Main Menu

Tuesday, October 10th, 2017

 

અમરેલી જિલ્‍લાની તમામ બેઠક ઉપર કમળ ખીલી ઉઠશે : શ્રી રૂપાલા

અમરેલી બેઠક ઉપર શ્રી દિલીપ સંઘાણી ચૂંટણી લડવા માંગતાનથી તેમ જણાવેલ પણ પક્ષ ગમે ત્‍યારે તેને કે મને આદેશ આપી ચૂંટણી લડાવી શકે છે
ધારીની બેઠક ઉપર શ્રી નલીન કોટડીયાને ટીકીટ આપવાનો કોઇ પ્રશ્‍ન જ નથી પક્ષ જે કોઇને ટીકીટ આપશે તે ફ્રેશ ચહેરો હશે
બાબરાના ધારાસભ્‍ય શ્રી બાવકુભાઇ ઊંધાડ કયાથી લડશે તેવા સવાલના જવાબમાં
શ્રી રૂપાલાએ જણાવેલ કે શ્રી ઊંધાડ સીટીંગ ધારાસભ્‍ય છે તેમની ટીકીટ પાકી જ છે
રાજુલામાં વર્તમાન ધારાસભ્‍ય શ્રી હીરાભાઇ સોલંકી સંસદીય સચિવ છે તેથી ત્‍યાં ઉમેદવાર બદલવાનો કોઇ પ્રશ્‍ન જ નથી
સાવરકુંડલાના સીટીંગ ધારાસભ્‍ય શ્રી વી.વી.વઘાસીયા કૃષીમંત્રી છે છતાં ટીકીટના દાવેદારો ઘણા છે તેથી આ બેઠકની ટીકીટના પ્રશ્‍ને પક્ષમાં થોડી મુંજવણ છે
અમરેલી,
અમરેલીના પૂર્વ ધારાસભ્‍ય અને ભાજપના તેજાબી વક્‍તા તેમજ ભારત સરકારના કૃષીમંત્રી શ્રી પુરૂષોતમભાઇ રૂપાલા અને ‘અવધ ટાઇમ્‍સે’ આગામી વિધાનસભાની ચૂંટણીલક્ષી એક મુલાકાત લીધેલ તેનું તારણ અહી વાંચકો માટે પ્રસ્‍તુત છે.અમરેલી બેઠક ઉપર તમારો ઉમેદવાર કરેલ છે તેનું નામ આપશો તેવા સવાલના જવાબમાં શ્રી રૂપાલાએ જણાવેલ છે કે અમરેલી બેઠક ઉપર શ્રી દિલીપ સંઘાણીએ ચૂંટણી લડવાના નથી તેવું જણાવેલ છે. પણ શ્રી દિલીપ સંઘાણી હોય કે શ્રી પુરૂષોતમ રૂપાલા હોય અમે પાર્ટીના કાર્યકરો જ છીએપાર્ટી ગમે ત્‍યારે શ્રી દિલીપ સંઘાણીને કે મને અમરેલીની બેઠક ઉપર ચૂંટણી કદી અવગણી શકીએ નહીં તેમ છતાં અમરેલીની બેઠક ઉપર શ્રી પી.પી.સોજીત્રા, શ્રી અશ્‍વિન સાવલીયા, શ્રી કૌશિક વેકરીયા અને શરદ લાખાણી દાવેદાર છે ત્‍યારે પાર્ટી ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારને ટીકીટ આપવાનું વીચારશે.