Main Menu

Friday, November 24th, 2017

 

ધારીની બેઠક ઉપર ર7મીઅછ નરેન્‍દ્રભાઈ મોદીની જનસભા યોજાશે

ગુજરાત વિધાનસભાની ચુંટણી અંતર્ગત તા.ર7મી ના રોજ બપોરે 1:30 કલાકે ચલાલા ખાતે ધારી રોડ ઉપર ધારી, બગસરા, ખાંભા ના ઉમેદવારશ્રી દીલીપભાઈ સંઘાણીના પ્રચાર અર્થે તેમજ જિલ્‍લા ભરના કાર્યકર્તાને સંબોધવા માન.વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી આવી રહયા છે.

બપોરે 1:30 કલાકે મળનાર મહાસંમેલન માં ધારી, અમરેલી, લાઠી સાવરકુંડલા અને રાજુલા વિધાનસભા માંથી બહોળી સંખ્‍યામાં શુભેચ્‍છકો હાજર રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ધારી વિધાનસભાના ઉમેદવારશ્રી દીલીપભાઈ સંઘાણી,

 


બગસરા નજીક જાલીનોટો સાથે ઝડપાયેલા શખ્‍સના જામીન નામંજુર

જામીન અરજી ફગાવાતા આરોપી ફરી જેલ હવાલે

અમરેલી,બગસરા પાસે બાઇક પર બે શખ્‍સો જાલીનોટ સાથે ઝડપાયા હતા અને પોલીસે બંને આરોપીને જેલ હવાલે કર્યા હતા તેમાથી એક શખ્‍સે જામીન માટે અરજી કરી જે અમરેલી એડીશ્‍નલ સેશન્‍સ કોર્ટે ફગાવાતા આરોપીને ફરી જેલ હવાલે કરાયો છે. તા.9-8-2017ના રોજ બે બાઇક સવાર પ્રતિક જગદીશ નકુલ અને અનીલ જયંતી રૂપારેલ ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી 2 હજારના દરની 32 નોટ એમકુલ 64 હજારની જાલીનોટ કમ્‍જે કરી હતી. પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા બંને શખ્‍સોને જેલ હવાલે કર્યા હતા જેમાથી પ્રતીક જગદીશ નકુલએ જામીન માટે અરજી કરી હતી જે અમરેલી એડીશ્‍નલ સેશન્‍સ કોર્ટે ફગાવી દેતા આરોપીને ફરી જેલ હવાલે કર્યો છે.

 


લાઠી બેઠક ઉપર આમ આદમીપાર્ટીના શ્રી માંજરીયાને જીતાડવા કોલ અપાયો

હિરાણા, જાનબાઇની દેરડી, કરકોલીયા, નાનારાજકોટ, પીપળવા સહિતના ગામોમાં શ્રી એમ.ડી.માંજરીયા દ્વારા આમ આદમીપાર્ટીનોપ્રચાર પ્રસાર કરાયો

બાબરાના હિરાણામાં શ્રી કાનજીભાઇ ડેર, જાનબાઇની દેરડીમાં કોળી સમાજના પ્રમુખ, કરકોલીયામાં સરપંચ-ઉપસરપંચ, નાના રાજકોટમાં પટેલસમાજના આગેવાનનો સંપર્ક

અમરેલી,

લાઠી-બાબરા વિધાનસભા બેઠક ઉપર આમ આદમીપાર્ટીના ઉમેદવાર શ્રી એમ.ડી.માંજરીયાને જીતાડવા માટે દરેક સમાજના લોકો કોલ આપી રહયા છે.

23 તારીખે શ્રી માંજરીયાએ લાઠીના હિરાણા ગામે સરપંચ કાનજીભાઇ બચુભાઇ ડેર, જાનબાઇની દેરડીમાં કોળી સમાજના પ્રમુખ ભલાભાઇ-સરપંચ શ્રી કાળુભાઇ તથા ઉપસરપંચ શ્રી અને કરકોલીયામાં સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી તથા નાનારાજકોટના પટેલ અગ્રણી કનુભાઇ સાચાણી, પીપળવામાં આહિર સમાજના અગ્રણી વાસુરભાઇ આહિર રબારી સમાજ તથા ભુપતભાઇ રાઠોડ સહિતના આગેવાનોનો સંપર્ક કરી પ્રચાર પ્રસાર કરવામાં આવ્‍યો હતો

જેમાં શ્રી માંજરીયાને બહુમીતીથી વીજય બનાવવા માટે કોલ આપવામાં આવ્‍યા હતાં.

 


ગુજરાતભરમાં કુંડલા-લીલીયા પંથકના પાંચ પાંચ આગેવાનો લડી રહયા છે વિધાનસભા

બે પીતરાઇ ભાઇઓ કમલેશ કાનાણી અને કુમાર કાનાણી ભાજપમાંથી ક્નાંકચના પ્રતાપ દુધાત કોંગ્રેસમાંથી, ભુવાના ઝાલાવાડીયા કામરેજમાંથી, જીરાના અશોકભાઇ સુરતમાંથી ચૂંટણી લડે છે

અમરેલી,

અમરેલી જિલ્‍લાના લીલીયા અને સાવરકુંડલાના સાવર વચ્‍ચેનો વિસ્‍તાર ખારાપાટ તરીકે ઓળખાય છે. આ વિસ્‍તાર ભલેખારાપાટ હોય પણ તેની તાકાત ઔદ્યોગિક ક્ષેત્રે તો ઠીક પણ, રાજકીય રીતે પણ જોરદાર છે તે આ વખતની ચૂંટણીમાં દેખાઇ આવ્‍યું છે.

લીલીયાના ક્નાંકચ ગામના પ્રતાપ દુધાત કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે તો ક્નાંકચની નજીક જ આવેલ સાવર ગામના કમલેશભાઇ કાનાણી અને તેના પિતરાઇ કુમારભાઇ કાનાણી ભાજપમાંથી કુંડલા અને સુરત લડી રહયા છે. ક્નાંકચની જ પાસે આવેલ ભુવા ગામના વતની વીડી ઝાલાવાડીયા કામરેજથી ચૂંટણી લડી રહયા છે. ક્નાંકચની આથમણી દિશામાં આવેલ જીરા ગામના અશોકભાઇ ચોડવડીયા પણ સુરતમાંથી ચૂંટણી લડી રહયા છે. અને તેની નજીક જ આવેલ ચરખડીયા ગામના નારણભાઇ કાછડીયા તો અમરેલી જિલ્‍લાના સાંસદ છે તો ક્નાંકચની થોડે જ દુર આવેલ ભમોદરાના ધીરૂભાઇ દુધવાળા, શેઢાવદરના પ્રફુલભાઇ પાનસુરીયા દિગ્‍ગજ રાજકીય આગેવાનો છે અને વિશ્‍વહિંદુ પરિષદના સુપ્રીમ એવા ડો.પ્રવિણભાઇ તોગડીયા પણ ક્નાંકચ નજીકના જ સાજણટીંબા ગામના વતની છે.

 


લગ્‍ન પ્રસંગે મહિલાઓને મતદાન કરવાના શપથ લેવડાવતા પાલિકા પ્રમુખ અલ્‍કાબેન

અમરેલી શહેર જિલ્‍લામાં લગ્‍નપ્રસંગે મહિલાઓએ મતદાન કરવાના સપથ અમરેલી પાલિકાના પ્રમુખ શ્રીમતી અલ્‍કાબેન ગોંડલીયાએ લેવડાવ્‍યા હતા તે વેળાએ તસવીરમાં નજરેપડે છે.

 


સાવરકુંડલા-લીલીયા વિધાનસભા બેઠકમાં તંત્રનું દમન : શ્રી પ્રતાપ દુધાત

સરકારી અધિકારીઓ આ વિસ્‍તારના ભાજપના આગેવાનને સાથે રાખી મચ્‍છરદાની આપે તેમાં આચારસહિંતાનો કોઇ ભંગ નથી થતો ? શ્રી પ્રતાપ દુધાતનો આકરો સવાલભાજપની સરકારમાં લોકશાહીનું સરેઆમ ખુન થઇ રહયું છે લોકશાહીને બચાવવા માટેભાજપની સરકાર હટાવો : કુંડલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લાલઘુમ

અમરેલી,

સાવરકુંડલામાં નાવલી નદીમાં આવેલ શાકભાજીના પાલાવાળાઓઅને ત્‍યાં લગાયેલા કોંગ્રેસના નિશાનોને તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવતાં આ મુદ્દે કોંગ્રેસના આ બેઠક ઉપરના ઉમેદવાર શ્રી પ્રતાપ દુધાતે આક્નોશ સાથે જણાવ્‍યું હતું કે સાવરકુંડલાની નાવલી નદીમાં પાલાવાળાઓએ તેમની સંમતિથી અને કોંગ્રેસની ચાહનાથી પ્રેરાઇ કોંગ્રેસના નિશાનો લગાડયા હતાં તેને હટાવવાનો કોઇને અધિકાર નથી. અહીં સાવરકુંડલા-લીલીયા વિધાનસભા બેઠકમાં તંત્રનું દમન છે તેમ જણાવી શ્રી પ્રતાપ દુધાતે સવાલ કર્યો હતો કે, સરકારી અધિકારીઓ આ વિસ્‍તારના ભાજપના આગેવાનને સાથે રાખી મચ્‍છરદાની આપે તેમાં આચારસહિંતાનો કોઇ ભંગ નથી થતો ? તેમ જણાવી શ્રી દુધાતે જણાવેલ કે ભાજપની સરકારમાં લોકશાહીનું સરેઆમ ખુન થઇ રહયું છે લોકશાહીને બચાવવા માટે ભાજપની સરકાર હટાવો તેઓ લોકોને અનુરોધ કર્યો હતો.

 


અમરેલી તાલુકાના ગામડાઓ ખુંદતા કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણી

આજે નવામોટાઉજળા, તાલાળી, સનાળી, વાવડી, ઇશ્ચરીયા, લાખાપાદર, નવા-જુનાબાદલપુર, સનાળા, ભાયાવદર, નાનીકુંકાવાવમાં શ્રી પરેશ ધાનાણીની બેઠક

અમરેલી,

અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભામતવિસ્‍તારમાં કોંગ્રેસના યુવાન ઉમેદવાર શ્રી પરેશ ધાનાણી દ્વારા મોરવાડા, ઢુંઢીયાપીપળીયા, હનુમાન ખીજડીયા, બાટવાદેવળી, બરવાળા બાવળ, હુકલી-સાનખલી, ખડખડ, ખાખરીયા, સૂર્યપ્રતાપગઢ, ખજૂરી, મેઘાપીપરીયા અને તરઘરીની મુલાકાત લીધી હતી જયાં લોકોએ તેમને આવકારી વિજયી બનાવવાના કોલ આપ્‍યા હતાં.

આજે તા.24 ના શુક્નવારે અમરેલી, કુંકાવાવ વડીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણીનો કાર્યક્નમ જાહેર કરવામા આવ્‍યો છે

જેમાં આજે સવારે 9 કલાકે નવા ઉજળા રામજીમંદિર ચોરો, 10 કલાકે મોટાઉજળા મેઇનચોકમાં 11 વાગ્‍યે તાલાળી રામજીમંદિર ચોકમાં, 12 સનાળી પાદરમાં, 2 વાગ્‍યે વાવડી મંડળીપાસે, 3 વાગ્‍યે ઇશ્ચરીયાના પાદરમાં, 4 વાગ્‍યે લાખાપાદર બસસ્‍ટેન્‍ડે, 5 વાગ્‍યે જુનાબાદલપુર બાપાસીતારામ ચોકમાં , 6 વાગ્‍યે નવાબાદલપુર મહાદેવમંદિર, 7 વાગ્‍યે સનાળા ખોડીયાર મંદિરે, 8 વાગ્‍યે ભાયાવદર રામજીમંદિર અને 9 વાગ્‍યે નાનીકુંકાવાવ જાહેર સ્‍થળે શ્રી પરેશ ધાનાણીની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 


સાવરકુંડલાના વંડામાં મધમાખીના ટોળાએ હુમલો કરતાં વૃદ્ધને ઇજા

ઇજાગ્રસ્‍ત ભીખાભાઇને વંડા દવાખાને ખસેડવામાં આવ્‍યા

અમરેલી,

સાવરકુંડલાના વંડામાં આજે એક મધપુડા માખીઓએ વંડા ગામના ભીખાભાઇ બારડ ઉપર હુમલો કરતા પત્રકાર અશોકભાઇ આવળીયાએ ત્‍યાં દોડી જઇ ઇજાગ્રસ્‍ત ભીખાભાઇને સારવાર માટે વંડા સી.એચ.સી. સેન્‍ટરમાં દાખલ કર્યા હતાં.

