Main Menu

Tuesday, January 9th, 2018

 

વિધાનસભાનાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનું અમરેલીમાં ભવ્‍ય સ્‍વાગત

અમરેલી,
વિધાનસભાના વિરોધપક્ષના નેતા બન્‍યા બાદ પ્રથમવાર આવેલા પરેશભાઇ ધાનાણીનું એરપોર્ટ ખાતે પાલીકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાએ સ્‍વાગત કર્યાબાદ શ્રી ધાનાણીએ માતાના ચરણ સ્‍પર્શ કરી આર્શીવાદ લીધા હતા અને જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પંકજભાઇ કાનાબાર, ડી.કે.રૈયાણી, અરવિંદભાઇ કાછડીયાએ મો મીઠા કરાવી સ્‍વાગત સાથે ખુશી વ્‍યકત કરી હતી.


એકવર્ષમાં ટ્રાફિક નિયમન ભંગના 24 હજાર કેસ કરતી જિલ્લા ટ્રાફિક શાખા

અમરેલી,
એસ.પી.શ્રી જગદીશ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ટ્રાફિક શાખાના ઇન્‍ચાર્જ પી.એસ.આઇ.શ્રી ખીમજીભાઇ મકવાણા તથા સ્‍ટાફના એ.એસ.આઇ. શ્રી હર્ષદભાઇ જાની, શ્રી શૈલેષભાઇ અમરેલીયા તથા ડ્રાઇવર શ્રી મહેન્‍દ્રભાઇ ભુવા સહિતના સ્‍ટાફે જિલ્લાભરમાં ટ્રાફિક જાગૃતિ માટે વર્ષભર માર્ગદર્શન અને જરૂર પડયે ત્‍યાં ટ્રાફિક નિયમનના ભંગ સામે લાલ આંખ કરી વર્ષભરમાં સ્‍થળ ઉપર 23682 વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમનના ભંગ બદલ સ્‍થળ ઉપર રૂા.2437300/-નો દંડ વસુલ્‍યો હતો. આ ઉપરાંત ગંભીર પ્રકારની ક્ષતિવાળા 326 વાહનો ડિટેઇન કરી આર.ટી.ઓ.મારફતે રૂપિયા 890310 નો દંડ વસુલ કરાયો હતો. જયારે એસ.ટી.ના ઉતારૂઓને લઇ જતા અને પ્રતિબંધિત વિસ્‍તારમાં વાહનો રાખવા બદલ 14 વાહનચાલકો સામે આઇપીસી 188 પ્રમાણે જાહેરનામાના ભંગ બદલ જે તે પોલીસ મથકમાં ગુના દાખલ કર્યા હતાં.
સ્‍થળ ઉપર દંડના કેસમાં સીટબેલ્‍ટ,ફોરવ્‍હીલ વાહનોમાં કાળાકાચ, રીફલેકટર, હેલ્‍મેટ, સ્‍કુલવાનમાં નિયમોનો ભંગ, લાયસન્‍સ વગર વાહનો ચલાવવા, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ અને ગેરકાયદેસર રીતે ઉતારૂઓની હેરાફેરી બદલ કડક પગલા લેવાયા હતાં.
જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શિક્ષાત્‍મક કાર્યવાહી ઉપરાંત લોકોમાં ટ્રાફિક માટે જાગૃતિ આવે તેના માટે શાળાઓમાં જઇ માર્ગદર્શન આપવાના કાર્યક્નમો પણ યોજાયા હતાં જેનાથી જયારે વિદ્યાર્થી પુખ્‍ત થઇ વાહન ચલાવે ત્‍યારે ટ્રાફિક નિયમન ભંગના બનાવો ઓછા બને. તા.07 ને રવિવારે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ખાંભા તાલુકાના ટુવ્‍હીલર, થ્રીવ્‍હીલર, ફોરવ્‍હીલર, લકઝરી, મીનીબસ, મેટાડોર અને હેવીવાહનચાલકો માટે ટ્રાફિકની જાગૃતિ લાવવા કેમ્‍પ રાખવામાં આવ્‍યો હતો જેમાં વાહનચાલકોને અકસ્‍માત નિવારવા માટે માર્ગદર્શન આપી ઉતારૂઓને ખુલ્‍લા વાહનમાં અને ભારવાહનમાં મુસાફરી કરવા ન દેવી. વાહનના કાગળો વિમાપોલીસી, પીયુષી, લાયસન્‍સ સાથે રાખવા જેવા પ્રાથમિક નિયમોનું પાલન કરવું અને ખાસ કરીને ખાંભા તાલુકામાં છેલ્‍લા બે માસમાં થયેલા અકસ્‍માતના વધારે બનાવોને ઘ્‍યાને લઇ માર્ગદર્શન આપી ટ્રાફિકને લગતી પત્રિકાઓ વહેંચી જાગૃતિ માટેના પ્રયાસો કરાયા હતાં.
આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા જિલ્લાભરના વાહન ચાલકોનેજણાવવામાં આવ્‍યું છે કે, એચ.એસ.આર.પી.(હાઇ સીકયુરીટી રજીસ્‍ટ્રેશન પ્‍લેટ) નંબર પ્‍લેટ ફરજીયાત થઇ ગઇ હોય તાત્‍કાલિક ધોરણે હોય તો આર.ટી.ઓ.કચેરી અમરેલી તેમજ માન્‍ય ઓથોરાઇઝડ ડિલર પાસેથી નંબર પ્‍લેટ મેળવી લગાવી દેવી અન્‍યથા સરકારશ્રીના નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે વાહન ચાલકોને સાત દિવસનો સમય આપવામાં આવ્‍યો છે.


