Main Menu

Monday, October 2nd, 2017

 

અમરેલીમાં તહેવારો નિમિતે સીટીપીઆઇ શ્રી ગૌસ્‍વામીએ શાંતિ સમિતિની બેઠકબોલાવી

 

અમરેલી, તહેવારો નિમિતે સીટી.પી.આઇ.શ્રી સી.જે.ગોસ્‍વામીએ શહેરના નાગરીકોની બેઠક બોલાવી હતી. અને દશેરા તથા મહોરમના તહેવારો ભાઇચારાથી ઉજવવા અનુરોધ કર્યો હતો તેના પ્રત્‍યુતરમાં શહેરના નાગરીકોએ અમરેલી શહેરમાં લોકો ભાઇચારાથી રહે છે તેમ જણાવી અને વિવિધ સૂચનો કર્યા હતા. હજુ દિપાવલીના તહેવારો આવી રહયા હોય ત્‍યારે શહેરના ટ્રાફિકને મેન્‍ટેન કરવા અને શહેરમાં સી.સી.ટી.વી.કેમેરા લગાડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ગોસ્‍વામીએ શહેરમાં સી.સી.ટી.વી.કેમેરા લગાડવાનું બીડુ ઉઠાવી જણાવ્‍યું હતું કે, સી.સી.ટી.વી.કેમેરાથી કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી સારી રીતે થાય છે આ બેઠકમાં આગેવાનો સર્વે શ્રી લાયન કાંતિભાઇ વઘાસીયા, લાયન જયસુખભાઇ ઢોલરીયા, હંસાબેન જોષી મહિલા કોંગ્રેસ મહામંત્રી, સદ્દભાવના ગ્રૃપના અજીજભાઇ ગોરી, હાજીર રજાકભાઇ નુરી, હાજી યુનુસભાઇ દેરડીવાળા, ઇકબાલભાઇ બીલખીયા, નાનભાઇ બીલખીયા, ગુલામ શબીર એ બુખાડી (બુખાડીબાપુ), મનોજભાઇ ભટ્ટ (મામા), યોગેશભાઇ કોટેચા, અલ્‍તાફભાઇ ડમ્‍બાવાલા વગેરે ઉપસ્‍થિત રહયા હતાં.


ધારી-બગસરા બેઠકમાં કોંગ્રેસમાંથી શ્રીમતી કોકીલાબેન કાકડીયાની દાવેદારી

અમરેલી,
જેમણે 2012ની સાલમાં જીપીપી અને ભાજપના બે-બે મહારથીઓને ફાઇટ આપી હતી તેવા લડાયક પ્રદેશ કોંગ્રેસના મહીલા આગેવાન શ્રીમતી કોકીલાબહેન કાકડીયા વધુ એક જંગ માટે સજજ બન્‍યા છે. ધારી-બગસરા બેઠકમાં કોંગ્રેસમાંથી શ્રીમતી કોકીલાબેન કાકડીયાની દાવેદારી સબળ મનાઇ રહીે છે કારણ કે, 2012ના ગત વિધાનસભાના અન બેઠક ઉપરનીા ત્રીપાંખિયા જંગમાં ભાજપના ઉમેદવાર અને સીટીંગ ધારાસભ્‍ય શ્રી મનસુખભાઇ ભુવા ને એક સાઇડ કરી અને શ્રીમતી કોકીલાબેન કાકડીયા જીપીપીના શ્રી નલીનભાઇ કોટડીયાથી માત્ર 1400 મતે પરાજીત થયેલ હતા શ્રીમતી કોકીલાબહેન કાકડીયા આ વિસ્‍તારમાં દરેક સમાજમાં ચાહના ધરાવે છે અને લોકોના પ્રશ્‍નો માટે પણ જાગૃત રહયા છે.ધારી બેઠક ઉપર ધારી અથવા બગસરાના આગેવાનો ચૂંટાઇ આવેલા છેં પણ ભુતકાળમાં ચલાલા પંથકને સ્‍વ. નરશીદાસ ગોંધીયાના સમયે પ્રતિનિધિત્‍વ મળ્‍યું હતુ ત્‍યાર બાદ અહીના કોઇ આગેવાન ધારાસભામાં ગયા નથી અને ધારી બેઠક ઉપર કોંગ્રેસ માટે શ્રી કાકડીયા દંપતિથી વધારે સક્ષમ ઉમેદવાર શોધવા મુશ્‍કેલ છે.


