Main Menu

Sunday, October 15th, 2017

 

લાઠી શહેર ને સ્વચ્છ બનાવવા ની ઝુંબેશ ઉપાડતા સવજીભાઈ ધોળકિયા ના વિચાર ને સ્વંયભુ ક્રિયાશીલ બનાવતા શહેરી જનો

લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત હીરા ઉદ્યોગ ના હરેકૃષ્ણ એક્સ પોર્ટ ના સવજીભાઈ ધોળકિયા દ્વારા સમગ્ર લાઠી શહેર ને સ્વચ્છ બનાવવા નુ અદભુત કાર્ય કરી સર્વ ને અસંબો પમાડી દીધો પોતા ના પિતા ના જન્મ દીને કંઈક અનોખું કરવા ની ટેવ ધરાવતા હરેકૃષ્ણ એક્સ પોર્ટ ના સવજીભાઈ ધોળકિયા તા૧૪/૧૦ ની રાતે સમગ્ર લાઠી શહેર ને સ્વચ્છ બનાવવા એક હજાર થી વધુ સ્વંયમ સેવકો શહેરી જનો સ્વંયમ ઉત્સાહ થી જોડાયા સકારાત્મક દ્રષ્ટિ કોણ અને સામાજિક ઉચ્ચ અંતર શુદ્ધિ હોય ત્યાં સહકાર સ્વયંભૂ મળે જ કવિ રવિન્દ્રનાથ ટાગોર ની પંકતી કોઈ ના આવે તો તું એકલો જા ને એક વ્યક્તિ નો વિચાર ક્રિયાશીલ બને અને સાર્વજનિક હોય તો સિધ્ધિ મળે જ લાઠી તાલુકા માં જળસંસાધન નુ અદભુત કાર્ય કરી પાંચ મોટા જળાશયો તાજેતર માં લોકાર્પણ થયા આવી જ બીજી સિદ્ધિ સવજીભાઈ ધોળકિયા ને લાઠી શહેર માં સ્વચ્છતા અભિયાન ચલાવવા નો સુંદર વિચાર આવ્યો અને સારા વિચાર ને ઝડપી ક્રિયાશીલ બનાવવા તા૧૪/૧૦ ના રોજ પોતા ના પિતા ના જન્મ દીને વિશેષ કંઈક નવું કરવા જાહેરાત કરી અને મોટિવેશન માં સારા વિચારો નુ વાવેતર કરવા ની અપાર ઉર્જા સ્ત્રોત સવજીભાઈ ધોળકિયા એ શહેરી જનો નો સહકાર પ્રાથી લાઠી કવિ કલાપી ની નગરી ને એકદમ સ્વચ્છ બનાવવા સંકલ્પ કર્યો અને રાતે સ્વંયમ હજારો ની સંખ્યા માં શહેરી જનો એ સ્વચ્છતા ની સુંદર શરૂઆત કરી એક મેક માંથી અનેકો જોડાયા પુરા લાઠી શહેર ને લુવારીયા દરવાજા થી ચાંવડ દરવાજા સિવિલ હોસ્પિટલ સહિત શહેર ભર ને સ્વચ્છતા બક્ષી અદભુત કાર્ય કર્યું લાઠી શહેર માં થી દરેક સમાજ ની સ્વંયભુ હાજરી નાના મોટા સવકોઈ ને પોતા નુ કાર્ય કરતા હોય તેવી અનુભૂતિ કરાવતા સવજીભાઈ નુ વક્તવ્ય અંતરઆત્મા ઉજાગર કરનાર વિચારો થી દેશપ્રેમ રાષ્ટ્રભાવના કંઈ રીતે થઈ શકે તે સંદેશ જન જન સુધી પહોંચાડવા શહેર મારૂ છે ગામ મારૂ છે દેશ મારો છે સફાય મારી જવાબદારી છે મારી ફરજ મારે જ બજાવવી જોઈ એ સ્વચ્છતા ના હિમાયતી બનાવ નુ આહવાન કરતા ગદગદિત મેદની એ સમગ્ર લાઠી શહેર ને ખરા અર્થ માં સ્વચ્છ બનાવ્યું


અમરેલી જિલ્‍લાની પાંચ કન્‍યાઓને પરણવાની ટીકીટ માટે ઉમેદવારોના હવે મરણીયા પ્રયાસા

અમરેલીની બેઠક ઉપર ભાજપના શ્રી બાવકુભાઇ ઊંધાડ શ્રી પી.પી.સોજીત્રા અને
શ્રી કૌશિક વેકરીયા છે જયારે કોંગ્રેસના સીટીંગ ધારાસભ્‍ય શ્રી પરેશ ધાનાણી છે, સાવરકુંડલાની બેઠક ઉપર ભાજપના શ્રી વી.વી.વઘાસીયા શ્રી મનજીભાઇ તળાવીયા અને શ્રી ઘનશ્‍યામભાઇ ડોબરીયા તેમજ કાળુભાઇ વિરાણી જેવા માંગણીદારો છે, સાવરકુંડલાની બેઠક ઉપર કોંગ્રેસના શ્રી પ્રતાપ દુધાત, સહકારકીંગ શ્રી દિપકભાઇ માલાણી
અને માજી સાંસદ શ્રી નવીનચંદ્ર રવાણીના દિકરા શ્રી ચંદ્રેશભાઇ રવાણીની ટીકીટની દાવેદારી છે, ધારીની બેઠક ઉપર ભાજપના જિલ્‍લાપ્રમુખ શ્રી હીરેન હીરપરા બગસરા યાર્ડના ચેરમેન શ્રી કાન્‍તીભાઇ સતાસીયા અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી સંજયભાઇ ધાણકની માંગણી છે, ધારીની બેઠક ઉપર કોંગ્રેસમાંથી સ્‍વ. શ્રી મનુભાઇ કોટડીયાના પુત્ર શ્રી સુરેશભાઇ કોટડીયા તો બીજી તરફ શ્રી જે.વી.કાકડીયા અને શ્રી કોકીલાબહેન ચૂંટણી લડવા માટે આતુર છે, બાબરાની બેઠક ઉપર ભાજપમાંથી જાણીતા ઉદ્યોગપતિ શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરા માજી ધારાસભ્‍ય શ્રી વાલજીભાઇ ખોખરીયા અને શ્રી મયુરભાઇ હીરપરાની દાવેદારી છે, બાબરાની બેઠક ઉપર કોંગ્રેસમાંથી માજી સાંસદ શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મર અથવા જેનીબહેન ઠુંમ્‍મર માજી ધારાસભ્‍ય શ્રી હનુભાભા અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી જનકભાઇ તળાવિયાની દાવેદારી છે, રાજુલાની બેઠક ઉપર ભાજપના શ્રી હીરાભાઇ સોલંકી નિશ્ચિત છે જયારે કોંગ્રેસમાંથી અમરીશ ડેર, પીઠાભાઇ નકુમ અને શ્રી બાબુભાઇ રામ વચ્‍ચે ટીકીટની ખેંચાખેચી છે, અમરેલી,ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તારીખો જાહેર આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે કોંગ્રેસ અને ભાજપ બંન્‍ને પક્ષોમાં ટીકીટો મેળવવા માટેના મરણીયા પ્રયાસો ઉમેદવારો કરી રહયા છે. અને છેલ્‍લી ઘડીએ પોતાને જ ટીકીટ મળે તે માટે બંન્‍ને પક્ષના મોટા ગજાના નેતાઓ સાથે ઉમેદવારો સતત સંપર્કમાં છે.અમરેલી જિલ્‍લાની પાંચ બેઠક રૂપી કન્‍યાઓને પરણવામાટે કોંગ્રેસ અને ભાજપના મળીને હવે માત્ર 28 મુરતીયાઓ મેદાનમાં આવ્‍યા છે હવે એ જોવાનું છે કે, ટીકીટ રૂપી હાથણી કાને વરમાળા પહેરાવે છે જયારે પોતાની ટીકીટ જ ફાઇનલ થાય તે માટે મોટાભાગના મુરતીયાઓ બંન્‍ને પક્ષના ટોચના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે અને લાગતા-વળગતાઓની ભલામણો કરાવી રહયા છે. અમરેલીની બેઠક ઉપર કોંગ્રેસના સીટીંગ ધારાસભ્‍ય શ્રી પરેશ ધાનાણી કોંગ્રેસના નિશ્ચિત ઉમેદવાર છે જયારે ભાજપમાં શ્રી બાવકુભાઇ ઉંધાડનું નામ પણ નિશ્ચિત છે તેમ છતાં ભાજપના શ્રી પી.પી.સોજીત્રા અને શ્રી કૌશિક વેકરીયાને પણ નકારી શકાતા નથી. સાવરકુંડલાની બેઠક ઉપર ભાજપના સીટીંગ ધારાસભ્‍ય શ્રી વી.વી.વઘાસીયા અત્‍યારે ગુજરાત સરકારમાં કૃષિમંત્રી છે તેમ છતાં હીરા ઉદ્યોગના કીંગ શ્રી ઘનશ્‍યામભાઇ ડોબરીયા અને ભાજપના અડીખમ કાર્યકર શ્રી મનજીભાઇ તળાવિયા તેમજ માજી ઘારાસભ્‍ય શ્રી કાળુભાઇ વિરાણી માગણીદાર છે. જયારે સાવરકુંડલાની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ગત વિધાનસભાની ચૂંટણીમાં મામુલી મતે પરાજીત થનાર શ્રી પ્રતાપ દુધાત અને સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી દિપકભાઇ માલાણી અને અમરેલીના માજી સાંસદ તેમજ કોંગ્રેસના ટોચના અગ્રણી શ્રી નવીનચંદ્ર રવાણીના દિકરા શ્રી ચંદ્રેશભાઇ રવાણીએ ટીકીટની દાવેદારી કરી છે.ધારી-બગસરા બેઠકઉપર ભાજપમાંથી ભાજપના અમરેલી જિલ્‍લા પ્રમુખ શ્રી હીરેન હીરપરા અને બગસરા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી કાન્‍તીભાઇ સતાસીયા તેમજ ધારી-બગસરાના પૂર્વ ધારાસભ્‍ય શ્રી વજુભાઇ ધકાણના દિકરા અને ઉદ્યોગપતિ શ્રી સંજયભાઇ ધાણક પણ માગણીદાર છે. ધારીની બેઠક ઉપર કોંગ્રેસમાંથી માજી કેન્‍દ્રીયમંત્રી સ્‍વ.શ્રી મનુભાઇ કોટડીયાના પુત્ર એવા શ્રી સુરેશભાઇ કોટડીયા અને ગતા ચૂંટણીમાં મામુલી મતે પરાજીત થનાર શ્રીમતિ કોકિલાબેન કાકડીયા અને તેમના પતિદેવ શ્રી જે.વી.કાકડિયાએ પણ દાવેદારી કરી છે.બાબરાની બેઠક ઉપર ભાજપમાંથી માજી ધારાસભ્‍ય શ્રી વાલજીભાઇ ખોખરીયા અને જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરા તેમજ ભાજપના સંગઠનના શ્રી મયુરભાઇ હીરપરાની ટીકીટ માટેની માગણી છે. બાબરાની બેઠક ઉપર કોંગ્રેસમાંથી અમરેલીના માજી સાંસદ શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મર અને અમરેલી જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમ્‍મર તો માજી ધારાસભ્‍ય શ્રી હનુભાભા ધોરાજીયા અને જાણતા ઉદ્યોગપતિ શ્રી જનકભાઇ તળાવિયા દાવેદાર છે. રાજુલાની બેઠક ઉપર ભાજપના શ્રી હીરાભાઇ સોલંકી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ છે તેમની ટીકીટ નિશ્ચિત છે જયારે સામે પક્ષે કોંગ્રેસમાંથી યુવા આગેવાન શ્રી અમરીશ ડેર અને આ વિસ્‍તારના માજી ધારાસભ્‍ય સ્‍વ.શ્રી ખોડાભાઇ નકુમના દિકરા અને કેળવણીકારતેમજ કોંગ્રેસના જાગૃત કાર્યકર એવા શ્રી પીઠાભાઇ નકુમ અને આહિર જ્ઞાતિના અગ્રણી શ્રી બાબુભાઇ રામે દાવેદારી કરી છે. શ્રી પીઠાભાઇ અને બાબુભાઇ રામ બંન્‍ને આહિર જ્ઞાતિના છે જો કાઠી સમાજને ટીકીટ આપવાની ગેમ કોંગ્રેસ ખેલે તો અમરેલી જિલ્‍લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ટીકુભાઇ વરૂની શકયતા પણ નકારી શકાતી નથી.


