Main Menu

Monday, February 19th, 2018

 

સાવરકુંડલા ખાતે શ્રી લુહાર જ્ઞાતિ સમાજ ના સમૂહ લગ્ન યોજાયો.

સાવરકુંડલા ખાતે લુહાર સમાજ ના શ્રી લુહાર યુવા સંગઠન આયોજીત સમૂહ લગ્ન સમારોહ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ૧૧ નવદંપતી એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા. તથા સમૂહ દાંડીયારાસ ની રાત્રી ના યોજાયા હતા. આ તકે લુહાર સમાજ ના અગ્રણી, સંતો મહંતો, તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સાવરકુંડલા ખાતે પટેલ સમાજ નો સાતમો સમુહલગ્નોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.

સાવરકુંડલા ખાતે શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા પટેલ સમાજ નો સાતમો સમૂહ લગ્ન મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૧૧ નવદંપતી ઓએ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા. આ તકે પુરાણીસ્વામી સ્વામિનારાયણ મંદિર સાવરકુંડલા, પ.પૂ.લવજીબાપુ ખોડિયાર મંદિર નેસડી, મહામંડલેશ્વર શ્રી મસ્તરામબાપુ, કનકદાસબાપુ રામદેવ આશ્રમ ધાર, વગેરે સંતો મહંતો આશીર્વાદ પાઠવ્યા હતા. તથા રાજકીય મહાનુભાવો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાતમા સમૂહ લગ્ન ને સફળ બનાવવા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ના પ્રમુખ શ્રી ડી.કે.પટેલ, હિમતભાઈ લાખાણી, જયસુખભાઈ નાકરાણી તનતોડ મહેનત કરી હતી.

સાવરકુંડલા ખાતે શ્રી રાજગોર બ્રાહ્મણ સમાજ નો ૧૯ મો સમુહલગ્નોત્સવ સમારોહ યોજાયો.

સાવરકુંડલા ખાતે શ્રી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ નો ૧૯ મો સમુહલગ્નોત્સવ સમારોહ ની આંખ ની હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સંતો મહંતો, ભાગવતાચાર્ય ડો. જ્યંતીભાઈ તેરૈયા, રાજકીય મહાનુભાવો વગેરે અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભારતની સૌથી મોટી રાજકોટ મેરેથોને ઇતિહાસ સર્જ્યો

તા.૧૯/૦૨/૨૦૧૮

 

દોડ્યું રાજકોટ જીત્યું રાજકોટ

રાજકોટ મેરેથોનને શહેરીજનો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ અપાવવા બધ્ધ થશે.

રાજકોટ ફુલ મેરેથોનનો પ્રારંભ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો.

ભારતની સૌથી મોટી રાજકોટ મેરેથોને ઇતિહાસ સર્જ્યો: ૬૪,૦૦૦ થી પણ વધુ રજીસ્ટ્રેશન : એશિયાની બીજી સૌથી મોટી રાજકોટ ફૂલ મેરેથોન”માં અદમ્ય ઉત્સાહ સાથે સ્પર્ધકોએ ભાગ લીધો.

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ

દ્વારા અદ્દભૂત આયોજન, છ કેટેગરીની મેરેથોન યોજાઇ

દિવ્યાંગો-વરિષ્ઠ નાગરિકો માટે પણ અલગ મેરેથોન, તંત્રની સંગીન વ્યવસ્થા: મહાનુભાવોના વરદ હસ્તે વિજેતા સ્પર્ધકોને પુરસ્કારથી સન્માનિત કરાયા.

તમામ શહેરીજનોના સહયોગથી જ રાજકોટ મેરેથોનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત થઇ શકી છે.

– પુષ્કરભાઇ પટેલ, જયમીનભાઇ ઠાકર.

” અદભૂત….અકલ્પ્ય….અવર્ણનીય…..અને…..યાદગાર…..”

આ શબ્દો હતા રાજકોટ મેરેથોનમાં ભાગ લેવા ઉમટી પડેલા અને તેઓનો ઉત્સાહ વધારવા વહેલી સવારે ૪.૦૦ વાગ્યાથી જ મેદાનમાં ઉમટવા લાગેલા હજ્જારો લોકોના.

