Main Menu

November, 2017

 

30-11-2017

thumbnail of 30-11-17


29-11-2017

thumbnail of 29-11-17


28-11-2017

thumbnail of 28-11-17


આજે વડાપ્રધાન શ્રી મોદી અમરેલી જિલ્‍લાના મહેમાન

અમરેલી,
ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીઓને અનુલક્ષી અમરેલી જિલ્‍લાના કુરૂક્ષેત્રમાં આજે ભારતના હ્ય્‌દય સમ્રાટ એવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે અમરેલી જિલ્‍લાના મહેમાન બનશે. અને તેમને સત્‍કારી સ્‍વાગત કરવા માટે જનજનમાં ભારે થનગનાટ ફેલાયો છે.
ગયા વખતે અમરેલીને આધુનિક માર્કેટયાર્ડ તથા અમરડેરીના વિવિધ પ્‍લાન્‍ટ અને અમરહની પ્‍લાન્‍ટ માટેની અઢળક સહાય આપી ગયેલા વડાપ્રધાન શ્રી મોદી આજે પુન અમરેલી જિલ્‍લાના ચલાલામાં પધારશે. અમરેલી જિલ્‍લો જેમની પર ઓળઘોળ છે તેવા વિશ્‍વનાયક શ્રી નરેન્‍દ્રભાઇના ઐતિહાસિક આગમનને લઇ ભાજપના કાર્યકરો તો ઠીક પરંતુ દરેક કોમનમેનમાં ઉત્‍સાહ છવાયો છે. ચલાલા (દાનાભગત) ખાતે શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આજે તા.27 ને સોમવારે બપોરના દોઢ કલાકે યોજાનારી જાહેરસભામાં તેમને સાંભળવા માટે લાખોની સંખ્‍યામાં લોકોની જનમેદની ઉમટશે. આ જગ્‍યાએથી અમરેલી જિલ્લાની ચાર બેઠકોને સિધી અસર થશે.


કુંકાવાવના મેઘાપીપરીયામાં સાતને ફુડ પોઇઝન

અમરેલી,
કુંકાવાવનાં મેધાપીપરીયામાં કુવાનું ઝેરી દવા પી જતા લોકોને ફુડ પોઇઝન થતા અમરેલી સીવીલ હોસ્‍પિટલામં ખસેડવામા આવ્‍યા હતા.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, કુંકાવાવ તાલુકામા રહેતા પરપ્રાંતીય શખ્‍સો તેનાજ ગામમા આવેલ કુવાનું પાણી પીવવા માટે વાપરતા હોય ને તા.26/11ના રોજ અચાનક લલીત પ્રેમસીંગ, જુમ્‍લી રાયસીંગ અને રાયસીંગ તુરસીંગ સહીત ચાર શખ્‍સોને એકસાથી કુડપોઇઝ થઇ ગયુ હયો. આ બધાજ શખ્‍સોને તાત્‍કાલીક સારવાર માટે 108ની મદદ અમરેલી સીવીલ હોસ્‍પિટલમાં ખસેડવામા આવ્‍યા હતા. આઠેય શખ્‍સોને એકસાથે ફુડપાઇઝન થઇ જતા અમરેલી સીવીલ હોસ્‍પિટલમા ભાગદોડ મચી ગઇ હતી.
આ ધટના અંગે પોલીસને જાણ થતા તેઓ સીવીલ હોસ્‍પિટલમાં પહોંચી ગયા હતા અને બધાજશખ્‍સોનું નિવેદ લઇ તપાસ શરૂ કરવામા આવી છે.


શ્રી વી.એમ.ગજેરાએ અમરેલી બેઠક ઉપર ભારતીય નેશનલ જનતાદળમાંથી ઝંપલાવ્‍યું

રાજુલા, રાજુલાના અતિ મહત્‍વના માર્ગને ડામરથી મઢવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે અને વેપારીઓએ હિરાભાઇને અભિનંદ પાઠવ્‍યા હતાં. જાણવા મળતી વિગત મુજબ રાજુલાના મુખ્‍યમાર્ગ મહુવા નાકાથી એસ.ટી.ડેપો, પાવરહાઉસ, રેઇનબો સુધીનો માર્ગ દવાખાનાથી આગરીયા જકાતનાકા સુધીના 46.50 લાખના ખર્ચે ટેન્‍ડરીંગ પ્રકિ્નયા પૂર્ણ થયા બાદ આજે કામગીરીણો પ્રારંભ થયો હતો. શહેરની 50 હજારની વસ્‍તી જયાં અવર-જવર વાળા આ વિસ્‍તારોની કામગીરી થતા લોકોમાં આનંદની લાગણી વ્‍યાપી જવા પામી છે. એક તરફ કોંગ્રેસ પક્ષ વિકાસ પર રાજનિતિ કરી રહયા છે ત્‍યારે ખરા અર્થમાં હિરાભાઇ સોલંકીએ વિકાસ કામો શરૂ કરાવતા આનંદની લાગણીપ્રસરી ગઇ છે. અત્રે નોંધનીય બાબત છે કે, આ રોડનું કામ માટેનું ટેન્‍ડર પણ બહાર પાડયું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે, શહેરના વિવિધ વિસ્‍તારોમાં હાલ સી.સી.રોડ બની રહયા છે ત્‍યારે ભાજપ દ્વારા રાજુલામાં વણથંભ્‍યો વિકાસ થયો છે તેમાં બે મત નથી.