જાફરાબાદનું ટીંબી માર્કેટયાર્ડ બીનહરીફ

જાફરાબાદના ટીંબી માર્કેટીંગ યાર્ડ ગત વર્ષે હીરાભાઇ સોલંકીના પ્રયાસથી બિનહરીફડીરેકટરો થઇ સતા મેળવવામાં ભાજપ સફળ થયું હતું ત્‍યારે પુન : ટીંબી માર્કેટીંગ યાર્ડના ડીરેકટરોની ચૂંટણી આવતા ધારાસભ્‍ય હીરાભાઇ સોલંકી દ્વારા ભારે જહમત બાદ જિલ્‍લા રજીસ્‍ટ્રાર ત્રિવેદીના અઘ્‍યક્ષ સ્‍થાને બિન હરીફ ડીરેકટરો જાહેર થતા ચેતનભાઇ શિયાળ, ગૌતમભાઇ વરૂ, જગાભાઇ બાંભણીયા, ભાભલુભાઇ વરૂ, બચુભાઇ પડસાળા, ભોજભાઇ કોંગલા, ભરતભાઇ સોની, આબીદભાઇ કાજાણી, અલ્‍પેશભાઇ ચાવડા, ગંભીરભાઇ ગોહિલ, મુળુભાઇ વાળા, બાલાભાઇ ભંડરી, વિજાણાદભાઇ વાઘેલા તમામ ભાજપના ડીરેકટરો બિનહરીફ જાહેર થતા ખેડૂત વર્ગમાં અને સહકારી સંસ્‍થાઓમાં પણ ભારે હર્ષ અને રાહતની લાગણી જન્‍મી છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, જિલ્‍લાભરમાં કોંગ્રેસનો જવાબ હોવા છતાં હીરાભાઇ સોલંકીને આ વિસ્‍તારમાં મતદારો સાથેનો વ્‍યવહાર કામ કરવાની પઘ્‍ધતી અને સેવાકીય પ્રવૃતિના કારણે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા માર્કેટીંગ યાર્ડ ટીંબીને બિનહરીફ કરાવતા જિલ્‍લા ભાજપ પણ ગેલમાં આવી જવા પામેલ છે સેક્નેટરીશ્રી મનુભાઇ વાજાએ જણાવ્‍યું છે.


સાવરકુંડલા મહુવા રોડ પર દેવીપૂજકના ઝૂંપડામાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

સાવરકુંડલા ના મહુવા રોડ પર આવેલ ગીરધરવાવ પાસે આવેલા દેવીપૂજક ના બે ઝૂંપડા ઓમાં આગ લાગતા ઘરવખરી નો સમાન અને ચાલીસ હજાર ના વેચવા માટે લાવેલા કપડાં સહિત બને ડંગા ઓ બળી ને ખાખ થઈ ગયા હતા આ બનાવ ની જાણ સાવરકુંડલા નગરપાલિકા કરતા તાત્‍કાલિક ફાયર ફાઈટર દ્વારા ઘટના સ્‍થળે જઈ આગ બુઝાવામાં આવી હતી. અને ઉપ પ્રમુખ નાસીરભાઈ ચૌહાણ હસુભાઈ સૂચક અને ભુપત ચુડાસમા દોડી ગયા હતા અને ફરી વાર ઝૂંપડા બનાવાની આર્થિક મદદ કરી હતી.


અમરેલીમાંભાજપની નવી ટીમ દ્વારા સુત્રોનુ પેઈન્‍ટીંગ

દિલીપભાઈ સંઘાણી ની પ્રેરણાથી , તથા અશ્‍વિનભાઈ સાવલીયા , કૌશિકભાઈ વેકરીયા , તુષારભાઈ જોશી ,ભગીરથભાઈ ત્રિવેદી ના માર્ગ દર્શનમાં તેમજ શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ કાબરીયા ની આગેવાની માં અમરેલી શહેર ભાજપ ની નવી વરાયેલી ટીમ ઘ્‍વારા અમરેલી શહેર માં દીવાલો પર સૂત્રો લખવાનું કાર્ય આરંભાયું


રાજુલામાં સૂર્યસેના દ્વારા શસ્‍ત્ર પૂજન કરાયું : વિરાટ રેલી

રાજુલા,બાબરીવાડ પંથક માં કાઠી દરબાર અને ક્ષત્રિય સમાજ ની વસ્‍તી ખુબ વધી રહી છે ત્‍યારે આજે કાઠી ક્ષત્રિય સમાજ ની એક સંસ્‍થા સૂર્યસેના ઘ્‍વરા શસ્ત્ર પૂજન નું આયોજન કરવા માં આવ્‍યું હતું રાજુલા ના છતડીયા ગામ નજીક શસ્ત્ર પૂજન કરી શહેર ના મુખ્‍ય મારો પર હથિયારો સાથે રેલી કાઢી હતી મોટી સંખ્‍યા માં ક્ષત્રિય યુવાનો જોડાયા હતા કેટલાક અગ્રણી ઓ પણ જોડાયા હતા અને આ બાઇક રેલી ને જોવા વિવિધ સમાજ રોડ પર આવ્‍યો હતો બીજી તરફ એક કાઠી સમાજ નું શક્‍તિ પ્રદશન જેવું જોવા મળ્‍યું હતું.


લીલીયામાં વિજયા દશમીના તહેવારને અનુલક્ષીને શસ્‍ત્ર પુજન કરાયું

લીલીયા,લીલીયા પોલીસ સ્‍ટેશનના પોલસી સવ ઇન્‍સપેકટર શ્રી ડી.કે. રાઠોડ દ્વારા વિજયા દશમીને અનુલક્ષીને લીલીયા પોલીસ સ્‍ટેશનમાં શાસ્‍ત્રી શ્રીભીખુદાદા આચાર્ય દ્વારા શસ્‍ત્રોનું વિધી પુજન કરવામાં આવેલ. આ પ્રસંગે લીલીયાના ઉપસરપંચ બાબુભાઇ ધામત, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ તથા અગ્રણી આગેવાનો તથા લીલીયાના પોલીસ સ્‍ટેશનના હેડ કોસ્‍ટેબલ શ્રી જી.વી. બગડા, હેડ કોસ્‍ટેબલ વીરૂબેન તથા પોલીસ કોસ્‍ટેબલ પ્રકાશભાઇ હેડ કોસ્‍ટેબલ સુરેશભાઇ ઉપસ્‍થિત રહેલ.