બાબરાના વર્તમાન ધારાસભ્‍ય શ્રી બાવકુભાઇ ઊંધાડ કઇ બેઠક ઉપરથી ચૂંટણી લડશે તેવા સવાલના જવાબમાં શ્રી રૂપાલાએ જણાવેલ કે શ્રી બાવકુભાઇ ઊંધાડ બાબરાના સીટીંગ ધારાસભ્‍ય છે તેમને બદલવાનો કોઇ પ્રશ્‍ન જ નથી તેમની ટીકીટ પણ પાકી જ છે. ધારીની બેઠક ઉપર ભાજપ વર્તમાન ધારાસભ્‍ય શ્રી નલીન કોટડીયાને ટીકીટ આપશે તેવા સવાલના જવાબમાં શ્રી રૂપાલાએ જણાવેલ કે શ્રી નલીન કોટડીયા ભાજપના ધારાસભ્‍ય નથી ગત ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી છે આ બેઠક પાછી મેળવવા ભાજપ તમામ પ્રયત્‍નો કરશે. શ્રી નલીન કોટડીયાને ટીકીટ આપવાનો કોઇ પ્રશ્‍ન જ નથી પણ ધારીની બેઠક ઉપર ભાજપ જેને ટીકીટ આપશે તે ફ્રેશ ચહેરો જ હશે.રાજુલાની બેઠકમાં કઇ ફેરફાર છે કે નહીં તેવા સવાલના જવાબમાં શ્રી રૂપાલાએ જણાવેલ કે રાજુલાના સીટીેં ધારાસભ્‍ય શ્રી હીરાભાઇ સોલંકી અત્‍યારે સંસદીય સચિવ છે અને આ બેઠક ઉપર ઉમેદવાર બદલવાનો કોઇ પ્રશ્‍ન જ નથી.અમરેલી જિલ્‍લાની પાંચમીવિધાનસભાની સાવરકુંડલા બેઠક અંગે તેમને પુછતા શ્રી રૂપાલાએ જણાવેલ કે આ બેઠકના સીટીંગ ધારાસભ્‍ય શ્રી વી.વી.વઘાસીયા વર્તમાન સરકારમાં કૃષિમંત્રી છે. પણ આ બેઠક ઉપર ઘણા દાવેદારો ભે તેથી ટીકીટના પ્રશ્‍ને પાટીમાં થોડી ઘણી મુજવણ છે.
વર્તમાન સ્‍થિતિમાં ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ આગામી ચૂંટણીમાં શું થશે ત્‍યારે તેના સવાલના જવાબમાં શ્રી રૂપાલાએ જણાવેલ છે વર્તમાન સરકાર ભાજપની છે અને આવતી સરકાર પણ ભાજપની જ હશે તેમાં કોઇ શંકા નથી અને અમરેલી જિલ્‍લાની પાંચે-પાંચ વિધાનસભાની બેઠક ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠશે તેવો મને વિશ્‍વાસ છે.


