Main Menu

Saturday, January 20th, 2018

 

ધારીના હિરાવામાં તલાટીમંત્રી આઠ દિવસે માંડ એક વખત આવીને કયારે ચાલ્‍યા જાય છે તેની જાણ નથી

હિરાવા
હિરાવા ગામની વસ્‍તી 2 હજારથી 3500 ની છે. ગામમાં રોડ ખોદયા પછી રોડ બનેલ નથી અને ભૂંગળા પણ નાખવા પડે તેમ છે. તલાટી મંત્રી 8 દિવસે એક વખત આવે છે જેથી ગામ લોકોના કામો થતા નથી. પ્રાથમિક શાળામાં ધો.1 થી 8 માં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહયા છે તેમજ ગામમાં આંગણવાડી અને બાલમંદિરની સારી સુવિધા છે. પ્રાથમિક આરોગ્‍ય સેન્‍ટર જીરા દ્વારા ગામમાં આરોગ્‍યલક્ષી કામગીરી કરવામાં આવે છે જેમાં હિરાવા સ્‍કુલ, બાલમંદિર, ગામમાં આરોગ્‍યની સેવાની જરૂર પડતા તેઓને બોલાવવામાં આવે છે. એસ.ટી.બસમાં ધારી, સાવરકુંડલા સવારે અને બપોરે સાંજે ધારીથી હિરાવા સ્‍કુલના વિદ્યાર્થીઓને મુકવા માટે બસ આવે છે જયારે હાઇસ્‍કુલમાં વિદ્યાર્થીઓ ધારી જાય છે. ગામનાં ભણેલ-ગણેલ વિદ્યાર્થીઓ બહાર ખાનગી કંપનીઓમાં જોબ કરી રહયા છે. ગામમાં વાર-પરબ સમસ્‍ત ગ્રામજનો દ્વારા ઉજવવામાં આવે છે ગામમાં અંડરગ્રાઉન્‍ડ ગટરમાં પીવીસી પાઇપ ઉપર નાખવામાં આવતા પાઇપ ફાટી જવાના કારણે ગામમાં ગટરના પાણી ફરી વળે છે સીમમાં રોઝ અને ભૂંડનો ત્રાસ છે જેથી સીમમાં ખેડૂતોને રાત દિવસરખોપા કરવા પડે છે. તેમજ જંગલ વિસ્‍તાર નજીક હોવાના કારણે ખેડૂતોને દિપડા અને સિંહ જેવા રાની પશુઓનો પણ ભય સતત સતાવી રહયો છે. સ્‍કુલ પાસે ગંદકી થતી હોવાના કારણે બાળકોના આરોગ્‍ય ઉપર પણ પુરતુ જોખમ રહે છે. પાણીનો ટાંકો પણ જુનો હોવાના કારણે જર્જરીત બન્‍યો છે હાલમાં ખેડૂતોએ રવિપાકમાં ચણાં-જીરૂ-લસણ-ઘઉંનું વાવેતર કરવામાં આવ્‍યું છે અને સીમમાં તળ પાણી હાલ ઓછા છે. ગામને નદીમાં સ્‍થાનિક બોર બનાવીને તેમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. અહીંયા મહિ યોજનાનું પાણી ન પહોંચવાને કારણે ઉનાળામાં પાણીની ઘટ પડે છે.


