Main Menu

Thursday, December 21st, 2017

 

રાજુલાના બારપટોળીમાં થતી માટીચોરી ઉપર પ્રાંત અધિકારી ત્રાટકયાં

રાજુલા,
રાજુલા તાલુકાના સબ ભુમિ ગોપાલકી હોય તેમ જેમ મનમાં આવે તેમ સરકારી ખનીજ સંપતિ ઉઠાવી રહયા છે તેવા સંજોગોમાં આજે રાજુલાના બારપટોળીમાં ગૌચરણની અને તળાવની જગ્‍યામાંથી થતી માટીચોરી ઉપર રાજુલાના પ્રાંત અધિકારીએ દરોડો પાડી માટી ઉઠાવવાની કામગીરી સ્‍થગીત કરાવતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલા તાલુકામાં નેશનલહાઇવે માટે એગ્રો નામની વિશાળ કંપની દ્વારા ઠેકઠેકાણેથી શંકાસ્‍પદ રીતના માટી ઉઠાવાઇ રહી હોવાની લોક ફરીયાદો ઉઠવા પામી હતી. પરંતુ સરકારી તંત્ર તેની લાજ કાઢતું હોય તેમ અત્‍યાર સુધી કોઇ પગલા લેવાયા ન હતાં દરમિયાન બારપટોળી ગામના પૂર્વ સરપંચ દ્વારા ગામના તળાવ અને ગૌચરણની જમીનમાંથી માટીચોરી થતી હોવાની લેખિત ફરીયાદ તંત્રને કરવામાં આવ્‍યા બાદ રાજુલાના પ્રાંત અધિકારી શ્રી ડાભીની ટીમ દ્વારા બારપટોળી ખાતે દરોડા પડાયા હતાં અને સ્‍થળ ઉપર પંચરોજ કામ કરી ખાણખનીજ વિભાગને રીપોર્ટ કરાયો હતો.
જો કે સામાન્‍ય સંજોગોમાં કોઇ ગરીબ ટ્રેકટર ચાલક માટી કે રેતી ભરી જતો હોય તો તેના વાહનો જપ્‍ત કરવામાં આવે છે પરંતુ, અહીં સંખ્‍યાબંધહિટાચી અને ટ્રકોને કમ્‍જે ન કરી અને કરાયેલી કામગીરીથી અનેક સવાલો તો ઉભા થયા જ છે. પરંતુ અહીં ચર્ચાતી વિગત અનુસાર છેક ગાંધીનગરથી આવેલા દબાણને કારણે અધિકારીઓએ ભૂમાફિયાઓની શરમ ભરી છે. રાજકીય માથાઓના આર્શિવાદથી આ મહાકાય કંપની દ્વારા મોટાપાયે ખનીજ સંપતિ ગેરકાયદેસર રીતના ઉઠાવાતી હોય તેવી ચર્ચા પણ આ વિસ્‍તારમાં ચાલી છે. આ અંગે રાજુલાના પ્રાંત અધિકારી શ્રી ડાભીએ જણાવ્‍યું હતું કે અમારી સમક્ષ પૂર્વ સરપંચની લેખિત ફરીયાદ આવતા મારી રેવન્‍યુની ટીમને સ્‍થળ ઉપર મોકલી માટી ઉપાડવાનું કામ અટકાવી દીધું છે અને સ્‍થળ ઉપરની ફોટોગ્રાફી તથા પંચરોજકામ કરી ખાણખનીજ વિભાગને રીપોર્ટ કરાયો છે. એગ્રો કંપની દ્વારા આ માટી ઉપાડવાની કામગીરી થતી હતી અમે તેની સામે પણ કાર્યવાહી કરીશું.
અમરેલી ખાણખનીજ વિભાગના અધિકારી શ્રી વાઇ.સી.પટેલે જણાવ્‍યું હતું કે મારી પાસે ગઇકાલે ફરીયાદ આવી હતી પરંતુ અન્‍ય જિલ્લાને ચાર્જ હોવાને કારણે તપાસ થઇ નથી. પણ અત્‍યારે ખાણખનીજની ટીમને બારપટોળી તપાસ માટે મોકલું છું અને ગેરકાયદેસર માટી ઉપડતી હશે તો કાર્યવાહી થશે તેમ જણાવ્‍યું હતું. અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં ખનીજ સંપતિ બેફામ રીતે ઉઠાવાઇ રહી છે અને તેની સામે ખાણખનીજવિભાગ હાથ ઉપર હાથ ધરીને બેઠો છે તેને કરવાનું કામ પહેલા પોલીસતંત્ર કરતું હતું અને અત્‍યારે રેવન્‍યુતંત્રને કરવું પડે છે.


