Main Menu

Saturday, November 4th, 2017

 

ભાજપ હોય કે કોંગ્રેસ ઇતર સમાજને ટીકીટ આપે તેને કૌશિક ધરજીયાનો ટેકો

અમરેલી,
જો ઇતર સમાજની લાગણીને ઘ્‍યાને લઇ ભાજપ અથવા કોંગ્રેસ ઇતર સમાજને પ્રતિનિધિત્‍વ આપે તો તેને શ્રી કૌશિક ધરજીયાના હજારો યુવાનોની ફોજમાં ખુલ્‍લો ટેકો મળશે તેમ શ્રી ધરજીયાએજણાવ્‍યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ ઇતર સમાજને ટીકીટ આપે તેને કૌશિક ધરજીયા ખુલ્‍લે આમ ટેકો આપનાર છે તેમ જણાવી શ્રી ધરજીયાએ જણાવેલ છે કે સાવરકુંડલા બેઠક ઉપર કોંગ્રેસના શ્રી ચંદ્રેશ રવાણી, શ્રી વલ્‍લભ ઝીંઝુવાડીયા ધારી બગસરા બેઠક ઉપર ભાજપના શ્રી રશ્‍વિન ડોડીયા, શ્રી સંજય ધાણક, શ્રી હરેશ મકવાણા તથા લાઠી-બાબરા બેઠક ઉપર ભાજપના શ્રી નિતિન રાઠોડ, શ્રી જીતુભાઇ ડેર કોંગ્રેસના શ્રી મિનાબેન કોઠીવાલ (પી.ડી.), શ્રી નટુભાઇ જાસલીયાને ખુલ્‍લુ સમર્થન આપ્‍યું છે.
ધારી, સાવરકુંડલા, લાઠી બેઠક ઉપર જ્ઞાતિવાદને ડામવા માટે શ્રી કૌશિક ધરજીયા ખુલ્‍લે આમ મેદાનમાં આવ્‍યા છે અને અહીં પક્ષાપક્ષી રાખ્‍યા વગર શ્રી કૌશિક ધરજીયા ઇતર સમાજના ઉમેદવારોને ખુલ્‍લો ટેકો આપશે.

 


બગસરામાં તા.6 સુધીમાં માર્ગનું કામ શરૂ નહિં થાય તો ચક્કાજામ : શ્રી સંજય ધાણક

બગસરા,
બગસરાના અમરાપરાના વેપારીઓ તથા રહીશો રોડ રસ્‍તા બાબતે રોષ ચરમસીમાએ પહોંચ્‍યો છે. એસ.ટી.ડેપોથી જુના બસસ્‍ટેન્‍ડ સુધીનો રોડનો વર્ક ઓર્ડર નીકળી ગયો હોવા છતાં આજદીન સુધી આ રોડનું કામ ચાલું નહિં કરાતા અને કોંગ્રેસની પક્ષાપક્ષી નીતીને લઇને જયાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્‍યો છે ત્‍યાં રોડનું કામ શરૂ કરીને પુરા પણ કરી નાખેલ છેતેવા આક્ષેપો સાથે આજરોજ અમરાપરાના વેપારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવેલ કે આ રોડ સવારથી સાંજ સુધીમાં આશરે 200 થી વધુ બસોની અવર-જવર છે અને આ રોડ સાવ ધુળીયો બની ગયેલ છે. જેની ધૂળ વેપારીઓની દુકાનમાં ઉડી આવે છે અને વેપારીઓને મોઢે રૂમાલ બાંધી વેપાર કરવો પડે છે અને ખાદ્યચીજો ઉપર ધૂળ બાજે છે જેના લીધે ખાદ્યચીજો બગડી જાય છે અને સ્‍વાસ્‍થ્‍ય ઉપર જોખમ ઉભું થયેલ છે. જો આ રોડ તા.5/11 સુધીમાં કામ ચાલુ નહિં કરવામાં આવે તો તા.6/11 ના રોજ સંજયભાઇ ધાણકની આગેવાનીમાં રસ્‍તા રોકો સહિત ચક્કાજામ જેવા આંદોલન કરવામાં આવશે તેમ વેપારીઓએ આવેદનપત્રમાં જણાવ્‍યું છે.


લાઠી-બાબરા-દામનગરમાં શ્રી એમ.ડી.માંજરીયા દ્વારા લોકસંપર્ક

અમરેલી,આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા અમરેલી જિલ્‍લાની લાઠી વિધાનસભા બેઠક ઉપર પ્રચાર-પ્રસારના પ્રારંભના ભાગરૂપે આજે શુક્નવારે લાઠી-બાબરા-દામનગરમાં શ્રી એમ.ડી. માંજરીયા દ્વારા લોકસંપર્ક કરવામાં આવ્‍યો હતો. શ્રી એમ.ડી.માંજરીયા અને તેમની ટીમ દ્વારા ત્રણેય તાલુકાઓમાં મુસ્‍લિમ બિરાદરોનો સંપર્ક કરાયો હતો. શ્રી માંજરીયાની ટીમ દ્વારા લાઠી-બાબરા-દામનગર વિસ્‍તારમાં આવેલી મસ્‍જીિદો પાસે મુસ્‍લિમ બિરાદરોને આમ આદમી પાર્ટીની કાર્ય પઘ્‍ધતિ અને શ્રી માંજરીયાની ઉમેદવારી માટે જાણકારી આપવામાં આવી હતી. મુસ્‍લિમ સમાજ દ્વારા બિન સંપ્રદાયિક એવી આમ આદમી પાર્ટીના શ્રી માંજરીયાને આવકાર અપાઇ રહયો છે.


રાત્રે રાજુલાના ચારોડીયા નજીક લુંટ : જિલ્‍લા બેંકના પૂર્વ કર્મચારીના રૂપિયા 54 હજાર ગયા

રાજુલા,
રાજુલા તાલુકાના ચારોડીયા ગામના જિલ્‍લા બેંકના પૂર્વ કર્મચારી અને ખેડૂત એવા યુવાનને બે શખ્‍સોએ લૂંટી લીધા હોવાની ઘટના બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ચારોડીયા ગામના અતુલભાઇ વાલજીભાઇ ડોબરીયા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના પૂર્વ કર્મચારી છે અને ખેડૂત છે તે ચારોડીયાથી રાજુલા જતા હતા ત્‍યારે ચારોડીયા અને વડલીે વચ્‍ચે બેઠા પુલ રોડ વચ્‍ચે દોરડું રાખી તેને રોકી છરીની અણીએ ઢીકાપાટુનો માર મારી રૂા.54 હજારની રોકડ તથા સોનાની વીંટી અને મોબાઇલ લઇ બંને શખ્‍સો નાસી ગયા હતાં. આ બનાવની જાણ થતા રાજુલાના પી.આઇ.યુ.ડી.જાડેજા તથા લોકલ ક્નાઇમ બ્રાંન્‍ચબનાવના સ્‍થળે દોડી ગઇ હતી અને અમરેલી જિલ્‍લાના તમામ હાઇવે ઉપર બંને લુટારાઓને પકડવા માટે નાકાબંધી કરી દેવામાં આવી છે તથા પોલીસ દ્વારા ફરીયાદ નોંધવાની હાથ ધરાઇ છે.


04-11-2017

thumbnail of 4-11-17