Main Menu

Wednesday, January 10th, 2018

 

અમરેલીમા શ્રી કૃષ્‍ણ કથામૃતમમાં માનવ સાગર ઉમટયો

અમરેલી,
પૂજય રમેશભાઇ ઓઝાના વ્‍યાાસાસને, અમરેલી ખાતે કૃષ્‍ણ0 કથામૃત્તમનું શ્રવણ કરવા કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલા ઉપસ્‍થિ્‌ત રભ હતા.
કૃષ્‍ણ કથામૃત્તમમાં, કેન્‍દ્રી ય રાજય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્‍યું કે, નિર્મળ થાય દેહ ભાગ્‍ય હોય તો ભાગવત સાંભળવા મળેત્‍યારે વિચારીએ-સમજીએ રોજ કૃષ્‍ણયનું વ્‍યભક્‍તિત્‍વ નવું જ, નવી જ દિશા-નવી જ દ્રષ્ટિ વિચારો સાંભળી શકીએ-માણી શકીએ તેવો લ્‍હાવો કૃષ્‍ણ્‌ કથામૃત્તમમાં મળ્‍યો છે.
કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ વધુમાં કભ્‍ું કે, કથાપ્રારંભ એ અમરેલી માટે મંગળટાણું, ભાગ્‍યોદયની નિશાની છે. કથામૃત્તમમાં શબ્‍દો વ્‍યક્‍તત કરવાની અને પૂ. ભાઇશ્રીને તેમજ વડીલોને નમસ્‍કાર કરી, આર્શિવાદ મેળવવાની તક સાંપડી તે માટે તેમણે કૃત્તજ્ઞતાની અભિવ્‍યકત કરી હતી. પ્રવચન સાંભળ્‍યા બાદ પૂજય રમેશભાઇ ઓઝાએ જણાવ્‍યું કે, બગીચામાં પુષ્‍પોં ખીલે તેમ શબ્‍દોરૂપી પુષ્‍પોઓની સુગંધ કથામૃત્તમમાં અનુભૂતિ થઇ.
પૂ.ભાઇશ્રીએ, અમૃત્તનું આચમન જેટલું ફળદાયી હોય છે તેમ ભાગવતકથા શ્રવણમાં મળતી એક ક્ષણ પણ દુર્લભ હોય છે. રાજા પરિક્ષિતે ભાગવતને ઔષધિ જણાવી, ભગરોગને દૂર કરવાવાળી ઔષધિ જે કાનેથી પીવાની છે, તે કડવી નહિપણ મીઠી છે. ભાગવત શ્રવણ બંધનકર્તા નહિ પણ મુક્‍તત કરતો નશો બને છે. ગોપીએ ભાગવતને અમૃત્ત અને શુકદેવજીએ આસવ જણાવ્‍યું છે.
વાત્‍સુલ્‍યવભાવ-કૃષ્‍ણ-યશોદા-ગોપી. હવેલીમાં સ્‍વંરૂપની અને મંદિરમાં મૂર્તિની પૂજા કરવામાં આવે છે. સેવા સ્‍નેહપ્રધાન અને પૂજા વિધીપ્રધાન છે. શબરી પુષ્ટિંભક્‍તત છે, સેવ્‍યને અનુકૂળ બનીને થાય તે સેવા છે, તેમ પૂ.ભાઇશ્રીએ કભ્‍ું હતુ.
કૃષ્‍ણ કથામૃત્તમમાં ઉપસ્‍થિછત રહેલા શ્રી જય વસાવડાએ, કવિઓની ભૂમિ અમરેલીને વંદન કરતા જણાવ્‍યું કે, કૃષ્‍ણ કથામૃત્તમનું આયોજન થતાં ગોકુળ-વૃંદાવન-મથુરાની ભૂમિ અમરેલીમાં સર્જાય છે. કથાના આયોજન બદલ અભિનંદન પાઠવતા શ્રી વસાવડાએ ઉમેર્યુ કે, વર્ગ છોડી સ્‍વર્ગ પકડવું અને પરાક્રમ એ સંસ્‍કાર પાટીદારોમાં છે, અને આ કથાનું રસપાન કરાવનાર ગ્‍લોબલ વિઝનરી-દુનિયાને ડોલાવનાર એ પૂ.ભાઇશ્રી છે.
શ્રી જય વસાવડાએ કભ્‍ું કે, કૃષ્‍ણમોરપીંછના દેવતા છે. બાભ્‍ને બદલે આંતરિક પરિવર્તન, ભ્‍દયનો રંગ બદલવો જરૂરી. કૃષ્‍ણે એટલે કર્મ-કર્મઠ. જુસ્‍સાુ સાથે કર્મ કરવું અને એટલું જ વિનમ્ર રહેવું. અનુયાયીઓ પાસેથી યુક્‍તિતપૂર્વક કર્મ કરાવવાનું સચોટ દ્રષ્ટાંત ભગવાનશ્રી કૃષ્‍ણએ આપ્‍યું છે.
ડૉ. જગદીશ ત્રિવેદીએ જણાવ્‍યું હતુ કે, ગ્રામ્‍ય સંસ્‍કૃરત્તિ અહીં ધબકે છે. કૃષ્‍ણકથામૃત્તમમાં તેની અનુભૂતિ થાય છે.
ભ્‍દયના ઉંડાણથી-ભ્‍દયેશ્‍વરની કથા એટલે પૂ.ભાઇશ્રીના સ્‍વરમાં રજૂ થતું આ કૃષ્‍ણ કથામૃત્તમ. શ્રી ત્રિવેદીએ તેમના પ્રવચનમાં ભારતીય સંસ્‍કૃાત્તિ, આતિથ્‍ય ભાવ, ગ્રામ્‍યજીવન સહિતના મુદ્યાઓને આવરી લઇ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.
કૃષ્‍ણ કથામૃત્તમ કાર્યક્રમમાં સ્‍વાતમિનારાયણ સંપ્રદાયના સંતશ્રીઓ, આયોજક શ્રી ફિણાવા પરિવાર સહિત કૃષ્‍ણ કથામૃત્તમનું શ્રવણ કરવા મોટી સંખ્‍યાતમાં ભાવિકો ઉપસ્‍થિત રભ હતા.


કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી રૂપાલાના નિવાસ સ્‍થાને પધારતા પૂ.રમેશભાઇ ઓઝા

અમરેલી ખાતે ચાલી રહેલ શ્રી કૃષ્‍ણ કથામૃતમ્‌ના વ્‍યાસાસને બિરાજતા ભાગવત ભાસ્‍કર પૂ. રમેશભાઇ ઓઝા ઇશ્ચરીયા ખાતે કેન્‍દ્રીયકૃષિમંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના નિવાસસ્‍થાને પધાર્યા હતા. શ્રી કૃષ્‍ણ જીવનના તર્જજ્ઞ એવા પૂ.ભાઇશ્રી અને રામાયણના મર્મજ્ઞ અને જેમનું ઉપનામ રામ છે તેવા શ્રી રૂપાલાના નિવાસસ્‍થાને ધર્મને જાણનાર બે વિરલ વ્‍યક્‍તિત્‍વનું મિલન થયું હતું તે તસ્‍વીરમાં નજરે પડે છે.


દેશભરના વિરાટ ઇવેન્‍ટને પાર પાડનાર પટેલ મંડપના શ્રી ધવલ વજુભાઇ પટેલ દ્વારા સુંદર આયોજન

અમરેલી,શ્રી કૃષ્‍ણ કથામૃતમ્‌ના વિરાટ મહોત્‍સવ માટે દેશભરના વિરાટ ઇવેન્‍ટને પાર પાડનાર પટેલ મંડપના શ્રી ધવલ વજુભાઇ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે. અમરેલીના ગૌરવ એવા પટેલ મંડપના સ્‍થાપક શ્રી વજુભાઇ અને તેમના પુત્ર શ્રી ધવલભાઇની જોડીનું આયોજન ઝળહળી ઉઠયું છે.


