Main Menu

Tuesday, February 13th, 2018

 

અમરેલી એલ.સી.બી.એ ધઉં-ચોખાનો શંકાસ્‍પદ જથ્થો ઝડપી લીધો

સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતાં જાહેર વિતરણ વ્યવસ્‍થાના રાહત દરના અનાજનું કાળાબજાર થતું હોવાની શંકા આધારે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.જગદીશ પટેલ દ્વારા આ અંગે તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા જરૂરી સુચના આપી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય, જે અનુસંધાને ગઇ કાલ તા.૧૨/૦૨/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી.ટીમ સાવરકુંડલા ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમીરાહે હકિકત મળેલ બે ઇસમો અતુલ રીક્ષા નંબર.જીજે.૨૩ વી.૩૮૬૪ માં આવશ્યક ચીજવસ્‍તુના ચોખા ભરી સાવરકુંડલા મહુવા રોડ ઉપર આવેલ ફાટક તરફ જઇ રહેલ છે.જે બાતમી આધારે તપાસ કરતા બાતમીવાળી રીક્ષા સાથે બે ઇસમો મળી આવતા જેમાં ચાલક ઇમરાન ઉર્ફે નનકો જીભાઇ જાદવ રહે.સાવરકુંડલા નુરાનીનગર વાળો તથા તેની સાથેના બીજો ઇસમ આસીફભાઇ અંજુમભાઇ બીલખીયા, રહે. સાવરકુંડલા,સાધના સોસાયટી વાળા હોય,જેઓના કબ્જાની રીક્ષામાંથી ૫૦-૫૦ કિલોના ૧૮ કટા ચોખા ભરેલ મળી આવેલ,જે કટા ઉપર અંગ્રેજીમાં ગવર્મેન્‍ટ ઓફ પંજાબ લખેલ આવશ્યક ચીજવસ્‍તુના ચોખાના કટ્ટા જેવા હોય.જે બંને ઇસમોની આ ચોખાના જથ્‍થા બાબતે પુછપરછ કરતા આવો જ બીજો જથ્‍થો સાવરકુંડલા મહુવા રોડ ફાટક પાસે આવેલ ગ્રીન ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝ ના દરવાજા પાસે રાખેલ હોવાનું જણાવતા જે ગ્રીન ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝના દરવાજા પાસેથી ઉપરોકત મળી આવેલ જથ્‍થા સિવાયના બીજા ચોખા ભરેલ ૫૦-૫૦ કિલોના ક્ટ્ટા નંગ.૩૬ તથા ઘઉં ભરેલ ૫૦-૫૦ કિલોના કટ્ટા નંગ.૨૬ મળી આવેલ.જે મળી આવેલ તમામ ધઉં તથા ચોખાના જથ્‍થા બાબતે બંને ઇસમોની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન મળતાં આ મળી આવેલ શંકાસ્‍પદ ઘંઉ તથા ચોખાના જથ્થાની કુલ કિં.રૂ.૮૦,૦૦૦/- ના ગણી તથા અતુલ રીક્ષાની કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ શકપડતી મિલ્‍કત તરીકે કબ્જે કરી પકડાયેલ બંને ઇસમોને અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાફના અબ્દુલભાઇ સમા, પ્રફુલ્‍લભાઇ જાની, સંજયભાઇ પદમાણી, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઇ ડેર, ગોવિંદભાઇ પરમાર, વિજયભાઇ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, સુરેશભાઇ ખુમાણ, જાવેદભાઇ ચૌહાણ, કિશનભાઇ હડગરા, ઉમેદભાઇ મહેતા, રાણાભાઇ વરૂ, ભાવેશભાઇ બોરીસાગર, મધુભાઇ પોપટ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, મયુરભાઇ માંગરોળીયા, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ. એ કરેલ છે.


13-02-2018

 

પીડીએફ ડાઉન્લોઅડ કરવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો