Main Menu

Wednesday, February 21st, 2018

 

22/02/2018

આપની આજ


21/02/2018

આપની આજ


સાવરકુંડલાના ગાધકડા ગામના સરપંચને લાંચ લેતા પકડી પાડતી અમરેલી એસીબી

સાવરકુંડલાના ગાધકડા ગામના સરપંચને લાંચ લેતા પકડી પાડતી અમરેલી એસીબી

રેડની કાર્યવાહી  શરુ


ભાજપે વધુ એક ડઝન નગરપાલિકા ગુમાવી છે તોય એ નાટકમંડળી બધે ફૂલાતી ફરે છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પછી ભાજપ ને કૉંગ્રેસ બંનેના બળાબળનાં પારખાં કરે તેવી નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને આ પરિણામોમાં પણ ભાજપનો ગ્રાફ નીચો ઊતરવાનું ચાલુ રભ્‍ું છે. ગુજરાતમાં કુલ 7પ નગરપાલિકાઓ માટે ચૂંટણી હતી. તેમાં અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકામાં ભાજપે બધા ઉમેદવારોને એળે કે બેળે બેસાડી દીધેલા ને આખી નગરપાલિકા જ બિનહરીફ કબજે કરેલી. એ સિવાયની બાકી રહેલી 74 નગરપાલિકા માટે મતદાન થયેલું ને તેમાં પ9 નગરપાલિકા ભાજપ પાસે હતી. કૉંગ્રેસ પાસે ગણીને છ નગરપાલિકા હતી ને બાકીની 9 નગરપાલિકાઓમાં સખળડખળ હતું. મતલબ કે કોઈની પાસે બહુમતી નહોતી અથવા અપક્ષ કે એનસીપી જેવા પક્ષોની બહુમતી હતી તેથી તેમનું રાજ હતું. સોમવારે જાહેર થયેલાં પરિણામોમાં ભાજપે 47 નગરપાલિકા કબજે કરી છે ન્નયારે કૉંગ્રેસના ભાગે 16 નગરપાલિકા આવી છે. 4 નગરપાલિકામાં ટાઈ પડી ને 6 નગરપાલિકામાં સખળડખળ જ રભ્‍ું છે. ક્‍યાંક અપક્ષ તો ક્‍યાંક બહુજન સમાજ પાર્ટી એમ તૃતીયમ પરિબળને નિર્ણાયક બેઠકો મળી છે તેથી ભાજપ ને કૉંગ્રેસ બેઉ લટકી ગયાં છે. સ્‍વાભાવિક રીતે જ આંકડાની રીતે ભાજપ જીત્‍યો છે ને અડધા ઉપરાંત નગરપાલિકાઓ કબજે કરીનેતેણે પોતાનું વર્ચસ્‍વ જાળવ્‍યું છે પણ એ છતાંય આ પરિણામો તેના માટે હરખાવા જેવાં નથી. તેનું કારણ એ કે આ પરિણામો ગુજરાતમાં ભાજપનો ગરાસ ધીરે ધીરે લૂંટાઈ રભે છે તેનો સાફ સંકેત આપનારાં છે.
ભાજપ માટે સૌથી મોટું ચિંતાનું કારણ એ છે તે તેની સત્તા હતી તેવી નગરપાલિકાઓની સંખ્‍યામાં મોટો ઘટાડો થયો છે. પહેલાં ભાજપ પાસે પ9 નગરપાલિકા હતી તેની સામે આ વખતે ભાજપ પાસે 47 નગરપાલિકા આવી છે. મતલબ કે પૂરી ડઝન નગરપાલિકા તેના હાથમાંથી ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વીસેક ટકા બેઠકો ઘટેલી ને એટલા