાકે રેલીમાં પ્રદેશના કાર્યકારી પ્રમુખશ્રી પરેશભાઇ ધાનાણી કિસાન ખેત મજદુર કોંગ્રેસ પ્રદેશ અઘ્‍યક્ષ વિરજીભાઇ ઠુંમરની આગેવાનીમાં કાર્યક્નમ મુજબ રેલી સ્‍વરૂપે આવેદન આપવા કુંકાવાા તાલુકાના સર્વે ખેડુત મજદુર મીત્રો સંખ્‍યામાં ઉમટી પડવા તા. પંચાયત સદસ્‍ય જયાબેન ગોંડલીયા ઉપપ્રમુખ દેવદાન ખાટરીયા તથા સા. ન્‍યાય સમીતીના ચેરમેનશ્રી દેસાબેન ધાધલ તરફથી હાક કરવામાં આવે છે.


સાવરકુંડલામાં સેમસંગના વિશાળ શોરૂમમાં હાજરી આપતાં અનેક રાજકીય મહાનુભાવો

સાવરકુંડલા,સાવરકુંડલા-મહુવા રોડ ઉપર સેમસંગ પ્‍લાઝાનો શોરૂમ ખુલ્‍લો મુકાતાં આ પ્રસંગે જિલ્‍લાભરના આગેવાનો અને સંતોએ હાજરી આપી શુભેચ્‍છા પાઠવી હતી જેમાં સાંસદ નારણભાઇ કાછડીયા, કૃષિમંત્રી વી.વી.વઘાસીયા સહિતના કાર્યક્નરો તેમજ કોંગ્રેસ પક્ષના અગ્રણીઓએ હાજરી આપી હતી. જિલ્‍લાભરમાં સૌથી મોટો અને અઘ્‍યતન શો રૂમમાં મોબાઇલથી માંડી સેમસંગની તમામ પ્રોડકટ એક જ સ્‍થળે ઉપલમ્‍ધ હોય લોકોએ આ સેવાને આવકારી હતી.


સાવરકુડલામાં ચંન્‍દ્રમોલી સોસાયટીમાં કોમન પ્‍લોટના પાયા ખોદતા સોસાયટી રહીસોમાં દેકારો બોલી ગયો

સાવરકુંડલામાં તમે ગમે ત્‍યા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દુકાન બનાવો મકાન બનાવો કોઇ પૂછવા વાળુ નથી હાથસણી રોડ ઉપર ચંન્‍દ્રમોલી સોસાયટી માં કોમન પ્‍લોટ ના ગેરકાયદેસર દસ્‍તાવેજ બનાવી માથાભારે લોકો આ વેચતા હોવાનું બહાર આવેલ છે આવો બનાવ ચંન્‍દ્રમોલી સોસાયટીમાં બનતા દ્વારા રહીસો અચેળમાં પડેલ છે.નગરપાલીકા હસ્‍તકનાં કોમન પ્‍લોટ નો કોણે દસ્‍તાવેજ કરીને ગરીબલોકો ને વેચેલ છે તપાસ થાય તો ઘણી જમીન ઉપર થયેલ બાંધકામ ગેરકાયદેસર સાબીત થાય તેમ છે નથી નગરપાલીકાની રજા ચીઠ્ઠી લેવાની માન આવે તો જગ્‍યા વાળી નાખતા માથા ભારે વ્‍યકિત બાંધકામ માટે પાયા ખોદી અને પાયા બુટીપણ નાખેલ છે
અને મકાન બનાવવા ચણતર કામ પણ શરૂ કરેલ છે આ દબાણને કોણ દુર કરશે નગરપાલીકા ના હોદેદારો આ કેમન પ્‍લોટને ખુલો રહેવા દેવા માટે કાર્યવાહી કરેલ છે.


સાવરકુંડલા માનવ મંદિર ખાતે માનવ મિલન થયું

આજ થી એક માસ પહેલા સાવરકુંડલા દરબારગઢ ખાતે બહેરી મુંગી અને મંદ બુઘ્‍ધિની એક સ્‍ત્રી પોતાના સાત માસના બાળક સાથે નિરાધારહાલતમાં મળી આવતા સાવરકુંડલા રૂરલ પોલીસે તેને અહિ નજીક આવેલ માનવ મંદિરે આશ્રમ અપાયી ઉતમ કાર્ય કરેલ હવે આ મહીલાના પરિવારને શોધવા માનવમંદિર આશ્રમ પરિવારે હવે આ મહીલા અને બાળકના ફોટાઓ તથા વિગતો વોટસ એપ અને ફેસબુક ઉપર મુકયા આશ્રમમા હજારો સેવકોની આ અથાગ મહેનત બાદ આખરે આ મહીલાનું ઘર શોઘી કઢાયુ એ મહીલાનું લગ્‍ન અમરીશ રમણીકલાલ ભાઇ સાથે થયા તેમણે આજથી ચારેક માસ પહેલા ખંભોળજ પો.સ્‍ટે. લખાયેલ એ મને સમાચાર મળતાં માનવમંદિરના ભકિતબાપુનો ટેલીફોનિક સંપર્ક કરી એમને તેડવા માટે ગઇકાલે આવી ગયો આમ પાંચેક માસથી આ બહેરી-મુંગી મહીલા સાતમાસના બાળક સાથે રખડતી મહીલાને ફરી પોતાનો પરીવાર મળી ગયો અને માનવમંદિરે તેડવા આવી પહોચેલ પરિવારનું આ મિલન જોઇ સૌની આંખના હર્ષાના આસુ છલકાયા હતા આ કામના સાવરકુંડલા રૂરલ પી.એસ.આઇ. શાહ સહિત પોલીસ સ્‍ટાફ અને સેવકો હાજર રહ્યા હતા .માનવમંદિર સહીત પોલીસ ખાતે આજે 37 જેટલી રખડતી નિરાધાર મહિલાઓ ભકિતબાપુની નિશ્રમા સારવાર લઇ પૂર્વવત જીવન પ્રાપ્‍ત કરી રહી છે .ત્‍યારે આ આશ્રમ ખાતેથી આમ 18 જેટલી વ્‍યકીત સાજી થઇ સમાજમાં પુનઃસ્‍થાપીત થયેલ છે જેનુ પૂ.બાપુને ગૌરવ અને આનંદ છે.