જુનાગઢમાં નીયોનેટલ પેડીયાટ્રીક આઇસીયુ એમ્‍મ્‍યુલન્‍સ અપાઇ

સ્‍વ.સ્‍મીતાબેન શરદચંદ્ર આડતીયા તથા શરદચંદ્ર શાંતિલાલ આડતીયા પરીવારના દાનથી
આડતીયા પરીવાર દ્વારા સ્‍વ.માતૃ
શ્રી કાંતાબેનની સ્‍મૃતિમાં દાન અપાયુ,આઇસીયુ એમ્‍મ્‍યુલનસ ભારતમાં સર્વપ્રથમ જુનાગઢમાં વસાવાઇ, પુજય શ્રી મોરારીબાપુના વરદ હસ્‍તે એમ્‍મ્‍યુલન્‍સનું લોકાર્પણ, ધારાસભ્‍ય શ્રી મહેન્‍દ્ર મશરૂના માતૃશ્રી કાંતાંબેનની સ્‍મૃતિમાં ભેટ, જુનાગઢમાં જાણીતા દાતા સ્‍વ.સ્‍મીતાબેન શરદ ચંદ્વ આડતીયા તથા શરદ ચંદ્વ શાંતિલાલ આડતીયા પરીવારના માતબર દાનમાંથી રકતદાન પ્રવૃતિના પ્રણેતા ધાાસભ્‍ય મહેન્‍દ્ર મશરૂએ તેમના સ્‍વર્ગીય માતૃશ્રી કાંતાબેનની સ્‍મૃતિમાં એક અનોખી નેશનલ પેડીયાટ્રીક આઇસીયુ એમ્‍મ્‍યુલનસ ની સુવિધા ઉભી કરી શકાય તેવી ચાઇલ્‍ડ એમ્‍મ્‍યુલનસનું લોકાપર્ણ શી રામકથા સ્‍થળે પ.પુ.શી મોરારીબાપુના વરદ હસ્‍તે આજરોજ સંપન્‍ન થયું.અધુરા માસે જન્‍મેલા કે જન્‍મ વખતે અત્‍યંત નબળુ શરીર ધરાવનાર બાળકને હોસ્‍પીટલોમાં કામની પેટીમાં રાખવામાં આવે છે.પરંતુ જયારે આવા બાળકને વધુ સારવાર માટે મોટા શહેરોમાં લઇ જવાની ઉભી થાય ત્‍યારે કામની પેટી સહીતની તબીબી સાધન/સારવારની સુવિધા ધરાવતી એમ્‍મ્‍યુલન્‍સ ની કયાંય સુવિધા/વ્‍યવસ્‍થા ઉપલમ્‍ધ નથી તેથી જુનાગઢે પહેલ કરી છે.તેથી આડતીયાફેમીલી પાસેથી દાન મેળવીને મહેન્‍દ્ર મશરૂએ તેમના સ્‍વર્ગીય માતૃશ્રીની સ્‍મૃતિમાં આ અનોખી બાળ એમ્‍મ્‍યુલન્‍સનું નિર્માણ કરાવ્‍યુ છે.જેમાં ઇનકયુબટર, વેન્‍ટીલેટર, ઇનફયુઝન પમ્‍પ, એસપીઓ પ્‍લસ મેટર, ઓકસીઝન, સકશન, ઇમરજન્‍સી મેડી,ટ્રીટ, ડોકટર સીટ, ફોર રીલેટીવ સર્ચીગ એરેયમેન્‍ટની વિવિધ સારવારના સાધન રાખવામાં આવેલ છે.જે રસ્‍તામાં કામ આવી શકે.જરૂર પડયે થોડા માટે બાળક માટે ઘોડીયાની વ્‍યવસ્‍થા આ વાહનમાં રાખેલ છે જેમાં સુવડાવીને હીંચકાવી શકાય.થોડા મોટા બાળદર્દી બાળક માટે ઘોડીયાની વ્‍યવસ્‍થા રાખેલ છે.જેને પેટીમાં રાખવાની જરૂરના હોય તેવા મોટી ઉંમરના બાળકને વધુ સારવાર માટે મોટા શહેરોમાં લઇ જવાની જરૂર હોય ત્‍યારે પારણાની સુવિધા ઉપયોગી બની શકે.


