Main Menu

Tuesday, January 30th, 2018

 

અમરેલી જિલ્લા પંચાયત ભવનનું ખાતમૂહુર્ત કરાયું

અમરેલી,
અમરેલીમાં ર0 કરોડના ખર્ચે નિર્માણાધીન નવા જિલ્લા પચાયત ભવનનું આજે રાન્નયના વિરોધ પક્ષના નેતાના હસ્‍તે ખાતમૂહુર્ત કરવામાં આવ્‍યું હતું
આ અંગેની વિગતો મુજબ અમરેલીમાં જિલ્લા પંચાયત દ્વારા અમરેલી જિલ્લા પંચાયત માટે નવી કચેરીના નિર્માણ માટે રાન્નય સરકારને દરખાસ્‍ત મોકલવામાં આવી હતી કોંગ્રેસની બોડી દ્વારા નવા જિલ્લા પંચાયત ભવનના નિર્માણ માટે હાલના
બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઇ વરુ દ્વારા ટેંડરીંગની પ્રકિયા કરવામાં આવી હતી જે પૂર્ણ થતા જૂનું બિલ્‍ડીંગ તોડી પડાયા બાદે આજે રાન્નયના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના હસ્‍તે જિલ્લા પંચાયત દ્વારા તેનું ખાતમુહુર્ત કરવામાં આવ્‍યું હતું અને મૂકવામાં આવનારી તખતીનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમરે કાર્યઠ્ઠમમાં રાન્નય સરકાર ધ-ઝ જ્રદ્યત્‍ઝત્‍ગ્‍ )ન્‍ત્‍: દ્યસત્‍ઋ રાન્નયના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પ્રવચનમાં જણાવ્‍યું કે, અમરેલી જિલ્લામાં હાલ પીવાના પાણીની ગંભીર સમસ્‍યા છે. લાંબા સમયથી લોકોને પીવા માટે મહીનું પાણિ પણ મળતું નથી. ન્નયારે રાન્નય સરકાર દ્વારા ભર ચોમાસે ડેમ ભારી, ઢોલનગારા વગાડીને તાયફાઓ કરવામાં આવે છે.નજીકના દિવસોમાં જ ધનાળો આવી રભે છે અને પીવાના પાણીની ગંભીર સમસ્‍યા તોળાઇ રહી છે. અમરેલી જિલ્લામાં પાંચે પાંચ ધારાસભ્‍યો કોંગ્રેસના ચૂંટાયા છે ત્‍યારે આગામી દિવસોમાં રાન્નયમાં સરકાર પણ કોંગ્રેસની બને તેમ તેમણે જણાવ્‍યું હતું. આ )ત્‍ન્‍:ીંખ્‍માં જિલ્લાના કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્‍યો, રાજકીય આગેવાનો, સરપંચો વગેરે ઉપસ્‍થિત રભ હતા.


અમરેલીમાં વિશ્‍વકર્મા જયંતીએ કારીગરો માટે ભવનનુ લોકાપર્ણ

અમરેલી,
અમરેલીમાં નગરપાલિકા દ્વારા કડીયા કારીગરો અને લોકો વચ્‍ચે સેતુરુપ બનીને વિવિદેહ સુવિધાઓ સાથે બનાવવામાં આવેલા વિશ્‍વકર્મા ભવનનું આજે વિષ્‍વકર્મા જયંતીના દિવસે રાન્નયના વિરોધ પક્ષના નેતાના હસ્‍તે ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું. આ અંગેની વિગતો મુજબ અમરેલીમાં નગરપાલિકા દ્વારા રુ.10 લાખ 30 હજાર 600 ના ખર્ચ અઘ્‍યતન સુવિધા સાથેના વિશ્‍વકર્મા ભવનનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. અમરેલીમાં લાંબા સમયથી કડીયા સહિતના કારીગરો ભીડભંજન મંદિરની સામે ઊભા રહેતા હતા અને શહેરમાં જેને પણ કારીગરોની જરુર હોય ત્‍યાં મજૂર બજારમાં આવીને લઈ જતા હતા. આ શ્રમિકોને વિશેષ સુવિધાઓ મળી રહે એ માટે અમરેલી પાલિકા દ્વારા વિશ્‍વકર્મા ભવન બનાવાયું છે જેમાં કારીગરો માટે ઠંડા છાંયે બેસવાનીસુવિધાથી માંડીને પીવા માટે વોટર કુલરની સુવિધા છે. તમામ કારીગરોના ફોતાવાળા આઇડી કાર્ડ બનાવવામાં આવશે. કડીયા કારીગર, શ્રમિકો, પ્‍લંબર, ઇલેક્‍ટ્રીશીયન, સુથારથી મામ્‍ડીને કોઇ પણ પ્રકરના કારીગરની જરુર હોય તે આ વિશ્‍વકર્મા ભવનમાંથી મળી શકશે. કારીગરો માટેના સાધનો પણ નગરપાલિકા દ્વારા માત્ર 1 રુપિયાના ટોકન ભાડે આપવામાં આવશે. તમામ કારીગરોના નામ અને નંબર સાથેને યાદી પણ તૈયાર થશે જે લોકોને મળી શકશે.
આજે રાન્નયના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના હસ્‍તે આ વિશ્‍વકર્મા ભવનનું વિધિવત રીતે વિશ્‍વકર્મા જયંતીના દિવસે જ લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.


ખાંભાના સમઢીયાળા-ર મા ડુંગરે શોટસર્કીટથી દવ લાગ્‍યો

ખાંભાના સમઢીયાળામા સીમ વિસ્‍તારમાં લામધાર નામનાં ડુંગરામા શોટૅસકીૅટના લીધે આગ લાગી હતી જેમાં લગભગ એક થી બે કિલોમીટર સુધીની ધાર સળગી હતી જેમા ધાસ સળગવાથી માલધારીને ભારે નુકશાન થયું હતું


બગસરા નજીક લુંઘીયા ગામે સિંહોએ ત્રાટકી સાત ગાયોનું મારણ કર્યું : ફફડાટ

બગસરા,
બગસરાની બાજુમાં આવેલ લુંઘીયા ગામે આજે વહેલી સવારેગૌશાળાની ગાયો પર સિંહોએ ત્રાટકીને સાત ગાયોનું મારણ કરેલ. બનાવની જાણ થતા વનવિભાગના અધિકારીઓ દોડી આવ્‍યા હતાં.
પ્રાપ્ત વિગત અનુસાર લુંઘીયા ગામે નદીનાં સામે કાંઠે આવેલ ગૌશાળામાં આજે નિરણની ગાડી આવવાની હોય વહેલી સવારે ગાયોને છુટી મુકી દેવામાં આવેલ તે દરમિયાન સિંહોનું ટોળું ઘણ ઉપર ત્રાટકેલ અને સાત ગાયોનું માર કરતાં અરેરાટી સાથે ગ્રામજનો ફફડી રહયા છે. બનાવની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ દોડી આવ્‍યા હતાં અને પંજાના નિશાનો પરથી ચાર કરતાં વધુ સિંહો હોવાનું અનુમાન કરેલ. ગામમાં જ સિંહો આવી પડતા લોકો ડરના માર્ય ખેતરોમાં જવાનું ટાળી રહયા છે સત્‍વરે સિંહોને ખસેડવામાં આવે તેવી ગ્રામજનોમાંથી પ્રબળ માંગ ઉઠી છે.


ગાવકડા શેત્રુંજી નદીના પુલ પર ફોરવ્‍હીલે ટ્રકને ટક્કર મારતા ટ્રક નીચે ખાબકયો

અમરેલી,
અમરેલીથી સાવરકુંડલા ટ્રક લઇને નીકળેલ પરવેજભાઇ ઓસમાણભાઇ શેખ રે.સાવરકુંડલા ટ્રક લઇને જતા હતા ત્‍યારે અજાક્કયા ફોરવ્‍હીલના ચાલકે પુરઝડપે અને બે ફીકરાઇથી ચલાવી ટ્રકની પાછળ અથડાવતા ટ્રક પુલ પરથી નીચે ખાબક્‍તાં ફરીયાદી પરવેજભાઇ અને ટ્રકમાં બેઠેલાને નાની-મોટી ઇજા પહોંચાડયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.


