Main Menu

Thursday, February 8th, 2018

 

અમરેલીનાં ગુરૂદત પેટ્રોલિયમમાં સીએનજી પંપનો પ્રારંભ

અમરેલી,અમરેલીમાં લાઠીરોડ બાયપાસ પર શ્રી ગુરૂદત પેટ્રોલિયમ ખાતે આજે સીએનજી પંપનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. અમરેલીના શ્રી મહેન્‍દ્રભાઇ આડતીયા, શ્રી દિપેશભાઇ આડતીયા, શ્રી હિતેષભાઇ આડતીયા, શ્રી રાજેશભાઇ આડતીયા, શ્રી અમિતભાઇ આડતીયા દ્વારા ના માર્ગદર્શન નીચે તૈયાર કરેલ ગુરૂદત પેટ્રોલિયમમાં સીએનજી પંપનું આજે કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ્દ હસ્‍તે ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું. સીએનજી, ઇન્‍ડિયન ઓઇલ સહિતની સુવિધાઓ ઉપલમ્‍ધ બનશે આ ઉદ્દઘાટન સમારોહમાં શ્રી એ.ડી.રૂપારેલ, શ્રી અંતુભાઇ સોઢા, શ્રીદિનેશભાઇ ભુવા, શ્રી દિનેશભાઇ પોપટ, શ્રી જયસુખભાઇ પોપટ, શ્રી અજીતભાઇ ભીમજીયાણી, શ્રી વિપુલભાઇ કાનાબાર, શ્રી અમીતભાઇ પાડલીયા, શ્રી મનોજભાઇ, શ્રી જીજ્ઞેશભાઇ, શ્રી વિશાલભાઇ રાદડીયા સહિત આગેવાનો અને વેપારીઓ ઉપસ્‍થિત રહયાં હતા અને શુભકામનાઓ પાઠવી હતી.


શ્રી ઘનશ્‍યામભાઇ પરીખના નિધનથી અનેક સંસ્‍થાઓને મોટી ખોટ

અમરેલી,
અમરેલી શહેરનાં પ્રતિષ્ઠિત જાણીતા ધારાશાસ્‍ત્રી ઘનશ્‍યામભાઇ પરીખનું દુઃખદ અવસાન થતાં ઉંડા શોકની લાગણી પ્રસરી ગયેલછે.
અમરેલી બાર એસો.નાં અગ્રગક્કય ધારાશાસ્‍ત્રીઓ ઘનશ્‍યામભાઇની સ્‍મશાનયાત્રામાં જોડાયેલા. ઘનશ્‍યામભાઇનાં દુઃખદ નિધનથી અમરેલી શહેરનાં સજજન ઇન્‍સાન ગુમાવ્‍યાનો અહેસાસ કરતાં આઘાતની લાગણી સાથે આદરણીય વયોવૃઘ્‍ધ ધારાશાસ્‍ત્રી શ્રી વિસામણભાઇ વાળા, જશવંતભાઇ કાનાબાર, ધીરજભાઇ બગભલીયા, મનોજભાઇ ગોસાઇ બાલાભાઇ માંજરીયા, એચ.એમ.રાઠોડ, ડી.એમ.ભટ્ટ, અશ્ચિનભાઇ ગોહિલ, મુઝફર હુસેન સૈયદ, બાર એસો.નાં ભૂતપૂર્વ પ્રમુખ સંજીવ સી.મહેતા, બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતનાં અગ્રગક્કય આગેવાન બકુલભાઇ પંડયા, પ્રમુખ શ્રી એલ.એન.દેવમુરારી, મનિષ દવે, ઉદ્દયન ત્રિવેદી, જે.પી.ત્રિવેદી, ભરતભાઇ પંડયા, આર.એ.દાફડા, નિતિનભાઇ ભટ્ટ, જે.એલ.સોજીત્રા વગેરે સહિતનાં આગેવાન ધારાશાસ્‍ત્રીશ્રીઓ સ્‍મશાનયાત્રામાં જોડાયેલા. સદ્દગત શ્રી ઘનશ્‍યામભાઇ પરીખ અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા હોવાથી તેમના દુઃખદ નિધનથી વ્‍યથિત થયેલાં પ્રતિષ્ઠિત આગેવાનો જેમાં અમરેલી શહેરની તથા મુંબઇ-નાસિક-લોનવાલા ખાતેની આવેલી સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા વણિક સમાજનાં કાર્યકર્તા અને અખિલ ભારતીય વણિક સમાજનાં સેક્નેટરી સંજીવભાઇ મહેતા (વકીલ) તથા કપોળ વિદ્યોતેજક ફંડ ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી શ્રી ગજેન્‍દ્રભાઇ દેસાઇ, નૂતન કેળવણી મંડળ ટ્રસ્‍ટનાંટ્રસ્‍ટી શ્રી મહેન્‍દ્રભાઇ શામળદાસભાઇ સંઘવી, અમરેલી કપોળ મહાજનનાં પ્રમુખ શ્રી રાજુભાઇ મહેતા, મહેન્‍દ્રભાઇ મહેતા, શ્રીજીસ્‍ટીલવાળા મુકુંદભાઇ, ડો.એન.એન.દેસાઇ, ઇન્‍દ્રજીત દેસાઇ, તેજસ દેસાઇ, બીપીનભાઇ ગાંધી (દવાવાળા), સમસ્‍ત વણિક સમાજનાં આગેવાન ડો.બી.એન.મહેતા તથા રૂપાયતન સંસ્‍થાનાં અગ્રગક્કય શ્રી કિશોરભાઇ મહેતા દ્વારા શ્રી ઘનશ્‍યામભાઇને હ્ય્‌દયપૂર્વક શ્રઘ્‍ધાંજલિ આપવામાં આવેલ હતી.


