Main Menu

Tuesday, February 20th, 2018

 

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડેઉ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

તેમણે કૅનેડિઅન વડાપ્રધાનને વ્યક્તિગત આમંત્રણ પણ આપ્યું હતું અને તેમને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ-2019 નો એક ભાગ બનવાની વિનંતી કરી હતી, કારણ કે કેનેડા લાંબા સમયથી શિખરનું ભાગીદાર દેશ છે ત્યારથી ઉચ્ચ સ્તરના પ્રતિનિધિ મંડળ સાથે છે.
રૂપાની અને ટ્રુડેએ ગુજરાત, કેનેડા વચ્ચે શિક્ષણ, ઉદ્યોગ, શરુઆત અને નવીનીકરણના ક્ષેત્રે સહકારના વિવિધ પાસાઓ પર લંબાવ્યા હતા.
બોમ્બાર્ડિયર, મેકકેઇન, વગેરે જેવી વિવિધ કેનેડિયન કંપનીઓની વાત કરી, રૂપાનીએ રાજ્યમાં રોકાણ કરવા માટે કેનેડિયન કંપનીઓને આમંત્રણ આપ્યું.
ટ્રુડેએ રૂપેણીને સતત બીજા ગાળા માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા તે બદલ અભિનંદન આપ્યો હતો. રૂપાણીએ એમ પણ કહ્યું હતું કે કેનેડાની ઉદાર કેનેડિયન સંસ્કૃતિએ કેનેડામાંથી અભ્યાસ કરતા ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે ઘણો ફાયદો સાબિત કર્યો છે કારણ કે તે ઘણા લાભો લપસી શકે છે.

ચીનને હંફાવવા એક થશે જાપાન, ભારત, યુએસ, ઓસી

સંયુક્ત યોજનાની કરી શકે છે જાહેરાત 

ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને ટક્કર આપવા માટે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન અને ભારતે મળીને એક સંયુક્ત એક્શન પ્લાન બનાવ્યો છે. આ ચારેય દેશો મળીને સંયુક્ત સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટની યોજના બનાવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન ફાયનાન્સીયલ રીવ્યુ મુજબ ભારતે આ તૈયારી ચીનના વધતા જતા દબદબાને ઘટાડવા માટે કરી છે. જોકે એક અધિકારીનુ કહેવુ છે કે આ પ્લાન હજી નવો છે અને તે એટલો પરીપક્વ નથી કે તેને તાત્કાલિક અમલી બનાવી શકાય. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલ ચાલુ સપ્તાહે અમેરિકાનો પ્રવાસ કરવાના છે આ દરમિયાન આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.

આ અધિકારીનુ કહેવુ છે કે આ પ્લાન ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને ટક્કર આપવા માટે નથી પરંતુ તેના વિકલ્પ તરીકે છે. જ્યારે જાપાનના ચીફ કેબિનેટ સેક્રેટરી યોશિંદે શુગાએ ચાર દેશોના સહયોગથી બનનાર આ યોજના અંગે જણાવ્યુ હતું કે, જાપાન-ભારત-અમેરિકા-ઓસ્ટ્રેલિયાએ હંમેશા એવા મુદ્દા પર જ ચર્ચા કરી છે કે જે તેમના હિતમાં હોય.

જાપાન ચીનની વન બેલ્ટ વન રોડ યોજનાને ટક્કર આપવા માટે પુરી રીતે તૈયાર છે.

જાપાન પોતાની ફ્રી એન્ડ ઓપન ઈન્ડોપેસીફિક યોજનાને પ્રમોટ કરવા માટે મોટા ફંડનો ઉપયોગ કરી શકે છે. જાપાનના આ પગલાથી ચીનની વન બેલ્ટ વન રોડ યોજનાને ટક્કર મળી શકે છે. મહત્વનુ છે કે ચીનનો વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ એશિયા, આફ્રિકા, મધ્યપૂર્વ અને યુરોપ સુધી વિસ્તરાયેલો છે. જેના માધ્યમથી તે ભારતને ઘેરવા માંગે છે.


અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તમામ મતદારોનો આભાર માન્‍યો

લાઠી નગરપાલીકામાં ર1 સીટ ઉપર જયારે ચલાલામાં 17 સીટ ઉપર ભાજપનો વિજય સાંસદશ્રીએ ચુંટાયેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્‍યા
અમરેલી
તાજેતરમાં યોજાયેલ અમરેલી જીલ્‍લાની જાફરાબાદ, લાઠી, ચલાલા અને રાજુલા નગરપાલીકાની ચુંટણીમાં જાફરાબાદ નગરપાલીકાની તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચુંટાયેલઅને લાઠી નગરપાલીકામાં ર1 સીટ અને ચલાલા નગરપાલીકામાં 17 સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્‍યારે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આ તમામ નગરપાલીકાના ચુંટાયેલા સદસ્‍યોને અભિનંદન પાઠવેલ છે તથા ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, આગેવાનો, કાર્યક્રર મિત્રો અને મતદારોનો પણ ખુબ ખુબ આભાર માનેલ છે તથા તેઓને અભિનંદન પાઠવેલ છે.


લાઠીમાં નગરપાલિકા કબ્જે કરતુ ભાજપ : કેસરીયુ વાતાવરણ સર્જાયુ

ચમારડી,
લાઠી પાલીકાના વોર્ડ નં-1,2,3,4 માં ભાજપનો ભગવો લહેરાયો ગોપાલભાઇ વસ્‍તરપરાની મહેનત રંગ લાવી. લાઠી (કવિકલાપી નગરી) શહેરની જનતાનો આભાર માનતા ગોપાલભાઇ વસ્‍તરપરા જણાવે છે કે 2018,લાઠી નગરપાલિકા ની ચુંટણીમાં 21 સભ્‍યો ભાજપના બહુમતીથી ચુંટાઇ આવના લાઠી શહેરમાં કેસરયુ વાતાવરણ સજાર્ય હતુ ત્‍યારે ભાજપને મત આપવા બદલ લાઠી શહેરનો ભાવપુર્ણ જનતા આભાર વ્‍યક્‍ત વસ્‍તપરા કરવામાં આવ્‍યો હતો અને તમામ જ્ઞાતિ-જાતિના લોકોએ વિકાસવાદ ને મત આપી ભાજપને વિજય બનાવવા બદલ આભાર કરૂ છુ સબ કા સાથ સબ કા વિકાસ મંત્રથી આજ સુધી વિકાસની યાત્રાને કાર્યરત રાખવા લાઠી નગરપાલિકા વિસ્‍તારમાં પ્રજાનો અભુયપુર્વ સહયોગ મળ્‍યો છે ત્‍યારે ગોપાલભાઇ વસ્‍તપરા એ વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, સાથે સાથે મારા સેવાકિય કાર્ય માં પણ અથાર્ગ પરિક્ષમ અને તમામ વગં સમાજ નો લોકોએ મારી નિષ્ઠા પ્રામાણિકતા સહિતના અને મારી કામગીરીને સમર્થન આપુ છુ માટે લાઠી શહેરના ભાજપના તમામ કાર્યકતાઓ જીતુભાઇ ડેર,ભરતભાઇ પાડા,ભરતભાઇ ચુતરીયા,વિનુભાઇ વિસનગરા,વિનુભાઇ કાકડીયા રાજુભાઇ સભાયા તથા શહેર-વોર્ડના સંગઠન નગરસેવકો અને બુથ સુધીનાં કાર્યકર્તાઓના પરિશ્રમને પણ હુ આવકારતા આનંદ અનુભવુ છુ ત્‍યારે લાઠીશહેરમાં ભાજપપાર્ટી ની નિષ્ઠા ઉજાગર કરી છે તેને ભામાશા ગોપાલભાઇ વસ્‍તરપરા અભિનંદન પાઠવે છે,તેમ અમારા પરેશ રાઠોડની યાદીમાં જણાવેલ છે.


ચલાલા નગરપાલિકામાં સત્તાપલટો ભગવો લહેરાયો, કોંગ્રેસના સુપડા સાફ

ચલાલા,
ચલાલામાં નગરજનોએ પુનરાવર્તનને બદલે પરિવર્તન કરી કોંગ્રેસને સતા ઉપરથી નીચે ઉતારી ભાજપને બેસાડતા ચલાલામાં સન્‍નાટો ફેલાયો છે.
અંશા અવતાર પૂ.દાનમહારાજની ભુમિ ચલાલામાં નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થતા છેલ્‍લા 10 વર્ષથી કોંગ્રેસ શાસીત નગરપાલિકામાં લોકોએ કોંગ્રેસને જાકારો આપી ભાજપનો ભગવો લહેરાવી દીધો છે. ગત બોર્ડમાં કોંગ્રેસના 14 અને ભાજપના 7 સભ્‍યો હતાં. આજે પરિણામ આવતા કુલ 6 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપના 17 અને કોંગ્રેસના 7 ઉમેદવારો વિજેતા બનતા ચલાલા નગરપાલિકા કોંગ્રેસનો કારનો પરાજય અને એન.સી.પી.ના એક પણ ઉમેદવાર વિજેતા થયા નથી. એન.સી.પી.ના સુપ્રીમો શ્રી ઉપેન્‍દ્રભાઇ વાળાનો પણ પરાજય થયો હતો જયારે ચલાલા શહેર કોંગ્રેસના પ્રમુખ અને છેલ્‍લી ચાર ટર્મથી ચૂંટાતા પાલિકાના ઉપપ્રમુખ દિનેશભાઇ ડોબરીયાનો પણ આ વખતે કારમો પરાજય થતા શહેરમાં અપસેટ સર્જાયો છે. છેલ્‍લા 10 વર્ષથી અહીં કોંગ્રેસનું શાસન હતું અને છેલ્‍લા 20 વર્ષથી ચલાલામાં શ્રી જેવી કાકડીયાનું એક ચક્ની શાસન હતું પરંતુ, હજુ ત્રણ મહિના પહેલા જ તેમને ધારાસભામાં મોકલેલ મતદારોએ નગરપાલિકામાં તેમની ટીમને જાકારો આપ્‍યો છે. આજે પરિણામ જાહેર થતા જ એમ.કે.સી.કન્‍યાવિદ્યાલય પાસે ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્‍યામાં એકત્ર થયા હતાં અને વિજેતા ઉમેદવારો બહાર આવતા ડી.જે., ઢોલ, નગારા શરણાઇના સુરે શહેરના રાજમાર્ગો ઉપર વિજય સર્ઘષ નીકળ્‍યું હતું અને વિજેતા ઉમેદવારોએ આમ જનતાનું અભિવાદન જીલ્‍યું હતું. અત્રે ઉલ્‍લેખનીય છે કે આ ચૂંટણી જીતવા માટે ધારાસભ્‍ય શ્રી જેવી કાકડીયાએ ચલાલા શહેરમાં તંતોડ મહેનત કરી હતી. હજુ બે મહિના પહેલા જ વિધાનસભાની ચૂંટણીમાં શ્રી કાકડીયાને લોકોએ 1900 મતની લીડ આપી હતી. સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લાભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ હિરપરા, શ્રી રવુભાઇ ખુમાણ, શ્રી ભરતભાઇ વેકરીયા, શ્રી રિતેષભાઇ સોની, શ્રી કૌશિભાઇ વેકરીયા, શ્રી આનંદભાઇ ભટ્ટ તથા ચલાલાના વતની અને હાલ રાજકોટ શ્રી મહેશભાઇ નગદીયા, ચલાલા શહેર ભાજપના બિચ્‍છુભાઇ માલા, શ્રી ધીરૂભાઇ સોંડીગલા, શ્રી ઇકબાલભાઇ બેલીમ, શ્રી તાલુકા ભાજપના શ્રી અતુલભાઇ કાનાણી, શ્રી નરેશભાઇ ભુવા, શ્રી જીતુભાઇ જોષી, શ્રી હિતેષભાઇ જોષી સહિત ભાજપના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી જેને કારણે લોકોએ ભાજપને વધાવ્‍યું હતું અને પરિવર્તન લાવ્‍યું હતું.