શહેરના તમામ માર્ગો રેસકોર્સ ભણી ફંટાયા હતા. ચારેકોરના રસ્તેથી લોકો રેસકોર્સમાં આવી રહયા હતા. ગત સાલ યોજાયેલી ફૂલ મેરેથોન વખતે ત્યારના દ્રશ્યો નજરોનજર નિહાળવાનું અને તેના માહોલ વચ્ચે પુલકિત થઇ જવાનો મોકો પ્રાપ્ત નહી કરી શકેલા હજ્જારો લોકોએ પણ આજે પ્રથમ વાર આ લ્હાવો મેળવ્યો હતો.

ભારતની સૌથી મોટી અને નંબર વન મેરેથોન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર રાજકોટ ફૂલ મેરેથોનને ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી મેરેથોનને વહેલી સવારે ફ્લેગઓફ કરી તેને પ્રસ્થાન કરાવતા જ આ આંતરરાષ્ટ્રીય મેરેથોને એક નવું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે યોજાયેલી મેરેથોન દોડનો રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર ઇન્ટરનેશનલ ક્રિકેટર શ્રી ચેતેશ્વર પુજારાની ઉપસ્થિતિએ સ્પર્ધકોનો ઉત્સાહ અનેક ગણો વધારી દીધો હતો. સ્માર્ટ સિટી બનવા ભણી આગળ ધપી રહેલ રાજકોટના લોકો પીવાના પાણીના કરકસરયુક્ત ઉપયોગ, સ્વચ્છતા મિશન, અને ટ્રાફિક બાબતે વધુ ને વધુ જાગૃત થાય તેવા આશય અને થીમ સાથે યોજાયેલી કુલ મેરેથોન દોડમાં ૬૪,૦૦૦થી વધુ દોડવીરો જોડાતા તે ભારતની પ્રથમ ક્રમાંક તથા એશિયામાં બીજા ક્રમાંકની દોડ બની રહી હતી.

માન.મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોએ રાજકોટ ફૂલ મેરેથોન અને અન્ય દોડને ઝંડી આપી તેનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ શહેરના નાગરિકોના ઉમંગ તથા ઉત્સાહને વધાવી લીધો હતો. આ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર તથા ક્રિકેટર ચેતેશ્વર પૂજારા પણ દોડમાં જોડાયા હતા.

૪૨ કિમી, ૨૧ કિમી, ૧૦ અને ૫ કિમી ઉપરાંત દિવ્યાંગ તથા સિનિયર સિટીઝન કેટેગરીની મેરેથોન યોજાઇ હતી. દોડવીરો માટે એનર્જી ડ્રિંક્સ, પાણી, ફિઝીયોથેરાપિસ્ટ અને ટેમ્પરરી મીની હોસ્પિટલ તેમજ આઈ.સિ.યુ. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેસકોર્સનું મેદાન અને આજુબાજુના રસ્તા દોડવીરોથી છલકાઇ ગયા હતાં. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મેરેથોન પૂર્ણ થયા બાદ ઉપરોક્ત મહાનુભાવોના વરદ હસ્તે વિજેતા દોડવીર ભાઈઓ અને બહેનોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટવાસીઓ ગત ફૂલ મેરેથોનની જેમ જ વહેલી સવારે ૪.૦૦ વાગ્યાથી જ રેસકોર્સ મેદાન અને મેરેથોનના વિવિધ કેટેગરીના છ રૂટ પર ઉમટી પડયા હતા. ૬૪,૦૦૦થી વધુ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માર્ગો પર વહેલી સવારે અંધારાના સમયમાં પણ જાણ્યે કે નવો સૂરજ ઉગ્યો હતો.

       આ મહાઆયોજનમાં તમામ ખાનગી સંસ્થા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શાળાઓ કોલેજો, રાજકોટવાસીઓ, તમામ એથ્લેટો, વિવિધ હોસ્પિટલો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્પોન્સર્સ, પાર્ટનર્સ, વિવિધ ક્ષેત્રો અને વ્યક્તિગતરૂપે પણ મળી રહેલા સહયોગ બદલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ તમામ મહાનુભાવો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર જણાવેલ છે કે, તમામ શહેરીજનોના સહયોગથી જ રાજકોટ મેરેથોનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત થઇ શકી છે.


PNB Scam: રામદેવ બોલ્યા, નીરવ મોદીને તેના પાપોનું ફળ મળશે

દેશના સૌથી મોટા ઘોટાળા માટે વિપક્ષ કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલા કરી રહી છે. પરંતુ હવે બાબા રામદેવ મોદી સરકારના બચાવમાં આવ્યા છે. મોદી સરકારનો બચાવ કરતા બાબા રામદેવે જણાવ્યું કે મોદી સરકાર નીરવ મોદીને તેના અસલી ઠેકાણે ચોક્કસ પહોંચાડશે. તેમને આગળ જણાવ્યું કે લલિત મોદી હોય કે નીરવ મોદી જે પણ આવું કામ કરે છે તે દેશ માટે પણ શરમની વાત છે.

લલિત મોદી અને નીરવ મોદીના નામ લઈને બાબા રામદેવે જણાવ્યું કે લોકો ઘોટાળા કરીને દેશનું નામ બદનામ કરે છે. મોદી સરકાર આ નીરવ મોદીને તેના અસલી ઠેકાણે ચોક્કસ પહોંચાડશે તેના પાપોનું ફળ તેને ચોક્કસ મળશે.

આપણે જણાવી દઈએ કે નીરવ મોદી પર આરોપ છે કે તેને પંજાબ નેશનલ બેંક મુંબઈ બ્રાન્ચથી 11400 કરોડ રૂપિયા કરતા પણ વધારે નકલી એલઓયુ મેળવ્યા. જેના કારણે બેંકને ઘણું નુકશાન ઉઠાવવું પડ્યું છે. આ આખો મામલો ત્યારે બહાર આવ્યો જયારે બેંકે જાતે આ ઘોટાળા ની પુષ્ટિ કરી.

નીરવ મોદી ઘ્વારા કરવામાં આવેલા પંજાબ નેશનલ બેંક ઘોટાળા પછી ઈડી અને સીબીઆઈ સતત તેના ઠેકાણા પર દરોડા મારી રહી છે. આ દરોડામાં તેમને કુલ 5500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. નીરવ મોદીના મુંબઈ, નવી દિલ્હી સાથે ઘણા ઠેકાણા પર સીબીઆઈ ઘ્વારા દરોડા પાડ્યા તેના શોરૂમ અને ઓફિસ પણ સીઝ કરી દેવામાં આવ્યા છે.


19/02/2018

આપનું આજ

મેષ

શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. શરદી, કફ, તાવની પીડા સતાવે. ધરમ કરવા જતાં ધાડ ૫ડે તેવી હાલત થાય. ખર્ચનું પ્રમાણ વિશેષ રહે. લલચામણી ઓફરોમાં સ૫ડાવ નહીં તેનું ધ્‍યાન રાખવું. જમીન મકાન વગેરેના દસ્‍તાવેજોમાં છેતરપિંડી થવાનો સંભવ રહે. માતાનું સ્‍વાસ્‍થ્‍ય બગડે. નિર્ણયશક્તિ ડામાડોળ રહેતાં દ્વિધામાં અટવાયા કરશો. કોઇના જામીન બનવા સામે ગણેશજી ચેતવણી આપે છે.

વૃષભ

ગણેશજી કહે છે કે આજે આપની આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે. વેપારમાં નવા લાભકારક સં૫ર્કો થાય. કુટુંબીજનો અને મિત્રો સાથે હસીખુશીની ૫ળો માણવાની તક મળે. પ્રવાસ ૫ર્યટનનો યોગ છે. આજે ખાસ મહિલાવર્ગથી આ૫ને ફાયદો થાય. જીવનસાથી સાથેના સંબંધોમાં ગાઢ આત્‍મીયતાનો અનુભવ કરશે. ભાઇભાંડુઓથી તેમજ વડીલવર્ગથી લાભ થાય. તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

મિથુન

આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે. ઘર ઓફિસ તેમજ સામાજિક ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ સર્જાતા પ્રસન્‍નતા અનુભવશો. માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય. ઉ૫રી અધિકારીઓના સહકારભર્યા વલણને કારણે આપની પ્રગતિનો માર્ગ મોકળો થશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાશે, અને ઉત્તમ સાંસારિક સુખ મેળવી શકશો. સરકારી કાર્યોમાં આવતા અવરોધો દૂર થઇ જશે અને માર્ગ આસાન બનશે. એમ ગણેશજી જણાવે છે.

કર્ક

તન મનની સુખાકારી સાથે ભાગ્‍યવૃદ્ઘિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્‍નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય ૫સાર કરશો, વિદેશગમન કરવા ઇચ્‍છતા લોકોને સફળતા મળશે. આકસ્‍િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના ગણેશજી જુએ છે.