ધારી તાલુકામાં નિઃસ્‍વાર્થ સેવા કરતી સંસ્‍થા બજરંગગ્રુપ

ધારી,
ધારી શહેર અને આજુબાજુનાં 70 ગામડાઓમાં પોતાની શાખા ધરાવતી ધારી તાલુકાની સંસ્‍થા બજરંગગ્રુપ છેલ્‍લા 25 વર્ષથી નિઃસ્‍વાર્થ પણે કોઇપણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બજરંગગ્રુપ દ્વારાસેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ સંસ્‍થાની મોટાભાગનાં ગામડાઓમાં શાખાઓ કાર્યરત છે જે શાખાઓ પોતાના ગામમાં સેવાનાં કાર્યો કરે છે અને સાથોસાથ ગામનાં વિકાસના કાર્યોમાં પણ સહભાગી થાય છે.
તાલુકામાં બજરંગગ્રુપ સંસ્‍થાના 8 હજાર ઉપરાંતના સક્નીય સભ્‍યો છે બજરંગગ્રુપ ધારી ગામનાં રાહતદરે હોસ્‍પિટલ, મ્‍લડબેન્‍ક, એમ્‍મ્‍યુલન્‍સ, સબવાહિની તેમજ નેત્રયજ્ઞ માટે મીનીબસ, ટીફીનસેવા, દર મહિને વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ, મ્‍લડડોનેશન કેમ્‍પ, તહેવારોમાં જનતા તાવડો અને દર્દીઓને જરૂરીયાત માટે ઓટોમેટિક પલંગ, ઓકિસજન બોટલ, ઉભુ સંડાસ, હોકર, હવા વાળુ ગાદલું જેવી જરૂરીયાતવાળી વસ્‍તુઓ જરૂર મુજબ વિનામૂલ્‍યે આપવામાં આવે છે.
બજરંગગ્રુપ દ્વારા ધારી ગામમાં લોકફાળો કરીને સ્‍મશાન બનાવવામાં આવેલ છે તેમજ રાહતદરે હોસ્‍પિટલ ચલાવવામાં આવે છે ત્‍યાં ટૂંક સમયમાં ડાયાલીસીસ અને રાહતદરે ડિલિવરી શરૂ કરવામાં આવશે. ગ્રુપ દ્વારા રાહતદરે એમ્‍મ્‍યુલન્‍સ, સબવાહિની દર મહિને વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ તેમને લઇ જવા માટે બસની સુવિધા પણ આપવામાં આવે છે. બજરંગગ્રુપ ધારી અને આજુબાજુના વિસ્‍તારમાં લોકોને સેવાકીય પ્રવૃતિ માટે આર્શિવાદરૂપ કામગીરી કરી રહયું છે


અમરેલી શહેર કોંગ્રેસના પ્રમુખ લલીત ઠુંમ્‍મરનો આજે જન્‍મદિન

અમરેલી,અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ અને માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ તથા અમરેલી જીલ્‍લા ડાયમંડ એસોસીએશનના પ્રમુખ શ્રી લલીતભાઇ ઠુંમ્‍મરનો આજે જન્‍મદિવસ છે. શ્રી લલીતભાઇ ઠુંમ્‍મરે 42 વર્ષ પુરા કરી 43 વર્ષમાં પ્રવેશ કર્યો છે તે નિમિતે વિવિધ આગેવાનો સગાસ્‍નેહીઓ તથા સ્‍નેહીઓ અને મિત્રવર્તુળ દ્વારા મોઃ 94262 32032 ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે. શ્રી લલીતભાઇ ઠુંમ્‍મર સેવા કાર્યો સાથે જન્‍મદિન ઉજવી લોકોના પ્રેરક બન્‍યાં છે.


અમરેલીના અશ્‍વિનભાઇ પરીખ વિઠ્ઠલા ફિલ્‍મમાં દેખાશે

અમરેલી,અમરેલીનાં ડો.કે.વી.પરીખના પુત્ર અને જેમનો અંતરંગ વર્તુળ અમરેલીના સુનીલ દત તથા રાજા જેવા નામે ઓળખે છે તેવા શ્રી અશ્‍વિનભાઇ પરીખ હાલ વડોદરા વસે છે અને તે મોડેર્લીંગ તથા હિન્‍દી અને ગુજરાતી ફિલ્‍મોમાં કામ કરે છે. તેઓ 16 મી ફેબ્રુઆરીએ રિલિઝ થનારી ફિલ્‍મ વિઠ્ઠલામાં દેખાશે.ભૂતકાળમાં સુપરસ્‍ટાર અમિતાભ બચ્‍ચન સાથે ફિલ્‍મ કાલ ચક્નમાં પાંચ મિનિટ માટે કામ કરી ચૂકેલાં શ્રી અશ્‍વિનભાઇ પરીખ સાંસદ અને પટેલ સમાજના દિગ્‍ગજ આગેવાન શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા ઉપરથી બનતી ફિલ્‍મ વિઠ્ઠલામાં શંકરસિંહ વાઘેલાનાં રોલમાં છે. અમરેલીના ગૌરવ એવા શ્રી અશ્‍વિનભાઇ હોલીવુડની શોર્ટ ફિલ્‍મ તથા એડમાં પણ કામ કરી ચૂકયા છે.


બગસરા દરબાર શ્રી મેરામવાળા ભાયાવાળાનું દુઃખદ નિધન

અમરેલી,ચલાલાના વિશાળ પરમાર પરિવારનાં મોભી દુદાભાઇ દેવજીભાઇ પરમાર ઉ.વ.74 નું દુઃખદ અવસાન થતા પરમાર પરિવારમાં મોભીની વિદાયથી ઘેરોશોક વ્‍યાપી ગયો છે અને સાથે-સાથે પરમાર પરિવારના વિશાળ મિત્રવર્તુળમાં પણ શોકની લાગણી ફરી વળી છે હજુ એક મહિના પહેલા જ આ પરિવારના જુવાનજોધ દિકરાએ અકાળે વિદાય લીધી હતી ત્‍યાં બીજા બનાવે શોક ફેલાવ્‍યો હતો. શ્રી દુદાભાઇ અમરેલી શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા શ્રી પી.ડી.પરમારના વડીલબંધુ થતા હતાં.


અમરેલીમાં વ્‍હોરા બિરાદરોની આસ્‍થાના પ્રતિકસમા મોલાઇ જાફરજી જીવાજી સાહેબની દરગાહે ઉર્ષ શરીફની ઉજવણી

અમરેલી,
અમરેલીમાં વ્‍હોરા બિરાદરો દ્વારા જેસીંગપરામાં આવેલ દાઉદ્દી વ્‍હોરા કોમની સમગ્ર ગુજરાતમાં આશા ધરાવતી મોલાઇ જાફરજી જીવાજી સાહેબની 229 મી ઉર્ષનો આજે તા.07/02 બુધવારના રાત અને 08/02 ગુરૂવારના ઉર્ષનો દિવસ છે. હિન્‍દુ-મુસ્‍લિમ બિરાદરો આસ્‍થા ધરાવે છે તેમજ જેસીંગપરા વિસ્‍તારના રહેવાસીઓ તેમજ દરગાહ આસપાસના વેપારીઓ આ ઉર્ષના પ્રસંગમાં સહકાર આપી કોમી એક્‍તાનું ઉત્‍કૃષ્‍ટ ઉદાહરણ દર વર્ષે પુરૂ પાડે છે. વ્‍હોરા કોમના બહારગામથી આવતા શ્રઘ્‍ધાળુઓને રહેવા માટે જેસીંગપરા પટેલવાડીમાં સગવડતા કરી આપવામાં આવેલ છે. વ્‍હોરા બિરાદરો ઉર્ષ પ્રસંગે અમરેલી શહેર તેમજ જિલ્લાના ગામોમાં વસતા તેમજ સૌરાષ્‍ટ્ર ગુજરાતભરમાંથી ઉર્ષ પ્રસંગે અમરેલી આવે છે જયારે મુંબઇ-દુબઇ સહિતના વ્‍હોરા બિરાદરો મજલીસ કરી ન્‍યાઝ કરવામાં આવે છે. આ રીતે આ ઉર્ષ દરેક જગ્‍યાએ ઉજવવામાં આવે છે સમગ્ર વ્‍યવસ્‍થા સંચાલન અમરેલીના જનાબ આમીલ સાહેબ તેમજ દરગાહના મેનેજર તેમજ અમરેલીની જુદી-જુદી કમીટીઓ ઉર્ષ પ્રસંગે સંપૂર્ણ વ્‍યવસ્‍થાનું સંચાલન કરે છે અને શાંતિપૂર્ણ તેમજ કોમી એકલાસના વાતાવરણમાં આ ઉર્ષનીઉજવણી કરવામાં આવે છે.


