Main Menu

Saturday, February 17th, 2018

 

સાવરકુંડલા

ત્રિવેદી હિંમતલાલ રેવાશંકર ઉ.વ.86 નું તા.17/2 ના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણુ ં તા.19/2 સોમવારના 8 થી 6 સુધી નિવાસ સ્‍થાન ખાલપર મુકામે રાખેલ છે.


સાવરકુંડલા

વાળા નારણભાઇ કાળુભાઇ ઉ.વ.80 નું તા.16/2 ના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણુ ં તા.19/2 સોમવારના 4 થી 6 તેમના નિવાસસ્‍થાન સર્વોદયનગર ખાતે રાખેલ છે.


બગસરા

ઘનુડા નિવાસી હાલ નટવરનગર બગસરાના રાજગોર બ્રાહ્મણ ઉમેશભાઇ (ઉ.વ.28) તે પ્રાગજીભાઇ ભોવાનભાઇ જોશીનાં પુત્ર તેમજ તા.17 નાં અવસાન થયેલ છે. બેસણુ ં તા.19 સોમવાર સાંજના 4 થી 6 નિવાસસ્‍થાન હનુમાનપરા, નટવરનગર બગસરા ખાતે રાખેલ છે.


બાબરા

સ્‍વ.રણછોડદાસભાઇ વેલજીભાઇ હદાણીના પુત્ર પ્રભુદાસભાઇ (બાબુભાઇ) ઉ.વ.80 તે મથુરભાઇ (લંડન), સ્‍વ. રજનીભાઇ, ચંદ્રકાંત ભાઇ હદાણીના ભાઇ તે રઘુવીર ભાઇ વાળા, અશોકભાઇ, જગદિશ ભાઇ, રમેશ ભાઇ તથા રમાબેન ભરતકુમાર ખખ્‍ખરનાં પિતાશ્રી તથા દામનગર વાળા બાબુલાલ મગનલાલ ગણાત્રાના જમાઇનું તા.16ના અવસાન થયેલ છે તેમનું બેસણુ ં તા.19/2 ના સોમવારે બપોરે 4 થી 6 લોહાણા મહાજન વાડી બાબરા ખાતે રાખેલ છે.


PNB કૌભાંડઃ બેંકિંગ સીસ્ટમની ખામી સુધરે ખરી ?

પંજાબ નેશનલ બેંકમાં 11,300 કરોડનું મહાકૌભાંડ. સોશિઅલ મીડિયામાં અને ખાસ કરીને વ્હોટ્સઅપ પર રમૂજો ફરી રહી છે. દેશમાં આટલું મોટુ કૌભાંડ થાય અને બધા સોશિઅલ મીડિયામાં મઝા લઈ રહ્યા છે, કયારે દેશ જાગશે..? દેશની પ્રજામાં કયારે અવેરનેશ આવશે..? કયા સુધી બેંકિંગ સીસ્ટમની પોલમપોલનો લાભ લેવાશે..? ગુજરાતની માધવપુરા મર્કેન્ટાઈલ કો.ઓપરેટિવ બેંકના ડિફોલ્ટને યાદ કરો. તે તો કોઓપરેટિવ બેંક હતી, કેતન પારેખ જેવા લોકો કોઓપરેટિવ બેંકની સીસ્ટમનો ગેરલાભ લઈને પૈસા ઉઠાવી ગયા, અને પછી ભર્યા જ નહી, અંતે બેંક ડિફોલ્ટ થઈ. તે પછી આરબીઆઈએ સખત પગલા લીધા અને બેંકિંગની ખોખલી સીસ્ટમ સામે વાંધા ઉઠાવ્યા હતા, આરબીઆઈએ કોઓપરેટિવ બેંકો સામે સખ્તી કરી હતી, પણ આ પંજાબ નેશનલ બેંક તો શિડ્યુલ બેંક હતી, તો પછી કેવી રીતે કૌભાંડ આચાર્યુ..? તમારા આધારકાર્ડને બેંકના નાના ખાતા સાથે જોડવાની ઝુંબેશ ચાલે છે, નાના ખાતેદારને હેરાન કરાય છે, તો નીરવ મોદી જેવાના આધાર કાર્ડ બેંકના ખાતા સાથે એટેચ થયા કે નહીે તે કોણ જોશે.
પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડ પછી એવા અનેક સવાલો ઉભા થયા છે, કે તેનો કોઈની પાસે જવાબ નથી. સીબીઆઈ, સીવીસી, નાણાં મંત્રાલય, આરબીઆઈ જેવી તપાસ એજન્સીઓ તપાસ કરશે, અને કૌભાંડીઓ તો દેશ છોડીને ભાગી ગયા છે. હવે શું. સીસ્ટમની ખામીઓ સુધરશે ખરી ? તે પણ અતિમહત્વનો સવાલ છે.
નીરવ મોદીની ‘મોદી’ અટકને કારણે કોંગ્રેસ ગેલમાં આવી જઈને આક્ષેપો કરી રહી છે, તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસ પણ હલ્લો કર્યો છે. દર વખતે આવા કૌભાંડ બહાર આવે ત્યારે રાજકીય રીતે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થાય છે, પણ કોઈ તે કૌભાંડ કેમ થયું, કેવી રીતે થયું, તેની શું ખામી હતી, નિયંત્રક સંસ્થા તરીકે આરબીઆઈએ શું ધ્યાન રાખ્યું, પંજાબ નેશનલ બેંકના ઓડિટમાં કેમ આ બાબત બહાર ન આવી, આવી બધી બાબત વિસરાઈ જાય છે. કૌભાંડની બે દિવસ ચર્ચા ચાલશે, પછી બધાં ભૂલી જશે. પણ હાલ તો કોંગ્રેસ અને ભાજપ આમનેસામને આવી ગયા છે.
કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન અરુણ જેટલીને જાણકારી વગર આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીની બરાબર ચુટકી લીધી હતી. તો સામે સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમને વળતો હૂમલો કર્યો હતો. રાહુલ ગાંધી આ જ્વેલરી ગ્રુપના પ્રમોશન ઈવેન્ટમાં સામેલ થયા હતા. નીરવ મોદીએ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીને ફાયદો પહોંચાડ્યો છે. નિર્મલા સીતારમને વધુમાં કહ્યું હતું કે ફાયર સ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા.લી. નીરવ મોદીની કંપની હતી, તેમણે તેને અદ્વેત હોલ્ડિંગમાં ખરીદી કરી હતી. અદ્વેત હોલ્ડિંગમાં 2002માં કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીની પત્ની અનિતા સિંઘવી શેરહોલ્ડર હતી. કોંગ્રેસના નેતાઓએ ગીતાજંલી કંપનીને પ્રમોટ કરી છે, અને તેને બિલ્ડીંગ પણ આપી હતી. નીરવ મોદીની કંપનીને લોન આપવાની શરતો હળવી પણ કોંગ્રેસે જ કરી આપી હતી.
જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે આપણા દેશનો ચોકીદાર છે તે પકોડા બનાવવાની સલાહ આપી રહ્યા છે. આજ પરિસ્થિતિમાં ચોકીદાર સૂઈ ગયો છે, અને ચોર ભાગી ગયો છે. પીએમ મોદી તેમની સાથે સત્તાવાર ટ્રાવેલ કરનારાના નામ કેમ જાહેર કરતાં નથી. શું ઈઝ ઓફ ડુંઈગની વાત પીએમ કરશે. દાવોસમાં પીએનબી સ્કેમના મુખ્ય આરોપી નીરવ મોદીનો ફોટો પીએમ મોદી સાથે છે, તે ખુલાસા પછી આ ફોટા વાયરલ થયો હતો. અને આ ફોટાને આધારે કોંગ્રેસે ભાજપ પર હૂમલો કર્યો હતો.
આ તો થઈ ભાજપ અને કોંગ્રેસના રાજકારણની. પણ હવે સીરીયસ વાત. પીએનબી કૌભાંડ જેવું બહાર આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તપાસ એજન્સીઓએ ફટાફટ તપાસ શરૂ કરી છે. સીબીઆઈ, ઈન્ટરપોલ, ઈડી, સીવીસી, આરબીઆઈ, ફાઈનાન્સ મીનીસ્ટ્રી વિગેરે એક્શનમાં આવી ગયા છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીના પાસપોર્ટ રદ કર્યા છે, અને તેના આઉટલેટ્સ પર દરોડા પાડ્યા છે. સેબી પણ તપાસમાં જોડાઈ છે. સીબીઆઈએ પીએનબીના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ તો એક્શનની વાત, પણ શું નીરવ મોદી અને મેહુલ ચોકસી પકડાશે ખરા. પીએનબીના ડુબેલા પૈસાનું શું થશે. બેંકિંગ સીસ્ટમની ખામીઓનું શું થશે, આ મુદ્દા પર રાજકીય પક્ષો વિચારે અને કડક કાયદા બનાવે.
આરબીઆઈનું કોઈપણ બેંક પર નિયંત્રણ નથી. ખાનગી બેંકો અને સરકારી બેંકો ખાતેદારો પાસેથી આડેધડ ચાર્જિસ વસુલ કરે છે, ખાતેદાર રજૂઆતો કરીને થાકી ગયા, કોઈ સાંભળનાર નથી. નાના નાના ખાતેદારો પાસેથી અનેકવિધ ચાર્જિસ વસુલે છે, અને આવા માટા કૌભાંડીઓ બેંકોનું કરી ગયા, તો શું થયું. દેશ જાણે છે, અને આગામી દિવસોમાં શું થશે, તે પણ જાણવા મળશે. ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા જેવો ઘાટ ઘડાયો છે.
હજી તો સૌથી મોટી વાત સામે આવી છે તે એ છે કે રોઇટર્સનો રીપોર્ટ છે કે આ બેંકોનું કૌભાંડ 11,000 કરોડ નહીં પણ 60,000 કરોડનું છે. પીએનબીનું કૌભાંડ બહાર આવતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે. પીએનબી અને ગીતાજંલી જેમ્સ સહિત જ્વેલર્સ ઉદ્યોગના શેરમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને સતત ત્રણ ટ્રેડિંગ સેશનમાં કડાકો બોલી ગયો હતો, જેને પગલે રોકાણકારોની રુપિયા 9500 કરોડની મૂડીનું ધોવાણ થયું છે. રોકાણકારો સવાલ પુછી રહ્યા છે કે આની ભરપાઈ કોણ કરશે ?
અગાઉના વર્ષોમાં વિદેશમાં બેંકો ડિફોલ્ટ થઈ ત્યારે તમામ દેશ પર તેની વિપરીત અસર થઈ હતી, ભારત જ એક એવો દેશ હતો કે તેની બેંકિંગ નીતિના વખાણ થયા હતા, ત્યારે આરબીઆઈએ મૂંછ પર તાવ આપ્યો હતો. પણ હવે ભારતમાં જ બેંક ફ્રોડ થયો છે, તો હવે આરબીઆઈ શું કહેશે.?