પ્રમાણમાં જ નગરપાલિકાઓ તેના હાથમાંથી ગઈ છે. બાકી રહેલી નગરપાલિકાઓમાંથી 8 નગરપાલિકામાં સખળડખળ છે ને 3માં ટાઈ પડી છે. નિયમ પ્રમાણે ન્નયાં ટાઈ પડી છે ત્‍યાં સિક્કો ઉછાળીને પ્રમુખ નક્કી કરવાના છે પણ એ પહેલાં ભાજપ એક-બે કાઉન્‍સિલર્સને ખેરવીને પોતાની પંગતમાં બેસાડીને સત્તા કબજે કરી શકે. ભાજપે ગાંધીનગર મહાનગરપાલિકામાં એ ખેલ કરેલો જ. ગાંધીનગર મહા નગર પાલિકામાં ભાજપને સ્‍પષ્ટ બહુમતી નહોતી મળી એટલે ભાજપે કૉંગ્રેસના કોર્પોરેટરને તોડીને તેમને જ મેયર બનાવી દીધેલા. બીજે ઠેકાણે પણ ભાજપ આ ખેલ કરી ચૂક્‍યો છે તેથી તેના માટે આ વાતનીનવાઈ નથી. આપણે ત્‍યાં રાજકારણમાં એવું બધું ચાલતું જ હોય છે તેથી લોકોને તેની પણ નવાઈ નથી. ન્નયાં અપક્ષો કે બીજી પાર્ટીના ઉમેદવારો વધારે જીત્‍યા છે તેમને ખેરવીને પોતાના પડખામાં લેવાનો ખેલ તો ભાજપ માટે વધારે સરળ છે. મોટા ભાગના અપક્ષોની માનસિકતા જીસ કી તડ મેં લડ્ડુ, ઉસ કી તડ મેં હમ એવી હોય છે તેથી એ લોકો સામેથી ભાજપમાં આવી જાય એવું પણ બને. ટૂંકમાં ભાજપ પાસે ગુજરાતમાં સત્તા છે ને તેના જોરે ભાજપ આ બધી નગરપાલિકા પર કબજો કરી લે તોય તેની પાસે જેટલી નગરપાલિકાઓ હતી ત્‍યાં એ પહોંચવાનો નથી ને એ રીતે તેનો ગ્રાફ નીચે ઊતર્યો છે.
ભાજપ માટે બીજી ચિંતાની વાત એ છે કે, કૉંગ્રેસ ફાયદામાં રહી છે. કૉંગ્રેસ પાસે પહેલાં ગણીને 6 નગરપાલિકા હતી ને એ ત્રણ ગણીને વધીને 17 થઈ ગઈ છે. ગુજરાતમાં પહેલાં કૉંગ્રેસની હાલત એ હદે ખરાબ હતી કે, તેને નગરપાલિકા જેવી ચૂંટણીઓમાં ઊભા રહેવા માટે મુરતિયા જ નહોતા મળતા. કૉંગ્રેસના સિમ્‍બોલ પર ઊભા રહેવા લોકો તૈયાર નહોતા થતા ને તેના કારણે કૉંગ્રેસે અપક્ષ ઊભા રહેલા ઉમેદવારોને ટેકો આપવો પડતો. કૉંગ્રેસને ઉમેદવારો જ ના મળે એ શરમજનક કહેવાય ને એ શરમમાંથી બચવા કૉંગ્રેસે અપક્ષોને ટેકો આપવાનો ખેલકરવો પડતો. વિધાનસભાની ચૂંટણીમાં બેઠકો વધી પછી કૉંગ્રેસે આ વખતે પોતાના જોર પર લડવાનું એલાન કરેલું. તેમાં પણ જાફરાબાદ સહિતની ઘણી નગરપાલિકામાં ભાજપે તેનો ફજેતો તો કર્યો જ. કૉંગ્રેસને ઉમેદવારો જ ના મળ્‍યા એવી સ્‍થિતિ બીજે ઠેકાણે પણ થઈ પણ એ પછીય કૉંગ્રેસે પોતાના સિમ્‍બોલ પર લડવાની હિંમત બતાવી ને તેનું ફળ તેને મળ્‍યું છે. કૉંગ્રેસે હનુમાન કૂદકો લગાવીને પોતાના તાબા હેઠળની નગરપાલિકાઓની સંખ્‍યા સીધી 17 કરી નાખી છે. કૉંગ્રેસનું વર્ચસ્‍વ વઘ્‍યું એ ભાજપ માટે મોટી ચિંતાની વાત છે.
