Main Menu

Friday, January 12th, 2018

 

બાબરા નગરપાલિકાને તાળાબંધી

બાબરા,બાબરા નગરપાલિકા કચેરી ખાતે વોર્ડ નં1અને 4ના આગેવાનો આજે લતાવાસીઓની સાથે રોડ રસ્‍તા સફાઇ મુદ્દે નગરપાલિકામાં આવી પહોંચેલા પરંતુ કોઇ જવાબદાર કર્મચારી નહિં હોવાને કારણે તાળાબંધીનો કાર્યક્નમ આપ્‍યો હતો. બાબરા વોર્ડનં 1 થી 4 ના કોંગ્રેસી આગેવાનો ભાજપને સમર્થન આપ્‍યા બાદ આજે ભાજપના સભ્‍ય જગદીશ વાવડીયા તથા બે આગેવાનો શ્રી ધર્મેશ વાવડીયા, મુળશંકરભાઇ તેરૈયાની આગેવાનીમાં રોડ રસ્‍તા સફાઇના કામોના નગરપાલિકાની લાપરવાહી થઇ કર્મચારીઓના ઉઘ્‍ધત જવાબોને કારણે કચેરીમાં લતાવાસીઓ સાથે રાખી રજૂઆત માટે દોડી આવ્‍યા હતાં.કચેરીમાં સમયસર કર્મચારીની હાજરી નહિં હોવા છતાં મુખ્‍ય રૂમમાં તાળાબંધી બાદ નગરપાલિકા પ્રમુખ શ્રી ખીમજીભાઇ મારૂને ટેલિફોનીક જાણ કરતા રૂબરૂ આવેલા કોંગ્રેસ શાસીત પાલિકા પ્રમુખ દ્વારા વિગતે ખુલાસો આપી આવનારા દિવસોમાં રામનગર સીઘ્‍ધી વિનાયક સહિતના વિકાસકામોને ક્નમવાર અગ્રતા આપવા તંત્ર કટીબઘ્‍ધ હોવાનું જણાવતા મામલો થાળે પડયો હતો.


અમરેલીમાં સંક્નાતિની ધૂમ : પતંગ,ઉંધિયા,જલેબી માટે બૂકીંગ

અમરેલીની બજારમાં શેરડી,ચીકી, પતંગ દોરી અને અવનવી મીઠાઇઓ ઉપરાંત શીયાળુ વસાણાનો બમ્‍પર સ્‍ટોક ઉતર્યો છે ઠેર ઠેર જથ્‍થાબંધ ચીજ વસ્‍તુઓ તસવીરમાં નજરે પડે છે.


સાવરકુંડલા – લીલીયા વિસ્‍તારમાં શ્રી દુધાતનું સન્‍માન

સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ સદસ્‍યો દ્વારા નવનિયુક્‍ત ધારાસભ્‍ય પ્રતાપ દુધાતનું સન્‍માન કરવામાંઆવ્‍યું હતું.
સાવરકુંડલાના પીઠવડીમાં ગટરના કામનું ખાતમૂર્હુત ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાતે કર્યુ હતું .
આ પ્રસંગે પ્રતાપભાઇ ડાવરા, ભૌતિક સુહાગીયા, રમેશભાિ સુહાગીયા, ધીરૂભાઇ નાકરાણી, વિનુભાઇ બાળધા, ચિંટુ સુહાગીયા અને ગ્રામજનો તથા સ્‍થાનિક આગેવાનો કોંગ્રેસ કાર્યક્નરો ઉપસ્‍થિત રહયા હતાં.
અક્ષરડેરી આર્ધશતામ્‍દી મહોત્‍સવ નિમિતે જયોતયાત્રામાં ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાત અને જિલ્લા પંચાયત સભ્‍ય હાર્દિક કાનાણી, અશ્ચિનભાઇ ધામેલીયા, અતુલભાઇ રૂપારેલીયાએ હાજરી આપી પુ.સાધુ ચરિત સ્‍વામિ, પુ.ભગતકિર્તનસ્‍વામિ, પુ.અખંડસેવાસ્‍વામિના આર્શિવાદ લીધા હતાં.


