Main Menu

Thursday, October 5th, 2017

 

બગસરા પાલિકાના કર્મચારીઓ દ્વારા 3 દિવસની હડતાલ

સાતમા પગારપંચ સહિતની માંગણી સંદર્ભે અપાયેલું એલાન, તા.11 મી થી ત્રણ દિવસ સુધી કર્મીઓ દ્વારા કામનો બહિષ્‍કાર, માંગણી ન સંતોષાય તો 21મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ, દિવાળીના તહેવારોમાં જ હડતાલથી આવશ્‍યક સેવાઓ ખોરવાશે
અમરેલી,બગસરા નગરાપાલિકાના કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચ સહિતની માંગણીઓ સાથે લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનના ભાગ રૂપે તા.11મીથી ત્રણ દિવસ સુધી પ્રતિક હડતાલ અને 21મીથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન આપવામાં આવ્‍યું છે.આ અંગેની વિગતો મુજબ અમરેલી જિલ્‍લામાં બગસરા સહિતની નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી પાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો નગરાપાલિકામાં પગાર નક્કી કરવામાટે વેરા વસુલાતની મર્યાદા કાયમ માટે રદ્દ કરવી, નગરપાલિકામાં પડેલી ખાલી જગ્‍યાઓમાં એક નગરપાલિકામાંથી બીજી નગરપાલિકામાં બદલી કરવી, રાજય સરકારના કર્મચારીઓને આપવામાં આવતાં મેડિકલ, વીમો સહિતના તમામ લાભો નગરપાલિકાના કર્મચારીઓને પણ આપવા સહિતની માંગણીઓ સાથે લડત ચાલી રહી છે. જે અંતર્ગત આગામી તા.11 થી 13 સુધી ત્રણ દિવસ માટે બગસરા પાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા સામુહિક રીતે હડતાલ પાડવામાં આવશે અને પાણી વિતરણથી માંડીને તમામ પ્રકારની આવશ્‍યક કામગીરીઓ ઠપ્‍પ કરી દેવામાં આવશે. આમ છતાં પણ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી તા.21 મીથી ભાઇબીજના દિવસથી નગરપાલિકાના કર્મચારીઓ અચોક્કસ મુદ્દત માટેની હડતાલ પર ઉતરી જશે અને નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પાણી વિતરણ, સ્‍ટ્રીટ લાઇટ, દૈનિક સફાઇ, ગટર સફાઇ, મેલુ ઉપાડવું, જન્‍મ-મરણ નોંધણી સહિતની તમામ સેવાઓ ઠપ્‍પ થઇ જશે. દિવાળીના તહેવારોમાં જ આવી રહેલી નગરપાલિકાના હડતાલના કારણે સફાઇ સહિતની કામગીરી ન થવાથી લોકોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડશે તેમ નગરપાલિકા કર્મચારી મંડળ-બગસરાના કમલેશભાઇ સેંજલીયા, વી.બી.રફાળીયા, બી.આર.બાબરીયા, ચેતનભાઇ દેવલ, સંજયભાઇ વ્‍યાસ, પંકજભાઇ પંડયા અનેમહેન્‍દ્રભાઇ વ્‍યાસની યાદીમાં જણાવાયું છે.


