Main Menu

Saturday, January 27th, 2018

 

અમરેલી જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્‍ત ગોઠવ્‍યો

અમરેલી,
અમરેલી જિલ્લામાં પદ્દમાવતના વિરોધના પગલે કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.
આ અંગેની વિગતો મુજબ દેશભરમાં પદ્દમાવત ફિલ્‍મ ફિલ્‍મ સામે રાજપુત સમાજ તેમજ સમગ્ર હિન્‍દુ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહયા છે અને હાલ દેશભરમાં આ વિરોધચરમસીમાએ છે. અમદાવાદમાં તોફાનોના કારણે સ્‍થિતિ વણસી હતી. 2પ મીએ દેશબંધનું એલાન આપવામાં આવ્‍યું હતું ત્‍યારે અમરેલી જિલ્લામાં આ દિવસે કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાયેલી રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા શ્રી જગદીશ પટેલની સુચનાથી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.
અમરેલી જિલ્લામાં તમામ સિનેમાગૃહો, એસ.ટી.બસસ્‍ટેશન, જાહેર માર્ગો તેમજ મહત્‍વના જાહેર સ્‍થળોએ અગાઉથી પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો. પોલીસ કર્મચારીઓના ધાડેધાડા ઉતારવામાં આવ્‍યા હતાં જેના કારણે અમરેલી જિલ્લામાં કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા પામ્‍યો નથી.


જિલ્લામાં પદ્દમાવત સામે વિરોધ પ્રદર્શન : ચલાલા,ખાંભા અને ચિતલે બંધ પાળ્‍યો

અમરેલી,
અમરેલી જિલ્લામાં પદ્દમાવત ફીલ્‍મની સામે વિરોધનો વંટોળ ઉઠયો હતો.
ચલાલા
ચલાલામાં પદ્દમાવત ફિલ્‍મને લઇને ભારત બંધના એલાન અંતર્ગત ચલાલા શિવસેના ગૌરક્ષક કમિટી અને કરણી સેના દ્વારા ચલાલા બપોર પછી બંધના અપાયેલ એલાનને અદ્દભુત સફળતા મળી હતી. અમરેલી જિલ્લા શિવસેના સંગઠનના પ્રમુખ પ્રવિણભાઇ ભગત ગૌરક્ષક કમિટીના પ્રમુખ હર્ષદભાઇ ભગત, કરણીસેનાના પ્રમુખ કરણભાઇ સોઢા અને કાર્યકરોના જણાવ્‍યા મુજબ પદ્દમાવત ફિલ્‍મનાઅમો વિરોધ કરીએ છીએ અને બંધ દરમિયાન કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા પામ્‍યો ન હતો અને શાંતિમય રીતે ચલાલા સજજડબંધ રહયું હતું આ બંધને સફળ બનાવવા માટે શિવસેના પ્રવિણભાઇ ભગત, જયદાનેવ ગૌરક્ષક કમિટીના હર્ષદભાઇ ભગત, કરણીસેનાના કરણભાઇ સોઢા, યુવરાજભાઇ વાળા, નાગભાઇ વાળા, રાજુભાઇ વાળા, ઉદયભાઇ વાળા, જયદિપભાઇ કામળીયા, રણજીતભાઇ કામળીયા, મહેશભાઇ ખાચર, ભીમભાઇ વાળા, દિપભાઇ, સિઘ્‍ધાર્થભાઇ ભગત, કમલેશભાઇ સોઢા, કરણભાઇ સહિત અસંખ્‍ય કાર્યકરો અને યુવા સંગઠનના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.


