Main Menu

Sunday, November 12th, 2017

 

અમરેલીમાં નગરપાલીકાએ કર્યુ શહેરને નંદનવન

2008થી જેટલા વિકાસ કામો નથી થયા ન ભુતો, ન ભવિષ્‍યતિ જેટલા વિકાસ કાર્ય અલ્‍કાબેન ગોંડલીયાના કાર્યકાળ દરમિયાન થયા, ફોરવર્ડ પાસે અવાવરુ પડેલી ખાલી જગ્‍યામાં સીટીજન પાર્કનું નિર્માણ, શહેરમાં પ્રથમ વખત જ પાલીકા દ્વારા જાહેર પાર્કીગ બનાવાયું, જે વિસ્‍તારમાં વર્ષોથી રોડ બન્‍યા નહોતા ત્‍યાં સીસી રોડ બન્‍યા, નવું નાનુ બસ સ્‍ટેશન, ડિઝીટલ લાઇબ્રેરીની પણ અપાઇ ભેટ,

અમરેલી,

અમરેલીમાં નગરપ્‍આલિકાના પ્રમુખ તરીકે અલકાબેન ગોંડલીયાએ કાર્યભાર સંભાળ્‍યા બાદ કોંગ્રેસના શાસનમાં અમરેલી શહેરનો વિકાસ તીવ્ર ગતિએ થઈ રભે છે અને પાલિકા દ્વારા ર008થી નહોતા થયા તેટલા વિકાસના કામો થોદા જ સમયમાં કરવામાં આવ્‍યા છે. જેના કારણે અમરેલી શહેરનો વિકાસ થયો છે.

આ અંગેની વિગતો આપતા અમરેલી નગરપાલિઅકના પ્રમુખ અલકાબેન ગોડલીયાએ જણાવ્‍યું કે, વર્ષોથી અમરેલીને સીટી બસ સેવા મળે તેવી માગણી હતી. ન્નયારે નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે શાસન સંભાળ્‍યું ત્‍યારે સીટી બસ સેવા સંભાળી ન શકવાના કારણે બંધ થઈ ગઈ હતી. પાલિકા દ્વારા સીટી બસ માટે પૂરતી વ્‍યવસ્‍થા ગોઠવીને કાયમી રીતે અને અસરકારક રીતે ચાલે તેવું આયોજન ગોઠવીને સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જે સેવા હાલમાં પણ સારી રીતે ચાલી રહી છે. અગાઉના શાસનમાં આયોજનાન અભાવે વારંવાર આ સેવા બંધ થઈ જતી હતી અને લોકો પણ તેનો લાભ લઈ શકાઅ નહોતા.

અમરેલીમાં ફોર્વર્ડ સર્કલ નજીક એકદમ ખરાબ હાલતમાં ફાજલ જગ્‍યા પડી હતી અને ત્‍યાં ગટરો ઊભરાતી હતી તેમજ ભારે ગંદકીના કારને અમરેલી શહેરમાં પ્રવેશતાની સાથે જ લોકો ખરાબ અને ગંદા શહેરની છાપ લઈને પ્રવેશતા હતા. પાલિકા દ્વારા એ જગ્‍યાની સાફસફાઇકરીને ત્‍યાં નવજીવન જનરલ હોસ્‍પિટલ સીનીયર સીટીઝન પાર્ક બનાવવામાં આવ્‍યો છે અને રાજકોટ જેવા શહેરોમાં હોય છ તેવી લોકો માટે બેસવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેના કારણે આ સ્‍થલ રળીયામણું બની ગયું છે. આ કામગીરી અમટે અમરેલી પાલિકા પ્રમુખ અલકાબેન ગોંડલીયા, વિકાસ સમિતિના ચેરમેન પી. પી. સોજીત્રા અને આર્કિટેક વનરાજ પટેલની દીર્ઘષ્ટિ કામ લાગી હતી. અમરેલીમાં જાહેર પાર્કીંગ માટે એકપણ પાર્કીંગ સ્‍થળ નહોતું ત્‍યારે પાલિકા દ્વારા જાહેર પર્કીંગ સ્‍થલ વિકસાવવામાં આવ્‍યું છે. અમરેલીના ગાંધીબગનો પન વિકાસ કરવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત ર008થી અમરેલીમાં રસ્‍તાઓ બિસ્‍માર હતા અને પાલિકા દ્વારા જે વિસ્‍તારોમાં કદી પણ રસ્‍તાઓ બન્‍યા નહોતા ત્‍યાં પણ માર્ગો બનાવવામાં આવ્‍યા છે. અમરેલીમાં નાનુ બસ સ્‍ટેશન નવું બનાવાયું છે અને તેની ઉપરના ભાગે નવજીવન હોસ્‍પિટલ અઘ્‍યતન ડીઝીટલ લાઇબ્રેરીનું પણ નિર્માણ કરવામાં આવ્‍યું છે. આમ અમરેલી શહેરને અનેક વિકાસના કામોની ભેટ મળી છે.

 


લાઠી-બાબરા વિધાનસભા બેઠક ઉપર ગોપાલભાઇ વસ્‍તરપરા જેવા નેતાની લોક માંગ

સેવાભાવિ શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરાની કામગીરીની લોકોએ નોંધ લીધી : ભારે આવકાર, ચમારડી,

વિધાનસભાનીચુંટણી નજીક આવી રહી છે ત્‍યારે લાઠી-બાબરા-દામનગર વિધાનસભા બેઠક ઉપર ભાજપ તરફી દાવેદાર ગોપાલભાઇ વસ્‍તરપરાને ચૂંટણી જંગમાં ઉતારે તેવી શક્‍યતા વચ્‍ચે લાઠી, બાબરા, દામનગરના દરેક સમાજનો યુવા વર્ગ પણ ઇચ્‍છે છે જો ગોપાલભાઇ વસ્‍તરપરાને ટીકીટ આપવામાં આવે તો કોંગ્રેસ પાર્ટીને ભારે પડે તેમ છે.દરેક સમાજમાં આગવું સ્‍થાન ધરાવતા અને ખોડલધામના મુખ્‍યદાતા તરીકે અને સમુહલગ્‍ન જેવા કાર્યોમાં અગ્રેસર રહેતા રાજય સરકારે પણ નોંધ લીધી છે ત્‍યારે લાઠી-બાબરા-દામનગર વિસ્‍તારમાં બહોળો સંપર્ક ધરાવતા ગોપાલભાઇ વસ્‍તરપરાને લોકોનો પ્રચંડ સમર્થન મળે તેમ છે અને યુવાવર્ગ પણ ઇચ્‍છી રહેલ છે.તેમ પરેશભાઇ રાઠોડે જણાવ્‍યું છે.

 


1975ના ચૂંટણી જંગમાં અમરેલી જિલ્લામાંથી કિમલોપને 3 બેઠક મળેલ

અમરેલી જિલ્લાની 6 બેઠકમાંથી 3 બેઠકો ચિમનભાઇ પટેલના સ્‍થાપેલા કિસાન મજદુર લોક પક્ષને મળેલ, શેડયુલ કાસ્‍ટ માટે અનામત એવી ધારી-કોડીનાર બેઠકમાંથી ધારી વિધાનસભા બેઠક અલગ થઇ, ધારી બેઠક ઉપર કિમલોપના ઉમેદવાર શ્રી મનુભાઇ કોટડીયા કોંગ્રેસના ઉમેદવારને હરાવી વિજયી થયા, બાબરા બેઠક ઉપરથી પુર્વ ધારાસભ્‍ય શ્રી જીણાભાઇ કણસાગરા પણ કિમલોપમાંથી લડયા અને જીત્‍યા, લાઠી બેઠક ઉપર કિમલોપના ઉમેદવાર માણેકલાલ ભાદાણીએ કોંગ્રેસના શ્રી ખોડીદાસ ઠક્‍કરને હરાવ્‍યા : જનસંઘના આગેવાન વોરા ચંપકભાઇ ગીરધરલાલે જનસંઘના નેજા હેઠળ ધારી બેઠકમાં ઝુકાવ્‍યું : 1975ની ઇન્‍દિરા ગાંધીએ લાદેલી કટોકટીને કારણે જનસંઘે પણ ગુજરાતમાં 40 બેઠકો ઉપર ચૂંટણી લડી હતી : રાજકોટમાં કેશુભાઇ, અરવિંદભાઇ મણીયાર, જુનાગઢમાં હેમાબેન, સુરતમાં કાશીરામ રાણા, ખાડીયામાં અશોક ભટ્ટ સહિત જનસંઘની 18 બેઠકો આવી,અમરેલી,

1971ના યુઘ્‍ધ પછી આવેલી 1972ની ગુજરાત વિધાનસભાની ત્રીજી ચૂંટણીમાં ગુજરાતની જનતાએ 168 બેઠકોમાંથી 140 બેઠકો કોંગ્રેસને આપી હોવા છતા કોંગ્રેસનો સંઘ કાશીએ ન પહોંચ્‍યો.

ચીમનભાઇ પટેલે બળવો કર્યો અને ઘનશ્‍યામભાઇ ઓઝાને સવાવર્ષના શાસન બાદ 17/3/1972થી 17/7/1973ના કાર્યકાળ પછી ઉથલાવી ચીમનભાઇ પટેલ સતા ઉપર આવ્‍યા અને ચીમનભાઇને શ્રી નવનિચંદ્ર રવાણી તથા શ્રી પ્રતાપભાઇ શાહનો ટેકો મળ્‍યો પણ ચીમનભાઇ પણ શાસન ન કરી શક્‍યા તેમની સરકારમાં પણ રાજીનામાં પડયા.17/7/1973થી 9/2/1974 સુધી 7 માસના શાસન બાદ 9/2/1974થી 18/6/1975 સુધી રાષ્‍ટ્રપતિ શાસન રહ્યું.ત્‍યારબાદ બાબુભાઇ જસભાઇ પટેલ મુખ્‍યમંત્રી બન્‍યા.

1975માં ગુજરાત વિધાનસભાની ચોથી ચૂંટણી આવી.આ વખતે ચિમનભાઇ પટેલે કિસાન મજદુર લોક પક્ષની સ્‍થાપના કરી અને પોતાના ઉમેદવારો ઉભા કર્યા.અમરેલી જિલ્લાની સાવરકુંડલા, ધારી, કોડીનાર, બાબરા, લાઠી, રાજુલા મળી 6 બેઠક ઉપર કિમલોપના ઉમેદવારો લડયા.

અમરેલી બેઠક ઉપર ચાર અપક્ષોને મોરારજીભાઇની કોંગ્રેસ અને ઇન્‍દિરાની કોંગ્રેસના ઉમેદવારો વચ્‍ચે જંગ થયો હતો.આ સાત બેઠકમાંથી લાઠી, બાબરા, ધારી અને કોડીનાર મળી 4 બેઠકો ઉપર કિમલોપના ઉમેદવારો જીત્‍યા હતા.કુંડલામાં અપક્ષ ઉમેદવાર, અમરેલીમાં મોરારજીભાઇની કોંગ્રેસના ઉમેદવાર જીત્‍યા હતા.અને ઇન્‍દિરા કોંગ્રેસના એક માત્ર રાજુલા બેઠક ઉપર જીત્‍યા હતા.1975થી ખેડૂતોનો અવાજ ચીમનભાઇ પટેલના નેતૃત્‍વમાં બુલંદ થયો હતો.અમરેલી જિલ્લામાં 7માંથી 4 બેઠકો તેમનેમળી હતી.જેમાં ધારી બેઠક ઉપર 70,262 મતમાંથી 47,919 મત પડયા હતા અને 68.20 ટકા જેવું ઉચું મતદાન થયું હતુ. કિમલોપના ઉમેદવાર મનુભાઇ નારણભાઇ કોટડીયાને 20,296, કોંગ્રેસના લક્ષ્મણભાઇ ભગવાનભાઇને 19,630 મત મળ્‍યા હતા.જયારે ભારતીય જનસંઘના ઉમેદવાર વોરા ચંપકભાઇ ગીરધરલાલને 3,580 મત મળ્‍યા હતા અને બે અપક્ષ ઉમેદવારો બચુભાઇ કેશુભાઇ વઢીયારાને 1,024 અને અંટાળા નાગજીભાઇ જીવરાજભાઇને 1,017 મત મળ્‍યા હતા.મનુભાઇ કોટડીયા કિમલોપના ધારાસભ્‍ય બન્‍યા હતા.

ધારીમાંથી જુદી પડેલી કોડીનારની બેઠક ઉપર 68,293 મતમાંથી 46,841 મત પડતા 68.59 ટકા જેવું ઉચું મતદાન થયું હતુ.કિમલોપના ઉમેદવાર પ્રતાપસિંહ મોરીને 22,181 મત મળ્‍યા હતા.કોંગ્રેસના ડોડીયા અરીસિંહને 21,003 મત મળ્‍યા હતા.ગનાભાઇ વાજાને 1432 અને રાઠોડ ઉકાભાઇને 628 મત મળ્‍યા હતા.

આ બેઠક ઉપર પણ કિમલોપના પ્રતાપસિંહ મોરીનો વિજય થયો હતો.

બાબરા બેઠક ઉપર મુળ કોંગ્રેસના અને ગત ટર્મમાં અપક્ષ લડેલા જીણાભાઇ કણસાગરાને ચીમનભાઇએ કિમલોપની ટિકીટ આપી લડાવ્‍યા હતા.જીણાભાઇને 21,106 અને કોંગ્રેસ આઇના ઉમેદવાર જીવરાજભાઇ વાગડીયાને 18,631 તથા અપક્ષ ઉમેદવાર રાઠોડ મનસુરભાઇને 1784 તથા વણજારા દેવીદાસભાઇને 835 મત મળ્‍યાહતા.

ચીમનભાઇના કિમલોપને ચોથી બેઠક લાઠીની મળી હતી.લાઠી બેઠક ઉપર 65,555 મતમાંથી 46,510 પડયા અને 70.95 ટકા જેવું ઉંચું મતદાન થયું.આ બેઠક ઉપર કિમલોપના ઉમેદવાર માણેકલાલ જેરામભાઇ ભાદાણીને 22,687 મત મળ્‍યા, કોંગ્રેસ આઇના ઉમેદવાર ખોડીદાસભાઇ ઠક્‍કરને 19,504 મત મળ્‍યા, એન્‍જીનીયર રસુલભાઇ કમરૂદીનભાઇને 951 મત તથા મહેતા સુરેશભાઇ જગ્‍ગનાથભાઇને 633 અને રાણવા મગનલાલ હરિભાઇને 262 મત મળ્‍યા હતા.આ બેઠક ઉપર માણેકલાલ ભાદાણીનો વિજય થયો હતો.

અમરેલી બેઠક ઉપર કિમલોપે ઉમેદવાર ઉભા રાખેલ નહિ.અહિં મોરારજીભાઇની કોંગ્રેસના ઉમેદવાર નરસિંહદાસ ગોંધીયા અને કોંગ્રેસ આઇના ઉમેદવાર પુરોહિત ગુણવંતલાલ વચ્‍ચે જંગ થયો હતો.અમરેલી વિધાનસભા બેઠકના 70,239 મતદાતરોમાંથી 43,565 મતદારોએ મતદાન કરતા 62.02 ટકા મતદાન થયું હતુ.અમરેલીની બેઠક ઉપર નરસિંહદાસ ગોંધીયાને 21,685 તથા ઇન્‍દિરા કોંગ્રેસના ગુણવંતભાઇ પુરોહિતને 17,613 મત મળ્‍યા હતા.જયારે આ બેઠક ઉપર ચાર અપક્ષ ઉમેદવારોએ પણ ઝુકાવ્‍યું હતુ જેમાં પટેલ શામજીભાઇને 921, ઉગાભાઇ મહિડાને 854, પટેલ ભીમજીભાઇને 693 અને ગાંધી ગોકળદાસભાઇને 201 મત મળ્‍યા હતા.અમરેલીની બેઠક ઉપર મોરારજીભાઇની કોંગ્રેસના ઉમેદવાર નરસિંહદાસગોંધીયાનો વિજય થયો હતો.

1975ની આ ચૂંટણીમાં સાવરકુંડલાએ અણધાર્યુ પરીણામ આપ્‍યું હતુ.અહિં ઇન્‍દિરા કોંગ્રેસ કિમલોપ અને અપક્ષ ઉમેદવાર એવા લલુભાઇ શેઠના ત્રિપાખીયો જંગ છેડાયો હતો અને તેમાં અપક્ષ ઉમેદવાર જીત્‍યા હતા.સાવરકુંડલાની બેઠક ઉપર 75,986 મતદારોમાંથી 57,429 મતદારોએ મત આપતા 75.58 ટકા મતદાન થયું હતુ જેમાં અપક્ષ ઉમેદવાર લલુભાઇ શેઠને 22,341, કિમલોપના ભગવાનજીબાપા આદસંગ વાળાને 15,563 અને ઇન્‍દિરા કોંગ્રેસના નવિનચંદ્ર રવાણીને 15,024 મત મળ્‍યા હતા.જયારે સીપીઆઇના રાણાભાઇ વિંઝુડાને 889, લક્ષ્મીબેન ધમલને 631, તારભાઇ શેખાણીને 371 અને વિંઝુડા સામતભાઇને 271 મત મળ્‍યા હતા.

રાજુલામાં સિટીંગ ધારાસભ્‍ય કોંગ્રેસ આઇના ઉમેદવાર જસવંતભાઇ મહેતાને 19,291 મત મળ્‍યા હતા જયારે મોરારજીભાઇની કોંગ્રેસના મહેતા મથુરદાસને 13,181 અને કિમલોપના દુધાત પરશોતમભાઇને 5,014 તથા અપક્ષ મહેતા ધીરજલાલ પ્રાણજીવનને 1209 મત મળ્‍યા હતા.આ એક માત્ર બેઠક કોંગ્રેસ આઇને ફાળે ગઇ હતી.

 


અમરેલી જિલ્‍લામાં ભયજનક રીતે વધી રહેલા કેન્‍સરનું પ્રમાણ

અમરેલી,

અમરેલી જિલ્‍લામાં હ્ય્‌દયરોગ પછી સૌથી વધુ માનવજીંદગીઓ કેન્‍સરના ખપ્‍પરમાં હોમાય રહી છે અને તેમાં પણ હમણાં-હમણાં તો અમરેલી જિલ્‍લામાં ભયજનક રીતે વધી રહેલા કેન્‍સરના પ્રમાણથી ચિંતાની લાગણી જાગી છે.

અમરેલી જિલ્‍લાના ધારી, સાવરકુંડલા અને લીલીયાના ગામોમાં કેન્‍સરનો રોગ હાહાકાર મચાવી રહયો છે અને કેન્‍સરની બિમારીએ હાહાકાર મચાવ્‍યો છે. અમરેલી જિલ્‍લામાં હ્ય્‌દયરોગ કરતા પણ મોટી સંખ્‍યામાં કેન્‍સરના રોગમાં લોકો સપડાઇ મરી રહયા છે. તેમાં પણ હમણાં-હમણાં તો લીલીયા તાલુકાના ટીબડી, નાના લીલીયા, વાઘણીયા, ભોરીંગડા, સનાળીયા, શેઢાવદર સહિત શેત્રુંજી નદીના ડાબાકાંઠે આવેલા ગામોમાં કેન્‍સરનું વધુ પ્રમાણ છે.

આ વિસ્‍તારમાં તો નદીકાંઠો હોવા છતાં અહીં ચકલી, કાબર, કાગડા જેવા પક્ષીઓ નામશ્રેષ્ઠ થઇ ગયા છે. ખેતરોમાં છંટાતી જંતુનાશક દવાઓના અતિશય વપરાશ અને કોમ્‍યુનિકેશન ટાવરો જીવલેણ બની રહયા છે. સરકાર દ્વારા અમરેલી જિલ્‍લામાં કેન્‍સરના વધતા પ્રમાણની તપાસ નહિં થાય તો આ રોગનું પ્રમાણ વધી રહયું હોય તે ભયજનક હદે પહોંચે તેવી શકયતા છે.

 


12-11-2017

thumbnail of 12-11-17