અમરેલી જિલ્‍લાયુવા કોંગ્રેસના મંત્રી તરીકે જીત બારડ તેમજ રૂતિલ ગજજરને જિલ્‍લાની જવાબદારી

અમરેલી જિલ્‍લા યુવક કોંગ્રેસમાં હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી (અમરેલી જિલ્‍લા મહામંત્રી તરીકે તેજસ મસરાણી મંત્રી તરીકે રૂતિલ ગજજર, જીત બારડ અમરેલી શહેર પ્રમુખ તરીકે મોનીલ ગોંડલીયા (મોહનીશ)ને જવાબદારી સોંપાઇ) કોંગ્રેસ પક્ષના સંગઠનમાં બખુબી જવાબદારી નિભાવતી યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ માન.શ્રી ગુલાબસિંહ રાજપુતની સુચનાથી અમરેલી જિલ્‍લા યુવક કોંગ્રેસ પ્રમુખ પરેશભાઇ ભુવા તેમજ સન્‍નીભાઇ ડાબસરા દ્વારા અમરેલી જિલ્‍લા પેનલમાં ત્રણ અને અમરેલી શહેર યુવક કોંગ્રેસ કમીટીની જાહેરાત કરી હતી જેમાં અમરેલી જિલ્‍લા મહામંત્રી તરીકે તેજસ મસરાણી અમરેલી જિલ્‍લા મંત્રી તરીકે જીત બારડ તેમજ રૂતિલ ગજજરને જિલ્‍લાની જવાબદારી સોંપી હતી સાથે-સાથ અમરેલી શહેર યુવક કોંગ્રેસની રચના કરી હતી જેમાં પ્રમુખ પદે મોનીલ ગોંડલીયા (મોહનીશ) ઉપપ્રમુખ પદે રૂદ્રાજ્ઞ ગોસાઇ, વિરકુ વાળા, મુકુલ કોચરા મહામંત્રી પદે રોનક ડાભી, યુગ ચાવડા, ચેતન ભાલ, કેયુર રૈયાણી, સોયબી બી.નલખીયા, મંત્રી પદે ભાવિક ડોડીયા, યુવરાજ મોડા, ઇન્‍દ્ર વાળા, મોહસીન ભરીને જવાબદારી સોંપવામાં આવી હતી આ વરણીને અમરેલી જિલ્‍લા કોંગ્રેસ,આઇ.ટી.સેલ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઇ, યુથ કોંગ્રેસ, સેવા દળ સહિતના કોંગ્રેસ પક્ષના વિવિધ સેલના હોદ્દેદારો, કાર્ય કર્તાઓએ આવકારી હતી.


અમરેલીની જીજીબેન ગર્લ્‍સ હાઇસ્‍કુલ પ્રદેશ કક્ષાની કલામહાકુંભ સ્‍પર્દ્યામાં તૃતિય સ્‍થાન

તા.02/09/2017ના રોજ ભાવનગર ખાતે યોજાયેલ કલામહાકુંભ સ્‍પર્દ્યામાં શ્રીમતિ જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઇસ્‍કુલ અમરેલીની વિદ્યાર્થીની બહેનોએ પ્રદેશ કક્ષાની કલામહાકુંભ ગરબા સ્‍પર્દ્યામાં તૃતિય સ્‍થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યુ તે બદલ શાળાના ટ્રસ્‍ટીઓ તથા આચાર્યા શ્રી ડો.ચંદ્રિકાબેન લાઠીયાએ રીમાબેન તથા સ્‍પર્દ્યામાં ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવ્‍યાં.


અમરેલી પોલીસ હેડ કવાર્ટરમાં ગણપતિ મહોત્‍સવમાં કથા યોજાઇ

અમરેલી પોલીસ હેડકવાર્ટમાંઆવેલ ગોપનાથ મહાદેવ મંદિર પાસે ગણપતિ મહોત્‍સવમાં સત્‍યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવતાં પોલીસ પરિવારના ભાઇઓ-બહેનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં