Main Menu

Saturday, January 13th, 2018

 

મોડી રાત્રે અમરેલીના રોકડીયાપરા પાસે આંગડીયા કર્મચારી ઉપર હુમલો

અમરેલી,
અમરેલીમાં રાત્રે ચકકરગઢ રોડ પાસે રોકડીયા પરા જવાના માર્ગે આંગડીયા પેઢીના કર્મચારીની ઉપર હુમલો કરી કાન કાપી નખાતા ખળભળાટ મચી ગયો છે અને પોલીસ તંત્ર હોસ્‍પીટલે દોડી ગયું છે તથા લૂંટ થઇ છે કે કેમ ? ની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, રાત્રે ચક્કરગઢ રોડે રોકડીયા પરા જવાના માર્ગ ઉપર ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારી અને રોકડીયા પરામાં રહેતા અને કુંકાવાવ બ્રાંચ સંભાળતા રામભાઇ નરસંગભાઇ સીંધવ સાયકલ લઇને પોતાના ઘેર જઇ રહયા હતા ત્‍યારે તેની ઉપર હુમલો કરી આંખ અને કાનના ભાગે છરીથી ઇજા કરાતા તેને સારવાર માટે સિવિલના ટ્રોમા સેન્‍ટરમાં ખસેડાતા ડો. યાદવે તેમની સારવાર શરૂ કરી હતી અને આબનાવની જાણ થતા ડીવાયએસપી શ્રી દેસાઇ તથા એલસીબીના શ્રી શાર્દુળ ભુવા અને અમરેલી શહેર પોલીસનો ડી સ્‍ટાફ હોસ્‍પિટલે દોડી આવ્‍યો હતો.
સ્‍થળ ઉપર બનાવને નજરે જોનારા લોકોમાં ચર્ચાતી વિગતો અનુસાર સાયકલ ઉપરજતા રામભાઇને બે બાઇક ઉપર મોઢા ઉપર રૂમાલ બાંધી આવેલા ચાર લોકોએ આંતરી માર માર્યો હતો અને તેનો ઇરાદો લૂંટનો હતો રામભાઇ હાલ અર્ધ બેભાન અવસ્‍થામાં હોય કોઇ માલસામાન ગયો છે કે કેમ ? તેમા કેટલી રકમ હતી ? જેવા મુદ્દાઓની તપાસ હાથ ધરાઇ છે.આ બનાવની જાણ થતા અમરેલીના ધારાસભ્‍ય અને વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ પોતાના પ્રતિનિધિ સ્‍વરૂપે કોંગ્રેસના યુવા આગેવાન શ્રી શરદ ધાનાણીને સિવિલે મોકલી બનાવની વિગતો મેળવી અને પોલીસ તંત્રને કડક હાથે કામ લેવા માટે માંગણી કરી છે.


સાવરકુંડલાનાં ભમોદરા નજીક નાળા પરથી ગોધરાનાં મજૂર ભરેલી રીક્ષા ખાબકી

અમરેલી,સાવરકુંડલા નાં ભમોદરા નજીક આજ રોજ બપોર નાં સુમારે ગોધરા નાં મજૂરો ભરેલી રીક્ષા એક નાળા પર થી પસાર થતી વેળા દ્રાઈવરે કાબુ ગુમાવતા આ મજૂર ભરેલી રીક્ષા નાળા માં ખાબકી હતી જેથી રીક્ષા માં બેસેલા ર0 થી વધુ મજૂરો ને ઇજા થવા પામી હતી જેમાં પ મજૂરો ની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવ્‍યું છે ત્‍યાંરે તમામ મજૂરો મૂળ ગોધરા તરફ નાં હતા અને અહીં ગામડા માં ભાગીયું રાખી રહેતા હતા આજ સાવરકુંડલા ખરીદી માટે જઇ રભ હોય તેથી રીક્ષા માં ખરીદી કરવા જઈ રભ હતા તે દરમિયાન આ રીક્ષા ઊંઘી વળી હતી તેથી ર0 જેટલા મજૂરો ને નાની મોટી ઇજા થવા પામી હતી . જેમાં ઇજા ગ્રસ્‍તો ખૂબ મોટી સંખ્‍યા માં હોય રોડ પરથી પસાર થતા ઘોંબા દરબાર દિલું ભાઈ ખુમાણ દ્વારા તુરંત મજૂરો ની સહાય કરી હતી અને જેસર વંડા અને ગારિયાધાર ની ત્રણ 108 એમ્‍બ્‍યુલન્‍સ ને બોલાવી તમામ મજૂરો ને સારવાર અર્થે નજીક નાં હોસ્‍પિટલ માં દાખલ કરાયા હતા જેમાં પાંચ જેટલા મજૂરો ની હાલત ગંભીર હોવાનું જાણવામાં આવી રભ્‍ું છે


ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીને વિધાનસભા અઘ્‍યક્ષે માન્‍યતા આપી

અમરેલી,ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે કોંગ્રેસ પક્ષ દ્વારા અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણીની પસંદગી થતા આજે 14 મી ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના સભ્‍ય પરેશ ધાનાણીની ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે વિધાનસભાના અઘ્‍યક્ષે માન્‍યતા આપતા આજથી શ્રી પરેશભાઇ ધાનાણી ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે માન્‍યતા મળતા કાર્યરત બન્‍યા છે તેમ સચિવ પી.એમ.પટેલે જણાવ્‍યું છે.