વિદ્યાર્થીઓએ દિવાળીપર્વ મનાવવા વતનની વાટ પકડી

હમ તો ચલે અપને ગાંવ, સબકો રામ રામ સાથે,આ…અબ..લોૈટ ચલે…..ની માફક, અમરેલી શહેરમાં દિવાળી વેકેશનને કારણે એસ.ટી.બસો પણ ભરચક્ક, અમરેલીના પટેલ સંકુલની સાત હજાર ઉપરાંતની વિદ્યાર્થીનીઓ પણ સુરત વડોદરા આણંદ, નવસારી તરફ રવાના : ચાર બસોની સ્‍પેશયલ વ્‍યવસ્‍થા કરી, શહેરના રોડ ઉપર ચાલવું પણ મુશ્‍કેલ બન્‍યુ : ચારે બાજુ ટ્રાફિકજામ સર્જાયો, અમરેલીના સંકુલ રોડ ઉપર તો ખાનગી વાહનોના ખડાકલા થયા : વાલીઓ દિકરીઓને તેડવા આવતા ચક્કરગઢ રોડ, લાઠી રોડ અને  નાના બસ્‍સ્‍ટેન્‍ડ, મોટા એસ.ટી.સ્‍ટેન્‍ડે પણ બેગબિસ્‍તરાના થપ્‍પા લાગ્‍યા : ગામ ખાલી થાતુ હોય તેવી સ્‍થિતિ સર્જાઇ, અમરેલી,હમ તો ચલે અપને ગાંવ, સબકો રામ રામ સાથે,આ…અબ..લોૈટ ચલે…..ની માફક, અમરેલી શહેરમાં દિવાળી વેકેશનને કારણે એસ.ટી.બસો પણ ભરચક્ક, અમરેલીના પટેલ સંકુલની સાત હજાર ઉપરાંતની વિદ્યાર્થીનીઓ પણ સુરત વડોદરા આણંદ, નવસારી તરફ રવાના : ચાર બસોની સ્‍પેશયલ વ્‍યવસ્‍થા કરી, શહેરના રોડ ઉપર ચાલવું પણ મુશ્‍કેલ બન્‍યુ : ચારે બાજુ ટ્રાફિકજામ સર્જાયો, અમરેલીના સંકુલ રોડ ઉપર તો ખાનગી વાહનોના ખડાકલા થયા : વાલીઓ દિકરીઓને તેડવા આવતા ચક્કરગઢ રોડ, લાઠી રોડ અને  નાના બસ્‍સ્‍ટેન્‍ડ, મોટા એસ.ટી.સ્‍ટેન્‍ડે પણ બેગબિસ્‍તરાના થપ્‍પા લાગ્‍યા : ગામ ખાલી થાતુ હોય તેવી સ્‍થિતિ સર્જાઇ, અમરેલી, દિવાળી નજીક આવતાની સાથે છ માસિક સત્ર પુરૂ થતા વેકેશન અને તહેવારને કારણે અમરેલીમાંથી બહાર ગામના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ પણ વતનની વાત પકડી છે. આ અબ લોૈટ ચલેની માફક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ વતન ભમી રવાના થતાં અમરેલી શહેરના લાઠી રોડ નાના બસ્‍સ્‍ટેન્‍ડ, મોટા બસસ્‍ટેન્‍ડ અને ચક્કરગઢ રોડ, ભીડભંજન સહિતના વિસ્‍તારોમાં બેગબિસ્‍તરાના થપ્‍પા લાગ્‍ય હતા અને વાહનોનો પ્રવાહ વધતાં રોડ ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામ જેવી સ્‍થિતિ સર્જાઇ હતી. વેકેશને કારણે દિકરા દિકરીનેતેડવા વાલીઓ પણ વાહનોને લઇને આવતા અમરેલી ભરચક બની ગયુ હતુ પણ બીજા તરફ વેકેશનને કારણે અમરેલી ખાલી થતુ હોય તેવી સ્‍થિતિ પણ જોવા મળી હતી.અમરેલી શહેરના ચક્કરગઢ રોડ પર આવેલા પટેલ સંકુલમાં જ સાત હજાર ઉપરાંતની વિદ્યાર્થીનીઓ છે તે મોટાભાગની સુરત નવસારી, વડોદરા, આણંદ સહિતના વિસ્‍તારોમાં આવે છે તેમણે પણ વતન ભણી મંડાણ કરતાં ચક્કરગઢ રોડ ઉપર તો ગંભીર સ્‍થિતિ જોવા મળી હતી.અહીંયા ગેટ નં.3માં સુરત બાજુ જવા ચારબસની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.તમામ ખાનગી વાહનો પણ આજે ભરચક જોવા મળ્‍યા હતા.