ભાજપ માટે ત્રીજી ચિંતાની વાત એ છે કે આ પરિણામો અર્ધ-શહેરી વિસ્‍તારનાં છે ને આ વિસ્‍તારો ભાજપનો ગરાસ છે. ગુજરાતમાં ગામડાં ભાજપના હાથથી ગયાં છે. પાટીદાર અનામત આંદોલન, દલિતો પર અત્‍યાચાર, ખેડૂતોની અવગણના, નોટબંધી અને જીએસટી સહિતના ઘણા મુદ્યા ભાજપને નડ્‍યા છે. અરૂણ જેટલી ભાજપના ફડચા અધિકારી છે. ભાજપે આ મામલે કશું ના કર્યું તેમાં ગામડાંમાં લોકો ભાજપથી ખફા છે ને એ ખફગી વિધાનસભાની ચૂંટણીમાં પણ દેખાયેલી. એ વખતે શહેરી ને અર્ધ-શહેરી વિસ્‍તારોએ ભાજપની આબરૂ સાચવેલી. જો કે અમરેલીએ તો પાંચેપાંચ બેઠકો પર ભાજપની આબરૂના લીરેલીરા ઉડાડ્‍યા હતા. અર્ધશહેરી વિસ્‍તારો વરસોથી ભાજપનો ગઢ છે પણ આ ગઢના કાંગરા ખરતા લાગી રભ છે. થોડાક તો થોડાક પણ કાંગરા ખર્યા છે એ ભાજપે કબૂલવું જ પડે. જો કે ભાજપ માટે મોટો ચિંતાનો વિષય આ પરિણામોની અસર છે. ગુજરાતમાં હવે પછી મોટી ચૂંટણી લોકસભાની આવશે ને ભાજપ માટે મોટી ચિંતા આ જે ટ્રેન્‍ડ છે તેની લોકસભાની ચૂંટણી પર પડનારી અસર છે. ગુજરાતમાં લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે તમામ ર6 બેઠકો કબજે કરેલી. ભાજપે રાજસ્‍થાન સહિતનાં ઘણાં રાન્નયોમાં આ દેખાવ કરેલો. એ વખતે આખા દેશમાં મોદીના નામની લહેર હતી તેથી કૉંગ્રેસના ભલભલા ધુરંધરો ધોવાઈ ગયેલા ને બધાંનો ગરાસ લૂંટાઈ ગયેલો.
કૉંગ્રેસમાંથી જેમની જીત પાકી ગણાતી હતી તેવા નેતા પણ ધૂળ ચાટતા થઈ ગયેલા ને શોઘ્‍યા ના જડે એવા ખોવાઈ ગયેલા. કૉંગ્રેસે કલ્‍પના નહોતી કરી એવી કારમી હાર ને ભાજપે કલ્‍પના નહોતી કરી તેવી ભવ્‍ય જીત એ વખતે મળેલી. ગુજરાતમાં અત્‍યારે જે ટ્રેન્‍ડ છે તે જોતાં ભાજપ માટે ર014ની ચૂંટણીના દેખાવનું પુનરાવર્તન કરવું બહુ કપરું છે. ર014માં મોદીના નામે પથરા પણ તરી ગયેલા પણ આ વખતે ભાજપને જીતતાં ફીણ પડે તેવી હાલત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોને આધારે અડસઢ્ઢો માંડીએ તો પણભાજપ નાખી દેતાંય દસેક બેઠકો તો હારી જ જાય. વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ વિસ્‍તારોમાં ભાજપનું ધોવાણ થયું તેના આધારે આ ધારણા બાંધી છે ને એ સંજોગોમાં ભાજપનો બધો મદાર શહેરી