રાજુલા પાલીકાની ચુંટણીમાં ભાજપના સુપડા સાફ

રાજુલા
રાજુલા શહેર માં 1 થી 7 વોર્ડ માં નગરપાલિકા ની ચૂંટણી યોજાય હતી જેમાં વોર્ડ નંબર પ માં શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે ના પત્‍ની નો વિજય થયો અને ર7 બેઠક પર કોંગ્રેસ નો વિજય થયો હતો શહેર માં તાજેતર માં વિધાન સભા માં રાજુલા શહેર માંથી જંગી લીડ મળી હતી ત્‍યારે ફરીવાર નગરપાલિકા માં કોંગ્રેસ ની બહુમતી આવી છે અહીંયા રાજુલા નગરપાલિકા ભાજપ શાષિત હતી હવે કોંગ્રેસ સતાપર આવી છે શહેર માં કોંગ્રેસ પ્રમુખ છ્‍ત્રજીતભાઈ ધાખડા ની મહેનત રંગ લાવી પ્રથમ વખત રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ નગરપાલિકા કબ્‍જે કરવા માં સફળ રભ છે અહીં ધારાસભ્‍ય કોંગ્રેસ ના અંબરીશ ડેર પર તાજેતર માં ચૂંટાયા હતા ત્‍યાર બાદ હવે નગરપાલિકા પર કોંગ્રેસ એ કબ્‍જો કર્યો છે શહેર માં ભાજપ ના પ્રથમ વખત સૂપડા સાફ થયા છે કેટલાક લોકો એવું પણ માને છે તાજેતર માં નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા,મહેન્‍દ્રભાઈ ધાખડા ની ટિકિટો કાપી તેના કારણે પણ આવું પરિણામ હોય શકે તો કેટલાક લોકો કહે છે શહેર માં કોંગ્રેસ નો માહોલ છે જેના કારણે કોંગ્રેસ નો વિજય થયો છે હાલ માં ભાજપ ના સનાતો છવાયો છે શહેર કોંગ્રેસ ઉત્‍સાહ માં આવી ગયું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખપંકજભાઈ કાનાબાર એ જણાવ્‍યું હતું રાજુલા શહેર એ મારો વટ રાખી દીધો નહીતો મારી મૂછ કઢાવવી પડત રાજુલા ના નગરજનો નો આભાર માનુ છુ તેમ જણાવ્‍યું હતું તો શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા જણાવ્‍યું હતું રાજુલા ના લોકો ભાજપ થી કંટાળી ગયા છે આગામી દિવસો માં રાજુલા ના પડતર પ્રશ્ર્નો અમે હલ કરીશું બીજી તરફ રાજુલા કોંગ્રેસ ના તમામ ઉમેદવારો નું ભવ્‍ય વિજય સરઘસ નીકળ્‍યું હતું


અમરેલીમાં બીએપીએસ દ્વારા મંદિર ખાતમર્હુત મહોત્‍સવ યોજાયો

અમરેલીદેશ વિદેશમાં ભારતીય સંસ્‍કૃતીનો વિરલ વારસો સમાન હિન્‍દુ મંદિરનું નિમાર્ણકાર્ય બીએપીએસ સંસ્‍થા કરી હિન્‍દુ ધર્મની ધજા લહેરાવી રહી છે ત્‍યારે અનેક સેવાકિય કાર્યસાથે જોડાયેલ આ સંસ્‍થા દ્વારા અમરેલીમાં શિખર બંધ મદિર કાર્ય હાથ ધરતા નુતન મંદિર ખાતમુહર્ત મહોત્‍સવ ધામધુમથી યોજાયો હતો.અમરેલી સ્‍વામીનારાયણ ભગવાનની તથા તેમના અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતિતવનંદ સ્‍વામીની પ્રસાદીની ભુમી ગણાય છે.અમરેલી ખાતે સ્‍વામી ભગવાનના પાચમી પેઢી વારસદાર સમા બ્રહ્મસ્‍વરૂપ પ્રમુખ સ્‍વામી મહારાજે ગાંધીબાગ પાછળ પ્રમુખ વાટીકામાં અક્ષર પ્રુરૂષતમ મહારાજનું ભવ્‍ય મંદિરનો સંકલ્‍પ કાર્ય હતો એ સંકલ્‍પ પુર્ણ કરવા અને તેમના લાખો હરિભક્‍તોને લાડ લડાવવા ગઇકાલે રવિવારના સંસ્‍થાના વડા પ્રગટ બ્રહ્મસ્‍વરૂપ મહંત સ્‍વામીની આજ્ઞાથી સદગુરૂ સાધુ ઇશ્‍વર ચરણદાસ સ્‍વામીના હસ્‍તે ભવ્‍ય ગુલાબી પથ્‍થરનુ પણ શિખરનુ નુતન મંદિર ખાતમુહર્ત યોજાયો હતો.આ પ્રસંગ દેશ વિદેશથી લાખો હરિ ભક્‍તો નગરજનો પુજનવિધિમાં જોડાયા હતા ત્‍યારબાદ સંસ્‍થાના વરિષ્‍ટ સદ્દગુરૂ સંત ડો.સ્‍વામીએ સભા યોજી હતી સભા બાદ બાળકોએ નૃત્‍ય કલા પીરસી અદ્દભુત ભારતીય સંસ્‍કૃતીને ઉજાગર કરી હતી આ પ્રસંગે સંસ્‍થાની ગઢડા મંદિરનાકોઠારી સાધુ અઘ્‍યાત્‍મ સ્‍વરૂપદાસ,ગોંડલ મંદિરના સહિત એકસો જેટલા સંતો પધારી અમરેલીની ધરતીને પાવન કરી હતી. આ મહોત્‍સવમાં દેશ વિદેશથી પધારેલ હરિભક્‍તો દાતા તથા નગરજનોનું હાર પહેરાવી આશિર્વાસ સંતોએ સમુહ ભોજન યોજાયુ ૈહતુ.ંઆ કાર્યક્નમમાં અમરેલી બીએપીએસ મંદિર બાઇ,ભાઇ કાર્યકરો તથા મંદિરના સાધુ સંત ચરિત્રદાસ,સાધુથગવાનિકેતન દાસ જહેમત ઉઠાવી હતી.


