Main Menu

Saturday, October 7th, 2017

 

07-10-2017

thumbnail of 7-10-17


જીએસટીમાં નાના વેપારીને મહીનાને બદલે ત્રિમાસિક રિટર્ન ભરવાની છૂટ

જીએસટીના કેટલાક નિયમોથી મુંજવણમાં મુકાયેલ વેપારીઓને રાહત આપતી નાણામંત્રીશ્રી અરૂણ જેટલીની મહત્‍વની જાહેરાતા
નાના વેપારીઓની સગવડતા માટે જીએસટીના અનેક નિયમોને સરળ બનાવવાની જાહેરાત
દોઢ કરોડ સુધીના ટર્નઓવર માટે ત્રણ મહીને રિટર્ન ભરવાની છૂટથી 90 ટકા વેપારીઓને રાહત : 27 વસ્‍તુઓ પર જીએસટીના દર ઘટાડાયા : 50 હજાર ઉપરના ઘરેણાની ખરીદીમાં પાનકાર્ડ-આધાર કાર્ડ આપવાનો નિયમ રદ્દ
તા. 2 ઓકટોમ્‍બરે ડો. કાનાબારે ગાંધીનગરમાં નાણામંત્રી જેટલીને કરેલી રજૂઆતો ઘ્‍યાને લેવાઇ
અમરેલી,
તા. 1 જુલાઇથી અમલમાં આવેલા જીએસટીના કેટલાક નિયમોથી મુંજવણમાં મુકાયેલ વેપારીઓને આજે જીએસટી કાઉન્‍સીલની બેઠકમાં નાણામંત્રીશ્રી અરૂણ જેટલીએ મહત્‍વની જાહેરાતો કરી હતી તેમા ભાજપના આગેવાન અને વિચારક એવા અમરેલીના ડો. ભરતભાઇ કાનાબારનો મહત્‍વનો રોલ રહયો હતો.
આજે મળલી બેઠકમાં જીએસટીમાં નાના વેપારીને મહીનાને બદલે ત્રિમાસિક રિટર્ન ભરવાની છૂટ અપાઇ હતી. નાના વેપારીઓની સગવડતા માટે જીએસટીના અનેક નિયમોને સરળ બનાવવાની જાહેરાત કરાતા દોઢ કરોડ સુધીના ટર્નઓવર માટે ત્રણ મહીને રિટર્ન ભરવાનીછૂટથી દેશના 90 ટકા જીએસટી ટેકસધારકોને રાહત મળશે આ ઉપરાંત 27 વસ્‍તુઓ પરના જીએસટીના દર ઘટાડાયા છે જેમાં રેસ્‍ટોરન્‍ટ પર 18 ટકાને બદલે 12 ટકાનો દર નક્કી કરાયો છે જેનાથી ખાણીપીણીના શોખીનો રાજી થયા છે. અને એ સીવાય 50 હજાર ઉપરના ઘરેણાની ખરીદીમાં પાનકાર્ડ-આધાર કાર્ડ આપવાનો નિયમ રદ્દ કરાયો છે.
અત્રેએ ઉલ્લેખનીય છે કે, ગત તા. 2 ઓકટોમ્‍બરે ડો. ભરતભાઇ કાનાબારનો ગુજરાત ભાજપની મિડીયા ટીમમાં સમવેશ થયો ત્‍યારે ગાંધીનગરમાં કમલમ ખાતે ડો. કાનાબારે હાલમાં વેપારીઓને પડતી મુશ્‍કેલી અંગે નાણામંત્રી જેટલીને કરેલી રજૂઆતો માટે શ્રી જેટલીએ ટૂંક સમયમાં યોગ્‍ય કરવા નિર્દેશ આપ્‍યો હતો અને આજે તેનો અમલ થતા અમરેલી સહિત તમામ વેપારીઓમાં આનંદ છવાયો છે.