ને અર્ધ શહેરી વિસ્‍તારોના તેના વફાદાર મતદારો પર જ છે. હવે અર્ધ શહેરી મતવિસ્‍તારોમાં પણ ગાબડાં પડે તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડે. લોકસભાનો મતવિસ્‍તાર ગ્રામીણ ને અર્ધશહેરી વિસ્‍તારોનો બનેલો હોય છે તેથી ભાજપ માટે અઘરું થાય જ. ગુજરાતમાં દસેક બેઠકોનો ફટકો લોકસભામાં પડે તો આ નુકસાન ક્‍યાંથી સરભર કરવું એ ભાજપ માટે સમસ્‍યા છે તેથી ભાજપ માટે ચિંતાનો વિષય છે જ. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી પછી લોકોની નારાજગી દૂર કરીને ફરી લોકોને વિશ્રાસ સંપાદન કરવાની ભાજપ માટે તક હતી. કમનસીબે એવું થયું નથી ને આ પરિણામોએ સાબિત કર્યું છે કે ભાજપ તરફ લોકોમાં જે આઠ્ઠોશ હતો તે હજુ ગયો નથી. આ આઠ્ઠોશ બહુ વ્‍યાપક નહીં હોય તો પણ એટલો તો છે જ કે જે ભાજપને લોકસભાની ચૂંટણીમાં ફટકો મારી શકે. આ સંજોગોમાં ભાજપે હવે પછી લોકોની નારાજગી દૂર કરવાની મથામણ કરવાની જરૂર છે. ગુજરાતમાં ભાજપ સામે જેમને પણ નારાજગી ક્‍યાં કારણોસર છે તે કહેવાની જરૂર નથી. અમરેલીમાંભાજપનો એકેએક નાનોમોટો નેતા જાણે જ છે કે અમરવલ્લી એના કેવા કેવા ગોરખધંધાથી રિસાઈ ગઈ છે. અને કોગ્રેસનાય બહુ વખાણ કરવા જેવા નથી. પરેશ ધાનાણી અગાઉ પોતાના મત વિસ્‍તારમાં મહેમાન થઈને આવતા હતા ને હવે તો એમાંય ઘટ પડશે ને કહેશે કે હું તો વિરોધ પક્ષનો નેતા છું ને મારે તો બહુ કામ હોય. ગુજરાતમાં છેલ્લા બાવીસ વરસથી વિરોધ પક્ષના નેતાને શું કામ હોય છે ઈ તો સહુ જાણે છે. આ પાલિકાઓની ચૂંટણીમાં મિસ્‍ટર ધાનાણી નું શું યોગદાન છે એય બધા જાણે છે. તેઓ કોઈનું કલ્‍યાણ કરે કે ન કરે માત્ર અમરેલી કે જેના તેઓ ધારાસભ્‍ય છે એનું કલ્‍યાણ કરે તોય બહુ છે. આપણે આ નારાજગીનાં કારણોની ચર્ચા નથી કરતા કેમ કે આ કારણો જગજાહેર છે પણ તકલીફ એ છે કે આ કારણોના નિવારણ માટે ભાજપ સરકાર કશું કરતી નથી. ઉદાહરણ તરીકે ખેડૂતોની નારાજગીની વાત જ કરીએ તો ભાજપ ફરી સત્તામાં આવ્‍યો પછી તેણે અગાઉની નારાજગી દૂર કરવાના બદલે નવી નારાજગી ઊભી થાય તેવા નિર્ણયો લીધા છે. ખેડૂતોને ઉનાળામાં પાક માટે પાણી નહીં આપવાનો નિર્ણય તેનું ન્નવલંત ઉદાહરણ છે. દલિત આત્‍મવિલોપનની ઘટનામાં થયેલો ભગો પણ તેનું ઉદાહરણ છે. ભાજપે ગુજરાતનો ગરાસ સાચવવો હોય તો આ અભિગમ બદલવો પડશે.