જાફરાબાદની સીન્‍ટેક્ષ કંપનીમાં હલ્‍લાબોલ

ચારેય તરફથી પથ્‍થરમારા વચ્‍ચે વાતાવરણ તંગ થયેલુ
વ્ત્જાફરાબાદ તાલુકા માં આવેલ લુણસાપુર ની સિન્‍ટેક્ષ કંપની માં ર દિવસ પહેલા પૂજા નું મશીન માં ફસાય જવા ના કારણે મોત નીપન્નયું હતું ત્‍યાર બાદ કંપની એ સામાન્‍ય 1 લાખ રૂપિયા ની સહાય ની જાહેરાત કરતા રોષ ફાટી નીકળ્‍યો હતો આજે વહેલી સવાર એ અહીં 3 હજાર કરતા વધુ કામદાર યુવક યુવતી ઓ પોહચી હતી અને 30 લાખ ની સહાય આપવા માંગ ઉઠાવી હતી ત્‍યાર બાદ અહીં ગેટ પાસે સિન્‍ટેક્ષ કંપની ના એચ.આર.મેનેજર બીપીનબિહારી દાસ આવી પોહચીયા ઉગ્ર રીતે અને તમામ કામદારો ને કભ્‍ું તમે કયો એટલી સહાય નય કરે અમારી કંપની તમારે જે હડતાલ કરવી હોય તે કરો અને ગ્રાઉન્‍ડ માં બેસેલું ટોળું વિફર્યું અને મેનેજર દાસ પાછળ દોડ્‍યું મેનેજર ને પોલીસ એ તાત્‍કાલિક પોલીસ ની ગાડી માં બેસાડવા નો પ્રયાસ કર્યો ત્‍યારે એક પર પ્રાંતી યુવતી એ જાહેર માં મેથીપાક ચખાડી દીધો પરિસ્‍થિતિ વણશે નહીં તે માટે પોલીસ એ મહા મુસબતે પોલીસ ગાડી માં મેનેજર ને સડાવી તો દીધો પરંતુ યુવતી ઓ રોષે ભરાય ને પોલીસ ની ગાડી માં સડી ગય અને 30 કલાક સુધી ગાડી માં મારી રોષ વ્‍યક્‍ત કર્યો હતો ત્‍યાર બાદ ટોળા ને પોલીસ એ કાબુ માં લય ને સિન્‍ટેક્ષ કંપની ના ગેટ ની અંદર મોકલી દેવાયા તો ટોળું સિન્‍ટેક્ષ કંપની માં ઘુસવાનો પ્રયાસ કરતા અહીં આવેલી સિક્‍યુરિટી એ યુવક અને યુવતી ઓ સાથે ઉગ્ર ભાષા માં વાત કરી અપમાન કરતા મામલો ફરીવાર ઉગ્ર બન્‍યો અને ટોળા એ જબરજસ્‍તી થી અંદર પ્રવેશ કર્યો હતો ત્‍યાર બાદ અંદર ની ઓફીસ માં તોડફોડ કરી અને ટોળા બે કાબુ બની ગયા પોલીસ એ ટોળા ને કાબુ માં લેવા માટે કેટલાક યુવકો પર લાઠી ચાર્જ કરી મામલો થાળે પાડી દીધો હતો અને ભારે રોષ સાથે મેનેજર દાસ અમારી માફી માંગે અને 30 લાખ રૂપીયા ની તાત્‍કાલિક પૂજા ના પરિવાર ને સહાય આપે કંપની માં શ્રદ્ધાંજલિ આપે તેવી માંગ સાથે બપોર સુધી આ મામલો જોવા મળ્‍યો હતો ત્‍યાર બાદ પરિસ્‍થિતિ ને વધુ વણશે નહીં તે માટે રાજુલા જાફરાબાદ નાગેશ્રી પિપાપાવ ખાંભા સાવરકુંડલા ડી.વાય.એસ.પી.અમરેલી એલ.સી.બી. સહીત જંગી પોલીસ કાફલો અહીં ખડકી દેવાયો હતો અને કડક પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો હતો સિન્‍ટેક્ષ કંપની બપોર સુધી પોલીસ છાવણી માં જોવા મળી હતી ત્‍યાર બાદ અહીં અમરેલી જિલ્લા ભાજપ મહા મંત્રી ચેતનભાઈ શિયાળ,કૉંગ્રેસ કાર્યકર ચેતનભાઈ ભુવા પણ દોડી આવ્‍યા હતા અને સમગ્ર મામલો થાળે પાડવા માટે મહેનત કરી રભ છે ત્‍યાર બાદ કંપની બે દિવસ માં પરિવાડ ને સહાય ની જાહેરાત કરવા ની વાત કરતા હાલ પૂરતો કામદાર ને સમજાવટ થી મામલોથાળે પડ્‍યો છે પરંતુ હજુ આવતી કાલે પણ આ મુદ્યો વધુ ઉગ્ર બને તેવા સંકેતો જોવા મળી રહયા છે પ જેટલા યુવક યુવતી ને કાસ ફૂટવા ના કારણે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રભ્‍ું છે અહીં ઉગ્ર ઘર્ષણ થતા વડોદરા ગાંધીનગર અમદાવાદ થી અમરેલીરાજુલા જાફરાબાદ ના અધિકારી ઓ ના ફોન રણકી ઉઠ્‍યા હતા બીજી તરફ કેટલાય સમય થી આ મેનેજર દાસ ઘ્‍વરા સમય કરતા વધુ ગુજરાતી લોકો ને નોકરી કરાવતો હોવાની ફરિયાદો ઉઠી હતી જો કે આ બનાવ બનતા અહીં મીડિયા કર્મી ને નો એન્‍ટ્રી તાત્‍કાલિક કરવા વડોદરા કલોલ થી આદેશ અહીં ના સિક્‍યુરિટી ને મળ્‍યા હતા તે નામ નહી દેવાની શરતે મીડિયા કર્મી ઓ ને કબૂલાત પણ આપી હતી ત્‍યાર સિન્‍ટેક્ષ ની આજે દબંગગિરી અહીં માં કામદારો એ ડામી દીધી હતી તે વાત સ્‍પષ્ટ જોવા મળી રહી છે