સફાઈ કર્મચારીઓના પ્રશ્‍નોનુ નિવારણ થાય અને તેમના કલ્‍યાણ માટે કાર્ય કરવા સકારાત્‍મક અભીગમ અપનાવીએ : શ્રી મનહરભાઈ ઝાલા

અમરેલી,
રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન શ્રી મનહરભાઇ ઝાલાના અઘ્‍યલક્ષસ્‍થાાને અમરેલી ખાતે બેઠક યોજાઇ હતી.
રાષ્ટ્રી ય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન શ્રી મનહરભાઇ ઝાલાએ જણાવ્‍યું હતુ કે, સમગ્ર સમાજના સ્‍વાયસ્‍થ્‍ય્‌ માટે સફાઇ કામદારની ભૂમિકા મહત્‍વીની છે. સ્‍વરચ્‍છલ ભારતના સ્‍વાપ્‍નસને સાકાર કરવા સતત કાર્યશીલ રહેતા સફાઇ કામદારની સેવા ખરેખર સમાજના રક્ષક તરીકેની જોવા મળે છે. આપણે સૌ પણ તેની કદરરૂપે સફાઇ કામદારને મળતી સવલતો પૂરી પાડવા કટિબઘ્‍ધ થઇએ તે આવશ્‍યક છે.તેમણે સફાઇ કર્મચારીઓના પ્રશ્નોનું નિવારણ થાય અને તેમના કલ્‍યાકણ માટે કાર્ય કરવા સકારાત્‍મઓક અભિગમ અપનાવવા સૂચના આપી હતી. સફાઇ કર્મચારીઓને યોગ્‍ય અને પૂરતુ નિયમોનુસારનું વેતન મળી રહે તે માટે તમામ સંબંધિતોને જોવા અપીલ કરી હતી. શ્રી ઝાલાએ, ભૂગર્ભ ગટરની સફાઇ માટે કાર્ય કરતા સફાઇ કર્મચારીઓને મળતી વિશેષ સહાય, વિમો, વારસદારોને સહાય, સાધન-સહાય, સફાઇના સાધનો, ગણવેશ સહિતની વિગતો આપી હતી.કલેકટરશ્રી સંજય અમરાણીએ, પ્રો-એક્‍ટિવ બની સફાઇ કર્મચારી સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરવા સૂચના આપી હતી.આરોગ્‍ય, આવાસ, શિક્ષણ સહિતની બાબતોમાં મળતી યોજનાકીય સહાયનો લાભ મળી રહે તેવું આયોજન કરવા પર ભાર મૂકયો હતો. તેમણે બેઠકની શરૂઆતમાં શાબ્‍દિનક સ્‍વાઆગત કર્યુ હતુ. બેઠકમાં જિલ્લાય વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા્‌ પોલીસ અધિકારીશ્રી જગદીશ પટેલ, નાયબ જિલ્લાન વિકાસ અધિકારીશ્રી માંકડ, જિલ્લાર આયોજન અધિકારીશ્રી ટોપરાણી, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેરશ્રી રાઠોડ, પીજીવીસીએલ ઇજનેરશ્રી ભઢ્ઢ, જિલ્લાઅ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જાદવ, પ્રાંત અધિકારીશ્રી સતાણી, સિવિલ સર્જનશ્રી રાઠોડ, મામલતદારશ્રી જાદવ, શ્રી અરવિંદભાઇ સીતાપરા તેમજ સફાઇ કર્મચારીઓના પ્રતિનિધીશ્રીઓ સહિતના ઉપસ્‍થિીત રભ હતા. બેઠકની શરૂઆતમાં અમરેલી જિલ્લાાના અધિકારી-કર્મચારીઓનો પરિચય કરવામાં આવેલ.


08-02-2018