ડો. કાનાબારના નેજા હેઠળ અમરેલીમાં અભિનવ સંસ્‍થા સુર મધુર કલબનો પ્રારંભ

તા.17 ઓકટોબર, ધનતેરસ દિવસે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુના હસ્‍તે ઉદ્‌ધાટન કરવા આયોજન : તડામાર તૈયારીઓ શરૂ, અમરેલી,અમરેલી શહેરમાં જાણીતા સર્જન ડો. કાનાબાર તથા તેમના તબીબી ક્ષેત્રના સંગીત પ્રેમી મિત્રો દ્વારા વાર તહેવાર સંગીત કાર્યક્નમનું આયોજન થતુ રહે છે. આ પ્રવૃતિ નિયમીત પણે થાય અને તેના માઘ્‍યમથી અમરેલીના નગરજનોને સારા કલાકારો માણવાનો મોકો મળે તેવા હેતુથી તીમના દ્વારા એક અભિવન સંસ્‍થા સુરમધુર કલબનો પ્રરંભ થઇ રહ્યો છે. તા.17 ઓકટોબરના ધનતેરસ દિવસે, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી આર.સી. ફળદુ આ કલબનું ઉદ્‌ધાટન કરનાર છે. આ કાર્યક્નમમાં જીલ્‍લાભરના સંગીતપ્રેમઓ ઉપરાંત અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, કૃષિમંત્રીશ્રી વી.વી. વઘાસીયા, સનસદીય સચીવ શ્રી હિરાભાઇ સોલંકી, લાઠી-બાબરાના ધારાસભ્‍યશ્રી બાવકુભાઇ ઉધાડ, જીલ્‍લા ભાજપ પ્રમુખ શી હિરેનભાઇ હીરપરા, અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન શ્રી પી.પી. સોજીત્રા, પૂર્વ ધારાસભ્‍યશ્રી મનસુખભાઇ ભુવા, પૂર્વ ધારાસભ્‍યશ્રી બાબુભાઇ તંતી તથા પૂર્વ ધારાસભ્‍યશ્રી વાલજીભાઇ ખોખરીયા ખાસ ઉપસ્‍થિત રહેનાર છે. આ કાર્યક્નમથી સંગીત કલા ક્ષેત્રે અમરેલીમાં એક વિશિષ્ઠસંસ્‍થાનો ઉદય થઇ રહ્યો છે. કલબના મેમ્‍બરો માટેના કાર્યક્નમો જાન્‍યુઆરી 2018 થી વિધિવત રીતે શરૂ થશે. કલબના મેમ્‍બરો તથા આમંત્રીતો માટે તા.17 ઓકટોબરનો પ્રથમ કાર્યક્નમ તદન ફ્રી છે ત્‍યારે પછી કલબના વર્ષ 2018 ના કાર્યક્નમને માણવા કલબની મમ્‍બરશીપ મેળવવા કલબના સેક્નેટરી ડો. રાજુભાઇ કથીરીયા મો.7016170231 અથવા કલબના ટ્રેઝર તેજસ દેસાઇ મો.9825235105 નો સંર્પક કરવો.
કલબના પ્રથમ કાર્યક્નમમાં ગુજરાતના નં.1 ગણાતા સંદીપ કિશ્‍ચિયનના ઓરકેસ્‍ટ્રાને સથવારે, સારેગામાં ફેઇમ વિશ્‍વનાથ બાટુંગે મધુર કંઠ ધરાવતા હંસાબેન ગજજર પોતાના અદાઓ દ્વારા શ્રોતાઓના દિલ જીતી લેતા એઝાઝ આરબ તથા અલ્‍કા ઠાકુર (વોઇસ ઓફ આશા) ગીતો રજુ કરશે. અમરેલીના ખુબ સુવિધાસભર તુલસી પાર્ટી પ્‍લોટ માં કાર્યક્નમ તા.17 ના સાંજે 6 વાગે સમયસર શરૂ થઇ જશે.


ચલાલા(દાનાભગત)માં પાલિકા દ્વારા સાડાપાંચ કરોડના કામોના ખાતમુર્હુત થયાં

શહેરના નાગરીકોની સુખાકારી માટે પાલિકા દ્વારા એક સામટા વિકાસકામો હાથ ધરવામાં આવ્‍યા, પાલિકાના પ્રમુખ શ્રીમતી જયાબહેન કાથરોટીયા, ઉપપ્રમુખ શ્રી મનુભાઇ ધાધલ, શ્રી જે.વી. કાકડીયા, શ્રીમતી કોકીલાબહેન કાકડીયા, ડી.ભાઇ ડોબરીયા,શ્રી કમલેશભાઇ વિઠલાણી,શ્રી ચંપુભાઇ ધાધલ તેમજ ચિફ ઓફિસરશ્રી જસાણી દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ,માર્ગો ઉપરાંત અનેક પ્રકારના કામોના ખાતમુર્હુત કરાતા ચલાલાના લોકોમાં આનંદની લાગણી, અમરેલી,ચલાલા(દાનાભગત) માં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જયાબહેન મનસુખભાઇ કાથરોટીયાના શાસનમાં સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ જુદી જુદી સરકારની યોજનાઓ અંતર્ગત શહેરના તમામ માર્ગોને પાકા કરવાના કામોના ખાતમુહુર્ત કરાયા હતા. ચલાલા (દાનાભગત) નગર પાલિકા દ્વારા તા. 14-10-17ના સવારે શહેરના રૂા. 5 કરોડ અને 40 લાખના વિવિધ વિકાસ કામોેના ખાતમુર્હુત કરાયા હતા.

