Main Menu

Thursday, November 23rd, 2017

 

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારીપત્રો રદ કરવા લાઠીમાં વાંધો લેતા શ્રી ધરજીયા

ચૂંટણીઅધિકારી સમક્ષ લેવાયેલા વાંધા છતાં ઉમેદવારી રદ ન કરાતા આજે વી.પી.પી.ના શ્રી ધરજીયા, આપના શ્રી માંજરીયા દ્વારા લીગલ એડવાઇઝર શ્રી સંજીવ મહેતાના માઘ્‍યમથી હાઇકોર્ટમાં રીટ કરાશે

ભાજપના અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લાઠીમાં ચૂંટણી અધિકારી સમક્ષ વીડીયોગ્રાફીમાં સોગંધવિધિ ન થઇ હોવાનું અને નિયમ પ્રમાણેનું સોગંધનામું ન અપાયું હોવાની ઉગ્ર રજૂઆતો ઘ્‍યાને ન લેવાઇ

અમરેલી,

અમરેલી જિલ્‍લામાં જયાં પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાવાની છે તેવી લાઠી-બાબરા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા કોંગ્રેસ અને ભાજપ દ્વારા કાનૂની પ્રકિ્નયામાં ગોથુ ખવાણુ ં હોય તેમ બંને પક્ષના ધુરંધર ઉમેદવારો દ્વારા અમરેલી જિલ્‍લામાં ઇલેકશન કમિશન ઓફ ઇન્‍ડિયાના નિયમ પ્રમાણે ભારતના બંધારણની કલમ 173-ક અન્‍વયના સોગંધનામાની ઓન ઓથ વિડીયોગ્રાફી ન થઇ હોવાની ઉગ્ર રજૂઆત સાથે રાજકીયપાર્ટી વ્‍યવસ્‍થા પરિવર્તપાર્ટી તથા આમ આદમીપાર્ટી અને ગુજરાત જનચેતનાપાર્ટીના ઉમેદવારો વતી વી.પી.પી.ના લીગલ એડવાઇઝર શ્રી સંજીવ મહેતા દ્વારા લાઠીના ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો ઉઠાવાતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે અને સાથે-સાથે સૌના જીવ પણ અઘ્‍ધરથઇ ગયા છે.

આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે આજે ઉમેદવારોપત્રોની ચકાસણી શરૂ થતા સમયે વી.પી.પી.ના ઉમેદવાર શ્રી કૌશિક ધરજીયાએ પોતાના લીગલ એડવાઇઝર શ્રી સંજીવ મહેતા દ્વારા પોતાની લેખિત વાંધા અરજી રજૂ કરી હતી કે ઇલેકશન કમિશન ઓફ ઇન્‍ડિયાના નિયમ પ્રમાણે ભારતના બંધારણની કલમ 173-ક અન્‍વયના સોગંધનામાની ઓન ઓથ વિડીયોગ્રાફી લાઠી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરા તથા કોંગ્રેસના ઉમેદવાર શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મર દ્વારા થઇ નથી. વીડીયોમાં સોગંધવિધિ ઉપરાંત 20 રૂા.ના સ્‍ટેમ્‍પ પેપર ઉપર નોટરી નહીં પરંતુ ચૂંટણી અધિકારી સમક્ષ કરવાનું સોગંધનામું તા.21 ના રાત્રીના 12:00 કલાક પહેલા થવું જોઇએ અને તેની રીસીપ્‍ટ ઉમેદવારો પાસે હોવી જોઇએ આ નિયમનું પાલન થયું નથી અને ભાજપના ગોપાલભાઇ વસ્‍તરપરાના મેન્‍ડેટમાં પહેલું પાનું (ફોર્મ-એ) ઝેરોક્ષ નકલ છે અને ફોર્મ એ નું બીજું પાનું અસલ હોય જેના કારણે મેન્‍ડેટ બદલવામાં આવ્‍યો છે તેવી શંકા પણ જન્‍માવે છે. જેના કારણે વી.પી.પી.નું ફોર્મ માન્‍ય રાખી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના ફોર્મ રદ કરવા ની માંગણી કરતા ચૂંટણી અધિકારીશ્રીએ સુનાવણીની નોટીસ અને સમય નક્કી કરવાને બદલે કોંગ્રેસ અને ભાજપ સહિત તમામ ઉમેદવારોનાફોર્મ મંજુર કરતાં ન્‍યાય મેળવવા માટે વ્‍યવસ્‍થા પરિવર્તનપાર્ટીના ઉમેદવાર શ્રી કૌશિક ધરજીયા દ્વારા લીગલ એડવાઇઝર શ્રી સંજીવ મહેતાના માઘ્‍યમથી અદાલતી કાર્યવાહી શરૂ કરશે અને આજે ગુરૂવારે હાઇકોર્ટમાં આ મામલે રીટ પણ દાખલ કરે તેવી શકયતાઓ જણાય છે.

