Main Menu

November, 2017

 

27-11-2017

thumbnail of 27-11-17


26-11-2017

thumbnail of 26-11-18


મોડી રાત્રે અમરેલીના પોલીસ હેડકર્વાટરમાં ફાયરીંગની ઘટના

પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ મનસુખભાઇ ચાવડાને ગંભીર ઇજા સાથે સિવિલ બાદ ખાનગી દવાખાને ખસેડાયા
અમરેલી,અમરેલીના પોલીસ હેડ કર્વાટરમા રાત્રીના સમયે ફાયરીંગની ઘટના બનતા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલને ગંભીર ઇજાઓ સાથે સિવિલ અને ત્‍યાર બાદ ખાનગી દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બનાવની જાણવા મળતીે પ્રાથમિક વિગતો અનુસાર રાત્રીના સમયે પોલીસ હેડકર્વાટરમાં મ્‍યુગલ વિભાગમાં ફરજ બજાવતા મનસુખભાઇ ચાવડા (ઉ.વ.53)ને ફાયરીંગ થતા પેટમાં ગોળી ઘુસી જતા 108ની મદદથી સિવિલમાં ખસેડાયેલ હતા જયા તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે ખાનગી દવાખાને ખસેડી અને તેનો જીવ બચાવવાના પ્રયાસો થઇ રહયા છે તથા આ બનાવની જાણ થતા પોલેનીસના ઉચચ અધિકારીઓ દવાખાને દોડી ગયા છે. અને ફાયરીેંગની ઘટનાની તપાસ હાથ ધરાઇ રહી છે.


ધારી ખાતે દિલીપ સંઘાણીના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

ધારી,
ધારી ખાતે ભાજપના લોકપ્રિય સર્વમાન્‍ય ઉમેદવાર દિલીપ સંઘાણીના ચૂંટણી કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ થયો હતો આ તકે દિલીપ સંઘાણી, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, મનસુખભાઈ ભુવા, સહકારી અગ્રણી રમણીકભાઈ સોજીત્રા, અતુલભાઈ કાનાણી, વિપુલભાઈ બુહા, ભુપતભાઈ વાળા, હિતેષભાઈ જોશી, મધુબેન જોષી, પ્રફુલાબેન નિમાવત, ગોસાઈબાપુ તથા મહંતશ્રી ભીખારામબાપુ પ્રેમપરા, મૃગેશભાઈ કોટડીયા સહિત જિલ્‍લા તાલુકા ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત વિશાળ સંખ્‍યામા લોકો ઉપસ્‍થિત રહયા હતા અને વંદે મારતમ્‌ ભારત માતાના જયધોષ કર્યા હતા. ઉપસ્‍થિત આગેવાનોએ રાજયના વિકાસમા ધારી વિધાનસભા ક્ષેત્ર પણ નિર્ણાયક રીતે સહયોગી બને અને ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વપ્‍નના ગુજરાતને મૂર્તિમંત કરવા ભભ કમળ ભભ રૂપી દિલીપ સંઘાણીને ભવ્‍ય વિજયી બનાવવા લોકશાહીના પર્વને ભારે મતદાન કરીને ઉજવવા હાકલ કરી હતી. સંઘાણીના ધારી – બગસરા – ખાંભા -વિસ્‍તારના પ્રવાસના ધમધમાટ વચ્‍ચે જ કાર્યાલયનો પ્રારંભ અને પદાધિકારી ઓના માર્ગદર્શનને કારણે કાર્યકર્તાઓમા પણ જોમ અને જુસ્‍સો જોવા મળી રહયો છે.


અમરેલી જિલ્‍લામાં પાંચ બેઠકો માટે પ0 ઉમેદવારો મેદાનમાં

અમરેલી,
અમરેલી જિલ્‍લામાં ઉમેદવારીપત્ર પાછા ખેંચવાના અંતિમ દિવસે લડવૈયાઓએ પીછેહટ કરતાં હવે ચિત્ર ચોખ્‍ખું થયું છે.
અને ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીઓમાં અમરેલી જિલ્‍લામાં પાંચ બેઠકો અમરેલી, લાઠી, ધારી, કુંડલા, રાજુલા વિધાનસભા બેઠકો માટે કુલ પ0 ઉમેદવારો મેદાનમાં રહયા છે.
જેમાં સૌથી વધુ 12 ઉમેદવારો લાઠી બેઠક ઉપર અને સૌથી ઓછા 7 ઉમેદવારો રાજુલા બેઠક ઉપર ચૂંટણી લડશે આ ઉપરાંત સાવકુંડલા બેઠક ઉપર 11, અમરેલીમાં 9 અને ધારીમાં 11 ઉમેદવારો મેદાનમાં છે. આજે તા.24ના ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના દિવસે 13 ઉમેદવારો મેદાનમાંથી હટી ગયા હતાં અને ચૂંટણીનું ચિત્ર સ્‍પષ્‍ટ બન્‍યું હતું હવે ઉમેદવારોના મઘ્‍યસ્‍થ ચૂંટણીકાર્યાલય શરૂ થવા સહિતની ચૂંટણીની પ્રક્નીયાઓ હવે પુરજોશમાં ચાલશે.


ધારી પરજીયા સોની જ્ઞાતિ યુવક મંડળના નવા વર્ષના હોદ્દેદારોની વરણી

પ્રમુખપદે શ્રી પરેશ પટ્ટણી, ઉપપ્રમુખ પદે શ્રી સંદિપ ધકાણ, શ્રી કેતન ધકાણ, શ્રી મહેશભાઇ ધકાણ, મહામંત્રી પદે શ્રી હરેશ ધકાણ અને મંત્રી પદે શ્રી અમિત ધકાણ તથા ખજાનચીપદે શ્રી શરદ ધકાણ ધારી પરજીયા સોની જ્ઞાતિ યુવક મંડળના સભ્‍યશ્રીઓની વરણી તથા સલાહકાર તરીકે વરિષ્ઠ આગેવાન શ્રી ભગુભાઇ પટ્ટણી તથા શ્રી ભરતભાઇ ચૌહાણ અને શ્રી ધીરૂભાઇ જગડાની વરણી કરવામાં આવી

અમરેલી,
ધારી પરજીયા સોની જ્ઞાતિ યુવક મંડળની મળેલી બેઠકમાં ધારી પરજીયા સોની જ્ઞાતિ યુવક મંડળના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી અને સમાજના ઉત્‍કર્ષ માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ધારી પરજીયા સોની યુવક જ્ઞાતિ મંડળના પ્રમુખપદે શ્રી પરેશભાઇ ભગુભાઇ પટ્ટણી તથા ઉપપ્રમુખ પદે શ્રી સંદિપભાઇ મહેન્‍દ્રભાઇ ધકાણ અને શ્રી કેતનભાઇ હસમુખભાઇ ધકાણ, શ્રી મહેશભાઇ ખુશાલભાઇ ધકાણ તથા મહામંત્રી પદે શ્રી હરેશભાઇ ભાયલાલભાઇ ધકાણ અને મંત્રી પદે શ્રી અમિતભાઇ નટુભાઇ ધકાણ તથા ખજાનચીપદે શ્રી શરદભાઇ નંદલાલભાઇ ધકાણની વરણી કરવામાંઆવી હતી. આ ઉપરાંત ધારી પરજીયા સોની જ્ઞાતિ યુવક મંડળના સભ્‍યશ્રીઓની વરણી તથા સલાહકાર તરીકે વરિષ્ઠ આગેવાન શ્રી ભગુભાઇ પટ્ટણી, શ્રી ભરતભાઇ ચૌહાણ, શ્રી ધીરૂભાઇ જગડાની વરણી કરાઇ હતી અને સભ્‍યશ્રીઓ તરીકે શ્રી લક્કીભાઇ કનુભાઇ ધકાણ, ભાવેશભાઇ ભીખુભાઇ ધકાણ, શ્રી વિમલભાઇ નંદલાલભાઇ ધકાણ, શ્રી બીપીનભાઇ ખુશાલભાઇ ધકાણ, શ્રી સંદિપભાઇ પ્રતાપભાઇ સાગર, શ્રી વિજયભાઇ ઘનશ્‍યામભાઇ ધોરડા, શ્રી પ્રકાશભાઇ ધકાણ (નાગધ્રા), શ્રી રવિભાઇ અનુભાઇ ધકાણ, શ્રી સાગરભાઇ અનુભાઇ ધકાણ, શ્રી પ્રયેશભાઇ કનુભાઇ ધકાણ, શ્રી હાર્દિકભાઇ અશોકભાઇ પટ્ટણી, શ્રી પાર્થભાઇ અશોકભાઇ પટ્ટણી, શ્રી સચિનભાઇ અશોકભાઇ પટ્ટણી, શ્રી રાજનભાઇ જયંતભાઇ પટ્ટણી, શ્રી જસ્‍મીનભાઇ જીતુભાઇ પટ્ટણી, શ્રી રાજભાઇ શરદભાઇ પટ્ટણી, શ્રી મયુરભાઇ હસમુખભાઇ ધકાણની નિમણુ ંક કરવામાં આવી હતી.


અમરેલીના ચિતલ રોડ ઉપર બેફામ દોડતાં ફોરવ્‍હીલે શ્રીમતિ રાણવાને ઉડાડયા

અમરેલી,
અમરેલીમાં ચિતલ રોડ ઉપર દતમંદિર પાસે સવારના વોકીંગમાં નીકળેલા અમરેલીના તબીબ સ્‍વ.અશોકભાઇ રાણવાના ધર્મપત્‍નીને એકસો કરતા વધારે ઝડપથી પસાર થતા ફોરવ્‍હીલે હડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ સાથે 108ને બોલાવી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં પણ આ અકસ્‍માત એવી ખરાબ રીતે થયો હતો કે આ બનાવને જોનાર સૌના મ્‍લડપ્રેસર વધી ગયા હતાં આ રોડ ઉપર પહેલા સ્‍પીડબ્રેકર હતાં પરંતુ તે હટાવી લેવાતા આવા અકસ્‍માતો સર્જાય છે.


ચલાલામાં વડાપ્રધાન શ્રી મોદીનાઆગમન પૂર્વે તંત્ર દ્વારા સુરક્ષા વ્‍યવસ્‍થાની તડામાર તૈયારીઓ

જિલ્‍લા પોલીસવડા શ્રી જગદીશ પટેલ સહિત એજન્‍સીઓએ સુરક્ષા વ્‍યવસ્‍થા ચકાસી
ચલાલા,
ચલાલામાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની જંગી જાહેરસભા માટે ભાજપ દ્વારા અને કાયદો વ્‍યવસ્‍થા તથા વડાપ્રધાનશ્રીની સુરક્ષા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે. તા.27 ને સોમવારે અમરેલી જિલ્‍લાના ભાજપના ઉમેદવારોની ચૂંટણીસભાને સંબોધવા માટે આવનાર વડાપ્રધાનશ્રીની જાહેરસભા પૂર્વે ઉચ્‍ચસુરક્ષા એજન્‍સીઓ પોલીસતંત્ર દ્વારા ગ્રાઉન્‍ડની આસપાસ ચકાસણી થઇ રહી છે. આજે વડાપ્રધાનશ્રીના કાર્યક્નમના સ્‍થળની મુલાકાત એસ.પી.શ્રી જગદીશ પટેલ સહિત ઉચ્‍ચઅધિકારીઓએ લીધી હતી.

અમરેલીના પાણીયા, શેડુભાર, હરિપુરામાં બેઠક યોજતા શ્રી બાવકુભાઇ ઉંધાડ
અમરેલીના ગામડાઓમાં શ્રી ઉંધાડનું ઉમળકાભેર સ્‍વાગત કરતા ગ્રામ્‍યજનો અને આગેવાનો : શ્રી ઉંધાડના સમર્થનમાં ગામડાઓમાં સ્‍વયંભુ ઉત્‍સાહકયાંય બહાર નહિં પણ સતત લોકોની વચ્‍ચે રહેનાર અને તાત્‍કાલિક પગલા માટે જાણીતા શ્રી બાવકુભાઇ ઉંધાડની અમરેલી પંથકમાં અદ્દભુત ચાહના
અમરેલી,અમરેલીના શાંતિ અને સલામતીના રક્ષક એવા ભારતીય જનતાપાર્ટીના ઉમેદવાર શ્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા ગામડાઓમાં પ્રચાર પ્રસાર શરૂ કરાયો છે. આજે અમરેલીના પાણીયા,શેડુભાર, હરિપુરામાં બેઠક યોજતા શ્રી બાવકુભાઇ ઉંધાડનું અમરેલીના ગામડાઓમાં ઉમળકાભેર સ્‍વાગત કરતા ગ્રામ્‍યજનો અને આગેવાનાએ શ્રી ઉંધાડને જંગી લીડ અપાવવા માટે કમરકસી છે અને શ્રી બાવકુભાઇના સમર્થનમાં ગામડાઓમાં સ્‍વયંભુ ઉત્‍સાહનો માહોલ જામ્‍યો છે. કારણ કે કયાંય બહાર નહિં પણ સતત લોકોની વચ્‍ચે રહેનાર અને તાત્‍કાલિક પગલા માટે જાણીતા શ્રી બાવકુભાઇ ઉંધાડની અમરેલી પંથકમાં અદ્દભુત ચાહના દેખાઇ રહી છે.


બોટાદ એલસીબીના શ્રી રાઘેશ્‍યામ વિરાણીએ રસનાળની બાળાના હત્‍યારાને શોધી કાઢયો

દુષ્‍કર્મ આચરી મોત નિપજાવ્‍યાની કબુલાત આપી
રસનાળ,
ગઢડા તાલુકાના રસનાળ ગામે શ્રમજીવી પરિવારની ચાર વર્ષની માસુમ બાળાનું અપહરણ કરી તેમના ઉપર દુષ્‍કર્મ આચરી હત્‍યા કરનાર ગામના જ શખ્‍સને બોટાદએલ.સી.બી.એ ત્રણ દિવસ પહેલા જ ઝડપી લઇ પુછપરછ કરતાં આ શખ્‍સે દુષ્‍કર્મ અને હત્‍યાની કબુલાત આપી હતી.
માત્ર 2 હજારની વસ્‍તી વાળા નાના એવા રસનાળ ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળાનું તેમની ઘર પાસેથી અપહરણ કરી લઇ જઇ અવાવરૂ જગ્‍યાએ તેની પર દુષ્‍કર્મ આચરી તેના મોઢે કપડાનો ડુચો મારી ગળુ દબાવી હત્‍યા કરી આરોપી નાસી છુટેલ. બાળાના ગુમ થયાની ફરીયાદ બાદ તેણેની ગામના જ અવાવરૂ જગ્‍યાએથી હત્‍યા કરેલી હાલતમાં લાશ મળી આવતા અને તેણી સાથે કંઇક અજુગતું બન્‍યા ની પોલીસ અને લોકોની આશંકાએ બોટાદ એલ.સી.બી.એ ઉંડી તપાસ હાથ ધરી ગામના જ આરોપી રમેશ ઉર્ફે રમણીક રાઠોડની અટકાયત કરી કડક પુછતાજ કરતા આરોપી પોપટ બની ગયેલ અને ગુનો કબુલ્‍યો હતો. તેની પત્‍ની તેને છોડીને છેલ્‍લા 1પ વર્ષથી અન્‍ય સાથે નાસી ગયેલ હોય પોતાનું મગજ વિકૃત થઇ ગયું હતું અને એકલતા કોરી ખાતી હતી જેથી પોતે આ બાળાનું મોડી સાંજે અપહરણ કરી લઇ જઇ રાત્રીના અંધારામાં અવાવરૂ જગ્‍યાએ તેણીના મોઢા ઉપર કપડાનો ડુચો મારી દુષ્‍કર્મ આચરી હત્‍યા કરી લાશને કાંટાની વાડમાં ફેંકી નાસી ગયેલ પોલીસ આરોપીને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


અમરેલી-લાઠી વચ્‍ચે લોકોને ભોળવી દઇ પૈસા પડાવતી ગેંગથી સાવધાન

અમરેલી,
છેલ્‍લા એકાદ વર્ષથી અમરેલીના લાઠી રોડ ઉપર કુંટુંબ કબીલા સાથે પદયાત્રાએ જતા હોય તેવા હિંન્‍દીભાષી પરિવાર દ્વારા ત્‍યાંથી પસાર થતા લોકોને પદયાત્રામાં પૈસા ખુટી ગયા છે, જમવાનું નથી જેવા ખોટા બહાના બતાવી તેની પાસેથી રૂપીયા ખંખેરી લેવામાં આવે છે.
આ રોડ ઉપર પસાર થનારા ઘણા લોકોએ આ પરિવારને એકવર્ષથી અમરેલી-લાઠીની વચ્‍ચે પદયાત્રા કરતો ભાળી એક વર્ષે પણ લાઠીથી અમરેલી નથી પહોંચ્‍યા તે જાણી તપાસ કરતા ખબર પડી હતી કે આ પરિવારનું કામ આ રોડ ઉપર પસાર થનાર લોકો વાહનચાલકોનેરોકી અને તેમની પાસેથી આર્થિક મદદ લેવામાં આવે છે. વળી, આ રોડ ઉપર વાહનોની પણ સૌથી અવર-જવર પણ વધુ હોય આ ગેંગનો ધંધો જીગતો ચાલી રહયો છે.