Main Menu

Tuesday, November 14th, 2017

 

અમરેલી નાગરીક સહકારી બેંકના ચેરમેનપદે ભાવિન સોજીત્રા

અમરેલી,અમરેલી નાગરીક સહકારી બેંકના ચેરમેન પદે ભાવિન સોજીત્રાની વરણી કરવામાં આવી છે.અમરેલી નાગરીક સહકારી બેંક લી.ની બેઠક મળતા નાગરીક સહકારી બેંકના ચેરમેન તરીકે ભાવિન સોજીત્રાની વરણી કરવામાં આવી હતી.બેંકના એમડી શ્રી પી.પી.સોજીત્રા અને ર્બોડ ઓફ ડીરેક્‍ટરો તથા સભાસદો ઉપસ્‍થિત રહ્યા હતા.ચેરમેન પદે શ્રી ભાવિન સોજીત્રાની વરણીને સર્વેએ આવકારી અભિનંદન પાઠવ્‍યા હતા.


મુંબઇ ઉપનગર પરજીયા સહકારી સોસાયટી દ્વારા 2પ માં સમુહલગ્‍નનું આયોજન

મુંબઇ,
મુંબઇ ઉપનગર પરજીયા સહકારી સોસાયટી દ્વારા તા.21/11 મંગળવાર માગશર સુદ-3 ના દિવસે 25 મા સમુહલગ્‍નનુંઆયોજન બાબુભાઇ લક્ષ્મણભાઇ ચોકસી (જેતપુરવાળા), બહેરીન પ્રેરીત સમુહલગ્‍નમાં કાયમી મુખ્‍યદાતા અનિલભાઇ વૃજલાલભાઇ ધાણક (દુબઇ), કાયમી સહયોગી દાતા જમનાદાસભાઇ આત્‍મારામભાઇ જગડા (રાજુલાવાળા), કીર્તીભાઇ વિઠ્ઠલદાસભાઇ ઝવેરી( ઔરંગાબાદ) હાલ વિલેપારલા આ સમુહલગ્‍નનું આયોજન ગોવિંદજી વિશ્રામ ઝવેરીવાડી, હંસરાજભાઇ પી.ભોમજી સતિકુંવર, સોનીવાડી, શિંપોલી ક્નોસલેન, એસ.વી.રોડ, બોરીવલી(વેસ્‍ટ) મુંબઇ ખાતે યોજાશે આ સમુહલગ્‍નમાં 6 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. આ સમુહલગ્‍નને સફળ બનાવવા માટે સમુહલગ્‍ન સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


અમરેલી માર્કેટયાર્ડે ટેકાના ભાવે આઠ કરોડની ખરીદીકરી

અમરેલી,
સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા રાજય સરકાર દ્વારા ગુજકોમાસોલ મારફત નિર્ણયને પગલે અમરેલીમાં પ્રતાપપરા સેવા સહકારી મંડળી દ્વારા શ્રી અશ્‍વિનભાઇ સાવલીયાના નેતૃત્‍વમાં માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવથી ખરીદી કરાતા ખેડૂતોને પુરતા ભાવો મળી રહેતા ખુશી વ્‍યાપી
અને અમરેલીના માર્કેટયાર્ડમાં પણ પુષ્‍કળ આવક થઇ રહી છે.હાલ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે રૂ.900 પ્રમાણે ખેડૂતો વહેંચાણ કરે છે જયારે ઓપન માર્કેટમાં રૂ.500થી 550 જ ભાવ છે, પરંતુ સરકાર 900 રૂ.ચુંકવે છે.અત્‍યાર સુધીમાં માર્કેટયાર્ડમા ટેકાના ભાવથી અંદાજે 45 હજાર ગુણી એટલે કે 78 હજાર મણની ખરીદી થઇ છે તે અંદાજીત 8 કરોડ ઉપરાંતની થવા જાય છે.
ટેકાના ભાવે ખેડૂતોને પણ ખુશી છે.આજે માર્કેટયાર્ડમાં ખરીદી વેળાએ રાઘવેન્‍દ્ર મલ્‍ટી હોસ્‍પિટલના સંચાલક શ્રી બાલાવાઇ વઘાસીયા તથા પ્રતાપ પરા સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી અશ્‍વિનભાઇ સાવલીયા અને વેપારીઓ તથા પ્રતાપ પરા સેવા સહકારી મંડળીનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.


અમરેલીમાર્કેટયાર્ડમાં પાણીના મુલે વહેંચાતુ શાકભાજી

અમરેલી,
અમરેલી શહેર જિલ્લાભરમાં મોટાભાગે બહારથી જ શાકભાજી આવે છે તેથી જનરલ બજાર કરતા ભાવ થોડો ઉંચો હોય છે, પરંતુ ઓણસાલ એવી સ્‍થિતિ છે કે શાકભાજીનું મબલક ઉત્‍પાદન થતા ભવો સાવ તળીયે બેસી ગયા છે.જો કે શિયાળામાં શાકભાજીની ખરીદી પણ સારા પ્રમાણમાં હોય છે.અમરેલી માર્કેટયાર્ડમાં 50 થી 60નું કિલો શાકભાજી વહેંચાયાના બનાવો છે.તેની સામે ઓણસાલ શાકભાજીની મબલક આવકને કારણે ભાવો સાવ તળીયે બેસી ગયા છે,જો કે શિયાળામાં વધુ આવક હોય તેથી આવું બનતું હોય છે.
અમરેલીની બજારમાં બટેકા 4 થી 5 રૂપિયે કિલો, દુધી 4ની કિલો અને રીંગણા 12ના કિલો વહેંચાઇ રહ્યા છે.
જયારે લસણનો ભાવ 100 રૂપિયે પહોંચ્‍યો હતો તે હવે 15માં વહેંચાતુ થયું છે.દુધીના ભાવ 4 રૂપિયા હોવાથી ખેડૂતને અમરેલી સુધી પહોંચાડવાનો ટ્રાન્‍સપોર્ટ ખર્ચ પણ ન નિકળે તેવા નિચા ભાવ છે.ઘણા ખેડૂતો ઓછા ભાવને કારણે વહેંચવા આવવાનું ટાળે છે, કારણ કે ખર્ચ પણ માથે પડે તેવી સ્‍થિતિ સર્જાય તો શું કરવું ?આવી સ્‍થિતિ વચ્‍ચે હાલ તો શિયાળાની તાજગી ભરી લેવા લોકોને જ નિચા ભાવોને કારણે મજોમજો છ


સાવરકુંડલા ટાઉન પોલીસે ચોરીમાં ગયેલ પાંચ બાઇક સાથે આરોપીને ઝમ્‍બે કર્યો

સાવરકુંડલા,જિલ્‍લા પોલીસ વડા શ્રી જગદીશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલાના માર્ગદર્શક હેઠળ મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓ ડીટેકટ કરવાની સુચના મુજબ ટાઉન પીઆઇ એ.બી.પટેલ , હે.કોન્‍સ.હીંગરાજ સિંહ ગોહીલ, મનજીભાઇ ચોૈહાણ, સુરેશભાઇ, પો.કોન્‍સ.પીયુષભાઇ ઠાકર, મયુરભાઇ માંગરોળીયાએ ચોક્કસ બાતમીના આધારે સાવરકુંડલા તાબાના પીઠવડી ગામે રહેતા ભાયલાલ ઉર્ફે ભયલો નાગજી મકવાણા ઉ.વ.36ચોરીના મોટરસાઇકલ હીરોહોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર જી.જે.14 એચ 6532 સાથે મળી આવેલ જે તેમણે સાવરકુંડલાના હાથસણી રોડ ચંદ્રમોૈલી સોસાયટીમાંથી બે માસ પહેલા ચોરી કરેલ તેમજ અલગ અલગ શહેરો અને ગામોમાંથી બીજા ચાર મોટરસાઇકલ ચોરી કરેલ જેમાં દોઢ માસ પહેલા મહુવીના ખુંટવડામાંથી નેપાળી બાપુના આશ્રમ પાસેથી બજાર ડીસકવર જી.જે.6 એચ.0988, અમરેલી બાયપાસ પાસેથી હોન્‍ડા સ્‍પ્‍લેનડર જી.જે.14 એ.ઇ.9715, છ માસ પહેલા લીલીયામાંથી ઘર પાસેથી હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર જી.જે.5 એચ.એ.0704, તેમજ ત્રણ માદ પહેલા દામનગરના તાબાના દહીંથરા રહેણાંક મકાન પાસેથી હોન્‍ડા સીડી 100 જીજે 14 સી 5196 ના ચોરી કરેલ હોવાનુ કબુલેલ આ રીતે અલગ અલગ જગ્‍યાએથીપાંચ જેટલા મોટરસાઇકલની ચોરીનો પોલીસે ભેદ ઉકેલયો છે.


