Main Menu

Thursday, January 25th, 2018

 

શ્રી પ્રતાપ દુધાતની રજૂઆતથી જીરા દોડી આવતા રેંજ આઇજી શ્રી વિશ્‍વકર્મા

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના જીરા ગામે પીવાના પાણીના કુવામાં કોઇ નાલાયકોએ નાખેલા ઝેરી પાવડરના મામલે ગ્રામજનોની રજૂઆતને પગલે ધારાસભ્‍ય શ્રી પ્રતાપ દુધાતે ઝેર નાખનારને શોધી કાઢવા માટે ભાવનગર રેંજ આઇજી શ્રી અમિતકુમાર વિશ્ચકર્માને કરેલી રજૂઆતને પગલે શ્રી વિશ્‍વકર્મા જીરા ખાતે દોડી આવ્‍યા હતાં અને ત્‍યાં લોક દરબાર ભરી ગ્રામજનોની રજૂઆત સાંભળી અને પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, જીરા ગામે પીવાના પાણીના કુવામાં કોઇએ ઝેરી પાવડર નાખી દીધો હતો જેને લઇને તે પાવડર નાંખનારને શોધવા અને ગ્રામજનોને કનડતા ડબેરો તથા એક ચોરીના બનાવ માટે રજૂઆતો શ્રી પ્રતાપ દુધાતે કરી હતી તેના અનુસંઘાને આજે રેંજ આઇજી શ્રી અમિતકુમાર વિશ્‍વકર્માએ જીરા ખાતે આવી ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી અને લોકલ ક્નાઇમ બ્રાંન્‍ચને ચોરીના બનાવનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી અને ગામને કનડતા ડફેરોનોના પ્રશ્‍નનો સ્‍થળ ઉપર જ નિકાલ કરાવ્‍યો હતો અને કુવામાં ઝેર નાખનારાને શોધવા માટે સાવરકુંડલાના ડી.વાય.એસ.પી.શ્રી માવાણીને તાકીદ કરી હતી. જયારે એસ.પી.શ્રી જગદીશ પટેલે પણ ગ્રામજનોને આઆરોપીને પકડવા માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.અને તાકીદે પગલાઓ બદલ એસપીશ્રી જગદીશ પટેલનો ધારાસભ્‍ય શ્રી પ્રતાપ દુધાતે આભાર માન્‍યો હતો.જયારે જીરા પંથકમાં થયેલી કાર્યવાહીને પગલે પગલે લુખ્‍ખાઓ અને અસામાજીક તત્‍વોમાં ફફડાટ ફેલાયો હતો.