ચલાલા(દાનાભગત) શહેરના નાગરીકોની સુખાકારી માટે નગર પાલિકા દ્વારા એક સામટા વિકાસકામો હાથ ધરવામાં આવ્‍યા હતા ચલાલાના વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ અને ચિંતા કરનારા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયાબહેન મનસુખભાઇ કાથરોટીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી મનુભાઇ ધાધલ, પૂર્વ પાલીકા પ્રમુખ શ્રી જે.વી. કાકડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી કોકીલાબહેન કાકડીયા, પાલિકાના સદસ્‍ય શ્રી ડી.ભાઇ ડોબરીયા,શ્રી કમલેશભાઇ વિઠલાણી, શ્રી ચંપુભાઇ ધાધલ,શ્રી પંકજભાઇ કાથરોટીયા, શ્રી વિરજીભાઇ સોલંકી, શ્રી ઘનશ્‍યામભાઇ રબારી,શ્રી નીલેશભાઇ ડોડીયા, શ્રી બાબુભાઇ ખુંટ,શ્રી જયંતીભાઇ કાકડીયા, શ્રી વિનુભાઇ સુરેલા,શ્રી રમેશભાઇ વાઘાણી અને વિરોધ પક્ષના નેતા શ્રી જયરાજભાઇ વાળા,શ્રી પરેશભાઇ કાથરોટીયા, શ્રી દિલુભાઇ વાળા અને શહેરની સુવિધા માટે પાલિકાનું ઘ્‍યાન દોરી માર્ગદર્શન આપનારા બાબુભાઇ કાછડીયા, ઘનશ્‍યામભાઇ કાકડીયા, મહેન્‍દ્રભાઇ સાદરાણી, વિઠ્ઠલભાઇ ભાલાળા, અબુભાઇ સવંટ, જીતુભાઇ સરવૈયા, દેવરાજભાઇ પાનસુરીયા, કાળુભાઇ ગેડીયા સહિતના વિવિધ આગેવાનોની ઉપસ્‍થિતિમાં પાંચ આંગણવાડી, કબ્રસ્‍તાનની દીવાલ, તથા શહેરના ખુણે ખુણા સુધીના વિકસ કામો ઉપરાંત ઝર ગામે પાણી પુરવઠા યોજના ના ઇલેકટ્રીક રૂમ બનતા તેંનુ લોકાપર્ણ કરાયું હતુ ઉપરાંત શહેરમાં નગરપાલિકા દ્વારા રૂા. સાડાચાર કરોડના ખર્ચે અનેક વિકાસ કામો કરવામાં આવ્‍યા છે.

 


જાફરાબાદમાં કમૌસમી વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન

રાજુલા,જાફરાબાદ શહેરમાં માછીમારીનું મોટું બંદર આવેલ છે જે હાલ માછીમારીની સીઝન ચાલુ છે.

ગુજરાત રાજયમાં 1600 કિ.મી.નો લાંબો દરીયાઇ કીનારો આવેલો છે. જેમાં નાના મોટા ઘણા બંદરો આવેલ છે. પરંતુ, જાફરાબાદ શહેરમાં ફ્રેસ તાજી મચ્‍છી (બુંબાલા) બંદરે લાવી અને તેની સુકવણી કરીને તેમને વહેંચવામાં આવે છે. જેમને સુકવવામાં 3 થી 4 દિવસ જેટલો સમય લાગે છે. જે હાલ ચાલુ સીઝનમાં જ અચાનક આવેલ કમૌસમી વરસાદ બે ત્રણ દિવસ પડવાથી જાફરાબાદ શહેરમાં માછીમારોને કરોડોનું નુકસાન થયેલ છે દીવસેને દીવસે માછીમારોની હાલત કફોડી બનતી જાય છે.

ખારવા સમાજના પટેલ નારણભાઇ બાંભણીયા, નરેશભાઇ બારૈયા, ખારવા સમાજના બોટ એસોના પ્રમુખ માલાભાઇ, રાજેશભાઇએ આ બાબતે ખુબ જ ચિંતા વ્‍યક્‍ત કરતાં મુખ્‍યમંત્રીને રજૂઆત કરીશું જેથી ગરીબ માછીમારોને નુકસાનમાં કંઇક રાહત મળે તેમ જણાવ્‍યું હતું.

અખિલ ગુજરાત માછીમાર મહામંડળના આગેવાનોએ પણ ખેડૂત ખેતી કરતાં આકસ્‍મીક મૃત્‍યુ પામે તો રાજય કેન્‍દ્ર સરકાર સહાય આપે છે તેમ તાત્‍કાલિક માછીમારોને પણ સહાય આપવામાં આવે અને માછીમારોના ડેડબોડી પણ ઘણાં સંજોગોમાં મળતાં નથી તેમનાપરીવારને પણ તાત્‍કાલિક સહાય મળતી નથી અને આર્થિક બેહાલી ઉભી થાય છે તેથી આ લાભો માછીમારોને મળવા જોઇએ તેમ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપપ્રમુખશ્રી ભગુભાઇ સોલંકીએ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીને પણ રજૂઆત કર્યાનું ે જણાવ્‍યું છે.

 


અમરેલીના નાના બસસ્‍ટેશનનું લોકાર્પણ

અમરેલી શહેરનાં શ્રી નાગનાથ મહાદેવ બસ સ્‍ટોપ અને નવજીવન જનરલ હોસ્‍પિટલ ઈ-લાયબ્રેરી બિલ્‍ડીંગનાં લોકાર્પણ કાર્યક્રમ તથા શહેરનાં જુદાં-જુદાં વિસ્‍તારમાં સરકારશ્રી પ્રેરીત યોજના હેઠળ મંજૂર થયેલ સી.સી. રોડ વિગેરે વિકાસકામોનાં ખાતમુર્હુત કાર્યક્રમ