રાજુલાના મુખ્‍યમાર્ગને ડામરથી મઢાયો : વેપારીઓ-રાહદારીઓમાં આનંદની લાગણી

રાજુલા, રાજુલાના અતિ મહત્‍વના માર્ગને ડામરથી મઢવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે અને વેપારીઓએ હિરાભાઇને અભિનંદ પાઠવ્‍યા હતાં. જાણવા મળતી વિગત મુજબ રાજુલાના મુખ્‍યમાર્ગ મહુવા નાકાથી એસ.ટી.ડેપો, પાવરહાઉસ, રેઇનબો સુધીનો માર્ગ દવાખાનાથી આગરીયા જકાતનાકા સુધીના 46.50 લાખના ખર્ચે ટેન્‍ડરીંગ પ્રકિ્નયા પૂર્ણ થયા બાદ આજે કામગીરીણો પ્રારંભ થયો હતો. શહેરની 50 હજારની વસ્‍તી જયાં અવર-જવર વાળા આ વિસ્‍તારોની કામગીરી થતા લોકોમાં આનંદની લાગણી વ્‍યાપી જવાપામી છે. એક તરફ કોંગ્રેસ પક્ષ વિકાસ પર રાજનિતિ કરી રહયા છે ત્‍યારે ખરા અર્થમાં હિરાભાઇ સોલંકીએ વિકાસ કામો શરૂ કરાવતા આનંદની લાગણી પ્રસરી ગઇ છે. અત્રે નોંધનીય બાબત છે કે, આ રોડનું કામ માટેનું ટેન્‍ડર પણ બહાર પાડયું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે, શહેરના વિવિધ વિસ્‍તારોમાં હાલ સી.સી.રોડ બની રહયા છે ત્‍યારે ભાજપ દ્વારા રાજુલામાં વણથંભ્‍યો વિકાસ થયો છે તેમાં બે મત નથી.


રાજુલા-જાફરાબાદ અને ગામડાઓમાં શ્રી અંબરીષ ડેરને અભુતપૂર્વ આવકાર

અમરેલી,જાફરાબાદ-ખાંભા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેરે રાજુલા-જાફરાબાદ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારનો સંપર્ક કર્યો હતો.રાજુલા તાલુકાના દાતરડી, રાભડા, રાજણાવાવ, ડુંગર પરડા, જીંજકા, ડુંગર, નેસડી, મોભીયાણા, મોરંગી તથા જાફરાબાદ તાલુકાના ટીંબી, ભાડા, વડલી, ચિત્રાસર, કેરાળા, રોહીસા, ધારાબંદરના પ્રવાસ દરમિયાન આ યુવા નેતાએ ગ્રામ્‍ય પ્રજામાંથી મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદના પ્રતિભાવમાં ગ્રામ્‍યજનોને કહ્યું હતું કે મેં હંમેશા રાજકીયક્ષેત્રે લડાઇ કરી છે. હું હર હંમેશ પ્રજાલક્ષી પ્રશ્‍નોના ઉકેલ માટે સંઘર્ષ કરતો રહયો છું તેમાં મને સૌ કોઇનો પ્રેમ સાથેનો સહકાર મળ્‍યો છે. હું રાજકીયક્ષેત્રે માત્ર ને માત્ર જનજનના હિત માટે આવ્‍યો છું અને જનજનના હિત માટે હું સદૈવ લડતો રહીશ, અંબરીષ ડેરે આ તકે અહીં વિપુલ પ્રમાણમાં ઉદ્યોગગૃહો હોવા છતાં અને સ્‍થાનિકોને રોજગારી આપવાના કાયદાઓ હોવા છતાં આ વિસ્‍તારના યુવાન ભાઇ-બહેન શિક્ષિત હોવા છતાં રોજગારીથી વંચિત રહેલા છે તેઓની આધી-વ્‍યાધી ઉપાદી મને છે, અંબરીષ ડેરે રાજુલા-જાફરાબાદ તાલુકાના 16 ગામોની મુલાકાત કરી ત્‍યારે રોજગારીથી પીડાતા યુવાનો, એસ.ટી.ગ્રામીણ રસ્‍તાઓ પોષણભાવ અને વિજળીથી પીડાતા ખેડૂત છેલ્‍લા 20 વર્ષથી વિકાસથી વંચિત રહેલી ગ્રામ્‍યપ્રજાએ અંબરીષ ડેર પ્રત્‍યે અતુટ વિશ્ચાસ વ્‍યક્‍ત કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેર સાથેરાજુલા-જાફરાબાદના કોંગ્રેસી આગેવાનો સર્વશ્રી ટીકુભાઇ વરૂ ચેરમેન શ્રી બાંધકામ સમિતિ અમરેલી જિલ્‍લા પંચાયત, પ્રમુખ બાબુભાઇ જાંબોધરા, બાબુભાઇ રામ, જે.ડી.કાછડ, જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ નાથાભાઇ પરમાર, રબારી સમાજના મોભી નાજાભાઇ ખાંભલા, પ્રતાપભાઇ ધાખડા, સાગરભાઇ, જોરૂભાઇ (બાલાપર), જયેશભાઇ દવે, પ્રવિણભાઇ બારૈયા, લક્ષ્મણભાઇ સહિત આગેવાનો જોડાયા હતાં.