અમુલ મિલ્‍ક માર્કેટીંગ ફેડરેશનમાં ચેરમેન પદે રામસિંહ પરમાર બીનહરિફ

અમરેલી,
અમુલ મીલ્‍ક માર્કેટીંગ ફેડરેશનની ચુંટણીજાહેર થતા બોર્ડના તમામ મેમ્‍બરોને શ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા અને કૌશીકભાઇ પટેલે સાંભળ્‍યા બાદ બોર્ડ મેમ્‍બરોએ મોવડીઓ ઉપર છોડતા મંવડી મંડળે સર્વાનુંમતે નિર્ણય લેતા ચેરમેન પદે રામસિંહભાઇ પરમાર અને વાસિ ચેરમેન પદે જેઠાભાઇ ભરવાડી બીનહરીફ થયા છે અત્રે ઉલ્‍લેખનીય છે કે ચેરમેન પદ માટે રામસિંહભાઇ પરમારની દરખાસ્‍ત શંકરભાઇ ચૌધરીએ મુકી હતી જયારે વાઇસ ચેમેન પદે જેઠાભાઇ ભરવાડ માટેની દરખાસ્‍ત જેઠાભાઇ પટેલે કરી હતી. અગાઉ જેઠાભાઇ પટેલ ચેરમેન હતા હવે ચેરમેન પદે રામસિંહભાઇ પરમાર અને વાઇસ ચેરમેન પદે જેઠાભાઇ ભરવાડબીનહરીફ થતા અઢારેય બોર્ડ મેમ્‍બરોએ આવકારી ખુશી વ્‍યકત કરી હતી આ ચુંટણીમાં અમરેલી જિલ્‍લા દુધ ઉત્‍પાદક સહકારી સંઘના ચેરમેન શ્રી અશ્‍વિનભાઇ સાવલીયા સહિતે મહત્‍વની ભુમીકા નિભાવી હતી અને બોર્ડ બીનહરીફ થાય તે માટે કરેલા પ્રયાસોને સફળતા મળી હતી.


કુંકાવાવના સરપંચનું નિધન થતા ગ્રામજનોએ શોકભેર બંધ પાળ્‍યો

કુંકાવાવ,
કુંકાવાવના સરપંચ શ્રી દલસુખભાઇ ભુવાનું તા.28 ના રોજ ધન થતા ગામઆખામાં ઘેરોશોક વ્‍યાપી ગયો છે સદગતના માનમાં ગ્રામજનોએ સજજડ બંધ પાડી વેપારીઓ, આગેવાનો સહિત અંતીમયાત્રામાં જોડાયા હતા.
અને શ્રઘ્‍ધાસુમન અર્પણ કર્યા હતા.શ્રી દલસુખભાઇએ પોતાના કાયરકાળ દરમીયાન કરેલ સેવાપ્રવૃતીઓને બીરદાવી સંસ્‍મરણો વાગોળ્‍યા હતા.
આ પંથકમાં ઘેરોશોક વ્‍યાપી ગયો છે.