સાવરકુંડલાના જાબાળ નજીક હાઇવે પર ટાયરો સળગાયા

?ત્‍વઝ)ઘ્‍ઋશ્રવ્‍ત્‍
સાવરકુંડલા તાલુકા ના જાબાળ ગામ ખાતે અમરેલી પીપાવાવ હાઇવે પર ટાયરો સળગાવી બંધ કરવામાં આવ્‍યોસાવરકુંડલા તાલુકાના જાબાળ ગામ ખાતે આજરોજ ગ્રામજનો દ્વારા અમરેલી પીપાવાવ હાઇવે પર જાબાળ ગામ ખાતે રોડ પર ટાયરો સળગાવી પદ્માવતી ફિલ્‍મ નો વિરોધ કરવામાં આવ્‍યો હતો તથા હાઇવે રોડ બંધ કરી દેવા માં આવ્‍યો હતો. આ અંગે ડી.વાય.એસ.પી. જાબાળ દોડી ગયા હતા અને રસ્‍તો ચાલુ કરાવ્‍યો હતો.


ભાજપ અગ્રણી અને જાણીતા વકિલ શ્રી પંડયાની ટેલીફોન સલાહકાર સમિતીમાં નિમણુંક

અમરેલી, અમરેલીના જાણીતા વકિલ અને ભાજપના વરીષ્ઠ આગેવાનશ્રી બકુલભાઈ પંડયાની જિલ્‍લા ટેલીફોન સલાહકાર સમિતીમાં વરણી કરવામાં આવેલ છે. શ્રી બકુલભાઈ પંડયા જિલ્‍લા ભાજપ લિગલસેલ આચાર સહિતા સહિતની કામગીરી સાથે વર્ષોથી જોડાયેલા છે. ઉપરાંત ગુજરાત રાજય બાર એસોશીએશન સાથેપણ જોડાયેલા છે. તેઓની ટેલીફોન સલાહકાર સમિતીમાં વરણી થતા શ્રી પરશોતમભાઈ રૂપાલા, કેન્‍દ્રીય મંત્રી, શ્રી નારણભાઈ કાછડીયા સાસંદ અમરેલી, શ્રી દીલીપભાઈ સંઘાણી પૂર્વ કૃષિમંત્રી, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરા, શ્રી આર.સી.ફળદુ, પ્રભારી મંત્રી, શ્રી ભરતભાઈ ગાજિપરા સંગઠન જીલ્‍લા પ્રભારી, શ્રી રવુભાઈ ખુમાણ જીલ્‍લા ભાજપ મહામંત્રીશ્રી, શ્રી કમલેશભાઈ કાનાણી, કૌશીકભાઈ વેકરીયા, શ્રી શુકલભાઈ બલદાણીયા જીલ્‍લા પંચાયત વિપક્ષ નેતા, શ્રી વી.વી.વધાસીયા પૂર્વ ધારાસભ્‍યશ્રી, શ્રી બાવકુભાઈ ઉધાંડ પૂર્વધારાસભ્‍યશ્રી, શ્રીહીરાભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્‍ય, પૂર્વ જીલ્‍લા ભાજપ પ્રમુખ ડો.કાનાબાર સાહેબ, મનસુખભાઈ સુખડીયા, પ્રાગજિભાઈ હીરપરા, બાલુભાઈ તંતી, દીનેશભાઈ પોપટ, શરદભાઈ લાખાણી, શ્રી કીેશોરભાઈ દવે જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખશ્રી મનુભાઈ આદ્રોજા, જિતુભાઈ ડેર, મયુરભાઈ હીરપરા, રીતેષભાઈ સોની, વંદનાબેન મહેતા, રંજનબેન ડાભી, જયોત્‍સનાબેન અગ્રાવત, મંત્રીશ્રી ભરતભાઈ વેકરીયા, ચેતનભાઈ શીયાળ, હીતેષભાઈ જોષી, રાજુભાઈ ગીડા, અલ્‍કાબેન દેસાઈ, મધુબેન જોષી, જયાબેન ગેલાણી, મંજુલાબેન વીરડીયા, કોષાઘ્‍યક્ષશ્રી ભીખાભાઈ સરવૈયા સહીત આગેવાનોએ અભિનંદન પાઠવ્‍યા છે. તેમ જિલ્‍લા ભાજપની અખબાર યાદીમાં જણાવાયુ છે.