અમરેલી, પ્રમુખશ્રી અલ્‍કાબેન ગોંડલીયા-અમરેલી નગરપાલિકાની યાદી જણાવે છે કે, આજરોજ તા.13/10/ર017 ને શુક્રવારનાં રોજ અમરેલી શહેરનાં શ્રી નાગનાથ મહાદેવ બસ સ્‍ટોપ (નાના બસ સ્‍ટેન્‍ડ) અને તેનાં પ્રથમ માળે નવનિર્મિત નવજીવન જનરલ હોસ્‍પિટલ ઈ-લાયબ્રેરીનાં લોકાર્પણ વિધી માન. શ્રી પરેશભાઈ ધાનાણી – માન. ધારાસભ્‍યશ્રી, અમરેલી-વડીયા-કુંકાવાવનાં વરે હસ્‍તે સંપન્‍ન થયેલ છે. આ લોકાર્પણનાં કાર્યક્રમની સાથોસાથ સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના (યુડીપી-88) રોડ રીસર્ફેસીંગનાં કુલ-139 સી.સી. રસ્‍તાનાં કામો રકમ રૂા.119પ.3પ લાખનાં કામોનું પ્રતિક ખાતમુર્હુત, ડિસ્‍ટ્રીક્‍તટ મિનરલ ફાઉન્‍ડેશન યોજના (ભાગ-1) વર્ષ : ર017-18 હેઠળ મંજૂર થયેલ કુલ-10 સી.સી. ટ્રીમીક્‍તસ રસ્‍તાનાં કામો અને 3(ત્રણ) અન્‍ય કામો રકમ રૂા.167.94 લાખનાં કામોનું ખાતમુર્હુત, ડિસ્‍ટ્રીક્‍તટ મિનરલ ફાઉન્‍ડેશન યોજના (ભાગ-ર) વર્ષ : ર017-18 હેઠળ મંજૂર થયેલ કુલ-ર4 કામો – શહેરનીઆંગણવાડીઓમાં બ્‍લોક પેવીંગ અને કમ્‍પાઉન્‍ડ વોલનાં કામો રકમ રૂા.80.78 લાખનાં કામોનું ખાતમુર્હુત, માન. ધારાસભ્‍યશ્રીનાં કુલ-10 વિકાસકામો રકમ રૂા.ર1.18 લાખનાં કામોનું ખાતમુર્હુતની સાથોસાથ 14માં નાણાપંચ યોજનાની ગ્રાંટ હેઠળનાં કુલ અલગ-અલગ પ્રકારનાં 16-વિકાસકામો જેમાં, સી.સી. ટ્રીમીક્‍તસ રસ્‍તાઓ, આર.સી.સી. પાઈપ ડ્રેનેજ, બ્‍લોક પેવીંગનાં કામો કુલ રકમ રૂા.પ7.11 લાખનાં કામોનું ખાતમુર્હુત માન. શ્રી પરેશભાઈ ધાનાણી – ધારાસભ્‍યશ્રી, અમરેલી- વડીયા-કુંકાવાવનાં વરે હસ્‍તે સંપન્‍ન કરવામાં આવેલ છે. આમ, કુલ રકમ રૂા.7પ.00 લાખનાં ર(બે) કામોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું અને રકમ રૂા.1પરર.36 લાખનાં કુલ-ર0ર કામોનું ખાતમુર્હુત કરવામાં આવેલ છે અને આજરોજ તા.13/10/ર017 થી વિધીવત કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

ઉપરોક્‍તત લોકાર્પણ અને ખાતમુર્હુતનાં કાર્યક્રમમાં શહેર વિકાસ સમિતિનાં ચેરમેનશ્રી અને અમરેલી શહેરનાં આર્શ દ્રષ્‍ટાશ્રી પી.પી.સોજીત્રા, નગરપાલિકા સંકલન સમિતિનાં શ્રી જે.પી.સોજીત્રા, જીલ્‍લા કોંગ્રેસનાં પ્રમુખશ્રી પંકજભાઈ કાનાબાર, શ્રી ડી.કે.રૈયાણી, ભુતપૂર્વ સંસદસભ્‍યશ્રી વિરજીભાઈ ઠુંમર, શ્રી જીતુભાઈ ગોળવાળા, શ્રી અરવિંદભાઈ સીતાપરા, શ્રી પોપટભાઈ કાશ્‍મિરા, શ્રી શરદભાઈ ધાનાણી, નગરપાલિકાનાં તમામ સદસ્‍યશ્રીઓ, શ્રી અમિનભાઈહોત, ઉપપ્રમુખશ્રી નટુભાઈ સોજીત્રા, જીલ્‍લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખશ્રી જયશ્રીબેન ડાબસરા, શહેર કોંગ્રેસનાં મહિલા પ્રમુખશ્રી માધવીબેન જોષી, શ્રી પ્રિતીબેન રૂપારેલ, શ્રી હંસાબેન જોષી, શ્રી જયંતિભાઈ રાણવા, શ્રી ફરીદભાઈ રઈશ, શ્રી સમીનાબેન સંધાર, શ્રી પતુભાઈ કાબરીયા, શ્રી જશુબેન બારૈયા, શ્રી ચંદ્રિકાબેન સોળીયા, શ્રી રમેશભાઈ ભાભોર, શ્રી મૌલિકભાઈ ઉપાઘ્‍યાય, શ્રી કોમલબેન રામાણી, શ્રી પંકજભાઈ રોકડ, શ્રી ભારતીબેન શુકલ, શ્રી પ્રકાશભાઈ કાબરીયા, શ્રી હિરેનભાઈ સોજીત્રા, શ્રી માધવીબેન જાની, શ્રી નવાબભાઈ ગોરી, શ્રી શકિલભાઈ સૈયદ, શ્રી પ્રવિણભાઈ માંડાણી, શ્રી ઈકબાલભાઈ બિલખીયા, શ્રી નાનભાઈ બિલખીયા, શ્રી વર્ષાબેન સાવલીયા, શ્રી પ્રકાશભાઈ લાખાણી, શ્રી સંદિપભાઈ ધાનાણી, શ્રી કંચનબેન વાઘેલા, શ્રી રીટાબેન ટાંક, શ્રી રમેશભાઈ ધાનાણી અને શ્રી પદમાબેન ગોસાઈ વિગેરે સદસ્‍યશ્રીઓ તથા સંસ્‍થાનાં ચીફ ઓફિસરશ્રી એલ.જી.હુણ અને શહેરનાં પ્રબુઘ્‍ધ મોટી સંખ્‍યામાં નગરજનો, પત્રકાર મિત્રો વિગેરે હાજર રહેલ અને નાના બસ સ્‍ટેન્‍ડે વિધીવત તક્‍તતી અનાવરણ કરી ખુલ્‍લું મુકેલ. આ સાથે લોકાર્પણ કરેલાં ર(બે) વિકાસકામો અને ખાતમુર્હુત કરેલાં ર0ર-વિકાસકામોની યાદી અલગથી સામેલ છે.

 


સાવરકુંડલા પરજીયા સોની જ્ઞાતિ દ્વારા નવરાત્રી મહોત્‍સવ ઉજવાયો

પવિત્ર નવરાત્રી પર્વ નીમીતે પરજીયા સોની સમાજ દ્વારા શકિતના ગુણગાન સાથે આરાધના કરી : અનેક ભાવિકાએ દર્શનનો લાભ લીધો, સાવરકુંડલા,સાવરકુંડલા ખાતે પરજીયા સોની જ્ઞાતિ દ્વારાસમાજની વાડી ખાતે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્‍યું હતું સાવરકુંડલા પરજીયા સોની સમાજ દ્વારા કરાયેલા આયોજનમાં લોકોએ ભક્‍તિભાવ પૂર્વક સાંસ્‍કૃતિક રાસગરબાની રમઝટ બોલાવી તેમ પરજીયા સોની મહિલા મંડળના પ્રમુખ લલિતાબેન ધકાણ યાદીમાં જણાવાયું છે.

 


અમરેલી લાયન્‍સ ક્‌લબ ઓફ (રોયલ) દ્વારા સફાઇ કર્મીઓનું સન્‍માન કરાયુ

સ્‍વચ્‍છતા….. સ્‍વચ્‍છતાની વાતો અને જાહેરાતો બહુ થાય છે પણ નક્કર પરીણામ અપાવે તેવા પ્રયત્‍નો બહુ ઓછા થાય છે. અમરેલીની પ્રતિષ્ઠિત સામાજીક સંસ્‍થા લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ) સતત છેલ્લા ત્રણ મહિનાથી સ્‍વચ્‍છતાને લઇને જનજાગ્રુતિ અભિયાન ચલાવે છે, માત્ર અભિયાન જ નહિ પણ લાયન્‍સ ટીમનાં સદસ્‍યો દર રવિવારે ત્રણ કલાલનો સમય કાઢીને સ્‍વચ્‍છતા માટે જાહેર માર્ગોની સફાઇ કરે છે.આ સાથે વિવિધ ધાર્મિક તથા સામાજીક સંસ્‍થાઓ પણ આ સફાઇ અભિયાનમાં જોડાયેલ.

‘સ્‍વચ્‍છતા અભિયાન ની ત્રણ મહિનાની પ્રારંભિક સફળતા પછી ક્‍લબનાં ઘ્‍યાનમાં આવ્‍યુ કે આપણે તો માત્ર ત્રણ મહિનાથી જ આ કાર્ય કરીએ છીએ પણ અમરેલીને દૈનિક સ્‍વચ્‍છ તો સફાઇ કર્મીઓ જ રાખે છે, તો આપણે આ કર્મશીલ સફાઇ કર્મીઓનું જાહેર સન્‍માન કરવું જોઇએ.

તા. 10/10/ર017 નાં રોજ લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા શહેરનાં દિલીપ સંઘાણી સાંસ્‍ઠ્ઠુતિક હોલમાં ‘સ્‍વચ્‍છતાગ્રહિ સન્‍માન કાર્યઠ્ઠમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં 300થી વધુ સફાઇ કર્મીઓનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું.

કાર્યઠ્ઠમનાં અઘ્‍યક્ષ જિલ્લા કલેક્‍ટર એસ. એલ. અમરાણી હતા. તેમણે કભ્‍ુ હતું કે આ કાર્યઠ્ઠમની પહેલ અનોખી છે.

તેમણે ક્‍લબને ધન્‍યવાદ અને અભિનંદન આપતા કભ્‍ુ હતું કે , જે જવાબદારી સરકારની છે તેમાંતમે સહભાગી બન્‍યા છો. જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. તથા આ કચડાયેલા વર્ગને પ્રોત્‍સાહિત કરવા બદલ ફરી લાયન્‍સ ક્‍લબને ખુબ ખુબ અભિનંદન આપ્‍યા હતા.

કાર્યઠ્ઠમનાં અતિથી વિશેષ લા. હિતેશ ગણાત્રા ડીસ્‍ટ્રીક્‍ટ ગવર્નર લાયન્‍સ ઇન્‍ટરનેશનલ ડી. 3ર3ર જે હતા. તેમણે કભ્‍ુ હતું કે મારી ડીસ્‍ટ્રીક્‍ટમાં 70 ક્‍લબોમાં આવો સમારોહ પ્રથમ વખત જોઇ રભે છું… આ કાર્યઠ્ઠમ કરવા બદલ મને ગર્વ થાય છે કે આ લા. ક્‍લબ રોયલ જે તાજા જન્‍મેલા બાળક જેવી છે જેણે સ્‍થપનાનાં આટલા ટુંકા ગાળામાં આવા વિરાટ પ્રોજેક્‍ટ કરવા બદલ હું આ ક્‍લબને ખુબ ખુબ અહોભાવ થાય છે અને જુલાઇ મહિનામાં ચાર્ટર થયેલ 161 સભ્‍યો ધરાવતી ક્‍લબ કાઇંક નોખુ-અનોખુ પણ નક્કર કરવાનું ઘ્‍યેય ધરાવતી. અમારી ક્‍લબ આટલા સરસ પ્રોત્‍સાહિક કાર્યો કરી રહી છે.

અમરેલી શહેરની રોયલ ક્‍લબનાં સ્‍વચ્‍છતા અભિયાન કાર્યઠ્ઠમને તેમણે રાષ્ટ્રીય સ્‍તર પર લઇ જવાનો નિર્ધાર કર્યો હતો. અને અમરેલી રોયલ ક્‍લબનું નાંમાકન તેમણે સ્‍વચ્‍છ ભારત અભિયાન આધારીત અંતર્ગત કર્યુ હતું. લાયન્‍સ ક્‍લબ અમરેલી (રોયલ) નાં પ્રમુખ વસંતભાઇ મોવલીયા તથા પ્રો. ચેરમેન સંજય રામાણી તથા તમામ સહભાગી લા. મેમ્‍બરને આ સ્‍વચ્‍છતા અભિયાન અને સન્‍માન સમારોહ માટે આમંત્રીત મહેમાનોએ ખુબ ખુબ અભિનંદન આપ્‍યા હતા.સેઠ્ઠેટરી મુકેશકોરાટની યાદી જણાવે છે.