બીજી તરફ આ વાંધાને કારણે રાજકીય રીતના પણ બંને પાર્ટીના કાર્યકરોમાં કંઇ ખુશી અને કંઇ ગમ જેવો માહોલ જોવા મળ્‍યો હતો.હાઇકોર્ટમાં શું દાખલ થાય અને શું પરિણામ આવે છે તેના તરફ સૌની મીટ મંડાય છે. સાથે-સાથે મુખ્‍ય ચૂંટણીઅધિકારીશ્રી અમરેલીને તમામ બેઠકો ઉપર થયેલી વીડીયોગ્રાફી પોતાના કમ્‍જામાં લઇ લેવા પણ વી.પી.પી.ના શ્રી ધરજીયા દ્વારા માંગણી કરાઇ છે.

 


અમરેલીમાં ટેકાના ભાવે ખરીદીથી ખેડુતો ખુશ

માર્કેટયાર્ડ ખાતે નાફેડ દ્વારા શ્રી પ્રતાપપરા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી અશ્‍વિનભાઇ સાવલીયા દ્વારા ખરીદીની થી કામગીરીથી ખેડૂતોમાં આનંદ અને ખુશી

અમરેલી,

ટેકાના ભાવે વહેંચેલ મગફળીના પૈસા સરકારશ્રી દ્વારા ખેડૂતોના બેન્‍ક ખાતામાં જમા થવાની શરૂઆત થતાં ખેડૂતો દ્વારા સરકારશ્રી અને અશ્‍વિનભાઇ સાવલીયાનો આભાર માનતતા ખેડૂતો.આ સમગ્ર કામગીરીમાં રાજય પુર્વ કૃષિમંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી તથા કેન્‍દ્રીયકૃષિ મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા અને અશ્‍વિનભાઇ સાવલીયા તથા માર્કેટયાર્ડ અમરેલીના ચેરમેન શ્રી પી.પી.સોજીત્રા તથા સેક્નેટરી પરેશભાઇ પંડયા તથા નાફેડના અધિકારીશ્રીઓનું સતત મોનિટરીંગ અને માર્ગદર્શન પુરૂ પાડેલ છે.આ સમગ્ર કામગીરીથી સમયસર ખેડૂતોને તેમના માલના નાણા ખેડૂતના બેંકખાતામાં જમા કરાવવા સુધીની કાળજી લીધેલ છે.અમરેલી માર્કેટયાર્ડ ખાતે નાફેડ દ્વારા પ્રતાપપરા સેવા સહકારી મંડળી મારફત મગફળીની વિપુલ પ્રમાણમાં ખરીદી અને સમયસર તોલ વ્‍યવસ્‍થાની ખેડૂતોમાં સંતોષની લાગણી અનુભવેલ છે.

મંડળી વતી પ્રમુખ અશ્‍વિનભાઇ સાવલીયા અને તેમની ટીમના સભ્‍યો અનિલભાઇ સાવલીયા, પ્રવિણભાઇ હીરપરા, કમલેશભાઇ જોષી, દિનેશભાઇ ભુવા, યાશીન પરમાર, ખોડીદાસભાઇ સવાણી, નિકુંજ કાબરીયા, માધવ વીરપરા, જયદિપ જોષી તથા મેહુલ ભુવા અને રજીસ્‍ટ્રેશન અને ઓનલાઇન પ્રકિ્નયા માટે કામ કરતા તરવરીયા યુવાન કૌશલ દાણીધારીયા અને સમગ્ર ટીમનો જિલ્લાના આજુબાજુના ગામના ખેડૂતો જેમના બેંક ખાતામાં ટેકાના ભાવે વહેંચલ મગફળીના પૈસા જમા થયેલ છે તે ખેડૂતો દ્વારા અશ્‍વિનભાઇ સાવલીયાનો ટેફિલોનીક આભાર માનેલ છે.હંમેશા જેમના હૈયે ખેડૂતોનું અને પશુપાલકોનું હિત વસેલું છે એવા અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઇ સાવલીયાનું જિલ્લાના ખેડૂતોએ હ્ય્‌દય પુર્વક આભાર માનેલ છે.

 


આજે સાંજે બગસરામાં શ્રી દિલીપ સંઘાણીની કાર્યકર્તા બેઠક

બગસરામાં વાંઝા જ્ઞાતિ પાર્ટીપ્‍લોટમાં સાંજે 5:00 કલાકે બગસરા શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓની બેઠક શ્રી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્‍થિતિમાં યોજાશે

ભાજપના ગઢ ગણાતા બગસરામાં શ્રી દિલીપભાઇ સંઘાણીની ઉમેદવારીને કારણે કાર્યકરો ઉપરાંત બગસરાના તમામ જ્ઞાતિ સમાજ અને સંગઠનોમાં ખુશીની લહેર

અમરેલી,

ધારી-બગસરા વિસ્‍તારમાં શ્રી દિલીપ સંઘાણીની ઉમેદવારીથી આનંદ છવાયો છે.

અને ભાજપના દિગ્‍ગજ નેતા આ વિસ્‍તારના વાલી બનતા ઉત્‍સાહ વચ્‍ચે આજે તા.23ને ગુરૂવારે સાંજે 5:00 કલાકે વાંઝા જ્ઞાતિ પાર્ટીપ્‍લોટ પોલીસ સ્‍ટેશન સામે બગસરામાં શ્રી દિલીપ સંઘાણીની કાર્યકર્તાબેઠક યોજાનાર છે.

બગસરામાં વાંઝા જ્ઞાતિ પાર્ટીપ્‍લોટમાં સાંજે 5:00 કલાકે બગસરા શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓની બેઠક શ્રી દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં યોજાશે. જેમાં શ્રી દિલીપભાઇને સત્‍કારવાને સન્‍માનવા માટે ભાજપના ગઢ ગણાતા બગસરામાં શ્રી દિલીપભાઇ સંઘાણીની ઉમેદવારીને કારણે કાર્યકરો ઉપરાંત બગસરાના તમામ સમાજ અને સંગઠનોમાં ખુશીની લહેર સાથે થનગનાટ છવાયો છે.

 


તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી પીઠાભાઇના કોંગ્રેસને રામ-રામ

શ્રી હિરાભાઇ સોલંકીને ટેકો જાહેર કરી પોતાના હજારો સમર્થકો સાથે શ્રી પીઠાભાઇ નકુમે ભાજપમાં વિધિવત પ્રવેશ કરતાં રાજુલા તાલુકાના રાજકારણમાં ખળભળાટ

રાજુલા તાલુકામાં હિરાભાઇની સમકક્ષ કોંગ્રેસના મોટા માથા શ્રી પીઠાભાઇ નકુમના રાજીનામાથી કોંગ્રેસમાં ધરતીકંપ જેવી હાલત : આહિર સમાજનું પણ જબરદસ્‍ત સમર્થન

