Main Menu

Friday, February 23rd, 2018

 

ટ્રાફિક સમસ્યા ઉકેલવા જવાબ આ૫વાની સાથે અમલવારી ૫ણ કરો : હાઇકોર્ટની ટકોર

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને વાહન પાર્કિંગ મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો. રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કર્યો કે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા અને વાહન પાર્કિંગ મામલે પગલાં લેવાયા છે. ત્યારે હાઈકોર્ટે ટકોર કરી કે જવાબ રજૂ કરો તે ઠીક છે પણ તેનો અમલ કરવો જરૂરી છે. ચાર રસ્તા પર વાહનો પાર્ક થાય છે. અને ટ્રાફિકની સમસ્યા યથાવત્ છે. શહેરના બ્રિજ પરના વાહનોના પાર્કિંગ હટાવવા ઉપરાંત એએમટીએસ બસ સર્વિસ રોડ પર ઉભી રાખવા નિર્દેશ કર્યો. એએમટીએસ મેઈન રોડ પર ઉભી રહેતા પણ ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

અમદાવાદમાં ખરાબ રસ્તા અંગે ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. ચોમાસા બાદ તૂટી ગયેલા રસ્તાઓના રિસરફેસિંગન કામગીરીમાં હાઇકોર્ટે અસંતોષ વ્યકત કર્યો છે. કોર્ટે સખત ટકોર કરી કે રોડ રીસરફેસ કરવાનુ કહ્યુ તો ખાડા ટેકરા વાળા રોડ બનાવી દેવાયા છે. રોડના લેવલ બગાડી દીધાની હાઇકોર્ટે ટીપ્પણી કરી હતી. તો સર્વિસ રોડના રીસરફેસિંગ ન થયાનુ ધ્યાન દોરી તે પણ પુરૂ કરવા આદેશ આપ્યો છે.  હાઇકોર્ટની આ ટકોર બાદ અમદાવાદ કોર્પોરેશની યોગ્ય કામગીરી અને પગલાની  બાંયધરી આપી હતી.


અમેરિકામાં ફરી થયા H1B વીઝાના નિયમો કડક, ભારતીયોની મુશ્કેલી વધી

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપની સરકારે ફરી એક વાર એચ1બી વીઝાને લઇને નિયમો કડક કર્યા છે. આ નવા નિયમો પછી જોબ વર્ક કરતા ઇન્ડિયન આઇટી ઇન્ડસ્ટ્રીઝ માટે ટૂંકા ગાળા માટે ભારતીય કુશળ કામદારોને બોલાવવાની સમસ્યા સમાન થઇ જશે. અમેરિકાની સરકારે નવી નિતિઓ મુજબ હવે તે સાબિત કરવું પડશે કે એક કે વધુ સ્થાનો પર જોબ વર્કની રીતે કામ કરવા માટે વીઝા પર બોલાયેલા આ કર્મચારીઓનું કામ ખરેખરમાં વિશિષ્ટ પ્રકારનું છે અને તેને ખરેખરમાં ખાસ જરૂરિયાત છે તે માટે તેમને બોલવવામાં આવે છે.

સરકારે આ વીઝા તેવા કર્મચારીઓ માટે જાહેર કરે છે તે ખૂબ જ ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે. અને તેવા જ કૌશલ્યસભર લોકોની ખરેખરમાં અમેરિકામાં અછત હોવી જોઇએ. સરકારે ગુરુવારે સાત પેજની એક પોલીસી ડોક્યૂમેન્ટ જાહેર કરી છે. જે હેઠળ અમેરિકાની નાગરિકતા અને ઇમિગ્રેશન વિભાગને આ વીઝા ખાલી ત્રીજા પક્ષના સાઇટ કાર્યની અવધિ સુધી જ જાહેર કરવાની અનુમતિ રહેશે. આમ આની અવધિ ત્રણ વર્ષથી ઓછી હોઇ શકે છે જ્યારે પહેલા તે ત્રણ વર્ષથી વધુ સમય માટે આપવામાં આવતી હતી. આ માટે તેવો સમય નક્કી કરવામાં આવ્યો છે જ્યારે એક 2018-19થી શરૂ થનાર નાણાંકીય વર્ષ માટે એચ1બી વિઝાના આવેદનને બે એપ્રિલથી આમંત્રિત કરી શકાય છે.


23-02-2018