આજે શ્રી કૃષ્‍ણ કથામૃતમ્‌માં જાણીતા વિચારક શ્રી કાજલ ઓઝા વૈદ્યનું આગમન

અમરેલી,બગીચામાં પુષ્‍પો ખીલે ત્‍યારે જેમ વાતાવરણમાં પરમાટ ફેલાય તેમ શમ્‍દરૂપી પુષ્‍પોથી દિવ્‍ય મંગલમય અનુભૂતિ કરાવતા પ્રસંગની વિશેષતા એ છે કે અહીં તા.9 મીએ જાણીતા લેખક શ્રી જય વસાવડાએ પોતાના જ્ઞાનનો લોકોને લાભ આપ્‍યો હતો તે પ્રકારે દરેક દિવસે અહીં રોજ દેશના નામાંકિત વ્‍યક્‍તિઓના અનુભવનો લાભ શ્રોતાઓને મળી રહયો છે તે અંતર્ગત આજે શ્રી કૃષ્‍ણ કથામૃતમ્‌માં જાણીતા વિચારક શ્રી કાજલ ઓઝા વૈદ્યનું આગમન થશે. ભારતભરમાં પોતાના આગવા અને સચોટ તારણ તથા જીવન જીવવાની વર્તમાન સમયની પઘ્‍ધતિ અને ધર્મ પ્રત્‍યેની ઉંડી સમજ ધરાવતા વક્‍તાનો અમરેલીને લાભ મળશે. દેશના પ્રખર વિચારક, લેખક અનેમાર્ગદર્શક એવા શ્રી કાજલ ઓઝા વૈદ્ય આજે સવારે 9 કલાકે શ્રી કૃષ્‍ણ કથામૃતમ્‌ સભામંડપમાં પોતાના જ્ઞાનની સરવાણી વહેવડાવશે જેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.


વડોદરા ખાતે મેનેજમેન્‍ટ એશોસીએશન દ્વારા કો.ઓપરેટીવ સેમીનાર યોજાયો

વડોદરા, સહકારી પ્રવૃતિ અને તેનુ માઘ્‍યમ લોકભોગ્‍ય બને અને તે અસરકર્તાઓને લાભકારક બને તે માટે વિવિધ વિષય નિષ્‍ણાંતોના માર્ગદર્શક ભકો-ઓપરેટીવ સેમીનારભ બરોડા ખાતે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના મુખ્‍ય મહેમાનપદે યોજાયો જેમા બહોળી સંખ્‍યામા લોકોએ ઉપસ્‍થિત રહીને લાભ ઉઠાવેલ.
સેમીનારનો મુળભૂત ઉદે્‌શ ટપક સિંચાઈ યોજનાથી કૃષિ ઉત્‍પાદન વધારવા સાથે ઓછા પાણીની જરૂરીયાત રહેવા પર રહયો સાથોસાથ દેશી છાણીયા ખાતર, ખેતિ નિર્ધારીત નાના ઉદ્યોગો, ખાતર અને બિયારણનો જરૂરીયાત મુજબની વપરાશ સબસીડીના લાભ અને તેની અસરો, સરકારી અને સહકારી પ્રવૃતિની માનવીય અને ગ્રામ ઉથ્‍થાનમા અસરો અંગે ખુબજ અસરકાર સત્ર પ્રવચનોયોજાયેલ.
આ તકે મુખ્‍ય મહેમાન પદે ઉપસ્‍થિત ગુજકોમાસોલ અને નાફસ્‍કોબ જેવી નામાંકીત સહકારી સંસ્‍થાના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે, ગામડાનુ અર્થતંત્ર જાગૃત રાખતુ હોય તો તે સહકારી ક્ષેત્ર છે અને તેથી તેમા આવા સેમીનારો અસરકારક પુરવાર થતા હોય છે. તમામ માહિતી નિષ્‍ણાંતો દ્રારા એક જગ્‍યાએથી મળી રહેતા લોકો તેનો વ્‍યાપક લાભ પણ ઉઠાવી શકે છે.
કો-ઓપરેટીવ સેમીનારમા સંઘાણી સહિત ગુજકોમાસોલના એમ.ડી. વી.આર.શાહ, કૃભકોના માર્કેટીંગ ડાયરેકટર વી.એસ.શિરોહી, બરોડા મેનેજમેંન્‍ટ એશોસીએશનના સેમીનાર ચેરમેન દેવાંશુ વૈષ્‍ણવ, સેમીનાર ડીરેકટર સંજય શ્રીવાસ્‍તવ, પ્રમુખ ગૌરીશ વૈષ્‍ણવ, ઉપ પ્રમુખ રાજીવ ઠકર, માનદમંત્રી આનંદ મજમુદાર, માનદ્‌ ખજાનચી નિલેષ મુનસી સહિત સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા તેમ સંસ્‍થાકીય યાદીમા જણાવાયેલ છે.


10-01-2018