અમરેલી,રાજુલા તાલુકામાં કોંગ્રેસના ટીકીટના દાવેદાર અને રાજુલાના પૂર્વધારાસભ્‍ય શ્રી ખોડાબાપા નકુમના પુત્ર અને તાલુકાકોંગ્રેસ પ્રમુખ શ્રી પીઠાભાઇ નકુમે કોંગ્રેસને રામ-રામ કરી ભાજપના ધારાસભ્‍ય શ્રી હિરાભાઇ સોલંકીને ટેકો જાહેર કરી પોતાના હજારો સમર્થકો સાથે શ્રી પીઠાભાઇ નકુમે ભાજપમાં વિધિવત પ્રવેશ કરતાં રાજુલા-જાફરાબાદ તાલુકાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે.રાજુલામાં મોડી રાતે રાજકીય ભુકંપ સર્જાયો હતો. કોંગ્રેસના દાવેદાર માજી ધારાસભ્‍યના પુત્ર અને જિલ્‍લા પંચાયતના સદસ્‍ય ભાજપમાં જોડાતા ભાજપ વિજયસરઘસ જેવો માહોલ સર્જાયો હતો કોંગ્રેસ બે દિવસથી સમાધાન કરતા તથા ભાજપે સમાધાન કરતા સોપો પડી ગયો છે. જાણવા મળતી વિગત મુજબ રાજુલા કોંગ્રેસમાં 30 વર્ષથી હતા અને માજી ધારાસભ્‍ય સ્‍વ.ખોડાભાઇ નકુમના પુત્ર પીઠાભાઇ નકુમ જે વિધાનસભા-2017ના પ્રબળ દાવેદાર હતાં અને જિલ્‍લા પંચાયતના સદસ્‍ય સહિત 3000 કાર્યકર્તાઓ મોડી રાતે ભાજપમાં જોડાતા ભાજપમાં દિવાળી જેવો માહોલ સર્જાયો ભાજપ કાર્યાલયે જ મતદાન પહેલા વિજય સરઘસ કાઢયું હતું અને ખભે ચડાવી ફેરવ્‍યા હતાં.

અત્રે નોંધનીય બાબત છે કે આ વિસ્‍તારમાં પંચોળી આહિર સમાજની વસ્‍તી છે. તેને છેલ્‍લા 20 વર્ષથી અન્‍યાય થયો હતો. ત્‍યારે આ વખતે ટિકિટ નહિં અપાતા ભારે રોષ વ્‍યાપી જવા પામ્‍યો હતો. ત્‍યારે આખો પંચોળી આહિર સમાજ ભાજપમાં જોડાતા રાજકીયભુકંપ સર્જાયો હતો. મોડી રાતે ભાજપમાં ચૂંટણી પહેલા જ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. શું કહ છે પીઠાભાઇ નકુમ આ બાબતે પીઠાભાઇ નકુમે જણાવ્‍યું હતું કે આ કોંગ્રેસ દ્વારા 20 વર્ષથી અન્‍યાય થઇ રહયો છે અમારા સમાજે મને મોટો કર્યો છે આથી સમાજની લાગણીને માન રાખી ભાજપમાં જોડાયો છે. આખા સૌરાષ્‍ટ્રમાં ભાજપનો ભગવો લહેરાવાશે.

આ તકે જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ, હિરાભાઇ સોલંકી, રવુભાઇ ખુમાણ, શુકલભાઇ બલદાણીયા, પરેશભાઇ લાડુમોર, લાલભાઇ મકવાણા, બાબુભાઇ વાણીયા, રવિભાઇ બલદાણીયા, વલકુભાઇ બોસ, ભોળાભાઇ લાડુમોર, ડો.હિતેષ હડીયા, હિંમતભાઇ જીંજાળા, જસુભાઇ કળસરીયા જોડાયા હતાં. જસુભાઇ કળસરીયા, કનુભાઇ કળસરીયા, કમલેશભાઇ મકવાણા, રામવીરજી ચૌહાણ, સંજયભાઇ ધાખડા, જીજ્ઞેશભાઇ પટેલ, વિજયભાઇ ગોસ્‍વામી, બાલુભાઇ નકુમ, નારણભાઇ નકુમ, ડો.ધીરૂભાઇ હડીયા સહિતના આગેવાનો ઉપરાંત નરેન્‍દ્રભાઇ નકુમે ફિરોજભાઇ જાખરા, ફિરોજભાઇ મ્‍લોચ, યોગેશભાઇ નકુમ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

ધીરૂભાઇ કળસરીયા, પરેશભાઇ લાડુમોર, વલ્‍લભભાઇ લાડુમોર, શહેર પ્રમુખ મયુરભાઇ દવે, મહેન્‍દ્રભાઇ ધાખડાએ આવકાર્યા હતાં તેમ મીડીયા સેલના દુષ્‍યંત ભટ્ટની યાદીમાં જણાવ્‍યું છે.

 


ચલાલા હોટેલ વનવગડાની મહેમાનગતિ માણતા મંત્રી શ્રી રૂપાલા અને શ્રી સંઘાણી

અમરેલી જિલ્લાના સ્‍વાદપ્રેમીઓ તથા પ્રકૃતિપ્રેમીઓને ઘેલુ લગાડનાર વનવગડા હોટેલમાં કાઠીયાવાડી ભોજનનો સ્‍વાદ માક્કયો

ચલાલા,સમગ્ર ગુજરાત રાજયમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા મતદાતાઓ થનગની રહયા છે. તેમજ રાજસ્‍વી મહાપુરૂષો પોતાના વિસ્‍તારની જનતાની સુખાકારી માટે પ્રતિનિધિત્‍વ કરવા આતુર છે. તેમજ રાત-દિવસ પ્રયત્‍નો કરી રહયા છે. ત્‍યારે હાલના અતિ કટોકટીના સમયે પણ સદાય સાદગી તેમજ સરળ સ્‍વભાવ જેમનો પરિચય છે તેવા રાષ્‍ટ્રીય ભાજપના નેતા અને કેન્‍દ્રીય રાજયકક્ષાના કૃષિમંત્રી પુરૂતોષમભાઇ રૂપાલા, નાફસ્‍કોબના ચેરમેન તથા સહકારી જગતના અડીખમ આગેવાન તથા ધારી-બગસરા વિસ્‍તારના ધારાસભ્‍ય દાવેદાર શ્રી દિલીપભાઇ સંઘવી તથા મહાનુભાવો બહુ જ ટુંક સમયમાં જ સમગ્ર અમરેલી જિલ્‍લાના સ્‍વાદપ્રેમીઓ તથા પ્રકૃતિ પ્રેમીઓને ઘેલુ લગાડનાર હોટલ વનવગડોની આટલા વ્‍યસ્‍ત સમયમાં પણ ખાસ મહેમાનગતી માણી શુઘ્‍ધ કાઠીયાવાડી ભોજનનો સ્‍વાદમાણી જેમની સાથે સદાય આત્‍મીયતા ધરાવતા હોટેલ માલિક ઉપેન્‍દ્રભાઇ વાળાના આ નવા સાહસને બિરદાવી શુભેચ્‍છા પાઠવી હતી તેવી અખબારી યાદીમાં જાગૃત પત્રકાર પ્રકાશભાઇ કારીયાજણાવે છે.

 


કુંડલા તાલુકામાંથી શ્રી પ્રતાપ દુધાત ઉપર જન-જનના આર્શિવાદનો ધોધ

વિરડીના પૂર્વસરપંચ શંભુભાઇ ઠાકોર અને વર્તમાન ઉપસરપંચ જયસુખભાઇ ચાવડા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયાં : સાવરકુંડલાના ભોળાભાઇ ભરવાડ પણ કોંગ્રેસમાં આવીગયાં

કુંડલામાં જન આર્શિવાદ સંમેલનમાં કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના કાર્યકરોને ખેસ પહેરાવી આવકારાયા : શ્રી પ્રતાપ દુધાતના નેતૃત્‍વમાં કોંગ્રેસમાં જોડાવવા માટે અનેક કતારમાં

