Main Menu

Saturday, September 9th, 2017

 

09-09-2017

thumbnail of 9-9-17


અમરેલી ખાતે જંગી રેલી, જાહેરસભા સાથે કોંગ્રેસનો નગારે ઘા

અમરેલી, પાકવીમાની ચૂકવણીમાં અન્‍યાય સહિતના મુદ્યે આજે અમરેલી ખાતે જિલલ કોંગ્રેસ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્‍યુ ં હતું. ગામેગામથી ગાડા અને ટ્રેક્‍ટરો સાથે કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્‍યા હતા. વિશાળ રેલી બાદ જાહેરસભા યોજાઇ હતે જેમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકારને આડેહાથ લીધી હતી.
ત્‍યાર બાદ કલેક્‍ટર કચેરીને ઘેરાવ કરીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્‍યું હતું. અમરેલી જિલલ કોંગ્રેસ દ્વારા જિલલમાં ખેડૂતોને પાકવીમાની ચૂકવણી મુદ્યે અગાઉથી અપાયેલા એલાન મુન્નબ આજે તા.8ના રોજ સવારે 9 વાગ્‍યાથી કુંકાવાવ રોડ પર મોટી સંખ્‍યામાં કોંગ્રેસના આગેવાનો એકત્રિત થયા હતા. ત્‍યાંથી ગાડા, ટ્રેક્‍ટરો, કાર, બાઇક સહિતના વાહનો સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી.
ખેડૂતોને ન્‍યાય આપો, પાકવીમાની ચૂકવણી કરો જેવા બેનરો અને સૂત્રોચ્‍ચારો સાથે વાજતે ગાજતે આ રેલી જેસીંગપરા, સ્‍વામિનારાયણ મંદિર, ટાવર, રાજકમલ ચોક, એસ.ટી. બસ સ્‍ટેશન, જિલ્લા પંચાયત રોડ, નાગનાથ થઈને સેંટર પોઇંટ પાસે પહોચી હતી. આ રેલીમાં અંદજીત જિલ્લાના દરેક તાલુકામાંથી પ00 જેટલા કાર્યકરો અને 100 જેટલા વાહનો જોડાયા હતા. તયરબાદ સેંતરપોઇંટ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાન્નયસરકાર દ્વારા અગાઉ જન્‍માષ્ટમીએ પાકવીમાની ચૂકવણી કરવામાં આવશે તેવું વચન આપવામાં આવ્‍યું હોવ છતાં અમરેલે જિલ્લામાં પાકવીમાની ચૂકવણી ન થતા કોંગ્રેસ્‍ના કાર્યકારી પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અઘ્‍યક્ષ વીરજી ઠુંમર સહિતના આગેવાનોએ ભાજપ સરકારની ઉગ્ર શબ્‍દોમાં ઝાટકણી કરી હતી અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જ સરકાર બનશે તેવો વિશ્‍વાસ વ્‍યક્‍ત કર્યો હતો.
ત્‍યાર બાદ કોંગ્રેસાન આગેવાનો દ્વારા અમરેલી કલેક્‍ટર કચેરીને ઘેરાવ કરવામાં આવ્‍યો હતો અને ઉગ્ર સૂત્રોચ્‍ચારો કરીને હલલબોલ કર્યો હતો. મોટી સંખ્‍યામાં કર્યકરો દ્વારા હલ્લાબોલના પગલે કલેક્‍તર કચેરી પોલીસ ચહવણીમાં ફેરવાઇ ગઈ હતી. પોલીસ દ્વારા કચેરીનો મુખ્‍ય દરવાજો અગાઉથી જ બંધ કરી દેવામાં આવ્‍યો હતો પણ કોંગી કાર્યકરો દરવાજો ખોલીને ઘુસી ગયા હતા અને છેક કલેક્‍ટર કચેરી સુધી પહોચી ગયા હતા. બાદમાં કલેક્‍તર ખુદ નીચે આવતા આવેદનપત્ર સુપરત કરવામાં આવ્‍યું હતું


