Main Menu

Thursday, December 14th, 2017

 

અમરેલીમાં તસ્‍કરો દેવ ડેરા મુકી હનુમાનની હડફેટે ચડયાં : સૂર્યમુખી હનુમાન મંદિરમાંથી ચોરી કરી

અમરેલી,
અમરેલી કંસારા બજારમા આવેલ સુર્યમુખી મંદીરમાં રાત્રીથી સવારના સમય દરમિયાન તસ્‍કરોએ દેવ ડેરા મુકી હનુમાનજીના મંદિરે ખાબકી મંદીરની જાળી તોડી ચાંદીનો મુકુટ ચોરી ગયા હતા.
આ ચોરીની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના કંસારા બજારમાં આવેલ સુર્યમુખી હનુમાન મંદીરમાં તા.12/12ના રોજરાત્રીના 12 વાગ્‍યાથી સવારના 5 વાગ્‍યા સુધીમાં કોઇ અજાક્કયો શખ્‍સે હથીયાર જાળી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પણ, આ પ્રયાસમાં ચોર અસફળ થતાં ચોરે જાળીના બદલે મંદીરનું તાળુ તોડયું હતુ અને અંદરથી હનુમાનદાદાના માથા ઉપરથી ચાંદીનો મુકુટ 150 ગામ્ર જેની કિં.6000/- ચોરી જતા આસપાસના લોકો એકઠાં થઇ ગયાં હતાં અને પોલીસને જાણ કરાતા ડિ સ્‍ટાફના જગદીશભાઇ પોપટ, જયસુખભાઇ આસલીયા, ગંભીરસિંહ, વિગેરે દોડી ગયા હતાં.


અમરેલી સિવિલની સામે ઝુંપડપટ્ટીના આડેધડ ખડકલાથી ટ્રાફિક અને ગંદકીની મોટી સમસ્‍યા

અમરેલી,અમરેલી લીલાવંતી સ્‍કુલ અને એક તરફ સિવિલ હોસ્‍પિટલની નજીક ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતાં ગરીબ લોકો દ્વારા રસ્‍તા ઉપર થતો ટ્રાફિક અને ગંદકીના કારણે આ વિસ્‍તારમાં સ્‍કુલના બાળકોના આરોગ્‍ય ઉપર પણ જોખમ ઉભું થવા પામેલ છે. કરોડોની કિંમતી સરકારી જમીન ઉપર આ ઝુંપડપટ્ટી ઉભી થયેલ છે ત્‍યારે સરકારશ્રી દ્વારા ગરીબ આવાસ યોજનામાં આવા ઝુંપડપટ્ટીમાં વસતા લોકોને બીજી સરકારી જમીન ઉપર મકાનો સરકાર દ્વારા ઉભા કરીને વસવાટ કરાવવામાં આવે તો રસ્‍તો પણ ખુલ્‍લો થઇ શકે અને ગંદકી પણ આ વિસ્‍તારમાંથી દુર થઇ શકે જેથી શાળાએ જતાં બાળકો અને બાજુમાં આવેલસરકારી હોસ્‍પિટલનું વાતાવરણ પણ શુઘ્‍ધ બની શકે જે માટે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્‍ય કાર્યવાહી કરવી જરૂરી છે.


અમરેલીમાં કડીયા કારીગરો માટે વિશ્‍વકર્મા ભવનનું કામ પુર જોશમાં

અમરેલી,અમરેલી શહેરમાં બી.એસ.એન.એલ.કચેરીની બાજુમાં અમરેલી નગરપાલિકા દ્વારા 15 ટકા વિવેક આધિન યોજના અંતર્ગત 10 લાખ 30 હજારના ખર્ચે કડીયા કારીગરો માટે ભવ્‍ય વિશ્‍વકર્મા ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. આ વિશ્ચકર્મા ભવનમાં પ00 માણસો બેસી શકે તેવી બેઠક વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે. ઠંડા પાણીની તેમજ કારીગરોને મોબાઇલ ચાર્જની સુવિધા બહારથી વધુ પૈસા આપીને ભાડે હથીયારો લેવા પડે છે તેના બદલે ડીપોજીટ આપી રજીસ્‍ટ્રેશન કરાવીને કાયમીધોરણે હથીયાર કડીયાકારીગરો અને મિસ્‍ત્રીને માત્ર એક રૂપિયાના ટોકન ભાવે મળી શકશે. આ માટે વિશ્ચકર્માભવનમાં રજીસ્‍ટ્રેશન ઓફિસ બનાવીને કડીયા કારીગરો, પલ્‍મ્‍મ્‍ર, સુથાર-મિસ્‍ત્રી, ઇલેકટ્રીશ્‍યન સહિતના કારીગરોનું રજીસ્‍ટ્રેશન બનાવી મોબાઇલ નંબર લઇ એક આઇકાર્ડ પાલિકા દ્વારા ઇસ્‍યુ કરવામાં આવશેતેમજ સંગઠીતક્ષેત્રના શ્રમિકોને અને કારીગરોને સરકારી યોજનાનો લાભ પણ મળી શકશે. ભીડભંજન મહાદેવ પાસે કાયમી ટ્રાફિકનો પ્રશ્‍ન જે સતાવી રહયો છે તે વિશ્ચકર્મા ભવન નિર્માણ થતા કાયમી આ પ્રશ્‍ન હલ થઇ જશે. વિશ્ચકર્મા ભવનમાં કડીયા કારીગરોની સાથે કામ કરતા શ્રમિકોને માટે આરામની વ્‍યવસ્‍થા પણ ઉભી કરવામાં આવશે. ભવિષ્‍યમાં વિશ્ચકર્મા ભવન ઉપર શ્રમિકો માટે દિનદયાળ ભોજનાલય બનાવવાનું પણ આયોજન છે તેમ પાલિકાના એન્‍જીનિયર શ્રી ખોરાશીયાની યાદીમાં જણાવાયું છે.


અમરેલીમાં શ્રી કૃષ્‍ણ કથામૃતમ્‌ યોજાશે

અમરેલી,અમરેલીમાં સમસ્‍ત કડવા પાટીદાર સમાજ દ્વારા તા.6-1-18 શનિવાર થી તા.13-1-18 શનિવાર સુધી શ્રી કૃષ્‍ણ કથામૃતમ (મુનિવર શુક્નદેવજી પ્રબોધિત શ્રીમદ્‌ ભાગવત કથા) યોજાનાર છે જેમાં વ્‍યાસ પીઠ પરથી પુજય રમેશભાઇ ઓજા (પુજય ભાઇશ્રી)સંગીત મય શૈલીમાં કથા રસપાન કરાવશે. કથા મૃતમનું મંગલ દિપ પ્રાગટય જગદગુરૂ આચાર્ય શ્રી વલ્‍લભાચાર્ય પ્રાગટય પીઠ ચંપારક્કયના ગાદી પતી પુ.પા.ગો 108 શ્રી દ્વારકેશ લાલજીમહારાજ શ્રી તથા પુ.પા.ગો.108 શ્રી પુરૂષોતમ લાલજીમહારાજશ્રી ના વરદ હસ્‍તે થશે. તા.6 શનિવારે કથા પ્રારંથ, પોથીયાત્રા, આશુતોષ મોહનનગર અણરેલીથી નીકળશે. તા.10 શ્રી કૃષ્‍ણ પ્રાગટયોત્‍સવ તા.11 ગીરીરાજ પુજન તા.12 રૂક્ષ્મણી વિવાહ યોજાાશે અને તા.13 ના રોજ કથાની પુર્ણાહુતી થશે. કથા દરમ્‍યાન તા.7-1-18 રવિવારે લોક સાહિત્‍યકાર માયાભાઇ આહિર અને તા.9 શ્રીનાથજીની ઝાખી તા.રાત્રે ભાતીગઢ ગરબા ઉત્‍સવ અને તા.11 પ્રફુલ્‍લ દવે અનેદમયંતી બરડાઇનો લોક ડાયરો યોજાશે.ફીણાવા પરીવારના શ્રી ડાયાભાઇ મહેશભાઇ ફીણાવા અને માતુશ્રી ફુલીબેન ડાયાભાઇ ફીણાવાને ભાવાંજલી રૂપે શ્રી કૃષ્‍ણ કથામૃતમ માં ભાવિકોને વિશાળ સંખ્‍યામાં ઉમટી પડવા જયવંતભાઇ ડાયાભાઇ ફીણાવા, વિજયભાઇ ડાયાભાઇ ફીણાવા અને સમસ્‍ત ફીણાવા પરિવારે નિમંત્રણ પાઠવ્‍યુ છે


અમરેલી જિલ્લામાં સૌપ્રથમ બાબરા ખાતે ઇ-ચલનથી રજીસ્‍ટ્રેશન ફીની વસુલાત

બાબરા,
ગર્વમેન્‍ટ ઓફ ગુજરાતના મેહસુલ વિભાગના ઠરાવ અને ઇન્‍સ્‍પેકટર જનરલ ઓફ રજીસ્‍ટ્રેશનની સુચના અન્‍વયે ભારત સરકારના ડીજીટલ ટ્રાન્‍જેકશનને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આજરોજ સબ રજીસ્‍ટ્રાર કચેરી બાબરા ખાતેઅમરેલી જિલ્લામાં સૌપ્રથમ વખત ઔદ્યૌગીક હેતુના દસ્‍તાવેજમાં નોંધણી ફીની વસુલાત ઇ-પેમેન્‍ટ (ચલન) દ્વારા થઇ હોવાનું સબ રજીસ્‍ટ્રાર શ્રી નીએ.યુ.રાઠોડ દ્વારા જાહેર કરવામાં આવે છે અને વધુમાં વધુ લોકો ઇ-પેમેન્‍ટ સીસ્‍ટમનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવેલ છે.


14-12-2017

thumbnail of 14-12-17