Main Menu

Friday, October 13th, 2017

 

અમરેલી જિલ્‍લામાં ભાજપનું કમળ ખીલી ઉઠશે : શ્રી કાછડીયા

અમરેલી,
આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીમાં લોકોને વિશ્‍વાસ છે તેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર જ આવશે અને અમરેલી જિલ્‍લાની તમામ બેઠક ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠશે તેવું અમરેલીમાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ આજે અવધ ટાઇમ્‍સને આપેલી ખાસ મૂલાકાતમાં જણાવ્‍યું હતું.
નોટબંધી અને જી.એસ.ટી.જેવા મુદ્દાઓ કોંગ્રેસ પાસે છે લોકો ભાજપથી નારાજ છે તો ભાજપની સરકાર કેમ બને તેવા સવાલના જવાબમાં અમરેલી જિલ્‍લામાં બ્રોડગેજ અને મુંબઇ સુધીની ટ્રેનનીસુવિધા અપાવવાની યશ જેના શિટે છે.
તેવા અમરેલી જિલ્‍લાના લક્કી સાંસદ શ્રી કાછડીયાએ જણાવેલ કે નોટબંધીની અસર અત્‍યારે રહી નથી પણ જી.એસ.ટી.આવ્‍યા બાદ ઘણી વિસંગતતાના કારણે વેપારીઓને ઘણી મુશ્‍કેલી હતી તેવું ઘ્‍યાને આવતાં જ સરકારે દર મહીને તે અંગેની બેઠક બોલાવે છે તેમાં જરૂરી સુધારા વધારા કરી દેતા હવે લોકોની નારાજગીનો પ્રશ્‍ન રહયો નથી અને વેપારીઓ ખુશ છે.
‘વિકાસ ગાંડો થયો છે’ તેવા કોંગ્રેસના સોશ્‍યલ મીડીયાના પ્રચાર સામે ભાજપ વામણુ પુરવાર થયું છે તો મત કયાંથી મળશે તેવા સવાલના જવાબમાં શ્રી કાછડીયાએ જણાવ્‍યું હતું કે કોંગ્રેસનું આ ગતકડું લાંબુ ચાલવાનું નથી પણ કોેંગ્રેસી મિત્રોએ જો વિકાસ જોવો હોય તો અમરેલી જિલ્‍લાના ‘અકાળા’ જેવા ગામડામાં આવીને જુએ રૂપીયા 14 કરોડના ખર્ચે વિકાસ કામો થયા છે ગાગડીયા નદી ઉપર 49 ચેકડેમો બનતા આજે 3 કી.મી.ના વિસ્‍તારમાં પણી ભરેલું છે.
ગામડાઓ નંદનવન બન્‍યા છે અને ગામડાઓની જમીનોમાં ભાવો વધી ગયા છે તેની લોકાયત આપશે અમે કોંગ્રેસની જેમ બણગા ફુંકવામાં માનતા નથી નક્કર વિકાસમાં માનીયે છીએ.
અમરેલી જિલ્‍લાનું અકાળા ગામ તો તમે દતક લીધેલું હોય તો વિકાસ થયો હોય પણ અમરેલી જિલ્‍લાના બીજા ગામડાઓમાંવિકાસ થયો છે તેવા સવાલના જવાબમાં શ્રી કાછડીયાએ જણાવેલ માજીમંત્રી અને કોંગ્રેસના આગેવાન શ્રી ધીરૂભાઇ દુધવાળાના ગામ નાના ભમોદરાનો દાખલો આપું આ નાનકડા ગામમાં છેલ્‍લા અઢીથી ત્રણ વર્ષમાં ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કામો થયા છે અને મોટા ભાગના ગામડાઓમાં આવા વિકાસ કામો થયા છે
ત્‍યારે નાના ભમોદરાના સરપંચ શ્રી ભરતભાઇએ શ્રી કાછડીયા આ વાતમાં સાક્ષી પુરાવી હતી.શ્રી કાછડીયાએ વિકાસના મુદ્દે વધુમાં જણાવેલ કે, કોંગ્રેસના નેતાઓ ચૂંટણી આવે ત્‍યારે ગામડાઓમાં જતા હોય છે પણ અમારા ભાજપના ધારાસભ્‍ય અને સંસદ સભ્‍ય આખુ વર્ષ દિ ઉગે અને પોતાના મત વિસ્‍તારમાં પહોંચી જઇ લોકોના પ્રશ્‍નો જાણી તેના નિરાકરણમાં મહેનત કરે છે .
તેથી કોંગ્રેસ ભલે ગમે તેવો ખોટો પ્રચાર કરે પણ મતદાન કરવાનો સમય આવશે ત્‍યારે લોકોના દિલમાં ભાજપ છે તેથી લોકો ભાજપ તરફી જ મતદાન કરશે તેવી મને આશા છે.
અમરેલી જિલ્‍લામાં ભાજપની જુથબંધીથી ભાજપને કેટલું નુકસાન થશે તેના જવાબમાં શ્રી કાછડીયાએ જણાવેલ કે જે પક્ષ સતામાં હોય તેથી મતભેદો હોઇ શકે પણ મતભેદ નથી ખુદ કોંગ્રેસવાળા બોલતા હોય છે કે ભાજપમાં છેલ્‍લા ટાઇમે બધા કાર્યકરો મતભેદ ભુલીને એક થઇ જાય છે
એટલે જયારે ઉમેદવારોનક્કી થઇ જશે એટલે ભાજપ એક બનીને ચૂંટણી પ્રચારમાં લાગી જશે તેવી સરકાર પ્રચંડ બહુમતી સાથે ભાજપની જ બનશે.


રાજુલા-જાફરાબાદમાં કરોડોના ખર્ચે રોડ કામ મંજુર થતા ખાતમુર્હુત કરાયું

રાજુલા,
રાજુલા જાફરાબાદ પંથક માં દિવસ ભર વિકાસ ની વણજાર જોવા મળી રહી છે રાન્નય ના સંસદીય સચિવ અને રાજુલા જાફરાબાદ ના જાંબાઝ ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી ના હસ્‍ટે આજે કરોડો ના માર્ગો ના ખાત મૂર્ત કરવા માં આવ્‍યા હતા .
જેમાંહિંડોરણા થી કાતર ત્રાકુડા સાત મીટર 16 કરોડ માં ખર્ચ એ,કાતર થી બારમણ ર કરોડ ના ખર્ચે એ,રાભડા થી દાતારડી રોડ,હેમાળ થી માણસા રોડ,કાતર ગ્રામ પંચાયત નો માર્ગ નું લોકાર્પણ,નવા મેરિયાણા થી દાઢીયા રોડ, આમ આજે દિવસ ભર ગામડા ના પડતર રોડ ની માંગણી ઓ નો અંત આવ્‍યો હતો તમામ કરોડો રૂપિયા નો ખર્ચ કરી માર્ગો ના ખાત મૂર્ત કરવા માં આવ્‍યા હતા .
આ પ્રસંગે જાફરાબાદ તાલુકા માં કૉંગ્રેસ ના ગઢ માં ગાબડું પડી ગયુ હતું અહીં હેમાળ માં જુના કૉંગ્રેસ ના જોગી કહેવાતા દેવસીભાઈ પડસાળા ની આગેવાની માં ઉપ સરપંચ મોટા માણસા મહેશભાઈ જોગડીયા,હેમાળ ઉપસરપંચ જગદીશભાઈ પડસાલા, સહીત જંગી 30 જેટલા કૉંગ્રેસી ઓ એ કૉંગ્રેસ સાથે છેડો ફાડી વિકાસ માટે ભાજપ માં જોડાતા અહીં રાજકારણ માં ભારે ગરમાવો આવ્‍યો હતો આસપાસ ના અનેક ગામો ના લોકો ખેડૂતો ભાજપ માં જોડાતા રાજકારણ પણ ભારે ગરમાય ગયું હતું આ વિસ્‍તાર એટલે કે કૉંગ્રેસ નો ગઢ માનવા માં આવી રભે છે તે વિસ્‍તાર માં ભાજપ એ ઓપરેશન કરતા કૉંગ્રેસ ભાંગી મેં ભૂકો થય ગય છે .
ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તા ઓ ભારે ઉત્‍સાહ માં આવી ગયા છે બીજી તરફ કાતર દરબાર દાદભાઈ વરૂ,સરપંચ બાબભાઈ વરૂ,નનકુભાઈ વરૂ, સંજયભાઈસાંખટ,ભગત,બાબુભાઇ,કમલેશભાઈ મકવાણા,અધિકારી લાઠીયા,કાળુભાઈ વાઘ,સહીત તમામ ગામો ના સરપંચો ઉપસરપંચો સહીત ભાજપ માં કાર્યકરો હોદેદારો ઉપસ્‍થિત રભ હતા હજુ પણ આગામી દિવસો માં અનેક ગામો માં લોકાર્પણ કરવા ના હોવાનું ધારાસભ્‍ય ની કાર્યાલય થી જાણવા મળ્‍યું હતું બીજી તરફ ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી એ જણાવ્‍યું હતું .
આગામી દિવસો માં હજુ અનેક વિકાસ માં કામો થવા ના છે આવનારી વિધાન સભા માં લોકો ખોબલે ખોબલે ભાજપ ને મત આપી જીતાડવા ના છે તેમાં કોઈ શંકા ને સ્‍થાન નથી લોકો પાસે પ્રચાર કરવા ની જરૂર નથી પ્રજા જાણે છે .
કૉંગ્રેસ એ આજદિન સુધી શું કર્યું છે ભાજપ સરકાર સતત લોકો ની ચિંતા કરી રહી છે સરકાર નો આભારી છુ આપડા વિસ્‍તાર માં કરોડો ના ખર્ચ એ સેંકડો માર્ગો ની મંજૂરી આપી છે તેમ હીરાભાઈ એ જણાવ્‍યું હતું


ધારીમાં કોંગ્રેસનું સંમેલન યોજાયું

અમરેલી,
ધારીમાં આગામી વિધાનસભા ચુંટણી અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાનોની ઉપસ્‍થિતિમાં સંમેલન મળ્‍યું હતું જેમાં જિલ્‍લાની પાંચેય બેઠકોની સમીક્ષા કરી રાજકીય સ્‍થીતી વર્ણવી હતી. ભાજપ શાસનમાં ભ્રષ્‍ટાચારે માજા મુકી છે અને ભ્રષ્‍ટાચારને કારણે હિરા ઉદ્યોગ પણ નાસ પામ્‍યાનું જણાવી એડવોકેટ શ્રી ભંડેરીએ રોષ વ્‍યકત કર્યો હતો અને પાટીદાર સમાજનાં 15 જેટલા યુવાનોએ આપેલા બલીદાનને યાદ કર્યુ હતુ.
શ્રી કેશુરભાઇ ભેડાએ જણાવ્‍યું હતુ છેલ્‍લા 22 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર ના હોવા છતા બધા આગેવાનો ભાજપ સામે લડવા માટે તૈયાર થયા છે તે બદલ કામે લાગવા અનુરોધ કરી પાંચ સીટ ઉપર પુરેપુરી મહેનત કરવા અને શ્રી મુકેશભાઇ રાખોલીયા સહિત પરીવર્તન માંગે છે તે પુર્ણ કરવા અને સાતમુ પગારપંચ ચુકવણુ કરવા તથા ખેડુતોને ભાવો શા માટે નથી મળતા તે પ્રશ્‍ને કોંગ્રેસ આગેવાનોએ આક્નોષ વ્‍યકત કર્યો હતો.
શ્રી પ્રદિપભાઇ ત્રિવેદી કોંગ્રેસનાનિરીક્ષક તરીકે હાજર રહયા હતા. શ્રી પંકજભાઇ કાનાબાર સહિત આગેવાનોએ ભાજપ ભગાવો આહવાન કર્યુ હતુ.
આ સંમેલનમાં દિલ્‍હીથી નિરીક્ષકોએ પણ ભાજપ સરકાર સામે આક્નોષ વ્‍યકત કર્યો હતો શ્રી બોરીસાગર તથા રાજસ્‍થાનથી આવેલ ટીમ તથા વિરજીભાઇ ઠુંમર, જે.વી.કાકડીયા, પંકજભાઇ કાનાબાર, દાઉદભાઇ લલીયા, જેનીબેન ઠુંમર, કોકીલાબેન કાકડીયા, દિલ્‍હીથી શ્રી હનુમંત તથા મહાનુભાવોએ હાજરી આપી હતી. ધારી વિધાનસભામાં નવે ઉમેદવારી નોંધાવી છે તેમાંથી જે કોઇને એક ટીકીટ મળે તો એ બધા ભેગા થઇને કોંગ્રેસને જીતાડવા નક્કી કરેલ છે.
આ મીટીંગ સફળ બનાવવા શ્રી જે.વી.કાકડીયાએ જહેમત ઉઠાવી હતી. આભાર વિધિ દાઉદભાઇ લલીયાએ કરી હતી.


રાજુલા-જાફરાબાદ પંથકમાં ચાર ઇંચ પવન-ગાજવીજ સાથે વરસાદ પડતાં જશીંગ-તલ-બાજરો-કપાસના પાકને કરોડોનું નુકસાન

રાજુલા, જાફરાબાદ શહેરમાં પીપળીકાંઠા વિસ્‍તારાં સૂકેલી મચ્‍છી પલળી જતાં સાગર ખેડૂતોને 3 કરોડનું નુકસાન : તાત્‍કાલિક સહાય આપવા ઓલ ઇન્‍ડીયા માચ્‍છીમાર શેલના ઉપપ્રમુખ સોલંકીની રાવ રાજુલા-જાફરાબાદ પંથકમાં ગત રાત્રીના ભારે પવન અને વિજળીના કડાકા-ભડાકા સાથે ચાર ઇંચ જેટલો વરસાદ પડતા જ જાફરાબાદ શહેરના પિપળીકાંઠા વિસ્‍તાર બગડી ગયા છે અને હવે અસહ્ય દુર્ગંધ અને રોગચાળો ફેલાય તેવી દહેજ ઓલ ઇન્‍ડિયા મચ્‍છીમારી શેલના ઉપપ્રમુખ શ્રી ભગુભાઇ સોલંકીએ પત્રકારોને જણાવેલ હતું તેમ સ્‍થાનિક સગર ખેડૂતો શ્રી રામભાઇ સોલંકી, છનાભાઇ સોલંકી, સીદુભાઇ મંગાભાઇએ એવું જણાવેલ કે અમારો સાગર ખેડૂત આ કમોસમી વરસાદ પાછલતરાથી પવનથી સુકવેલ મચ્‍છી જમીનમાં પડી ગયેલ છે અને 2 માસથી દરીયામાંથી મચ્‍છી લાવીને અમોએ સૂકવી હતી તે બગડી જતા આ વિસ્‍તારના દરીયા ખેડૂતો પાઇમાલ થઇ જશે. ઉલ્‍ટાનું અસહ્ય દુર્ગંધથી હવે રોગચાળો પણ ફેલાય તેમ છે ઠેર-ઠેર પાણી ભરેલ હોવાથી અમારી મચ્‍છી બગડી જતા હાલ કફોડી ઉપસ્‍થિતિમાં મુકાયા છીએ તેમજ પાકીસ્‍તાન કે મહારાષ્‍ટ્રની બોટ મચ્‍છી અમારા ભાગમાં આપવા દેતા નથી. માંડ-માંડ મચ્‍છી મળે છે હવે આ ભયંકર મંદીના કારણે છેલ્‍લા4વર્ષથી નવી બોટ પણ અમે જાફરાબાદ ખરીદી નથી દર વર્ષે લેણામાં ડુબતા જઇએ છીએ. ડીઝલ વધારો સબસીડી કે અકસ્‍માત સહાય કે બોટ ડુબવામાં પણ સહાય મળતી નથી. ત્‍યારે હાલ ફજરીજ ખાતું અને સરકાર આ 3 કરોડનું નુકસાન થયું છે તેની તાત્‍કાલીક સર્વે કરવા માંગણી ઊઠી છે. આપણને તાત્‍કાલિક સહાય પેકેજ ઉયોજનામાં રખાવવા શ્રી ભગુભાઇ સોલંકીએ ફીશરજ મંત્રીને પણ રજૂઆત કરી. રાજુલા-જાફરાબાદ પંથકમાં ગત રાત્રીના બે ઇંચ જેટલો વરસાદ પડતા જ આ વિસ્‍તારમાં આ વરસાદથી જગતાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્‍યો હોય તેવી સ્‍થિતિ નિર્માણ થઇ હતી. શીંગના પાકને ભયંકર નુકસાન થયું છે દાણા પલળી જતાં ડોડવા ઊગવા લાગશે. અમે તલના ઊભડામાં પણ પાણી વરસાદનું પડતાં જ ખેતરોમાં તલ ઊભડામાંથી ઊભરાવા લાગ્‍યા છે અને ભારે પવનથી બાજરાના છોડ પણ પડીગયા તેમજ કપાસમાં આવતાં જીંડવા-ફુલ પણ ખરી ગયાના આક્ષેપ ખુદ તા.પ.પ્રમુખ શ્રી કરણભાઇ પટેલ અને તાલુકા કિસાન સંઘના આગેવાન શ્રી વિરાભાઇ ધાખડાએ કર્યો છે ત્‍યારે ખેડૂત અને સરકારી આગેવાન અને ભાજપના અગ્રણીય એવા પુનાભાઇ ભીલે જણાવેલ કે આ વરસાદથી ખેડૂતોને દામ દીધું હોય તેવું થયું છે મોમા આવેલો કોળીયો જુટવાઇ ગયા છે. હવે માંડ-માંડ ખેતરોમાં શીંગનાઢગલાના છોડ ખીસીને ખેડૂતોએ થાપરા કર્યા હતાં. તલના ઊભડા કર્યા આ તે પાણી વરસાદનું આવતા પાક હવે લઇ શકાશે નહીં કપાસનું પણ માઠી દશા થઇ છે. ત્‍યારે સરકારે હવે જગતનો તાત આત્‍મ વિલોપનનો માર્ગ ન અપાવે તે પહેલા વિમો અને દેવું માફ કરવાની જાહેરાત કરવી જોઇએ માજી ધારાસભ્‍ય પ્રતાપભાઇ વરૂએ જણાવેલ કે, સરકાર ખેડૂતોને થયેલ નુકાન અંગે સર્વે કરાવે અને તાત્‍કાલિક પાકવિમો ચુકવવામાં નિષ્‍ફળ જશે તો દિવાળી બાદ તાલુકા મથકે આંદોલન જેવા કાર્યક્નમ કરવામાં આવશે તેમ પ્રતાપભાઇ વરૂએ જણાવેલ છે.


લાઠી-બાબરા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

ચમારડી,
લાઠી, બાબરા વિસ્‍તારમાં એક બાજુ દિપાવલીના તહેવારમાં લોકો વ્‍યસ્‍ત છે અને બીજીબાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના દિવસો બાકી છે ત્‍યારે આચાર સહિંતા લાગે તે પહેલા જોરશોરથી પોતાનો પ્રચાર કરવામાં રાજકીય આગેવાનો કાર્યકરો મસ્‍ત રહેતા શહેર અને ગ્રામ્‍ય પ્રજાને વગર દિવાળીએ રોશની દેખાય તેવો ઘાટ ઘડાયો છે .
ભારે લાઠી-બાબરા વિધાનસભા બેઠક ઉપર ભાજપ તરફી ચમારડીના ઉદ્યોગપતિ ગોપલાભાઇ વસ્‍તરપરાનું નામ લોકભવ્‍યે બોલાય છે ત્‍યારે લાઠી બેઠક ઉપર ભાજપ પક્ષ તરફી ગોપાલભાઇ વસ્‍તરપરાએ દાવેદારી નોંધાવતા અત્‍યારથી જ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્‍યો છે ત્‍યારે ચમારડી ગામે રાધેફાર્મ ખાતે બાબરા પંચાળ વિસ્‍તારના તમામ ગામના આગેવાનો અને સામાજીક કાર્યકર્તાઓ ઉમટી પડયા હતાં.
અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ગોપાલભાઇ વસ્‍તરપરા તે ભાજપમાંથી ટીકીટ આપી ચૂંટણી લડવાની પ્રરબંબ માંગણી કરી હતી અને બાબરા પથંક વતિ ખુલ્‍વુ સમર્પિત આપવામાં આવ્‍યું હતું .


13-10-2017

thumbnail of 13-10-17