ગોંડલના સ્‍વામિનારાયણ નગરમાં અનેરો સંદેશો આપતા પ્રદર્શનખંડો ઉભા કરાયા

અમરેલી,
ગોંડલ ખાતે વિશ્ચવિખ્‍યાત તિર્થધામ અક્ષરદેરીના સાર્ધ શતામ્‍દી મહોત્‍સવ નિમિતે તડામાર તૈયારીઓ થઇ રહી છે. ગોંડલ શહેરના ઇતિહાસમાં પ્રથમવાર આટલા મોટા મહોત્‍સવનું આયોજન થયું છે. 200 એકરની ભૂમિ પર ફેલાયેલું સ્‍વામિનારાયણ નગર મહોત્‍સવનું મુખ્‍ય સ્‍થળ છે. આ સ્‍વામિનારાયણ નગરમાં સ્‍થિત અનેક સંસ્‍કારપ્રેરક પ્રદર્શન ખંડો મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર રહેશે. 6 વિવિધ પ્રદર્શનખંડોમાં મહાપુરૂષોનાં જીવનચરિત્ર અનેઉપદેશોના આધારે સૌને સુખી અને સંસ્‍કારમય જીવન જીવવાની પ્રેરણા મળશે.
પ્રથમ પરમાનંદ નામના પ્રદર્શનખંડમાં પ.પૂ.પ્રમુખસ્‍વામિ મહારાજના જીવનને લક્ષ્યમાં રાખીને બોધ આપવામાં આવશે. પ્રમુખસ્‍વામિ મહારાજે પોતાના જીવન દરમિયાન પપ થી વધુ દેશોમાં 2.5 લાખથી વધુ ઘરોમાં વિચરણ કર્યું, 7.5 લાખ પત્રો લખ્‍યાં, 17 હજારથી વધુ ગામડાઓમાં જઇને લાખો લોકોનાં દુઃખ-દર્દો દૂર કરી તેમને આઘ્‍યાત્‍મમાર્ગે વાળ્‍યા. તેઓએ સમાજ માટે વેઠેલાં અસંખ્‍ય કષ્‍ટોનો અહીં વિવિધ પ્રતિકૃતિઓ અને આધુનિક માઘ્‍યમો દ્વારા અનુભવ કરાવવામાં આવશે. તેઓએ અગણતરી તકલીફો વચ્‍ચે પણ અપ્રતિમ કાર્ય કર્યું તેનો આછો ચિતાર આ પ્રદર્શન ખંડમાંથી મળશે.
દ્વિતિય પ્રદર્શન ખંડ છે મુક્‍તાનંદ. વ્‍યસનમુક્‍તિનો ઉતમ સંદેશ આપતો આ પ્રદર્શન ખંડ ખૂબ જ અસરકારક છે. એક યુવાનની વ્‍યસનથી થયેલી બરબાદીની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મ દ્વારા હ્ય્‌દયદ્રાવક પ્રસ્‍તુતિ અહીં બતાવવામાં આવશે. અઠંગ વ્‍યસનીઓને પણ વ્‍યસન છોડવાની અહીં પ્રેરણા પાપ્ત થશે. તૃતીય ખંડ છે સહજાનંદ. એનિમેશન ફિલ્‍મની રોમાચંક પ્રસ્‍તુતિ દ્વારા અહીં ભગવાન સ્‍વામિનારાયણના અસાધારણ જીવન અને કાર્યને દર્શાવવામાં આવશે. અક્ષરદેરી જેમનું સ્‍મૃતિમંદિર છે, એવા ગુણાતીતાનંદ સ્‍વામિનું જીવનકવન અક્ષરાનંદ નામના ચોથા પ્રદર્શનખંડમાં જાણવા મળશે. વિવિધ ચિત્રો, પ્રદર્શન અને ચોટદાર સંવાદો દ્વારા અહીં ખૂબ સુંદર રજૂઆત થશે.
નિત્‍યાનંદ નામના પાંચમાં પ્રદર્શન ખંડમાં પારિવારિક એક્‍તાનો ઉપદેશ મળશે. આજે વિશ્ચભરની સૌથી મોટી સમસ્‍યા છે, તૂટતાં ઘરો ! આધુનિક્‍તાના બહાને પરિવારમાં વધતા કલેશન અને કુસંપને ડામવાનો અહીં સફળ પ્રયાસ છે. સુંદર સંવાદ અને વિડિયોના માઘ્‍યમથી ઘરમાં સુખ-શાંતિ રાખવાના ઉપાયોની આમાં સુંદર પ્રસ્‍તુતિ થશે.
છઠ્ઠો પ્રદર્શનખંડ છે ‘યોગાનંદ’. 25 વર્ષ સુધી ગોંડલ અક્ષરમંદિરના મહંતપદે બિરાજેલા યોગીજી મહારાજનું નિર્દોષ હાસ્‍ય તેમની વિશેષતા હતી. અપાર કષ્‍ટો, ગંભીર બીમારીઓ અને અથાગ પરિશ્રમ વચ્‍ચે પણ તેઓનું હાસ્‍ય કદી વિલાયું નો’ તું. સદૈવ બ્રહ્માનંદમાં વિચારતા એવા ‘યોગાનંદ’ યોગીજી મહારાજના જીવનમાંથી કેટલાનક ચૂંટેલા પ્રસંગો દ્વારા અહીં હંમેશા આનંદમાં રહેવાનું રહસ્‍ય શીખવા મળશે.
આ સિવાય પણ સ્‍વામિનારાયણ નગરમાં અખંડ ભજનભક્‍તિની રમઝટ ભજનાનંદ નામના ખંડમાં ચાલશે. સાથે-સાથે રક્‍તદાન યજ્ઞ દ્વારા સમાજસેવાનું ભગીરથ કાર્ય એક ખંડમાં કરવામાં આવશે. વયક્‍તિ, કુટુંબ, દેશ અને સમાજની સુખાકારી માટે વ્‍યસનમુક્‍તિ, પારિવારિક એક્‍તા, સ્‍વચ્‍છતા અભિયાન જેવા સંદેશ વહાવતા આ પ્રદર્શનખંડો અનેકને દિવ્‍યજીવન જીવવાનો માર્ગ ચીંધશે. આમ, વિવિધ પ્રદર્શન ખંડો દ્વારા આ સ્‍વામિનારાયણ નગર માનવ ઉત્‍કર્ષનો ઉતમ સંદેશ અપાશે.