અમરેલીના અલગ-અલગ વોર્ડમાં ભાજપના શ્રી બાવકુભાઇનાસમર્થનમાં મીટીંગોનો દોર

અમરેલી, ઘટે તો આપણી ઇચ્‍છા ઘટે બાકી બાવકુભાઇ થકી પ્રગતી ન ઘટે ના સુત્ર અને ઘટે તો નદીના નીર ઘટે બાકી બાવકુભાઇની મહેનત નો ઘટેના સુત્ર સાથે અમરેલી શહેરના અલગ-અલગ વોર્ડમાં ભાજપના ઉમેદવાર શ્રી બાવકુભાઇના સમર્થનમાં મીટીંગોનો દોર સતત ચાલુ છે. અમરેલીના વોર્ડનં-3ના ભાજપના સદસ્‍યો શ્રી હરપાલભાઇ ધાધલ, શ્રીમતિ ભાવનાબેન રાઠોડ (ઘંટીવાળા), શ્રી સમીરભાઇ જાની, શ્રીમતિ કીરણબેન વામજા, શ્રી રોહીતભાઇ રાઠોડ (ઘંટીવાળા), શ્રી નિલેશભાઇ ધાધલ ઉપપ્રમુખ અમરેલી શહેર યુવા ભાજપ શ્રી નાથુભાઇ ધાધલ, શ્રી કમલેશભાઇ સોલંકી, શ્રી નિવેજભાઇ ત્રિવેદી, શ્રી પંકજભાઇ મકવાણા, શ્રી વિપુલભાઇ દવે તેમજ બહોળી સંખ્‍યામાં અબાલ વૃદ્ધ સૌની ટીમ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરાતા લોકો દ્વારા જોરદાર આવકાર મળ્‍યો હતો. શ્રી બાવકુભાઇની અદ્દભુત લોકચાહના ડોર ટુ ડોર પ્રચાર પ્રસારમાં જોવા મળી હતી અને શ્રી રોહિતભાઇ ઘંટીવાળાએ પોતાના ઘરને ભાજપના ગઢની જેમ શણગારી કેસરીયો માહોલ સર્જયો હતો.


અમરેલીમાં કોંગ્રેસના શ્રી પરેશ ધાનાણીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન

અમરેલી,
અમરેલી શહેરની માનવમેદની અને અમરેલી શહેર કોંગ્રેસના દિગ્‍ગ્‍જ આગેવાનોની ઉપસ્‍થિતિમાં અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણીના મઘ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું.
ભગવાન સત્‍યનારાયણની કથા સાથે કોંગ્રેસના અમરેલી, કુંકાવાવ, વડીયા વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણીના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન સમયે લોકો ઉમટયાં હતાં અને અમરેલી શહેર કોંગ્રેસે એક સુરે શ્રી પરેશ ધાનાણીને લીડ અપાવવા માટે પ્રતિજ્ઞા કરી હતી.
શ્રી પરેશ ધાનાણી અને શ્રી શરદ ધાનાણી સજોડે ભગવાન સત્‍યનારાયણની પુજામાં બેઠા હતાં.
કાર્યાલયના ઉદ્દઘાટન સમયે શહેરના તમામ વર્ગના વડીલો અને યુવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં.