Main Menu

Wednesday, November 15th, 2017

 

અમરેલી : પ્રથમ દિવસે જ 83 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્‍યા

અમરેલી જિલ્લાની પાંચ બેઠકો માટે ર1મી સુધી ફોર્મ ભરી શકાશે સૌથી વધુ રાજુલા બેઠકમાં 38, સૌથી ઓછા સાવરકુંડલામાં 7, અમરેલીમાં 19, લાઠીમાં 10 અને સાવરકુંડલા બેઠકમાં 7 ઉમેદવારીપત્રો ઉપડ્‍યા : પ્રથમ દિવસે એક પણ ફોર્મ ન ભરાયું
ઉમેદવારીપત્રોની રરમીએ ચકાસણી, ર4મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
અમરેલી,
લાંબા સમયથી જેની રાહ જોવામાં આવતી હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વિધિવત રીતે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે અને અને આ સાથે જ જિલ્લામાં કુલ પાંચ બેઠકો માટે ર1મી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. પ્રથમ દિવસે માત્ર ફોર્મનો ઉપાડ થયો હતો પરંતુ એકપણ ઉમેદવારીપત્ર ભરાયું નહોતું.
અમરેલી જિલ્લામાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે કલેક્‍ટર દ્વારા વિધિવત રીતે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે. જિલ્લામાં સરકારી તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવતી હતી. રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા કબજે કરવા માતે અનેક પ્રાકરના દાવપ્‍ચ રચવામાં આવ્‍યા હતા અને જે તે દાવેદારો દ્વારા ટિકિટ મેળવવા માટે એડીચોટીનું બળ લગાવવામાંઆવતું હતું જેના કારણે ભારે રસાકસીનો માહોલ હતો. જેની આતુરતા પુર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ચૂંટણીનો પાંચજન્‍ય ફૂંકાયો છે. જાહેરનામા અને અગાઉ જાહેર થયેલા કાર્યઠ્ઠમ મુજબ અમરેલી જિલ્લાની પાંચ બેઠકો માટે તા.14મીથી ર1મી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. રરમીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ર4મી સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. 9મી ડિસેંબરે મતદાન પ્રઠ્ઠિયા યોજાશે અને 18મીના મત ગણતરી કરવામાં આવશે. ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિદ્ધ થયાના પ્રથમ દિવસે જિલ્લામાં એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નથી. જો કે તમામ બેઠકોમાં ઉમેદવારીપત્રોનો ઉપાદ થયો હતો. જેમાં સૌથી વધુ રાજુલા બેઠકમાં પહેલા દિવસે જ એકી સાથે 38 ફોર્મ ઉપડ્‍યા હતા. જેથી રાજુલામાં ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારોમાં જિલ્લામાં સૌથી વધુ સઠ્ઠિય રસ જોવા મળ્‍યો હતો. ન્નયારે સૌથી ઓછા ફોર્મ ધારી બેઠકમાં પ્રથમ દિવસે માત્ર 9 ફોર્મ જ ઉપડ્‍યા હતા. જિલ્લા મથક અમરેલીની બેઠકમાં 19, લાઠીમાં 10 અને ધારીલ બેઠકમાં 9 ફોર્મ ઉપડ્‍યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ, કોંગ્રેસ સહિતના મુખ્‍ય રાજકીય પક્ષો દ્વારા હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી જેના કારણે હજુ સુધી કોણે ફોર્મ ભરવું તે જ નક્કી નથી. બે ત્રણ દિવસમાં જ ઉમેદવારોનીજાહેરાત થયા બાદ પૂરજોષમાં ફોર્મ ભરવાનું શરુ થશે.


