Main Menu

Tuesday, December 5th, 2017

 

પરસોતમભાઈ રૂપાલાની ધારી ખાતે જંગી જાહેર સભા

અમરેલી,
ભાજપના તેજાબી વકતા એવા કેન્‍દ્રીય કૃષિરાજય મંત્રી પરસોતમભાઈ રૂપાલાની ધારી ખાતે આજરોજ બપોરના 1ર કલાકે જંગી જાહેર સભા યોજાઈ રહેલ હોઈ, કાર્યકરોમા થનગનાટ અને લોકોમા ભારે ઉત્‍સાહ જામ્‍યો છે. જંગી જાહેર સભામા ઉમટી પડવા ભાજપ આગેવાનોએ અનુરોધ કર્યો છે.
ધારી ખાતે લોહાણા સમાજની વાડી પાસેના પટાંગણમા યોજાનાર જંગી જાહેર સભા માટેની તડામાર તૈયારી કરવામા આવી છે. અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, ધારી વિધાનસભા મત વિસ્‍તારમા ભાજપ તરફી ભારે લોકજુવાળજામ્‍યો છે તેવા જ સમયે રૂપાલાની જાહેર સભા યોજાતા સમગ્ર વિસ્‍તારમા કેસરીયો માહોલ ભાજપની ભવ્‍ય જીત ભણી જઈ રહયો છે તેવો લોકજુવાળ જોવા મળી રહયો છે.
ભારતીય જનતા પક્ષના આગેવાનોએ પણ જંગી જાહેર સભામા ઉમટી પડવા લોકોને આહ્‌વાન કર્યુ છે તેમ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.


અમરેલી જીલ્‍લામા વરસાદના છાંટણાથી કપાસને નુકસાન

અમરેલી, દરીયામાં ગુજરાત તરફ ધસી રહેલા ઓખી નામના વવાઝોડાની અસરના પગલે આજે સોમવારે વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં એકાએક વાતાવરણ પલટાયું છે અને સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્‍ચે કડકડતી ઠંડીના કારણે જિલ્લો હિલસ્‍ટેશનમાં ફેરવાઇ ગયો હતો. બપોરના સમયે પણ લોકોએ ગરમ કપડા પહેરીને નીકળવું પડે તેવી સ્‍થિતિ સર્જાઇ હતી. દરીયામાં આગળ વધી રહેલા ઓખી નામના વાવાઝોડાની અસર આજથી જ વિશાળ દરીયાકાંઠો ધરાવતા અમરેલી જિલ્લામાં જોવા મળી હતી. આજે રાતથી જ જિલ્લામાં ચાલુ વર્ષના ઇતિહાસની સૌથી વધુ ઠંડી લોકોએ અનુભવી હતી અને આખો દિવસ સૂર્યનારાયણાના દર્શન થયા જ નહોતા. સવારથી ઝ વદળચાયા વાતાવરણની વચ્‍ચે કડકડતી ઠંડી અને વરસાદાના છાંટાઓ પડ્‍યા હતા. બપોરે બે વાગ્‍યે પણ લોકોએ બજારમાં ગરમ કપડા પહેરીને નીકળવું પડે તેવી સ્‍થિતિ સર્જાઈ હતી. વાદળોના કારણે ભર બપોરે પણ હજુ સવારના નવ જ વાગ્‍યા હોય તેવા વાતાવરણનો લોકોએ અહેસાસ કર્યો હતો. જેના કારણે અમરેલી હિલ સ્‍ટેશનમાં તબદીલ થઈ ગયું હતું અને ખુશનુમા વાતાવરણની લોકોએ મઝા માણી હતી. બીજી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા દરીયામાં આગળ વધી રહેલા વાવાઝોડું તા.4થી 7 સુધીમાં ગમેત્‍યારે અમરેલી જિલ્લામાં ત્રાટકે અને તેના કારણે ભરેથ્‍યે અતિ ભારે વરસાદ અને તીવ્રતાવાળો પવન ફૂંકાય તેવે આગાહી કરવામાં આવી છે અને આજથી જ જિલ્લામાં કલેક્‍ટર દ્વારા તાત્‍કાલીક અસરથી કન્‍ટીજન્‍સી પ્‍લાન અમલી બનાવી દેવામાં આવ્‍યો છે અને દરેક મામલતદાર કચેરી તથા જિલ્લા કક્ષાએ કંટ્રોલરુમ શરુ કરી દેવામાં આવ્‍યો છે. બીજી તરફ ફીશરીઝ વિભાગ દ્વારા દરીયામાં ગયેલી તમામ માછીમારી બોટોને પરત બોલાવી લેવામાં આવી છે અને વાવાઝોડાની અસર ન ઓસરે ત્‍યાં સુધી દરીયામાં ન જવાની સૂચાના આપવામાં આવી છે. જેના કારણે જાફરાબાદ વિસ્‍તારના દરીયાકાંઠે 3 હાજર જેટલી બોટો એકી સાથે લાંગરેલી જોવા મળી હતી.


