Main Menu

Friday, December 1st, 2017

 

અમને માફ કરો, ભાજપને સાફ કરો : શ્રી પ્રતાપ દુધાત

અમરેલી,
ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થયો હતો પણ અમને તો 22 વર્ષનો વનવાસ આપ્‍યો છે અમારી જેવા છોકરાઓનો વાંક શું ? અમને માફ કરો, ભાજપને સાફ કરો તેમ જણાવી ગાધકડામાં રાત્રે જંગી જાહેરસભા ગજવતાં સાવરકુંડલા-લીલીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી પ્રતાપ દુધાતે વિવિધ મુદ્દાઓ છેડી લોકોના દિલ જીતી લીધાં હતાં અને લોકોએ તાળીઓના ગડગડાટથી શ્રી પ્રતાપ દુધાતને વધાવ્‍યાં હતાં.
કડકડતી ઠંડીમાં પણ રાત્રે ગાધકડામાં સભા યોજાઇ હતી જેમાં નોટબંધી તથા પ્રવાસ દરમિયાન અનેક ગામોમાં આજે પણ પાણીના પોકાર હોય અને ખેડૂતોને પાંચ વર્ષ પહેલા પુરા ભાવો આપવાનો વાયદો કરનાર નરેન્‍દ્રભાઇ મોદી ખુદ મોટા જાદુગર છે લોકોને તેનાથી ચેતવા શ્રી પ્રતાપ દુધાતે હાંકલ કરી એક વખત પરિવર્તન લાવવા લોકોને અનુરોધ કર્યો હતો.


મારાદાદી અને મારૂં ફેમેલી શિવભક્‍ત છે આ અમારી અંગત બાબત છે અમે આની ઉપર વેપાર નથી કરતાં : શ્રી રાહુલ ગાંધી

અમરેલી,
અમરેલીમાં વેપારીઓ સાથેની બેઠકમાં સોમનાથ મંદિરની ઘટનાનો ખુલાસો કરતાં શ્રી રાહુલ ગાંધીએ જણાવ્‍યું હતું કે મારાદાદી અને મારૂં ફેમેલી શિવભક્‍ત છે. આ અમારી અંગતબાબત છે અમે આની ઉપર વેપાર નથી કરતાં અને મેંતો ખાલી વિજીટર બુકમાં અભિપ્રાય લખ્‍યો હતો ભાજપ દ્વારા તેમાં ચેડા કરાયા છે તેમ જણાવી અમરેલીમાં શ્રી રાહુલ ગાંધીએ 4 મિનિટ સુધી સોમનાથ મામલે ચર્ચા કરી હતી.


અમરેલીમાં વેપારીઓની બેઠક સંબોધતા શ્રી રાહુલ ગાંધી

અમરેલી,
રાષ્‍ટ્રીય કોંગ્રેસના ઉપાઘ્‍યક્ષ શ્રી રાહુલ ગાંધીના ગઇકાલે આગમન બાદ રોડ શો તથા સભાના અંતે કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોમાં જુસ્‍સો વઘ્‍યો છે.દરમિયાન શ્રી રાહુલ ગાંધીનું અમરેલીમાં રાત્રી રોકાણ હોય તે દરમિયાન શહેરના તમામ વેપારીઓ અને વેપારી એસો.તથા સંગઠનોની બેઠક બોલાવી હતી.જેમાં વેપારીઓએ પ્રશ્‍નોની ચર્ચા વિચારણા સાથે સહયોગની ખાત્રી આપી હતી.શ્રી રાહુલ ગાંધીના આગમનથી કોંગ્રેસની છાવણી ગેલમાં આવી ગઇ છે.કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.


ખાંભા તાલુકાના ગામડાઓમાં શ્રી હિરાભાઇનો ઝંઝાવાતી પ્રવાસ

રાજુલા,
જાફરાબાદના વિવિધ ગામડાઓનો ઝંઝાવાતી પ્રયાસ ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકી દ્વારા કરવામાં આવ્‍યો છે ગ્રામ્‍ય વિસ્‍તારો હાલ આગેવાનો ખુંદી રહયા છે.
આજે જાફરાબાદના વિવિધ ગામો નાના બારમણ, મોટા બારમણ, ભુંડણી, મુંજીયાસર, જીવાપરા કાતરપરા,સમઢીયાળા-2, નેસડી-2, રાણીંગપરા, ત્રાકુડા, નિંગાળા-2, વાંગધ્રા, જામકા સહિતના ગામોનો આ જે ઝંઝાવાતી પ્રવાસ કરવામાં આવ્‍યો હતો જેમાં ગ્રામજનોએ આવકાર આપ્‍યો હતો. આ ગામડાઓમાં આગેવાનો દ્વારા 50 હજારની લીડથી હિરાભાઇ સોલંકીને ચૂંટી કાઢવા કોલ આપ્‍યો હતો અને કોહિનુર હિરો ગુમાવતા નથી માંગતા અને જંગી બહુમતીથી વિજયી બનાવવા વચન આપ્‍યું હતું કચરાભાઇ, મયુરદાદા દવે, કમલેશ મકવાણા, જીજ્ઞેશ પટેલ, પીઠાભાઇ નકુમ, નટુદાદા, બાબુભાઇ મકવાણા, નાથભાઇ વાઘ, નિતિનભાઇ જાની, વલ્‍કુભાઇ બોસ, શુકલભાઇ બલદાણીયા, છગનભાઇ છોટાળા સહિતના જોડાયા હતાં. 50 હજારની લીડથી હિરાભાઇને ચૂંટી કાઢવા કોલ આપ્‍યો હતો અને કોહીનુર હિરો ગુમાવતાં નથી માંગતા અને જંગી બહુમતીથી વિજયી બનાવવા વચન આપ્‍યું હતું.