સિંહ

ગણેશજી આપને તબિયતની બાબતમાં વિશેષ કાળજી લેવાની ચેતવણી આપે છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો ૫ડે, ક્રોધ અને વાણીને વશમાં રાખવા ૫ડશે. કુટુંબીજનો સાથે મનદુ:ખ થાય. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. આપના મન ૫ર નકારાત્‍મક વિચારો હાવિ રહે. અનૈતિક કાર્યોમાં સંડોવણી ન થાય તેનું ધ્‍યાન રાખવું. આ સમયે આદ્યાત્મિકતાનો સહારો મનને હળવાશ આપશે.

કન્યા

સામાજિક અને જાહેરક્ષેત્રે લાભ સાથે ખ્‍યાતિ મેળવશો. સ્‍ત્રી વર્ગથી વિશેષ લાભ થશે. દાં૫ત્‍યજીવનમાં ૫રમસુખની ૫ળોનો અનુભવ થશે. નવા વસ્‍ત્રાલંકારની ખરીદી કરો તથા ૫હેરવાનો પ્રસંગ આવે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ થાય, મૈત્રી બંધાય. ભાગીદારી માટે અનુકૂળ સમય હોવાનું ગણેશજી કહે છે. પ્રવાસ- પર્યટનની શક્યતા રહે.

તુલા

ગણેશજીના જણાવ્‍યા અનુસાર આજે નોકરિયાત વર્ગ માટે ખૂબ લાભકારી દિવસ છે. નોકરિયાત વર્ગને તેમના કામમાં યશ અને સફળતા મળે. કુટુંબનું વાતાવરણ સુમળભર્યું રહે. પ્રતિસ્‍૫ર્ધીઓ સામે વિજય મળે. ઓફિસમાં સહકર્મારીઓનો સકાર મળે. મોસાળ૫ક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્‍ય સારું રહે. મનની પ્રસન્‍નતા પણ જળવાશે.

વૃશ્ચિક

ગણેશજી કહે છે કે આજે આપને સાહિત્‍ય સર્જન કે કલાક્ષેત્રમાં વધારે અભિરૂચિ રહે. બૌદ્ઘિક ચર્ચામાં ભાગ લેવાનો પ્રસંગ ઉભો થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે. નાણાંનું આયોજન કરવા માટે સારો દિવસ છે. આ૫ની મહેનત પ્રગતિ તરફ લઇ જશે. સંતાનો વિશે શુભ સમાચાર મળે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થાય.

ધન

ગણેશજી કહે છે કે આજે આપનામાં શારીરિક, માનસિક સ્‍ફૂર્તિ અને તાજગીનો અભાવ રહેશે. ૫રિવારમાં કલેશ કલહનું વાતાવરણ રહેવાથી આ૫નું મન ઉદાસ રહે. અનિદ્રા સતાવે. માતાનું આરોગ્‍ય બગડે. જાહેરજીવનમાં અ૫માનિત થવાનો પ્રસંગ આવે. ધન હાનિ થાય. સ્‍ત્રીવર્ગથી કોઇ હાનિ ૫હોંચે. નદી, તળાવ, સમુદ્ર જેવા જળાશયોથી સંભાળવું.

મકર,

ગણેશજીના આશીર્વાદથી આ૫નો આજનો સમગ્ર દિવસ સુખમય ૫સાર થશે. અનુકૂળ પરિસ્‍િથતિ સર્જાતા આ૫નું દરેક કાર્ય આજે સરળતાથી પાર પાડી શકશો. મનમાં પ્રસન્‍નતા રહેશે. વેપાર ધંધામાં આર્થિક લાભ મેળવી શકો. ભાગીદારીમાં ફાયદો થશે. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર કરશો. કોઇ નવું કાસ્‍ય આજે શરૂ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળે. મિત્રો સ્‍વજનોની મુલાકાતથી કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહેશે.

કુંભ

ગણેશજી કહે છે કે મનની દ્વિધાઓ આપનામાં નિર્ણયશક્તિનો અભાવ પેદા કરશે, ૫રિણામે મૂંઝવણ અનુભવાય. આરોગ્‍ય થોડું નરમગરમ રહે. વાણી ૫ર સંયમ નહીં હોય અને વાદવિવાદમાં ૫ડવાથી સ્‍વજનો સાથે મનદુ:ખ થાય. કાર્યમાં ઓછી સફળતા મળે. બિનજરૂરી ખર્ચ તેમજ ધનહાનિના યોગ છે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં અવરોધ આવે.

મીન

આજે આપ આનંદ ઉત્‍સાહ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. નવા કામની શરૂઆત લાભદાયી નીવડશે. મિત્રો સ્‍વજનોના સહવાસમાં સુંદર ભોજનનો આનંદ ઉઠાવવાનો અવસર પ્રાપ્‍ત થાય. પ્રવાસયાત્રાનો યોગ છે. લક્ષ્‍મીદેવીની કૃપા રહે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. ધારેલા કાર્યો સફળ થાય. દાં૫ત્‍યજીવનમાં સુખ અનુભવાય. ૫રિવારમાં શાંતિનો માહોલ જળવાશે.

 


છત્તીસગઢમાં માઓવાદીઓ સાથે અથડામણમાં 2 જવાન શહીદ, 6 ઇજાગ્રસ્ત

છત્તીસગઢના સુકમામાં રવિવારે નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થયા હતા અને ૬ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. એન્ટિ નક્સલ ઓપરેશનના સ્પેશિયલ ડીજી ડીએમ અવસ્થીએ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાંચ કલાકથી વધારે સમય સુધી આ અથડામણ ચાલી હતી. જે સવારે ૧૧ વાગ્યા શરૃ થઇ હતી. બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં એસટીએફ અને એક ડીઆરડી જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય ૬ જવાન ઇજાગ્રસ્ત થયા હતા.ગોળીબાર કરીને ભાગવામાં નક્સલીઓ સફળ રહ્યા હતા.

છત્તીસગઢમાં કેટલાક વિસ્તારો નક્સલવાદથી પ્રભાવિત છે. જ્યાં સેના અને નક્સલવાદીઓ સાથે અવારનવાર તકરાર થાય છે. રોડ બાંધકામ કરતી કંપનીના મેનેજરની નક્સલીઓ દ્વારા હત્યા થયા બાદ આ અથડામણ શરૃ થઇ ગઇ હતી. ભેજ્જી અને એલારમડગુ ગામ વચ્ચે આવેલા જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થતા પોલીસની અન્ય ટુકડીઓ પણ રવાના કરવામાં આવી હતી. ભેજ્જી અને એલારમડગુ ગ્રામ્ય વિસ્તાર વચ્ચે રસ્તાનું કામ ચાલી રહ્યું છે. આ પહેલાં તા.

૧૬ ફેબ્રુઆરીએ નક્સલીઓએ પોલીસ ટુકડી પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે બે નક્સલીઓને ફૂંકી માર્યા હતા. સુકમાના તોકનપલ્લી ગામના જંગલમાં ડીઆરજી અને એસટીએફના સંયુક્તદળ પર હુમલો કરવામાં આવ્યો હતો. સેનાના ફાયરિંગમાં એક નક્સલી શખ્સનું મોત નીપજ્યું હતું.


સેના અધ્યક્ષની ખાસ હાજરીમાં ડોકલામ મામલે ભારતે ભૂટાન સાથે કરી ગુપ્ત બેઠક

ડોકલામ પર ચીનના દાવા વચ્ચે ભારતના ટોચના અધિકારીઓ ભૂટાન સાથે ગુપ્ત બેઠક કરી છે. સેના પ્રમુખ બિપિન રાવત, વિદેશ સચિવ વિજય ગોખલે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ભૂટાન ગયા હતા. આ પ્રવાસ દરમિયાન અધિકારીઓએ ડોકલામ સહિતના અનેક કુટનૈતિક મુદ્દાઓ પર ચર્ચા કરી. ખબર છે કે બંને પક્ષે વાટાઘાટો ઘણી સકારાત્મક રહી હતી.

ડોકલામમાં ચીનની દખલ મુદ્દે આ બેઠક થઈ,જે 6 અને 7 ફેબ્રુઆરીએ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.મુશ્કેલી એ છે કે ડોકલામને લઈને ચીન ભૂટાન પર દબાણ કરી કહ્યું છે.ચીને ભૂટાન સામે એક પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં ડોકલામની જમીનને બદલે ઉત્તરીય સરહદે મોટી જમીન આપવાની રજૂઆત કરવામાં આવી છે.

ચીન ભૂટાનને આ પ્રસ્તાવ સ્વીકાર કરવા માટે દબાણ કરી રહ્યું છે. એવામાં ભારતીય અધિકારીઓનો ભૂટાન પ્રવાસ મહત્વનો છે. આપને જણાવી દઈએ કે ડોકલામ વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે તણખા ઝરી રહ્યા છે. ભારતની રણનીતિ પર ચીને ડોકલામથી પીછેહટ કરી હતી.


error: Content is protected !!