Main Menu

Wednesday, February 14th, 2018

 

સાવરકુંડલા

સાવરકુંડલા નિવાસી કિશોરભાઈ શંભુભાઈ ગાજીપરા ઉ.વ.- 48 નું તારીખ.- 13/0ર ને મંગળવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે અરવિંદભાઈ તથા જયસુખભાઈ ના ભાઈ અને અનિલભાઈ ગાજીપરા ના પિતાશ્રી થાય છે. તેમનું બેસણું તારીખ.- 1પ/0ર ને ગુરૂવાર ના રોજ તેમના નિવાસસ્‍થાને આનંદપાર્ક સોસા. હાથસની રોડ ખાતે રાખેલ છે.


સાવરકુંડલા

સાવરકુંડલા નિવાસી રળિયાતબેન પોપટભાઈ લાડવા ઉ.વ.-104 નું તારીખ.- 13/0ર ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે સ્‍વ. ડુંગશીભાઈ, સ્‍વ. દામજીભાઈ, પરષોત્તમભાઈ, મગનભાઈ, મનસુખભાઈ (જી.ઈ. બી.) ના માતૃશ્રી થાય છે. તેમનું બેસણું તારીખ.- 1પ/0ર ને ગુરૂવાર ના રોજ તેમના નિવાસસ્‍થાન બારશેરી સાવરકુંડલા ખાતે રાખેલ છે.


બગસરા

બગસરા તાલુકાના કડાયા ગામના વતની સાધુશ્રી કાનદાસ આત્‍મારામ દાણીધારીયા તથા વિશ્‍ણુ દાસભાઇના માતૃશ્રી તેમજ વિજયભાઇ રવિદાસ તથા રાજેન્‍દ્રદાસ તથા કેવલના દાદીમાં શાંતામાં ઉ.વ.101 નું તા.13/2 ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે તેમની સમાધિપુજન તા.1પ-2 ને ગુરૂવારના રોજ સાંજના પ કલાકે કડાયા મુકામે રાખેલ છે.


અમરેલી

સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહમણ મુળ કોટડાપીઠા હાલ અમરેલી અ.સૌ.રસિલાબેન ભરતકુમાર મહેતા ઉ.વ.61 જે મહાદેવ(અનિરૂદ્ર),સાગર તથા ધનીબેન નાં માતૃશ્રી ચંદુભાઇ,દિલીપભાઇ,રવિભાઇ,ઉમાબેનના ભાભીનું તા.12-2-18 સોમવારના અવસાન થયેલ છે તેમનું બેસણુ તા.15-2-2018 ગુરૂવારે સાંજે 4 થી 6 ‘ગરણેશ્‍વર કૃપા’ ઇન્‍દ્રવિહાર-2,મ્‍લોક-11,જલારામ નગર સામે અમરેલી મ્રુકામે તેમજ કોટડાપીઠા નિવાસ સ્‍થાને શનિવારે 17-2-2018 4 થી થ કલાકે રાખેલ છે.


અમરેલી ડાયનેમીક ગ્રુપ અને ઓક્સફર્ડ સાયન્સ સ્કૂલ દ્વારા વૃધ્ધા આશ્રમ માં વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી જાણીતા ઉદ્ધોષક હરેશભાઇ બાવીશી ની પ્રેરણાત્મક પહેલ

અમરેલી દીકરા નું ધર વાત્સલ્ય મૂર્તિ વડીલો વચ્ચે વેલેન્ટાઈન ડે ઉજવતા ડાયનેમીક ગ્રુપ અને ઓક્સફર્ડ સાયન્સ સ્કૂલ અમરેલી દ્વારા ના જાણીતા ઉદ્ધોષક હરેશભાઇ બાવીશી અને ખોડલધામ કાગવડ ના ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા ની અનોખી પહેલ વિદ્યાર્થી ઓ દ્વારા વૃદ્ધો ને ગુલાબ નું પુષ્પ અર્પી ઉજવાયો વેલેન્ટાઈન ડે


યુવક સહકારી શિક્ષણ વર્ગનું ઉદઘાટન કરતા ગુજકોમાસોલના ચેરમેનશ્રી માન.દિલીપભાઈ સંઘાણી

ગુજરાત રાજય સહકારી સંઘ અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્‍વયે અમરેલી જીલ્‍લા સહકારી સંઘ અમરેલીના ઉપક્રમે 6 દિવસીય યુવક સહકારી શિક્ષણ વર્ગનું ઉદઘાટન ઓમકાર વિધાલય અમરેલી ખાતે ગુજકોમાસોલના ચેરમેનશ્રી માન.દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્‍તે સંપન્‍ન થયેલ છે.

આ પ્રસંગે પ્રાસોંગિચિત અઘ્‍યક્ષ સ્‍થાનેથી વકતવ્‍ય આપતા શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવેલ કે, સહકારી પ્રવૃતિ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલ છે અને વિધાર્થીઓ આવા કાર્યક્રમોમાં ભાગીદાર થઈ આ અંગેની વિસ્‍તૃત માહિતી અને જ્ઞાન મેળવી શકે છે. રાજય સંઘ દ્વારા ચલાવતા વિવિધ રોજગારલક્ષી ડીપ્‍લોમા કોર્સીસ કર્યા બાદ ભવિષ્‍યમાં આ ક્ષેત્રમાં યુવાનો માટે રોજગારીની પણ વિપુલ તકો રહેલી છે. આ પ્રસંગે સંઘાણી સાહેબે જીલ્‍લા મઘ્‍યસ્‍થ બેંક અમરેલી, અમર ડેરી તેમજ અમુલ ડેરી આણંદ વિશે પોતાના ભુતકાળના સંસ્‍મરણો યાદ કર્યા હતા.

આ કાર્યક્રમમાં અમરેલી જીલ્‍લા સહકારી સંઘના માનદ મંત્રી શ્રી કનુભાઈ પટોળીયા, ડીરેકટરોશ્રી બાબુભાઈ હિરપરા, ધીરૂભાઈ વાળા, ભાવનાબેન ગોંડલીયા વિગેરે અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. ઓમકાર વિધાલયના ટ્રસ્‍ટીશ્રી ઘનશ્‍યામભાઈ ઢોલરીયા તેમજ જગદીશભાઈ ઢોલરીયા પણઆ પ્રસંગે હાજર હતા. આ તાલીમ કાર્યક્રમમાં શાળાના ઉચ્‍ચતર માઘ્‍યમિક વિભાગના વિધાર્થીઓએ મોટી સંખ્‍યામાં લાભ મેળવેલ. આ કાર્યક્રમનું સફળ એન્‍કરીંગ શાળાના અઘ્‍યાપક વિશાલ પડસાળા કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા અઘ્‍યાપ કોશ્રી વિપુલભાઈ બાલધા, મુકેશભાઈ વઘાસીયાએ ખુબ જહેમત ઉઠાવેલ છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન-સંચાલન અમરેલી જીલ્‍લા સહકારી સંઘના સી.ઈ.આઈ. શ્રી સંદિપભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ છે. અંતે કાર્યક્રમની આભારવિધિ અઘ્‍યાપક યુનીસભાઈ ચૌહાણે કરેલ હતી.

 


અમરેલી માર્કેટયાર્ડમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાશે

અમરેલી,અમરેલી ખેતીવાડ ઉત્‍પન્‍ન બજાર સમિતિ દ્વારા નવા માર્કેટયાર્ડમાં શ્રી હનુમાનજી મહારાજ, રાધાકૃષ્‍ણ, ગણપતિ મહારાજની ભવ્‍ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ તા.૧૭ અને ૧૮ ફેબ્રુઆરીના રોજ યોજાશે જેમાં તા.૧૭ શનિવારે સવારે ૭:૩૦ થી હેમાદ્રી, જલયાત્રા, નગરયાત્રા, ગણપતિપૂજન, મૂર્તિપ્રવેશ, સાંયમ પૂજન અને બીજા દિવસે તા.૧૮-૨-૧૮ ના રોજ રવિવારે પ્રાતાહપૂજન, મૂર્તિપ્રાણપ્રતિષ્ઠા, ધજાપૂજન, પૂર્ણાહૂતિ અને મહાપ્રસાદ કાર્યક્નમ યોજાશે. આ કાર્યક્નમમાં સહકારી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ખેડૂતો ઉમટી પડશે. સરદાર પટેલ માર્કેટયાર્ડ અમરેલી ખાતે કાર્યક્નમમાં ધીરૂભાઇ ગઢીયા, કૌશિકભાઇ વેકરીયા, વિનુભાઇ નાકરાણી, શૈલેષભાઇ સંઘાણી, શંભુભાઇ દેસાઇ, ચતુરભાઇ ખુંટ, રમેશભાઇ કોટડીયા, મોહનભાઇ નાકરાણી, જયેશભાઇ નાકરાણી, ભુપતભાઇ મેતલીયા, પ્રવિણભાઇ રાણપરીયા, ગીરીશભાઇ ગઢીયા, પ્રકાશભાઇ કાબરીયા સહિત ડિરેકટરો દ્વારા ચેરમેન શ્રી પી.પી.સોજીત્રાના માર્ગદર્શન નીચે તૈયારીઓ થઇ રહી છે. કાર્યક્નમનો લાભ લેવા માર્કેટયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા વાઇસ ચેરમેન કાળુભાઇ ભંડેરી અને સેક્નેટરીપરેશભાઇ પંડયાએ જણાવ્‍યું છે. યજ્ઞના આચાર્ય પદે શાસ્‍ત્રી ચંદ્રેશભાઇ જોષી સેવા આપશે.


