Main Menu

Friday, February 16th, 2018

 

સાવરકુંડલા

મર્હુમ હાજી રજાકભાઇ હુસેનભાઇ કાજી ઉ.વ.98 તા.16/2/18 શુક્નવારે અલ્‍લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે.
મર્હુમની જીયારત તા.18/2/18 રવિવારે સવારે 10 થી 11 જુમ્‍મા મસ્‍જીદ ખાતે રાખેલ છે.
ઔરતોની જીયારત તેમના નિવાસસ્‍થાન લીમડીચોક, સાવરકુંડલા રાખેલ છે તેઓ મજીદભાઇ, હનીફભાઇ, યુસુફભાઇ, અમીનભાઇ, અયુબભાઇના પિતાશ્રી થાય.


બાબરા

સ્‍વ.રણછોડદાસભાઇ વેલજીભાઇ હદાણીના પુત્ર પ્રભુદાસભાઇ (બાબુભાઇ) ઉ.વ.80 તે મથુરભાઇ (લંડન), સ્‍વ.રજનીભાઇ, ચંદ્રકાંતભાઇ હદાણીના ભાઇ તે રઘુવીરભાઇ વાળા, અશોકભાઇ, જગદિશભાઇ, રમેશભાઇ તથા રમાબેન ભરતકુમાર ખખ્‍ખરનાં પિતાશ્રી તથા દામનગર વાળા બાબુલાલ મગનલાલ ગણાત્રાના જમાઇનું તા.16/2 નાઅવસાન થયેલ છે તેમનું બેસણુ ં તા.19/2 ના સોમવારે બપોરે 4 થી 6 લોહાણા મહાજન વાડી બાબરા ખાતે રાખેલ છે.


રાજકોટ

રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) હાલ રાજકોટ અને મુળ આંબા નિવાસી મણીબેન રવિશંકરભાઇ મહેતા ઉ.વ.93 તે ધીરજલાલ, મંજુલાબેન જાની, રમાબેન જાની રાજુલા, રસલાબેન દવે જામનગરના માતૃશ્રી અને જતીનકુમારના દાદીમાંનું તા.16/2 શુક્નવારના અવસાન થયેલ છે.
સદ્દગતનું બેસણુ ં રાજુલા ખાતે તા.17/2 શનિવારના તેમજ બીપીનભાઇ આર.જાનીના નિવાસસ્‍થાને સોમનાથ કૃષ્‍ણનગર ગાયત્રીમંદિર પાછળ રાજુલા ખાતે તેમજ રાજકોટ ખાતે તા.19/2 ના સોમવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન રાધે રેસિડેન્‍સી મ્‍લોકનં-104 (ચોથોમાળ) જૈનદેરાસર પાછળ (માંડાડુંગર) ભાવનગર રોડ આજીડેમ ચોકડી પાસે રાખેલ છે.


જસદણ

ડોળીયા નિવાસી રાવળદેવ મંગુબેન બચુભાઇ ડાભી ઉ.વ.60 તે ધીરૂભાઇ, રાજુભાઇ, ભારતીબેન, રેખાબેનના માતાનું તા.7 ના રોજ અવસાન થયું છે. સદ્દતનું બેસણુ ં તા.22 સાંજે 6 થી 8 આદમજી રોડ વેકરીયા ચોક નિવાસસ્‍થાને જસદણ રાખેલ છે.


નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપને જાકારો આપો : શ્રી પ્રતાપ દુધાત

અમરેલી,ભાજપ સરકાર વેપાર ધંધાઓમાં નોટબંધી, જી.એસ.ટી.થી પાયમાલી લાવી હોય આવનારી નગરપાલિકાઓની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં ભાજપને જાકારો આપો તેમ ધારાસભ્‍ય શ્રી પ્રતાપ દુધાતે એક યાદીમાં જણાવ્‍યું છે.
સાવરકુંડલા તાલુકામાં ટેકાનાભાવે મગફળી ખરીદવા માટે સાડા ત્રણ હજાર જેટલી અરજીઓ નોંધાઇ હતી પણ મગફળી બે હજાર ખેડૂતની જ ખરીદાય છે. બાકીની મગફળી ખેડૂતને મજબૂરીથી પાણીને પાડ વહેંચવી પડશે. દેશની બોર્ડર ઉપર સરકાર નિષ્‍ફળ ગઇ છે. ગુજરાતભરમાં ધંધા-રોજગારને પાયમાલ કર્યા છે અને સૌરાષ્‍ટ્રમાં ખેડૂતોને પાયમાલ કર્યા છે જેથી આ સરકારને હવે પુરો જાકારો આપો તેમ સાવરકુંડલા-લીલીયા વિસ્‍તારના ધારાસભ્‍ય શ્રી પ્રતાપ દુધાતે જણાવ્‍યું છે.


ડિઝલ થયું 1 રૂપિયાથી પણ સસ્તું, જાણો પેટ્રોલનો ભાવ

પેટ્રોલ ડિઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ભલે તમને રાહત ના માળી હોય, પરંતુ કાચા તેલે તમારા માટે આ કામ કરી નાંખ્યું છે. કાચા તેલની કિંમતોમાં સતત આવી રહેલી કમીના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કાપ મૂકાઇ રહ્યો છે.
7 ફેબ્રુઆરીથી લઇને અત્યાર સુધી ડિઝલની કિંમતોમાં 1.02 રૂપિયા પ્રતિ લીટરની કમી આવી ગઇ છે. શુક્રવારે દિલ્હીમાં એક લીટર ડિઝલ 63.02 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું હતું.
તો બીજી બાજુ પેટ્રોલની વાત કરીએ તો એની કિંમતોમાં ખૂબ કાપ મૂકાયો છે. જો કે ડિઝલની સરખામણી આ ખૂબ જ ઓછી છે. 7 ફેબ્રુઆરીથી લઇને અત્યાર સુધી પેટ્રોલની કિંમતોમાં 85 પૈસાનો ઘટાડો થયો છે. શુક્રવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 72.52 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઇ છે.
જો કે મુંબઇમાં પેટ્રોલ હજુ પણ 80 રૂપિયાની ઉપર બનેલું છે. શુક્રવારે અહીંયા એક લીટર પેટ્રોલ માટે તમને 80.39 રૂપિયા ચુકવવા પડે છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આ ઘટાડો છેલ્લા 10 દિવસોની અંદર આવી છે.
પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં સતત આવી રહેલી કમી માટે કાચા તેલની કિંમતોમાં આવી રહેલા ઘટાડો જવાબદાર છે. શુક્રવારે બેંચમાર્ક બ્રેંટ ક્રૂડ ઓઇલની કિંમતે સ્થિર બની રહી છે. શુક્રવારે એનો ભાવ 64.33 ડોલર પ્રતિ બેરલ રહ્યો.
જણાવી દઇએ કે ગત વર્ષે ઓક્ટોબરથી સતત કાચા તેલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. એના કારણે પેટ્રોલની કિંમત 81 રૂપિયા પ્રતિ લીટરની પાર ચાલી ગઇ હતી. આ ઉપરાંત ડિઝલની કિંમત પણ 67 રૂપિયાની ઉપર પહોંચી ગઇ છે.
પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં સતત આવી રહેલા ભાવ વધારાને કારણે માગ થઇ રહી હતી કે જીએસટી પરિષદ એને જીએસટી હેઠળ લાવે. જો કે એને લઇને કોઇ નિર્ણંય લેવામાં આવ્યો નથી.
નાણામંત્રી અરુણ જેટલીએ આ દરમિયાન જણાવ્યું કે હાલમાં પેટ્રોલ અને ડિઝલને જીએસટી હેઠળ લાવવા માટે બધા રાજ્યો ખુશ નથી. એમને આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં બધા રાજ્યો એના માટે ખુશ થશે અને પેટ્રોલ ડિઝલને એના હેઠળ લાવી શકાશે.


બગસરાની સાતલ્લીના કાંઠે પુજાય છે જુનાગઢના રા’ માંડલીકનો પાળીયા

બગસરાની સાતલ્લી નદીના કિનારે જુનાગઢના પવિત્ર અને પ્રતાપી રાજવી રા માંડલિકનો પાળીયો છેલ્‍લા 500 વર્ષથી પુજાઇ રહયો છે તેની પાછળ ચારણ આઇનું તેજ અને સતાના મદમાં અંધ થઇ ભાન ભૂલેલા રાજાએ કરેલી ભૂલનો અનોખો ઇતિહાસ અંકિત થયેલો છે.
જુનાગઢ ઉપર ચુડાસમા વંશનું સામ્રાજય હતું આજથી 500 વર્ષ પહેલાં ઇ.સ.1500ના સૈકામાં જુનાગઢ ઉપર રા માંડલિકની આણ હતી. અતિ પવિત્ર અને પ્રતાપી એવા રા માંડલિકને પીવા માટે ગંગાજળ જોતું અને તે સ્‍નાન પણ ગંગાજળથી કરતો તેના કારણે તેનું બીજી નામ ગંગાજળીયો પણ હતું. વિસાવદર નજીક આવેલા મોણીયા (નાગબાઇ) માં બિરાજતાં સાક્ષાત જગદંબા સ્‍વરૂપ આઇ નાગબાઇની અમી નજર રા માંડિલક ઉપર હતી. તેનોદિકરો નાગાજણ રા માંડલિકનો મિત્ર હતો નાગાજણના દેવતાઇ અશ્‍વને રામાંડલિકે માંગ્‍યો અને તેને અશ્‍વ ન આપનાર નાગાજણે અન્‍યને તે અશ્‍વ આપી દેતાં રામાંડલિકનું દિલ દુખાણુ ં હતું. એ જમાનામાં જયારે રાજવી ગામમાં પધારે ત્‍યારે ગામની સૌભાગ્‍ય વતી સ્‍ત્રી તેનું કુમ-કુમ તિલક કરી સ્‍વાગત કરે એક વખત મોણીયાના પાદરમાં ગયેલ જુનાગઢના ઘણી રા માંડલિકનું પરંપરા અનુસાર નાગાજણની પત્‍નિ સ્‍વાગત કરવા ગઇત્‍યારે રા માંડલિકે પોતાનું મોઢુ ફેરવી દેતા બીજી તરફ તિલક કરવા જતાં તેણે ચારે તરફથી મો ફેરવી લેતા નાગાજણની પત્‍નિએ પોતાના સાસુ આઇ નાગબાઇને કહ્યું કે ફુઇ રા તો મોઢુ ફેરવે છે અને તેને સમજાવવા જતાં નાગબાઇને રા માંડલિકે તો અહીં મારૂ રાજ તપે છે તેવા કટુ શમ્‍દો કહેતાં જોગમાયા એવા નાગબાઇના મોં માંથી શમ્‍દો સરી પડયા હતાં કે આ રા નહિ રા નો સમય ફરે છે અને તારું રાજ તપે ત્‍યારે અમે ચાલ્‍યા જશું તેવું કહ્યું હતું. બીજી તરફ ગુજરાત ઉપર અને સૌરાષ્‍ટ્રમાં મુસ્‍લિમ શાસકો આવી રહયા હતાં જુનાગઢ પણ તેમાંથી બાકાત ન રહયું. રા માંડલિકને અમદાવાદના મુસ્‍લિમ સુબાએ ચેતવણી આપી કે, તારે જીવવું હોય તો ખંડીયો રાજા થા અને મુસલમાન બન નહીંતર… પવિત્ર અને પ્રતાપ એવા રા માંડલિકને ખબર પડી ગઇ કે આનું કારણ સાક્ષાત જોગમાયા એવા આઇ નાગબાઇને દુભવ્‍યાં તે છે તેથી તે મોણીયા ગયો. બીજી તરફ રા માટે મુખમાંથી અમંગળ શમ્‍દો સરી પડતાં દુખી થયેલા આઇ નાગબાઇ હેમાળે હાડ ગાળવા માટે મોણીયાથી નીકળ્‍યા છે. અને બગસરાના પાદરે પહોંચ્‍યા હતાં ત્‍યારે તેમને તેમની પાછળ આવેલ રા માંડલિકે બગસરામાં તેમને રોકી પર્શ્ચાતાપના આસું પાડી અને આઇના વેલડાઉપર માથુ પછાડયું હતું ત્‍યારે તેના માથા ઉપરથી લોહી નીકળી અને બગસરાની ધરતી ઉપર પડયું હતું. આઇ નાગબાઇએ રા માંડલિકને કહ્યું કે હવે તું ગીરનારમાં જમિયલશાહ દાતાર પાસે જા તે રસ્‍તો બતાવે તે પ્રમાણે કર આથી રા માંડલિક ગીરનારમાં જમિયલશાહ દાતાર પાસે જાય છે ત્‍યારે દાતારે તને આઇ નાગબાઇએ મોકલ્‍યો છે ને કહી એક પ્‍યાલામાં પાણી પી તે પાણી રા માંડલિકને પીવાનું કહયું ત્‍યારે રા માંડલિક વિચારે છે હું ગંગાજળ પીવાવાળો, ગંગાજળથી સ્‍નાન કરવા વાળો એક વિધર્મીનું એઠું પાણી કેમ પીઉં ? તે અવઢવમાં હતો ત્‍યાર જમિયલશાહ દાતારના શરીર ઉપર માંડલિક જનોઇ ભાળી ગયો અને તે પાણી પીવા જાય છે ત્‍યારે દાતારે તેનો હાથ પકડી હવે તું તક ચુકયો રા કહી તારો દીકરો જુનાગઢનો રાજા થશે તેવું વચન આપ્‍યું હતું. ત્‍યારબાદ વિધર્મીઓની સાથેની લડાઇમાં રા માંડિલક રાજપુતની જેમ મર્યો તેનો એક આખો ઇતિહાસ છે પણ બગસરામાં જે જગ્‍યાએ રા માંડલિકનું લોહી પડયું હતું તે જગ્‍યાએ તેનો પાળીયો છે. બગસરાના હરેશભાઇ ગુણુ ભાઇ જોષી, લખુભાઇ સહિતનું ગ્રુપ રા માંડલિકના પાળીયાની સેવા, પુજા સહિતના ધાર્મિક કાર્યો સંભાળે છે આજે પણ રા માંડલિકના વંશજો અમદાવાદના બાવળાનજીક છે અને રા માંડલિક તેના સુરાપુરા તરીકે પુજાય છે.


