Main Menu

Thursday, February 15th, 2018

 

અમરેલી

અમારા પૂ.પિતાશ્રી રતિદાસ મોહનદાસ ટીલાવત ઉ.વ.88 મહાવદ અમાસ તા.15/2 ના ગુરૂવારનાં રોજ સાકેતવાસી થયેલ છે. તેમનું બેસણુ ં તા. 17/2 ને શનિવારના રોજ અમારા નિવાસસ્‍થાને મારૂતિપૂજા 107 બ્રાહ્મણ સોસાયટી સ્‍વામિનારાયણ નગર-1, રામેશ્ચર મહાદેવની બાજુમાં અમરેલી ખાતે સવારના 9 કલાકથી સાંજના 6 સુધી રાખેલ છે.


અમરેલી જિલ્લાની વર્તમાન માહિતી

અમરેલી જિલ્લાના કુલ ગામ – 618 ગામ
અમરેલી જિલ્લાની સરફેસ સડક 1106 કિલોમીટર
અમરેલી જિલ્લાનો સ્‍ટેટ હાઇવે 3114 કિલોમીટર
અમરેલી જિલ્લામાં કાચી સડક 338 કિલોમીટર (43 ગામડા)
અમરેલી જિલ્લામાં તમામ 618 ગામોમાં એસ.ટી. સેવા
અમરેલી જિલ્લામાં 357 ગામમાં પોસ્‍ટઓફિસ
અમરેલી જિલ્લાની વસતી 15 લાખ 14 હજાર 190 (2011)
અમરેલી જિલ્લામાં 11 શહેરો, 620 ગામો
અમરેલી જિલ્લામાં 618 ગ્રામપંચાયતો
અમરેલી જિલ્લામાં 657139 મેનવર્કર
અમરેલી જિલ્લામાં150452 ખેતમજૂરો
અમરેલી જિલ્લામા 739202 હેકટર જમીન કુલ
અમરેલી જિલ્લામા 557237 હેકટર ખેતી માટે
અમરેલી જિલ્લામા 42991 હેકટર ફોરેસ્‍ટ હેઠળ
અમરેલી જિલ્લામા 35956 રેવન્‍યુ (ફોરેસ્‍ટ)
અમરેલી જિલ્લામા 1127555 ગ્રામીણ વસ્‍તી
અમરેલી જિલ્લામા 386635 શહેરી વસ્‍તી
અમરેલી જિલ્લામા 1119 માઇન્‍સકવોરી
અમરેલી જિલ્લામા 4886 ગૃહઉદ્યોગો
અમરેલી જિલ્લામા 65843 ઉદ્યોગો
અમરેલી જિલ્લામા 78092 નાના સીમાંત કામદારો
અમરેલી જિલ્લામા 115007 હેકટર જમીનમાં પિયત
અમરેલી જિલ્લામા 109 કિલોમીટર કેનાલ
અમરેલી જિલ્લામા 54096 કુવા
અમરેલી જિલ્લામા 18620 અન્‍યસ્‍ત્રોત્ર પાણીના


અમરેલીના નાગનાથ મંદિરમાં આજે પણ પથરાય છે નાગદાદાનો ઢોલીયો નાગનાથ મંદિરથી ઉગમણી દિશામાં રાજમહેલ પાછળ છે

અમરેલી શહેરમાં શહેરીજનોનું આસ્‍થાનું કેન્‍દ્ર નાગનાથ મહાદેવ છે વિક્નમ સવંત 1869 એટલે ઇ.સ.1812/13માં મહાસુદી છઠ્ઠ બુ”વાર ર્કકના બ્રહશપતિ કુંભના ચંદ્રમાં પરિઘયોગ સતભિષાનક્ષત્ર અને કૌરવકરણયુક્‍ત મિનલગ્‍નમાં નાગનાથ મહાદેવના મંદિરનો પાયો
નખાયો હતો અને સવંત 1873 એટલે કે ચારેક વર્ષ બાદ વૈશાખ સુદ 12ને સોમવારે હસ્‍તનક્ષત્ર તથા શુભ બાલવ કર્ણ અને હર્ષલયોગમાં પારવતીજી, નંદીનાથ, કાચબો, ગણપતિ અને કિલ્‍લાની પ્રતિષ્ઠા સોનાના કળશથી શ્રી વિઠ્ઠલરાવ દેવાજી દિવાને કરાવી હતી અંદાજીત 60 હજાર રૂપિયાના ખર્ચે એ સમયે બનેલા નાગનાથ મહાદેવ મંદિરના ખર્ચ માટે રંગપુર અને ‘‘ારીનું રાવળગાવ ગામ અપાયું હતું આ વિગત તો નાગનાથ મંદિરમાં મુકવામાં આવેલા શીલાલેખમાં છે પરંતુ આજથી 205 વર્ષ પહેલા અમરેલીમાં ગાયકવાડ સરકારના દિવાનગી
વિઠ્ઠલરાવે સ્‍વયંભુ પ્રગટ નાગનાથ મહાદેવનું મંદિર બનાવ્‍યું ત્‍યારથી આજ સુ”ી નાગનાથ મહાદેવના મંદિરે એક શ્રઘ્‍”ેય પરંપરા આજે પણ ચાલુ છે જેની બહુ ઓછા લોકોને જાણ છે. જે રાત્રે શયન વખતે અને સવારે મંદિર ખુલે ત્‍યારે દર્શને જાય તેટલા જ લોકોને આ પરંપરાની જાણ છે અને એ છે અમરેલીના નાગનાથ મંદિરમાં આજે પણ નાગદાદાનો ઢોલીયો બિછાવવામાં આવેછે. ગાયકવાડી રાજ વખતે જગ્‍યાએ નાગદાદાનું મંદિર છે તેની બાજુમાં જુનો પોલીસ કંટ્રોલરૂમ હતો અને નીચે હેડકવાર્ટર ડિ.વાય.એસ.પી.નારી સુરક્ષા સેલ સી.પી.આઇ.કચેરી અને ડી.એસ.પી.ની વહીવટી કચેરી બેસતી હતી. જો કે ભૂતકાળમાં આઝાદી
પહેલા અહીં ગાયકવાડ સરકારનું રસોડું હતું પરંતુ આઝાદી પછી રાજમહેલમાં ઉપર કલેકટરની ચેમ્‍બર અને નીચે એસ.પી.ની ચેમ્‍બર હતી તેની નજીક જ આ કચેરી હતી. આ જગ્‍યાએ અવાર-નવાર નાગનાથ મહાદેવની પ્રતિકૃતિ સમા શિવલીંગ આકારના એક થી બે પથ્‍થર છે તેની આસપાસ નાગદાદા ઘણા લોકોને દેખાતા હતાં. એક વખત એટલે કે આજથી સાડત્રીસેક વર્ષ
પહેલા અમરેલી શહેર પોલીસ મથકના ફોઝદાર શ્રી વ્‍યાસની બાઇક ઉપર દોઢ કલાક સુ”ી આસન જમાવી નાગદાદા બેઠા હતાં અને સંખ્‍યાબં” લોકોએ ત્‍યારે આ નજારો જોયો હતો ત્‍યારથી અહીં વ્‍યવસ્‍થિત નાગદાદાની બનેલા અમરેલીની શ્રઘ્‍”ાના કેન્‍દ્ર અને સ્‍વયંભુ પ્રાગ્‍ટય થયેલ નાગનાથ મહાદેવ મંદિરની અજાણી વાત આજે અહીં જોઇએ તો નાગનાથ મંદિરથી
ઉગમણી દિશામાં 400 મીટર દુર નાગનાથ મહાદેવ મંદિરના મુખદ્વાર સામે જ ડાબીબાજુએ રાજમહેલ છે અને એ રાજમહેલ અને અત્‍યારના સીટી પોલીસ સ્‍ટેશનની પાછળ નાગદેવતાનું મંદિર છે.અહીં ભૂતકાળમાં ઘણી વખત નાગદેવતા દેખાયા પણ હતાં. અત્‍યારે જે સેવાપુજા શરૂ કરવામાં આવી અને આજે તો અહીં ઘણો વિકાસ થયો છે. પરંતુ અહીંથી આ નાગદેવતા રોજ
રાત્રે નાગનાથ મહાદેવના ગર્ભગૃહમાં રાત્રીરોકાણ કરતા હોવાની શિવભક્‍તોમાં શ્રઘ્‍”ા છે અને તે સાચી પડતી હોય તેમ નાગનાથ મહાદેવના ગર્ભગૃહની અંદર આજે પણ રોજ રાત્રે દર્શન પૂર્ણ થયા બાદ નાગદેવતા માટે સવામણની તળાઇ વાળો ઢોલીયો પાથરવામાં આવે છે અને વહેલી સવારે ગર્ભગૃહના દર્શન ખુલે ત્‍યારે ઢોલીયા ઉપર પડેલી કરચલીઓ અમરેલીના અનેક દર્શનાર્થીઓએ જોઇ છે અને એ માન્‍યુ પણ છે કે રાત્રે અહીં ઢોલીયામાં ચોક્કસ કોઇ બિરાજે છે. ગાયકવાડ વખતથી ગર્ભગૃહની અંદર નાગનાથદાદા અને નાગબાપા બંનેની દેખરેખ માટે પુજારીને અપાયેલા અ”કિાર આજે પણ યથાવત છે અને અમરેલીના શ્રઘ્‍”ાના કેન્‍દ્ર એવા નાગનાથદાદાના મંદિરે ચાલતી આ પરંપરાની બહુ ઓછા લોકોને જાણ છે.


ગાંધીનગર ખાતે સરપંચોનો અભિવાદન સમારોહ યોજાયો

ભાજપા મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, પ્રદેશ અઘ્‍યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‍ ગાંધીનગર ખાતે સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં તાજેતરમાં યોજાયેલ 144ર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 7પ ટકાથી વધુ ભાજપા સમર્થિત ચૂંટાયેલા સરપંચો તેમજ સભ્‍યોનું બહુમાન કરવામાં આવ્‍યું હતું. આ સમારોહમાં રાજકીય રીતે મહત્‍વના વિસ્‍તારોમાંથી ચૂંટાયેલા ભાજપા સમર્થિત સરપંચોનું પણ વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
પ્રદેશ અઘ્‍યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ભારત માતા કી જય ના જયકાર સાથે ચૂંટાયેલા સૌ સરપંચો અને સભ્‍યોને હર્ષભેર વધાવી જણાવ્‍યું હતુ કે, ભાજપાની સરકારો ગામડાઓની સર્વાંગી સુખાકારી, ગામડામાં પણ શહેર જેવી સુવિધાઓ અને ખેડૂતો વધુ સમૃઘ્‍ધ થાય તે માટે કાર્યરત છે. 7પ ટકાથી પણ વધુ ભાજપા સમર્થિત સરપંચોને વિજયી બનાવીને ગ્રામીણ જનતાએ ભાજપાની ખેડૂતલક્ષી અને વિકાસલક્ષી નીતિઓને વધુ એક વખત મંજુરીની મહોર મારી છે. ન્નયાં ન્નયાં કોંગ્રેસના ધારાસભ્‍યો ચૂંટાયા છે તેવા વિસ્‍તારોના ગામડાઓમાં પણ ભાજપા સમર્થિત સરપંચો ચૂંટાયા છે. ગુજરાત વિધાનસભાનીચૂંટણીઓમાં સતત છણુી વખત હારનાર કોંગ્રેસને ફરી એક વખત ગુજરાતની જનતાએ જાકારો આપ્‍યો છે.
શ્રી વાઘાણીએ જણાવ્‍યું હતુ કે, 199પ પહેલા કોંગ્રેસના શાસનમાં ગામડાઓમાં શું સુવિધાઓ હતી ? અને આજે શું સુવિધાઓ છે ? આ બંનેના તફાવત વચ્‍ચે ભાજપાની વિકાસગાથા સમાયેલી છે. કોંગ્રેસ શાસનમાં પાયાની સુવિધાઓથી વંચિત ગામડાઓમાં પીવાનું શુઘ્‍ધ પાણી પણ ઉપલબ્‍ધ નહોતું. ગામડાનો માણસ શિક્ષિત ન બને અને પીડિત-શોષીત રહે તે પ્રકારની નીતિઓ કોંગ્રેસની હતી. ન્નયારે ગુજરાતમાં ભાજપા સરકારના તમામ મુખ્‍યમંત્રીશ્રીઓએ અથાગ પરિશ્રમ કરી ગામડાઓના વિકાસને નવી ઉંચાઇએ પહોચાડ્‍યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી ગામડું, ગરીબ અને ખેડૂતલક્ષી નીતિઓ દ્વારા સમૃઘ્‍ધ કિસાન-સશક્‍ત ભારત મંત્ર સાથે રાત-દિવસ અથાગ પરિશ્રમ કરી રભ છે. રાષ્ટ્રીય અઘ્‍યક્ષશ્રી અમિતભાઇ શાહના નેતૃત્‍વમાં ગામડાઓના સર્વાંગી વિકાસ અને સમૃઘ્‍ધિ માટે ભાજપા સંગઠન અને સરકારો સાથે મળીને કાર્ય કરી રહી છે ત્‍યારે, ગુજરાતમાં પણ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્‍વમાં ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે કૃષિ અને ખેડૂતલક્ષી યોજનાઓને પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે.
માન.મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નવા ચૂંટાયેલાસરપંચો અને સભ્‍યોને શુભેચ્‍છા સાથે અભિનંદન આપ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતુ કે, સરપંચની ચૂંટણી જીતવી અઘરી છે કેમ કે, નાનું ગામ હોય, ઓછા મતદાર હોય, આવી સ્‍થિતિમાં જે વ્‍યક્‍તિ રાત-દિવસ પ્રજા વચ્‍ચે રહી સેવાકાર્ય કરતો હોય તેવા વ્‍યક્‍તિ જ ચૂંટાતા હોય છે. આવી અઘરી કસોટીમાંથી પાર પડીને તમે ચૂંટાયા છો તેથી સૌને લાખ-લાખ અભિનંદન.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતુ કે, જુણુાણાઓ ફેલાવી ગ્રામ્‍ય પ્રજાને ગેરમાર્ગે દોરવાના કોંગ્રેસના પ્રયત્‍નો સફળ થયા નથી. ગામડાઓમાં 7પ ટકા જેટલા ભાજપા સમર્થિત સરપંચો ચૂંટાયા છે. ગુજરાતમાં સતત છણુી વખત ભાજપાની સરકાર બની છે. રર-રર વર્ષોથી ભાજપાએ પ્રજાનો વિશ્‍વાસ જાળવ્‍યો છે. ભાજપાની મતની ટકાવારી પણ વધી છે ત્‍યારે, આગામી નગરપાલિકાઓ અને જીલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં પણ ભાજપાનો ભવ્‍ય વિજય નિશ્ચિત છે. દેશમાં વર્ષોથી કોંગ્રેસની સરકારો હતી ત્‍યારે, ભ્રષ્ટાચારમાં ડુબેલી કોંગ્રેસે ગામડાઓ અને ખેડૂતો માટે કશું નક્કર આયોજન કર્યું નહી. આજે કેન્‍દ્રની શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર ગામડાઓ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટેની નીતિઓ બનાવે છે. આ વખતના કેન્‍દ્રીય બજેટમાં પણ ગ્રામીણ વિકાસ અને ખેડૂતોની સમૃઘ્‍ધિ માટેની ખૂબ મહત્‍વની યોજનાઓ જાહેર કરી છે. ખેડૂતોને કૃષિપેદાશોના ટેકાના ભાવોમાં પડતર કિંમત કરતાં દોઢ ગણું સમર્થન મુલ્‍ય નક્કી કરવાનો ઐતિહાસિક નિર્ણય મોદી સરકારે લીધો છે.