જાફરાબાદ ટાઉન-મરીન પોલીસ દ્વારા 350 અટકાયતી પગલા : 6 તડીપાર

ઠેર-ઠેર પેરામિલેટ્રી દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ : જાફરાબાદ શહેરમાં દારૂના હાટડા અને જુગાર બંધ થતા લોકો મુક્‍ત રીતે મતદાન કરી શકે તેવોમાહોલ
રાજુલા,
અમરેલી જિલ્‍લા પોલીસ વડા શ્રી જગદીશ પટેલની સુચનાથી જાફરાબાદમાં નવા આવેલ પી.આઇ.આર.ટી.સનોરા અને મરીન પી.એસ.આઇ.વિજયસિંહ પરમાર દ્વારા આ વિસ્‍તારમાં મુક્‍ત રીતે લોકો મતદાન કરી શકે તે હેતુથી જાફરાબાદ પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સ દ્વારા ઠેર-ઠેર ઘનિષ્ઠ પેટ્રોલિંગ ગોઠવવામાં આવે છે અને જાફરાબાદના પી.આઇ.આર.ટી.સનોરાએ 250 જેટલા ઇસમોને ચૂંટણીને ઘ્‍યાને લઇ અટકાયતી પગલા લીધેલ છે. જયારે મરીન પી.એસ.આઇ.વિજયસિંહ પરમાર દ્વારા 150 જેટલા અટકાયતી પગલા લેવામાં આવે છે. અને આઠ જેટલા ઇસમોને તડીપાર કરવામાં આવેલ છે. જેના કારણે અસામાજીક તત્‍વોમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો છે જયારે જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા હજુ પણ તડીપાર અને પાસાઓની ફાઇલોની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે. જયારે જાફરાબાદમાં ઠેર-ઠેર પરાથી બંદર સુધી સી.સી.ટી.વી.કમેરા લગાડવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે .
આમ જાફરાબાદ સેન્‍સેટીવ ગામ હોવાથી અમરેલી પોલીસવડા અને જિલ્‍લા કલેકટર આ શહેર ઉપર બાજ નજર રાખી રહયા છે.
ચૂંટણી પહેલા અટકાયતી પગલાની કામગીરી હાથ ઉપર લેવામાં આવશે. અને ટાઉનની વઢેરાચોકી પીપળીકાંઠાની ચોકીઓ ઉપર વાહન ચાલકોનું પણ ઘનિષ્ઠ ચેકીેં હાથધરવામાં આવતાં હવે શહેરમાં દારૂ ઘુસાડવો પણ મુશ્‍કેલ છે. અને દારૂ જુગાર અંગે ઠેર-ઠેર દરોડા પણ કાર્યવાહી શરૂ છે.


અમરેલી શહેર-જિલ્‍લાના પ્રવર્તમાન રાજકારણમાં બે કૌશિકના દબદબા

એક સરખા નામ અને સરખી ઉંમરના કારણે લોકોએ પૂછવું પડે છે કે કયાં કૌશિકની વાત છે
અમરેલી,અમરેલી જિલ્‍લાના રાજકારણમાં દરેક રાજકીય મહાનુભાવોના નામો અલગ-અલગ છે. એક સરખા નામવાળા રાજકીય આગેવાનો લગભગ કોઇ નથી અને જે છે તે તાલુકા કક્ષાએ છે દાખલાતરીકે કાળુભાઇ વિરાણી અને કાળુભાઇ લુણસર તેવી જ રીતે ખાંભા નરેન્‍દ્રભાઇ ફીંડોળીયા (કાળુભાઇ) અને કુંકાવાવમાં નરેન્‍દ્રભાઇ પરવાડીયા. પણ અમરેલીમાં જિલ્‍લાના ધમરોળતા બે યુવાન આગેવાનો હમણાં છવાયેલા છે તેમાં એક છે ભાજપના સાવ નાની ઉંમરના પણ મોટા આગેવાન શ્રી કૌશિક વેકરીયા અને બીજા છે વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીના અમરેલી જિલ્‍લાના કર્તા હર્તા એવા હોનહાર યુવા આગેવાન શ્રી કૌશિક ધરજીયા ભાજપમાં શ્રી કૌશિક વેકરીયાની ઉંમર નાની હોવા છતાં વજન અને કામગીરી નોંધપાત્ર છે તેજ રીતે ગઇ જિલ્‍લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ભારે પડી જનાર શ્રી કૌશિક ધરજીયાનો પણ રાજકીય તખતે દબદબો છે. વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીના તે વરિષ્ઠ આગેવાન છે. આમ અમરેલીમાં આ બંન્‍ને યુવા આગેવાનોનો દબદબો છે.


અમરેલીના દિવાના શ્રી પરેશ ધાનાણી કહે છે કે, જીના યહા મરના યહા ઇસકે સિવા જાના કહા ! ની હાર પણ અમરેલીમાં અને જીત પણ અમરેલીમાં

અમરેલીમાં શ્રી બાવકુભાઇ ઉંધાડ સામે કિંમતી આગેવાનને મેદાનમાં ઉતારી કોંગ્રેસ કોઇ જોખમ લેવા ન માંગતી હોવાની ચર્ચા સાથે દિવસભર અફવા ઉડી હતી
અમરેલી,
આજે મંગળવારે આખો દિવસભર કોંગ્રેસના સીટીંગ ધારાસભ્‍ય શ્રી પરેશ ધાનાણીને સુરતમાં લડાવવા ચાલેલી અફવાઓનું ખંડન કરતા અમરેલીના દિવાના એવા શ્રી પરેશ ધાનાણીએ અવધ ટાઇમ્‍સ સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતુ કે, જીના યહા મરના યહા ઇસકે સિવા જાના કહા ! મારી હાર પણ અમરેલીમાં અને જીત પણ અમરેલીમાં જ હશે જીના યહા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં ભાજપના ઉમેદવાર અને દિગ્‍ગજ આગેવાન શ્રી બાવકુભાઇ ઉંધાડ સામે કોંગ્રેસના મુખ્‍યમંત્રી પદના દાવેદાર એવા કિંમતી આગેવાનને મેદાનમાં ઉતારી કોંગ્રેસ કોઇ જોખમ લેવા ન માંગતી હોવાથી તેને સુરતમાં લડાવવા બે આગેવાનો આતુર હોવાના ચર્ચા સાથે દિવસભર અફવા ઉડી હતી.


બગસરા ભાજપ દ્વારા ભવ્‍ય રોડ શો યોજાયો

શહેર સામાજીક સંસ્‍થા, જ્ઞાતિ યુવક મંડળો દ્વારા ઠેર ઠેર શ્રી દિલીપભાઇ સંઘાણીનું સન્‍માન : સાર્વત્રીક આવકાર સાથે લોકોનું ભાજપને સમર્થન
બગસરા,ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા મહસંપર્ક અભિયાન અંતર્ગત રોડ શો તથા જનસંપર્કનો કાર્યક્નમ કદાવર નેતા દિલીપભાઇ સંઘાણીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ રોડ શોમાં હજારો કાર્યકર્તાઓએ ભાગ લીધેલ અને ભારત સરકાર અને ગુજરાત સરકારના નરેન્‍દ્રભાઇ મોદી તથા વિજયભાઇ રૂપાણીની સરકારોએ જન ઉપયોગી કરેલા કામોની યાદી સાથે શહેરમાં પત્રીકા વિતરણ કરવામાં આવેલ.આ રોડ શો નદીપરાથી શરૂ થઇ સથવારા સમાજની વાડી સુધી યોજાયેલ જેમાં બગસરાની સામાજીક સંસ્‍થાઓ, ચેમ્‍બર ઓફ કોર્મસ, વેપારી મહામંડળ, માંધાતા ગૃપ, શ્રી બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી, સમર્થ શરાફી મંડળી, કિરાણા એસો.,વ્‍હોરા સમાજ, દલિત સમાજ, વાણંદ સમાજ, કોળી સમાજ, મુસ્‍લિમ સમાજ, બ્રહ્મ સમાજ, વાંજા સમાજ, મોચી સમાજ, સથવારા સમાજ, લોહાણા સમાજ, ભરવાડ સમાજ, વણીક સમાજ, ક્ષત્રિય સમાજ, ધોબી સમાજ, વાલ્‍મીકી સમાજ, દેવી પુજક સમાજ સહિતના સમાજના પ્રમુખશ્રીઓ તથા આગેવાનો દ્વારા દિલીપભાઇ સંઘાણીનું શાલ તથા પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત સન્‍માન કરેલ.
આ કાર્યક્નમમાં હિરેનભાઇહિરપરા, સંજયભાઇ ધાણક, શરદભાઇ લાખાણી, રશ્‍વિનભાઇ ડોડીયા, મનસુખભાઇ સુખડીયા, કૌશિકભાઇ વેકરીયા, કનુભાઇ પટોળીયા, ભગીરથભાઇ ત્રિવેદી, રાજુભાઇ ગીડા, અશ્‍વિનભાઇ સાવલીયા, , રિતેષભાઇ સોની, કાંતિભાઇ સતાસીયા, એ.વી.રીબડીયા, ધીરૂભાઇ માયાણી, રાજુભાઇ રાબડીયા, હરેશભાઇ પટોળીયા, ગોવિંદભાઇ રાઠોડ સહિત નગરપાલિકા સદસ્‍યો સંગઠનના હોદ્દેદારો યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, લઘુમતિ મોરચો, બક્ષીપંચ મોરચો, અનુ.જાતિ મોરચો સહિત જનસંઘથી આજસુધીના યુવા કાર્યકર્તાઓએ આ રોડ શોને સફળ બનાવેલ તેમ શહેર ભાજપ મહામંત્રી નિતેષ ડોડીયાની યાદી જણાવે છે.


અમરેલી બાલભવનમાં બૃહદ ગુજરાત કથ્‍થકની પરિક્ષા લેવાઇ

અમરેલી,
બાલભવન અમરેલી સંગીત વિભાગમાં બૃહદ ગુજરાત કથ્‍થકની પરિક્ષા યોજાઇ હતી જેમાં આશરે 100 બાળાઓએ પ્રારંભિક પરિક્ષાથી લઇ ઉપાન્‍ત્‍ય વિશારદ સુધીની પરિક્ષા આપી હતી. બાલભવનના કથ્‍થક શિક્ષિકા શ્રીમતિ શિવાનીબેન વ્‍યાસ દ્વારા તમામ બાળાઓને તાલીમ અપાઇ હતી.
આ તકે બાલભવનના ડાયરેકટર નિલેષભાઇ પાઠક, શ્રીમતિ નયનાબેન પાઠક દ્વારા પરિક્ષકસુરભીબેન શુકલને આવકાર્યા હતાં. પરિક્ષામાં તબલા સંગત, મનોજ ઠાકર અને હાર્મોનિયમ મીરા વ્‍યાસ દ્વારા સેવા અપાયેલ. મુખ્‍ય ટ્રસ્‍ટ્ટી જવાહરભાઇ મહેતા, ચેરમેન હેમેન્‍દ્રભાઇ મહેતા દ્વારા બાળકોને શુભેચ્‍છા પાઠવવામાં આવેલ પરિક્ષાની વ્‍યવસ્‍થા ડે.ડાયરેકટર દિનેશભાઇ ત્રિવેદી તથા સંગીત શિક્ષક પંકજભાઇ જોષી અને યશ રાવલ દ્વારા કરવામાં આવેલ.


માજી સાંસદ ડો.પ્રકાશરાવ આંબેડકરનું સન્‍માન કરતાં શ્રી કૌશિક ધરજીયા

વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીના આગેવાનોની ઉપસ્‍થિતિમાંડો.બી.આર.આંબેડકરના પપૌત્ર અને માજીસાંસદ ડો.પ્રકાશરાવ આંબેડકરનું સન્‍માન કરી સ્‍વાગત કરતા યુવા અગ્રણી શ્રી કૌશિક ધરજીયા
અમરેલી,ભાવનગર ખાતે કોંગ્રેસ અને ભાજપ બંનેથી ત્રાસી ગયેલા લોકો માટે વિકલ્‍પ બનેલ વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટી ના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ શ્રી ધરમશીભાઇ ધાપા, મહામંત્રી શ્રી બાબરીયા સહિતના દિગ્‍ગજ આગેવાનોની ઉપસ્‍થિતિમાં ભાવનગર ખાતે યોજાયેલા વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીના પડકાર મહાસંમેલનમાં અમરેલી જિલ્‍લામાંથી હોનહાર તેજસ્‍વી આગેવાન શ્રી કૌશિક ધરજીયા તથા ભરવાડ સમાજના આગેવાન શ્રી ભુરાદાદા (તળાજાવાળા) સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં ડો.બી.આર.આંબેડકરના પપૌત્ર અને માજીસાંસદ શ્રી ડો.પ્રકાશરાવ આંબેડકરનું શ્રી કૌશિક ધરજીયા અને તેની ટીમ દ્વારા ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સંમેલનમાં ડો.પ્રકાશરાવ આંબેડકરે ભારતના સવિધાનને બચાવવા માટે હાંકલ કરી હતી.


બાબરાના ખંભાળામાં દલિત સમાજનું સ્‍નેહમિલન યોજાયું

બાબરા તાલુકાનાખંભાળા ગામે બાબરા તાલુકાના સમસ્‍ત દલિત સમાજ આયોજીત સ્‍નેહમિલન કાર્યક્નમનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.જેમાં ચમારડીના ઉદ્યોગપતિ અને ખોડલધામનાં મુખ્‍ય દાતા તરીકે જાણીતા ગોપાલભાઇ વસ્‍તરપરાનું ભવ્‍ય ફુલહારથી સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.ત્‍યારે ગોપાલભાઇ વસ્‍તરપરા દ્વારા આગામી છઠા સમુહલગ્‍ન ઉત્‍સવમાં બાબરા, લાઠી, દામનગરના દલિત સમાજની દિકરીઓનુ કન્‍યાદાન કરી હરખેથી પરણાવાશે ત્‍યારે આ સ્‍નેહમિલન કાર્યક્નમમાં બાબરા તાલુકાના સમગ્ર દલિત સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિમાં વ્‍યસનમુક્‍તિ. બેટી બચાવો, પર્યાવરણ જાગૃતિ, શિક્ષણ અંગે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતુ.ત્‍યારે આગામી વિધાનસભા ચૂંટણી નજીક હોય ત્‍યારે સમસ્‍ત દલિત સમાજ પરીવાર વતી ગોપાલભાઇ વસ્‍તરપરાને ચૂંટણી લડવાની હાંકલ કરી હતી. ત્‍યારે આ કાર્યક્નમનાં મુખ્‍ય આયોજક શ્રી કિશોરભાઇ માધડ, પ્રવિણભાઇ દાફડા, ભીમજીભાઇ સોઢળીયા, અરવિંદભાઇ પરમાર, હરેશભાઇ મેવાડા, શૈલેષભાઇ પરમાર અમરેલી, વિરજીભાઇ બોરીચા તેમજ અનુજાતિ મોરચાના મહામંત્રી શ્રી સોમાભાઇ બગડા સહિતના ગામડે ગામડેથી દલિત સમાજનાં આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.


રાજુલાના ભંડારીયા હનુમાનદાદાએ પ્રતાપભાઈ મકવાણા દ્વારા મહાપ્રસાદ

સાધુ સંતો સહીત જિલ્લા ભાજપ ના દિગન્નજ રાજકીય નેતા સહીત કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ઓ પણ મોટી સંખ્‍યા માં ઉપસ્‍થિત રભ
રત્‍(ઘ્‍વ્‍ત્‍લ
રાજુલા તાલુકા ના ભંડારીયા હનુમાન દાદા એ પ્રતાપભાઈ મકવાણા દ્વારા મહાપ્રસાદ સ્‍થાનિક સહીત જિલ્લા ભાજપ ના દિગન્નજ નેતા સહીત સાધુ સંતો રભ ઉપસ્‍થિત રાજુલા તાલુકા ના ભંડારીયા દાદા ના સાનિઘ્‍ય માં તાલુકા પંચાયત ના સદસ્‍ય અને ભાજપ અગ્રણી પ્રતાપભાઈ મકવાણા દ્વારા મહા પ્રસાદ નું આયોજન કરવા માં આવ્‍યું હતું
આ પ્રસંગે સાધુ સંતો સહીત જિલ્લા ભાજપ ના દિગન્નજ રાજકીય નેતા સહીત કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ઓ પણ મોટી સંખ્‍યા માં ઉપસ્‍થિત રભ હતા
જેમાં વાવડી મહંત બાબભાઈબાપુ,સાંસદ નારણભાઇ કાછડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા,સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ભીમબાપુ બોરીસા વડ,કાતર દરબાર દાદબાપુ વરૂ,જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ,રામકુભાઇ ધાખડા,દિલુભાઈ વરૂ (ખુલતો છગડિયો કા!સ)કોહિનૂર હોટલ(બંધ થતો છગડિયો કા!સ),કનુભાઈ વરૂ,નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા,માર્કેટિંગ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈપટેલ,ચેતનભાઈ શિયાળ,ભોળાભાઈ લાડુમોર,અરજણભાઇ લાખણોત્રા,તાલુકા પંચાયત પ્રમુખ વલ્‍કુભાઈ બોસ,પીઠુભાઈ બોરીસા,બાપલુભાઈ વાળા,શુક્‍લભાઈ બાલદાણીયા,લાલભાઈ મકવાણા,જસુભાઈ ખુમાણ,કાળુભાઇ વાઘ,જેન્‍તીભાઇ જાણી,ડોક્‍ટર એમ.ડી. ભરતભાઈ,હસુભાઈ વરૂ,સુરેશભાઈ મકવાણા,જેરામભાઈ પટેલ સર્જન કન્‍ટ્રક્‍શન,શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે,મનુભાઈ ધાખડા,વિનુભાઈ વોરા,સુરેશભાઈ તારપરા, સહીત આસપાસ ગામોના સરપંચો ખેડૂતો મોટી સંખ્‍યા માં હાજર રભ હતા


15-11-2017

thumbnail of 15-11-17