રાજુલાને ભારત સરકારે 1/11/1947 ના દિવસે આઝાદ કરાવેલ

15 ઓગષ્‍ટ 1947 ભારત માટે ઐતિહાસિક દિવસ હતો આ દિવસે ભારતભરમાં અગણિત ગામો બ્રિટિશ હુકુમતની ચુંગાલમાંથી મુક્‍ત થયા હતાં ભારતમાં આઝાદીની લહેર દોડી રહી હતી અને સરદાર વલ્‍લભભાઇ પટેલ અંગ્રેજ હુકુમત હેઠળ રહેલા રાજયોને ભારતીય સંઘમાં જોડી વિલિન કરી રહયા હતાં. સર્વત્ર ખુશીનો માહોલ હતો પણ આ સમયે જૂનાગઢના નવાબે પોતાને પાકિસ્‍તાનમાં જોડાવવું છે તેની જાહેરાત કરી હતી અને જૂનાગઢમાં સૌના જીવ અધર હતા આઝાદી ન હતી. પણ, તે સમયે જૂનાગઢની જેમ જ અમરેલી જિલ્લાના તે સમયે જૂનાગઢ હેઠળ આવતા બાબરીયાવાડ એટલે કે રાજુલાજાફરાબાદ સહિતના 42 ગામોના જીવ પણ પડીકે બંધાયેલા હતાં અને અઢીમાસ સુધી બાબરીયાવાડની છાતી ઉપર જૂનાગઢની સેનાએ કમ્‍જો જમાવ્‍યો હતો તે સમયે ભારતીય સેનાએ આઝાદ કરાવેલા બાબરીયાવાડ કેવા સંજોગોમાં કેવી રીતે આઝાદ થયું તેની ઉપર આજે એક નજર દોડાવીએ. બાબરીયાવાડનું ક્ષેત્રફળ 510 ચોરસ કિલોમીટર અને વસ્‍તી 20 થી 25હજાર જેટલી જ હતી તેના 42 ગામો હતાં અને 1792 માં જૂનાગઢના બળુકા દિવાન અમરજી નાણાંવટીએ બાબરીયાવાડ પાસે તેમણે લાગુ કરેલો જોરતલબી કર ઉઘરાવ્‍યો હતોત્‍યારપછી બાબરીયાવાડ બ્રિટિશ હુકુમતનો એક હિસ્‍સો હતું. કર્નલ
વોકરે અંદરો-અંદર જગડતા દેશી રજવાડાઓનો જગડાનો અંત લાવવા માટે સૌ રજવાડા પાસે કરાર કરાવ્‍યા હતાં. અને ઇ.સ.1867 માં બ્રિટિશરોએ વહીવટ ચલાવવા માટે બાબરીયાવાડ જૂનાગઢને સોંપેલ તે અંતર્ગત જૂનાગઢ અને બાબરીયાવાડ વચ્‍ચેના કરારમાં 1947 માં બાબરીયાવાડ જૂનાગઢ સાથેના કરારથી મુક્‍ત થતું હતુ આથી તે આપોઆપ સ્‍વતંત્ર થઇ જતું હતું. આઝાદી મળી ત્‍યારે દેશભરના રજવાડાઓ ભારતીય સંઘમાં સરદાર વલ્‍લભભાઇ પટેલની આગેવાની હેઠળ જોડાઇ રહયા હતાં સદીઓથી ચાલતી સલતનત મોટામનના રાજવીઓએ એક જ જટકે પડતી મુકી સ્‍વતંત્રતાની હવા લઇ રહેલી જનતાના હિતમાં લેવાય રહેલા નિર્ણયમાં યોગદાન આપ્‍યું હતું આવા સમયે જૂનાગઢ ઉપર નવાબની હુકુમત હતી તેમણે ભારતના થયેલા બે ભાગ પૈકી પાકિસ્‍તાનમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો અને તેમના આ નિર્ણય સામે