અમરેલી,

સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ તરફથી શ્રી પ્રતાપ દુધાતને ટીકીટ અપાતા કોંગ્રેસમાં હરખની હૈલી ચડી છે. સાવરકુંડલા-લીલીયા તાલુકામાંથી શ્રી પ્રતાપ દુધાત ઉપર જન-જનના આર્શિવાદનો ધોધ વહી રહયો છે અને શ્રી પ્રતાપ દુધાતની લોકપ્રિયતાને કારણે તેમાં જોડાવા માટે અનેક લોકો આતુર બન્‍યા છે.ઉમેદવારીપત્ર ભરવાના દિવસે યોજાયેલા જનઆર્શિવાદ સંમેલનમાં સાવરકુંડલા તાલુકાના વિરડી ગામના પૂર્વસરપંચ શંભુભાઇ ઠાકોર અને વર્તમાન ઉપસરપંચ જયસુખભાઇ ચાવડા વિધિવત રીતે ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાઇ ગયાં હતાં. આ ઉપરાંત સાવરકુંડલા શહેરના જયાં 300 જેટલા માલધારીઓ વસે છે ત્‍યાં વોર્ડ નં-6માં ભાજપના સકિ્નય કાર્યકર ભોળાભાઇ મેઘાભાઇ ભરવાડ પોતાના 50 થી 60 કાર્યકરો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતાં. આ પ્રસંગે જિલ્‍લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કેહુરભાઇ ભેડા તથા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઇ સાંટીયા અને નગરપાલિકાના સભ્‍ય બિજલભાઇ બતાડાએ કાર્યકરોને આવકાર્યા હતાં તેમભરતભાઇ સાંટીયાએ એક યાદીમાં જણાવ્‍યું છે.

 


ખાંભા પાસે આવેલ સ્‍ટેટ હાઇવેના પૂલ પાસે કોન્‍ટ્રાકટરની બેદરકારીથી યુવાનનું મોત

અમરેલી,

ખાંભા સ્‍ટેટ હાઇવે પાસે હાલમાં પુલનું કામ ચાલી રહયું છે જેમાં કોન્‍ટ્રાકટરની ગંભીર પ્રકારની બેદરકારીના કારણે એક યુવાનનો ભોગ લેવાતા લોકોમાં પ્રચંડ રોષની લાગણી ભભુકી ઉઠી છે.

આ અંગેની વિગતો મુજબ ખાંભા-ઉના સ્‍ટેટ હાઇવે ઉપર હાલમાં ખડાધાર અને બોરાળા ગામની વચ્‍ચે એક પુલનું કામ ચાલી રહયું છે. જેના કારણે રોડની અંદર 1પ ફુટ ઉંડો ખાડો કરવામાં આવ્‍યો છે અને આ ખોદકામમાં હાલ લોખંડ પાથરીને આરસીસીનું કામ ચાલું છે.

ગત રાત્રીના ઉના તરફથી ટુવ્‍હીલ સવારીમાં કોદીયા ગામના બે યુવાનો ખાંભા તરફ જઇ રહયા હતાં ત્‍યારે આ ખોદકામ અંગે તેમને જાણકારી ન હોવાના કારણે અંધારામાં સીધા જ ખોદકામ કરેલા ખાડામાંખાબકયા હતાં જેના કારણે એક યુવાન રતુભાઇ વાઘભાઇનું ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતું.

લોખંડના કારણે યુવાનનું આખું શરીર છાળણી જેવું બની ગયું હતું અને ખાડામા લોહીના ફુવારાઓ ઉડયા હતાં. આ સમગ્ર ઘટના અંગે કોન્‍ટ્રાકટર સામે ગુનાહિત બેદરકારી દાખવવા બદલ કોન્‍ટ્રાકટર સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવા માટે માગણી ઉઠી છે.