ધારીના સરકારી દવાખાને દર્દી કણસતો હતો અને ડોકટર સામે ઉભીને મોજથી સીગારેટ પીતા હતા

ધારી,ધારીના સરકારી દવાખાને કૌશિકભાઇ શાંતિભાઇ લીંબાસીયા ઉ.વ.28 નામનો દર્દી કણસતો હતો ઇમરજન્‍સી કેસ ગણાય છતાં પણ દર્દીની સારવાર કરવાના બદલે ડો.વિજય ગરચર સામે ઉભીને સીગારેટના દમ મારતા હતાં. રોષિત બનેલાલોકોએ ચલાલા ખાતે કોકીલાબેન કાકડીયાને જાણ કરતા કોકીલાબેન તરત દોડી આવ્‍યા હતાં અને ડોકટરને ઉધડો લઇ તત્‍કાલ સારવાર કરાવી હતી પણ સારવાર કારગત નીવડી ન હતી અને દર્દીએ અંતિમ શ્‍વાસ લીધા હતાં. અને ડોકટરને સબબ શીખવવા પાઠ ભણાવ્‍યા હતાં. આમ કોકીલાબેન કાકડીયાએ 108 જેવી સેવા આ આ વિસ્‍તારમાં ભારે પ્રશંસા થઇ રહી છે.


અમરેલીમાં ક્નોધમાં આવી ભૂદેવો રોડ પર ઉતર્યા : કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

અમરેલી,
અમરેલી કર્મકાંડી બ્રહ્મસમાજ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો ઉપર ખોટી ટ્રેપ કરી જાથાના જયંત પંડયાએ હેરાનગતિ કરવા બાબતે અમરેલી જિલ્લાકર્મકાંડી બ્રહ્મસમાજ દ્વારા રોડ ઉપર ઉતરી આવીને રેલી કાઢી જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જામનગરમાં જાથાના જયંત પંડયા અને તેમની ટીમ દ્વારા હિતેષભાઇ લાભશંકર જોષીના ખોટી રીતે તાંત્રીકવિધિ અને દોરાધાગા કરી ખોટી અંધશ્રઘ્‍ધા ફેલાવવાનું કૃત્‍ય કરતા હોય તેવો આક્ષેપ કરેલ. આ બાબરે સત્‍ય સાથે જણાવવાનું કે હિતેષભાઇ લાભશંકર જોષી છેલ્‍લા 20 વર્ષથી શાસ્‍ત્રોક્‍ત રીતે કર્મકાંડ તથા પુજાપાઠની વિધિ કરતા હોય છેલ્‍લા 8 માસથી પાયલબેનના પિતાશ્રી ધરમશીભાઇ કટેશીયા આ ભૂદેવના સંપર્કમાં હોય અને પુત્રીના પિતાએ આગ્રહ કરેલ કે મારી પુત્રી માટે શાંતિયજ્ઞ કરવો છે જેથી તેને મનવાંચતિ ફળ પ્રાપ્ત થાય આ સંદર્ભે તા.6/1શનિવારના પાયલબેનના પિતાશ્રીની સંપૂર્ણ સંમિતિથી તેમના ઘરે હિતેષભાઇ શાંતિયજ્ઞ કરવા માટે ગયેલ ત્‍યારે વિજ્ઞાનજાથાના જયંત પંડયા અને એક બે શખ્‍સે આવી ધાકધમકી આપી આ પુજાપાઠવિધિ બંધ કરો અને બળજબરીથી હિતેષભાઇને ધમકાવેલ તેમજ પોલીસની હાજરી હોવા છતાં ભૂદેવનેમાર મારેલ. તો શું કાયદો હાથમાં લેવાની મંજૂરી છે તેમજ કર્મકાંડ કથાવાર્તા, હવનહોમ, ભાગવતસપ્‍તાહ, લગ્‍નવિધિ, પ્રતિષ્ઠા આ બધુ વિધિ વિધાન ખોટું છે ? આવુ જાથાવાળા જયંતભાઇ પંડયાનું કહેવું છે. જેથી આ બાબતે તપાસ કરી જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી કરવા આવેદનપત્રમાં જણાવ્‍યું છે.