મુખ્‍યમંત્રી આવાસ યોજનાની અરજીઓ મંજૂર કરો : શ્રી માંજરીયા

અમરેલી,
રાજયમાં મુખ્‍યમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓની અરજીઓ 2012 થી પડતર છે તે મંજૂર કરી આવાસો આપવા મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને નાયબમુખ્‍યમંત્રી નિતિનભાઇ પટેલને આવેદનપત્ર આપી આમ આદમીપાર્ટીના શ્રી એમ.ડી.માંજરીયાએ જણાવ્‍યું છે કે, 2012થી આધારપુરાવાઓ સાથે જે અરજી આપી છે તેમાં બાબરા પાલિકા વિસ્‍તારના 1900 લાભાર્થીઓ છે જયારે લાઠીમાં 2100 અને દામનગરમાં 1700 અરજીઓ પડી છે પરંતુ, ઓથોરીટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિકાલ આવતો નથી. લાભાર્થીઓના ફોર્મની પહોંચ અને તૈયાર કરી સામેલ રાખેલ છે પાંચ વર્ષ જીતી ગયા બાદ પણ વ્‍યક્‍તિગત રીતે પહોંચ પુરી પાડવામાં આવેલ નથી તે બાબતે જે તે ઓથોરીટી સામે કાનૂની રાહે અને ફરજમાં બેદરકારી બદલ પગલા લેવા પણ રજૂઆત કરી છે. ચૂંટણી આવે ત્‍યારે મોટા વચનો જાહેરાતો થાય છે પરંતુ અમલ થતો નથી. શ્રી મોદીએ 2012ની ચૂંટણી વખતે જૂનાગઢ ખાતે ગુજરાતમાં 2પ લાખ આવાસો બાંધી આપી યોજનાનો લાભ અપાવી તેવું વચન આપેલું પણ તેનો અમલ થતો નથી જો દિવસમાં 10 માં ઠરાવ કરી મંજૂર કરવામાં નહિં આવે તો ના છૂટકે ગમે ત્‍યારે લાભાર્થીઓને સાથે રાખી ઉપવાસ આંદોલન કરવા ચીમકી આપ્‍યાનું શ્રી એમ.ડી.માંજરીયાએ જણાવ્‍યું છે.


રાજુલામા કાઠીક્ષત્રિય તબીબોનો સેમીનાર યોજાયો

રાજુલા મુકામે કાઠી ક્ષત્રિયના ડોકટરો તથા તેમાં અભ્‍યાસ કરતાઓનુ એક સેમીનારનુ આયોજન રાખવામાં આવેલ જેમાં ડૉ. બી.બી.વરૂ ,ડો.વીરેન્‍દ્રભાઇ ધાખડા,ડો.શીવેન્‍દ્રભાઈ ધાખડા, ડો.સપનાબેન વાળા સહિતના ભાઈઑ તથા બહેનોએ હાજરી આપેલ જેમાં શ્રી વરૂ સાહેબ તથા શ્રી ધાખડા સાહેબે પોતાનાં વકતવ્‍યમાં મેડીકલ પ્રેકટીશનરમા ઉપયોગી માર્ગદર્શન આપેલ તેમજ આ બાબતે સમાજ ઉપયોગી કાર્યો કરવા પ્રેરણા આપેલ તથા સમાજમાં શિક્ષણનું સ્‍તર ઉપર લાવી મેડીકલ/પેરામેડિકલ ક્ષેત્રમા ભાઈઓ-બહેનોને આગળ આવવા અનુરોધ કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યઠ્ઠમનું આયોજન ડો.વી.એ.ખુમાણ તથા ડો.શક્‍તિરાજભાઇ ખુમાણ દ્વારા કરવામાં આવેલ તેમજ હોટલ રાજ પેલેસના શ્રી દીલુભાઇ વરૂ સહભાગી બનેલ. આ કાર્યઠ્ઠમ સૌપ્રથમ રાજુલા ખાતે રાખવામાં આવેલ હવે અન્‍ય સ્‍થળે રાખવા સુચન કરવામાં આવેલ.


12-01-2018


error: Content is protected !!