રાજુલાના હેમાળમાં રસ્‍તા રોકો : ગૌરવ યાત્રાનો વિરોધ

નેશનલ હાઇવે પર ચક્કાજામ કરાતા 68 લોકોની અટકાયત
4પ0 લોકોએ થાળી વાટકા વગાડી, કાળાવવાટા ફરકાવીને કર્યો વિરોધ : લોકો અને પોલીસ વચ્‍ચે ઘર્ષણ : પોલીસ દ્વારા કડક બંદોબસ્‍ત
અમરેલી,રાજુલાના હેમાળ ગામે ગૌજરાત ગૌરવ યાત્રા પ્રવેશે તે પહેલા કોંગ્રેસની આગેવાનીમાં એકત્રિત થયેલા 4પ0 જેટલા લોકોએ ઉગ્ર વિર્ધ પ્રદર્શન કરીને થાળી વાટકા વગાડ્‍યા હતા અને કાળા વાવટા ફરકાવ્‍યા હતા .તેમજ અહીંથી પસાર થતા નેશનલ હાઇ-વે પર હક્કાજામ કરવામાં આવ્‍યો હતો. પોલીસ દ્વારા 68 લોકોની અટકાયત કરવામાં આવી હતી.આ અંગેની વિગતો મુજબ રાજુલા તાલુકાના હેમાળ ગામે આવી રહેલી ગુજરાત ગૌરવ યાત્રાનો વિરોધ કરવા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવીલી ચીમકી મુજબ આજે સવારે નવેક વાગ્‍યાના અરસામાં ઊના તરફથી આવી રહેલી ગુજરાત ગૌરવ યાત્રા આ ગામમાં પ્રવેશે તે પહેલા જ મોટી સંખ્‍યામાં જિલ્લા કંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં લોકો એકત્રિત થયા હતા. મોટી સંખ્‍યામાં મહિલાઓ, યુવાનો અને આગેવાનોએ થાળી વાટકા વગાડ્‍યા હતા અને કાળા વાવટાઓ સાથે ભાજપ હાય હાય્‍ના નારાઓ લગાવ્‍યા હતા. ત્‍યાર બાદ હેમાળમાંથી પસાર થતા ઊના-સોમનાથને જોડતા નેશનલ હાઇ-વે પર લોકો દ્વારા ચક્કાજામકરી દેવામાં આવ્‍યો હતો જેના કારણે વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ ગયો હતો. ગુજરાત ગૌરવ યાત્રા ગામમાં પ્રવેશે એ પહેલા જ પોલીસના ધાડે ધાડા ઊતર્યા હતા અને ટીંગાટૉળી કરીને 68 જેટલા કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ત્‍યર બાદ ગૌરવ યાત્રા ગામમાં પવેશી હતી અને નેશનલ હાઇ-વે પર વાહન વ્‍યવહાર પૂર્વવત થયો હતો.


