Main Menu

Thursday, September 7th, 2017

 

અમરેલીમાં શ્રી મોદીનો કાર્યક્નમ યોજી ભાજપનો માસ્‍ટર સ્‍ટ્રોક

અમરેલી,રાજયભરમાં ચૂંટણીનો જંગ સૌથી વધુ આક્નમક અને જોરશોરથી અમરેલીમાં લડાય છે અને અમરેલીની અસર અમરેલી આસપાસના જુનાગઢ, રાજકોટ, ભાવનગર ઉપરાંત અમરેલી જિલ્‍લાના બહાર વસતાં લોકો જેમ કે , સુરત, નવસારી, અમદાવાદ, વડોદરાને પણ થાય છે. અમરેલીમાં જે ટોન હોય તેની અસર ઉપરના તમામ સેન્‍ટરોને થાય છે કારણ કે, અમરેલી જિલ્‍લાના પાટીદારો આ તમામ ઠેકાણે ફેલાયેલા છે અને પાટીદારોનું એ.પી.સેન્‍ટર પણ અમરેલી જ છે ત્‍યારે કોંગ્રેસે પાટીદાર આગેવાન તરીકે શ્રી પરેશ ધાનાણીને પ્રસ્‍થાપિત કરી ગુજરાતના પ્રદેશ કાર્યકારી અઘ્‍યક્ષ તરીકે જવાબદારી સોંપી છે અને શ્રી ધાનાણી આક્નમક રીતે તેની તૈયારીઓમાં લાગી ગયા છે.
શ્રી ધાનાણી ગુજરાતમાં આક્નમક પ્રચાર કરવાના છે અને તેનો નગારે ઘા 8મી તારીખે એટલે કે કાલે અમરેલીમાં વિશાળ ખેડૂત સંમેલન યોજીને કરશે. શ્રી ધાનાણીના આ કાઉન્‍ટરનું એનકાઉન્‍ટર કરવા માટે ભાજપ દ્વારા 17 મી એ સજીર્કલ સ્‍ટ્રાઇક, નોટબંધી, જી.એસ.ટી., વિદેશ નિતિ સહિતના શ્રેણીબઘ્‍ધ પગલાઓથી જનમાનસનાં હિરો એવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીને અમરેલીમાં લાવી કોંગ્રેસની અસર ધોઇ નખાશે એટલું જ નહીં અમરેલીની અસર ગુજરાત ભરમાં થાયતેનું આયોજન અને ગણિત સાથે ભાજપની આંતરીક ગોઠવણો પણ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ઉપસ્‍થિતિમાં થાય જેનાથી ભાજપને ફાયદો થાય તેવા ગણિત મનાઇ રહયા છે.અમરેલીમાં 17 મી એ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું આગમન સ્‍થાનિક સમીકરણો ફેરવી નાખવા માટે પુરતું છે તે પણ નક્કી છે.


સૌરાષ્‍ટ્રના અંતરીયાળ વિસ્‍તારના એકે-એક ગામને માં નર્મદા દ્વારા સમૃઘ્‍ધિ બક્ષવાનુ મહાઅભિયાન સરકારે ઉપાડયુ છે : મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા

અમરેલી જીલ્‍લામાં નર્મદા મહોત્‍સવ રથપ્રસ્‍થાન સમારોહ પ્રસંગે રાજયના અત્ર અને નાગરીેકો પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા અને જળસંપતિ રાજય મંત્રીશ્રી નાનુભાઇ વાનાણીએ જીલ્‍લાના 418 ગામોમાં આવરી લેતી નર્મદા યાત્રાનો શુભરંભ કરાવ્‍યો હતો. નાગરીક પુરવઠા જયેશશભાઇ રાદડીયાએ આ પ્રસંગે યોજાયેલા સમાહરોના અઘ્‍યક્ષ પદેથી જણાવ્‍યુ હતુ કે સૌરાષ્‍ટ્રના અંતરિયાળ વિસ્‍તારના ગામડાઓ સુધી પાઇપલાઇન દ્વારા નર્મદા મૈયાનુ પાણી પહોચતુ થાય છે. જેની સાથોસાથ સૌની યોજના દ્વારા આગામી સમયમાં સૌરાષ્‍ટ્રના તમામ જળાશયોને નર્મદા યોજના સાથે સાંકળીને આ વિસ્‍તારના ખેતી સહિતના સર્વાગી વિકાસ માટે રાજય સરકારે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે. અને આવનારી સમયમાં હિરીયાળ ગુજરાતની આશા પરીપૂર્ણ થશે તેનો સોનેઆંનદ છે. મંત્રીશ્રી રાદડીયાએ વધુમાં જણાવ્‍યુ હતુ કે નર્મદા યોજનાને અવરોધતા પરિબળો હવે નેસ્‍ત નાબુદ થઇ ગયા છે. ત્‍યારે સરદાર વલ્‍લભભાઇ પટેલના સ્‍વપ્‍નને સાકર કરવાની દિશામાં આપણે એક થઇને આગળ આવીએ રે ખુબજ આવકાર્ય બાબત છે. જળસંપતિ રાજયના મંત્રીશ્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્‍યુ હતુ કે નર્મદા ડેમનુ સમગ્રકામ પરીપૂર્ણ થયુ છે. ત્‍યારે ગુજરાતની જનતાની આશાઓ અને આકાંક્ષાઓનું સ્‍વપ્‍ન સાકર થઇ રહ્યુ છે. આગામી તા.27 મીએવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે માં નર્મદા યોજનાને ગુજરાતની પ્રજાને લોકાર્પણ કરવા આપણે જઇ રહ્યા છીએ.નર્મદા યોજના થકી આપણે ગુજરાતના મોટા ભાગના વિસ્‍તારોમાં પીવાના પાણી માટેની પાઇપલાઇન અને સિંચાઇ માટે કેનાલોનું આયોજન કર્યુ છે. જયારે સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં પાઇપલાઇન દ્વારા જળાશયો ભરવાની કામગીરી પણ થઇ રહી છે. આગામી સમયમાં અમરેલી જીલ્‍લાના 12 ઉપરાંતના ડેમો પણ નર્મદાના જળથી છલોછલ ભરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ. સાંસદશ્રી નારણભાઇ કાછડીયાઅ જણાવ્‍યુ હતુ કે અમરેલી જીલ્‍લાના 400 ઉપરાંતના ગામોને આપણે નર્મદા યોજનાની પાઇપલાઇન થી જોડીને પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. અને આ યોજનાના કારણે ગામડાઓમાં પીવાના પાણી માટે કયારેય મુશકેલી ઉભીથઇ નથી. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આગેવાની સુજન કારણે આપણે ખુબજ ટુંકાગાળામાં નર્મદા યોજનાનો લાભ મેળવી રહ્યા છીએ એ બાબતને ખુબજ મહત્‍વની ગણાવી હતી.
જીલ્‍લા કલેકટરશ્રી સંજયભાઇ અમરાણીએ સૌ મહાનુભવો આવકાર્યા હતા અને અમરેલન્‍િ જીલ્‍લામાં માં નર્મદા યાત્રા અંગેની વિસ્‍તૃત વિગતો આપી હતી. જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નિરગુડે ઉપસ્‍થિત રહ્યા હતા. મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા મંત્રીશ્રી નાનુભાઇ વાનાણી સાંસદશ્રી નારણભાઇ કાછડીયા ધારાસભ્‍ય બાવકુભાઇ ઉધાડ સહિતના મહાનુભાવોએ અમરેલીના સરદાર પટેલ સર્કલ પાસેથી જીલ્‍લાભરમાં ફરનાર પાંચ રથોને પ્રસ્‍થાન કરાવ્‍યુ હતુ. આ તકે ભાજપના અઘ્‍યક્ષશ્રી હિરેનભાઇ હિરપરા અનુસુચિત જાતિ નિગમના શ્રી જીતુભાઇ વાધેલા, કૌશિકભાઇ વેકરીયા, અશ્‍વિનભાઇ સાવલીયા, કમલેશભાઇ કાનાણી, હિતેષભાઇ સોની, ભરતભાઇ વેકરીયા, દિનેશભાઇ પોપટભાઇ, વાલજીભાઇ ખોખરીયા, શાંતિલાલ રાણવા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્નમનું સુંદર સંચાલન શ્રી પ્રકાશભાઇ જોષીએ કર્યુ હતુ જયારે મનુષ્‍ય તુ બડા મહાન હૈ સહિતના કૃતિઓ વિવિધ શાળાની બાલીકાઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. કાર્યક્નમના પ્રરંભમાં લોક સાહિત્‍યનો કાર્યક્નમ પણ રજુ કર્યો હતો. અંતમાં આભાર દર્શન નાયબ જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી માંકડેકર્યુ હતુ.