સાવરકુંડલા દવાખાનાઓમાં ખાટલાઓ ખુટી પડયા : એક સાથે સાત એમ્‍મ્‍યુલન્‍સ કામે લાગી

સાવરકુંડલા,ગીરધરવાવ અને રેલવે ફાટક વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં ઇજાગ્રસ્‍તોની સંખ્‍યા મોટા પ્રમાણમાં હોય સાવરકુંડલા દવાખાનાઓમાં ખાટલાઓ ખુટી પડયા હતા અને ઘવાયેલાઓને લાવવા માટે એક સાથે સાતએમ્‍મ્‍યુલન્‍સ કામે લાગી હતી તથા ઇજાગ્રસ્‍તોને તાકીદે સારવાર આપવામાં આવી હતી.108ની ચાર અને સાવરકુંડલાની સ્‍થાનિક ત્રણ એમ્‍મ્‍યુલન્‍સ અકસ્‍માતના સ્‍થળે અને અમરેલી સુધી દોડી હતી રાત્રે કુલ 15 ઘવાયેલાઓને અમરેલી દવાખાને ખસેડાયા હતા.


રાત્રે કુંડલા પાસે અકસ્‍માત : એકનું મોત, 30 ઘાયલ

સાવરકુંડલાના ગીરધરવાવ નજીક મોડી રાત્રીના સમયે ગારીયાધારના વેળાવદર ગામના કોળી પરિવારના ટાટા 407 વાહનને ટ્રકે હડફેટે લેતા 50 જેટલા લોકો ભરેલા ટાટા 407માં બેઠેલા લોકો દડાની જેમ ઉછળ્‍યા હતા અને 20ને ઇજાઓ થવા પામી હતી જેમાના 15ને કુંડલા દવાખાને ખસેડાયા છે તથા પાંચને ગંભીર ઇજાઓ સાથે અમરેલી ખસેડાયા છે અને એકનું કુંડલા દવાખાને જ મૃત્‍યુ થયુ છે. આ અકસ્‍માતની જાણ થતા સાવરકુંડલા કેકે હોસ્‍પિટલે રાત્રે હજારો લોકો ઉમટી પડયા હતા અને સેવાભાવીઓ પણ દોડી ગયાહતા તથા ઇજાગ્રસ્‍તોને મદદરૂપ બન્‍યા હતા સાવરકુંડલાના સેવાભાવી શ્રી હિતેશ સરૈયા, શ્રી બળવંત મહેતા, શ્રી ધર્મેન્‍દ્ર મહેતા, શ્રી ધર્મેન્‍દ્ર ચૌહાણ શ્રી અમીતગીરી ગોસ્‍વામી સહિતના અનેક લોકો રાત્રે ખડેપગે રહયા હતા તથા 15 જેટલા ઇજાગ્રસ્‍તોને સાવરકુંડલામાં જ સારવાર આપવામાં આવી રહી છે અને 5 લોકોને ગંભીર ઇજાઓ સાથે અમરેલી દવાખાને ખસેડવામાં આવી રહયા હોવાનું જાણવા મળેલ છે.સાવરકુંડલા દવાખાને વેળાવદર ગામના ખેતમજુર મુકેશ અશોકભાઇ રાઠોડ (ઉ.વ.25)નું સારવાર દરમિયાન મોત થયુ હતુ અને આ યુવાનને બે નાના નાના સંતોનો હોવાનું જાણવામળેલ છે


અમરેલીમાં કોંગ્રેસના શ્રી પ્રતાપ દૂધાતના યુવાનોની ટીમે કોંગ્રેસમાં નવસંચાર કર્યો

અમરેલી,અમરેલી જિલ્લામાં મૃતપ્રાય કોંગ્રેસમાં નવસંચાર થયેલો દેખાય રહયો છે તેમાં કોંગ્રેસના યુવા આગેવાન શ્રી પ્રતાપ દૂધાત અને તેના સાથીદારો સર્વ શ્રી નાસીર ટાંક, શ્રી પ્રદિપ કોટડીયા, શ્રી લલીત ઠુમ્‍મર (સ્‍વામી), શ્રી ટીકુભાઇ વરૂ, શ્રી ભરતભાઇ ગીડા, શ્રી હાર્દિક કાનાણી, શ્રી સંદીપ ધાનાણી, શ્રી કેહુરભાઇ ભેડા, શ્રી ધર્મેન્‍દ્ર પાનસુરીયા, શ્રી સમીર કુરેશી, જનક તળાવીયા, શ્રી હરેશ શીયાણી,શ્રી મયુર આસોદરીયા, શ્રી શરદ મકવાણા, કેયુર રૈયાણી, શ્રી ઋતિલ ગજજર, શ્રી આકાશ જોષી, શ્રી સંદીપ પંડયા, શ્રી હાર્દિક સેંજલીયા, શ્રી રમેશ ધાનાણી, શ્રી ભાવેશ પીપળીયા, શ્રી રવીભાઇ કાબરીયા, શ્રી હીરેન સોજીત્રા, શ્રી રાજન જાની, શ્રી પ્રકાશભાઇ કાબરીયા, શ્રી પંકજ રોકડ, શ્રી મૌલિક ઉપાઘ્‍યાય, શ્રી વર્ષિલ સાવલીયા,શ્રી કૌશિક ટાંક, શ્રી પ્રકાશ લાખાણી, શ્રી હિરેન ટીમાણીયા, શ્રી ઘનશ્‍યામ થળેસા, શ્રી સત્‍યમ મકાણી, શ્રી રાજુ દામોદરા, શ્રી અશ્‍વીન ધામેલીયા, શ્રી કેતન કસવાળા, શ્રી રમેશ કોટડીયા, શ્રી ગુણવંત સાંગાણી, શ્રી કીર્તી ચોડવડીયા, શ્રી શેલેશ ઉકાણી, શ્રી રાજુ ઠાકોર, શ્રી કૌશિક વઘાસિયા શ્રી નવાબ ગોરી, શ્રી શકીલબાપુ, શ્રી ફરીદ રહીશ, શ્રી વિપુલ જીયાણી, શ્રી હિતેશ જીયાણી સહિતના તરવરીયા યુવાન આગેવાનોએ આ વખતે રેલીમાં થનગનાટ સાથે ચાર ચાંદ લગાડી દીધા હતા.


રાજકીય વારસો ? કે પછી આ વખતે લડી લેવું છેની ચર્ચા ?

વી.કે.ફાર્મ હાઉસ ખાતે આજે સવારના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શ્રી વીરજીભાઇ ઠુંમ્‍મર કોંગ્રેસના યુવાન અને આક્નમક આગેવાન શ્રી પ્રતાપ દુધાત સાથે લાક્ષણિક મુદ્રામાં ચર્ચા કરતાં નજરે ચડયાં હતાં જાણે પોતાના રાજકીય વારસાની ચર્ચા કરી રહયા હોય કે આ વખતે ભાજપને પાડી દેવું છે તેવી ચર્ચા કરતાં હોય.


નાદુરસ્‍ત તબિયત છતાં શ્રી પંકજ કાનાબાર પણ મેદાનમાં ઉતર્યા

અમરેલી,અમરેલી જિલ્‍લા કોંગ્રેસના જસ રેખા વાળા કડક પ્રમુખ શ્રી પંકજભાઇ કાનાબારને ઓપરેશન કરેલ હોય અને ટાકા લીધા હોવા છતાં કમર ઉપર બેલ્‍ટ બાંધી અને સવારમાં તે વી.કે.ફાર્મ હાઉસ ખાતે દોડાદોડી કરતાં નજરે પડયા હતા અને ખરા અર્થમાં તેણે કમર કસી છે તેવું પણ કહી શકાય.