અમરેલીમાં ઉભડા પમ્‍લીસીટીએ તારક મહેતાની ટીમ ઉતારી તરખાટ મચાવ્‍યો

ઉભડા પમ્‍લીસીટીનાં શ્રી પી.સી.ઉભડાએ પોતાની એલ.ઇ.ડી. સ્‍ક્નીનમાં વર્ષભર જાહેરાત આપનાર વેપારી ગ્રાહકોને દિપાવલીના તહેવારમાં આપ્‍યું વિશેષ બોનસ,
તારક મહેતાના ઉલ્‍ટા ચશ્‍મા સીરીયલના કલાકારોએ ઉભડા પમ્‍લીસીટીના ગ્રાહકોની મુલાકાત લઇ અમરેલીની ધરતી ઉપર પરફોમન્‍સ કર્યુ હતુ જાણે ગોકુલધામ અમરેલીમા હોય તેવો ફીલ્‍મી માહોલ સર્જી દીધો : અજીબ ભીડ જોઇ કલાકારો પણ અમરેલીની કદરદાન જનતાથી પ્રભાવીત : અગાઉ પણ આ કલાકારો નટુકાકા, ડો.હાથી, બાઘા, સુંદર અને ત્‍યારબાદ અમ્‍દુલ અને પીન્‍કુની મુલાકાત ગોઠવી સૌને રાજી કરવામાં રોમીલ ચૌહાણ અને નાસીર ટાંક, ભુપતભાઇ ભુવા અવીભાઇ કોરાટનો સહયોગ સાંપડયો
અમરેલી,
અમરેલીમાં નહી સમગ્ર સૌરાષ્‍ટ્રમાં પમ્‍લીસીટી ક્ષેત્રે ડંકો વગાડનાર ઉભડા મ્‍લીસીટીના હોનહાર માલીક પી.સી.ઉભડાએ કઇક નવુ આપવાની તમન્‍ના સાથે લોકપ્રીય સીરીયલ તારક મહેતાકા ઉલટા ચશ્‍માના કલાકારોને અમરેલીની ધરતી ઉપર ઉતારી અભીનય કલાજગત ક્ષેત્રે જોરદાર હેટ્રીક સર્જી દીધી હતી દર વર્ષે દિવાળીએ ગ્રાહકવૃંદને કાઇક આપવાની ભાવના સાથે અગાઉ તારક મહેતાકા ઉલ્‍ટા ચશ્‍માસીરીયલના કલાકારો નટુકાકા, ડો.હાથી, બાઘા, સુંદર અને ત્‍યારબાદ અમ્‍દુલ અને પીન્‍કુની ફેસ ટુ ફેસ મુલાકાત ગોઠવી જાણે કે ગોકુલધામ સોસાયટી જેવો માહોલ ઉભો કરી દીધો હોય તે રીતે કલાકારો સહિત ગ્રાહકોને પણ ખુશ કરી દિવાળીની ભેટ આપી હતી ઉભડા પમ્‍લીસીટીના માલીક શ્રી પી.સી.ઉભડાના નિવાસ સ્‍થાન બાદ અવધ ટાઇમ્‍સ કાર્યાલય સહિત મહત્‍વના સ્‍થળોએ મુલાકાત લીધી હતી જેમા ચંદુભાઇ ઉભડા, જેનીલ ઉભડા, રોમીલ ચૌહાણ, નાસીરભાઇ ટાંક, સુર્યાગાર્ડનના અવીભાઇ કોરાટ સહિતે સહયોગ આપી કાર્યાક્નમને ચાર ચાંદ લગાવી દીધા હતા.લોકો પણ આ કલાકારોની એક જલક નીહાળવા આતુર બની ઉમટી પડયા હતા અને ટ્રાફીક જામ થઇ ગયો હતો કલાકારો પણ ખુશખુશાલ બની અમરેલીની કદરદાન જનતાના પ્રશનસકો બની ગયા હતા