 

 


અમરેલીના ફતેપુરમાં ભાજપના ઉમેદવાર બાવકુભાઇ ઉંધાડે બેઠક યોજી

આગેવાનો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહયા : શ્રી બાવકુભાઇ ઉંધાડને આવકારી ગ્રામજનોએ નિડર સ્‍વચ્‍છઉમેદવારને ખુલ્‍લુ સમર્થન આપ્‍યું

ફતેપુર,

અમરેલી તાલુકાના ફતેપુરમાં ભાજપના ઉમેદવાર બાવકુભાઇ ઉંધાડની બેઠક યોજાઇ હતી તેમા ગામના આગેવાન મનજીભાઇ ડાબસરા, સતીષભાઇ રાઠોડ, હરીભાઇ કાનપરીયા, મુકેશભાઇ રાઠોડ, હંસરાજભાઇ જાદવ, અરવિંદભાઇ કાનપરીયા, ઉમેષભાઇ કાનપરીયા, ચતુરભાઇ કાનપરીયા, ઘનશ્‍યામભાઇ કાનપરીયા, તેમજ બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા. બાવકુભાઇની સાથે કૌશીકભાઇ વેકરીયા, ઘનશ્‍યામભાઇ ત્રાપસીયા, વિઠલભાઇ ગજેરા, દિલીપભાઇ સાવલીયા સહિત ઉપસ્‍થિત રહયા હતા.

 


હવે અમે આવી રહયાછીએ…સાવરકુંડલાના પ્રિન્‍ટ મીડીયામાં પણ તૈયાર થઇ રહી છે નવી યંગ કેડર

અમરેલી,પરિવર્તન એ સમયની માંગ છે મીડીયાની દુનિયામાં કેમેરામેન, ફોટોગ્રાફર, રીપોર્ટર પ્રમોશન મેળવી સીનીયર બને અને એડીટર સુધીની કેડર સુધી પહોંચી શકે છે. અમરેલી જિલ્‍લાના ઇલેકટ્રો મીડીયામાં સીનીયર એવા શ્રી મહેન્‍દ્ર બગડા, પ્રિન્‍ટ મીડીયામાંથી ગલઢે ગઢપણ ઇલેકટ્રો મીડીયામાં ધુબાકો મારનાર શ્રી સૂર્યકાંત ચૌહાણ, સાવરકુંડલાની પ્રતિષ્ઠિત પેઢી કાંતિલાલ દલિચંદ દોશી પેઢીના મોભી અને પીઢ પત્રકાર શ્રી પ્રદીપભાઇ દોશી પછી અહીં દિલીપ જીરૂકા, ફારૂક કાદરી, કેતન બગડાની કેડર તૈયાર થઇ છે. પણ હવે આવનારા સમયમાં સાવરકુંડલાના મીડીયા ક્ષેત્રમાં અવધ ટાઇમ્‍સના બે તેજતરાર પત્રકાર બંધુઓ સૌરભ દોશી અને વિરાગ દોશી તથા તેજ નજર વાળા ફોટોગ્રાફર બળવંત મહેતા અને ઓલરાઉન્‍ડર અમિતગીરી ગૌસ્‍વામી દ્વારા અત્‍યારે સાવરકુંડલાનું રીયલ રીપોર્ટીંગ થઇ રહયું છે અને આવનારો સમય આ પેઢીનો સમય બની રહેશે તેવી કાર્યશેલી સાથે આ ટીમને શ્રી પ્રદિપભાઇ દોશી તૈયાર કરી રહયા છે.

 


પૂ.સદગુરૂ સ્‍વામી શ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી બ્રહ્મલીન

સાવરકુંડલા,દરેક જીવ માં શિવ ના દર્શન કરતા અને પ્રત્‍યેક જગ્‍યા એ શીવ નો સાક્ષાત્‍કાર કરાવતા પરમ પૂન્નય સદગુરૂ સ્‍વામી શ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી મહારાજ આજરોજ તારીખ.- રર/11/ર017 ને માગશર સુદ ચોથ ને બુધવાર ના દિવસે ટીમ્‍બિ મુકામે બ્રહ્મલીન થતા સદગુરૂ સ્‍વામી ના સમગ્ર ગુજરાત ભર નાસેવકો માં ઘેરાશોક લાગ્‍યો હતો.નિર્દોષાનંદસ્‍વામીજી ના આશીર્વાદ થી ટીબી મુકામે અદ્યતન હોસ્‍પિટલ વિનામલ્‍યે ચાલે છે.