અમરેલીના લીવરપુલ શોરૂમ વાળા વિજયભાઇના પિતાશ્રીનું નિધન થતા માચીયાળાના કોઠીવાળ પરિવારને શાંત્‍વના પાઠવી

અમરેલી,અમરેલીમાં લીવરપુલ શોરૂમના માલિક વિજયભાઇના પિતાશ્રીનું નિધન થતા આજે વિવિધ વેપારીઓ અને આગેવાનોએ માચીયાળાના કોઠીવાળ પરિવારને શાંત્‍વના પાઠવી હતી. આજે સરઘસનું કારજ (પાણીઢોળ) છે. માચીયાળાના કોઠીવાળ પરિવારને દુખના પ્રસંગે સાંત્‍વના પાઠવી દુખની લાગણી વ્‍યક્‍ત કરી હતી જેમાં આહિર પરિવારના મોટીડેલીના મોભી મનુબાપુના પરિવારને કેન્‍દ્રીયમંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલા, સાંસદ નારણભાઇ કાછડીયા, લોકસાહિત્‍યકાર માયાભાઇ આહિર, આહિર જ્ઞાતિપ્રમુખ જીતુભાઇ ડેર, જૂનાગઢથી મહાદેવગીરીબાપુ, કનૈયાગીરીબાપુ, અભિનંદનગીરીબાપુ, ગોંડલ ગુરૂકુળના સંતો અને ભંડારી શ્રી પ્રેમસ્‍વામિ બિલેશ્ચરથી નિર્મળાનંદબાપુ, અશ્ચિનભાઇ સાવલીયા, કૌશિકભાઇ વેકરીયા, રામભાઇસાનેપરા, મનસુખભાઇ ઉંધાડ, પંકજભાઇ કાનાબાર, જિલ્લા ઉપપ્રમુખ કેહુરભાઇ ભેડા, બાબરા યાર્ડના જીવાજીભાઇ રાઠોડ, પ્રભાતભાઇ કોઠીવાળ, શ્‍યામગ્રુપના રાજુભાઇ ધાનાાણી, શરદભાઇ ધાનાણી, રાજુલાભી બાબુભાઇ રામ, સહસીર્ટીવાળા રાજેશ પટેલ, અમેરિકાથી પરિમલભાઇ જોષી, અમદાવાદથી વિશાલભાઇ રાદડીયા વગેરેએ શોક વ્‍યક્‍ત કર્યો હતો.


નાગેશ્રી પોલીસ સ્‍ટેશન હેઠળ ટીંબી ગામે ત્રણ માસ પહેલા બનેલા ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો

રાજુલા,આજથી ત્રણ માસ પહેલા ટીંબી ગામના વેપારી સીરાજભાઇ યુસુફભાઇ વિરાણી પોતાની કરીયાણાની દુકાન રાતના નવેક વાગ્‍યે બંધ કરતા હતા ત્‍યારે રોકડ રકમ રૂા.49500 ભરેલ થેલો બાજુમાં મુકી તાળુ મારતા હતા ત્‍યારે ત્રણ શખ્‍સોએ નજર ચૂકવી ચોરી કરેલ લઇ ગયેલ આ અનડિટેકટ ગુનો શોધી કાઢવા નાગેશ્રી પોલીસસ્‍ટાફના પો.સ.ઇ.એ.વી.પટેલ, એ.એસ.આઇ.જી.ડી.કાલીયા, હે.કો.એમ.આર.સોલંકી, પો.કો.જી.બી.લાપા, ડી.એસ.ચાવડા, રાજદીપસિંહ રફીક સોરા વગેરેએ મળી બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી કાનજી ભીખુ કોડીયા ઉ.વ.23 રે.રોહીશાવાળાને ધારાબંદર મુકામેથી તેમજ આરોપી ભાવેશ પાંચાભાઇ બાંભણીયા ઉ.વ.20 રે.રોહિશા વાળાને સુરત મુકામેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને રીમાન્‍ડમેળવી મુદ્દામાલ રીકવરી કરવા તજવીજ હાથ ધરી છે. તેમજ મદદગારી કરનાર નાસતો ફરતો આરોપી પ્રવિણ બચુ બારૈયા રે.રોહીશા વાળાને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.


અમરેલીમાં ડો.ઉનડકટનું આંગણુ ં પાવન કરતા પુ.રમેશભાઇ ઓઝા

અમરેલીના જાણીતા ડો.વિ.જે.ઉનડકટને ત્‍યા પુજય રેશભાઇ ઓઝા (ભાયશ્રી)એ પધરામણી કરી હતી અને તેમનુ ભવ્‍ય સ્‍વાગત કરવામા આવ્‍યુ હતુ પુ.ભાઇશ્રીએ આર્શીવચન પાઠવ્‍યા હતા.


13-01-2018