જાફરાબાદમાં મહિના પહેલા ગુમ થયેલા યુવાનની ખોપડી અને હાડકાઓ મળ્‍યા

શરીરને રાની પશુઓએ ફાડી ખાધુ : પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ
અમરેલી,
જાફરાબાદમાં કોળીવડ વિસ્‍તારમાં ખારાવાડ પાસે મોહનભાઇ બાબુભાઇ પટેલનીવાડીના ઉત્તરના ભાગે માણસની ખોપરી તેમજ શરીરના અવશેષો પદ્યા હોવાની જાણ થતા જાફરાબાદ પોલીસ ઘટના સ્‍થળે દોડિ ગઈ હતી. પોલીસને ઘટના સ્‍થળેથી માણસની ખોપડી, હાથ અને પગના હાડકા તેમજ એક પેંટ મળી આવ્‍યું હતું. આ પેંટ પરથી આ માન્‍વ કંકાલ જાફરાબાદમાં રહેતા અને એકાદ મહિના પહેલા અસ્‍થિઅર મગજના કારણે ગુમ થયેલા સુરેશભાઇ બાબુભાઇ બારૈયા (ઉ.વ.3ર)નું હોવાનું તપાસમાં બહાર આવ્‍યું છે. આ વ્‍યક્‍તિની લાશને રાની પહુઓએ ફાડી ખાધી હતી અને તેના કારણે શરીરનું માંસ બધું જ પશુઓ ખાઈ ગયા છે અને અમુક હાડકા જબચ્‍યા હતા. જેના કારણે કોઇ કારણોસર આવ્‍યક્‍તિનું મ્‍કોત થયું હોય ને બાદમાં મૃતદેહને પશુઓએ ફાડી ખાધો હોય, અથવા રાની પહુઓએ હુમલો કરીને તેનું મોત નિપજાવ્‍યું હોય, કે કોઇ વ્‍યક્‍તિએ હત્‍યા નિપજાવીને લાશને ફેંકી દીધી હોય અને બાદમાં જંગલી પહુઓએ ફાડી ખાધી હોય તેવી શક્‍યતા નકારી શકાતી નથી. જેથી મ્ર(ડૉલર)ઉત્‍યુના ચોક્કસ કારણ અંગે પોલીસ હજુ અવઢવમાં છે. પોલીસ દ્વારા કંકાલના વિશારાઓ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્‍યા છે. અમરેલીના ગાવડકામાં આવી જ એક ઘટનામાં હત્‍યા થયાનું બહાર આવ્‍યું હતું ત્‍યારે ફરી આવી એક ઘટનાના પગલે લોકોમાં ભારે ચકચાર જાગી છે.


અમરેલીમાં ચેક રીટર્નના કેસમાં વેપારીને એક વર્ષની કેદની સજા

અમરેલી,
અમરેલેમાં વેપારી દ્વારા બીજા વેપારી પાસેથી હાથ ઉછીના પૈસા લઈ તે પેટે આપેલો ચેક રીટર્ન થતા આ કેસમાં કોર્ટ દારા આરોપીને કસુરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદ અને રુ.98 હજારના દંદની સજા ફટકારફવામામ આવી છે તેમજ દંદ ન ભરે તો વધુ 3 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે. આ અંગેની હકીકત એવા પ્રકારની છે કે, અમરેલીમાં રહેતા અને મોબાઇલની દુકાન ધરાવતા જિજ્ઞેશભાઇ એચ. પારેખ પાસેથી મુકેશભાઇ પ્રાણભાઇ વાજા (ઉ.વ.4પ) રહે અમરેલી વાળાએ એક વર્ષ પહેલા બન્ને વેપારીઓ પોતાના મિત્રો જેવા હોય અને ઓળખાણ હોવાથી મને સસ્‍તા ભાવે સારી ક્‍વોલીટીનો માલ મળે છે અને ખરીદી કરવી છે માટે નાણાની જરુર છે તેમ કહીને રુ.પ0 હજાર હાથ ઉછીના લીધા હતા. જે પેટે મુકેશભાઇ દ્વારા જિજ્ઞેશભાઇને અમરેલી સ્‍ટેટ બેંક ઓફ ઇંડિયાની શાખાનો રુ.49 હજરનો ચેક આપ્‍યો હતો. ર8/4/16નો ચેક તા.4/પના રોજ ખાતામાં નાખતા તે ફંડના અભાવે પરત ફર્યો હતો. ત્‍યાર બાદ જિજ્ઞેશભાઇ દ્વારા મુકેશભાઇને નોટિસ મોકલવામાં આવી હતી જેની બજવણી થઈ હતી પણ આરોપીએ સ્‍વીકારવાની ના પાડી દીધી હતી. જેથી કોર્ટમાં કેઅ દાખલ કરવામાં આવ્‍યો હતો જે ચાલી જતાઅમરેલીના ચીફ જઉડિશીયલ મેજિસ્‍ટ્રેટે આરોપી મુકેશ પ્રાણ વાજા નામના વેપારીને એક વર્ષની સાદી કેદની સજા અને રુ.98 હજારનો દંડ ફટકાર્યો છે અને જો આરોપી દંડ ભરવામાં અસૂરવાર કરે તો અધુ 3 માસની સજા ફરમાવી છે. આ ઉપરાંત દંદમાંથી 90% રકમ એટલે કે રુ.88ર00 ફરીયાદી જિજ્ઞેશભાઇને વળતર પેટે ચૂકવવનો આદેશ કર્યો હતો.