જાત્રુડામાં મુર્તિપ્રાણ પ્રતિષ્ઠાનો આજથી પ્રારંભ

અમરેલી,બીએપીએસ સ્‍વામિ નારાયણ મંદિરનું સમાજમાં અનેરૂ યોગદાન રહ્યું છે.સેવા, સંસ્‍કાર અને સદાચારની ત્રિવેણી સમાન આવાજ એક ભવ્‍ય નુતન મંદિરનુંઅમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના જાત્રુડા મુકામે નિર્માણ થતા સંસ્‍થાના વડા પ.પુ.મહંત સ્‍વામિ મહારાજના હસ્‍તે પ્રતિષ્ઠિ કરેલી મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠાનો આજથી પ્રારંભ થતા દેશ-વિદેશથી લાખો હરિભક્‍તોનો પ્રવાહ ઉમટી પડયો છે.લીલીયાના જાત્રુડામાં બી.એસ. પી.એસ. સ્‍વામિનારાયણ સંસ્‍થા દ્વારા નૂતન મંદિરનું નિર્માણ થતા સંસ્‍થાના વડા પ.પુ.મહંત સ્‍વામિમહારાજે પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિઓની સ્‍થાપન વિધિ સદ્દગુરૂ વર્ય પ.પુ.ઘનશ્‍યામચરણ સ્‍વામિના શુભ હસ્‍તે તા.1પને બુધવારના સવારે 8 થી 11:30 બાદ મહાપ્રસાદનું આયોજન છે. જયારે આજે મંગળવારના તા.14ના સવારે 7 થી 12:30 વિશ્‍વશાંતિ મહાયાગ અને બપોરના 3 થી 6 દરમિયાન ભવ્‍ય શોભાયાત્રા નીકળશે. આ મહોત્‍સવનો આજથી પ્રારંભ થતા દેશ-વિદેશથી લાખો હરિભક્‍તોનો પ્રવાહ શરૂ થઇ ગયેલ છે. આ મહોત્‍સવમાં સર્વે સહકુટુંબ-મિત્રમંડળ સહિત પધારવા ગઢડા મંદિરના કોઠારી સ્‍વામિ સાધુ અદ્યત્‍મસ્‍વરૂપદાસ, અમરેલી મંદિરના સાધુચરિતદાસ, સાધુસહજ યોગીદાસ સ્‍વામિ તથા જાતૃડા મંદિર સત્‍સંગ મંડળ દ્વારા પધારવા નિમંત્રણ પાઠવેલ છે.


ડો.પ્રકાશરાવ આંબેડકરની ઉપસ્‍થિતિમાં વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીનું પડકાર મહા સંમેલન

અમરેલી,વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ ધરમશીભાઇ ધાપા, પ્રદેશ પ્રમુખ ભરતભાઇ બાંભણીયા, રાષ્‍ટ્રીય મહામંત્રી કે.બી.બાબરીયાની ઉપસ્‍થિતિમાં ડો.બી.આર.આંબેડકરના પપૌત્ર અને માજીસાંસદ ડો.પ્રકાશરાવ આંબેડકરની ઉપસ્‍થિતિમાં વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીનું પડકાર મહા સંમેલન ભાવનગર ખાતે યોજાયું હતું. રાષ્‍ટ્રીય દલિત મહાસંઘના પ્રમુખ શ્રી રાકેશભાઇ વાઘ તથા ભરવાડ સમાજના આગેવાન શ્રી ભુરાદાદા તળાજાવાળા, દેવીપુજક સમાજના આગેવાન ઠાકરશીભાઇ ભાલવાળા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં અમરેલીથી વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીના હોનહાર આગેવાન શ્રી કૌશિક વેકરીયા સહિતની ટીમે દ્વારા યોજાયેલા મહાસંમેલનમાં માજીસાંસદ ડો.પ્રકાશરાવ આંબેડકરનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું.


રાજુલાના જાંબાજ ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકીનો આજે જન્‍મદિવસ

રાજુલા,
રાજુલાના જાંબાજ અને યુવામર્દહોશિલા ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકીનો આજે જન્‍મદિવસ છે જેને આ વિસ્‍તારના લોકો દીલથી અભિનંદન પાઠવી રહયા છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલાના ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકીનો આજે 14 નવેમ્‍બરના જન્‍મદિવસ છે. ઇ.સ.1905 થી હિરાભાઇ સોલંકી 98-રાજુલા-જાફરાબાદ-ખાંભા મતવિસ્‍તારનું પ્રતિનિધિત્‍વ કરે છે. હિરાભાઇ કયારેય ધારાસભ્‍ય નહિં પણ સામાન્‍ય માણસ તરીકે વર્તયા છે. નાના બાળકથી લઇ વૃદ્ધ સુધીના તમામ સીધો ફોન કરી શકે છે. ધારાસભ્‍ય તરીકેની સેવામાં તો કયારેય પાછા પડયા નથી. પણ સામાન્‍ય માણસ અને માનવતાની રૂંએ જે જે ફરજો આવી છે તે કયારેય પાછી પાની કરી નથી. ધારાસભ્‍ય તરીકે કરોડો રૂપિયાના વિકાસ કામો આ વિસ્‍તારમાં કરેલ છે. જેથી અનેક લોકોને ઉપયોગી થયા છે ધારાસભ્‍યની કામગીરી જોઇએ તો 2002 ની સાલમાં અક્ષરધામમાં જે હુમલો થયો તેમાં સાહસીક્‍તા બતાવી પોતાની સર્વિસ રીવોલ્‍વરથી આતંકવાદીનો સામનો કર્યો હતો. તાજેતરમાં બ્રાહ્મણના ચાર છોકરા બાયપાસ નજીક ઘુનામાં પડયા ત્‍યારે જીવના જોખમે 20 ફુટ ઉંડા પાણીમાં જઇ આ બાળકોને બહાર કાઢયા હતાં.
કોળી સમાજની સાથે સર્વજ્ઞાતિના સમુહલગ્‍નો કરી હજારો દિકરીઓના કન્‍યાદાન હિરાભાઇ સોલંકીએ કર્યા છે. બ્રાહ્મણથી લઇ દલિત સુધીના તમામ વર્ગોનેજયારે-જયારે મુશ્‍કેલી પડી છે ત્‍યારે એક ફ્રાયરબ્રિગેડ તરીકે હિરાભાઇ સોલંકી સાથે ઉભા રહયા છે. આજે ધારાસભ્‍ય પ4 વર્ષ પુર્ણ કરી પપ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે તેને શુભકામના નહિં પણ આ વિસ્‍તારના લોકો દિલથી શુભેચ્‍છા સાથે આર્શિવાદ આપી રહયા છે. આજે ધારાસભ્‍યના જન્‍મદિવસે યાર્ડના પ્રમુખ જીજ્ઞેશભાઇ પટેલ, ભાનુદાદા રાજગોર, દુષ્‍યંતભાઇ ભટ્ટ, કમલેશભાઇ મકવાણા, પાલિકાના પ્રમુખ સંજયભાઇ ધાખડા, અરજણભાઇ સરપંચ, શુકલભાઇ બલદાણીયા, લાલભાઇ મકવાણા, મહેન્‍દ્રભાઇ ધાખડા, વનરાજભાઇ વરૂ, ભગુભાઇ સોલંકી, જયેશભાઇ ઠાકર, ચેતનભાઇ શિયાળ, વલકુભાઇ બોસ, અરજણભાઇ વાઘ, પ્રતાપભાઇ મકવાણા, બકુલભાઇ વોરા સહિતના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહયા છે.


બાબરાના થોરખાણમાં શ્રી માંજરીયાને આવકાર

બાબરાના થોરખાણમાં આમઆદમી પાર્ટીના ઉમેદવાર એમ.ડી.માંજરીયાને બહેનોએ સમર્થન આપી પ્રચાર વેગવંતો બનાવ્‍યો હતો તે વેળાની તસવમાં નજરે પડે છે


14-11-2017

thumbnail of 14-11-17