દ્રોણેશ્ચર વિદ્યાલયનો વાર્ષિકોત્‍સવ યોજાયો

અમરેલી,સ્‍વામિનારાયણ ગુરૂકુળ દ્રોણેશ્ચર વિદ્યાલયનો સપ્‍ત રંગ 2018 વાર્ષિકોત્‍સવ શાસ્‍ત્રી પુરાણી સદ્દગુરૂ શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામિની પ્રેરણાથી અને બાલકિ્નષ્‍નદાસજીના અઘ્‍યક્ષપદે યોજાયો હતો. જેમાં સંતોના હસ્‍તે દિપપ્રાગ્‍ટય થયું હતું ગુરૂકુળના વિદ્યાર્થીઓને સંતોએ માર્ગદર્શન આપ્‍યું હતું. ગ્રામ્‍ય વિસ્‍તારના એક હજાર બાળકોએ સાંસ્‍કૃતિ ધર્મ, શિક્ષણ, યોગ, મૂલ્‍યો, રાષ્‍ટ્રભક્‍તિને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરી હતી. સંચાલન પૂ.ભંડારી હરિકૃષ્‍ણ સ્‍વામિના માર્ગદર્શન નીચે થયું હતું. આ કાર્યક્નમમાં પ હજાર કરતા વધુ સત્‍સંગી ઉપસ્‍થિત રહયા હતાં. સુંદર આયોજન બદલ પ્રો.બાવીશી અને ખીમલાલભાઇ હપાણીએ અભિનંદન પાઠવ્‍યા હતાં.


વલારડીમાં બીજા દિવસે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

અમરેલી,
સમસ્‍ત વઘાસીયા પરિવાર દ્વારા વલારડીમાં શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞના બીજા દિવસે રક્‍તદાન કેમ્‍પ અને જલથેરાપી કેમ્‍પ યોજાયો હતો. વ્‍યાસપીઠ પરથી શાસ્‍ત્રી કૌશિકભાઇ ભટ્ટે કથા રસપાન કરાવ્‍યું હતું. રક્‍તદાન કેમ્‍પમાં 110 થી વધુ બોટલો એકત્ર થઇ હતી. લાયન્‍સ કલબ ઓફ રોયલ અમરેલીના સહયોગથી હજુ આગામી બે દિવસ તા.21 થી 24 સુધી કેમ્‍પ યોજાશે. યજ્ઞમાં લાભ લેવા માટે જીજ્ઞેશદાદા ભાગવતાચાર્ય, વસંતભાઇ મોવલીયા, વી.વી.વઘાસીયા, સુરેશભાઇ દેસાઇ, વશરામભાઇ વઘાસીયા, મનુભાઇ દેસાઇ, મુકેશભાઇ કોરાટ, ભરતભાઇ પાનસુરીયા, પ્રભાતભાઇ અને ધીરૂભાઇ વઘાસીયા, પ્રકાશભાઇ વઘાસીયા વગેરે પરિવારજનો સાથે ઉપસ્‍થિત રહયા હતાં.


20-02-2018