અમરેલીમાં શ્રી વિશ્‍વકર્મા ભગવાનનો જન્‍મ જયંતિ મહોત્‍સવ ઉજવાશે

અમરેલી,અમરેલીના આંગણે શ્રી વિશ્‍વકર્મા કડિયા કારીગર મંડળ દ્રારા તેમજ સમસ્‍ત કડિયા સમાજના સહયોગ દ્રારા સવંત ર07 મહાસુદ 13ને સોમવાર તા.ર9.1.18 ના રોજ અખીલ બ્રમ્‍હાંડના રચયિતા કલા-કારીગર અને કલાત્‍મક સૃષ્‍ટિના સર્જનહાર અને શ્રમજીવી કારીગર બંધુઓના જ્ઞાનદાતા ગુરૂશ્રી પરમાત્‍મા વિશ્‍વકર્મા ભગવાનની 3પ મી જન્‍મ જયંતિ ઉત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્‍વકર્મા જન્‍મ જયંતિ નીમીતે તા.ર8.1.18 રવીવાર સવારે 8.00 કલાકે નવચંડી યજ્ઞનું સર્વત્ર જ્ઞાતિનો શાંતિ અને એકતા અર્થે જ્ઞાતિશાંતી હોમાત્‍મક નવચંડી યજ્ઞ કરવામાં આવશે. તેમજ તા.ર8.1.18 ને રવીવારે 4.30 કલાકે બિડુ હોમાશે. તેમજ તા.ર9.1.18 ને સોમવારે સવારે 7.30 કલાકે (જુનીવાડી -સવજીપરા,અમરેલી) મુર્તી તથા હથીયાર પૂજન કરાશે. તેમજ શોભાયાત્રા લક્ષ્મીનારાયણ મંદીરે થી નીકળી શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર થઈને શ્રી વિશ્‍વકર્મા મંદિર કડિયા જ્ઞાતીની જુની વાડીમાં પહોચશ અને આ શોભાયાત્રામાં જ્ઞાતીના દરેક ભાઈ-બહેનો તથા તમામ વ્‍યકિત મોટી સંખ્‍યામાં જોડાશે. તેમજ સતાધારના મહંત શ્રી વિજયબાપુ વિશેષ હાજરી આપી આશીર્વચન આપશે. તેમજ આ દિવસે વિશ્‍વકર્મા સમાજના લોકો ધંધો-રોજગાર બંધ રાખી આ ઉત્‍સવમાં જોડાશે. તેમજબહેનો અને કુવારીકાઓ કળશ સહીત મોટી હાજરી શોભાયાત્રામાં આવશે અને સાંજના પ.00 થી 9.00 કલાક દરમ્‍યાન સમુહ જ્ઞાતી ભોજન-પ્રસાદ લેવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્‍વકર્મા કારીગર મંડળ પ્રમુખશ્રી ભાવેશ પરમાર, ઉપપ્રમુખશ્રી કનુભાઈ ટાંક, વિજયભાઈ ચોટલીયા, હરેશ બી.ટાંક (પ્રેસ રીપોર્ટર) વાઘજીભાઈ રાઠોડ, પ્રશાંત ગેડીયા, રાજેશ ટાંક, વિજયભાઈ મારૂ,જયેશભાઈ ભરડવા, ચેતન ચૌહાણ, હરેશ એચ. ટાંક, મુકેશભાઈ (રજવાડી), જયેશભાઈ ટાંક, હીતેષભાઈ મનાણી, કૌશીક ટાંક, રમણીકભાઈ મારૂ, સુરેશભાઈ સોલંકી,જયંતીભાઈ મનાણી, તેમજ સમાજના પ્રમુખશ્રી ભરતભાઈ ટાંક, ઉપપ્રમુખ-હરજીવનભાઈ ટાંક તેમજ ટ્રસ્‍ટીશ્રી મનસુખભાઈ ચૌહાણ, ભીખાભાઈ ટાંક, મનસુખભાઈ ગેડીયા, ભીખાભાઈ મારૂ, રવજીભાઈ કાચા,વાલજીભાઈ ટાંક, કેશુભાઈ ચાવડા, તેમજ મહીલા મંડળના પ્રમુખશ્રી ઉર્વીબેન ટાંક, ઉપપ્રમુખ ધર્મિષ્ઠા એચ.ટાંક, ત્રીવેણીબેન જેઠવા, તેમજ ઉપરોકત આગેવાનોના માર્ગદર્શન નીચે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહેલ છે.તેમ હરેશ ટાંકની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