લાઠીમાં શ્રી વિરજીભાઇને વિજયી બનાવો : શ્રી રાહુલ ગાંધી

અમરેલી અને સાવરકુંડલામાં સભા સંબોઘ્‍યા બાદ આજે રાહુલ ગાંધીએ લાઠીમાં સભા યોજી હતી અને પાસની જય સરદાર લખેલી ટોપી ધારણ કરી હતી અને જય સરદાર, જય ભવાની, જય ભીમના નાનારા પોકાર્યા હતા તેમજ પોતાના ભાષણમાં વડાપ્રધાન અને ભાજપ અઘ્‍યક્ષ અમિત શાહ સામે આકરા પ્રહારો કર્યા હતા.
અમરેલીમાં રાત્રી રોકાણ અને સવારનું શીરામણ કર્યા બાદ કોંગ્રેસના ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધી આજે લાઠી પહોચ્‍યા હતા અને કલાપી તીર્થ નજીક મેદાનમાં જાહેરસભા સંબોધી હતી. આ સભાં રાહુલ ગાંધીએ પાસની જય સરદાર લખેલી ટોપી ધારણ કરી હતી અને જય સરદાર, જય ભવાની, જય ભીમના નારા બોલાવીને પોતાના પ્રવચનની શરુઆત કરી હતી. રાહુલે જણાવ્‍યું કે, મેં જોયું કે આ પ્રદેશમાં દરેક સમાજના લોકો આંદોલન કરી રભ છે. પાટીદાર હોય, અદિવાસી હોય, દલીત સમાજ હોય બધા જાંદોલન કરે છે. પ થી10 લોકોછે જે આંદોલન નથી કરતા, તે હવાઇ જહાજમાં ઊડનારા છે, મોદીના મિત્ર છે. કોઇને નેનોના નામે 3પ જાર કરોડ આપ્‍યા, કોને 1 રુપિયાના પાણીના બહવે કિંમતી જમીન આપી દીધી. વીજળી આપી, પાણી આપ્‍યું. લોકો પોતાનો હક્ક અમગે તોમળતો નથી અને ઉદ્યોગપતિને મળે છે.
યુપીએના સમયે 3પ હજાર કરોડ મનરેગામાં ફાળવીને અનેક લોકોને રોજગારી આપી,17 હજાર કરોડની રકમથી આખા દેશના ખેડૂતોનું દેવું માફ કરી દીધું. જેટલા પૈસા અમે મનરેગામાં નાખ્‍યા તેટલા પૈસા મોદીએ ટાટા ફેક્‍ટરીને નેનો પ્‍લાન્‍ટ માટે આપ્‍યા. પાંચ ગામોની પૂરેપૂરી જમીન ફાળવી દીધી. તેને ર4 કલાક વીજળી મળે છે. તેના કર્જા અમફ કર્યા. અત્‍યારે ક્‍યાં તમને બજારમાં નેનો જોવા મળે છે? અતયરે મગફળીના અને કપાસના શું બહવ છે? યુપીએની સરકાર સમયે શું ભાવ હતા? મોદીએ ર000નો ભવ આપવાનો વાયદો કર્યો હતો પણ આજે કોંગ્રેસાન શાસન કરતા પણ ઓછા ભાવ મળે છે. ખેડૂતોએ પોતાની સમગ્ર મૂડી રોકી હતી. તેમને નુકસાન થાય તો વળતર મળતું નથી.
તેમણે કભ્‍ું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વગર કોઇ કામ થતુ નથી. મોદીએ નોટબંધી કરી, બધાને લાઇનમાં ધભા રાખી દીધા.
પણ ઉદ્યોગપતિઓને કોઇએ લાઇનમાં ધભા રહેતા જોયા છે? તેમણે પાછલા બારણેથી કરોડોના કાળાનાધોળા કરાવી લીધા. તે કહે છે કે 8મી નવેમ્‍બરે ભ્રષ્ટાચાર પર જબરદસ્‍ત ચોટ મારી પણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્‍યોફાલ્‍યો છે. કોલેજમાં શિક્ષણ મોંઘુ થયું અને રોજગારી મેળવવા માટે ભણવું આવશ્‍યક છે અને એ માટે પૈસા આવશ્‍યક છે. ખેડૂતોનું દેવું માફ કરવાની આત કરીએ તો નાણા પ્રધાન અરુણ જેટલી કહે છે કે એ અમારી પોલીસી નથી. ઉદ્યોગપ્તિઓનેઆપવાની પોલીસી છે.
વડાપ્રધાનની નજર સામે જ અમિત શાહના પુત્ર જય શાહે પ0 હજારના 80 કરોડ કર્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત પીપાવાવ ડીફેન્‍સમાં ઉદ્યોગપતિને કરોડોનો યુદ્ધ જહાજનો કોન્‍ટ્રાક્‍ટ આપવા બાબતે પણ તેમને ભાજપ સરકાર સામે આક્ષેપો કર્યા હતા.


01-12-2017

thumbnail of 1-12-18