વંડાના વતની રઘુવંશી વેપારી અગ્રણીનું અકસ્‍માતમાં મૃત્‍યું

વંડા, (અશોક હાવળીયા)સાવરકુંડલા તાલુકાના વંડાના વતની અને હાલ નવસારી રહેતા મેડિકલ સ્‍ટોરના વ્‍યવસાય સાથે સંકળાયેલા શ્રી જગદીશભાઇ મુળજીભાઇ મશરાણી ઉ.વ.પ0 આજે નવસારીથી કોડીનારના અરણેજ ખાતે તેમના કુળદેવી બુટભવાની માતાજીના દર્શન કરી પરત ફરી રહયા હતાં ત્‍યારે અરણેજ ફાટક પાસે તેમની કારને ડંમ્‍પરે હડફેટે લેતા જગદીશભાઇનું ઘટના સ્‍થળે મૃત્‍યુ નિપજયું હતું જયારે તેમના પત્‍ની રેખાબેનને પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી.


અમરેલીમાં કાલે અયોઘ્‍યા મુક્‍તિદિને જ યોગી આદિત્‍યનાથની જાહેરસભા

અમરેલી,
અમરેલીના આંગણે અભૂતપૂર્વ જોગાનું જોગ સર્જાશે. અમરેલીમાં કાલે 6 ડિસેમ્‍બરે અયોઘ્‍યા મુક્‍તિદિને જ યોગી આદિત્‍યનાથની જાહેરસભા યોજાનાર છે અને યુપી.માં જેમણે કોંગ્રેસને ખાતુ પણ ખોલવા નથી દીધું તેવા હિંદુ હ્ય્‌દયસમ્રાટ યોગી આદિત્‍યનાથજીને સાંભળવા માટે શહેરભરમાંથીલોકો હજારોની સંખ્‍યામાં ઉમટી પડશે.


ડો.બી.આર.આંબેડકરના પૌત્ર પૂર્વ સાંસદ શ્રી પ્રકાશરાવ આંબેડકર અવધ ટાઇમ્‍સની શુભેચ્‍છા મુલાકાતે

ખાનગીકરણને કારણે સરકારી જોબ ઓછી થતાં દલિત સમાજનું શિક્ષણનું સ્‍તર નીચું ગયું : શ્રી પ્રકાશરાવ આંબેડકર
નોકરી નથી મળવાની તો ભણીને શું કામ છે તેના કારણે શિક્ષણ સ્‍તર ડાઉન થયું : હવે પછી આવનારી પેઢી પોતાની હિત વિચારી શકશે : ઇવીએમથી વોટીંગ શંકાસ્‍પદ
અમરેલી,
ડો.બી.આર.આંબેડકરના પૌત્ર પૂર્વ સાંસદ શ્રી પ્રકાશરાવ આંબેડકર અવધ ટાઇમ્‍સની શુભેચ્‍છામુલાકાતે પધાર્યા હતાં. ત્‍યારે તેમણે એક વાતચીતમાં જણાવ્‍યું હતું કે ખાનગીકરણને કારણે સરકારી જોબ ઓછી થતાં દલિત સમાજનું શિક્ષણનું સ્‍તર નીચું ગયું છે. નોકરી નથી મળવાની તો ભણીને શું કામ છે તેના કારણે શિક્ષણ સ્‍તર ડાઉન થયું અને અત્‍યારસુધી પોતાનું હિત શું છે તે આગેવાનો અને સમાજને સમજાયું નહિં પણ હવે પછી આવનારી પેઢી પોતાની હિત વિચારી શકશે. મહારાષ્‍ટ્રના આકોલા સંસદીય મતવિસ્‍તારના પૂર્વ સાંસદ અને હાલ મુંબઇમાં વકીલાતની પ્રેકટીસ કરતાં શ્રી પ્રકાશરાવ આંબેડકરે જણાવ્‍યું હતું કે યુ.પી.ની ચૂંટણીમાં જયાં-જયાં ઇવીએમનો ઉપયોગ થયો ત્‍યાં ભાજપ સ્‍ટ્રોંગ દેખાયું છે અને બેલેટ પેપરો વપરાયા ત્‍યાં કોંગ્રેસ સ્‍ટ્રોંગ દેખાય છે. ઇવીએમથી વોટીંગ શંકાસ્‍પદ છે અને તેના તમામ મુદ્દાઓ માટે દરેક રાજકીયપક્ષને વ્‍યવસ્‍થિત તાલીમ આપવી જરૂરી છે.