અમરેલી શહેરમાં મહાશિવરાત્રી નિમિતેમહાદેવની વર્ણાગી નિકળી

અમરેલી કામનાથ મહાદેવ તેમ નાગનાથ મહાદેવની વર્ણાંગી શહેરના મુખ્‍યમાર્ગો પરથી નીકળી હતી જેના લોકોએ બહોળી સંખ્‍યામાં દર્શનનો લાભ લીધો હતો.તેમજ બપોરના આરતી દર્શન કર્યા હતા.


ચલાલા શિવદર્શન મેળામાં ધારાસભ્‍ય શ્રી કાકડીયાની ઉપસ્‍થિતિ

ચલાલામાં બાર જયોતિર્લિંગ શિવદર્શન મેળાનું આયોજન થતા ધારી-બગસરાના ધારાસભ્‍ય જેવી કાકડીયાએ મુલાકાત લઇ દર્શન કર્યા હતાં.


રાજયકક્ષાની તકેદારી સમિતિમાં સભ્‍યપદે ધારાસભ્‍ય શ્રી વિરજીભાઇ ઠુંમરની નિમણુ ંક

અમરેલી,રાજયકક્ષાની તકેદારી સમિતિમાં સભ્‍યપદે ધારાસભ્‍ય શ્રી વિરજીભાઇ ઠુંમરની નિમણુ ંક કરવામા આવી છે જેને સર્વોએ આવકારી અભીનંદની વર્ષા કરી છે.
રાજયકક્ષાની તકેદારી સમિતિમાં લાઠી-બાબરાના ધારાસભ્‍ય શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મરની વરણી કરતા સર્વેએ આવકારેલ છે. તકેદારી સમિતિની મળેલી બેઠકમાં શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મરે રેશનકાર્ડમાં અનાજ મેળવવા અંગુઠાને કારણે જરૂરીયાતમંદો પરેશાન થતા કરેલી રજૂઆતને કારણે રાજયસરકારે ખાસ પરિપત્ર બહાર પાડી હવે અંગુઠો ન ઓળખાય તો પણ, કોઇ પણ આધાર રજૂ કરે તો પણ જરૂરીયાતમંદોને રેશનીંગનું અનાજ મળી રહેશે તેઓ હુકમ કરાવ્‍યો છે તેમ જણાવ્‍યું છે. વધુમાં એવું પણ જણાવ્‍યું હતું કે, બીપીએલમાં બોગસ કાર્ડોના વોલ્‍ડરો સામે આજ સાંજ સુધીમાં પોલીસ ફરીયાદ નોંધાવવા પણ તજવીજ હાથ ધરવામાં આવ્‍યાનું શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મરે જણાવ્‍યું હતું.

બગસરામાં ભુતનાથ મંદિર આજે પણ સતની સાક્ષી પુરે છે

બગસરા
બગસરામાં 200 વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાનું ભુતનાથ મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિર નગરપાલિકા સંચાલિત છે દાતાઓના સહયોગથી મંદિરનો જીર્ણોઘ્‍ધાર કરી વિશાળ મંદિર બનાવવામાં આવેલ.
સૌ પ્રથમ બગસરામાં બગીચો આ જગ્‍યા ઉપર બનાવવામાં આવેલ જેથી વર્ષો પહેલા લોકો અહીંયા આવતા હતાં. શ્રાવણમાસમાં દર સોમવારે આ મંદિરનો લોકમેળો ભરાય છે. ભાદરવી અમાસે પિતૃઓને માટે પિતૃતર્પણ કરવા માટે ગામના લોકો અહીંયા આવે છે. મંદિરની દેખરેખ માટે રાત્રીના એક પગી 11 માસમાં કોન્‍ટ્રાકટ બેજ પર દેખરેખ રાખે છે. નાના બાળકો માટે હિંચકા, લપસણી, વિશાળ ગ્રાઉન્‍ડ, લોકોને બેસવા માટેના બાંકડા, દેશી કુળના વૃક્ષો આવેલ છે સાંતલડી નદીના કાઠે જ આ કુદરતી વાતાવરણમાં ભુતનાથ મહાદેવ બિરાજી રહયા છે તેમજ સાંતલડી નદી ઉગમણી ચાલતી હોવાથી ગંગાજી જેટલું જ મહત્‍વ ધરાવે છે. મંદિરના જીર્ણોઘ્‍ધાર પૂજન પૂ.જીવરાજબાપુ, પૂ. વિશ્‍વાસુબાપુના વરદ્દ હસ્‍તે તા.22-8-1997 માં કરવામાં આવેલ. જયારે મંદિરનું લોકાર્પણ તા.20/4/2008 માં થયેલું હતું.
મંદિરમાં વાઘણીયાના રૂખડગરબાપુ સેવા પુજા કરી રહયા છે.આ જગ્‍યા ઉપર પક્ષીઓને ચણવા માટેનોચબુતરો, હનુમાનજી મંદિર, ગણેશ મંદિર આવેલા છે. તેમજ સાંજના સમયે સીનીયર સીટીઝનો પણ અહીંયા આવી આસ્‍થાના કેન્‍દ્રમાં આનંદનો અનુભવ કરી રહયા છે.

કામવાળા અને કામવાળીઓને અમેરિકા લઈ જનારાઓને એ લોકો રાતે પાણીએ રડાવે છે

ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સુલેટમાં ડેપ્યુટી કોન્સલ જનરલના હોદ્દા પર ફરજ બજાવતાં દેવયાની ખોબ્રાગડેની કામવાળી સંગીતા રિચર્ડ્સની ફરિયાદને પગલે અમેરિકી પોલીસતંત્રે દેવયાની સાથે બિનજરૂરી કડક વર્તાવ કર્યો અને અમેરિકી તંત્રના આ અયોગ્ય વ્યવહાર સંદર્ભે ભારત સરકારે અસામાન્ય ઉગ્ર પ્રતિક્રિયા આપી એ વાતને આમ તો સમય થઈ ગયો તો પણ હવે અમેરિકન સરકારે કામવાળા અને કામવાળીઓને અપાતા ટી વિઝા પર પુનઃ વિચાર શરૂ કર્યો છે. કેટલીક અહીંથી અમેરિકા જઈ વસેલી કામવાળીઓના કિસ્સાઓ થોડા સમયથી મીડિયામાં ગાજી રહ્યા છે. અમેરિકામાં ભારત સરકારના રાજદ્વારી અધિકારી શ્રીમતી દેવયાની ખોબ્રાગડેને પોતાના હોદ્દાની રૂએ પોતાના માટે હાઉસહોલ્ડ હેલ્પ દેશમાંથી અમેરિકા લઈ જવાની છૂટ છે. એ માટે તેઓ પોતાના સર્વન્ટ્સ કે મેઇડ્સને એક વિશિષ્ટ કેટેગરીના વિઝા હેઠળ અમેરિકા લઈ જઈ શકે તેવી જોગવાઈ છે. એ રીતે જ સંગીતાને તેઓ ભારતથી ન્યુ યોર્ક લઈ ગયાં હતાં. થોડા સમય પહેલાં સંગીતા તેમનું કામ છોડીને ચાલી ગઈ હતી અને ત્યાર બાદ દેવયાની વિરુદ્ધ તેણે ફરિયાદ કરી હતી કે તે મારી પાસે નિયમ કરતાં વધુ કામ કરાવતી હતી અને નિયમ કરતાં ઓછો પગાર આપતી હતી. અમેરિકામાં આવું વર્તન ‘ઇલ ટ્રીટમેન્ટ’ની કેટેગરીમાં આવે છે. આ બધા આક્ષેપોને પગલે અમેરિકામાં દેવયાનીની ધરપકડ કરાઈ. ત્યાર બાદ તેને મોટી રકમની બેઇલ લઈને છોડવામાં આવી છે. ડિપ્લોમેટ હોવાને આધારે તેમને કાનૂનની જોગવાઇઓમાંથી અમુક પ્રકારની છૂટનો અધિકાર (ઇમ્યુનિટી) હોય છે તે પણ તેમને નથી અપાયો! જો કે આ વખતે ભારત સરકારે અમેરિકાની દાદાગીરી ચૂપચાપ સહેવાને બદલે સામો પડકાર કર્યો અને તરત યુ.એન. પરમેનન્ટ મિશનમાં દેવયાનીની નિમણૂક કરી દીધી છે એટલે દેવયાનીને આ સ્થિતિમાં એટલી રાહત થઈ હશે.