અમરેલીમાં પુજય શામજીબાપુની પુણ્‍યતિથિની ઉજવાશે

અમરેલી,
પ.પૂ.સંત શિરોમણી શ્રી શામજીબાપુની 3પ મી પુણ્‍યતિથિની ઉજવણી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન
ઈન્‍ડીયન રેડ ક્રોસ તેમજ ભભશ્‍યામ યુવક મંડળભભ તેમજ સમાજના યુવાનો દ્રારા રકતદાન કેમ્‍પનું આયોજન કરેલ છે.
અમરેલીના આંગણ શ્‍યામ યુવક મંડળ તેમજ સમસ્‍ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્રારા સંવત ર074ના મહાસુદ 9 ને શુક્રવાર તા.ર6.1.18ના શુભ દિને પ.પૂ.સંત શિરોમણી શ્રી શામજીબાપુની 3પ મી પુણ્‍યતિથી મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં તા.રપ.1.18ના સાંજના 8 કલાકે શ્‍યામવાડી,લીલીયા રોડ, ખાતે સમાજના ભાઈઓ-બહેનો દ્રારા તિથી મહોત્‍સવના ભાગરૂપે ભવ્‍ય રાસ-ગરબાનું આયોજન અને ત્‍યારબાદ અલ્‍પહાર રાખવામાં આવ્‍યો છે. ત્‍યારબાદ તા.ર6.1.18ના શુક્રવારના રોજ બપોરે 4.00 થી 4.30 સુધિ પુજનવિધી તેમજ ગણેશ વંદના સાથે શુભ પ્રારંભ થશે.
ત્‍યારબાદ 6.00 થી 6.30 કલાકે મહાઆરણી કડિયા સમાજ દ્રારા કરવામાં આવશે. ત્‍યારબાદ સંતોના આશીર્વાદ તેમજ પધારેલા મહેમાનો તેમજ તિથિના દાતાઓ તેમજ શ્‍યામ યુવક મંડળના સભ્‍યોનું સન્‍માન સમાજ દ્રારા કરવામાં આવશે. તેમજ શ્‍યામ યુવક મંડળ તથા ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી અમરેલીના સયુકત ઉપક્રમે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાંસમાજના દરેક ભાઈઓ-બહેનો રકતદાન કરે તેવુ આહવાન કરવામાં આવ્‍યુ છે. સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારી શ્‍યામ યુવક મંડળ (ઉત્‍સવ કમીટી)ના સભ્‍યો દ્રારા કરાઈ રહી છે. જેમાં શ્‍યામ યુવક મંડળના વિજયભાઈ મારૂ, હીતેષ મનાણી, કૌશીકભાઈ ટાંક, હરેશ બી.ટાંક, જયેશભાઈ ટાંક, હરેશભાઈ ટાંક(ચકાભાઈ), ચેતન ચૌહાણ, હાર્દીક મારૂ,વિજયભાઈ ચોટલીયા, રમણીકભાઈ મારૂ, ભાવેશભાઈ પરમાર, કનુભાઈ ટાંક, જયંતીભાઈ મનાણી, જે.પી.ટાંક,-સી.કે.ટાંક,મુકેશભાઈ (રજવાડી)સુરેશભાઈ સોલંકી, અનીલભાઈ આજુગીયા,વાઘજીભાઈ રાઠોડ, બાબુભાઈ કલરવાળા, ચીમનભાઈ ટાંક, ભીખાભાઈ ચાવડા,પ્રદીપભાઈ મારૂ, જયેશ ભરડવા, નીલેશભાઈ ચૌહાણ, ચિરાગ રાઠોડ, સમાજના પ્રમુખ- ભરતભાઈ ટાંક તેમજ ઉપપ્રમુખ-હરજીભવનભાઈ ટાંક તેમજ ટ્રસ્‍ટીઓ મનસુખભાઈ ચૌહાણ,રવજીભાઈ કાચા,મનસુખભાઈ ગેડીયા, ભીખુભાઈ ટાંક, ભીખાભાઈ મારૂ તેમજ કેશવભાઈ ચાવડા, વાલજીભાઈ ટાંક તેમજ મહીલા મંડળના પ્રમુખશ્રી ઉર્વીબેન ટાંક, ઉપપ્રમુખ-ધર્મિષ્ઠા એચ.ટાંક ત્રીવેણીબેન જેઠવા તેમજ આ તિથીના દાતા ચૌહાણ પરીવાર અમરેલી તેમજ સમાજના ઉપરોકત આગેવાનો માર્ગદર્શન નીચે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
તેમ પત્રકાર હરેશ ટાંકની અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યુ છે.


ચલાલામાં શ્રી મનુભાઇ ધાધલ પરિવારને સાંત્‍વના પાઠવતા શ્રી અશ્‍વીનભાઇ સાવલિયા અને શ્રી નલીનભાઇ કોટડીયા

અમરેલી,ધાધલ પરિવારના મોભી શ્રી અમરૂભાઇના નિધનથી ચલાલામાં શ્રી મનુભાઇ ધાધલ પરિવારને સાંત્‍વના પાઠવવા માટે અનેક ક્ષેત્રના મહાનુભાવો આવી રહયા છે આજે અમરેલીની અમર ડેરીના ચેરમેન શ્રી અશ્‍વીન સાવલિયા અને માજી ધારાસભ્‍ય શ્રી નલીન કોટડીયા સહિતના આગેવાનોએ શ્રી મનુભાઇ ધાધલ પરિવારને સાંત્‍વના પાઠવી અને શ્રી અમરૂભાઇના સદગુણોને યાદ કર્યા હતા.વિશાળ સ્‍નેહી અને મિત્રવર્તુળ ધરાવતા ચલાલા પાલિકા અને ધારી યાર્ડના ઉપપ્રમુખ શ્રી મનુભાઇ ધાધલ પરિવારને સાંત્‍વના આપવા માટે મોટી સંખ્‍યામાં મહાનુભાવો ચલાલા ખાતે જઇ રહયા છે.


રાજુલામાં આશિર્વાદ હોસ્‍પિટલનું ઉદ્દઘાટન કરાયું

રાજુલા શહેરમાં નવપ્રસ્‍થાન હોસ્‍પિટલનું ઉદ્દઘાટન પૂર્વ ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકી, કનુભાઇ વરૂ, કમલેશભાઇ પરમાર (માધવ), કમલેશભાઇ મકવાણા, દિનેશભાઇ કવાડ, ઇંડોરણાના સરપંચ મધુભાઇ કવાડ, કૈલાસભાઇ શિયાળ સહિતઉપસ્‍થિત રહયા હતાં.