રાજુલા-જાફરાબાદ પંથકના દલીતો કોંગ્રેસનાશ્રી અમરીશભાઇ ડેરની સાથે

અમરેલીમાં કલેકટરને ધગધગતું આવેદન પત્ર આપી રજુઆત કરતા રાજુલા પંથકના દલીત સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો
રાજુલા,રાજુલા જાફરાબાદ મત વિસ્‍તારના કોંગ્રસ આગેવાન શ્રી અમરીશભાઇ ડેર વિરૂઘ્‍ધ ખોડાભાઇ આલાભાઇ વિંઝુડા નામના વ્‍યક્‍તિએ આખા દલીત સમાજને ઉશકેરણી જનક નવેદન કર્યુ પરંતુ દલીત સમાજના આગેવાનો અમરીશભાઇ ડેરની સાથે છે તેઓ કલેટરને અવાવેદન પત્ર પાઠવી બનાવને વખોડી કાઢેલ છે. અને આવેદનપત્રમાં જણાવ્‍યુ છે કે ખોડાભાઇ પોતે વૃઘ્‍ધ અને જ અશક્‍ત વ્‍યક્‍તિ છે. છતા અમરીશભાઇના વિરોઘ્‍ધીઓએ અમરીશભાઇને ટીકીટ ન મળે અને અમરીશભાઇને નિચા દેખાડવા ની વૃતિથી નિવેદન કરેલ છે. દલીતસમાજ અમરીશભાઇ વિરૂઘ્‍ધ વોટીંગ કરશે તે સદતર ખોટુ છે. અને પુરા દલીત અમાજને બદનામ કરવાની ગણતરીથી આ કૃત્‍ય કર્યુ છે જેને અમે આવેદન પત્ર આપી વખોડીએ છીએ બંને સમાજ વચ્‍ચે તદીલી ઉભી કરવા આ કૃત્‍ય કરેલ છે. જેને કડક શમ્‍દોમાં વખોડીએ છીએ શ્રી અમરીશભાઇ ડેર ડો. આબેડકર શ્‍ટેચ્‍યુ નિમાર્ણ જન્‍મ જયંતિ ધાર્મીક પ્રસંગોમાં તમામરીતે સહયોગ આપતા રહ્યાય છે ડુંગરના બનાવ તેમજ કરશનભાઇ ચૌહાણના બનાવ અને ખુન કેસમાં તેમનો કોઇ હાથ નથી છતા તમેને કોંગ્રેસના મજબુત દાવેદાર હોવાના કારણે તમને બનામ કરવાના કાવત્રા દલીત સમાજે વખોડી કાઢેલ છે શ્રી ડેર હંમેશા દલીત સમાજને મદતરૂપ રહ્યા. હોવાથી દલીત સમાજ તેની સાથે છે અને રહે છે તેમ આવેદનપત્રમાં રાજુલા-જાફરાબાદ ખાંભાના આગેવાનોની યાદીમાં કિશોરભાઇ હમીરભાઇ ધાખડાએ જણાવ્‍યુ છે.


અમરેલીમાં લીગલ સેમીનાર યોજાયો

બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત અને ડીસ્‍ટ્રીકટ બાર એસોશીયેશન અમરેલીના સંયુક્‍ત ઉપક્નમે 57 વર્ષે પ્રથમવાર
1960 થી લીગલ સેમીનાર માટે પ્રથમ વખત અમરેલીની પસંદગી
હાઇકોર્ટના સીનીયર જસ્‍ટીસ એમ.આર.શાહ, જસ્‍ટીસ શ્રી ઢોલરીયા, શ્રી કારીયા તથા બાર કાઉન્‍સીલના ચેરમેન શ્રી ભરતભાઇ ભગત અને વાઇસ ચેરમેન નલીનભાઇની ઉપસ્‍થિતિ
જસુભાઇ કાનાબાર સહિત હાઇકોર્ટના સીનીયર વકીલોનું સન્‍માન કરાયું
અમરેલી,બાર કાન્‍સીલ ઓફ ગુજરાત અને ડીસ્‍ટ્રીક બાર એસોસીએશન-અમરેલીના સંયુક્‍ત ઉપક્નમે અમરેલી જિલ્‍લામાં અમરેલી કોર્ટની સ્‍થાપના થઇ ત્‍યારબાદએટલે કે, 1960 પછી સૌ પ્રથમવાર બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત દ્વારા અમરેલીને લીગલ સેમીનાર કરવા માટે પસંદ કરવામાં આવેલ તે સેમીનાર તા.8/10/17 ના રોજ દિલીપ સંઘાણી હોલમાં આયોજીત કરવામાં આવ્‍યો હતો. સૌ પ્રથમ સ્‍વાગત પ્રવચન પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી જે.આર.શાહે કર્યા બાદ પ્રાસંગીક પ્રવચનો મેમ્‍બર કાઉન્‍સીલ શ્રી બકુલભાઇ પંડયા અને નામદાર હાઇકોર્ટ ન્‍યાયમૂર્તિ આઇ.પી.ઢોલરીયા અને નામદાર હાઇકોર્ટ સીનીયર મોસ્‍ટ ન્‍યાયમૂર્તિ એન.આર.શાહ તથા બાર કાઉન્‍સીલ ચેરમેન ભરતભાઇ ભગતએ કર્યા બાદ વિષય પ્રવચન કોન્‍ટ્રાકટ એકટ ઉપર શ્રી જસુભાઇ કાનાબાર તથા એડીઆર વિષય પર નિરંજનભાઇ ભટ્ટ અને ક્નેમીનલ પ્રોસેજર અંગે ભાર્ગવભાઇ ભટ્ટ તથા ઉદયનભાઇ વ્‍યાસે કર્યા બાદ પૂર્વકાયદામંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી અને લો-કોલેજના પ્રિન્‍સીપાલ જત્‍યોસનાબેન ભગત તથા સૌરાષ્‍ટ્ર નોટરી એસો.ના પ્રમુખ ઉદયનભાઇ ત્રિવેદી અને શ્રી હનુભા વાળાનું વ્‍યક્‍તિ વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
ઉપરાંત અમરેલી જિલ્‍લાના 45વર્ષ ઉપરાંતના વકીલો શ્રી વિસામણભાઇ વાળા, શ્રી બિહારીભાઇ ગાંધી, શ્રી ચિમનભાઇ ધાનાણી, શ્રી શંભુભાઇ રામાણી, શ્રી રમેશભાઇ દેસાઇ, શ્રી વજુભાઇ જગડા, કનુભાઇ વ્‍યાસ, જીવાભાઇ મકવાણા, શ્રી નિર્મળભાઇ, નર્મદાશંકરભાઇ જોષી, શ્રી જે.બી.કિકાણી, શ્રીધીરૂભાઇ બગથળીયાનું મોમેન્‍ટો અને શાલથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જયારે વિશેષ સન્‍માન સોમનાથ ગીરના પ્રિન્‍સીપલ ડીસ્‍ટ્રીકટ જજ એ.ડી.