જૂનાગઢ રાજયની પ્રજા ભડકી ઉઠી હતી કારણકે ત્‍યારે હિંન્‍દુ પ્રજાની બહુમતી હતી. પ્રજા ભારતમાં રહેવા માંગતી હતી નહિં કે પાકિસ્‍તાનમાં. દરમિયાન આરઝી હુકુમતની સ્‍થાપનાથી જૂનાગઢની સામે બગાવતનું મ્‍યુગલ વાગ્‍યું પણ, બીજી તરફ ભારતભરમાં રજવાડાઓને એક કરવાના ચાલીરહેલા વિલીનીકરણ દરમિયાન જૂનાગઢના નવાબે પોતાનું લશ્‍કર માંગરોળ અને બાબરીયાવાડમાં મોકલી આપ્‍યું. પાકિસ્‍તાનમાં ભળવાના જૂનાગઢના નવાબના નિર્ણય પાછળ કયું પરિબળ હતું તે જાણવા માટે એક આછી નજર જૂનાગઢના ઇતિહાસ ઉપર નાખવી પડે દિલ્‍હીમાં મુસ્‍લિમ રાજ હતું ભારતભરમાં લોકોને મારીને મુસલમાન બનાવાતા હતાં. મુસ્‍લિમ શાસક પોતે દેશભરમાં ન જઇ શકે તેના માટે કયાંક કોઇક રાજયને ખંડયા રાજય બનાવ્‍યા તો
સાવ રેઢા એવા અમુક રાજયોમાં પોતાના વહીવટદાર એટલે કે સુબા નિમ્‍યા. ગુજરાતમાં અમદાવાદમાં પણ સુબાનું રાજ હતું તેવી જ રીતે મુળ અફઘાનીસ્‍થાનથી આવેલ લડાયક એવા બાબીવંશના સુબાને જૂનાગઢનો કારભાર સોપાયો હતો. જૂનાગઢ ઉપર આખરી હિન્‍દુ રાજા રામાંડલિકના પતન પછી મુસ્‍લિમ સામ્રાજયની લીલી ધજા ફડાકા મારતી હતી અને સતત 200 વર્ષ સુધી નવાબી શાસન જૂનાગઢ ઉપર રહયું હતું પણ તેની પાછળ મહત્‍વનું કારણ જૂનાગઢનો કારભાર દિવાન એટલે કે નાગર બ્રાહ્મણના હાથમાં હતો. કુશળ વહીવટ કરતા એવા નાગર
બ્રાહ્મણ દિવાનને કારણે 200 વર્ષ સુધી જૂનાગઢમાં નવાબી રાજ તપતું રહયું હતું. પરંતુ છેલ્‍લે બહારથી આવેલ ભોપાલના કટરપંથી બેગમે જૂનાગઢમાં ધર્માંધતા શરૂ કરાવડાવી. નવાબ કરતાંપણ વધારે લોકપ્રિય એવા અમરજી દિવાનની હત્‍યા પછી જૂનાગઢ ઉપર મુસ્‍લિમ કટરપંથીઓની પક્કડ હતી. આવા સમયે ભારત અને પાકિસ્‍તાન તેવા બે ભાગલા થતા સ્‍વભાવિક જ મુસ્‍લિમ શાસક એવા નવાબે પાકિસ્‍તાનમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો.
હવે જોઇએ 1947 ની 1પમી ઓગષ્‍ટે મળેલી આઝાદી પછીની જૂનાગઢની હુકુમત હેઠળના બાબરીયાવાડની સ્‍થિતિ. કર્નલ વોકરના કરાર મુજબ જૂનાગઢમાંથી મુક્‍ત થયેલ બાબરીયાવાડના પ્રજામંડળ વતી શ્રી સુરગભાઇ વરૂએ બાબરીયાવાડના 42 ગામો ભારતીય સંઘમાં જોડાશે તેવી જાહેરાત કરી હતી જેના કારણે બાબરીયાવાડ ભારતનું અવિભાજય અંગ થઇ ચૂકયું હતું પણ, બીજી તરફ પાકિસ્‍તાનમાં ભળવાની પીપુડી વગાડતા જૂનાગઢે બાબરીયાવાડમાં પોતાનું લશ્‍કર મોકલી આપ્‍યું હતું. આ સમયે બાબરીયાવાડમાં આરઝી હુકુમતની જેમ જ સ્‍વતંત્ર ચળવળ શરૂ થવાની હતી પરંતુ, ભારત સરકાર દ્વારા અપાયેલી સલાહને પગલે તે ચળવળ મોકુફ રહી હતી. એક તરફથી જૂનાગઢ ઉપર કમ્‍જો કરવા માટે આરઝી હુકુમતની ચડાઇ શરૂ થઇ અને બીજી તરફ બાબરીયાવાડ માટે વડોદરાથી સેના આવી
અને જાફરાબાદમાં ઉતરી હતી. જાફરાબાદમાં ઉતરેલી ભારત સરકારના કુમાઉ રેજીમેન્‍ટના સો સૈનિકોના સેનાપતિ મેજર શ્‍યામરતન હતાં. જો કે તેના સર્વોચ્‍ચ સેના પતિકર્નલ એમવી બાળ હતાં અને સંપર્ક અધિકારી શ્રી ધોળકીયા હતાં તેના માટે કૃષ્‍ણા, કાવેરી અને જમુના નામના નૌકાદળના ત્રણ જહાજોએ સેવા આપી હતી અને આ જહાજો સલામત રીતે પહોંચે તે માટે દરીયાઇ સુરંગ હટાવવા કૌકંણ નામના જહાજને કામગીરી માટે લાવવામાં આવ્‍યું હતું. બીજી તરફ રાજકોટમાં પણ એક ખાસ ટ્રેનમાં સેનાને લાવવામાં આવી હતી. સેનાને એવો હુકમ હતો કે, દિલ્‍હીના હુકમ વગર જૂનાગઢની જ સીમમાં પ્રવેશ ન કરવો અને આરઝી હુકુમત સાથે સંપર્ક ન રાખવો. બાબરીયાવાડમાં જૂનાગઢે મોકલેલી સેનાથી સરદાર વલ્‍લભભાઇ પટેલ લાલઘુમ થઇ ગયા હતાં અને કેન્‍દ્ર સરકાર જો ઢીલાશ રાખે તો પોતે આ મુદ્દે રાજીનામું આપે તેવી ધમકી પણ આપી હતી. તા.25/10/1947ના રોજ બાબરીયાવાડ અને માંગરોળને કમ્‍જે કરવાનો દિલ્‍હીથી નિર્ણય થયો. આ જ વખતે કાશ્‍મીરનો મામલો પણ ભડકે બળતો હતો એક તરફથી ભારતે હવાઇમાર્ગે ત્‍યાં સેના ઉતારી. કાશ્‍મીર અને જૂનાગઢની હાલત આમ જોઇએ તો એક સરખી હતી કારણકે જૂનાગઢમાં પ્રજા હિંદુ હતી અને રાજા મુસલમાન જયારે કાશ્‍મીરમાં પ્રજા મુસલમાન હતી અને રાજા હિંદુ. કાશ્‍મીરમાં થયેલી ભૂલનું પુનરાવર્તન જૂનાગઢમાં ન થાય તેના માટે સરદાર કાળજી રાખી રહયા હતાં જેથીદરેક પગલું તે ફુંકી-ફુંકીને ભરી રહયા હતાં. ભારતીય સંઘમાં જોડાયેલા બાબરીયાવાડને સીધુ કમ્‍જે કરવા તા.25/10ના નિર્ણય થયો અને છઠ્ઠા જ દિવસે તા.01/11/ 1947ના દિવસે બાબરીયાવાડ અને માંગરોળ બંનેમાં ભારતના લશ્‍કરે પ્રવેશ કર્યો. જાસુસો દ્વારા બાબરીયાવાડ અને માંગરોળના શાસકોએ જાણી લીધું હતું કે હવે, આપણુ ં કશું ચાલશે નહિં જેના કારણે લોહીનું એકપણ ટીપું રેડાયા વગર બાબરીયાવાડના 42 ગામો ઉપર તા.01/ નવેમ્‍બર 1947ના ભારતીય તિરંગો લહેરાયો હતો અને બાબરીયાવાડનો ભારતીય સેનાએ કમ્‍જો લીધો છે તે જાણી જૂનાગઢના નવાબ અને તેના વહીવટ કરતાઓ ધ્રુજી ઉઠયાં હતાં અને એવી હવા ચાલી હતી કે, હવે જૂનાગઢ પણ ભારતમાં જ જવાનું છે અને કોઇનું કશું ચાલવાનું નથી. આમ, દેશને આઝાદી મળ્‍યાના અઢી મહિના પછી બાબરીયાવાડના 42 ગામો એટલે કે રાજુલા-જાફરાબાદના ગામો સ્‍વતંત્ર થયા હતાં.


ધારીના મેઇન રોડ પર ભારે ટ્રાફિક સમસ્‍યા

ધારી શહેર સળંગ અમરેલી રોડ પર વસેલુ રળિયામણું ગામ છે આ મેઈન રોડ પર બપોરે 1રના ટકોરે ભારે ટ્રાફિક સમસ્‍યા સર્જાઈ છે વર્ષો જૂની અને કાયમી સમસ્‍યાને નાથવા માટે પોલીસ અને ગામપંચાયત બન્નેએ જાગૃત થવાની જરૂર છે અને એક આયોજન સાથે સંયુક્‍ત પણે આ કાયમી સમસ્‍યારૂપ ટ્રાફિકને નાથવાની પણ જરૂર છે
બપોરે 1રના ટકોરે એક તરફ શાળા હાઈસ્‍કૂલના વિદ્યાર્થીઓ છુટે અને બીજી તરફ સાથો સાથ રત્‍નકલાકારો પણ મઘ્‍યાહન ભોજન માટે દોટ મુકે ત્‍યારે અન્‍ય યાતાયાત જાણે થંભી જાય છે વળી આ સમસ્‍યામાં કાયમી અને હરરોજ વધારો કરે છે રઝળપાટ કરતા ઢોર આ રઝળુ ગાયો અને ફાટલ ધણખૂંટોનો ત્રાસ ચરમસીમા પર છે ઢોરને પોષતા જીવદયાપ્રેમીઓ ગૌભક્‍તો પુણ્‍યનુ અમર ભાથુ બાંધવા નિકળતા મહાનુભાવો નર્સરી પડખે જ લીલોચારો રોડ કાંઠે જ નાંખી આ સમસ્‍યામાં વધારો કરે છે આવા ઢોર અડીંગો જમાવી રોડ પર અને સાઈડ પર આખો દિવસ પડ્‍યા પાથરયા રહે છે જે ટ્રાફિકનુ મોટુ કારણ છે
હવે પોલીસ અને ગામપંચાયત બન્ને એ સહયારા પગલા ભરવાની જરૂર છે ડાયમંડ એસોસિયેશનને તાકીદ કરવાની જરૂર છે કે રત્‍નકલાકારોને 1રના ટકોરે નહીં પણ મઘ્‍યાહન ભોજન માટે સાડાબાર વાગ્‍યે છોડવામાં આવે તેમજ અમરેલી રોડપર એટલે નર્સરી અને દામાણી હાઈસ્‍કૂલ પાસે ગાયોને લીલોચારો નાંખવાનુ બંધ કરાવી પશુદવાખાનામાં શિફ્‌ટ કરાવામાં આવે તે આ સમસ્‍યાના સમાધાન માટે બરોબર યોગ્‍ય રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શિવનગરમાં રહેતા અને મુખ્‍યબજારમાં પાનનો ગલ્લો ચલાવતા પ્રવિણભાઈ ( ભુતાભાઈ ) વિણુલાણીને બે ફાટલ ધણખૂંટોએ હડફેટે લેતા ત્રણ પ્‍લાસ્‍તર ખભા અને હાથ પર આવતા બિચારા પથારીના બિછાને ફસકાઈ પડ્‍યા છે
ગામપંચાયત દ્વારા આવા રઝળતા ઢોરને પકડી દંડ સહિતની કાર્યવાહી હાથ ધરી ગીરના જંગલમાં છોડી દેવાની જરૂર છે


બગસરાના અટલ પાર્કમાં વર્મીકંપોસ્‍ટ ખાતરનું ઉત્‍પાદન કરી ફુલઝાડ ઉગાડયા

બગસરા
બગસરામાં અટલજી પાર્ક બનાવવામાં આવેલ છે. 2010 માં અટલજી પાર્કનું લોકાર્પણ દિલીપભાઇ સંઘાણી દ્વારા તેમજ પાલિકાના પ્રમુખ કુસુમબેન ડોડીયાએ કરેલ. અટલજી પાર્કમાં આંબા, નાળીયેરી, ગુલાબ, મહેંદી, બાળકો માટેના ઝુલા, બેસવા માટેના બાંકડા, વચ્‍ચે લોન, ફુવારા, નળીયા વાળી મઢુલી બેસવા માટે બનાવવામાં આવેલ છે. ફૂલઝાડને પાણી નિયમિત આપવામાં આવે છે. તેમજ આ અટલજી પાર્ક બગીચાનું હેન્‍ડલીંગ પાલિકાના કલાર્ક ચેતનભાઇ દેવલુક દ્વારા જહેમત ઉઠાવીને સુંદર બગીચો તૈયાર કરવામાં આવેલ છે. બગસરામાં કોઇના લગ્‍ન થયા હોય ત્‍યારે કપલ માટે ફરવા લાયક આ બગીચો છે. સીનીયર સીટઝનો બાળકો સહિતના લોકોને માટે આ સુંદર સ્‍થળ છે.
બગીચાનું કામ ચાલું હતું ત્‍યારે તેમનું બિલ રોકાયા વગર કામ થયેલ હતું. વૃક્ષો અને ઘાસ માંગરોળથી લાવીને તેમનો ઉછેર ચેતનભાઇ દેવલુક દ્વારા કરવામાં આવેલ અગાઉ આ સ્‍થળે પાલિકાનો ઉકરડો હતો અને આ જગ્‍યાને જડમાંથી ચેતનનુંસ્‍વરૂપ આપી નિર્માણકાર્ય કરવામાં આવેલ છે 8 વિઘા જગ્‍યામાં આ બગીચો નિર્માણ પામેલ છે. વર્મી કમ્‍પોસ્‍ટની જગ્‍યા આ બગીચાની પાછળ છે જયાં પાલિકા દ્વારા વર્મી કમ્‍પોસ્‍ટમાંથી ખાતર તૈયાર કરીને આ બગીચાના ફૂલ-ઝાડમાં વાપરવામાં આવે છે. 2વર્ષની મહેનત પછી આ બગીચો નિર્માણ કરવામાં આવેલ. આ જમીન પથ્‍થરવાળી હોય જેમને તોડી જહેમત ઉઠાવી પ00 ફેરા મુંજીયાસર ડેમમાંથી કાંપ લાવી આ સ્‍થળને નવનિર્માણ કરવામાં આવ્‍યું છે.