પાટણ મામલે ચર્ચા કરવા CM રૂપાણીએ બોલાવી ખાસ બેઠક,પરિવાર માટે કરી આ જાહેરાત

ગાંધીનગર:દલિત આગેવાનના મોત બાદ મુખ્યમંત્રીએ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં પાટણના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સરકાર આ ઘટનાને પગલે દુઃખી છે.છેલ્લા 5 કલાકથી સરકાર સમગ્ર મામલે ચર્ચા કરી રહી છે.સરકારે ભાનુ વણકરના પરિવારને મદદ કરવાનું વચન આપ્યું છે.શક્ય તેટલી તમામ મદદ કરવાની સરકારે જાહેરાત કરી છે.

મહત્વનું છે કે 1955માં ખાલસા કરેલી જમીન હાલ આ પરિવાર પાસે છે.7/12ના ઉતારામાં પણ આ પરિવારના નામ નથી.આઝાદી બાદ સરકારના નિયમ પ્રમાણે જમીન અપાઈ હતી.જમીન આ પરિવારને સોંપવામાં આવશે.અને 7/12ના ઉતારામાં આ પરિવારનું નામ ઉમેરવામાં આવશે.

તો આ ઘટના અંગે નીતિન પટેલે વધુ જણાવ્યું કે સરકાર જવાબદાર સામે કાર્યવાહી કરશે.આ સાથે એક જાહેરાત કરી છે કે ભાનુભાઈનો પરિવાર સુચવશે તે પ્રમાણે તપાસ કમિટીની રચના કરવામાં આવશે.SIT કે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવશે.

આ કમિટી કોની ભુલથી બનાવ બન્યો તે અંગે તપાસ કરશે અને પરિવારની તમામ માંગણીઓ સંતોષવામાં આવશે.તો ભાનુ વણકરના પરિવારને રૂપિયા 4 લાખની સહાય કરવામાં આવશે.આમ સરકારે ભાનુ વણકરની તમામ માગણીઓ સ્વીકારી લીધી છે.ત્યારે હવે જોવું રહ્યું કે પરિવારજનો આગામી સમયમાં કેવી રણનીતિ ઘડે છે.


7000 ભારતીયોનું સપનું ચકનાચૂર થઈ શકે છે, અમેરિકામાં ન મળી આ યોજનાને મંજૂરી

અમેરિકી સેનેટે ઇમિગ્રેશન બિલને નામંજૂર કરી દીધું છે. તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સમર્થિત ‘ડ્રિમર્સ’ બિલ પણ સામેલ છે. જેમાં વિદેશો માંથી બાળપણમાં દસ્તાવેજ વિના અમેરિકા આવેલા યુવા (ડ્રીમર્સ)નો પણ સમાવેશ થાય છે. આ બિલ નામંજૂર થવાના કારણે અમેરિકામાં ડ્રીમર્સનું ભવિષ્ય પણ દાવ પર મુકાયું છે. અમેરિકામાં ભારતના 7000 ડ્રિમર્સ રહે છે, જે હવે મુશ્કેલીમાં મુકાયા છે. સેનેટ ટ્રમ્પ પ્રશાસનના ઇમિગ્રેશન સાથે સંબંધિત દ્વિપક્ષીય કરારને પણ ફગાવી દીધો જેમાં મેકિસ્કો સીમા પર દિવાલ બનાવવા અને અન્ય સુરક્ષા ઉપાયો માટે 25 અરબ ડોલરના બદલે અમેરિકાના આશરે 18 લાખ કથિત ડ્રિમર્સને નાગરિકતા આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ઇમિગ્રેશન બિલ પાસે ન હોવાથી ગ્રીન કાર્ડ માટે દરેક દેશના સીમા દૂર કરવાના પ્રયાસોને પણ આંચકો લાગ્યો છે. આ પ્રસ્તાવનો સીધો લાભ નિશ્વિત રૂપે તે ભારતીય વ્યાવસાયિકોને મળવાનો હતો જે હાઇ સ્કીલ્ડ અને પ્રતિભાશાળી છે. ઇમીગ્રેશનની યોજનાઓ મંજૂર કરાવવા માટે થયેલા મતદાનમાં સેનેટરોના પૂરતા મત ન મળ્યાં. ટ્રમ્પ સમર્થિત બિલને 60ની સરખામણીમાં 39 મત મળ્યાં. જો આ બિલ મંજૂર થઇ જાત તો 18 લાખ પ્રવાસીઓને અમેરિકામાં રહેવાનો સ્થાયી અને કાનૂનૂ દરજ્જો મળી જાત અને મેક્સિકો સીમા પર દિવાલનાં નિર્માણ માટે 25 અબજ ડોલરની રકમ મળી જાત. તેમાં ભારતના 7 હજાર ડ્રિમર્સ પણ સામેલ છે. વ્હાઇટ હાઉસ સમ4થિત બિલ દ્વારા પરિવાર આધારિત ઇમિગ્રેશન પર પણ પ્રતિબંધ મુકાઇ જાત ને વિવિધતા લોટરી વીઝા પણ સમાપ્ત થઇ જાત પરંતુ બિલ મંજૂર થવામાં 60 વોટ ઓછા હતાં. સેનેટે વધુ એક દ્વિપક્ષીય બિલને 54ની સામે 45 મતોથી નામંજૂર કરી દીધું, જે કામમાં અડચણ ઉભી કરનારા સાંસદો માટે પસાર થવાનું હતું પરંતુ તેને પણ સેનેટમાં જરૂરી 60 મત મળી ન શક્યાં. સેનેટમાં રજૂ કરવામાં આવેલા તમામ 4 પ્રસ્તાવ મંજૂર ન થઇ શક્યા. રિપબ્લિકન સેનેટર માર્કો રુબિયોએ જણાવ્યું કે સેનેટ સમક્ષ રજૂ કરવામાં આવેલા દરેક બિલ પાસ થઇ શક્યા નથી. તેમણે કહ્યું કે જો આ બિલ જલ્દી પાસ ન થયા તો 5 માર્ચથી આ બાળકોએ પોતાના દેશ પરત જવું પડશે. જે દુખદ બાબત હશે. ડોનાલ્ડ ટ્રમ્પે શૂમર-રાઉન્ડ્સ-કોલિન્સ ઇમિગ્રેશન બિલને સંપૂર્ણ વિનાશ ગણાવ્યું. વ્હાઇટ હાઉસે આ બિલ વિરુદ્ધ વીટો કરવાની ધમકી આપી હતી.