અમરેલી જિલ્લા બેંકના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી 26 મીએ શ્રીલંકામાં

અમરેલી,
જુના વડોદરા રાજયમાં સને.1909 ની સાલમાં આ બેંક ધી અમરેલી ખેતીવાડી પેઢી લી.ના નામથી રચાઇ હતી. સને.1950 માં મુંબઇ રાજયના સહકારી કાયદા અન્‍વયે બેંક તરીકેનું રજીસ્‍ટ્રેશન તા.23/8/1950 ના રોજ થયેલ હતું અને ત્‍યારબાદ સને.1960 ના વર્ષમાં ગુજરાત રાજયની અલગ સ્‍થાપના થતા સને.1961 ના સહકારી કાયદા અન્‍વયે આ બેંક જિલ્લા બેંક તરીકેની કામગીરી શરૂ કરેલ હતી. સને.1950 થી બેંક તરીકેની કામગીરી શરૂ કર્યા બાદ છેલ્‍લા 59 વર્ષથી આ બેંકનો ઓડીટ વર્ગ સતત અ જ રહેલ છે. જે આ બેંકની એક સુવર્ણ અંકીત સિઘ્‍ધી છે. આ બેંકે લાંબી મંઝીલ કાપી સહકારી પ્રવૃતિમાં આમુલ પરિવર્તન લાવી બેંકના માજી પ્રમુખ માન.સ્‍વ.શ્રી દ્વારકાદાસભાઇ પટેલ દ્વારા બેંકનું એક વૃક્ષના રૂપમાં જતન કરેલ તેને માન.પ્રમુખ શ્રી દિલીપભાઇ સંઘામીએ એક વટવૃક્ષની જેમ વિકસાવી પ્રગતિના પંથે લઇ ગયેલ છે. આ બેંકનો મુખ્‍ય ગોલ અમરેલી જિલ્લાનાં ખેડૂતોને સસ્‍તા દરે ધિરાણ પુરૂ પાડી જિલ્લાનાં ખેડૂતોનો સામાજીક તથા આર્થિક વિકાસ થાય તેવો છે. બેંકની કુલ 71 શાખાઓ મારફત ધિરાણ તેમજ બેંકીગ કામગીરી આવે છે. બેંક સાથે 335 પ્રાથમિક ખેતીવિષયક મંડળીઓ અને 232 અન્‍યમંડળીઓ મળી કુલ 567 મંડળીઓ જોડાયેલ છે. આમ આ બેંકે જિલ્લામાં વિશાળ નેટવર્ક ધરાવે છે.
આ બેંક તરફથી ખેડૂતોને 0 ટકા વ્‍યાજ દરે કે.સી.સી.પાક ધિરાણ આપવામાં આવે છે. આ બેંક દ્વારા જુદા-જુદા પ્રકારનાં ખેતિવિષયક મઘ્‍યમ મુદ્દત ધિરાણો, કલીન ક્નેડીટ, નોન-ફાર્મ ધિરાણો, બાજપાઇ બેંકેબલ યોજના તળેના વિવિધ ધિરાણો, સોના-ચાંદીના દાગીના સામે ધિરાણ, એન.સી.સી. તથા કે.વી.પી.સામે ધિરાણ, ગોડાઉન બાંધકામ માટે ધિરાણ, ઉચ્‍ચ શિક્ષણ લોન, ફળ ઝાડ માટે ધિરાણ, ટે્રકટર ધિરાણ, ખેડૂતો માટે હાઉસીંગ લોન, સેલ્‍ફ ગ્રુપોને ધિરાણ તેમજ ગ્રામ્‍ય કક્ષાએ ગ્રામ્‍ય કારીગરો માટે સ્‍વરોજગાર ક્નેડીટકાર્ડ મારફત ધિરાણો આપવામાં આવે છે. આ જિલ્લામાં ખેતીની સાથે પશુપાલનનો ધંધો વિકાસ પામે તેમજ ગ્રામ્‍ય અને શહેરી સ્‍તરે સ્‍વરોજગારનું નિર્માણ થાય અને જિલ્લાના લોકોની આમદાનીમાં વધારો થાય તે બાબતોને લક્ષ્યમાં લઇ આ બેંકના સહયોગથી અમરેલી જિલ્લા દૂધ ઉત્‍પાદક સહકારી સંઘ લી.(અમરડેરી) ની સ્‍થાપના કરવામાં આવેલ છે. આ બેંકને નાબાર્ડ દ્વારા 1999-2000 નાં વર્ષ માટેનો બેસ્‍ટ પર્ફોમન્‍સ એવોર્ડ મળેલ છે. ગુજરાત સ્‍ટેટ કો.ઓપ.બેંક દ્વારા સારી રીકવરી અંગેનાં વખતોવખત ઇનામો મળેલ છે. સને.2006-7 નાં વર્ષમાંએસ.જી.એસ.વાય. યોજના તળે બેસ્‍ટ બેંકરનો ડી.આર.ડી.એ.તરફથી એવોર્ડ મળેલ છે. બેંકે સતત 95 ટકા કે તેથી વસુલાત જાળવી રાખેલ છે. આ બેંકે આઇ.એન.જી.વૈશ્‍ય લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કાું. લી અને ઇફકો ટોકીયો જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કાું. સાથે ટાઇ અપ કરેલ છે. જેને કારણે જિલ્લાનાં લોકોને વિમાનો લાભ મળી શકે છે.આ બેંકમાં ડીપોઝીટ ખાતાઓ કે ધિરાણ ખાતાઓ ઉપર અન્‍ય બેંકો દ્વારા વસુલવામાં આવતા ચાર્જીસ જેવા કે ડોરમન્‍ટ ચાર્જ, લોન પ્રોસેસીેંગ ચાર્જ, લોન સુપરવિઝન ફી કે અન્‍ય પ્રકારનાં કોઇ ચાર્જ લેવામાં આવતા નથી. મંડળીઓ પાસેથી ઇન્‍સ્‍પેકશન ફી લેવામાં આવતી નથી. ખેડૂત ખાતેદારોને ઝીરો બેલેન્‍સથી બચત ખાતા ખોલી આપવામાં આવે છે. 12 વર્ષથી મોટી ઉંમરનાં વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓને રૂા.1 થી બચતખાતા ખોલી આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓમાં બચતની ટેવ પડે છે અને બેંકીંગ વ્‍યવહારની જાણકારી મળે છે. બેંક દ્વારા કુલ 228738 ખાતાઓ ખોલવામાં આવેલ છે. બેંકે ટેકનોલોજી અપનાવેલ છે. જેમાં બેંકની તમામ 71 શાખાઓ સી.બી.એસ.હેઠળ કામગીરી કરી રહેલ છે અને ગ્રાહકોને આર.ટી.જી.એસ., એન.ઇ.એફ.ટી., ઇન્‍ટર બ્રાન્‍ચ ટ્રાન્‍જેકશન, એસ.એમ.એસ.અલર્ટ, રૂપે ડેબીટકાર્ડ, રૂપે કિશાન કાર્ડ, માઇક્નો એટીએમઅને એટીએમ જેવી સુવિધા પુરી પાડી રહેલ છે.
આમ, માજી કૃષિ મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીનું નેતૃત્‍વ અને સમગ્ર બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા કરવામાં આવતા ખેડૂતલક્ષી નિર્ણયો તેમજ પારદર્શક વહીવટ તેમજ બેંકના સ્‍ટાફની સંનિષ્‍ટ કામગીરીને કારણે અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકે પ્રગતિની હરણફાળ ભરેલ છે. આ ઉપરાંત બેંકના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, નાફસ્‍કોબ, ગુજકોમાસોલ અને અમરેલી જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન તેમજ નાફેડમાં વાઇસ ચેરમેન અને ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ બેંકમાં ડાયરેકટર તરીકેનો હોદો ધરાવે છે. હાલમાં તેઓની ઇફકો, ઇન્‍ડીયન પોટાશ લીમીટેડ, નેશનલ કાઉન્‍સીલ ફોર કો-ઓપરેટીવ ટ્રેઇનીંગ અને નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ કો-ઓપરેટીવ મેનેજમેન્‍ટમાં ડાયરેકટર તરીકે ચૂંટાયેલ છે. હાલમાં તેઓ ઇન્‍ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્‍સ-એશીયા અને પેસીફિક તેમજ નેશનલ કો-ઓપરેટીવ કાઉન્‍સીલ ઓફ શ્રીલંકાના સંયુક્‍ત ઉપક્નમે કોલંબો મુકામે તા.26/02/18 થી તા.01/03/18 દરમિયાન યોજાનાર કોન્‍ફરન્‍સમાં ભાગ લેવા જઇ રહયા છે. આ પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન શ્રી અરૂણભાઇ પટેલ, બેંકના તમામ ડિરેકટરશ્રીઓ અને જનરલ મેનેજર (સી.ઇ.ઓ.) શ્રી બી.એસ.કોઠીયા તેમજ અમરડેરીના ચેરમેન શ્રી અશ્‍વિનભાઇસાવલીયા, વાઇસ ચેરમેન શ્રી મુકેશભાઇ સંઘાણી, તામમ ડિરેકટરો અને એમ.ડી.શ્રી આર.એસ.પટેલ તેમજ અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી શરદભાઇ લાખાણી, શ્રી જન્‍તીભાઇ પાનસુરીયા, શ્રી મનુભાઇ કસવાળા અને તમામ ડીરેકટરોએ શુભેચ્‍છા પાઠવેલ હતી.
આજે મળેલ બોર્ડ ઓફ ડાયરેકટર્સ મીટીંગમાં જિલ્લા બેંક અને અમરડેરીના બોર્ડ ઓફ ડાયરેકટર્સ કેવડીયા કોલોની મુકામે લીડરશીપ ડેવલપમેન્‍ટ માટેના વર્કશોપમાં ભાગ લેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો તેમ બેંકના જનરલ મેનેજર (સી.ઇ.ઓ.) શ્રી બી.એસ.કોઠીયાની યાદી જણાવે છે.


સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં રોડ બન્‍યા બાદ અઠવાડીયામાં જ તૂટી ગયો

સાવચરકુંડલા,સાવરકુંડલા તાલુકાનાં મોટા ઝીંઝુડા ગામમાં આર.સી.સી.રોડનું કામ પૂર્ણ થઇ ગયેલ છે અને આ કામ પૂર્ણ થઇ ગયા બાદ 1 અઠવાડીયામાં આ રોડ તૂટી ગયો હોય અને આ કામમાં જે કંઇ નિયમ પ્રમાણે માલ-મટીરીયલ્‍સ વાપરવાનું હોય તે પ્રમાણ કરતા ઓછું વાપરેલ હોય તથા આ કામમાં રેતીનો જથ્‍થો પણ પ્રમાણ કરતા ઓછો વાપરેલ હોય અને આ કામમાં લાગતા-વળગતા અધિકારીઓ, કોન્‍ટ્રાકટર તથા મળતીયાઓ દ્વારા આ રોડનાં કામમાં ભ્રષ્‍ટ્રાચાર આદરેલ હોય અને જેનાથી આ આર.સી.સી. રોડ બન્‍યા બાદ એક અઠવાડીયામાં જ તે રોડ હાલ તૂટેલી હાલતમાં હોય અને ગામમાં તેનાથી રાહદારીો લોકોને ખુબજ હાલાકી થતી હોય અને આ કામનાં નાણા જવાબદાર અધિકારીઓ, કોન્‍ટ્રાકટર તથા મળતીયાઓ છૂ કરી ગયા હોય તો તેની કાયદેસરની તપાસ હાથ ધરી અને આ રોડમાં થયેલ ભ્રષ્‍ટાચાર ઉજાગર કરી અને જવાબદાર અધિકારીઓ, કોન્‍ટ્રાકટર તથા મળતીયાઓ સામે પગલા લઇ કાયદેસરની કાર્યવાહી તાત્‍કાલિક ધોરણે હાથ ધરવા મોટા ઝીંઝુડા ગામનાં લોકોમાંથી માંગ ઉઠયાનું નારણભાઇ અરજણભાઇ ગુજરવાડીયા સહિતે જણાવ્‍યું છે.