અમરેલીમાં શસ્‍ત્રપુજન અને સ્‍નેહમિલન યોજાયું

શ્રી ગિરસદાર રાજપુત સમાજ અમરેલી દ્વારા વિજયાદશમી નિમિતે શક્‍તિ સરસ્‍વતીને વિનવ્‍યા : પ.પૂ.રમજુબાપુ લાઠી
ઠાકોર સાહેબ, કીર્તીકુમાર સિંહજી, રાણી સાહેબા, ઉષાદેવીબા તથા વિશાળ સંખ્‍યામાં ગિરસદાર પરિવારોની ઉપસ્‍થિતી
અમરેલી,
શ્રી ગીરસદાર રાજપુત સમાજ અમરેલી દ્વારા વિજયાદશમીના પાવન પર્વની ભવ્‍ય ઉજવણી નિમિતે હોટલ એંજલ ખાતે શાસ્‍ત્રોક્‍ત વિધિપ્રમાણે ક્ષત્રિય પરંપરા મુજબ શમી અને શસ્‍ત્રપૂજન કરી શક્‍તિતત્‍વની આરાધના કરવામાં આવેલ ત્‍યારબાદ સરસ્‍વતી સ્‍વરૂપે તેજસ્‍વી તારલાઓના સન્‍માન સમારોહમાં પ્રારંભે સુખ, શાંતી અને સદભાવની મંગલ પ્રાર્થના બાદ સમારોહના ઉદઘાટક પ.પૂ.મહામંડલેશ્‍વર 1008 શ્રી રમજુબાપુ તથા સમારોહ અઘ્‍યક્ષ નામદાર ઠાકોર સાહેબશ્રી કીર્તિકુમારસિંહજી ગોહીલ લાઠી અને રાણી સાહેબશ્રી ઉષાદેવીબા ગોહીલ લાઠી તેમજ સંગઠનના પ્રમુખ દિલીપસિંહ સરવૈયા(ધરાઇ વાવડી), ઉપપ્રમુખશ્રી મહેન્‍દ્રસિંહજી ગોહીલ(લાઠી-સ્‍ટેટ), ઉપપ્રમુખશ્રી ગનુભા રાણા(ભેંસજાળ) પ્રિ.અજીતસિંહ ગોહીલ (મંત્રીશ્રી) મહેન્‍દ્રસિંહ ગોહીલ(કાકા સાહેબ-લાઠી) વિજયસિંહજી ગોહીલ (લાઠી) ના વરદહસ્‍તે દીપપ્રાગ્‍ટય કરવામાં આવેલ ચિતલ લાઠી અમરેલીનાં ગરિમાંપૂર્ણ ઇતિહાસને યાદ કરી શ્રી સી.ટી.સરવૈયા (પૂ.સરપંચશ્રી ચિતલ)દ્વારામહેમાનોનું શમ્‍દોથી ઉષ્‍મા ભર્યુ સ્‍વાગત કરવામાં આવેલ પૂર્વ આઇ.પી.એસ કર્તવ્‍યનિષ્ઠ પોલીસ અધિકારી આર.ડી.ઝાલા સાહેબ તથા ગુજરાતના પ્રથમ એર.માર્શલ શ્રી જનકકુમારસિંહજી એ શુભેચ્‍છા સંદેશ પાઠવેલ સંગઠનના સહમંત્રી આઇ.જી.ગોહીલ(પ્રિ.બરવાળા બાવીશી) દ્વારા શાસ્‍ત્રોના ઉદાહરણો આપીને સંગઠનની રૂપરેખા વિશેષ રીતે રજુ કરવામાં આવેલ.ત્‍યારબાદ દાતાંઓના સન્‍માનમાં સમારોહમાં વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત તમામ માટે સુંદર ભોજન વ્‍યવસ્‍થાના એકમાત્ર દાતા રાણી સાહેબશ્રી ઉષાદેવીબા કીર્તિકુમારસિંહજી ગોહીલ (લાઠી) નું આકર્ષક મોમેન્‍ટો શાલ અને ફુલહારથી સન્‍માન કરવામાં આવેલ વિદ્યાર્થી ઇનામતમાં પ્રથમ ઇનામના દાતા અને સંગઠનના પ્રમુખ દિલીપસિંહ દેવુભા સરવૈયા તૃતીય ઇનામના દાતા સહદેવસિંહ રામસિંહ ગોહીલ તાથ પ્રોત્‍સાહન ઇનામના દાતા બહાદુરસિંહ વનુભા ઝાલા નું મોમેન્‍ટોથી સન્‍માન કરવામાં આવેલ નર્સરીથી શરૂ કરી પી.જી.એ શ્રેષ્ઠ શિક્ષકો નો નેશનલ એવોર્ડ મેળવનાર એચ.કે.ગોહીલ લાઠી ટી.આઇ.ટી. પરીક્ષામાં અમરેલી સેન્‍ટરમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કરનાર હેતલબા અશોકસિંહ જાડેજાનું વિશેષ સિઘ્‍ધિ બદલ બહુમાન કરવામાં આવેલ.પ્રાસંગીક ઉદબોધનમાં કર્તવ્‍યનિષ્ઠ પી.એસ.આઇ.માન મીનાબા ઝાલા ધારી દ્વારા નારી શક્‍તિનો આદર કરનાર સમાજનોઆભાર માની સ્‍ત્રીઓએ પણ પોતાને શક્‍તિસ્‍વરૂપા ગણી મૂળભુત સંસ્‍કારોને જાળવી રાખી સમાજનાં સર્વાગી વિકાસમાં પોતાનું યોગદાન આપવા બાબતે શૌર્યપૂર્ણ ઉદબોધન કરેલ મનોહરસિંહ ગોહીલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન કરવામાં આવેલ સમારોહના ઉદઘાટન પ.પૂ.રમજુબાપુ દ્વારા ખુબજ સુંદર ઉદાહરણો દ્વારા ક્ષત્રિયોને મૂળ ધર્મ ફરજ અને જવાબદારી ઓ અદા કરી વ્‍યસન અને ફેશનથી દુર રહેવાનું કહી સૌને આશીર્વચન પાઠવેલ સમારોહના અઘ્‍યક્ષ નામદાર ઠાકોર સાહેબશ્રી કીર્તિકુમારસિંહજી ગોહીલે જણાવ્‍યું કે ફેશનથી દુર રહેવાનુ કહી સૌને આર્શીવાદ પાઠવેલ સમારોહના હોય તે રાષ્‍ટ્રહિત માટે સમર્પિત કરવી જોઇએ ક્ષત્રિય સ્‍વાર્થી નહિ પણ પરમાર્થી હોવો જોઇએ એમ કહી સુત્રાત્‍મક શૈલીમાં ઉદબોધન કરેલ લાઠીના રાજવી કલાપી કવિ કલાપી પ્રજાવત્‍સલ રાજવી ભગવત સિંહજી ગોંડલ તથા અરઠિલા ના વીર શહિદ હમીવરસિંહજી ગોહીલ વગેરે ના પ્રેરણાત્‍મક ઉદાહરણો દ્વારા સમગ્ર કાર્યક્નમનું રસપ્રદ સંચાલન પ્રા.ડો.બલભદ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવેલ સમારોહ અંતે ગિરસાદર પરિવારના બહેનો દ્વારા પરંપરાગત રાસગરબા નું આયોજન થયેલ હતું.
આ ત્રિવિધ સમારોહને ગરિમાપૂર્ણ રીતે સફળ બનાવવા વિક્નમસિંહ ઝાલા રાજેન્‍દ્રસિંહ ઝાલા(ખજાનચી), કુલદીપસિંહરાણા(જી.ઇ.બી.) પ્રવિણસિંહ પરમાર દાનુભા ગોહીલ, ઘનશ્‍યામસિંહ જાડેજા, હિતુરાજસિંહ પી.પરમાર, જયદીપસિંહ તથા અજયસિંહ સરવૈયા બલદેવ સિંહ ગોહીલા, મહાવીરસિંહ જાડેજા, વીરદીપસિંહ ગોહીલ, ડો.દિગુભા ગોહીલ, ડો.અશોકસિંહઝાલા પ્રદ્યુમન સિંહ ગોહીલ, પાર્થરાજસિંહ સરવૈયા, જયપાલ સિંહ ઝાલા, અમરેલીના સર્વે યુવા પોલીસમેન તથા ગિરસાદર રાજપુત સમાજના સમગ્ર ટ્રસ્‍ટીગણે ભારે જહેમત ઉઠાવી હતી.