મોગલ તથા નડીયાદના પ્રિન્‍સીપલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી વિરેશ માયાણીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્નમમાં શ્રી અનિરૂઘ્‍ધસિંહ ઝાલા, પરેશભાઇ વાઘેલા, દિપેનભાઇ દવે, હિરાભાઇ પટેલ, શ્રી બચાણી, શ્રી દિલીપભાઇ પટેલ તથા પ્રકાશભાઇ કાનાબાર, મનિષભાઇ, રાજેશભાઇ રૂપારેલ, અમરેલીના ડિસ્‍ટ્રીકટ જજ શ્રી ચૌધરી જોયન્‍ટ ડ્રીસ્‍ટ્રીકટ જજ શ્રી ટાંક તથા શ્રી શાહ અમરેલીના સિવિલ જજ કું. દોહરે, ચિફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ શ્રી નારંગ, સેકન્‍ડ એડીશ્‍નલ સિવિલ જજ શ્રી વાઘેલા, અમરેલીના ફક મેજીસ્‍ટે્રટ શ્રી સોઢા પરમાર, અમરેલીના એડીઆર જજ શ્રી રંગવાલા, ધારીના જયુ મેજી. શ્રી મિશ્રા, ખાંભાના જયુ મેજી. શ્રી સૈયદ, બગસરાના જયુ મેજી શ્રી ગઢવી, લાઠીના ફક મેજીસ્‍ટ્રર શ્રી શર્મા, લીલીયાના જજ શ્રી શાહ, બાબરાના જજ કું.આહિર, રાજુલાના શ્રી પઠાણ, જાફરાબાદના શ્રી ખાંટ, સાવરકુંડલાના ગોહિલ તથા શ્રી પટેલ તથા ગ્રાહક સુરક્ષાના શ્રી શુકલ, લેબરકોટના જજ શ્રી ડેર, ફેમેલી કોર્ટના જજ શ્રી જોષી વગેરે ઉપસ્‍થિત રહયા હતાં. આ કાર્યકમમાં ફારૂકભાઇ મુશાણી, જાનવીબેન, હનીફભાઇ કુરેશી, શ્રી પલવારભાઇ, શ્રી અમિતભાઇ વાળા, શ્રી ગોરખીયા, ડી.એમ.ભટ્ટ,હરેશભાઇ રાઠોડ, ભાવેશ કંઝારીયા, દિલીપભાઇ પાઠક, મદદનીશ સરકારી વકીલ, જયેન્‍દ્ર રાજયગુરૂ, રાજુલાના સરકારી વકીલ રાજુભાઇ જોષી, મધુભાઇ જોષી, શ્રી વિશાણી, શ્રી મુકુંદભાઇ જોષી, તુષારભાઇ સોજીત્રા, હંસાબેન મકાણી, પુનમબેન બોચીયા, યેરીકાબેન વાળા, નકવીબાપુ, શ્રી ખીમસુરીયા, શ્રી નિતિનભાઇ ભટ્ટ, શ્રી અશ્‍વિનભાઇ ઠુંમ્‍મર, રમેશભાઇ દાફડા, કિશોરભાઇ ખાખડીયા, રાજુભાઇ આસર, શ્રી કાલાવડીયા, શ્રી ટીકુભાઇ વરૂ, મનોજભાઇ ગોસાઇ સાવરકુંડલા તાલુકાબારના પ્રમુખ શ્રી બગડા, એડવોકેટ મુકેશભાઇ સાદરાણી, શ્રી કામળીયા, રાજુલાના શ્રી વરૂ, શ્રી પલવાર, અંસુયાબેન રાઠોડ, શ્રી રાજુભાઇ જોખીયા, જાફરાબાદ બાર પ્રમુખ કીર્તીભાઇ બારૈયા, ખાંભા તાલુકા બાર પ્રમુખ શ્રી હરીયાણી, એડવોકેટ બોરીસાગર શ્રી પઠાણ, કોડીનાર બાર પ્રમુખ શ્રી ગોહિલ, શ્રી હરિભાઇ વાળા, શ્રી હરિભાઇ રાઠોડ, એચ.બી.જોષી, શ્રી દામાદ્રા, શ્રી મેર, ઊના બારના ભરતભાઇ સોલંકી, પ્રફુલભાઇ આચાર્ય, ધારી બાર પ્રમુખ શ્રી વાળા, દિલિપભાઇ મુછાળા, શ્રી ચાવડા, શ્રી ભંડેરી, બગસરા બાર પ્રમુખ શ્રી મહેતા, શ્ર ખીમસુરીયા, શ્રી ભટ્ટ, વડીયા બાર પ્રમુખ શ્રી સેજુ, લીલીયા બાર પ્રમુખ શ્રી પાઠક તથા વિપુલ ઓજા અને લાઠી બાર પ્રમુખ આરસી દવે તથા બાબરા પ્રમુખ શ્રી મીઠાપરા, શ્રી સલીમભાઇ જસાણી ઉપસ્‍થિત રહયા હતા અનેકાર્યક્નમ સફળ બનાવવા બાર એસો.પ્રમુખ નટવરસિંહ ગીડા બાર કાઉન્‍સીલ મેમ્‍બર બકુલભાઇ પંડયા, ઉપપ્રમુખ પ્રદિપભાઇ કંસારા, શ્રી હિંમતભાઇ સોલંકી, સેક્નેટરી શ્રી હંસાબેન મકાણી, જોયન્‍ટ સેક્નેટરી રાજુભાઇ આસર તથા આર.ડી.માધડ, શ્રી સેજુ, તથા તેજસભાઇ, એમ.જે.સૈયદ, રફિકભાઇ મોગલ, અજયભાઇ પંડયા, ચંદ્રેશભાઇ મહેતા, જિલ્‍લા સરકારી વકીલ મગનભાઇ સોલંકી, જે.એલ.સોજીત્રા, નિશિત પટેલએ જહેમત ઉઠાવી હતી કાર્યક્નમનું સંચાલન હરેશ બાવીશીએ કર્યુ હતું.