બાબરામાં હાર્દિક પટેલની જંગી જાહેર સભા યોજાઇ

પ00થી વધુ બાઇક સવારો દ્વારા સરદાર પટેલ સર્કલથી હાર્દિકનું સ્‍વાગત કરાયું, ભાજપની સરકારમાં ગુંડાઓ છે અને ભ્રષ્‍ટ્રાચારી સરકાર છે : હાર્દિક પટેલ, મહિલાઓ સહીત મેદની ઉમટી
પડતાં સભાનું ગ્રાઉન્‍ડ નાનું પડયું, ગુજરાતભરના પાસના આગેવાનો ઉપસ્‍થિત રહયા : પાટીદાર સમાજની વિશાળ ઉપસ્‍થિતિ
બાબરા,
બાબરામાં આજરોજ ગુજરાત પાસ કન્‍વીનર હાર્દિક પટેલની જંગી જાહેર સભા યોજાઇ હતી .
જનમેદની ઉમટી પડી હતી. હાર્દિક પટેલનું સરદાર પટેલ સર્કલથી પ00 બાઇક સવારો દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ. ભાજપ સરકાર ઉપર હાર્દિક પટેલે આકરા પ્રહારો કર્યા હતાં અનેજણાવેલ કે, ભાજપ સરકાર ગુંડાઓની સરકાર છે અને ભ્રષ્‍ટ્રાચારીઓની સરકાર છે આવી સરકારને ઉખેડીને ફેકી દેવાની છે.કોંગ્રેસના પૂર્વ ગુંડાઓ ભાજપમાં આવી ગયા છે.
વધુ જનમેદનીના કારણે સભાનું ગ્રાઉન્‍ડ નાનું પડયું હતું. જય સરદાર જય પાટીદારના નારા સાથે હાર્દિકનું સ્‍વાગત કરવામાં આવેલ આ સભામાં મોટા ભાગના કોંગ્રેસી આગેવાનો જોવા મળ્‍યા હતાં. હાર્દિક પટેલ સહિત ગુજરાત ભરના પાસના આગેવાનો તેમજ બાબરા શહેર અને તાલુકામાંથી મોટી સંખ્‍યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્‍થિત રહયા હતાં. હાર્દિક પટેલનું વિવિધ જ્ઞાતિ દ્વારા સન્‍માન કરવામાં આવેલ.


અમરેલીમાં બાય-બાય નવરાત્રી કાર્યક્નમ યોજાયો

વન-ડે પાર્ટી પાર્ટીપ્‍લોટમાં મોડી રાત સુધી ઓરકે સ્‍ટારના તાલે રાસની રમઝટ બોલી આયોજકો સની ડાબસરા અને દેવરાજ બાબરીયાનું સન્‍માન : શિતલ આઇસ્‍ક્નીમના સહયોગથી આયોજન
અમરેલીમાં બાય-બાય નવારત્રી વન ડે પાર્ટીપ્‍લોટ યોજાયો હતો. શિતલ આઇસ્‍ક્નીમની સ્‍પોન્‍સરશીપથી કાર્યક્નમમાં ઓરકેસ્‍ટાના તાલે મોડી રાત સુધી ખેલૈયાઓ ઝુમીઉઠયા હતા. અને આયોજકો સની ડાબસરાએ દેવરાજ બાબરીયાનું સન્‍માન કર્યુ હતુ. તે પ્રસંગે ઉમટી પટેલ જનમેદની ઉમટી પડે છે તે નજરે પડે છે.


ચલાલામાં દાનેવધામ નગર સેવા સદન નું પુ.વલકુબાપુના હસ્‍તે ઉદ્દઘાટન કરાયું

બીલ્‍ડીંગનુ લોકાપર્ણપ્રસંગે ધારાસભ્‍ય શ્રી ધાનાણી, પાલિકાના ઉપપ્રમુખ શ્રી ધાધલ, શ્રી કાકડીયા, પ્રમુખ શ્રી કાથરોટીયાની ઉપસ્‍થિતિ
ચલાલા,
આજરોજ દશેરાના પર્વે ચલાલા નગર પાલિકાના નવા બિલ્‍ડીંગ શ્રી દાનેવધામ નગર સેવા સદન (દાનાભગત) નું મંગલ ઉદ્દઘાટન શ્રી વલકુબાપુએ કર્યુ હતું આ પ્રસંગે અમરેલીના બાહોશ કોંગ્રેસ ધારાસભ્‍ય શ્રી પરેશભાઇ ધાનાણી, શ્રી મનુદાદા ધાધલ, ઉપપ્રમુખ ચલાલા ન.પા. જે.વી.કાકડીયા, ન.પા.પ્રમુખ શ્રી જયાબેન કાથરોટીયા, શહેરી વિકાસ સમિતિના ચેરમેન શ્રી ચંપુભાઇ ધાધલ હાજર રહયા હતાં. સાવરકુંડલા ખોડીયાર મંદિરના બાપુએ આર્શિવાદ કોંગ્રેસની ટીમને આપ્‍યા હતાં. આજરોજ ચલાલા ખાતે ઘણા સમયથી શરજોતું બિલ્‍ડીંગ મહાપર્વ દશેરાના દિવસે શ્રી પરમ પુજય વલકુબાપુના પવિત્ર હસ્‍તે મંગલ પ્રવેશ કરવામાં આવ્‍યો. આ તકે શ્રી પરેશભાઇ ધાનાણીએ ચલાલાનો વિકાસ કોંગ્રેસ ટીમને અભિનંદન આપ્‍યા હતાં. શ્રી ચલાલા શહેરી વિકાસ સમિતિના ચેરમેન શ્રી ચંપુભાઇ ધાધલે કરેલ ભવ્‍ય કામગીરીને ગ્રામજનો વધાવી લીધી હતી. શ્રી ઉપપ્રમુખ મનુભાઇ ધાધલે મહેમાનોનું સ્‍વાગત શાલ અને ફુલહારથી કર્યુ હતું. ચલાલામાં કરેલ વિકાસની છણાંવટ કરી હતી આ તકે જેવીભાઇ કાકડીયા નાતજાતના ભેદભાવ વગર જે કામગીરી કરી રહયા છે. લોકોમાં લોકપ્રિય બની ગયા છે.
ચલાલા વિકાસમાંસાડા ચાર કરોડ કામ શહેરી વિકાસ સમિતિના ચેરમેન ચંપુભાઇ ધાધલે ઝડપી પૂર્ણ કરી માન મળેલ છે. ચલાલા શહેરને સુંદર બનાવવામાં તેમનો મહત્‍વનો ફાળો છે તેઓના પ્રયત્‍નથી 7 કરોડની ગ્રાંન્‍ટ મંજુર થયેલ છે નવા કામ શરૂ થવામાં છે તેઓ ચલાલાને નંદનવન બનાવી રહયા છે સહકાર મળી રહયો છે. આ નવા બિલ્‍ડીંગના ઉદ્દઘાટનમાં શ્રી કોકીલાબેન કાકડીયા શ્રી ન.પા.સદસ્‍યશ્રી કમળાબેન ખુંટ, અમરેલી જિલ્‍લા સંઘ ઉપપ્રમુખ શ્રી જયંતિભાઇ પાનસુરીયા, ન.પા.સદસ્‍યો શ્રી કમલેશભાઇ વિઠ્ઠલાણી, જયંતિભાઇ કાકડીયા, નિલેષભાઇ ડોડીયા, વેપારી મંડળના શ્રી મહેન્‍દ્રભાઇ સાદરાણી, ચીમનભાઇ વિઠ્ઠલાણી, સુરેશભાઇ ઉનડકટ, રબારી શ્રી ઘનશ્‍યામભાઇ, પંકજભાઇ કાથરોટીયા, પોપટભાઇ પાનસુરીયા, ન.પા.સ્‍ટાફ ખડે પગે કામગીરી કરી હતી. સંપૂર્ણ સંચાલન શ્રી ચંપુભાઇ ધાધલે કર્યુ હતું.