અમરેલીમાં રોડ સેફટી કાઉન્‍સીલની બેઠક મળી

અમરેલી,
જિલ્લાફ કલેકટર અને રોડ સેફટી કાઉન્‍સી્‌લના ચેરેમનશ્રી સંજય અમરાણીના અઘ્‍યલક્ષસ્‍થારને રોડ સેફટી કાઉન્‍સી લની બેઠક કલેકટર કચેરી-અમરેલી ખાતે મળી હતી.
કલેકટરશ્રી સંજય અમરાણીએ, રાજય તથા સ્‍થાનનિક-ગ્રામ્‍ય વિસ્‍તાચરના રસ્‍તાખઓ પહોળા કરવા તેમજ લેન વધારવા અંગેની સૂચનાઓ આપી હતી. સ્‍કૂકલ-કોલેજ-આનંદપ્રમોદના સ્‍થળ સહિતની જગ્‍યાઓ પર સ્‍પીઅડબ્રેકર મૂકવા, ગ્રામ્‍ય વિસ્‍તાલરનો રોડ પૂરો થાય અને હાઇ-વે શરૂથાય તે પહેલા બમ્‍પ અને સાઇનેઝીશ મૂકવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. સીટી રોડ તથા ફૂટપાથ પરથી દબાણો દૂર કરવા જણાવ્‍યું હતુ.ડેઝલીંગ લાઇટ સામે વાહન માલિક-ચાલકો સામે કરવામાં આવેલ કાર્યવાહી, ઓવરડાઇમેન્‍શટન સામે કરવામાં આવેલ કાર્યવાહી-ગુડઝ વાહનમાં લોખંડના સળીયા બહાર હોય તેવા વાહનો સામે કરવામાં આવેલ કાર્યવાહી ની વિગતો કલેકટરશ્રીએ મેળવી હતી.કલમ-188 અન્‍વયે જાહેરનામાનો ભંગ કરતા પેસેન્‍જ્ર વાહનો, એસ.ટી. બસ સ્‍ટેથન્‍ડા પાસેથી 100 મીટરના વિસ્‍તાારમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ સામે નોંધવામાં આવેલ કેસની તેમજ શહેરમાં સીસીટીવી કેમેરા મારફત ચેકીંગ કાર્યવાહીની વિગતો વિગતો મેળવી હતી.શાળા-કોલેજમાં માર્ગસલામતિ જાગૃત્તિના કાર્યઠ્ઠમો યોજવા તેમજ તે માટે જરૂરી નાટકો યોજવાની વ્‍યંવસ્‍થાર કરવા પણ સૂચના આપી હતી. અકસ્‍મોત પામેલ વ્‍યયક્‍તિને હોસ્‍પિ ટલ લાવવા અને તેમને મદદ કરનાર વ્‍ય્‍ક્‍તિ-સંસ્‍થાપને અનઅધિકૃત્ત પરેશાન ન થાય તે માટે પ્રોત્‍સાકહન આપવાની કામગીરી કરવા સૂચના આપી હતી.બેઠકમાં માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર, સહાયક પ્રાદેશિક વાહન વ્‍ય વહાર અધિકારીશ્રી, જિલ્લાા આયોજન અધિકારીશ્રી ટોપરાણી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નગર પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ચુડાસમા, 108ના ઇમરજન્‍સીેમેનેજમેન્‍ટલ એક્‍ઝીક્‍યુટીવશ્રી જાની, એસ.ટી.ના ડેપો મેનેજરશ્રી, માર્ગ અને મકાન પંચાયતના મદદનીશ ઇજનેરશ્રી, નગરપાલિકાના ઇજનેરશ્રી તેમજ સંબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિગત રભ હતા.