અમરેલીમાં આજે પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઇ ઝડફીયાનું આગમન

અમરેલી,ભાજપના ઉમેદવાર શ્રી બાવકુભાઇ ઉંધાડના સમર્થનમાં અમરેલીમાં આજે પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઇ ઝડફીયાનું આગમન થનાર છે. જેમના ગૃહમંત્રી સમયે ગુજરાતમાં રામરાજય સ્‍થપાઇ ગયું હતું તેવા ગુજરાતના સક્ષમ અને સબળ આગેવાન શ્રી ગોરધનભાઇ ઝડફીયાની જેસીંગપરામાં રાત્રે સભા હોય ભાજપના પ્રખર વક્‍તા શ્રી ગોરધનભાઇ ઝડફીયાને સાંભળવા માટે રાત્રે 8 વાગ્‍યે લોકો ઉમટી પડશે. શ્રી ઉંધાડને સમર્થન આપવા માટે જેસીંગપરામાં પણ થનગનાટ પ્રર્વતી રહયો છે.


તા.6ના હાર્દિક પટેલના ખેડૂત સંમેલન અને મેગા રોડશો માટે આખરી તૈયારીઓ પૂર્ણ

અમરેલી,
આગામી તારીખ 6/12/17 ના બુધવારથી અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલ અમરેલીથી આવી રહયા છે ત્‍યારે વડીયાથી લઇને અમરેલી સુધીના બે મેગા રોડશો તથા બે ઐતિહાસિક ખેડૂત સંમેલનને લઇને જિલ્લા કન્‍વીનર દિનેશભાઇ બાંભરોલીયા પાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રવક્‍તા હરેશ બાવીશી તથા સહકન્‍વીનર ભુપતભાઇ સાવલીયાના સંકલન તથા નેજાહેઠળ સવારના 10:00 કલાકના વડીયાથી કુંકાવાવ ભવ્‍ય મેગા રોડશો તથા કુંકાવાવ મુકામે બપોરના 1:00કલાકે ખેડૂત સંમેલન. કુંકાવાવથી અમરેલી મેગા રોડશો અને અમરેલીના કામનાથ મંદિરના પટ્ટાંગણમાં સાંજના 4 કલાકના ખેડૂત સંમેલનને લઇને તમામ તૈયારીને આખરી ઓપ આપીને તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે જે માટે 30 હજાર પત્રિકા, 1 હજાર બેનર, 40 હજાર ટોપી, 10 હજાર જંડીની વહેંચણી તમામ ગામોમાં થઇ ચૂકી છે.
પ્રવક્‍તા હરેશ બાવીશી અને સહકન્‍વીનર ભુપતભાઇ સાવલીયા દ્વારા મીટીંગોનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે જે માટે અનામત આંદોલન સમિતિના શહેર કન્‍વીનરશ્રીઓ જગદીશભાઇ સાવલીયા, પરેશભાઇ પોકળ, શિવલાલભાઇ હપાણી, ભરતભાઇ ચક્નાણી અને તેમની ટીમ રાત-દિવસ આસપાસના ગામડાઓ ખુંદીનેતમામ ગામના તમામ જ્ઞાતિના લોકોને રોડશો તથા ખેડૂત સંમેલનમાં સામેલ થઇને સફળ બનાવવા આમંત્રણ આપી ભારે જહેમત ઉઠાવી રહયા છે.


05-12-2017

thumbnail of 5-12-17