Main Menu

Wednesday, December 20th, 2017

 

ઉનામાં પુજાભાઇ વંશનો વિજય સરઘસ જોઇ લોકોની આંખ સ્‍તમ્‍ધ થઇ ગઇ

ઉના,ઉનાના કેસરીયા ગામની કોંગ્રેસનુ નિજય સરઘસમાં લોકોનો ઉત્‍સાહ અને પ્રેમ જોઇ ઉનાની પ્રજાની આંખ સ્‍તમ્‍ધ થઇ ગયેલ કે આખરે કોંગ્રેસે પક્ષના વફાદાર પુજાભાઇ વંશના સાથીદાર એવા અંગતહોદેદારો રામભાઇ વાઘેલા, રાજુભાઇ ગૌસ્‍વામી, કાનજીભાઇ સાખટ, યોગેશભાઇ બાંભણીયા, સંજયભાઇ મહેશભાઇ બાંભણીયા સહીત અને ક સમર્થકો સાથે વિજય સરઘસ નીકળેલ અને ઉના આવતા જ ઉના વાડી પાસે આવતા જ ભરતભાઇ ભટ્ટને સાથે લઇ વિદ્યાર્થીઓએ હારતોરા પહેરાવી ખુશી મનાવી સાથે ઉના પીઆઇ કુમાણ અને પોલીસ સ્‍ટાફ દ્વારા બંદોબસ્‍ત જાળવેલ


રાજયમાં ભાજપની જીત થતાં દિલીપભાઇ સંઘાણીએ પેંડા વહેંચ્‍યા

ગુજરાત રાજયમાં ભાજપની સરકાર બનતા ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીએ પેંડા વહેંચી ભાજપની જીતને વધાવી ખુશી વ્‍યક્‍ત કરી હતી તે વેળાએ તસ્‍વીરમાં નજરે પડે છે.


દામનગરમાં શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મરનું વિજય સરઘસ નીકળ્‍યું


લાઠી-બાબરા-દામનગર બેઠક ઉપર વિજેતા થયેલા કોંગ્રેસના ઉમેદવાર શ્રી વિરજભાઇ ઠુંમ્‍મરના વિજયથી દામનગરમાં હરખની હૈલી ચડી હતી અને દામનગરમાં શ્રી ઠુંમ્‍મરને લોકોએ ફુલડે વધાવ્‍યા હતાં તે તસ્‍વીરમાં નજરે પડે છે.


ખાંભામાં કોંગ્રેસના જેવી કાકડીયાનું ભવ્‍ય વિજય સઘરસ નીકળ્‍યુ

ખાંભા,
ખાંભામાં કોંગ્રેસના ઉમેદવાર જેવી કાકડીયા વિજય બનતા આજે સાંજના 5:30 કલાકે ભવ્‍ય વિજય સરઘસ સર્કીટ હાઉસથી ગામમાં ફરેલ જેમાં તમામ જ્ઞાતીના લોકો અને કોંગ્રેસના કાર્યકરો બહોળી સંખ્‍યામાં જોડાયા હતા જેવી કાકડીયા બે હાથ જોડી લોકોનો આભાર વ્‍યકત કર્યો હતો


20-12-2017

thumbnail of 20-12-17