 


બાબરા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના શ્રી ઠુંમ્‍મર અને ભાજપના શ્રી વસ્‍તરપરાની ઉમેદવારી સામે ગુજ.હાઇકોર્ટમાં તૈયારીઓ પૂર્ણ

સુપ્રીમ કોર્ટના કાઉન્‍સિલનો સંપર્ક કરતાં શ્રી સંજીવ મહેતા : હાઇકોર્ટમાં રીટ દાખલ કરવા માટે અસલ કાગળો એકત્ર કરાયા

અમરેલી,

લાઠી-બાબરા વિધાનસભાબેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મર તથા ભાજપના શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરાના ઉમેદવારીપત્ર રદ્દ કરવાની વી.પી.પી.ના શ્રી કૌશિક ધરજીયા, આમ આદમીપાર્ટીના શ્રી એમ.ડી.માંજરીયા અને શ્રી ભાદાણી દ્વારા કરાયેલી માગણી બાદ શ્રી કૌશિક ધરજીયાના લીગલ એડવાઇઝર શ્રી સંજીવ મહેતા દ્વારા હાઇકોર્ટમાં રીટ કરવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને રીટ કરવા માટે જરૂરી એવા સાધનીક કાગળો તથા જરૂરી અસલ દસ્‍તાવેજો સાથે રીટ દાખલ કરવા માટે સુપ્રીમકોર્ટના કાઉન્‍સીલનો સંપર્ક કર્યો છે. અને હવે શું થાય છે તેની ઉપર સૌને મીટ મંડાય છે.

 


અમરેલીના તબીબો દ્વારા શ્રી ઉંધાડને જબ્‍બર સમર્થન

ગુજરાત વિધાનસભાની ચુંટણી અંતર્ગત અમરેલી જિલ્‍લાના ખ્‍યાતનામ ડોકટર્સ, લેબટેકનીશીયન, મેડીકલ એસોસીયેશન તથા એમ.આર. એસોસીયેશનની મીટીંગ હોટલ એન્‍જલ ખાતે મળેલ. ભારતીય જનતા પક્ષના અમરેલી વિધાનસભાના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડના સમર્થનમાં મળેલ સમાજના પ્રતિષ્ઠિત અને બુઘ્‍ધિશાળી એવા નામાંકીત ડોકટર્સ ઉપસ્‍થિત રહયા હતા.

જિલ્‍લા ભાજપના પુર્વ પ્રમુખ અને સેવાભાવી તબીબ ડો. કાનાબાર ના માર્ગદર્શન મુજબ આ બેઠકમાં 108 ગણાતા લોકપ્રિય સાંસદ નારણભાઈ કાછડીયા, અમરેલી ધારાસભાના ભાજપના નીડર ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડ, નવનિર્મિત માર્કેટ યાર્ડનાચેરમેન પી. પી. સોજીત્રા, પાણીપત (હરીયાણા)ના ધારાસભ્‍ય મહીપાલ દાંઢા, ડોકટર સેલના ડો. અશોક પટેલ, પૂર્વ નગર સેવક ડો. ચંન્‍દ્રેશ ખુંટ, લેબોરેટરી એસોસિએશનના રાજુભાઈ પંડયા, મેડીકલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ વેકરીયા, એમ.આર. એસોસિએશનના તારક મંકોડી, પર્યાવરણવિદ્‌ જીતુભાઈ તળાવીયાએ પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં ભભસૌનો સાથ સૌનો વિકાસભભ સુત્રને વરેલ ભાજપના ઉમેદવારને જીતાડવા આહવાન કરેલ.

ડો. ભરતભાઈ કાનાબારે સૌ ડોકટરોને આવકારી બાવકુભાઈ ઉંધાડની લોકપ્રિયતાના રાજ ખોલી તેમની કાર્યશૈલીનો સવિશેષ પરિચય કરાવ્‍યો હતો અને અમરેલીને મળેલ અનુભવી અને સક્ષમ નેતૃત્‍વને ચુંટી કાઢવા જણાવુેલ. માર્કેટ યાર્ડના ચેરમેન પી. પી. સોજીત્રાએ કોંગ્રેસને જડમુળથી ઉખેડી ફેંકવા જણાવેલ. સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્‍દ્રની ભાજપ સરકારે કરેલ વિકાસના કામોની આંકડાકીય માહીતી આપી, અમરેલી જિલ્‍લાને વેગવંતો બનાવવા આઝાદી પછી 70 વર્ષે બ્રોડગેજ લાઈન તથા નેશનલ હાઈવે મળ્‍યાનું ગૌરવ હોવાનું જણાવી કમળના નિશાન પર આંગળી દબાવવા હાંકલ કરી હતી. છેલ્‍લા રપ વર્ષથી જાહેર જીવનમાં સક્રિય રહેલાં બાબરા-લાઠીના ધારાસભ્‍ય અને અમરેલી વિધાનસભાના ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડે પ્રગતિશીલ સંવેદનશીલ ગુજરાત સરકાર દ્ધારાથયેલ અઢળક જન આરોગ્‍યલક્ષી સેવાઓ 108, મા અમૃત કાર્ડ, વાત્‍સલ્‍ય કાર્ડ, બેટી વધાવો બેટી પઢાવો, પ્રસુતા સહાય, ખીલખીલાટ વગેરેની માહીતી આપી હતી. અને લોકો માટે સતત કાર્યરત રહેતા ભારતીય જનતા પક્ષને વિજયી બનાવવા અપીલ કરી હતી.

આ મીટીંગમાં ડોકટર એસ.આર. દવે, ડો. ડી.એમ. ઉનડકટ, ડો. એસ.જે. વઘાસીયા, ડો. પીયુશ ગોસાઈ, ડો. હર્ષદ રાઠોડ, ડો. આર.ડી. ઘોડાસરા, ડો. નીતીન ત્રિવેદી, ડો.અશોક પરમાર, ડો. વી.પી. રાવળ, ડો. હીતેશ ગાંધી, ડો. એન.એલ. સોજીત્રા, ડો પ્રદિપ ધડુક, ડો. સ્‍નેહલ પંડયા, ડો. કેયુર કચ્‍છી, ડો. વિરલ ગોયાણી, ડો. રવિ કોલડીયા, ડો. ચિરાગ કુબાવત, ડો. એચ. એસ. પરમાર, ડો. જયદીપ પટેલ, ડો. મિથીલ પટેલ, ડો. બી.એ. વઘાસીયા, ડો. કે. જે. પટેલ, ડો. ભરત પાડા, ડો. અંકિત મોગા, ડો. જીતેન્‍દ્ર સોલંકી, ડો. જે. કે. પ્રસાદ, ડો. હિતેષ શાહ, ડો. વી. જે. ઉનડકટ, ડો. અભિશેક ઠાકર, ડો. વિવેક જોષી, ડો. નિલેશ જાની સહીત જનરલ પ્રેકટીશનર ડો. કિશોર યાદવ, ડો. નિલેશ ભીંગરાડીયા, ડો. મેહુલ ઠાકર, ડો. આર.બી. શીરોયા, ડો. પ્રણવ સાપરીયા, ડો. નિખીલેશ જાની, ડો. મીહીર ગણાત્રા, ડો. હેમાંશુ વાજા, ડો. સહદેવ જોષી, ડો. પરેશ જોષી, ડો. રમેશ પાનેલીયા, ડો. ચેતન બનજારા, ડો. તેજસ બનજારા,ડો. રશ્‍મિન ઠાકર, ડો. ચોસલીયા, ડો. વઘાસીયા, ડો. કાપડીયા, ડો. પોપટ વગેરે હાજર રહયા હતા. આ ઉપરાંત ફાર્મા ફીલ્‍ડમાં તેજસ દેસાઈ, ચંદુભાઈ કથીરયા, જયેશ પંડયા, મનીષ ડોબરીયા, બીપીન ગાંધી, મુકેશ પંચાલ, સંદિપ ઘીનૈયા, જગદિશ કાપડીયા, ચેતન શીંગાળા, દીપક ગોસાઈ, વિજય પટેલ, કીરીટ વામજા, મયુર મણવર, જીતુ પંચાલ, કીશોર શિંગાળા, કનુભાઈ બાવીશી, રોહીતભાઈ પટેલ, ઘનશ્‍યામભાઈ, રાજનભાઈ વગેરે તથા લેબટેકનીશીયન અમિત કાકડીયા, અનિલ આડતીયા, પરેશ સાવલીયા, ચેતન લાડોલા, શરદ રાવળ, ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી અમરેલીની બ્‍લડ બેંકમાં માનદ સેવા આપતા મધુભાઈ આજગીયા, હરેશ સોલંકી, ચંન્‍દ્રેશ જોષી, હિતેશ જોષી વગેરે ઉપસ્‍થિત રહયા હતા.