દરમિયાન દેવયાનીના કહેવા મુજબ સંગીતા તેને ત્યાં કામ કરતી હતી ત્યારે જ તેણે બીજી જગ્યાએ કામ કરવા જવું હતું પણ દેવયાનીએ તેને એ માટે રજા નહોતી આપી, કેમકે તે ડિપ્લોમેટના હાઉસકીપર માટેના વિશિષ્ટ વિઝા ઉપર ત્યાં ગઈ હતી. પછી એક દિવસ સંગીતા દેવયાનીને છોડીને ભાગી ગઈ હતી! આપણે ત્યાં તો છાશવારે કામવાળીઓ શેઠાણીઓને લટકાવીને ભાગી જાય છે અને બીજાનું કામ પકડી લે છે, પરંતુ ન્યુ યોર્કના ભૂતપૂર્વ ભારતીય કોન્સલ જનરલ પ્રભુ દયાલે જુગલ પુરોહિત સાથે કરેલી વાત વાંચીએ તો લાગે કે અમેરિકામાં જઈને પોતાના શેઠ- શેઠાણીઓને છોડીને ભાગી જવાની ઘટના ડિપ્લોમેટિક અધિકારીઓના જીવનમાં કંઇક વધુ પડતી નિયમિતતાથી બની રહી છે!
પ્રભુ દયાલ સપ્ટેમ્બર ૨૦૦૮થી ફેબ્રુઆરી ૨૦૧૩ દરમિયાન ન્યુયોર્કમાં ભારતીય કોન્સલ જનરલ હતા. અને દેવયાની ત્યાં આવી પછી તેમના જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. પ્રભુએ જણાવ્યું છે કે દેવયાની સાથે તેની કામવાળીએ જે કર્યું એ કંઇ નવી વાત નથી. તેમણે પોતાનો અને એક બીજા ભારતીય કોન્સલના અનુભવો વર્ણવ્યા છે તે વાંચતા એમ લાગે કે આ તો એક સરખી પેટર્ન છે!
પ્રભુ જણાવે છે કે તેમને ત્યાં ભારતમાં સંતોષ ભારદ્વાજ નામની મહિલા ઘરકામ કરતી હતી. પ્રભુની મોરોક્કોમાં પોસ્ટિંગ હતી ત્યારે પણ પોતાના પરિવાર સાથે સંતોષને ડોમેસ્ટિક આસિસ્ટન્ટ તરીકે લઈ ગયા હતા. ત્યાં ચાર વરસ તેણે તેમને માટે કામ કર્યું હતું. ત્યાર બાદ અમેરિકામાં ન્યુ યોર્કમાં તેમને પોસ્ટિંગ મળ્યું તો સંતોષને ન્યુ યોર્ક પણ બોલાવી અને ૨૦૦૯ના ફેબ્રુઆરીમાં તે ન્યુ યોર્ક તેમના ઘરે આવી હતી. કોન્સ્યુલેટના મકાનમાં જ તેને રહેવા માટે એક ફેલટ આપ્યો હતો. પરંતુ અગિયાર મહિના પછી એ ત્યાંથી ભાગી ગઈ! અને સત્તર મહિના પછી ૨૦૧૧માં સંતોષે પ્રભુ દયાલ ઉપર કેસ કર્યો! દેવયાની ઉપર થયા છે એવા જ ‘ઓછા પગાર, વધુ કામ, જબરદસ્તી કામ કરાવવા’ના આક્ષેપો તેમની સામે કરાયા હતા. એટલું જ નહીં, પોતાને સ્ટોરેજ એરિયામાં સૂવું પડતું હતું એવી ફરિયાદ પણ તેણે કરી હતી. ઉપરાંત પ્રભુ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો પણ આરોપ પણ મૂક્યો હતો. મીડિયામાં આ વિશે જબરો ઊહાપોહ જાગ્યો.
દોઢ મહિના પછી સંતોષના વકિલે એક સુધારેલી પિટિશન ફાઇલ કરી જેમાંથી પેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને સ્ટોરેજ એરિયાવાળા આરોપ સ્વેચ્છાએ કાઢી નખાયા હતા! પ્રભુ ઉમેરે છે કે એના બધા જ આક્ષેપો તદ્દન ખોટા હતા. તેને અપાતો પગાર અને રહેવા માટે અપાયેલી સગવડો (હિટિંગ અને એર કન્ડિશનિંગની સવલત સાથેનો વન બેડરુમનો ફ્લેટ, ટીવી અને અન્ય સવલતો)ની વેલ્યુ નિયમ મુજબ આપવાના પગાર કરતાં વધારે હતી. અને અમારે ત્યાં વરસોથી કામ કરતી હતી ત્યારે તેને અમે ગુલામી કરાવીએ છીએ એમ ન લાગ્યું અને અચાનક ન્યુયોર્કમાં આવીને એવું કેમ લાગવા માંડ્યું? પ્રભુ કહે છે કે અમેરિકામાં કાનૂની કારવાહી બહુ જ મોંધીદાટ છે અને મોટા ભાગના કેસીસમાં આક્ષેપોનો સ્વીકાર કર્યા વગર જ આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થાય છે. મારે પણ એમ જ સેટલમેન્ટ કરવું પડ્યું હતું.
તેઓ ઉમેરે છે કે ભારતના અનેક ડિપ્લોમેટ્સ સાથે અમેરિકા આવતા અનેક કામવાળા અને સિક્યોરિટી કર્મચારીઓ લાપતા થવાની ફરિયાદો થાય છે પણ અમેરિકી તંત્ર એ અંગે કંઇ જ નથી કરતું! બહુ નવાઇ લાગે તેવી વાત છે પણ પાછળથી આમાંના ઘણા ખરા ટી વિઝા લઈને ત્યાં રહી જાય છે. એટલું જ નહીં, પોતાના ઘરવાળાને પણ બોલાવી લે છે. શું છે આ ટી વિઝા? પ્રભુ જણાવે છે કે ૨૦૦૦ના ઑક્ટોબરમાં અમેરિકામાં ‘વિક્ટિમ્સ ઑફ ટ્રાફિકિંગ ઍન્ડ વાયોલન્સ પ્રોટેક્શન ઍક્ટ’ ઘડાયો છે. આ કાયદાનો ભરપૂર લાભ આવા ડોમેસ્ટિક વર્કર્સ એટલે કે કામવાળાઓ ઊઠાવે છે. તેઓ આ કાયદા હેઠળ ટી વિઝા મેળવે છે. આમાં તેઓ પોતે ટ્રાફિકિંગનો અને વાયલન્સનો ભોગ બન્યા છે તેવા આક્ષેપો કરીને અમેરિકામાં રહેવા માટે વિઝા માગે છે અને તેમને એ મળી પણ જાય છે! ટી વિઝા હેઠળ તેઓ ત્રણ વરસ સુધી અમેરિકામાં રહી શકે છે અને પછી તેનું સ્થાયી નિવાસમાં પણ રૂપાંતર થઇ શકે છે! દેવયાનીની કામવાળી સંગીતાએ પણ પોતે પાછી ઇન્ડિયા જાય તો તેને અને તેના પૂરા પરિવારને માથે જોખમ છે એવી રજૂઆત કરી છે. અને દેવયાનીની ધરપકડ કરાઈ તેના ત્રણ દિવસ પહેલાં જ સંગીતાના પતિ અને બાળકો અમેરિકા પહોંચી ગયા હતા! ૨૦૧૦માં અમેરિકામાં ‘ડોમેસ્ટિક વર્કર્સ બિલ ઓફ રાઇટ’ નામક કાયદો પસાર થયો ત્યાર બાદ તો આવા કિસ્સાઓ બહુ જ વધી ગયા છે.
ત્રીજો કિસ્સો ડૉ. નીના મલ્હોત્રા નામના કોન્સલની કામવાળી શાંતિ ગુરંગનો છે. પ્રભુ કહે છે કે ડૉ. નીના મલ્હોત્રા ત્રણ વરસથી વધુ સમય સુધી કોન્સલ હતાં અને તે દરમિયાન તેમને કોન્સ્યુલેટમાં અનેક ફેસ્ટિવલ્સ દરમિયાન મળવાનું થતું. તેમની ડોમેસ્ટિક હેલ્પ શાંતિ ગુરંગ પણ ત્યારે સાથે રહેતી. અને એ ખૂબ જ ખુશ અને સંતુષ્ટ જણાતી. પણ ડૉ. નીનાની ન્યુ યોર્કથી ટ્રાન્સફર થઈ અને તેઓ જ્વાના હતાં એના આગલા જ દિવસે શાંતિ ક્યાંક ભાગી ગઈ! મને એ જાણીને ખૂબ જ નવાઈ લાગી હતી. પણ એનાથીય વધુ આઘાતજનક વાત તો હવે આવે છે: શાંતિએ એક વરસ પછી ડૉ. નીના મલ્હોત્રા વિરુદ્ધ કેસ કર્યો જેમાં તેણે આક્ષેપો કર્યા કે તે મારી પાસે ગુલામી કરાવતાં, મને પૂરી રાખતાં, પરાણે કામ કરાવતાં અને મને ઇલટ્રીટ કરતાં! કેટલી સમાનતા છે આ બધા કિસ્સાઓમાં! ટી વિઝા મેળવવા માટે જ પોતાના એમ્પ્લોયર્સની વિરુદ્ધમાં આવા કેસ દાખલ કરાતા હોય તેવી એક વ્યવસ્થિત ભાત નથી ઉપસતી?
નવાઈ લાગે તેવી વાત છે! માત્ર ફરવા માટે અમેરિકા જવા ઇચ્છુક અનેક ભારતીય પ્રવાસીઓની ટુરિસ્ટ વિઝાની એપ્લિકેશન્સ કેટલીય વાર રીજેક્ટ થઈ જાય છે અને નજીવા ટેક્નિકલ કારણોસર કેટલાક પ્રવાસીઓને અમેરિકા પહોંચ્યા પછી પણ એરપોર્ટથી જ પાછા મોકલી દેવાય છે. તો બીજી બાજુ આ ડિપ્લોમેટ્સના કામવાળા કે પટ્ટાવાળાઓ ગેરકાયદે અમેરિકામાં રહી જાય અને પછી પોતાના બોસિસ વિરુદ્ધ ફરિયાદો કરીને ટી વિઝા મેળવી અમેરિકામાં રહેવાની કાનૂની પરમિશન મેળવી લે છે! અમેરિકાના ડોલરિયા આકર્ષણથી કદાચ આ વર્કર્સ આમ કરતાં હોય એવું સમજી શકાય. પણ તેમના પ્રત્યેની અમેરિકન સરકારની ઉદારતામાં જળવાતા સાતત્યનું કારણ? ક્યાંક વાંચ્યું હતું કે અન્ય દેશોમાં પોસ્ટિંગ થાય ત્યારે ભારતીય ડિપ્લોમેટ્સ ભારતના જ મદદનીશો લઇ જવાનું પસંદ કરે છે તે માટે એક કારણ સિક્યોરિટીનું અપાય છે. હા, ડિપ્લોમેટિક મિશનના સ્તરે કેટલીક માહિતી કે બાબતો ગોપિત રાખવી કે જાહેરમાં ચર્ચવી યોગ્ય ન હોય. ઘરકામ માટે પોતાના દેશના નાગરિક્ને રાખવા પાછળ કદાચ એક ગણતરી એ ગુપ્તતા જાળવી રાખવાની પણ હોઇ શકે! સવાલ થાય છે કે ક્યાંક એમની એ વિશિષ્ટતા(એક્સેસ ટુ ઇન્ફર્મેશન) જ કદાચ તેમની અમેરિકન વિઝા માટેની પાત્રતા નહીં બનતી હોય? ભારતમાંથી કોઈ અધિકારી વિશ્વાસ સાથે કોઈને કામવાળા કે કામવાળી તરીકે લઈ જાય પછી ત્યાં જઈને એમને હેરાન કરવાની મેન્ટાલીટી બીજે ક્યાંય જોવા મળતી નથી. તમે કોઈની જિંદગી આખી બદલાઈ જાય એવો ચમત્કાર કરો પણ તેઓ તો ભૂલી જતા હોય છે. આ કામવાળીઓએ તો એમનું કલ્યાણ કરનારાઓ પર અમેરિકામાં માછલા ધોયા એમ કહેવાય. આનાથી માણસજાત ઉપર માણસ જાતનો જ વિશ્વાસ ઘટી જાય છે. માલિક માટે પશુઓ પણ જાન કુરબાન કરતા હોય છે. એક વાર જેમણે આપણું કલ્યાણ કર્યું હોય એમને વીસરી જવું એ ઘોર પાપ છે. હવે રાજદ્વારી અધિકારીઓ સાવધાન થઈ ગયા છે અને અમેરિકામાંથી જ સ્થાનિક કામવાળા અને કામવાળી રાખતા થઈ ગયા છે.

સાવરકુંડલા ખાતે શ્રી દશનામ ગોસ્વામી સમાજ નો ૨૪ મો સમુહલગ્નોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા ખાતે શ્રી દશનામ ગોસ્વામી સાધુ સમાજ ના તારીખ.- ૧૧/૦૨ ને રવિવાર ના રોજ ૨૪ મો સમુહલગ્નોત્સવ ની ભવ્ય ઉજવણી રાધે ગાર્ડન  એન્ડ નર્સરી ખાતે કરવામાં આવી હતી. આ સમૂહ લગ્ન માં ૧૧ નવદંપતિ ઓએ પ્રભુતા માં  પગલાં પાડ્યા હતા. આ તકે દીપ પ્રાગટય ઉદયગીરીબાપુ ધજડી, ભક્તિગીરી માતાજી દામનગર, જસુબાપુ ચોગઠ, સાંસદ નારાયણભાઈ કાછડિયા, જીલ્લા ભાજપ અગ્રણી મહેશભાઈ સુદાણી વગેરે અગ્રણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્ન ભોજન સમારંભ ના દાતા શિવકથાકાર ગીરીબાપુ તથા જ્ઞાતિ અગ્રણી, સંતો મહંતો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ૨૪ મો સમુહલગ્નોત્સવ ને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રકાશગીરી, ઉપપ્રમુખ અમીતગીરી મંત્રી હરેશગીરી દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી હતી.