અમરેલી કેરીપેકર અને કાશ્‍મીરા ગૃ્રપ દ્વારા શ્રી સોજીત્રાનું સન્‍માન

અમરેલીમાં આધુનીક અને સુવિધા સભર માર્કેટયાર્ડ બનાવી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ઉદ્દઘાટન કરાતા શ્રી પી.પી.સોજીત્રાનું સન્‍માન કરાયુ
અમરેલી,
અમરેલી સાવરકુંડલા રોડ ઉપર નવુ આધુનિક માર્કેટયાર્ડ બનાવીને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વરદ્દ હસ્‍તે ઉદ્દઘાટન કરાતાં અમરેલી કેરીપેકર અને કાશ્‍મીરા ગૃ્રપ દ્વારા માર્કેટયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રાનું આજે સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.
આ પ્રસંગે જયસુખભાઇ પોપટ, એ.ડી.રૂપારેલ, ધનશ્‍યામભાઇ પરીખ, ડો.કાનાબાર, મુજફફર હુસેન, પોપટલાલ કાશમીરા, જીતુભાઇ ડેર, પ્રફુલભાઇ બાટવીયા સહિત આગેવાનો ુઉપસ્‍થિત રહ્યા હતા.


સુરતમાં ઉદ્યોગપતિ શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરાનું સન્‍માન કરાયુ

આગામી વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને સુરતમાં વસ્‍તા લાઠી બાબરા પંથકના સર્વસમાજના આગેવાનો અને કાર્યક્નરોનો રાધેફાર્મ ખાતે મેળાવડો જામ્‍યો : શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરાને ભાજપમાંથી વિધાનસભા ચુંટણી લડાવવા માંગ : આગામી ચુંટણીઓની ચર્ચાવિચારણા કરી
ચમારડી,
લાઠી બાબરા બેઠક ઉપર આગામી વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને સુરત શહેર ખાતે બાબરાના ચમારડી ગામના પનોતાપુત્ર અને સુરત સ્‍થિત ઉદ્યોગપતિ ગોપાલભાઇ વસ્‍તરપરાના રાધે ફાર્મ ખાતે લાઠી બાબરા દામનગર મત વિસ્‍તાર સુરત શહેર ખાતે રહેતા તમામ સર્વે સમાજના આગેવાનો અને હોદેદારો કાર્યકરોનો મેઠાવળો જામ્‍યો હતો. ત્‍યારે આગામી વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી હોય ત્‍યારે લાઠી બેઠક ઉપર ભાજપ તરફી દાવેદારી કરી છે ત્‍યારે લાઠી-બાબરા વિધાનસભા મત વિસ્‍તારના સર્વે સમાજના આગેવાનોએ વધુમાં જણાવ્‍યુ હતુ કે જો લાઠી વિધાનસભા બેઠક ભાજપની સીટ જવા દેવી હોય તો ગોપાલભાઇ વસ્‍તપરાને ટીકીટ આપવા હાકલ કરી હતી. તેમજ રાધે ફાર્મ ખાતે બે હજાર થી વધુ જનમેદની વચ્‍ચે પહેલીવાર જનતા જાનર્દીતજ કોઇવ્‍યક્‍તિને ધારાસભ્‍ય બનાવવા માંગતી હોય તેવી અદભુત ઘટના ત્‍યારે ગોપાલભાઇએ વધુમાં જણાવ્‍યુ હતુ કે આગામી ટુંક સમયમાં જી.પી. વસ્‍તરચરા ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજીત સર્વ સમાજના સમુહ લગ્‍નની પણ વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગામી સમુહ લગ્‍નમાં વાજતે-ગાજતે સમુહ લગ્‍ન યોજાશે.


10-10-2017

thumbnail of 10-10-17