ખનીજચોરો સામે કડક પગલા લો : શ્રી સોલંકી

રાજુલા,રાજુલામાંથી આજે ઝડપાયેલ ખનીજચોરી અટકાવવા માટે વખતો વખત સરકારીતંત્રને સુચના આપી રજૂઆત કરનાર શ્રી હિરાભાઇ સોલંકીએ ખનીજચોરો સામે કડક હાથે પગલા લઇ અને રાજુલા પંથકની કુદરતી સંપતિને સરકારી મંજુરી વગર લુંટી લેનારા લોકો સામે કડક પગલા ભરવા માંગણી કરેલ છે.


કાઠી-ક્ષત્રિય અગ્રણી શ્રી ડી.ડી.ધાધલ, શ્રી મધુ શ્રીવાસ્‍તવની શુભેચ્‍છા મુલાકાતે

અમરેલીના કાઠી-ક્ષત્રિય અગ્રણી અને ગણેશ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના પ્રોપ્રાઇટર શ્રી ડી.ડી.ધાધલે વાઘોડીયા વિધાનસભાના વિજેતા ધારાસભ્‍ય શ્રી મધુ શ્રીવાસ્‍તવની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને શુભકામનાઓ પાઠવી હતી તે તસ્‍વીરમાં નજરે પડે છે.


અમરેલી તાલુકા પોલીસ દ્વારા જાળીયામાં ટ્રાફિક જાગૃતિ સેમિનાર

અમરેલી,અમરેલી તાલુકા સ્‍ટુડન્‍ટ પોલીસ એકમમાં મે.પોલીસ અધિક્ષક સા.અમરેલી તથા ન.પો.અધિ.મુખ્‍ય મથક અમરેલી તથા નોડલ અધિકારી સુરક્ષા સેતુ સોસાયટી અમરેલીનાઓના માર્ગદર્શન મુજબ આજરોજ જુનીયર સ્‍ટુડન્‍ટ પોલીસ એકમ જાળીયા પ્રા.શાળા મુકામે એક ટ્રાફિક જાણકારી માર્ગદર્શન અંગે એકસેમીનાર યોજવામાં આવેલ
જેમાં પોલીસ સબ ઇન્‍સ અમરેલી શ્રી જાડેજા, પો.સ.ઇ.શ્રી શર્મા, હેડ કોન્‍ટેબલ લક્ષ્મણભાઇ બગડા, મહીલા પો.કો.પારસબેન તથા જાળીયા પ્રા.શાળાના આચાર્ય શ્રી આશિશભાઇ મહેતા તથા સી.પી.ઓ.ટીચર શ્રી પ્રફુલભાઇ વિ.એ.ટ્રાફિક અંગે જરૂરી માર્ગદર્શન આપેલ તથા ટ્રાફિકની જાણકારી અંગે એક બુક આપી પ્રાથમિક માહિતી આપવામાં આવેલ તેમજ આજના બાળકોએ આવતી કાલના નવા ભારતના સારા નાગરીકો કઇ રીતે બને તેમજ સમાજ ઉપયોગી કાર્યોમાં વિદ્યાર્થીની ભુમિકા વગેરે બાતો પર પો.સ.ઇ. શ્રી શર્મા તથા હેડકોન્‍સ બગડા લક્ષ્મણભાઇએ માર્ગદર્શન આપેલ.


