Main Menu

February, 2018

 

મની લોન્ડરીંગ કેસઃ ચિદમ્બરમના પુત્ર કાર્તિની ધરપકડ

ઇડીએ આજે સવારે ચેન્નાઇ સ્થિત તેમના નિવાસેથી ધરપકડ કરી
નવી દિલ્હી તા.ર૮ : ઇડીએ આઇએનએકસ મીડીયાના મની લોન્ડરીંગના મામલામાં પુર્વ ગૃહ અને નાણામંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની આજે સવારે ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પુર્વ નાણામંત્રીના પુત્ર કાર્તિની ધરપકડ કરવા પાછળ સીબીઆઇનો તર્ક એ છે કે તે તપાસમાં સહયોગ આપતા ન હતા. તેમની ચેન્નાઇ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. કાર્તિને લંડનથી પાછા ફરતા જ તેના ઘરેથી પકડી લેવામાં આવ્યા હતા. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળ કાર્તિ અને અન્યો ઉપર કેસ નોંધ્યો હતો. એફઆઇઆરમાં કાર્તિ ઉપર આરોપ લાગ્યો હતો કે તેણે પોતાના પિતા નાણામંત્રી હતા ત્યારે આઇએનએકસ મીડીયાને મંજુરી અપાવવાના બદલામાં ૩.પ૦ કરોડની રકમ લીધી હતી.


ગુજરાત ને ચાર વર્ષ બાદ મળ્યા રેગ્યુલર ડીજીપી.

શિવાનંદ ઝા નવા રાજ્ય પોલીસ વડા બન્યા
2016 બાદ મળ્યા ગુજરાતને રેગ્યુલર ડીજીપી. શિવાનંદ ઝા બન્યા નવા રાજ્ય પોલીસ વડા ઇન ચાર્જ ડીજીપી પ્રમોદ કુમાર આજે નિવૃત થઈ રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા રાજ્યના નવા ડીજીપી ના પદ પર ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા શિવાનંદ ઝા ને નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમ જાણવા મળી રહ્યું છે. 1983ની બેચના આઈપીએસ ઓફિસર શિવાનંદ ઝા હાલ ગુજરાતમાં સૌથી સિનિયર આઇ પી એસ ઓફિસર છે.


ગુજરાતમાં ૪૫૩ લોકોએ ધર્મ પરિવર્તન કરવા અરજીઓ કરી ?

બનાસકાંઠામાં સૌથી વધુ ૧૯૩ જણાંએ ધર્મ બદલવા અરજીઓ કરી,
અમદાવાદ,
ગુજરાતમાં સામાજિક સહિત અનેક કારણોસર લોકો અન્ય ધર્મ અપનાવવા લોકો પ્રેરાઇ રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૪૫૩ જણાંએ ધર્મ પરિવર્તન કરવા માટે સરકાર સમક્ષ અરજીઓ કરી હતી. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે, દરેક ધર્મના લોકો પોતાના ધર્મમાં શ્રધ્ધા રાખે તેવુ વાતાવરણ રાજ્યમાં ઉભુ થઇ શક્યુ નથી. રાજ્યમાં સૌથી વધુ ધર્મ બદલવા માટે બનાસકાંઠામાં ૧૯૪ અરજીઓ થઇ હતી તે પૈકી સરકારે માત્ર ૨ જણાને જ ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપી છે.સુરેન્દ્રનગરમાં પણ ૫૫ જણાં અન્ય ધર્મ અપનાવવા સરકારને અરજી કરી હતી. આ તમામ અરજીકર્તાને સરકારે ધર્મ પરિવર્તન માટે લીલી ઝંડી આપી હતી. ગુજરાતમાં કુલ મળીને ૧૭૧ જણાંને ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપી હતી. જોકે, મહિસાગર,તાપી,ડાંગ અને ગીર સોમનાથ જિલ્લામાં ધર્મ પરિવર્તનની એકેય અરજી થઇ ન હતી. ૪૦૨ હિંદુઓ જયારે ૩૫ મુસ્લિમોએ ધર્મ બદલવા સરકાર સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી. એક શીખ અને ૯ ખ્રિસ્તીઓએ પણ અન્ય ધર્મ અપનાવવા અરજીઓ કરી હતી.આમ, ધર્મ પરિવર્તનની અરજીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુઓ જે ધર્મપરિવર્તન કરે છે તે મહદઅંશે બૌધધર્મ તરફનું હોય છે.