અમરેલી કલેક્‌ટર સામે ર૮મીએ બે દલીતો કરશે આત્મ વિલોપન

અમરેલી,

અમરેલીના રાંઢીયા અને વરસડા ગામે ભોગ બનેલા દલીત નાગરીકોને જમીનની ફાળવણીનો પ્રશ્ન ન ઉકેલાતા જો તાત્‍કાલીક સમાધાન ન આવે તો ર8મીએ અન્‍યાયનો ભોગ બનેલા બન્ને દલીતો દ્વારા અમરેલી કલેક્‍ટર કચેરીની સામે આત્‍મ વિલોપન કરવાની ચીમકી આપતા ખળભળાટ મચી ગયો છે. પાટણની ઘટના તાજી જ છે ત્‍યાં વધુ બે દલીતો દ્વારા જમીન ફાળવણી મુદ્યે આત્‍મ વિલોપન કરવાની ચીમકી આપવામાં આવી છે.
આ અંગે અમરેલી જિલ્લા દલીત સમાજ દ્વારા કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવીને કરવામાં આવેલી લેખીત રજૂઆતમાં જણાવવામાં આવ્‍યું છે કે, અગાઉ ર0 જાન્‍યુઆરીના અમરેલીમાં દલીત સમાજ દ્વારા વિવિધ મુદ્યે જિજ્ઞેશ મેવાણીની ઉપસ્‍થિતિમાં કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું અને જો માગણી ન સંતોષાય તો આકરા કાર્યઠ્ઠમો કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. વરસડા ગામે દલીત સરપંચ જયસુખભાઇ માધડના ભાઇ અરવિંદભાઇ માધડ કે જેઓ અપાહીજ છે તેમને જમીન મંજૂર થયા બાદ આજ દિન સુધી આપવામાં આવી નથી. અરવિંદભાઇ દ્વારા જમીન માટે અનેક રજૂઆતો કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી તેઓ કંટાળી ગયા છે અને જો તેમની માગણી તાત્‍કાલીક નહીં સોતોષાય તોતા.ર8ના રોજ તેઓ જમીન મુદ્યે અમરેલી કલેક્‍ટર કચેરી સામે આત્‍મ વિલોપન કરશે અને ભાનુભાઇ વણકરની જેમ શહીદી વહોરશે તેવી ચીમકી આપવામાં આવી છે.
આ ઉપરાંત રાંઢીયા ગામે દલીત કાનજીભાઇ મેરામભાઇ સોલંકીને જમીન મંજૂર કરવામાં આવી છે તેમને જમીન તાત્‍કાલીક સોંપવામાં નહીં આવે તો તેમના દ્વારા પણ વરસડાના અરવિંદભાઇ માધદની સાથે તા.ર8ના રોજ કલેક્‍ટર કચેરી સામે આત્‍મ વિલોપન કરવામાં આવશે. બે વ્‍યક્‍તિઓ દ્વારા આત્‍મ વિલોપનની ચીમકીના પગલે ખળભળાટ મચી જવા પામ્‍યો છે.


પિયત માટે અપાયા બાદ ખોડીયાર ડેમનું પાણી પ૧ ફુટે અનામત

જિલ્લા મથકના ખારાપાટમાં આવેલા ગામડાઓને શિયાળુપાક માટે સિંચન કર્યાબાદ ચલાલા અને અમરેલીના લોકો માટે ધારી ખાતે આવેલા ખોડીયાર ડેમની જળસપાટી પ1 ફુટે સ્‍થગિત કરી દેવામાં આવી છે હવે પિયત માટે ડેમનુ પાણી આપવામાં નહીં આવે પરંતુ ઉનાળાના આકરા દિવસોને પહોંચી વળવા માતા ગળધરા ખોડીયારની પ્રસાદીરૂપ જળરાશીઆ બન્ને શહેરોની જનતાની તૃષા સંતોષવા આપવામાં આવશે જે નજરે પડે છે


21-02-2018