બાબરા યાર્ડમાં મજુરો અને વેપારીઓ વચ્‍ચે મજુરી પ્રશ્‍ને મડાગાંઠ

બાબરા,
સૌરાષ્‍ટ્રમાં કપાસની આવકનું મુખ્‍ય પીઠુ ગણાતા બાબરા માર્કેટયાર્ડમાં આજ સવારે મજુરીની રકમ વધારવાના મુદે શ્રમીક મજુરો દ્વારા અચોક્કસ મુદત સુધી હડતાલનું એલાન કર્યા બાદ બપોર સુધી હરરાજી કાર્ય ઠપપ થવાથી ખેડુત વર્ગ મુશ્‍કેલીમાં મુકાયા બાદ યાર્ડ ડીરેકટર બાર્ડની મઘ્‍યસ્‍થી ના કારણે વેપારી અને શ્રમિક મજુરોનું સુખદ સમાધાન થતા હરરાજી કામકાજ શરૂ થવા પામ્‍યુ હતુ.
બાબરા માર્કેટયાર્ડમાં કામ કરતા 84 લાઇસેન્‍સદાર મજુરો સહીતના દ્વારા આજ સવારે તેઓને વેપારી દ્વારા એક મરણ દીઠ રૂા.7 મજુરીચુકવવાના બદલે પચાસ પૈસાનો વધારો કરી અને રૂપીયા 7/50 કરવાના મુદે વિમુખ રહી મજુર વર્ગ દ્વારા હડતાલ પાડવા માં આવી હતી.બપોરના સમયે બાબરા માર્કેટયાર્ડના મોવડી દ્વારા વેપારી અને લાઇસેન્‍સદાર મજુરો વચ્‍ચે મઘ્‍યસ્‍થી બની આવનારા સમયથી રૂ.7/40 પૈસા મજુરી કરી આપવા ખાતરી આપતા શ્રમિક મજુરો દ્વારા હડતાલુનં એલાન પાછુ ખેચી કામગીરી શરૂ કરતા ખેડુત વર્ગ માં રાશી થવા પામી હતી.બાબરા માર્કેટયાર્ડમાં દૈનિક 8000 થી 10,000 મણ ની આવક અને કમીશન એજન્‍ટ તરીકે 70 વેપારી તથા ખરીદી કરતા વેપારી તરીકે મુખ્‍ય 12 જેટલી પેઢી કામ કરતી હોવાનું સેક્નેટી અજય પંડયા દ્વારા જણાવ્‍યુ હતુ.


બગસરાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ કુબડા ગામને દતક લેવાની જાહેરાત કરી

ધારી,
ધારી બગસરા વિધાન સભામાં નવા ચુટાયેલવા ધારાસભ્‍ય જે.વી.કાકડીયા વિજય સરઘસ પુરૂ કર્યા બાદ કુબડા ગામના આગેવાનોની રજુઆતને માત આપી કુબડા ગામે પણ વિજય સરઘસમાં હાજરી આપીહતી અને કુબડા ના વતની અને જીલ્‍લા પંચાયત સભ્‍ય પ્રદિપભાઇ કોટડીયા, બાબુભાઇ સાવલીયાની ઉપસ્‍થિતીમાં ધારાસભ્‍ય જ.વી.કાકડીયાએ કુબડા ગામને દતક લેવા જાહેરાત કરી હતી તેથી લોકોએ તાળીઓથી વધાવી લીધા હતા આ બેઠકમાં તમામ સમાજના લોકોએ આભારની લાગણી વ્‍યસત કરી હતીતેમ અનુજાતી વિભાગના પ્રમુખ વિનોદભાઇ મકવાણાએ જણાવ્‍યુ છે.


લાઠીમાં ચૂંટણીપંચના દ્વાર ખટખટાવતાં શ્રી માંજરીયા

બાબરા,
96-લાઠી-બાબરા-દામનગર આમ આદમીપાર્ટીના ઉમેદવાર એમ.ડી.માંજરીયા દ્વારા ઇવીએમ-વીવીપેટ મશીનમાં ગરબડીને કારણે અમારી સામે વિપરીત પરિણામ આવેલ છે તેમ જણાવી આ વિસ્‍તારનું બેલેટપેપરથી ફેર મતદાન કરાવવા ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. શ્રી માંજરીયાએ જણાવ્‍યું છે કે, મતદાન તા.09/12ના રોજ યોજાયેલ જેનું પરિણામ તા.18/12ના રોજ આવેલ જેમાં મને આશરે 715 જેવા મત મળેલ છે. જે મળેલ મતો ઇવીએમ-વીવીપેટ મશીનની ગરબડને કારણે મારી સામે વિપરીત પરિણામ (હાર) આવેલ છે. મારા વિસ્‍તારના પ્રચાર-પ્રવાસ અને ડોર ટુ ડોર પ્રચાર પ્રવાસ જોતા આ સીટ હું 101 ટકા જીતી શકું તેમ હતો. 751 મતો જોતા મશીનોમાં કોઇ ગરબડો થઇ છે જે હું ચોક્કસ પણે આ પરિણામને ચેલેન્‍જ કરું છું તેમ શ્રી એમ.ડી.માંજરીયાએ જણાવ્‍યું છે. આ ઉપરાંત અમરેલી બેઠક ઉપર સમાજસેવક શ્રી લાલભાઇ બોદરને 20 થી 25 હજાર મતો મળવા જોઇએ તેવું રાજકીય પંડિતોના મતે અનુમાન હતું પરંતુ તેને મળેલા મતો દેતા ઇવીએમનું દુર ઉપયોગ થયો હોય તેવી શંકા સાથે ચૂંટણીપંચેઆ બાબતે તપાસ કરવા શ્રી લાલભાઇ બોદર દ્વારા માંગણી કરાઇ છે.


અમરેલી ખાતે વકીલ મંડળની મુલાકાત લઈ આભાર માનતા દિલીપભાઈ સંઘાણી

આજ રોજ દિલીપભાઈ સંઘાણી સાહેબે અમરેલી વકીલ મંડળ ની મુલાકાત લઈ તમામ વકીલ શ્રી ઓ નો શ્નદય થી આભાર માની જણાવેલ કે ધારી વિધાન સભા ની ચૂંટણી દરમ્‍યાન અમરેલી વકીલ મંડળ ના વકીલ શ્રીઓ દ્વારા આ ચૂંટણી માં પક્ષાપક્ષી થી દુર રહી દિલીપભાઈ અમરેલી વકીલ મંડળ ના સભ્‍ય હોય તે નાતે દિલીપભાઈ ના સમર્થન માં પ્રચાર ઘારી બગસરા જઇ કરેલ હોય જેનો હું રુણી છું અને આભારી છું અને હું અમરેલી વકીલ મંડળ ના સભ્‍ય તરીકે ન્નયારે પણ વકીલો નો કોઈ પણ પ્રશ્ન હશે હું હમેશા તેની સાથે રહી તેના માટે કામગીરી કરતો આવ્‍યો છું અને કરતો રહીશ તેમજ વકીલો અને સમાજ ના તમામ લોકો ની સેવા કરતો આવ્‍યો છું અને કરતો રહીશ અને વકીલો દ્વારા મને જે સ્‍નેહ અને સહકાર મળ્‍યો છે તે માટે આભારી છું .તેવી લાગણી વ્‍યક્‍ત કરેલ તેમજ.વકીલો દ્વારા પણ દિલીપભાઈને અમરેલી વકીલ મંડળ તેની સાથે હમેશા છે અને રહેશે તેવી ખાતરી આપેલ તેમજ સર્વ વકીલો દ્વારા દિલીપભાઈ નું ઉમળકા ભેર સ્‍વાગત કરેલ તેમજ વકીલો દ્વારા યોજેલ ભોજન સમારંભ માં સાથે ભોજન લીધેલ…જે અમરેલી વકીલ મંડળ ની યાદી માં જણાવેલ છે


વિધાનસભા ચુંટણી પ્રચાર પ્રસારમાં ઋુષિભાઇ વેકરીયાનોસિંહ ફાળો

અમરેલી
અમરેલી જિલ્લા યુવા પ્રચારક ઋષિભાઇ વેકરીયા દ્વારા છેલ્લા ઘણા સમયથી ચુંટણી પ્રચારમાં સિંહ ફાળો આપ્‍યો છે. અંતે કોંગ્રેસની જિલ્લામાં પાંચ સીટો આવતા પાંચેય વિધાયકોને સુભેચ્‍છા પાઠવી હતી.
અમરેલી જિલ્લા અને સૌરાષ્ટ્ર ઝોના યુવા પ્રચારક એવા ઋષિભાઇ વેકરીયા દ્વારા અમરેલી જિલ્લાના ગામડાઓ શહેરોમાં કોંગ્રેસને જીત અપાવવા માટે સિંહ ફાળો આપેલ છે.
તેમજ બાબરા, વડીયા અને અમરેલીની સભા તેઓએ ગજવી હતી.અંતે જિલ્લામાં પાંચેય બેઠક કોંગ્રેસની આવતા તેઓની અને તમામ કાર્યકરોની મહેનત રંગ લાવી હતી. ઋષિભાઇએ ચુંટણી પ્રસારમાં જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં લોકોની પાસે જઇને તેઓને ભરોસો અપાવ્‍યો હતો કે કોગ્રેસ જીતશે તેઓના મોટા ભાગના કામો કરવામાં આવશે તેમજ બેરોજગારી અંગે તેઓ વિશેષ કામો પર સરકારનું ઘ્‍યાન દોરશે.


21-12-2017

thumbnail of 21-12-17