પંચાંગ

આવતીકાલે વહેલી સવારે બુધમહારાજે કુંભરાશિમાં પ્રવેશ કરી રહયા છે, વળી દર્શ અમાસ છે અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ આવી રહયું છે, પંદર દિવસમાં થતા બે ગ્રહણોને કારણે દેશ અને દુનિયામાં આપણે અનેક દુઘર્ટનાઓ જોઇ રહયા છીએ. રશિયાથી લઇને કેલીફોર્નિયામાં પ્‍લેન દુઘર્ટનાઓ બની છે. તો કેરલના કોચિન શીપયાર્ડમાં પણ દુઘર્ટના બની છે, આ ઉપરાંત દેશ દુનિયામાં અકસ્‍માતો તથા દુઘર્ટનાની હારમાળા જોવા મળે છે વળી આ બે ગ્રહણ વચ્‍ચેના સમયમાં સરહદ પર સતત તંગદીલી અને એક પછી એક આતંકી ઘટના જોવા મળે છે. આવતીકાલે ગ્રહણપૂર્વ થાય અને બુધ-કેતુની યુતિ છુટ્ટી પડે પછી થોડી રાહત મળી શકે છે.


વરસડામાં કેન્‍દ્રિય મંત્રીશ્રી રૂપાલાની ઉપસ્‍થિતિમાં ત્રીવીધ કાર્યક્મ

અમરેલી,
અમરેલી તાલુકાના વરસડા મુકામે સ્‍વતંત્ર સેનાની સ્‍વ.હાથીબાપુ સેવા ટ્રસ્‍ટ દ્વારા પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમની દિવાલનું ભૂમિપૂજન, લોકભાગીદારીથી ગૌશાળાનો પ્રારંભ, મહાનુભાવોનું સન્‍માન સહિત ત્રિવિધ કાર્યક્નમ આજે મહાશિવરાત્રીના પર્વે બપોરના ત્રણ કલાકે યોજાયો હતો. આ પ્રસંગે સમારંભના અઘ્‍યક્ષ સ્‍થાને કૃષિરાજય કેન્‍દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ્દ હસ્‍તે પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમની દિવાલનું ભૂમિપૂજન કરવામાં આવેલ. તેમજ લોકભાગીદારીથી ગૌશાળાનો પ્રારંભ કરવામાં આવેલ. ભૂમિપૂજન કેન્‍દ્રીય રાજયકક્ષાના મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ્દ હસ્‍તે કરવામાં આવેલ આ પ્રસંગે નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, અમરડેરીના ચેરમેન અશ્ચિનભાઇ સાવલીયા, શ્રીજીવિદ્યાર્થી ભુવનના દિપકભાઇ વઘાસીયા, જયેશભાઇ ટાંક, વિપુલભાઇ ભટ્ટી આર્શિવચન દાનબાપુનું દેવળ પાડરશીંગના મહંત પૂ.જ્ઞાનશ્રીમાતાજી, ખારાવાળા ખોડીયારના પૂ.રાજબાઇમાં, પૂ.સોનલમાંએ આર્શિવચન પાઠવેલ. આ પ્રસંગે બાલકૃષ્‍ણ દુર્ગાશંકર પંડિત, રામભાઇ છાત્રોલા, ગંભીરભાઇ વાળા, હરપાલભાઇ ધાધલ સહિતનું મહાનુભાવોના વરદ્દ હસ્‍તે સન્‍માન કરવામાં આવેલ. આ પ્રસંગે દિલીપભાઇસંઘાણીએ જણાવ્‍યું હતું કે, શિવરાત્રીના પવિત્ર દિવસે શ્રી રૂપાલા સાહેબની ગ્રાંન્‍ટમાંથી આ કેમ્‍પસ ગાયોની સુરક્ષા માટે બનવાનું છે. ધર્મ સંસ્‍કૃતિમાં ગાયમાતાનું જે મહત્‍વ છે તે જાળવી રાખવા ભોળાનાથ આપણને સમજણ શક્‍તિ અર્પે સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્‍યું હતું કે, શ્રી રૂપાલા સાહેબે ગ્રાંન્‍ટ આપી અને તેના હાથે જ ભૂમિપૂજન થાય તે સારી વાત છે દેશ અને રાજય માટે નભૂતો નભવિષ્‍યતિ જેવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ગામડું સુખી અને સમૃઘ્‍ધ બને તેવા પ્રયાસો કરી રહયા છે. આ પ્રસંગે શ્રી પરશોતમભાઇ રૂપાલાએ જણાવેલ કે, સૌને શિવરાત્રીના જાજાથી મહાદેવ મુરમ્‍બી હાથીબાપુને યાદ કરી સંકળાયેલા ટ્રસ્‍ટની શરૂઆત હું ગ્રાંન્‍ટ ફાળવું છું પણ મેં ફાળવેલ ગ્રાંન્‍ટના ઉદ્દઘાટનમાં જતો નથી અમરેલી તાલુકાની રાજનિતિમાં પૂ.હાથીબાપુનું મોટું યોગદાન છે ખાસ કરીને અમરેલીના યાર્ડના વિકાસમાં તેમનું મહત્‍વનું યોગદાન રહયું છે આ પ્રિય વડીલોનું સંસ્‍થાન છે. આ પવિત્ર ઠેકાણે બધાનો આવરો-જાવરો હતો. આમાં શું થાય બુગીંયાના જ ઘા વાગ્‍યા કરે જનતાનું ઘ્‍યાન નથી અને સરકારમાંથી અમારૂં ઘ્‍યાન નથી. દેશના વડાપ્રધાનશ્રી દ્વારા દેશની પ0 ટકા જનતાને મેડિકલ ક્ષેત્રે પાંચ લાખનો ખર્ચ સુધી લોકોને આવરી લઇને આરોગ્‍ય ક્ષેત્રે સહાયમળશે સારી બાબત માટે સરકાર પ્રયાસ કરે જ છે. પડતર માલની કિંમત ખેડૂતોની સરકાર નક્કી કરતી હતી હવે નિર્ણય કરી સરકારે પડતર કિંમત 100 હશે તો ટેકાનો 1પ0 નો ભાવ છેલ્‍લામાં છેલ્‍લા ખેડૂતને તેનો લાભ મળે તે માટેનું માળખું રચાશે જેમને હક્ક અને જરૂર છે તેનો તળપદુ આઇડિયા હોય તો મને કહેજો. દેશમાં રાજયોના જે કામ થઇ રહયા છે તે ભૂલી નોટબંધી જોડાય જાય છે. આ બધું ઢાળમાં ચાલ્‍યું જાય છે આ જથ્‍થો બહાર નીકળતો ન હતો અને રૂમમાં સંઘરાયેલો હતો જેથી સરકારે નોટબંધીનો નિર્ણય કરેલ. મેલા કેટલાંક એવા હોય કે તે થાપાની દેવીને બદલે મેલિદેવી જ જોઇએ. ગ્રામ્‍ય તાલુકા કક્ષાના કાર્યકર્તાની કામ કરવાની પઘ્‍ધતિ થોડી નબળી છે તે બાબતે ઋચિ દાખવવી પડશે. ગામડામાં બહેનો દિકરીઓ રસોડામાં ધુમાડા ખાતી હતી તેવા ગરીબ લોકો સુધી સરકારે ગેસ કનેકશનો પહોંચાડી આર્શિવાદ મેળવેલ છે. આજે બ્રાઝિલ ગીર ગાયના કારણે તેનું અર્થતંત્ર સઘ્‍ધર બન્‍યું છે આપણે પણ ગૌશાળા બનાવવી છે તેમાંથી ગૌમુત્ર એકત્રીત કરવા પ્‍લાનીંગ કરજો અને જેમાંથી સઘ્‍ધરતા મળશે તેમ શ્રી રૂપાલાએ જણાવ્‍યું હતું.


14-02-2018


error: Content is protected !!