અમરેલીમાં શ્રી લાખાણીના ખબર પૂછતા બે-બે મંત્રીઓ

અમરેલી જીલ્‍લા સંધના ચેરમેન શરદભાઇ લાખાણીની તબીયત લથડતા સારૂ થઇ જવાથી આજે ખબર અંતર પુછવાઅને શ્રી લાખાણીના જન્‍મદિને શુભેચ્‍છા પાઠવવાશ્રી લાખાણીના નિવાાસ સ્‍થાને ગયા હતા. તે પ્રસંગે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, મંત્રીશ્રી નાનુભાઇ વાનાણી, અશ્‍વિનભાઇ સાવલીયા, કૌશિકભાઇ વેકરીયા, જુગલ કિશોરભાઇ કુંબાવત, ધનશ્‍યાભાઇ ત્રાપસીયા, મહેશ ટાંક, અવધ લાખાણી, કમલેશભાઇ સોલંકી સહિત નજરે પડે છે.


અમરેલીમાં માર્ગો પર રખડતા ઢોરને નગરપાલીકા પાંજરે પુરશે

અમરેલીમાં નગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ શહેરમાં માર્ગો પર રખડતા ઢોરની સમસ્‍યાના નિરાકરણ માટે ઢોર પકડવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે અને આ માટે વિકલ્‍પિક ધોરણે હંગામી ઢોરવાડાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.આ અંગે અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવ્‍યા મુજબ અમરેલી શહેરમાં હાલ માર્ગો ઉપર રખડતા ભટકતા ઢોરની સમસ્‍યા બેકાબૂ બની છે. જેના કારણે વાહન અકસ્‍માતો થાય છે. અમુક ઢોર માલિકો પોતાની ગાય, વાછરડાને દૂધ આપતા બંધ થાય એટલે રોદ ઉપર રખડતા છોડી દે છે. આ ઢોર માર્ગો પર અડ્ડો જમાવે છે અને ટોલૂમ વળીને બેસે છે. લોકો દ્વારા આ સમસ્‍યાના નિરાકરણ માટે લાંબા સમયથી રજુઆતો કરવામાં આવતી હતી.અમરેલી નગર પાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવશે અને અમરેલીમાં સાવરકુંદલા રોડ વોટર વેક્‍સ નજીક હંગામી કેટલ યાર્ડનું નિર્માણ કરવામાં આવ્‍યું છે ન્નયાં ઢોરને રાખવામાં આવશે. જે ઢોરના માલિક અંગેની જણ થશે તેવા ઢોર માલિક સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.


અમરેલીમાં વૃક્ષ તોડી પડાતા વિવાદ

અમરેલીમાં નાગનાથ મંદિર નજીક બનેલા નાના બસ સ્‍ટેર્શનમાં એસ.ટી. બસ ધભી રહીશકે એ માટે પાલિકા દ્વારા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી રહી છે જે અંતર્ગત બસ સ્‍ટેશનની નજીક આવેલું એક વૃક્ષ તોડી પાડવામાં આવ્‍યું હતું. જેના કારણે અમુક લોકો દ્વારા વૃક્ષછેદનનો વિવાદ કરીને કામગીરી અટકાવવાનો પ્રયત્‍ન કરાતા પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી અને મામલો શાંત પાડ્‍યો હતો.


ધામળેજમાંથી 13 વર્ષનો પૌત્ર ગુમ

ધામળેજ, સુત્રાપાડાના ધામળેજ ગામના જગમાલભાઇ નારણભાઇ જાદવના 13 વર્ષના પુત્ર કુલદિપ સાંજે 6:00 વાગ્‍યાથી ઘરના કોઇપણ સભ્‍યને જાણ કર્યા વગર ચાલ્‍યો ગયેલ. અને શોધખોળ માટે તમામ પ્રયત્‍નો કરવા છતાં કોઇ ભાડ ન મળતાં જગમાલભાઇએ પુત્ર ગુમ થયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.


ચલાલાના પીએસઆઇ ગીતાબેન આહિરે બળાત્‍કારના આરોપીને સરભરા કરી

ચલાલા, ચલાલા પોલીસ સ્‍ટેશનના મહિલા પી.એસ.આઇ. શ્રી ગીતાબેન આહિરે જીલ્‍લાના એસ.પી. સુચના અને નાયબ પોલસી અધિકારી સાવરકુંડલાના માર્ગદર્શન હેઠળ ચોક્કસ બામેના આધારે આઇ. 24/17 આઇ.પી.સી. કલમન બાળાત્‍કારના ગુન્‍હાના આરોપી જયસુખ અરજણ ખેતરીયા રહે. મોટી ગરમલીવાળાને સમઢીયાળા ગામના બસસ્‍ટેડ પાસે રોડ ઉપરથી પકડી પાડી બાળત્‍કાર જેવા ગંભીર ગુન્‍હા બદલ આરોપીને જાહેરમાં સરભરા કરતા શહેરીજનોમાં ચલાલા પી.એસ.આઇ. શ્રી ગીતાબેન આહિર અને પોલીસ સ્‍ટાફની થવા પામેલ છે. બે દીકરીઓની છેડતી કરનાર અને રોમીયોગીરી કરતા ધીક્ષમો માં ભારે ફડફડાટ વ્‍યાપેલ છે. આરોપી જયસુખ અરજણ ખેતરીયાએ જાહેરમાં સરભશકરી જેલ હવાલે કરેલ છે.

 


વિઠલપુર ઉ.મા.શાળામાં સ્‍વયંશિક્ષક દિન ઉજવાયો

વિઠલપુર, આજે શિક્ષકદિન નિમિતે એમ.એન.બાબરીયા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળામાં સ્‍વયંશિક્ષક દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી આ દિવસે શાળાનું સમગ્ર સંચાલન શાળાના ધો.9 થી 12 ખાસ પસંદ કરાયેલા 38 વિદ્યાર્થીઓએ કર્યુ હતું. એક દિવસના ખાસ સમયપત્રકનું પૂર્વ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દિવસે આઠ તાસનું શિક્ષણ કાર્ય થયું હતું. શિક્ષણકાર્ય પૂર્ણ થયા પછી સૌ પ્રાર્થનાખંડમાં એકત્ર થયાં. કાર્યક્નમના અઘ્‍યક્ષ સ્‍થાને પટેલ વિદ્યાર્થી આશ્રમ અમરેલીના મંત્રી તથા નુતન સ્‍કુલના નિવૃત શિક્ષક શ્રી બી.એલ.હિરપરા ખાસ ઉપસ્‍થિત રહયા હતાં. કાર્યક્નમનો શુભારંભ સમુહ પ્રાર્થનાથી કરવામાં આવ્‍યો ધો.10ની વિદ્યાર્થીની મકવાણા કિ્નષ્‍ના 9 થી 12ની વિદ્યાર્થીની બગડા જિગ્‍નેશા એ ડો.સર્વપલ્‍લી રાધાકૃષ્‍ણનનું જીવન અને કવન પરસુંદર વકતવ્‍ય આપ્‍યું. શૈક્ષણિક વિભાગ તથા બિનશૈક્ષણિક વિભાગમાં ભાગ લેનારા વિદ્યાર્થી ઓએ પોતાના અનુભવો વર્ણવ્‍યા ત્‍યારબાદ શૈક્ષણિક વિભાગ તથા બિન શૈક્ષણિક વિભાગમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્‍થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને શ્રી બી.એલ.હિરપરા તથા મંડળના પ્રમુખ વિરાણીના વરદ્દ હસ્‍તે ઇનામ વિતરણ, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા.શ્રી હિરપરા તથા શ્રી વિરાણી એ પ્રાસંગિક ઉદ્દબોધન રજૂ કર્યું.
બંન્‍ને મહાનુભાવોએ વકતવ્‍ય રજૂ કર્યુ ઇનામના સ્‍પોન્‍સર સંસ્‍થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા કાવેરી ગોળના ઉત્‍પાદક, સાગર મોટર્સના ઓનર શ્રી નાસીર ભાઇ ટાંક તરફથી વોલકલોક ટેબલ કલોક તથા બોલપેન આપવામાં આવી કાર્યક્નમનું સંચાલન સંસ્‍થાના શિક્ષિકા શ્રીમતિ શ્‍વેતાબેન રૂડાણીએ કર્યુ.


07-09-2017

thumbnail of 7-9-17