ખાતામાં નથી આવી રહી ગૅસ સબસિડી તો ચિંતા છોડો, કરો આ નંબર પર ફોન

શું તમે ગેસ સબસિડીનો લાભ લઇ રહ્યા છો? કેટલાક મહિનાથી સબસિડી ન આવવાથી શું તમે પરેશાન છો? તો પછી આ નંબર પર ફોન જોડી તમારી પરેશાની જણાવી તમે નિરાકરણ લાવી શકો છો. સબસિડીની જાણકારી મેળવવાનો પણ હવે તમારી પાસે વિકલ્પ છે. તમે ઑનલાઇન ચેક કરી શકો છો અને ગેસ સબસિડી ન મળતાં તમે ફરિયાદ પણ કરી શકો છો. બાદમાં પેટ્રોલિયમ કંપનીઓ તાત્કાલિક તમારી ફરિયાદ પર પગલા ભરશે. ગેસ સબસિડી ચેક કરવા માટે તમારે વેબસાઇટ www.mylpg.in પર લૉગઇન કરવું પડશે. અહીંયા તમને ત્રણ પેટ્રોલિયમ અને ગેસ કંપનીઓના નામ હોમપેજ પર જોવા મળશે. તમારી પાસે જે કંપનીનું ગેસ કન્કેશન છે તેની પર ક્લિક કરો. બાદમાં ફીડબેકનો વિકલ્પ આવશે. અહીંયા માંગેલી માહિતી ભરવાની રહેશે. ફીડબેકમાં તમારે તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને એલપીજીની આઈડી સબમિટ કરાવી પડશે. આ માહિતી જેવી તમે સબમિટ કરશો તેવી જ ગેસ સબસિડીની જાણકારી કોમ્પ્યુટર સ્ક્રીન પર જનરેટ થશે. તમારી ગેસ સબસિડી કોના ખાતામાં જમા થઇ ગઇ છે તેની પણ તમને જાણકારી મળી જશે. જો તમને મળેલી જાણકારી ખોટી છે અથવા તમારા હિસ્સાની સબસિડી કોઇ બીજાની પાસે જતી રહીં છે. તો તેની ગંભીરતાને ધ્યાનમાં રાખી તમે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકો છો. વેબસાઇટ પર તમને ઑનલાઇન ફરિયાદ નોંધાવવાની તક મળશે. આ સિવાય તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો.


કેન્દ્ર સરકાર બંધ કરશે 10 રૂપિયા ની નવી નોટ..!

5 ફેબ્રુઆરી 2018ના રોજ માર્કેટમાં છપાઇને આવેલા 10 રૂપિયાની નવી નોટ ફરી એકવાર બંધ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે 10 રૂપિયાની નોટ બંધ કર્યા પછી ફરીથી સિક્કા ચલાવાની વાત કહી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે દસ રૂપિયાની નવી નોટ પર પણ સંકટ જોવા મળી રહ્યું છે. આ નોટ હાલમાં મધ્યપ્રદેશના દેવાસ નોટ પ્રેસમાં છપાઇ રહી છે. એક મળતાં અહેવાલ મુજબ સરકારે કોર્ટમાં દસ રૂપિયાની નોટ બંધ કરવા માટેનું કારણ જણાવતાં કહ્યું કે દસ રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે અને તેની જગ્યાએ સિક્કાનું ચલણ કરવામાં આવશે. જેના કારણને લઇને કહ્યું કે નેત્રહીન વ્યક્તિઓને નોટ ઓળખવામાં તકલીફ પડી રહી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે નવી નોટની તપાસ માટે નેત્રહીન વ્યક્તિને પણ બોલવામાં આવશે. મળતા અહેવાલ મુજબ સરકારે નેત્રહીન વ્યક્તિઓને થઇ રહેલી હેરાનગતિના કારણે નોટબંધીનીવાત મુખ્ય ન્યાયાધીશ સામે રાખી હતી. સરકારે જણાવ્યું કે નેત્રહીન વ્યક્તિ 20 અને 50ની નોટને સારી રીતે ઓળખી શકે છે. હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવામાં આવ્યું છે કે નવી નોટમાં ઓળખ માટે કોઇ નિશાન ન હોવાથી નેત્રહીન વ્યક્તિઓને ઘણી પરેશાની થઇ રહી છે. આ મામલે કોર્ટમાં આગામી 7 માર્ચે સુનાવણી હાથ ધરાશે.


કૌભાંડ મુદ્દે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને આ પૂછ્યો પ્રશ્ન ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબ નેશનલ બેંકમાં નિરવ મોદી ગોટાળા પર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે ક્હ્યું છે કે આ ગોટાળો 22 હજાર કરોડ રૂપિયાનો છે. પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે 22 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો ઉચ્ચસ્તરીય સહયોગ વગર થઈ શકે નહીં.

રાહુલ ગાંધીનો આરોપ છે કે આ બધું જરૂરથી સરકારમાં બેઠેલા લોકોની રહેમ નજરમાં થયું. નહીંતર આટલો મોટો ગોટાળો શક્ય નથી. તેમણે ક્હ્યું છે કે વડાપ્રધાન મોદીએ આ મામલે સામે ચાલીને આગળ આવવું જોઈએ અને લોકોના સવાલોના જવાબ આપવા જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધી મામલે ફરી એકવાર સરકારને ઘેરતાં કહ્યુ છે કે આ બધાંની શરૂઆત નોટબંધીથી થઈ છે. વડાપ્રધાન મોદીના એક નિર્ણયથી પાંચસો અને હજાર રૂપિયાની જૂની નોટ રદ્દી થઈ ગઈ. જેના કારણે લોકોના નાણાં બેંકોમાં ચાલ્યા ગયા હતા. આ નાણાંને નીરવ મોદી લઈને ભાગી ગયો. રાહુલ ગાંધીએ આકરા લહેજામાં સવાલ કર્યો છે કે વડાપ્રધાન મોદી સવાલોથી બચી શકે નહીં. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે વડાપ્રધાન મોદી આગળ આવીને જણાવે કે આ બધું કેવી રીતે થયું અને હવે આગળ શું કરવામાં આવશે.


error: Content is protected !!