 


ગુજરાતને કેન્‍દ્રની સહાયમાં 80 ટકા વધારો થયો છે : શ્રી ડો.કાનાબાર

દિલ્‍હીમાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર આવતા ગુજરાતનો વધુ વિકાસ થયો છે હવે ‘એઇમ્‍સ’ પણ મળનાર છે, સોશ્‍યલ મીડીયામાં કોંગ્રેસે પગારદારોની ટીમ ઉતારી છે લોકો તે જાણે છે તેથી કોંગ્રેસના આવા પ્રચારને મજાકમાં અને હળવાશથી લઇ રહયા છે ચૂંટણીમાં તેની કોઇ અસર નહીં પડે, કોંગ્રેસની કેન્‍દ્રની ગત સરકારે ગુજરાતના પ્રાણ પ્રશ્‍ન સમો નર્મદાનો પ્રશ્‍ન આઠ-આઠ વર્ષથી ટલ્‍લે ચડાવ્‍યો હતો તે લોકો ભુલી શકયા નથી, 1995 પહેલાની સરકારમાં કાયદો અને વ્‍યવસ્‍થાનું શું હાલ હતા ખેડૂતો તેના ખેતરમાં વાવેલું અનાજ પોતાને ઘરે લઇ જઇ શકતો ન હતો ચોરી-લુંટફાટ થતી હતી, ગુજરાતના નાના-નાના ગામડાઓમાં વિકાસની સાથે ભાજપની સરકારે સલામતી પણ આપી છે તેનાથી ગ્રામ્‍ય લોકો ખુશ છે, ભાજપના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ શ્રી અમિતભાઇ શાહે આપેલો 150બેઠકનો ટાર્ગેટ ભાજપ જરૂર પુરો કરી શકશે, અમરેલી,

દિલ્‍હીમાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર બન્‍યા બાદ ગુજરાત રાજયને અપાતી કેન્‍દ્રની સહાયમાં 80 ટકા વધારો થયો છે તેના પરિણામે ગુજરાત વિકાસ વધુ ઝડપી બન્‍યો છે. કોંગેસની સરકારમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો પ્રશ્‍ન છેલ્‍લા આઠ વર્ષથી ટલ્‍લે ચડયો હતો અને કેન્‍દ્રમાં ભાજપની સરકાર આવ્‍યા બાદ ખુબ ઝડપથી નર્મદાનો પ્રશ્‍ન ઉકલી જતા નર્મદા ડેમના દરવાજા લાગી જતાં ગુજરાતમાં હરીયાળી ક્નાંતિના મડંણ શરૂ થઇ ગયા છે તેમ ભાજપના પ્રદેશ કારોબારી ડેલીગેર ડો.બી.જે.કાનાબારે આજે ‘અવધ ટાઇમ્‍સ’ની ખાસ મુલાકાતમાં જણાવ્‍યું હતું.

ગત ચૂંટણીમાં પ્રચારમાં ભાજપ આગળ હતું. તો આ વખતે સોશ્‍યલ મીડીયામાં પ્રચાર પ્રસારમાં કોંગ્રેસ આગળ છે તેનું શું છે તેવો પ્રશ્‍નના જવાબમાં ડો.શ્રી કાનાબારે જણાવ્‍યું હતું કે, સોશ્‍યલ મીડીયામાં કોંગ્રેસે પગારદારોની ટીમ ઉતારી છે. લોકો પણ આ વાત જાલે છે. કોંગ્રેસના સોશ્‍યલ મીડીયાના પ્રચારને લોકો મજાકમાં હળવાસથી લઇ આવ્‍યા છે. આગામી ચૂંટણીના મતદાનમાં તેની કોઇ અસર નહીં પડે. ભાજપના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ શ્રી અમિતભાઇ શાહે આપેલો 150 નો ટાર્ગેટ શું પુરો થશે તેવા સવાલના જવાબમાં ડો.શ્રી કાનાબારે જણાવેલ કે 1995પહેલાના કોંગ્રેસના શાસનમાં કાયતદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ એકદમ કથળેલી હતી ખેડૂતોની ઉપર જ ખેડૂતોના ઘરે પહોંચવાને બદલે અસામાજીક તત્‍વો લુપ્‍ત જતાં ગામડાઓમાંથી લુખ્‍ખાગીરી નાબુદ થઇ છે ગામડાઓ ગોકુળીયા બન્‍યા છે તેથી લોકો ભાજપને મત આપશે. પૈસા ગમે તેટલા માણસ પાસે હોય પણ, સલામતી ન હોય તો શું કામનું ગુજરાતના લોકોની સલામતી આપી તે ભાજપનું જમાપાસું છે. પાટીદાર ફેકટર અંગે તમારૂં શું કહેવું છે તેવા પ્રશ્‍નના જવાબમાં શ્રી ડો.કાનાબારે જણાવ્‍યું હતું કે પાટીદાર ફેકટરને કોંગ્રેસે ઉભુ કરેલું એક ચિત્ર છે. પાટીદારોનું મહોરૂં પહેરીને પાટીદારોને ગુમરાહ કરવાનો કોંગ્રેસનો આ એક પ્રયાસ છે પણ, તે નિષ્‍ફળ જશે. અને ‘‘દિલ કે અરમા આંસુઓમે બહ ગયે” ગીતની માફક કોંગ્રેસ દર ચૂંટણીની માફક આ વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ આત્‍મખોજ કરવા લાગી જશે તેમાં કોઇ શંકા નથી તેમ અંતમાં શ્રી ડો.કાનાબારે જણાવ્‍યું હતું.