અમરેલીમાંઅમરડેરી દ્વારા શરદોત્‍સવ-મિલ્‍ક ડે ઉજવાયો

પુનમ ચંદ્રમાના તેજ જેવો તેજસ્‍વી અને પારદર્શક વહીવટથી અમર ડેરીની પ્રગતી, શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી અશ્‍વિનભાઇ સાવલીયા, ઉતરાખંડના પુર્વ મુખ્‍યમંત્રી શ્રી બોખરીયાલ,
શ્રી મુકેશભાઇ સંઘાણી, શ્રી શરદભાઇ લાખાણી, શ્રી યોગેશભાઇ ગઢવી, ડો.પટેલ સહિતની ઉપસ્‍થિતિ, ભવ્‍ય શરદોત્‍સવમાં ઉતરાખંડના પુર્વ મુખ્‍યમંત્રી શ્રી બોખરીયાલ પ્રભાવીત
અમરેલી,અમરેલી જિલ્‍લા દૂધ ઉત્‍પાદક સહકારી સંઘ દ્વારા સંચાલિત અમરડેરી મારફત જિલ્‍લામાં શ્‍વેતક્નાંતિ સર્જી દેનાર શ્રી પરશોતમભાઇ રૂપાલા, શ્રી દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન નીચે અમરડેરીનાચેરમેન શ્રી અશ્‍વિનભાઇ સાવલીયા, વાઇસ ચેરમેન શ્રી મુકેશભાઇ સંઘાણી અને બોર્ડ ઓફ ડિરેકટરોના પ્રયાસોથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદોત્‍સવ મિલ્‍ક ડે ઉજવાયો હતો જેમાં શરદ પુમનની રાત્રે મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ બોલી હતી આ કાર્યક્નમનું દિપ પ્રાગટય ઉતરાખંડના પુર્વ મુખ્‍યમંત્રી શ્રી બોખરીયાલે કર્યુ હતુ અને અમરડેરી દ્વારા અનેકને રોજગારીની તકો મળે તેવા પ્રયાસોને બીરદાવ્‍યા હતા અમરેલી જિલ્‍લામાં ચાલતી સહકારી પ્રવૃતિની પણ ભારોભાર પ્રસંશા કરી હતી. અમરડેરીને કારણે અનેક લોકોને રોજગારી સાથે પશુ પાલન ઉદ્યોગને પણ પ્રોત્‍સાહન મળે છે તે બાબતની નોંધ લીધી હતી અને વધુને વધુ રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે અનુરોધ કર્યો હતો.અમરડેરીના ચેરમેન શ્રી અશ્‍વિનભાઇ સાવલીયાએ અમરડેરીની પ્રગતિનો અહેવાલ આપ્‍યો હતો.શરદોત્‍સવમાં શ્રી બોખરીયાલ શ્રી યોગશભાઇ ગઢવી, દિલીપભાઇ સંઘાણી શરદભાઇ લાખાણી, અશ્‍વિનભાઇ સાવલીયા, ડો.આર.એસ.પટેલ, શ્રીમતી ગીતાબેન સંઘાણી, ચંદુભાઇ સંઘાણી, કૌશીકભાઇ વેકરીયા તેમજ જિલ્‍લા શહેર તાલુકા ભાજપના આગેવાનો, કાર્યકરો અને શહેરમાંથી જનમેદની ઉમટી પડી હતી.


અમરેલીને તા.9 થી 13 સુધી મહિનું પાણી નહીં મળે

ગુજરાત વોટર ઇન્‍સ્‍ફ્રાટ્રકચર લિમીટેડ દ્વારા ઘરણ ટાણે સાપ કઢાયો
અમરેલી,
દિપાવલીના તહેવારો આવી ગયા છે અને સાફ સફાઇ તથા અન્‍ય કામ માટે પાણીની જરૂરીયાત વધી હોય તેવા સમયે ગુજરાત સરકારની માલિકીની અને મહિ યોજનાની વિતરણ વ્‍યવસ્‍થા સંભાળતા ગુજરાત વોટર ઇન્‍સ્‍ફ્રાટ્રકચર લિમીટેડ દ્વારા ઘરણ ટાણે સાપ કઢાયો હોય તેમ અમરેલીને તા.9 થી 13 સુધીમહિનું પાણી નહીં મળે તેવી જાહેરાત થઇ છે. મહિ યોજનાની યાંત્રિક મશીનરીના મેન્‍ટેનન્‍સ માટે 4 દિવસ સુધી અમરેલી શહેરને અપાતું મહિ યોજનાનું પાણી બંધ થશે અત્રે ઉલ્‍લેખનીય છે કે, 6-7 દિવસથી પાણી પુરવઠો ઓછો કરી નખાયો હતો આજે અમરેલી પાલિકાને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તા.9 થી 13 સુધી બ્રાહ્મણ સોસાયટી અને ભક્‍તિનગર સંપ આધારિત વિસ્‍તારોને પાણી નહીં મળે દિવાળીના તહેવારો ટાણે સરકારને આંખે કરવા માટે મેન્‍ટેનન્‍સનું કામ કઢાયું હોવાની ચર્ચા પણ લોકોમાં થઇ રહી છે.