અમરેલીના આવેલા શિયાળબેટમાં સ્વાસ્થ્ય સુવિધાઓનો અભાવ

ગુજરાતના દરિયાકાંઠના વિસ્તારોમાં તાકીદે સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા બાબતે હાઈકોર્ટે સ્વાસ્થ્ય વિભાગની ઝાટકણી કાઢી છે. અમરેલી જિલ્લામાં દરિયા વચ્ચે આવેલા શિયાળબેટ અને આસપાસના વિસ્તારોમાં જરૃરી સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવે ઘણી વિકટ પરિસ્થિતિઓ સર્જાઈ છે. આ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી બાદ સરકારે અમુક જાહેરાતો કરી હતી પરંતુ તેનું અમલીકરણ ન થતા આજે સ્વાસ્થ્ય વિભાગે ફરી સોગંદનામુ રજૂ કરી ત્રણ અઠવાડિયાના સમયગાળામાં સુવિધાઓ પૂરી પાડવાની જાહેરાત કરી હતી. ગુજરાતનું સ્વાસ્થ્ય વિભાગ દરિયાકાંઠાના વિસ્તારોમાં જરૃરી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી ન પાડી શકતા હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢી હતી. જાહેરાતોની ભરમારની જગ્યાએ અમલીકરણ પર ધ્યાન આપવા વિભાગને સૂચન કરાયું હતું. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાંથી વર્ષ ૨૦૧૭માં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અહીં તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠનાના ઘણાંખરા વિસ્તારોમાં જરૃરી એમ્બ્યુલન્સ તેમજ સ્વાસ્થ્ય સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત તે અરજીમાં કરામાં આવી હતી. ત્યારે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગને જણાવ્યું હતું કે શિયાળબેટમાં જરૃરી સ્વાસ્થ્ય સુવિધાનો અભાવ છે. ઓગસ્ટ, ૨૦૧૭માં કોર્ટનું નિરીક્ષણ હતું કે અહીંના માછીમારો દરિયામાં જાય છે ત્યારે કોઈ મેડિકલ ઇમર્જન્સી સર્જાય તો બોટ એમ્બ્યુલન્સની સુવિધા હોવી જરૃરી છે. શિયાળબેટ દરિયાની વચ્ચે હોવાથી ત્યાંના લોકોને મેડિકલ ઇમર્જન્સી સમયે ગામથી બોટમાં જાફરાબાદના દરિયાકિનારે પહોંચવું પડે છે. આ રસ્તો ૧૦થી ૧૨ કિલોમીટરનો છે. આ દરિયાકાંઠેથી જાફરાબાદ શહેરમાં પહોંચવા ૧૫થી ૨૦ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આવી વિકટ પરિસ્થિતિ માછીમારો તેમજ શિયાળબેટના રહેવાસીના જીવન પર વિકટ સમસ્યા સર્જી શકે છે. ત્યારે સરકારે પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે રાજ્યને મળનારી ૧૧૦ ૧૦૮ એમ્બ્યુલન્સમાંથી ૧૦ તેમજ સમગ્ર રાજ્યના દરિયાકાંઠમાં કુલ સાત બોટ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે. શિયાળબેટમાં રસીકરણ, પ્રાથમિક સારવાર અને સામાન્ય પ્રસૂતિની સુવિધાઓ ધરાવતું સબ હેલ્થ સેન્ટર પણ ઊભુ કરવાની વાત કરાઈ હતી. જો કે અત્યાર સુધીમાં કોઈપણ એમ્બ્યુલન્સની સુવિધા ત્યાં ઉપલબ્ધ નહોતી થઈ તેમજ શરૃ કરવામાં આવેલા સબ હેલ્થ સેન્ટરમાં પણ જૂજ સુવિધાઓ જ હતી. જસ્ટિસ એમ આર શાહે સ્વાસ્થ્ય વિભાગની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે વિભાગે માત્ર જાહેરાતો જ કરતા રહેવા કરતા અમલીકરણ પર પણ ધ્યાન આપવું જોઈએ. સ્વાસ્થ્ય વિભાગે આજે રજૂ કરેલા સોગંદનામામાં હવે એવી જાહેરાત કરવામાં આવી છે કે પ્રાથમિક તબક્કામાં આગામી ત્રણ અઠવાડિયામાં શિયાળબેટના વિસ્તારમાં બે બોટ એમ્બ્યુલન્સ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં કુલ સાત ૧૦૮ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.


ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના તમામ સભ્યોને સાંજ સુધી કરાયા સસ્પેન્ડ

આજે ગુજરાત વિધાનસભામાં ફરીથી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોગ્રેસના સભ્યોને સાંજ સુંધી સસ્પેન્ડ કરાય છે. ધારાસભ્યો વેલ સુધી ધસી આવતા સસ્પેન્ડ કરાયા હતા. પેટ્રોલ ડિઝલ પરના સેસના વિવાદ ના પગલે આક્રમક રજૂઆત કરાતા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા હતા. અધ્યક્ષે સાર્જન્ટ ને ઉચકી ને બહાર લઈ જવા સુચના આપી સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચારથી ગૃહ ગુંજી ઉઠ્યુ હતુ.


બપોરે 3.30 કલાકે શ્રીદેવી, અંતિમવિધિ

હજ્જારો ફૂલ વહન, પ્રાર્થના, પ્રશંસકો અને બૉલીવુડ અભિનેતાઓ, મુંબઈના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં આવેલો છે, જેણે શ્રીદેવીની ફિલ્મના અંતિમ સંસ્કારનો આદર આપ્યો છે, જે અઠવાડિયાના અંતે દુબઈમાં મૃત્યુ પામ્યા હતા. અંતિમ સંસ્કારનો 3.30 કલાકે યોજાશે. 54 વર્ષીય અચાનક મૃત્યુ દેશને હચમચી ગયો હતો. રવિવારની તપાસ બાદ સાંજે દુબઈ પોલીસ દ્વારા તેનું શરીર રિલિઝ કરવામાં આવ્યું હતું અને તેને એક ખાનગી જેટ દ્વારા મુંબઈમાં ખસેડવામાં આવ્યું હતું. શ્રીદેવી, જે શરૂઆતમાં હૃદયસ્તંભતાથી મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવતું હતું, તે બેભાન થઈ ગયેલા હોટલના બાથટબમાં અકસ્માતે ડૂબી ગયા હતા.


આપડા કૌભાંડી શ્રીમંતો અને નીતિવાન અબજોપતિ વોરેન બફેટની દુનિયા

દેશમાં આર્થિક કૌભાંડોનો લાંબો સિલસિલો ચાલુ થયો છે. પંજાબના મુખ્‍યમંત્રીના કુપુત્ર પણ હવે બેન્‍ક કૌભાંડમાં ઝડપાયા છે. આપણા દેશમાં હર્ષદ મહેતા અને નિરવ મોદી જ કેમ જન્‍મે છે? આપણે ત્‍યાં ખરેખર તો વોરેન બફેટ જેવા લોકોની જરૂર છે જે પ્રજાને અઢળક નાણાં કાયદેસર કમાતા શીખવી શકે. વોરેન બફેટ એક અમેરિકન રોકાણકાર, ઉદ્યોગપતિ, અને દાનેશ્‍વરી છે. તેઓ ઇતિહાસના સૌથી સફળ રોકાણકારોમાંના એક, પ્રાથમિક શેરહોલ્‍ડર અને બર્કશાયર હેથવેના સીઇઓ છે અને વર્ષ ર008માં ફોર્બ્‍સ દ્વારા અંદાજે 6ર બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્‍વના સૌથી ધનિક વ્‍યક્‍તિ જાહેર કરવામાં આવ્‍યા હતા. ર009માં, સખાવતી કાર્યો માટે હજારો ડોલર દાનમાં આપ્‍યા બાદ, બફેટ 40 બિલિયનડોલરની કુલ સંપત્તિ સાથે યુનાઇટેડ સ્‍ટેટ્‍સના બીજા ઠ્ઠમના સૌથી વધુ ધનિક વ્‍યક્‍તિ હતા. બફેટનો જન્‍મ નેબ્રાસ્‍કાના ઓમાહા ખાતે જન્‍મ્‍યા હતા, અને તેઓ લૈલા અને ઉદ્યોગપતિ તથા રાજકારણી એવા હાવર્ડ બફેટના એક માત્ર સંતાન હતા અને પરિવારના ત્રણ બાળકોમાં બીજા હતા. તેઓ તેમના દાદાજીના ગ્રોસરી સ્‍ટોર ખાતે કામ કરતા હતા. 1943માં, બફેટે પ્રથમ આવકવેરાનું રિટર્ન ભર્યુ, જેમાં સમાચારપત્ર વહેંચવાના તેમનાકામમાં 3પ ડોલરના ખર્ચ તરીકે તેમની સાયકલ અને ઘડીયાળને બાદ કરી. તેમના પિતા કોંગ્રેસ માટે પસંદગી પામ્‍યા ત્‍યાર બાદ, બફેટે વોશિંગ્‍ટન ડી.સી.ની વૂડરો વિલ્‍સન હાઇ સ્‍કૂલ ખાતે શિક્ષણ મેળવ્‍યું હતું. 194પમાં હાઇસ્‍કૂલના પ્રથમ વર્ષમાં, બફેટ અને તેના મિત્રોએ વપરાયેલા પિનબોલ મશીનની ખરીદી કરવા માટે રપ ડોલરનો ખર્ચ કર્યો, જેને તેમણે બાર્બર શોપમાં મુક્‍યું. થોડા મહિનાઓમાં જ,તેમણે વિવિધ સ્‍થળોએ ત્રણ મશીન્‍સની માલિકી મેળવી લીધી. બફેટ ચોતરફ કામ કરવા માટે ભટકતા હતા. તેઓ જેમને મળતા એ બધા જ તેમનાથી ઉંમરમાં બેવડા કે ત્રેવડા હતા. સહુ એની મજાક કરતા અને કહેતા કે આ રખડુ છોકરો આપણને ભવિષ્‍યમાં કોઈ અનાથાશ્રમમાં જોવા મળશે. તેમણે નાની ઉંમરે જ ડેલ કાર્નેગી પબ્‍લિક સ્‍પીકીંગ કોર્સકરવા સાથે સ્‍ટોકબ્રોકર તરીકે કામ કરવા લાગ્‍યા. આપડે ત્‍યાં નોકરી કરવા કે કામ શીખવાની અસલી તલપ લાગી હોય ને ચારેબાજુ શોધખોળ કરવા ભટકતા હોય એવા છોકરાઓ કેટલા? કદાચ એકેય નહિ. અને જો હોય તો તેઓ ઠેબી, વડી કે ધાતરવડી ને શેત્રુંજીના કાંઠે ઠેબા ન ખાતા હોય. નોકરી સહુને જોઈએ છે પણ ઘેર બેઠા. આવું તે ક્‍યાંય હોય? પિતાના હિંચકા પર બેસીને ઠેશ મારી ઝૂલતા રહેવું તો સાવ સહેલું છે પરંતુ કામ કે નોકરી શીખવાભટકતા રહી વારંવાર ઠેશ ખાઈને વારંવાર બેઠા થવું એ જેવાતેવાનું કામ નથી. આપડા અમરેલી જિલ્લામાં પણ જેવાતેવા યુવાનોના ટોળાઓ મોબાઈલ ફોનમાં ડૂબીને બરબાદ થતા જોવા મળે છે. વોરેન બફેટ પણ જો અમરેલીમાં જનમ્‍યો હોત તો 13પના માવા ચાવીને રાજકમલ ચોકના પાટિયા ભાંગતો હોત. વોરેન તો જે શીખ્‍યા હતા તેનો ઉપયોગ કરીને, તેઓ યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્‍કા ખાતે રાત્રી ક્‍લાસમાં ‘રોકાણ માટેના સિદ્ધાંતો‘ વિષય શીખવવા માટે સખત ઉજાગરા કરતા અને પૂરતા આત્‍મવિશ્‍વાસુ હતા. આ ક્‍લાસમાં પણ તેમના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર પોતાના કરતા બમણાથી પણ વધારે હતી. આ સમય દરમિયાન, અન્‍ય રોકાણ તરીકે સિંકલેર ટેક્‍સાકો ગેસ સ્‍ટેશનની પણ તેમણે ખરીદી કરી હતી. આમ છતાં, તે સફળ ઔદ્યોગિક સાહસ સાબિત થયુંન હતું. બફેટના વક્‍તવ્‍યો ઉદ્યોગની ચર્ચા સાથે રમૂજના મિશ્રણ માટે જાણીતા હતા. પ્રત્‍યેક વર્ષે, બફેટ નેબ્રાસ્‍કાના ઓમાહા ખાતે આવેલા ક્‍વેસ્‍ટ સેન્‍ટરમાં બર્કશાયર હેથવેના શેરહોલ્‍ડરોની વાર્ષિક બેઠકનું નિયમન કરે છે, જે યુનાઇટેડ સ્‍ટેટ્‍સ અને વિદેશના આશરે ર0,000 મુલાકાતીઓને ખેંચી લાવે છે, જેને ‘વુડસ્‍ટોક ઓફ કેપિટાલિઝમ‘નું ઉપનામ પણ આપવામાં આવ્‍યું છે. બફેટ દ્વારા તૈયાર કરવામાં આવેલા અને શેરહોલ્‍ડરોને મોકલવામાં આવતાવાર્ષિક અહેવાલો અને પત્રોને ઘણી વાર નાણાકીય માઘ્‍યમોમાં સ્‍થાન મળે છે. બફેટનું લેખન બાઇબલથી માંડી મે વેસ્‍ટ સુધીના લોકોના સાહિત્‍યિક અવતરણો, તેમજ મિડવેસ્‍ટર્ન સલાહો, અને સંખ્‍યાબંધ ટુચકાઓ માટે જાણીતું છે. વિવિધ વેબસાઇટ્‍સ બફેટના મૂલ્‍યોના વખાણ કરે છે, ન્નયારે અન્‍ય બફેટના બિઝનેસ મોડેલને વખોડી કાઢે છે અને તેમની રોકાણ અંગેની સલાહો અને નિર્ણયોને નકારે છે. મોંઘવારી ના આ યુગમાં વોરેન બફેટના બેઝીક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ, ખર્ચા, બચત અને આવક વિશેના સુત્રો ઘણા ઉપયોગી છે. આપણે એ જાણીએ છીએ છતાં તેને સંપૂર્ણપણે અનુસરતા નથી. જો તેને અનુસરવામાં આવે તો મોંઘવારીનો ભય ચોક્કસથી દુર થાય છે. તેમનું કહેવું છે કે જો આ સુત્રો થી તમારી લાઈફમાં કોઈ સુધારોઆવે તો ભગવાનનો જ ઉપકાર માનજો કારણકે આ તો સામાન્‍ય જ્ઞાન છે અને હું તો તેમને માત્ર રીપ્રોડ્‍યુસ કરું છું. એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો. એનો અર્થ એવો છે કે જયારે તમે યુવાન હો ત્‍યારે તમારું કામ છે કે બચત કરો અને રોકાણ કરો. જયારે તમે બીજા આવકના સ્ત્રોત તૈયાર કરો છો ત્‍યારે તમે તમારી નોકરી ની ફરજીયાતપણા કે નિર્ભરતા જેવી મજબૂરી ને દુર કરો છો. અને આનાથી તમે તમારો રસ્‍તો નક્કીકરી શકો છો અને તમે સ્‍વતંત્ર રીતે વિચારી શકો છો અને તેનો અમલ કરી શકો છો. જેટલું જલ્‍દી તમે આ કરી શકો તેટલું જ લાભદાયક. જેની જરૂર નથી તેવી વસ્‍તુ ખરીદો છો તો, જેની જરૂર છે તેવી વસ્‍તુ વેચવી પડશે. આ વાત જરૂરિયાત અને મોજશોખ એમ બે વિભાગમાં તમારા ખર્ચ ને વહેચવા વિષે કહેવામાં આવેલી છે. જો કે જરૂરિયાત એ પેઢી દર પેઢી બદલાતી રહે છે. પરંતુ તમારું લક્ષ્ય અને તમે ક્‍યાં જવા માગો છો કે શું કરવા ઈચ્‍છો છો તેને ઘ્‍યાનમાં રાખી સમજદારીપૂર્વક ખર્ચ કરવો જોઈએ, માત્ર દેખાડો કરવા માટે ખર્ચ કરવો ન જોઈએ.ઙ્ગખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો. બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. આને એવું પણ કહેવાય છે કે તમારીજાતને સૌથી પહેલા ચૂકવો. એ સમજવું જોઈએ કે તમારા પેન્‍શન પ્‍લાન માં રોકાણ કરવું કે તમારા બાળકોના અભ્‍યાસ માટે અત્‍યારથી રોકાણ કરવું એ તમને વધારે બચત કરવામાં મદદકર્તા થશે. આમ કરવું કોઈ કુરબાની નથી પરંતુ માત્ર ખર્ચ ને થોડા સમય માટે રોકી રાખો છો. આથી સમજો અને બચત કર્યા પછી ખર્ચ કરો. બફેટ સાહસિક છે છતાં હંમેશા કહે છે કે બંને પગથી પાણીની ઊંડાઈ ના માપો. જો તમે કોઈ જોખમ ઉઠાવવા ઇચ્‍છતા હો તો નાના પાયે શરૂઆત કરો, જો તમે પહેલા તબક્કાના રોકાણકાર છો તો મોટારોકાણકારની સલાહથી બધાજ પૈસા ઇક્‍વિટી શેરમાં ન રોકો. એના બદલે નાની રકમથી શરૂઆત કરો અને જુઓ, સમજો. તમે શરૂઆત કરી શકો છો તમારી આવકના 10% જેટલી રકમથી. અને આવી રીતે પ વર્ષ સુધી જુઓ અને સમજો. પછી આગળ વધો. અને વળતર ની ગણતરી કર્તા પહેલા ફુગાવા એટલે કે વધતી મોંઘવારીને પણ ઘ્‍યાનમાં રાખો.
અને પછી જ ખરા વળતરની ગણતરીને સમજો. બધી વસ્‍તુ એક જ બાસ્‍કેટમાં ના રાખો એમ વોરેન વારંવાર કહે છે. તમે કેટલું જાણો છો કે તમને કેટલું આવડે છે એ વાત બાજુ પર રાખીને એક જ વાત કરીએ કે પોર્ટફોલીઓ બનાવો. બોન્‍ડ, બોન્‍ડ ફંડ, પીપીએફ, એનએસસી, ઇક્‍વિટી, મ્‍યુચ્‍યુઅલ ફંડ, મેડીકલ અને વીમો વગેરેથી પોર્ટફોલીઓ બનાવો. વોરેનબફેટ કહે છે કે પ્રમાણિકતા મોંઘી છે. દરેક વ્‍યક્‍તિ પ્રમાણિક નથી હોતી, અને કોઈ પ્રમાણિક બનવા પણ ઇચ્‍છતું નથી હોતું. પ્રમાણિક સલાહકાર શોધવા એ અઘરું કામ છે અને ખાસ કરીને આરોગ્‍ય અને નાણાકીય બાબતો માટે, માટે સાવધાન રહો.


અમરેલીમાં કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ, કૃષિ મેળો-પ્રદર્શન ખુલ્લું મુકાયું

અમરેલી,
અમરેલી ખાતે કલેકટરશ્રી સંજય અમરાણીએ, દીપપ્રાગટ્‍ય કરી કૃષિ કૌશલ્‍ય વિકાસ તાલીમ કાર્યઠ્ઠમ અંતર્ગત કૃષિ મેળો અને પ્રદર્શન ખૂલ્લું મૂક્‍યું હતુ.
કલેકટરશ્રી સંજય અમરાણીએ જણાવ્‍યું કે, ખેડૂતોને ખેતી-બાગાયતલક્ષી અત્‍યાધુનિક તાલીમ-માહિતી આપવા માટે કૃષિ મેળા અને પ્રદર્શનનું મહત્‍વ છે. આત્‍મા દ્વારા મૂલ્‍યવર્ધનની તાલીમ આપી ખેતી-બાગાયતના ક્ષેત્રમાં સર્જનાત્‍મકતા લાવી નવી દિશાઓ ખૂલી શકે છે.રાજકોટ સંયુક્‍ત ખેતી નિયામકશ્રી ધોરાજીયાએ જણાવ્‍યું કે, ગ્રામ્‍ય વિસ્‍તારમાં જૂથ બનાવી આત્‍મા પ્રોજેકટ અંતર્ગત સર્જનાત્‍મક કાર્ય કરી ખેતી-બાગાયત-પશુપાલન ક્ષેત્રે મૂલ્‍યવર્ધન કરી નવસર્જન કરી શકાય છે. તેમણે બિયારણનું મહત્‍વ-ઉત્‍પાદન-મૂલ્‍યવર્ધન જણાવી જૈવિક ખાતરનો ઉપયોગ કરવા ભલામણ કરી હતી. શ્રી ધોરજીયાએ, ભલામણ કરેલ દવાઓનો વૈજ્ઞાનિક રીતે છંટકાવ કરવા જણાવ્‍યું હતુ. તેમણે ટપક-ફુવારા પઘ્‍ધતિ સાથે સોલાર ઉર્જાનો ઉપયોગ કરવા પર ભાર મૂકયો હતો. તેમણે નફાકારક પાકોની ખેતી-ઉત્‍પાદન મેળવવા માટે અનુરોધ કર્યો હતો. જલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી કે.કે. પટેલ શાબ્‍દિક સ્‍વાગત કરી કાર્યઠ્ઠમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્‍યું કે, તાલીમ મારફતે સંશોધનકેન્‍દ્રો પર થયેલા સંશોધન, ખેડૂતો સુધી પહોંચે છે. ગ્રામ્‍યકક્ષાએ પસંદગીના જૂથ બનાવી વિસ્‍તાર-ખેડૂતોની જરૂરિયાત મુજબ સાધન-સહાય-તાલીમ આપવાનો મૂળભૂત હેતુ આત્‍મા પ્રોજેકટનો છે.આંતરરાજય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ આત્‍મા પ્રોજેકટના માઘ્‍યમથી કૃષિલક્ષી જ્ઞાન-માહિતીનું આદાન-પ્રદાન કરવાનું માઘ્‍યમ મળી રહે છે. શ્રી પટેલે, જળ-જમીન-વાતાવરણનું સંરક્ષણ કરવા ટપક અને ફુવારા પઘ્‍ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.મોટા ભંડારીયા કૃષિ મહાવિદ્યાલયના શ્રી પ્રો. વિરાણીએ કપાસની નફાકારક ખેતી તેમજ કપાસમાં થતી જીવાત-ઉપદ્રવ સામેના રક્ષણ મેળવવાના ઉપાયો જણાવ્‍યા હતા.લાઠી તાલુકાના સરકારી પીપળવાના શ્રી મનિષભાઇ વઘાસીયાએ મધમાખીની ફળદાયી ખેતી વિશે જણાવ્‍યું હતુ. તેમણે મધુમાખી પાલન, ખેતીમાં મધુમાખીનું મહત્‍વ સહિતની રોચક બાબતો જણાવી હતી.પશુ ડૉકટરશ્રી બી.જે. વઘાસીયાએ ગાય આધારિત પશુપાલન અને ખોરાકમાં ગાયના દૂધના મહત્‍વ વિશે જણાવ્‍યું હતુ.અમરેલી ખાતે યોજાયેલ કૃષિ મેળો અને પ્રદર્શન કાર્યઠ્ઠમમાં નાયબ બાગાયત નિયામકશ્રી વાઘમશી, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. નરોડીયા, આત્‍મા પ્રોજેકટના શ્રી વી.એચ. હિરપરા, આઇસીડીએસના શ્રી જયોતિબેન પાનસુરિયા, ખેતી-બાગાયતના અધિકારી સર્વશ્રી જયરાજ વાળા, શ્રીનારોલા, શ્રી ઠુંમર, શ્રી ચાવડા, શ્રી દેસાઇ, કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના શ્રી જોષી, શ્રી ગધેસરીયા, શ્રી ગોહિલ તેમજ અમરેલી જિલ્‍લાના ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્‍થિત રભ હતા.
કાર્યઠ્ઠમનું સંચાલન શ્રી હરેશ બાવીશીએ કર્યુ હતુ. રોકડીયાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગૌરવગાન મનુષ્‍ય તું બડા મહાન હૈ રજૂ કર્યુ હતુ, તેમને આત્‍મા દ્વારા રોકડ પુરસ્‍કાર અર્પણ કરવામાં આવ્‍યું હતુ.