સાવરકુંડલાના સેવાયજ્ઞમાં જોડાવા અનુરોધ કરતા સવજીભાઇ ધોળકીયા

અમરેલી,સાવરકુંડલામાં વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન દ્વારા હોસ્‍પિટલ સેવાના લાભાર્થે પૂ.મોરારીબાપુની રામકથા આગામી તા.3 થી યોજાનાર છે. રામકથા અંગે જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાએ જણાવ્‍યું કે, સાવરકુંડલામાં વિનામૂલ્‍યે હોસ્‍પિટલમાં તમામ સુવિધાઓ ઉપલમ્‍ધ બની છે. પૂ.મોરારીબાપુનું કહેણ હતું અને તેમની ઇચ્‍છા પણ એવી હતી કે અહીં જન આરોગ્‍ય સેવા થાય અને આરોગ્‍ય સેવા ઉપલમ્‍ધ બની તેના સહયોગમાં પૂ.મોરારીબાપુની રામકથા યોજાનાર છે તેમાં સહયોગી બની સાવરકુંડલાના સેવાયજ્ઞને સફળ બનાવવા સેવાયજ્ઞમાં જોડાવવા માટે અનુરોધ શ્રી સવજીભાઇ ધોળકીયાએ કર્યો હતો. વિશાળ સંખ્‍યામાં પૂ.મોરારીબાપુની રામકથાનો લાભ લેવા પણ શ્રી સવજીભાઇ ધોળકીયાએ અનુરોધ કર્યો છે.


સમગ્ર ગીર વિસ્‍તારનું છેલ્‍લું ગામ ગણાતા જળજીવડીમાં વીજળીની કોઇ સુવિધા નથી

જળજીવડી,
ધારી તાલુકાના 1400 ની વસ્‍તી ધરાવતા જળજીવડી ધારી તાલુકાના ગીર વિસ્‍તારનું છેલ્‍લું ગામ છે આ ગામ પછી જંગલ વિસ્‍તારની હદ્દ લાગુ પડે છે. ગામમાં સ્‍ટ્રીટલાઇટની સુવિધા નથી તેમજ ગામની અંદર શેરી ગલીઓમાં રોડ રસ્‍તા બાકી છે. ગામમાં મેઇન રોડ સી.સી.અને મ્‍લોકનો બનાવવામાં આવેલ છે. સીમમાં 8 કલાક દિવસ-રાત પાવર આવે છે. જંગલ વિસ્‍તાર હોવાને કારણે રાત્રીના વિજપાવર આપવામાં આવે ત્‍યારે ખેડૂતોને જનાવરની કનડગત હોવાથી રાત્રીના સીમવિસ્‍તારમાં જવું મુશ્‍કેલ બને છે. જેથી ખેતીવાડીમાં દિવસ દરમિયાન પાવર આપવા ખેડૂતોની માંગણી છે. ગામમાં ધો.1 થી 8 સુધી પ્રાથમિક શાળાની સુવિધા છે. પ્રાથમિક શાળામાં 4 રૂમો ઘટે છે જે જર્જરીત રૂમોને નવા બનાવવા માંગણી છે. પંચાયત ઓફિસ જર્જરીત હાલતમાં હોવાથી તેમાં મંત્રી બેસી શકે તેમ નથી અને આ મકાન ગમે ત્‍યારે પડે તેવું બિસ્‍માર હાલતમાં છે. સીમમાં ભૂંડ-રોઝનો ત્રાસ છે જે અંગે અવાર-નવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. ગ્રામજનોને પંચાયતના કુવામાંથી પીવાનું પાણી મળે છે. ઉનાળામાં નબળા વર્ષે સીમમાં પણપાણી રહેતું નથી જેથી સરકાર દ્વારા તળાવ અને ચેકડેમ બનાવવા જરૂરી છે. ગામમાં જૂનું તળાવ છે તેને ઉંડુ ઉતારવાની પણ ગ્રામજનોની માંગણી છે. પુરણીયા ડેમને ઉંડો ઉતારી ઉંચો લેવામાં આવે તો 10 ગામોને ફાયદો થાય. રાવળ નદીને કાંઠે ભૂતનાથ મહાદેવનું મંદિર છે. મંદિરમાં વીજકનેકશન નવું ટીસી ઉભુ કરીને વીજકનેકશન આપવામાં આવે તેવી પણ ગ્રામજનોની માંગણી છે. ચોમાસામાં વધુ પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે જયારે રવિપાકમાં ઘઉં, ચણા, લસણ, ડુંગળી જેવા પાકોનું ખેડૂતો વાવેતર કરી રહયા છે.