અમરેલીમાં સાગર મોટર્સની તારક મહેતા કા ઉલટા ચશ્‍માના કલાકારોએ મુલાકાત લીધી

અમરેલી, અમરેલીમાં ટી.વી સીરીયલની દુનીયામાં જેનો દબદબો છે તેવી પ્રખ્‍યાત ટી.વી સીરીયલ ‘ તારક મહેતાકા ઉલ્‍ટા ચશ્‍માના બે હોનહાર કલાકારો અમ્‍દુલ અને પીન્‍કુએ સાગર મોટર્સની મુકાત લીધી હતી. સાગર મોટર્સ ના નાસીર ટાંક, વિપુલ કાનપરીયા તથા વીવેકી સ્‍ટાફ દ્વારા કલાકારોનુ સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ.


અમરેલીમાં ધારાસભ્‍ય શ્રી બાવકુભાઇ ઊંધાડ, ડો.ભરતભાઇ કાનાબાર, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા સહિતે પત્રકાર પરિષદ યોજી જાહેર કર્યુ

શ્રી ઊંધાડના પ્રયાસોથી સાંતલી સિંચાઇ યોજનાને સૈઘ્‍ધાંતિક મંજુરી અપાઇ
સાંતલી સિંચાઇ યોજના અંગે ધારાસભ્‍ય શ્રી ઊંધાડે કરેલ રજૂઆતને સફળતા
સૈઘ્‍ધાંતિક મંજુરી આપવા દરખાસ્‍તને સરકારે વિચારણામાં લઇને મંજુર કરી
યોજનામા જમીન સંપાદન અને સી.ડી.ઓ. ડીઝાઇનના કારણે થતો વધારો ગ્રાહય રાખ્‍યો
સાંતલી સિંચાઇ યોજના મંજુર થતા આગેવાનો, કાર્યકરોએ ફટાકડા ફોડયા
અમરેલી,
અમરેલીના બાબાપુરમાં સાંતલી સિંચાઇ યોજના 1992,93 માં તત્‍કાલિન મુખ્‍યમંત્રી ચિમનભાઇ પટેલ દ્વારા બનાવવા માટે આયોજન થયેલ તે સમયે યોજના વિલંબમાં પડતાં રૂા.319.76 કરોડની સરકાર દ્વારા મંજુરી આપેલ પરંતુ, ખેડૂતોએ વાંઘો લેતા યોજના ફરીથી વિલંબમાં પડેલી પરંતુ આગેવાનો અને અધિકારીઓ દ્વારા પ્રયત્‍નો કરાતા જુન-2017માં જે ખેડૂતોની જમીન ડુબમાં જાય છે તેવા 6 ગામના 97 ટકા ખેડૂતોએ જમીન માટે સંમતિ આપેલ તે આધારે જળ સિંચાઇ વિભાગ દ્વારા સુધારેલા અંદાજ સાથે 704.40 કરોડની સુધારેલી દરખાસ્‍ત મોકલી આપેલ. અમરેલી જિલ્‍લો નર્મદા યોજનાના કમાન્‍ડ એરીયામાં નથી તેથી યોજના કાર્યરતથાય તો અમરેલી તાલુકાના 11 ગામો અને લીલીયાના પ ગામોને નહેર દ્વારા પાણી મળી શકે તેમ છે ઉપરાંત 10 થી 15 ગામોના પાણીના તળ ઊંચા આવી શકે તેમ છે તેથી યોજના મંજુર કરવા ધારાસભ્‍ય બાવકુભાઇ ઊંધાડે સિંચાઇ વિભાગને રજૂઆત કરી હતી તે ઘ્‍યાને લઇને સાંતલી સિંચાઇ યોજનાના કામને સૈધાંતિક મંજુરી આપવા દરખાસ્‍તને સરકારમાં વિચારણા કરાયા બાદ સૈધાંતિક મંજુરી આપવામાં આવી છે આ યોજના મઘ્‍યમ સિંચાઇ યોજના હોવાથી સી.ડબલ્‍યુ.સી.ની મંજુરી મેળવી લેવા અને અધિક્ષક ઇજનેરે કાર્યવાહી હાથ ધરવી રહેશે આ યોજનામાં બી.સી.રેસ્‍યો.0.86 : 01 આવે છે જેને ખાસ કિસ્‍સામાં મંજુરી આપવામાં આવી છે જમીન સંપાદન અને સી.ડી.ઓ.ની ડીઝાઇનની કારણે વધારો થાય છે તે ગ્રાહ્ય રાખવામાં આવે છે તેમ પાણી પુરવઠા નર્મદા જળ સંપતિ કલ્‍પસર વિભાગના ઉપસચિવ એસ.જી.પંડયાએ મંજુરી આપ્‍યાનું જણાવ્‍યું છે.


તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા સીરીયલના કલાકારો અવધ ટાઇમ્‍સ દૈનિકની મુલાકાતે

અવધ ટાઇમ્‍સ દૈનિકની કાર્યશૈલીથી પ્રભાવીત થઇને ભરપુર પ્રસંશા કરી
અમરેલી,જાણીતી અને લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા સીરીયલના કલાકારો અમ્‍દુલ અને પીંકુ સહિતે અમરેલીના પ્રવાસ દરમિયાન અવધ ટાઇમ્‍સ દૈનિકની મુલાકાત લઇ ભારે પ્રભાવિત થયા હતાં અને અવધ ટાઇમ્‍સ દૈનિકની ભરપુર પ્રસંશા કરી હતી. જિલ્‍લાભરમાં ગામડે-ગામડે પહોંચતા અવધ ટાઇમ્‍સ દૈનિકના નેટવર્કને બિરદાવી સીરીયલ અંગે પોતાના વિચારોને રજૂ કર્યા હતા અને અવધ ટાઇમ્‍સ દૈનિક તથા અવધ ન્‍યુઝ ચેનલ અને તેની ટીમને શુભકામના પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન ઉભડા પમ્‍લિ સીટી વાળા પી.સી.ઉભડા સાથે રહયા હતાં. મહેમાનોનું સ્‍વાગત રોમિલ ચૌહાણે કર્યુ હતું.


વિધાનસભાની ચૂંટણીમાં મોદી મેજીક છવાશે : શ્રી બોખરીયાલ

સૌરાષ્‍ટ્રના પ્રભારી તરીકે અમરેલીમાં ચૂંટણીલક્ષી તૈયારીઓની સમિક્ષા કરી : 2019 માં પણ ભાજપની સરકાર બનવાનો દાવા
અમરેલી,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્‍ટ્રના પ્રભારી તરીકે હવાલો સંભાળતા ઉત્‍તરાખંડના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી રમેશભાઇ બોખરીયાલે અમરેલી જિલ્‍લાની મુલાકાત લીધી હતી અને ચૂંટણીલક્ષી કામગીરીની સમિક્ષા કરી હતી તેમજ ગુજરાતમાં આ વખતે પણ કમળ સોળે કળાએ ખીલી ઉઠશે તેવો તેમણે દાવો કર્યો હતો.
હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ગમે ત્‍યારે ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શકયતાઓ છે ત્‍યારે ભાજપ દ્વારા સૌરાષ્‍ટ્રના પ્રભારી તરીકે ચૂંટણી કામગીરીની દેખરેખ માટે ઉત્‍તરાખંડના પૂર્વ મુખ્‍યમંત્રી અને હરિદ્વારના સાંસદ તેમજ પાર્લામેન્‍ટ કમિટીના ચેરમેન શ્રી રમેશ બોખરીયાલને સૌરાષ્‍ટ્રનો હવાલો સોંપવામાં આવ્‍યો છે. આજે શ્રી બોખરીયાલે અમરેલી જિલ્‍લાની મુલાકાત લીધી હતી. આ તકે જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદના સંબોધતા તેમણે જણાવ્‍યું કે 2014 માં શ્રી નરેન્‍દ્રભાઇ મોદી માટે લોકોમાં ઝનુન હતું ત્‍યારબાદ નરેન્‍દ્રભાઇ વડાપ્રધાન બન્‍યા છે ત્‍યારે લોકોના ઝનુનમાં ઔર વધારો થયો છે. આજેભાજપના શાસનમાં ભારત દેશે વિકાસમાં ચીનને પણ પાછળ રાખી દીધું છે અને કોંગ્રેસના ભષ્‍ટ્રાચારી શાસનના બદલે ભાજપે ભ્રષ્‍ટ્રાચારને નેસ્‍ત નાબુદ કરવા માટે કડકમાં કડક પગલા ઉઠાવ્‍યા છે. વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલા નોટબંધી અને જી.એસ.ટી.જેવા પગલાના કારણે લોકોને થોડીઘણી મુશ્‍કેલી પડી છે પરંતુ, ભારતનું અર્થતંત્ર અગામી એક દાયકામાં કે વિશ્‍વના ટોર્ચના સુદ્રઢ અર્થતંત્ર પૈકીનું એક બની ગયું છે. વિરોધીઓ પણ મોદી સરકાર સામે ભ્રષ્‍ટ્રાચાર સામે આંગળી ચીંધી ન શકે તેવું પારદર્શક શાસન આપ્‍યું છે. દુનિયામાં જે રીતે ભારત દેશ ઉભરી રહયો છે લોકોમાં વડાપ્રધાન પર જે ભરોસો હતો તેમાં અનેક ગણો વધારો થયો છે. દેશ જેના ઉપર ગૌરવ અનુભવી શકે તેવા વડાપ્રધાન આપણને મળ્‍યા છે. હાલમાં કોંગ્રેસ અંતિમ શ્‍વાસ લઇ રહી છે અને ભારતદેશને કોંગ્રેસ મુક્‍ત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને રાષ્‍ટ્રીય ભાજપ અઘ્‍યક્ષ શ્રી અમિતભાઇ શાહે જે બીડું ઝડપ્‍યું હતું તે દિશામાં ભારતને કોંગ્રેસ મુક્‍ત બનાવવા માટે અમો આગળ વધી રહયા છીએ. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ધુળ ચાટતી થઇ જશે અને ભાજપના ભગવો લહેરાશે તેમ જણાવ્‍યું હતું.
આ પ્રકાર પરિષદમાં ગુજરાતના કૃષિમંત્રી શ્રી વલ્‍લભભાઇ વઘાસીયા,જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ હિરપરા, બાબરાના ધારાસભ્‍ય શ્રી બાવકુંભાઇ ઊંધાડ, જિલ્‍લા સંઘના પ્રમુખ શ્રી શરદભાઇ લાખાણી, શ્રી કૌશિકભાઇ વેકરીયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતાં.


ચલાલામાં તાવ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગચાળાનો ભરડો

શહેરમાં મચ્‍છરજન્‍ય ઉપદ્રવ : નગરપાલિકા દ્વારા સફાઇ કરી દવા છંટકાવ કરવો જરૂરી
ચલાલા, ચલાલા શહેરમાં હાલમાં તાવ જેમાં ફલુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગચાળાએ ભરડો લેતા સિવિલ હોસ્‍પિટલમાં રોજના 500 દર્દીઓ સારવાર માટે આવે છે.
છેલ્‍લા 2-3 દિવસથી ચિકનગુનિયાના રોગચાળાએ પણ દેખાદેતા દર્દીઓ દવાખાને દોડી ગયા છે.
રોગચાળાઓ ફેલાવા છતાં પાલિકાના તંત્ર શહેરમાં દવા છંટકાવ ફોગીંગની કામગીરી કરેલ નથી. જેના કારણે મચ્‍છરજન્‍ય રોગચાળો વધી રહયો છે.
ચલાલા શહેર ભાજપના પ્રમુખ મનસુખભાઇ ગેડીયા સી.એચ.સી.ની મુલાકાતે જતા ત્‍યાંની પરિસ્‍થિતિનો તાગ મેળવી આ રોગચાળાના ભરડાને નાથવા માટે પ્રાંતઅધિકારી તેમજ આરોગ્‍ય વિભાગને રજૂઆત કરતા તાત્‍કાલિક આરોગ્‍યની ટીમ ચલાલા મોકલી આપવા ખાત્રી આપેલ છે.
આ માટે જિલ્‍લાના સાંસદ નારણભાઇ કાછડીયા જિલ્‍લાભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાએ જાણ કરેલ છે. તેઓએ પણ ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરતાં આ રોગચાળાને નાથવા માટે રજૂઆત કરેલ છ.


05-10-2017

thumbnail of 5-10-17