નાફસ્‍કોબના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતીમાં શ્રીલંકામાં એશીયા-પેસીફીક કો-ઓપરેટીવ ડેવલપમેંન્‍ટ કોન્‍ફરન્‍સ

અમરેલી,
વિવિધ અભિગમ અને જોડાણથી વિકાસ સાધવાની નેમ સાથે શ્રીલંકાની રાજધાની કોલંબો ખાતે એશીયા-પેસીફીક કો-ઓપરેટીવ ડેવલપમેંન્‍ટની બે દિવસીય કોન્‍ફરન્‍સનો પ્રારંભ થયો છે. જેમા ભારતના પ્રતિનિધિ મંડળમા નાફસ્‍કોબના ચેરમેન દિલીપ સંઘાણી, ડો.ચંદ્રપાલસિંહ યાદવ, ભીમા સુબ્રમણ્‍યમ્‌ સહિત શ્રીલંકા, માલદીપ, અમેરીકા, નેપાલ સહિત વિધિન્‍ન દેશોના પ્રતિનિધિઓ પણ જોડાયા છે.
બે દિવસ ચાલનાર મહત્‍વપૂર્ણ ફોન્‍ફરંન્‍સમા ખોરાક સામગ્રી શુઘ્‍ધ અને સાત્‍વીક મળી રહે તે દિશામા પ્રયાસ સાથે સહકારી ક્ષેત્રમા યુવા શકિતને સામેલ કરી તેનો લાભ મેળવો ઉપરાંત આર્થીક-સામાજીક-સાંસ્‍કૃતિકપાસાઓમા મદદરૂપ બનવા ઉપર ભાર મુકવામા આવેલ. નિતિવિષયક બાબતો વિકાસ માટે મહત્‍વની બની રહેતી હોય આ બાબતે પણ વિભીન્‍ન દેશોએ અલગ-અલગ ભાગીદારીમા જોડાણ કરીને સહકારી માળખામા લીડરશીપ દ્રારા આગળ વધવા, વિવિધ સેવાઓમા મદદરૂપ બનવાજેવી બાબતો મુખ્‍યત્‍વે ચર્ચામા સામેલ રહી.
દેશની આબાદીમા પર્યાવરણનો ફાળો મહત્‍વનો હોય, કોન્‍ફરન્‍સમા આ બાબતે તમામ દેશોએ જાગૃત થવા અને પર્યાવરણનુ રક્ષણ, સંભાળ અને જતન જેવી બાબતો માટે સામુહીક રીતેઆગળ આવવા માટે બિલ્‍ડીંગ મલ્‍ટીસ્‍ટોક હોલ્‍ડર પાર્ટરશીપ ઓન સસ્‍ટેનેબલ ડેવલપમેંન્‍ટ દ્રારા કોન્‍ફરન્‍સ ચર્ચામા ભારપૂર્વક જણાવી આ દિશામા જોડાણ, સહકાર અને વિકાસ સાધવા જેવી બાબતોનો સમાવેશ કરવામા આવેલ હોવાનુ કાર્યાલય યાદીમા જણાવાયેલ છે.


શેત્રુંજી તિર્થની યાત્રા પૂર્ણ કરતા હજારો ભાવીકો

સાવરકુંડલા,પાલિતાણામાં તા.27-2 મંગળવારના ઢેબરીયો મેળો અને છ ગાવની મહાયાત્રા પરંપરા મુજબ રીતે મંગળવારની વહેલી સવારે જૈનમ જયંતિ શાસનમ અને આદિશ્ચર દાદાના જયઘોષ સાથે છ ગાઉની મહાયાત્રાનો આરંભ થયો. ઉપરાંત દર વખતની માફક આ વખતે પણ સિઘ્‍ધવડ ખાતે જુદા-જુદા 97 પાલ ઉભા કરવામાં આવ્‍યા હતાં આ પ્રસંગે ગુજરાત તેમજ ગુજરાત બહારના તેમજ સૌરાષ્‍ટ્રના રાજકોટ-ભાવનગર જિલ્લાનાં યાત્રિકો મોટી સંખ્‍યામાં હાજર રહી આ મહાયાત્રાનો લાભ લીધેલ. ફાગણ સુદ તેરસની મહાયાત્રા પ્રસંગે જય તળેટીથી ગીરીરાજ ઉપર વ્‍યવસ્‍થીત રીતે આદિશ્ચર દાદાના ગભાશ સુધી જઇ શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવેલ.
આ છ ગાઉની મહાયાત્રા કરતા યાત્રિકોને પ થી 7 કલાકનો સમય લાગેલ. ભાંડવાના ડુંગરથી યાત્રિકો સિઘ્‍ધવડ આવે છે. સિઘ્‍ધવડ ખાતે ભક્‍તિ કરવા માટે 97 પાલ તૈયાર કરવામાં આવેલ. આ પાલમાં યાત્રિકોને દહીં, ઢેબરા, પુરી, ચા, દૂધ, સૂકો મેવો, સાકરનું પાણી આપવામાં આવેલ આ પેઢીના મેનેજર મનસુખ શાહના જણાવ્‍યા અનુસાર પેઢી તરફથી સાદુ અને ઉકાળેલ પાણી તેમજ સિકયોરીટી અને મેડીકલની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. યાત્રીકોની સુવિધા સાચવવા અને આદિશ્ચર દાદાનાદરેક યાત્રાળુને દર્શન થાય તેવી વ્‍યવસ્‍થા પ્રાર્થના યુવક જૈનમંડળ ભાવનગર, પાલિતાણા, સાવરકુંડલાના સ્‍વયં સેવકોએ સારી જહેમત લઇ દરેક પોઇન્‍ટર પર સારી વ્‍યવસ્‍થા સેવકોએ સારી જહેમત લઇ દરેક પોઇન્‍ટ પર સારી વ્‍યવસ્‍થા કરેલ.


error: Content is protected !!