રાજુલા માર્કેટયાર્ડમાં ચેરમેન પદે જીજ્ઞેશ પટેલ બિનહરિફ

રાજુલા,રાજુલા માર્કેટયાર્ડ એટલે અમરેલી જિલ્લાનું પ્રથમ નંબરનું માર્કેટયાર્ડ ગણાય છે. ખેડૂતોને ખેતજણસ વહેંચવામાં અહીં આધુનિક સુવિધા ઉપરાંત રહેવા-જમવા-આરામ ઠંડા પાણી સહિતની સુવિધાઓથી સજજ માર્કેટયાર્ડમાં સ્‍વ. શ્રી મોહનભાઇ ગગજીભાઇ પટેલે વર્ષો સુધી ચેરમેન તરીકે રહી સુવિધા આપી હતી તેમાં સતત વધારો થયો છે. તેમના નિધન બાદ તેમના પુત્ર જીજ્ઞેશભાઇ પટેલ પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ આજે ચોથી ટર્મમાં ગુજરાય રાજયમાં સૌથી નાની વયના ચેરમેન તરીકે બિનહરિફ થયા છે. જિલ્લા રજીસ્‍ટ્ટ્રાર શ્રી આર.સી.ખરાળીની ઉપસ્‍થિતિમાં મળેલ બેઠકમાં શ્રી પટેલને બિનહરિફ જાહેર કર્યા હતાં બીજી તરફ અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો ધારાસભામાં ચૂંટાવાનો દબદબો છે ત્‍યારે આ વિસ્‍તારના માજી ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકી પણ ભાજપને જીતાડવાનો દબદબો યથાવત રાખેલ હોય તેમ આજે જીજ્ઞેશભાઇપટેલ બિનહરિફ થયા તેમાં શ્રી હિરાભાઇ સોલંકીનો સિંહફાળો છે. માર્કેટયાર્ડના તમામ ડિરેકટરોએ ટેકો જાહેર કરતાં તેઓ બિનહરિફ થયા હતાં અને ફુલહાર કરી આવકાર્યા હતાં.
માર્કેટયાર્ડના ડિરેકટરો જસુભાઇ ખુમાણ, સંજયભાઇ ધાખડા, વલકુભાઇ બોસ, સામતભાઇ વાઘ, કાળુભાઇ વાઘ, દાદભાઇ વરૂ, મનુભાઇ કસવાળા, ભુપેન્‍દ્રભાઇ વરૂ, રાજુભાઇ પરસાણા, છગનભાઇ ધડુક, રાજુભાઇ લાડવા, રવુભાઇ ખુમાણ, બકુલભાઇ વોરા, ચેતનભાઇ શિયાળ, શ્રી જીવકુભાઇ, શ્રી મનુભાઇ ધાખડા, કમલેશભાઇ મકવાણા, વનરાજભાઇ વરૂ, સાગરભાઇ સરવૈયા, ચિરાગભાઇ જોષી, ધીરૂભાઇ ચોતરા, અશોકભાઇ રાદડીયા, ભરતભાઇ કુંભારીયા, હરસુરભાઇ નિંગાળા, જે.બી.લાખણોત્રા, ભાનુભાઇ રાજગોર, પ્રાગજીભાઇ કાકડીયા, સેક્નેટરી શ્રી પાંચાણી સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતાં. અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં ભાજપનો ગઢ ગણાતો થયો હોય તેવી પ્રથમ શરૂઆત રાજુલાથી થઇ છે તેમ રાજકીય સુત્રોએ જણાવ્‍યું છે.


સતાધાર ખાતે પૂ. જીવરાજબાપુના ખબર અંતર પુછતા શ્રી હેમેન્‍દ્રભાઇ મહેતા

સૌરાષ્‍ટ્રમાં જયાં સતના આધારે વર્ષોથીચાલ્‍યા આવતા સદાવ્રત અને સૌરાષ્‍ટ્રની આસ્‍થાના કેન્‍દ્ર એવા સતાધાર ખાતે આપા ગીગાની જગ્‍યાના મહંત પૂ. જીવરાજબાપુની ખબરઅંતર પુછી અને તેમના આર્શિવાદ મેળવતા પુર્વ ધારાસભ્‍યશ્રી હેમેન્‍દ્રભાઇ મહેતા, શ્રી દાઉદભાઇ લલીયા, શ્રી મોટાભાઇ સંવટ તથા શ્રી નરેશદાદા અને શ્રી ભાવેશભાઇ મહેતા નજરે પડે છે.


25-01-2018


error: Content is protected !!