Main Menu

Wednesday, January 31st, 2018

 

31-01-2017


કુંડલાના લીખાળામાં 10 લાખની ચોરી : 3 પરિવારોની હીજરત

સાવરકુંડલાના લીખાળા ગામે માથાભારે તત્‍વોએ બળજબરીથી ત્રણ પરિવારોના ઘર ખાલી કરાવતા પરિવારના 28 લોકો હિજરત કરી ગયા છે. બીજી તરફ તેમના બંધ પડેલા મકાનમાં સાફસફાઇ કરીને તમામ ઘરવખરી, દાગીના રોકડ મળીને 10 લાખથી વધુનો સામાન ચોરી લેવાયો છે. સર્વસ્‍વ લૂંટાઇ જવા છતાં પણ હિજરતીઓ માથાભારે તત્‍વોના ડરથી ગામમાં પ્રવેશી શક્‍તા નથી. બીજી તરફ પોલીસતંત્ર કે વહીવટીતંત્ર પણ હજુ સુધી ઘટના સ્‍થળે પહોંચ્‍યું નથી.
સાવરકુંડલાના લીખાળા ગામે રહેતા ભુપતભાઇ વાઘેલા, બટુકભાઇ વાઘેલા અને હિંમતભાઇ વાઘેલાને તેનાજ કુટુંબી ગોરધનભાઇ વાઘેલા અને ભનુ વાઘેલાએ પંદરેક દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ડરી ગયેલા આ ત્રણેય પરિવારના 28 લોકો ઘરને તાળા મારી સુરત મુકામે જતા રહયા ત્‍યારે ગત તા.22-1 ની રાત્રે આ ત્રણેય મોટા ડેલા બંધ મકાનોને વિખી ચોરી થયાની ઘટના બની રહી છે. ત્રણેય ડેલાબંધ મકાનોમાં ડેલા સહિત 30 તાળા તોડી અંદર 6 પટારા અને ત્રણ તિજોરી તોડી ઘરવખરી વેરણ-છેરણ કરી રાણીસિક્કા, સોનું, ચાંદી અને રોકડ રકમ સહિત આશરે દસેક લાખની ચોરી કરવામાં તસ્‍કરો સફળ થયા છે. આ બાબતનીપડોસીઓ દ્વારા સુરત સ્‍થિત વાઘેલા પરિવારને ખબર મળતાં તેઓએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં જણાવેલ પરંતુ ઘટનાને આજે આઠ દિવસ વિતિ જવા છતાં પોલીસે કોઇ જ કાર્યવાહી કરેલ નથી.
અને આ આમણ પરિવાર આજે પણ આ પોતાના મકાનમાં ડરના માર્યા જઇ શક્‍તા નથી. પરિવારના યુવકે ગામમાં જતા ડર લાગે છે પોલીસે ફરીયાદ પણ લીધી નથી તપાસ પણ કરી નથી તેમ જણાવાયું હતું ત્‍યારે પોલીસ આવશે ડોગ સ્‍ક્નોડ લાવશે. ચોરીનો ભેદ ઉકેલશે તે રાહમાં બેઠા છે અને આજે પણ આ ત્રણ અડીખમ ડેલાઓના 30 રૂમ અને માલસામાન વેરણ-છેરણ પડયો છે પોલીસ હવે આ ઘટનાને આળસ ખંખેરી તપાસ કરશે કે કેમ ?


આવતીકાલથી ઢસા,ખીજડીયા,લુણીધાર,જેતલસર ગેજ પરીવર્તન કામ શરૂ થશે : શ્રી કાછડીયા

અમરેલી,
ઘણા સમય થી ટેન્‍ડર બાદ એજન્‍સીઓ ૃારા કામગીરી શરૂ કરવામાં થતા વિલંબ પ્રશ્‍ને સાંસદશ્રી ૃારા ઉચ્‍ચ કક્ષએ રજૂઆતો કરાઈ હતી.
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ૃારા અમરેલી સંસદીય વિસ્‍તારના લોકોના વિવિધ પ્રશ્‍નો અંગે સતત ઉચ્‍ચ કક્ષએ રજૂઆતો કરવામાં આવે છે જેના પરીણામે અમરેલી અને તેને સલગ્ન મીટરગેજ લાઈનોને બ્રોડગેજમાં પરીવર્તન કરવાના કામો મંજુર થઈ આવેલ છે. ત્‍યારે ઢસાલ્‍ખીજડીયાલ્‍વડીયાલ્‍લુણીધારલ્‍જેતલસર લાઈનના ગેજ કન્‍વર્જનના કામ માટે ઢસા થી લુણીધાર અને લુણીધાર થી જેતલસર એમ બે વિભાગમાં ટેન્‍ડરીંગ થયેલ હતુ. પરંતુ ટેન્‍ડરીંગ થયા બાદ એજન્‍સીઓ ૃારા કામગીરી શરૂ કરવામાં થતા વિલંબ પ્રશ્‍ને સાંસદશ્રી ૃારા કરવામાં આવેલ ઉચ્‍ચ રજૂઆતના પરીણામે આગામી તા. 1 ફેબ્રુઆરી, ર917 થી ઢસાલ્‍જેતલસર લાઈનના ગેજ કન્‍વર્જનની કામગીરી ચાલુ થનાર છે અને જેથી આગામી 1 ફેબ્રુઆરી થી જુનાગઢ અને વેરાવળ થી આવતી બધી ટ્રેનો અમરેલી સુધી જ ચાલશે તે બાબતે ડી.આર.એમ.શ્રી, ભાવનગર તરફ થી સાંસદશ્રીને જાણ કરવામાં આવેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.


અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલકોએ કલેકટરશ્રીને રોષભેર આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી,અમરેલી જિલ્‍લા શાળા સંચાલક મંડળ આજરોજ આપ ને શાળા સંચાલકોની સલામતી અંગે રજુઆત કરતા જણાવીએ છીએ કે તાજેતરમાં સરકાર એ ફી નિયમન વિધેયક કાયદા સ્‍વરૂપે પ્રસારિત કરેલ જે મુજબની ફી અમે નિયમો અમો ગુજરાત રાજયના શાળા સંચાલકોને મહ્‌દ અંશે બંધનકર્તા હોય શકે અને એ અંતર્ગત અમરેલી જિલ્‍લાની મોટાભાગની શાળાઓ માં કાયદાનું પાલન થઇ રહ્યું છે.ધણા લોકો (વાલીશ્રીઓ) કહેવાતા આગેવાનો કાયદાનું ખોટું અર્થધટન કરી શાળા સંચાલકોને મ્‍લેકમેઇલીંગ તથા માનસીક ટોર્ચરિંગ પણ કરતા હોયઅમવી અનેક ધટનાઓ બની રહી છે.તારગતરમાં અમરેલી જિલ્‍લાની બાબરાની ગેલાણી સ્‍કુલના સંચાલકે વિદ્યાર્થી લાંબા સમયની બાકી ફીના ઉઘરાણી કરતા વાલીશ્રી દ્વારા એટ્રોસીટી ખોટી ફરિયાદ કરેલ ખરેખર આ અંગે યોગ્‍ય તપાસ કરી સત્‍ય જણાવે ફરીયાદ રદ્‌ કરવી અમારી અરજ છે.વિશેષ જણાવવાનું કે શાળા સંચાલકોએ અમુક લોકો ફી જેવી તથા સ્‍ટુડન્‍ટના સામાન્‍ય પ્રશ્‍ને અવાર નવાર શાળાએ આવી શિક્ષકો તથા સંચાલકો સાથે ગેરવર્તન કરતા હોય છે.તેમજ શાળાના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓની હાજરીમાં અપમાન જનક શમ્‍દો બોલી જતા હોય છે ત્‍યારેશાળાના સંચાલકો શાળાના શિક્ષકોની સલામતી ઘ્‍યાને લઇ એક જાહેરનામુ અથવા તો આ અંગે કાયદો બનાવવા અમારી અરજ છે.ફી નિયમન વિધેયક મુજબ અમો ફી લેવા સંમત હોય તો વાલીશ્રીઓ સમયસર ફી ન ભરે તો એ અંગે દંડની જોગવાઇ અથવા કેવા પગલા લઇ શકાય એ અંગે પણ યોગ્‍ય પરીપત્રત્ર કરવા વિનંતી છે.અંતે જણાવવાનું કે તાજેતરમાં બાબરાની ગેલાણી સ્‍કુલમાં થયેલ ખોટી ફરીયાદ રદ કરવા વિનંતી તથા ભવિષ્‍યમાં આવી કોઇ ફરીયાદ થાય તો યોગ્‍ય તપાસ અંતે કાયદાકીય પગલા ભરવા વિનંતી.


અમરેલીમાં સંચાર કર્મચારીઓના ધરણાં : સુત્રોચ્‍ચાર

અમરેલી,
બીએસએનએલ કર્મચારીઓના પ્રશ્‍ને અવાર-નવાર રજૂઆતો છતાં ઉકેલ નહિં આવતા આંદોલનોના અંતે રોષિત બનેલા કર્મચારીઓ યુનિયનોએ રાષ્‍ટ્રીય સ્‍તરે આપેલ એલાન મુજબ અમરેલીમાં આજે બીએસએનએલના કર્મચારીઓએ ધરણાં કરી સુત્રોચ્‍ચાર કર્યો હતો. કર્મચારી યુનિયનો દ્વારા અગાઉની માંગણી મુજબ બીએસએનએલમાં ટાવરો ખાનગી કંપનીને સોંપવાનો વિરોધ અને પગાર વધારા સહિતના પ્રશ્‍ને ઉકેલ નહિં આવતા આ એલાન અપાયું હતું તેમાં અમરેલી જિલ્લાએ પણ સુર પુરાવ્‍યો હતો અને અમરેલી બીએસએનએલ કચેરી સામે કર્મચારીઓએ છાવણી નાખી ધરણાં કરીને સરકાર સામે રોષ વ્‍યક્‍ત કર્યો હતો.
આગામી દિવસોમાં રાષ્‍ટ્રીય સ્‍તરે યોજાનાર આંદોલન કાર્યક્નમોમાં પણ અમરેલી બીએસએનએલ કર્મચારીઓ જોડાઇ તેવી શકયતાઓ સાથે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્‍યોહતો.


અમરેલી શહેરમાં જીએસટી દ્વારા ઇ-બીલ અંતર્ગત સેમીનાર યોજાયો

અમરેલી, અમરેલી એન્‍જલ હોટલમાં 1 ફેબ્રુઆરીથી જીએસટી અંતર્ગત લાગુ થતી ઇવેબીલની જોવાઇઓની સમજણ અંગે જીએસટી વિભાગ તરફથી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્નમમાં આસિ.કમિશ્‍નર અજય આનંદ, પવનકુમાર કંમ્‍બોઝ, સુપ્રિ.ધર્મેન્‍દ્રભાઇ કાનાણી, પ્રફુલભાઇ પુરોહિત, ઇન્‍સ.નિતુલકુમાર, શૈલેષભાઇ ગંગદેવ દ્વારા ઉપસ્‍થિત વેપારીઓને ઇવેબીલ અંગે માહિતી આપી હતી જેમાં એકબીજા રાજયો વચ્‍ચેના માલની હેરફેર કરતા ટ્રાન્‍સપોર્ટેશન જેમાં રોડ ટ્રાન્‍સપોર્ટ, દરિયાઇટ્રાન્‍સપોર્ટ તેમજ હવાઇ ટ્રાન્‍સપોર્ટ વિષે ઇવેબીલ વિશેની વેપારીઓને સમજણ આપી હતી. માર્કેટયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા, ચાર્ટર્ડએકાઉન્‍ટન્‍ટ એ.ડી.રૂપારેલ, ટેકસબાર એસો.નાપ્રમુખ કિરણભાઇ વિઠ્ઠલાણી, કન્‍સલટન્‍સન્‍સ સંદિપભાઇ પારેખ સહિતના વેપારીઓ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં.


અમરેલીમાં રાધીકાનો જન્‍મ દિવસમહિલા વિકાસ ગૃહની બાળાઓની સંગાથે ઉજવ્‍યો

અમરેલી,
જન્‍મ દિવસની ઉજવણી કોને ન ગમે પરંતુ પરિવાર કે, કોઈ સબંધી ન હોય તેવા સંતાનોની ઉજવણી કોણ કરે..અમરેલીના મહિલા વિકાસ ગૃહ ખાતે રહેતી સૌથી નાની બાળા ભભ રાધિકાભભનો જન્‍મ દિવસે પરીવારની ખોટ વિકાસ ગૃહે પુરીને ધામધુમથી ઉજવ્‍યો હતો.
જેમા બાળાઓઓની સામુહિકતામા ભભ કેક ભભ કાપીને સૌને મો મીંઠા કરાવ્‍યા હતા. આ તકે સેવાભાવી અગ્રણી ચંદુભાઈ સંઘાણી પરિવાર સાથે ઉપસ્‍થિત રહયા હતા.નાનકડી એવી રાધીકાને ચંદુભાઈ સંઘાણી, ધર્મપત્‍ની ગીતાબહેન સંઘાણી પરિવાર અને વિકાસ ગૃહનાં સ્‍ટાફ મીત્રોએ શુભકામનાઓ પાઠવી હતી. મહિલા વિકાસ ગૃહની બાળાઓ પ્રત્‍યે અપાર લાગણી ધરાવતા ચંદુભાઈ સંઘાણી એ સમાજમા આવતા દરેક અવસરે મહિલા વિકાસ ગૃહને યથા યોગ્‍ય મદદરૂપ બનવા લોકજાગૃતિનુ પણ કાર્ય ઉપાડયુ છે તે પણ અત્રે નોંધનીય છે.


error: Content is protected !!