અમરેલીમાં શ્રી વિશ્‍વકર્મા જન્‍મ જયંતિ ઉજવાઈ

અમરેલી,
અમરેલીના આંગણે શ્રી વિશ્‍વકર્મા કડિયા કારીગર મંડળ દ્રારા તેમજ સમસ્‍ત કડિયા સમાજના સહયોગ દ્રારા સવંત ર07 મહાસુદ 13ને સોમવાર તા.ર9.1.18 ના રોજ અખીલ બ્રમ્‍હાંડના રચયિતા કલા-કારીગર અને કલાત્‍મક સૃષ્‍ટિના સર્જનહાર અનેશ્રમજીવી કારીગર બંધુઓના જ્ઞાનદાતા ગુરૂશ્રી પરમાત્‍મા વિશ્‍વકર્મા ભગવાનની 3પ મી જન્‍મ જયંતિ ઉત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્‍વકર્મા જન્‍મ જયંતિ નીમીતે તા.ર8.1.18 રવીવાર સવારે 8.00 કલાકે નવચંડી યજ્ઞનું સર્વત્ર જ્ઞાતિનો શાંતિ અને એકતા અર્થે જ્ઞાતિશાંતી હોમાત્‍મક નવચંડી યજ્ઞ યોજાયો હતો. તેમજ તા.ર8.1.18 ને રવીવારે 4.30 કલાકે બિડુ હોમાયેલ. તેમજ તા.ર9.1.18 ને સોમવારે સવારે 7.30 કલાકે (જુનીવાડી -સવજીપરા,અમરેલી) મુર્તી તથા હથીયાર પૂજન કરાયુ હતુ. તેમજ શોભાયાત્રા લક્ષ્મીનારાયણ મંદીરે થી નીકળી શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર થઈને શ્રી વિશ્‍વકર્મા મંદિર કડિયા જ્ઞાતીની જુની વાડીમાં પહોચી હતી અને આ શોભાયાત્રામાં જ્ઞાતીના દરેક ભાઈ-બહેનો તથા તમામ વ્‍યકિત મોટી સંખ્‍યામાં જોડાયા હતા. તેમજ સતાધારના મહંત શ્રી વિજયબાપુ વિશેષ હાજરી આપી આશીર્વચન આપેલ. તેમજ આ દિવસે વિશ્‍વકર્મા સમાજના લોકો ધંધો-રોજગાર બંધ રાખી આ ઉત્‍સવમાં જોડાયા હતા. તેમજ બહેનો અને કુવારીકાઓ કળશ સહીત મોટી સંખ્‍યામા હાજરી આપેલ અને સાંજના પ.00 થી 9.00 કલાક દરમ્‍યાન સમુહ જ્ઞાતી ભોજન-પ્રસાદનુ આયોજન કરવામા આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્‍વકર્મા કારીગર મંડળ પ્રમુખશ્રી ભાવેશ પરમાર, ઉપપ્રમુખશ્રી કનુભાઈ ટાંક, વિજયભાઈ ચોટલીયા, હરેશબી.ટાંક (પ્રેસ રીપોર્ટર) વાઘજીભાઈ રાઠોડ, પ્રશાંત ગેડીયા, રાજેશ ટાંક, વિજયભાઈ મારૂ,જયેશભાઈ ભરડવા, ચેતન ચૌહાણ, હરેશ એચ. ટાંક, મુકેશભાઈ (રજવાડી), જયેશભાઈ ટાંક, હીતેષભાઈ મનાણી, કૌશીક ટાંક, રમણીકભાઈ મારૂ, સુરેશભાઈ સોલંકી,જયંતીભાઈ મનાણી, તેમજ સમાજના પ્રમુખશ્રી ભરતભાઈ ટાંક, ઉપપ્રમુખ-હરજીવનભાઈ ટાંક તેમજ ટ્રસ્‍ટીશ્રી મનસુખભાઈ ચૌહાણ, ભીખાભાઈ ટાંક, મનસુખભાઈ ગેડીયા, ભીખાભાઈ મારૂ, રવજીભાઈ કાચા,વાલજીભાઈ ટાંક, કેશુભાઈ ચાવડા, તેમજ મહીલા મંડળના પ્રમુખશ્રી ઉર્વીબેન ટાંક, ઉપપ્રમુખ ધર્મિષ્ઠા એચ.ટાંક, ત્રીવેણીબેન જેઠવા, તેમજ ઉપરોકત આગેવાનોના માર્ગદર્શન નીચે કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.તેમ હરેશ ટાંકની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


રાજુલાના કોવાયામાં દક્ષિણ ભારતનો અહેસાસ કરાવતું લક્ષ્મીનારાયણ મંદિર

અમરેલી જિલ્લાના લોકો વેપાર ધંધા માટે બહાર સ્‍થાયી થાય ત્‍યારે તે જે સ્‍થળે પોતાના વેપાર ધંધાની જમાવટ કરે અને સાથે-સાથે આપણી સંસ્‍કૃતિ ઉજાગર થાય તેવા કાર્યોની સાથે આપણાં ધાર્મિક સ્‍થળો પણ ઉભા કરી દેતા હોય છે. તેમ અમરેલી જિલ્લાના લોકો બહાર જઇ જેવી રીતે કાઠીયાવાડી સંસ્‍કૃતિને ઉજાગર કરે છે તેમ કાઠીયાવાડમાં આવનાર પરપ્રાંતના લોકો પણ અહીં વતનની ઝાંખી કરાવે છે ત્‍યારે અમરેલી જિલ્લાના લોકો પણ તેને અપનાવે છે અને ઘરઆંગણે ભારતની ભિન્‍ન-ભિન્‍ન સંસ્‍કૃતિઓનો સમન્‍વય જોવા મળે છે.
અમરેલી જિલ્લામાં સેંકડો ધાર્મિક સ્‍થળો આવેલા છે પણ તેમાં રાજુલાના કોવાયામાં દક્ષિણ ભારતનો અહેસાસ કરાવતું લક્ષ્મીનારાયણ મંદિર અનોખુ અને દર્શનીય છે. આ મંદિરની સ્‍થાપના પાછળ પણ વ્‍યાપાર ઉદ્યોગ ચલાવનાર સંસ્‍થા છે.
1990 ના દાયકામાં અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ તાલુકાનાદરીયાકાંઠાની કોઇ કીંમત ન હતી અને કોઇ મોટા વ્‍યાપાર ધંધા ન હતાં તેવા સમયે અહીં પીપાવાવ પોર્ટ અને એલ એન્‍ડ ટી સિમેન્‍ટ કંપનીની સ્‍થાપના થઇ હતી. એલ એન્‍ડ ટી કંપનીના બે ભાગીદારો પૈકીના મિસ્‍ટર હોક લાર્સન એલ એન્‍ડ ટીની (લાર્સન એન્‍ડ ટુબ્રો) સ્‍થાપના સમયે કોવાયા આવ્‍યા હતાં બે વિદેશી ભાગીદારોએ સ્‍થાપેલી સિમેન્‍ટ ફેકટરીના માલિક અત્‍યારે ફરી ગયા છે.
પણ અહીં કામ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓમાં મોટાભાગના પર રાજયના હોય છે. કાઠીયાવાડમાં આવેલી આ સિમેન્‍ટ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને તેમના પુજાપાઠ અને ઉત્‍સવો માટે વતનથી દુર હોય અનેક પ્રશ્‍નો ઉભા થતા હોય તે માટે દક્ષિણ ભારતની શૈલીનું મંદિર બનાવવામાં આવ્‍યું છે.
અલ્‍ટ્રાટેક કંપનીના પરિસરમાં આવેલ લક્ષ્મીનારાયણ ટેમ્‍પલમાં જાવ એટલે તમને દક્ષિણ ભારતનો અહેસાસ થાય. અહીં 2004 માં સ્‍થપાયેલા મંદિરમાં લક્ષ્મીનારાયણ તેની સામે ગરૂડજી એટલે કે આપણે જેમ શિવમંદિરમાં શિવપરિવાર હોય તેમ લક્ષ્મીનારાયણ મંદિરમાં ભગવાન લક્ષ્મીનારાયણની સામે ગરૂડજીની પ્રતિમા હોય છે તથા અહીં મંદિરમાં રામેશ્ચર ભગવાન, ગણપતિજી અને આપણે જેમને માં પાર્વતીથી ઓળખીએ તેને દક્ષિણમાં પર્વતવર્ધીની દેવી તરીકે ઓળખાય છે તેમની પ્રતિમા, દુર્ગામાં,ગાયત્રીમાં, હનુમાનજી મહારાજ, નવગ્રહ, અને સાંઇબાબા પણ અહીં મળે દર વર્ષે અહીં ત્રણ દિવસની વાર્ષિક પુજા દક્ષિણની પરંપરા મુજબ થાય છે અને દહીં, ઘી, સાકર, મધ, દુઘથી અભિષેક કરવામાં આવે છે અને અહીંની વિશેષતા એ છે કે, પુજા માટે ચેન્‍નઇ અને હૈદરાબાદથી ચાર પંડિત તથા ચાર વાજીંત્રો વગાડનારા પણ આવે છે. પુજા દરમિયાન દક્ષિણ ભારતના વાદ્યો સતત વાગતા હોય છે. દર વર્ષના માર્ચ-એપ્રિલમાં ત્રણ દિવસ સુધી ચાલતી વાર્ષિક પુજા પણ જોવાલાયક છે. અહીં દક્ષિણ ઢબથી બંધાયેલું કલાત્‍મક મંદિર દિવસે અને રાત્રે પણ અનોખી આભા પ્રસરાવે છે.


30-01-2018


error: Content is protected !!