અમરેલીમાં એરપોર્ટ ખાતે વિપક્ષના નેતાનું સન્‍માન

વિધાનસભાના વિરોધપક્ષના નેતા બન્‍યા બાદ પ્રથમ વખત જ અમરેલી આવેલા શ્રી પરેશભાઇ ધાનાણીનું અમરેલી એરપોર્ટ ખાતે અમરેલી પાલિકા પ્રમુખ શ્રીમતી અલ્‍કાબેન ગોંડલીયાએ સ્‍વાગત કર્યુ હતુ.


અમરેલીના હરીકૃષ્‍ણ ઓઇલ મીલ વાળા વશરામભાઇ વઘાસીયાના માતૃશ્રીનું નિધન

અમરેલી,અમરેલીના જાણીતા ઓઇલ મીલર અને ઉદ્યોગપતિ તેમજ હરીેકૃષ્‍ણ ઓઇલમીલ વાળા વશરામભાઇ વઘાસીયાના માતૃશ્રીનું નિધન થતા ઘેરો શોક વ્‍યાપી ગયો છે.અમરેલીના વશરામભાઇ વઘાસીયા (કિસન કનૈયા ઓઇલમીલ)અને હરીકૃષ્‍ણ ોઇલમીલ વાળા છગનભાઇ વઘાસીયા તથા અવધ બીલકેકઅમદાવાદના નવનિતભાઇ વઘાસીયા તેમજ લાયન્‍સ ક્‍લબ અમરેલી મેઇનના પુર્વ પ્રમુખ અને હરીકૃષ્‍ણ કોટલીંગના માલિક શ્રી કાંતિભાઇ વઘાસીના માતૃશ્રીે ચંપાબેન બાવભાઇ વઘાસીયા ઉ.વ.90નું નિધન થતા વઘાસીયા પરીવારમાં ઘેરોશોક વ્‍યાપી ગયો છે.સદ્દગતની અંતિમ યાત્રામાં વિવિધ આગેવાનો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ જોડાઇ શોક વ્‍યક્‍ત કર્યો હતો અને શ્રઘ્‍ધાસુમન અર્પણ કર્યા હતા.


નાગેશ્રીની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા કુલ 6 ઝડપાયા

અમરેલી,ગઇ તા.06-07/01/ર018 ના રોજ રાત્રિના અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સર.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે નાગેશ્રી ગામે કરાળ વાડી તરીકે ઓળખાતા વિસ્‍તારરમાં જાહેરમાં કેટલાક ઇસમો ટોર્ચ (બેટરી)ની લાઇટના અજવાળામાં જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં નાગેશ્રી ગામે કરાળ વાડી વિસ્‍તામરમાં જાહેરમાં જુગાર રમતાં (1) વનરાજ સુરીંગમભાઇ બોરીચા, ઉ 30 રહે. ચોત્રા (ર) પાસા ભીખાભાઇ બારૈયા, ઉવ.ર8, રહે. નાગેશ્રી (3) કરશન લખમણભાઇ મકવાણા, ઉ ર6, રહે. ધોળાદ્રી (4) અનક ચાપરાજભાઇ વરૂ, ઉ.વ.4ર, રહે. દુધાળા (પ) બિચ્‍છુ રામકુભાઇ ખુમાણ, ઉ.વ.ર7, રહે.દુધાળા (6) ડાયા કાળુભાઇ બારૈયા, ઉ.વ.3ર, રહે.નાગેશ્રી વાળાઓ રોકડા રૂ.ર7,360/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર અને મોટર સાઇકલ નંગ-4, કિં.રૂ.1,00,000/- તથા ટોર્ચ નંગ-ર, કિં.રૂ.ર00/- સહિત જુગારના સાહિત્‍ય સાથેકુલ રૂ.1,ર7,પ60/- ના મુદ્યામાલ સાથે પકડાઇ ગયેલ હોય તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી નાગેશ્રી પો.સ્‍ટે,. હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સગ. શ્રી.એ.પી.પટેલ તથા એલ.સી.બી. સ્‍ટા ફના અબ્‍દુલભાઇ સમા. પ્રફુલ્લ ભાઇ જાની, સંજયભાઇ પદમાણી. ધર્મેન્‍દ્ર રાવ પવાર. બાબુભાઇ ડેર. સાર્દુલભાઇ ભુવા. ગોવિંદભાઇ પરમાર. વિજયભાઇ ગોહિલ. જયદિપસિંહ ગોહિલ. રાણાભાઇ વરૂ. જાવેદભાઇ ચૌહાણ, કિશનભાઇ હાડગરડા, ઉમેદભાઇ મહેતા. સુરેશભાઇ ખુમાણ, ભાવેશભાઇ બોરીસાગર. મધુભાઇ પોપટ. જગદીશભાઇ ઝણકાત. વિજયભાઇ વાઢેર. તુષારભાઇ પાંચાણી. મયુરભાઇ માંગરોળીયા, ડ્રાઇવર નુરભાઇ સીરમાન. યુવરાજસિંહ ગોહિલ. પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.


બાબરાના ધરાઇ ગામે સીમમાં જુગાર રમતા કુલ 9 ઇસમો ઝડપાઈ ગયા

અમરેલી,
ગઇ તા.06/01/ર018 ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સસ.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે બાબરા તાલુકાના ધરાઇ ગામથી ગમાપીપળીયા ગામ તરફ જતા કાચા રસ્‍તે વાડી વિસ્‍તામરમાં બાવળની કાંટમાં કેટલાક ઇસમો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં ધરાઇ ગામથી ગમાપીપળીયાગામ તરફ જતા કાચા રસ્‍તે વાડી વિસ્‍તા રમાં બાવળની કાંટમાં જુગાર રમતાં ઇસમો ઉપર રેઇડ કરતાં (1) ઇન્‍દ્રારાજ ઉર્ફે મુન્નોળ નટુભાઇ બસીયા, ઉં.વ.41, રહે.મોટા દેવળીયા (ર) અશરફ ઉર્ફે સલીમ ગનીભાઇ વણજારા, ઉં.વ.19, રહે.મોટા દેવળીયા (3) વનરાજ કંધુભાઇ વાળા, ઉં.વ.3ર, રહે.ફુલઝર (4) લખમણભાઇ છગનભાઇ રાદડીયા, ઉં.વ.6ર, રહે.ફુલઝર (પ) સિકંદર બાબુભાઇ પઠાણ, ઉં.વ.37, રહે.મોટા દેવળીયા (6) કરન યોગેશભાઇ ગૌસ્‍વાંમી, ઉં.વ.ર4, રહે.મોટા દેવળીયા (7) જગદીશ પુનાભાઇ વેકરીયા, ઉં.વ.4ર, રહે.મોટા દેવળીયા (8) મુકેશ ઇશ્‍વરભાઇ જોષી, ઉં.વ.43, રહે.ધરાઇ (9) જગદીશ પ્રેમજીભાઇ બાલધા, ઉં.વ.40, રહે.ફુલઝર વાળાઓ રોકડા રૂ.17,760/- તથા ગંજીપતાના પાના નંગ-પર, પાથરણું વિ. મળી કુલ રૂ.17,760/- ના મુદ્યામાલ સાથે પકડાઇ ગયેલ હોય તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી બાબરા પો.સ્‍ટે.. હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સટ. શ્રી.એ.પી.પટેલ તથા એલ.સી.બી. સ્‍ટાપફના અબ્‍દુલભાઇ સમા. પ્રફુલ્લ ભાઇ જાની, સંજયભાઇ પદમાણી. ધર્મેન્‍દ્ર રાવ પવાર. બાબુભાઇ ડેર. સાર્દુલભાઇ ભુવા. ગોવિંદભાઇ પરમાર. વિજયભાઇ ગોહિલ. જયદિપસિંહ ગોહિલ. કિશનભાઇ હાડગરડા, ઉમેદભાઇ મહેતા. રાણાભાઇ વરૂ. જાવેદભાઇ ચૌહાણ,સુરેશભાઇ ખુમાણ, જગદીશભાઇ ઝણકાત. વિજયભાઇ વાઢેર. તુષારભાઇ પાંચાણી. ભાવેશભાઇ બોરીસાગર. મધુભાઇ પોપટ. મયુરભાઇ માંગરોળીયા, ડ્રાઇવર નુરભાઇ સીરમાન. યુવરાજસિંહ ગોહિલ. પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.


અભરામપરાની સીમમા દુર્લભ ઝરખ દેખાયું

સાવરકુંડલા,રાન્નય માં ઠંડી નો ચમકારો દિન પ્રતિ દિન વધી રભે છે નલીયા ને બાદ કરતા સૌથી વધુ ઠંડી અમરેલી માં નોંધાઈ રહી છે ત્‍યારે 9 ડીગ્રી તાપમાન અમરેલી જીલ્લા ના જંગલ માં વિસ્‍તારો માં પડતા ઠંડી ની અસર અહી વિશેષ વર્તાઈ રહી છે જેમાં વન્‍ય જીવો નું જીવન પણ ઠંડી ને કારણે ખોરંભે ચડ્‍યું છે . સામાન્‍ય રીતે રાત્રી દરમિયાન જ શિકાર માં નીકળતું વન્‍ય જીવ ઝરખ અહી અભરામ પરા ના જંગલ વિસ્‍તાર માં દિવસે જુવા મળ્‍યું હતું અને જાડી જાખરા માં તડકો સેવી રભ્‍ું હતું ત્‍યારે જંગલ ના વન્‍ય જીવો માં પણ ખાસ કરી ઠંડી ની અસર વિશેષ જુવા મળી રહી હોય વન્‍ય જીવો ના ટાઈમ ટેબલ માં પણ ફેરફાર હાલ ઠંડી ને કારણે વર્તાઈ રભ નું ફલિત થઇ રભ્‍ું છે


09-01-2018