ધારીના દેવળા ગામે ખેતીવાડીમાં અવારનવાર ટ્રીપીંગ થવાને કારણે પુરતો પાવર મળતો નથી

દેવળા,
ધારી તાલુકાના દેવળા ગામની 2000ની વસ્‍તી ધરાવતું ગામ છે. ગામની અંદર શેરીપરા વિસ્‍તારમાં રોડ બનાવવાના બાકી છે જયારે મુખ્‍ય રસ્‍તા બનાવેલ છે. ગામના પશુધનને પાણી પીવા માટે અવેડો બનાવવામાં આવેલ છે. ગામમાં આંગણવાડી છે. ખેતીવાડીમાં અવાર-નવારટ્રીપીંગ થવાના કારણે પુરતો પાવર મળતો નથી. ગામની સીમમાં બોલેરો જીપમાં ભૂંડને ઉતારી જવાના કારણે સીમ વિસ્‍તારમાં રોઝ-ભૂંડનો ત્રાસ ખેડૂતોને સતાવી રહયો છે. હાલ ગ્રામજનોને પંચાયતના બોરમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે તેમજ મહિપરીએજ યોજનાનું કામ શરૂ છે. ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધો.1 થી 8 માં વિદ્યાર્થી ભાઇ-બહેનો અભ્‍યાસ કરી રહયા છે જયારે હાઇસ્‍કુલમાં વિદ્યાર્થીઓ ધારી જાય છે. ગામમાં તલાટીમંત્રી રેગ્‍યુલર આવે છે તેમજ ગામમાં સ્‍ટ્રીટલાઇટની પણ સુવિધા છે ચોમાસું પાકમાં મગફળી અને કપાસનું વાવેતર ખેડૂતો કરે છે જયારે રવિપાકમાં ચણા અને ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. મગફળીમાં ટેકાનાભાવે વારો આવે ત્‍યારે જ તે લોકો મગફળી ખરીદ કરે છે જેથી ખેડૂતોને મુશ્‍કેલી પડી રહી છે.


અમરેલીના શ્રી દિલીપ સંઘવી રીઝર્વબેન્‍કની કમીટીમાં સામેલ

અમરેલી,
અમરેલીના વતની ઉદ્યોગપતિ હવે દેશની વાણિજય નિતિ ઘડવામાં મહત્‍વનો ભાગ ભજવશે કારણકે અમરેલીના શ્રી દિલીપ સંઘવીને રીઝર્વબેન્‍કની કમીટીમાં સામેલ કરાયા છે.
તાજેતરમાં રિલાયન્‍સના શ્રી મુકેશ અંબાણીને સંપતિના મામલે પાછળ રાખી દેશનાં સૌથી ધનાઢય અને અત્‍યારે દેશના બીજા ક્નમે આવતા સનફાર્માના શ્રી દિલીપ સંઘવીની સેવા આરબીઆઇ લેશે. આરબીઆઇમાં કુલ 12 સભ્‍યની કમીટી હોય છે જે બેન્‍કોની નીતી,વ્‍યાજના દર સહિતની અર્થવ્‍યવસ્‍થામાં મહત્‍વનો ભાગ ભજવે છે.
દુનિયાની પાંચમાં નંબરની દવાની કંપની સનફાર્માના માલિક અને કપોળ શ્રેષ્ઠી શ્રી દિલીપ સંઘવી સફળ ઉદ્યોગપતિ તો હતા પણ હવે દેશની વાણિજય વ્‍યવસ્‍થાના આગેવાન બન્‍યા છે તેમની આરબીઆઇની કમિટીના સભ્‍ય તરીકે વરણીથી અમરેલીમાં આનંદ છવાયો છે.