Main Menu

Thursday, October 12th, 2017

 

અમરેલી જિલ્‍લા સહકારી બેંકના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીએ ઉજવી ગોલ્‍ડન જયુબેલી

અમરેલી,
કોઈ પણ ક્ષેત્રેની પ્રગતિના મૂળમા તેના કર્મચારીઓનુ યોગદાન રહેલુ હોય છે. સંસ્‍થા કે કંપની ભલે મોટી હોય પરંતુ તેના નાનામા નાના કર્મચારી પ્રવૃતિ સંસ્‍થાના વિકાસમા છુપાયેલી હોય છે તેથી જ કર્મચારીમા પરિવાર ભાવના એ સફળતાની મૂડી બની રહે છે તેમ અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીએ સ્‍થાપનાના પ0 વર્ષ પૂર્ણ કરતા ધાર્મીક સંસ્‍થાના પરિસરમા યોજાયેલ ગોલ્‍ડન જયુબેલી ઉજવણી અવસરે સંસ્‍થાના માર્ગદર્શક જિલ્‍લા બેંક-ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ. સંઘાણીએ લાગણીસભર રીતે જણાવેલ કે, બેંકનુ નામ ગૌરવંતુ બનાવનાર કર્મચારી છે , આ શાખને અકબંધ રાખવા ઉપર ભાર મુકયો હતો.
કર્મચારીઓની આર્થીક જરૂરીયાત સંતોષતી શરાફી સહ.મંડળી ખુબજ પીઢારુબની છે એટલુ જ નહી પણ સંકટ સમયની સાકળ જેવી આ સંસ્‍થા કર્મચારીઓના બાળકોના ઉચ્‍ચ અભ્‍યાસ કે, મકાન બનાવવા માટે નાણાની જરૂરીયાત વિના વીલંબે પુરી પાડે છે. વ્‍યવથાપક મંડળને અભિનંદન આપતા વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ એ જણાવેલ કે, મઘ્‍યસ્‍થ સહકારી બેંક અને તેનો કર્મચારી સમાજમા માનભર્યુ સ્‍થાન ધરાવે છે તેથી કામગીરી અને વર્તન પ્રત્‍યે વધુ સજાગ બનવા જણાવેલ. આયોજનની સાથોસાથ સભાસદ કર્મચારીઓના સંતાનોના પ્રગતિકારક અભ્‍યાસને બિરદાવીને પ્રોત્‍સાહક ભેટ આપવામા આવેલ હતી. કર્મચારી શરાફી સહકારી મંડળીના પ્રમુખ ધાર્મીક રામાણીએ ટુકા ગાળામા મંડળીએ કરેલ પ્રગતિનો ચિતાર આપ્‍યો હતો તેમજ બેંક તરફથી મંડળીને ઓછા ભારણથી મળતો આર્થીક સહયોગ બદલ આભાર વ્‍યકત કરેલ. પ્રવર્તમાન સમયમા સમયનુ બહુમુલ્‍ય છે તેથી સમયસર ચાલવા ગોલ્‍ડન જયુબેલીની યાદમા સભાસદ ભાઈઓને ધડીયાર ભેટ આપવામા આવેલ. આ તકે યોજાયેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમને ચેરમેન સહીત અનેક પદાધિકારીઓએ પ્રોત્‍સાહક રકમથી બિરદાવેલ. આ તકે બેંકના મેનેજીંગ ડીરેકટર ચંદુભાઈ સંઘાણી, જનરલ મેનેજર બી.એસ.કોઠીયા, એડીશ્‍નલ જનરલ મેનેજર ગોંડલીયા, વિભાગીય મેનેજરશ્રીઓ, કર્મચારી પરિવારજનો અને આમંત્રીતો બહોળી સંખ્‍યામા ઉપસ્‍થિત રહેલ. આભાર વિધી મંડળી મંત્રી દિનેશત્રિવેદીએ કરેલ હતી જયારે આત્‍મીય ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો તેમ મંડળીની અખબારી યાદીમા જણાવાયેલ છે.


જાફરાબાદ તાલુકાના દુધાળા નજીક રોડ પ્રશ્‍ને બળદગાડા સાથે ચક્કાજામ

સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે નું કામ ન્નયાર થી ચાલુ થયું છે ત્‍યાર થી વિવાદ ઉભો થયો છે અહીં અનેક વખત કોનટ્રાક્‍ટરો સાથે પણ ખેડૂતો ને બોલાચાલી થય છે અહીં જાફરાબાદ તાલુકા ના દુધાળા ધોળાદ્રી,હેમાળ, છેલણા, ટીબી,નાગેશ્રી,મીઠાપુર સહીત આસપાસ ના ગામો ની જમીન ના પાક ને નુકસાન થયું હોવાની ફરિયાદો ઉઠી છે અહીં માર્ગ પર બે ફામ ધૂળ ઉડવા ના કારણે ખેડૂત ના પાક નિષ્‍ફળ ગયા છે ત્‍યારે તાત્‍કાલિક 7 કિમિ માર્ગ રીપેરીંગ કરવા ની રજુઆત કરી હતી તેમ છતાં હાઇવે ઓથોરિટી એ ઘ્‍યાન નહીં આપ્‍યું ઉપરાંત પોલીસ ને બોલાવો દબાવવા નો પ્રયાસ કરાયો હતો જેને લઇ ને ખેડૂતો રોષે ભરાયા હતા આજે દુધાળા ગામ નજીક 300 જેટલા ખેડૂતો એ હાઇવે પર ચકાજમ કરી ધરણાં શરૂ કરી દીધા હતા સાથે સાથે બળદ ગાડા પણ જોડી અનોખો વિરોધ કર્યો હતો અને થોડીવાર માં અહી ટ્રાફિક જામ થતા પોલીસ દોડી આવી હતી ખેડૂતો ને સમજાવટ કરી રહી હતી જો કે ખેડૂતો અહીં એક ના બે થયા નહીં અંતે જાફરાબાદ મામલતદાર ચૌહાણ દોડી આવ્‍યા અને ખેડૂતો ને ખાત્રી આપ્‍યા બાદ ખેડૂતો માન્‍યા હતા મામલતદાર ઘ્‍વરા એક દિવસ માં હાઇવે વાળા અધિકારી ની ટીમો સાથે અહીં મોકલાવીશ ઉપરાંત ખેડૂતો સાથે બેઠક કરી તાત્‍કાલિક સ્‍થળ પર નિકાલ કરવા ની ખાત્રી આપતાઆ આંદોલન સમેટાયું હતું જો કે અહીં વહેલી સવાર થી કલાકો સુધી આ મામલો ચાલ્‍યો હતો પોલીસ એ પણ જાણે કોઈ ઘર્ષણ હોય તેમ અહીં ધાડે ધાડા ઉતારી દેવાયા હતા ખેડૂતો ને પણ કોઈ પણ રીતે દબાવવા નો પ્રયાસ થતો હોય તેવું લાગી રભ્‍ું છે અહીં નેશનલ હાઇવે વાળા ની દાદાગીરી પણ હોવાની ફરિયાદો ઉઠી છે કોઈ ખેડૂત રજુઆત કરે તો નાગેશ્રી પોલીસ તાત્‍કાલિક આવી ઉઠાવી અટકાયત કરી લે છે આ પ્રકાર નો કાયદો કોનટ્રાક્‍ટરો ના હાથ માં જોવા મળી રભે છે હવે એક દિવસ માં અહીં પ્રશ્નન હલ નહીં થાય તો ખેડૂત 10 ગામ ના લોકો વિધાન સભા ની ચૂંટણી નો બહિષ્‍કાર કરશે અને એક સાથે સામુહિક ખેડૂતો આત્‍મ વિલોપન કરવા ની પણ ચીમકી ઉચ્‍ચારી દેવા માં આવી છે બીજી તરફ અહીં રાન્નકીય નેતા ઓ સામે પણ ભારે રોષ જોવા મળ્‍યો હતો અહીં રાજકારણી ની નબળી નેતા ગિરી જોવા મળી હતી કોઈ પણ નેતા એ આ ખેડૂતો ના પ્રશ્નને ઘ્‍યાન નથી આપ્‍યું તેવી પણ વાત સામે આવી હતી આવનારા દિવસો માં તંત્ર ઘ્‍યાન નહીં આવે તો આ નેશનલ હાઇવે ના કોનટ્રાક્‍ટરો અને ખેડૂતો સામ સામે આવે તેવી શક્‍યતા છે જેથી તંત્ર આગોતરું આયોજન કરી ગંભીરતા દાખવી ખેડૂતો ના પ્રશ્નન વિવિધ માંગણી સંતોષવા માં આવે તેવી માંગ ઉઠી હતી


સાવરકુંડલાના લુવારાગામેથી રૂપીયા ર8 હજારનો ઇંગ્‍લીશ દારૂ પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી,
ગઇ કાલ તા.10/10/ર017 ના રોજ એલ.સી.બી. પોલીસ ઇન્‍સબ.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટેસ. વિસ્‍તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યોન બાતમી રાહે હકીકત મળેલ કે સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે રહેતો અશોક જયતાભાઇ બોરીચા પોતાના રહેણાંક મકાને પરપ્રાન્‍તે બનાવટનો ઇંગ્‍લીશ દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં લુવારા મુકામે અશોક જયતાભાઇ બોરીચાના રહેણાંક મકાને રેઇડ કરતાં પરપ્રાન્‍તેના ઇંગ્‍લીશ દારૂની જુદી જુદી બ્રાન્‍ડ ની બોટલ નંગ-89, કિં.રૂ.ર8,000/- નો ગે.કા. વગર પાસ પરમીટ વાળો ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો મળી આવતાં જે તમામ મુદ્યામાલ તપાસ માટે કબજે કરવામાં આવેલ અને આરોપી અશોક જયતાભાઇ બોરીચા રેઇડ દરમ્‍યાાન હાજર મળી આવેલ ન હોય તેના સામે પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી મુદ્યામાલ સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટેહ. હવાલે કરેલ છે. અને આરોપી અશોક જયતાભાઇ બોરીચાને પકડી પાડવા ચઠ્ઠો ગતિમાન કરેલ છે. આકામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ . શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટા ફનાઅબ્‍દુલભાઇ સમા, સંજયભાઇ પદમાણી, ધર્મેન્‍દ્રોરાવ પવાર, બાબુભાઇ ડેર, સાર્દુલભાઇ ભુવા, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, રાણાભાઇ વરૂ, ઉમેદભાઇ મહેતા, મધુભાઇ પોપટ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, ભાવેશભાઇ બોરીસાગર, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.


સાવરકુંડલા-લિલિયા વિધાનસભા સીટ ઉપર સબળ દાવેદાર મનજીબાપા તળાવીયા

સાવરકુંડલા-લિલિયા વિધાનસભા સીટ ઉપર મનજીબાપા તળાવીયાએ દાવેદારી કરી છે. તેઓ 1967 થી વંડા વિસ્‍તારમાં રચનાત્‍મક પ્રવૃતિ કરી રહયા છે. શિક્ષણની સાથોસાથ સહકારી પ્રવૃતિ ચલાવી રહયા છે. તેઓ સાવરકુંડલા માર્કેટયાર્ડના ડીરેકટર છે. સાવરકુંડલા તાલુકા ખરીદ-વેચાણ સંઘના ડાયરેકટર છે. વંડા હાઇસ્‍કૂલમાં 1967 થી 2006 શિક્ષણકાર્ય કરેલ છે તેના હાથ નીચે 15000 બાળકોએ શિક્ષણ લીધેલ છે.
વંડા શાળામા 30 ગામના બાળકો અભ્‍યાસ કરવા આવે છે આ તમામ ગામો ઉપર તેઓનો સારો પ્રભાવ છે.1980 માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છેલ્‍લા 36 વર્ષથી પાર્ટીના સક્નીય સભ્‍ય છે. પાર્ટીમાં તાલુકા મંડલના પ્રમુખ તરીકે પ્રભારી તરીકે મંત્રી તરીકે અને જિલ્‍લા મંત્રી તરીકે સંગઠનમાં કામ કર્યુ છે તેઓ 2001 થી 2010 જિલ્‍લા પંચાયતના સભ્‍ય તરીકે સેવા બજાવેલ છે તેઓ 2006 થી 2008 જિલ્‍લા શિક્ષણ સમીતીના ચેરમેન હતા જિલ્‍લાની 400 શાળાની મુલાકાત લઇ શિક્ષણમાં આમુલ પરિવર્તન લાવ્‍યું હતુ. શિક્ષણ સમીતીના ચેરમેન તરીકે તેમની કામગીરી ઉતમ રહી હતી 1972, 1975, 1987, 1992 માં સાવરકુંડલા તાલુકામાં અલ્‍પવૃષ્‍ટીમાં વંડા ગામે ઢોરવાડા શરૂ કરીદુષ્‍કાળમાં પશુધન બચાવવા પ્રયત્‍ન કર્યો હતો.તદ ઉપરાંત આ વિસ્‍તારના રસ્‍તા શિક્ષણ, આરોગ્‍ય, એસ.ટી.ના પ્રશ્‍નોને હંમેશા વાચા આપતા રહયા છે સાવરકુંડલા – લીલીયા તાલુકાના તમામ ગામોથી તેઓ પરીચીત છે. અને ગામડાના તમામ આગેવાનો સાથે અંગત પરીચય છે. તેઓને જિલ્‍લામાં તમામ જ્ઞાતિના લોકો માનથી આવકારે છે. પાર્ટીમાં તેમની કામ કરવાની જુદીજ શૈલી છે. તેઓ નિષ્ઠાપુર્વક પાર્ટીનું લાંબા સમયથી કાર્ય કરે છે. સાવરકુંડલા તાલુકાન અનેક પ્રશ્‍નોને વાચા આપી ઉકેલવા પ્રયત્‍ન કરી રહયા છે. વંડા ગામમા અનેક વિકાસના કામો કરેલ છે વંડા ગામે શાળાનું સંચાલન કરી અનેક બાળકોનુ ઘડતર કરેલ છે. આજે તેમના શિષ્‍યોનો મોટો સમુદાય – અમદાવાદ, સુરતમાં વસવાટ કરે છે. તેમની દાવેદારીથી તેમના શિષ્‍યોમાં સાવરકુંડલા, લિલિયા તાલુકામાં સારો આવકાર મળી રહયો છે. પાર્ટીમાં જિલ્‍લાકક્ષાના ટોચના આગેવાનોમાં તેનો સારો પ્રતિભાવ છે.


ક્નાકચમાં વનરાજોના ત્રાસને કારણે 10,000 વીઘા જમીન પડતર છે : શ્રી દુધાત

અમરેલી,આફ્રીકાના કેનીયા દેશમાં નાઇરોલી નજીક ‘ મસાઇ મારા ‘ નામનું જંગલ આવેલ છે. અને દુનિયાભરના યાત્રીકો અને ડીસ્‍કવરી ચેનલના કેમેરામેનો અહીં પડાવ નાખીને બેઠા છે અને આફ્રીકાના આ ટચુકડા દેશને ટુરીસ્‍ટોની આવક સારી છે એશીયન સિંહોનો પડાવ જુનાગઢના જંગલોમાં હોવાથી ‘ ગુજરાત નહીં દેખાતો કુછ નહીં દેખા’ ની જાહેરાતમાં અમિતાભ બચ્‍ચન બોલે છે અને ગુજરાત ટુરીઝમ સિંહોને કારણે સારી કમાણી કરી રહ્યું છે પણ અમરેલી જિલ્‍લાની હાલત તેનાથી વિપરીત છે સિંહોના કારણે અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના ક્નાકચ ગામની દસ હજાર વીઘા જેટલી જમીનો પડતર પડી છે.ગત વિદ્યાસભાની ચુંટણીમાં મામુલીમતે પરાજીત થનાર કોંગ્રેસનાયુવા આગેવાન શ્રી પ્રતાપ દુધાતે આ અંગે રોષ વ્‍યકત કરતા ‘અવધ ટાઇમ્‍સ’ ને જણાવ્‍યુ હતુ કે ક્નાકચ વિસ્‍તારમાં 20 થી 25 જેટલા સિંહનો વસવાટ થતા દસ હજાર વિઘા જમીન ખેડુતોની વાવેતર વગરની પડી છે.કારણકે સિંહના ભયને કારણે જમીન વાવવા માટેના ‘ભાગિયા’ મળતા નથી તો બીજી તરફ ગમે તેટલી મજુરી આપો તો ‘છતાં દિકરાએ વાંજીયા’ જેવી છે.શ્રી દુધાતે વધુમાં જણાવેલ કે જે કાઇ થોડા ઘણા ખેડુતો ખેતી કરે છે તે પાકના રક્ષણ માટે ‘ઝટકા’ નામનો વિજ કરંટ પણ ખેતર ફરતે ગોઠવી શકતો નથી જો તેમની સિંહ મટરી જાય તો ખેડુત બિચારો જેલ ભેગો થાય તેવા જંગલી કાયદાઓ છે.શ્રી પ્રતાપ દુધાતે આ અંગે બળાપો કાઠતા જણાવ્‍યુ હતુ કે ભાજપની સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને અમરેલી જિલ્‍લાના ગામડાઓ સુધી આવી પહોંચેલા સિંહોને પકડીને તેનું સ્‍થળાંતર ફરીથી જંગલમાં કરવવુ જોઇએ અને ભાંગી ગયેલા ગામડાઓને બચાવવા જોઇએ અને સિંહોની રંજાડને કારણે હીજરત કરી ગયેલા ખેડુરોને પાછા બોલાવી પોતાના ખેતરમાં રોજી રળી શકે તેવી વ્‍યવસ્‍થા કરવી જરૂરી છે.
અને આ અંગે સરકાર કઇ પગલા ન ભરે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે અમો આંદોલન પણ કરીશું. તેમ શ્રી દુધાતે અંતમાં જણાવ્‍યુહતુ.


ગુજરાતમાં કોંગ્રેસની 130 કરતા વધુ બેઠકો આવશે : શ્રી ઠુંમર

અમરેલી,આગામી વિદ્યાનસભાની ચુંટણી આડે હવે લાંબો સમય આવ્‍યો નથી ત્‍યારે ગુજરાતના મુખ્‍ય બે પક્ષો કોંગ્રેસ ભાજપ વચ્‍ચે સીધો જંગ ખેલાવાનો છે ત્‍યારે અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસનામોટા ગજાના આગેવાન શ્રી વિરજીભાઇ ઠુંમર સાથેની અવધ ટાઇમ્‍સની ચુંટણી થતી મુલાકાત વાચકો માટે પ્રસ્‍તુત છે
ગુજરાની આગામી વિદ્યાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠક મળશે તેવા જવાલમાં શ્રી ઠુંમરે જણાવેલ કે આ વખતે કોંગ્રેસને 130 કરતા વધુ લોકો મળશે કારણ કે ભાજપ સરકારની વહીવટી નિષ્‍ફળતાને લોકો ઓળખી ગયા છે. અનુભવી ચુકયા છે.
ગત ચુંટણીમાં કોંગ્રેસને માત્ર 57 બેઠકો મળી હતી તો આ વખતે 130 થઇ જવા પાછળના કારણો આપોના જવાબમાં શ્રી ઠુંમરે જણાવેલ કે 1960 માં અલગ ગુજરાતની સ્‍થપના પછીના કોંગ્રેસના 23 વર્ષના શાસનમાં કોંગ્રેસની સટકણે 212 મોટા ડેમો બનાવ્‍યા છે.
અને અનેક રોડ રસ્‍તાના કામો કર્યા છે જયારે ભાજપે માત્ર ગલગલીયા કરી લોકોને હસાવવાનો પ્રયાસ કર્યો છે. લોકોને ખોટા વચનો આપી છેતરીને સરકાર બનાવી હતી હવે લોકો તેને ઓળખી ગયા છે.
લોકોની વચ્‍ચે જવાને બદલે માત્ર શોશ્‍યલ મીડીયા ઉપર પ્રચાર કરી કોંગ્રેસ ચુંટણી જીતી શકશે તેવા સવાલના જવાબોમાં શ્રી ઠુંમરે જણાવેલ કે ભાજપ સરકાર તંત્રનો દુર ઉપયોગ કરીને બસો ભરી લોકો એકઠા કરી રહ્યા છે પણ કોંગ્રેસના લોકોના દીલમાં છે. આગામી ચુંટણીના પરીણામો કોંગ્રેસની તરફેણમાં નિશ્‍ચીત છે.કોઇ પક્ષ મોટો હોય તો તેમાં જુથવાદ હોય છે તો કોંગ્રેસનો જુથવાદ કોંગ્રેસને નડશે ખરો તેવા પ્રશ્‍નોના ઉતરમાં શ્રી ઠુંમરે જણાવેલ કે શ્રી શંકરસિંહ વાઘેલા કોગ્રેસમાંની જતા રહ્યા છે તેમનો અલગ પક્ષ બનાવ્‍યો છે.
હવે કોંગ્રેસમાં જુથવાદ રહ્યો નથી અને અમરેલી જીલ્‍લાની પાંચે પાંચ બેઠકો ઉપર કોંગ્રેસ વિજયી બનેશે તેવી મને આશા છે અને ભાજપને ભરી પીવા માટે કોંગ્રેસ સજજ છે.


અમરેલી સહિત સૌરાષ્‍ટ્રના સહકારી આગેવાનોની રાજકોટ ખાતે બેઠક યોજાઇ

અમરેલી, સોરાષ્‍ટ્રના પાટનગર રાજકોટ ખાતે તા.11 ના રોજ દિલ્‍હીના ભાજપના સહકારી આગેવાનોની ઉપસ્‍થિતિમાં સોરાષ્‍ટ્રભરના સહકારી આગેવાનોની એક અગત્‍યની બેઠકનું આયોજન ભાજપના સહકારી સેલ દ્વારા કરવામાં આવ્‍યું હતુ .આ બેઠકમાં સોરાષ્‍ટ્રનો ખેડુત સઘ્‍ધર કેમ બને તે અંગેની ચર્ચા વિચારણા અને માર્ગદર્શન ઉપસ્‍થિત સહકારી આગેવાનોને આપવામા આવ્‍યું હતુ. આ બેઠકમાં ભાજપના દિલ્‍હીના સહકારી ક્ષેત્રના દિગ્‍ગજોની હાજરીમાં ગુજકોમાસોલ અને અમરેલી ડીસ્‍ટ્રીક કો.ઓપ.બેંકના ચેરમેન શ્રી દીલીપભાઇ સંધાણી તથા કોટા (રાજસ્‍થાન)ના સાંસદ શ્રી ઓમ બીરલાજી, સહકાર ભારતીના જયોતીન્‍દ્રમામા, રાજુલાના ધારાસભ્‍ય શ્રી હિરાભાઇ સોલંકી, માજી ધારાસભ્‍ય રાઘવજીભાઇ પટેલે સૌરાષ્‍ટ્રના ખેડુતો અને ગ્રામ્‍ય લોકો, પશુ પાલકોને આર્થીક રીતે સઘ્‍ધર કેમ બનાવી શકાય સાથો સાથ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં સૌરાષ્‍ટ્રના સહકારી ક્ષેત્રને વધુ મજબુત બનાવવા તેમજ સહકારી ક્ષેત્રના માઘ્‍યમથી ખેડુતોને ધીરાણ, સરકારી યોજનાના વિવિધ લાભોથી ખેડુતોને આર્થીક રીતે લાભાંન્‍વીત કરવા માર્ગદર્શન પુરૂ પાડયું હતુ.રાજકોટ ડીસ્‍ટીક કો.ઓપરેટીવ બેંકના કોન્‍ફરન્‍સહોલમાં બપોરે 2:30 કલાકે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્‍લાના સહકારી આગેવાનો શ્રી અશ્‍વીન સાવલીયા, શ્રી શરદભાઇ લાખાણી, શ્રી મુકેશ સંધાણી, શ્રી અરૂણભાઇ પટેલ, શ્રી રશ્‍મીનભાઇ ડોડીયા, શ્રી જયંતિભાઇ પાનસુરીયા, શ્રી જીજ્ઞેશભાઇ પટેલ, કાંતીભાઇ સાવલીયા, શ્રી જીવાજી ઠાકોર, શ્રી પ્રવિણભાઇ સાવજ, શ્રી શરદભાઇ પંડયા, ઉપરાંત સોૈરાષ્‍ટ્રના ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, સુરેન્‍દ્રનગર સહિતના જિલ્‍લાના સહકારી આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન મેળવ્‍યું હતુ.સોૈરાષ્‍ટ્રની આજની આ બેઠક બાદ આવતી કાલે ગુજરાતના સહકારી આગેવાનો સાથે પણ આવીજ બેઠકનું આયોજન થયુ હોવાનું પણ જાણવા મળે છે.ગુજરાતની આગામી વિધાનસભાની ચુંટણીને ઘ્‍યાને રાખીને ‘‘ પહેલો ઘા રાણાનો ” કરવાનો ભાજપનો આ ચુંટણીલક્ષી માસ્‍ટર પ્‍લાન હોય તેવુ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.


12-10-2017

thumbnail of 12-10-17