બાબરામાં અધુરા કામ પૂરા ન થાય તો પાલિકાને ઘેરાવ

બાબરા,
બાબરાના વોર્ડ નં-2માં નગરપાલિકા દ્વારા મ્‍લોકરોડના અધુરા કામ છોડી દેવાતા સ્‍થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળે છે. બાબરા નગરપાલિકાનું શાસન તળીયે ગયું હોય તેમ દિનપ્રતિદિન લોકોમાં પાલિકા પ્રત્‍યે રોષ જોવા મળે છે. શહેરના લોકો નિયમિત વેરા ભરતા હોવા છતાં નગરપાલિકા દ્વારા સુખાકારી સુવિધાનો અભાવ જોવામળે છે. મોટા ભાગના વિસ્‍તારોમાં ચાલતા કામોમાં બેફામ ગેરરીતી ચાલતી હોવાની ચર્ચા પણ જાગી છે. બીજીતરફ અવાર-નવાર રજૂઆતોનો નિકાલ થતો નથી અને પાલિકા દ્વારા નક્કર પગલા લેવાતા નથી. લોકોએ અવાર-નવાર આંદોલનકરવાની ફરજ પડે છે ત્‍યારે અહીં વોર્ડ-2 વિસ્‍તારના સ્‍થાનિક રહીશો દ્વારા નગરપાલિકા સામે રોષ વ્‍યક્‍ત કરી જણાવાયું કે અહીં એક મહિનાથી મ્‍લોકરોડ બનાવવા ખોદાણ કરવામાં આવ્‍યું છે પણ કામ શરૂ ન થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. રોડના ખોદકામ દરમિયાન અહીં પાણીની પાઇપલાઇન પણ તોડી નાખી છે જેથી પીવાના પાણીની પણ મુશ્‍કેલી ઉભી થઇ છે. ખોદકામને કારણે બાળકો અને વૃઘ્‍ધો પણ પસાર થઇ શક્‍તા નથી. પડયા વિસ્‍તારમાં બિમાર તેમજ ઇમરજન્‍સી કેસોમાં પણ અવરોધ ઉભો થાય છે. જો નગરપાલિકા દ્વારા તાત્‍કાલિક અસરથી પાણીની લાઇનનું મરામત કામ અને રોડ કામ શરૂ કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકાનો ઘેરાવ સહિત ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે.


ડેડાણમાં રોડ અને પુલ નહિં બને તો ઉપવાસ આંદોલન

ડેડાણ,
ડેડાણ રામજીમંદિર પાસે આવેલ રસ્‍તોખેડૂતોને અત્‍યંત ઉપયોગી છે તે રોડ અને પુલ એકદમ જર્જરીત છે. સીમમાં જવા માટે આ બંને વસ્‍તુ જરૂરી છે પણ,
જર્જરીત હોવાને કારણે ગમે ત્‍યારે તૂટી પડે તેમ છે જો હવે રીપેરીંગ કરવામાં નહિં આવે તો ખેડૂતોએ ચોમાસામાં સીમમાં જવું પણ મુશ્‍કેલ બનશે. પોતાના માલ ઢોર ચરાવવા માટે પણ જઇ શકશે નહિં. પુલને કારણે કોઇ ગંભીર ઘટના બનશે તો જવાબદારી કોની ? આ વિસ્‍તારના લોકોએ સતાધિશોને અવાર-નવાર રજૂઆત કરી છતાં કોઇ ઘ્‍યાન આપવામાં આવતું નથી જો યોગ્‍ય નહિં થાય તો ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવા ચીમકી આપ્‍યાનું જણાવ્‍યું છે.


કુંડલા નજીક જીરા ગામના કુવામાં કોઇએ ઝેરી પદાર્થ નાખી દીધો

સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના જીરા ગામ ના કુવા માં કોઈ અજાણ્‍યા શખ્‍સોએ કુવા ના પાણી માં ઝેરી દવા થી દુષિત કરતા સમગ્ર ગામ માં હાહાકાર મચી જવા પામ્‍યો છે.
આ ઘટના ને પગલે સાવરકુંડલા પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે મોડી મોડી ઘટના સ્‍થળ ની મુલાકાત લીધી હતી
અને અને જીરા ગામ ના સરપંચ સુરેશભાઈ સાવજે આવા તત્‍વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
આ અંગે આરોગ્‍ય તંત્ર દ્વારા બનાવ બાદ 10-10 કલાક વિતી ગયા બાદ સ્‍થળ ની મુલાકાત લેતા ગામ લોકો માં પોલીસ અને આરોગ્‍ય તંત્ર સામે રોષ વ્‍યકત કર્યો હતો.
સાવરકુંડલા તાલુકા ના જીરા ગામ ની 1પ00 વ્‍યક્‍તિ ઓની વસ્‍તી ને પીવા ના પાણી નો મોટો પ્રશ્ન ઉભો થયો છે કારણ કે છેલ્લા ત્રણ દિવસ થી નર્મદા નું પાણી બંધ છે અને આખા ગામ માં પાણી માટે એક જ કૂવો નું વિકલ્‍પ હોવાથી તેમાં પણ અસામાજીક તત્‍વો દ્વારા ઝેરી દવા થી દુષિત કરી દેવા માં આવતા ગામ લોકો ને પીવા ના પાણી નો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
અને સરકારી વિભાગો દ્વારા કોઈપણ પ્રકાર ની આ બાબતે કામગીરી કરવામાં આવી રહી નથી.


અમરેલીના નવા યાર્ડમાં નાગરીક બેંકની બ્રાન્‍ચનો પ્રારંભ

અમરેલી,
ફતેપુર ખાતે નવા બનેલ અદ્યતન માર્કેટ યાર્ડ ખાતે અમરેલી નાગરિક સહકારી બેંક લી. ની નવી બ્રાંચનું ઉદ્‌ઘાટન તારીખઃ 19-01-ર019 ના રોજ બેંકના ચેરમેનશ્રી ભાવિનભાઈ સોજીત્રાના વરદ્‌હસ્‍તે કરવામાં આવેલ છે. આ ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં બેંકના તમામ ડિરેકટરશ્રી, કર્મચારીગણ તેમજ યાર્ડના વેપારીઓની વિશેષ હાજરી રહેલ હતી.
આ તકે અમરેલી શહેર તથા જીલ્‍લાને અનેરા અદ્યતન માર્કેટ યાર્ડની ભેટ આપનાર સ્‍વપ્‍નદ્રષ્‍ટા એવા બેંકના ડિરેકટરશ્રી પી. પી. સોજીત્રાએ જણાવેલ કે, અમરેલી નાગરિક સહકારી બેંક લી. હરહંમેશ ગ્રાહક ઉપયોગી સેવા માટે અગ્રેસર રહેલ છે અને રહેશે જ. જેના ભાગરૂપે આજરોજ ફતેપુર નવા માર્કેટ યાર્ડમાં બેંકની બ્રાંચ ખોલવામાં આવેલ છે. જેમાં બેંકીંગને લગત તમામ સવલતો વેપારી, ખેડુતો તથા ફતેપુર તથા આસપાસના વિસ્‍તારના તમામ નાગરિકોને માટે ઉપલબ્‍ધ રહેશે. અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની નવી બ્રાંચ ખુલતા માર્કેટ યાર્ડના વેપારીઓએ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે. તેમ બેંકના જનરલ મેનેજરશ્રી આવિષ્‍કાર ચૌહાણની યાદીમાં જણાવવામાં આવેલ છે.


અમરેલીના નવા યાર્ડમાં હરરાજીનો પ્રારંભ કરાવતા શ્રી સોજીત્રા

અમરેલી,
સાવરકુંડલા રોડ પર અદ્યતન માર્કેટયાર્ડનું કામકાજ પુર્ણ થયેલ હોય આજરોજ તા.19/01/ર018 વેપારીઓની માંગણી અને મુહુર્તને ઘ્‍યાનમાં રાખી સ્‍વપ્‍નદ્રષ્‍ટા ચેરમેનશ્રી પી. પી. સોજીત્રા ર્ેારા શુભ હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
આજની જાહેર હરરાજીમાં સૌપ્રથમ મગની જાહેર હરરાજીમાં પર મણ(બાવન મણ) મગ માર્કેટયાર્ડનાં ચેરમેનશ્રી પી.પી. સોજીત્રાએ રૂા. 3ર00/- નાં ભાવથી ખરીદ કરેલ તેમજ કપાસની જાહેર હરરાજીમાં રૂા.14પ1/- નાં ભાવથી આર.વી. ટ્રેડીંગવાળા જગદીશભાઈ સેલાણીએ 84 મણ કપાસની ખરીદી કરેલ, મગફળીની હરરાજીમાં રૂા.901/- ભાવથી રાધેશ્‍યામ ઈન્‍ડસ્‍ટ્રીઝનાં ગુલાબભાઈ દુધાતએ 80 મણ ખરીદેલ, સફેદતલની ખરીદી રૂા.ર001/- નાં ભાવથી હસમુખ ટ્રેડીંગવાળા હસુભાઈએ કરી હતી.
અનાજ વિભાગમાં ઘઉં ટુકડાની ખરીદી રૂા.70ર/- નાં ભાવથી હરભોલે ટ્રેડીંગ ચિરાગભાઈ તથા ઘઉ લોકવનની રૂા. 401/- ના ભાવથી વા.ચેરમેનશ્રી કાળુભાઈ ભંડેરીએ કરી હતી.
મસાલા વિભાગમાં જીરાની ખરીદી રૂા.4પ00/- ભાવથી બજરંગ ટ્રેડીંગવાળા હિંમતભાઈએ કરી હતી. અજમા રૂા.1800/- અને મેથી રૂા.6ર6/- ના ભાવથી સાગર ટ્રેડીંગવાળા જયંતિભાઈએ ખરીદી કરેલ, તુવેરની ખરીદી 841/- નાં ભાવથી મહેશ કિરાણાવાળા હસુભાઈ તથા ધાણાની રૂા.1પપ0/- નાં ભાવથી હિંમતભાઈખખ્‍ખરે ખરીદ કરેલ હતા.
પી.પી. સોજીત્રાએ જણાવેલ કે, તા.રર/01/ર018 સોમવારને વસંતપંચમીથી તમામ જણસીઓની જાહેર હરરાજી સહીત તમામ કામકાજ શરૂ કરવામાં આવશે. તા.ર0/1/ર018 ને શનિવારથી માર્કેટયાર્ડનું કામકાજ બંધ રહેશે તેમજ તા.ર1/01/ર018 ને રવિવાર નાં રોજ સવારે 10-00 કલાકે નવા માર્કેટયાર્ડમાં સત્‍યનારાયણની કથા કરવામાં આવશે. જેમાં તમામ ખેડૂતો, વેપારીઓ, મજુર, તોલાટ તથા સમગ્ર સમાજનાં લોકોને ઉપસ્‍થિત રહેવા જાહેર નિમંત્રણ આપેલ હતુ.વિશેષમાં જણાવેલ હતુ કે, તા.ર1/01/ર018 ને રવિવાર થી જ સાંજના પ-00 કલાકથી નવા માર્કેટયાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને માલ લાવવાનું જણાવવામાં આવે છે અને સોમવારને વસંત પંચમીનાં શુભ દિવસથી માર્કેટયાર્ડનું કામકાજ શરૂ કરવામાં આવશે. નવા માર્કેટયાડમાં ઉદ્‌ઘાટન બાદ ખેડૂતો માટે માલ લાવવા અંગે ર4 કલાક પ્રવેશ ખુલુ રહેશે. ખેડૂતોએ કયારે પણ લાઈનમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહી. આ તકે બજાર સમિતિનાં વા.ચેરમેનશ્રી કાળુભાઈ ભંડેરી, ડિરેકટરશ્રીઓ ધીરૂભાઈ ગઢીયા, શંભુભાઈ દેસાઈ, ચતુરભાઈ ખુંટ, જયેશભાઈ નાકરાણી, વિનુભાઈ નાકરાણી, પ્રવિણભાઈ રાણપરીયા, ગીરીશભાઈ ગઢીયા, માર્કેટયાર્ડનો સમગ્ર સ્‍ટાફ તમામ હરરાજી વિભાગનાં અગ્રણી વેપારીઓ, કમિશન એજન્‍ટભાઈઓ,ખેડૂતો વિગેરે ઉપસ્‍થિત રહી ચેરમેનશ્રી પી. પી. સોજીત્રાનાં વરદ્‌હસ્‍તે હરરાજી કામકાજનાં શ્રીગણેશ કર્યા હતા.


20-01-2018


error: Content is protected !!