Main Menu

Sunday, February 25th, 2018

 

ખાંભાના નેસડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા ન ઉકેલાય તો આંદોલન

ખાંભાના નેરડી વિસ્તારમાં ગટરની સમસ્યા ન ઉકેલાય તો લોકો દ્વારા આંદોલન કરવાની ચીમકી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. લાંબા સમયથી ગટરની સફાઈ ન થતા આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે કરવામાં આવેલી રજૂઆત મુજબ ખાંભાના નેરડી વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટર તૂટી ગયેલી છે અને જ્યાં જર્જરીત હોય ત્યાંથી ગટરના પાણીથી માંડીને મળમૂત્ર પણ રોડ પર ઊભરાય છે અને ગંદકી ફેલાય છે. ગટર માટે બનાવવામાં આવેલી કુંડીઓ ક્યાંક ઊંચી તો ક્યાંક નીચી મૂકવામાં આવી છે. આગળના ભાગેથી ગટર સદંતર બ્લોક ાઈ ગઈ હોવાના કારણે ગંદા પાણીનો નિકાલ થતો નથી. રોજિંદી ગટર ઊભરાવાની સમસ્યાના છારણે આ વિસ્તારમાં લોકોને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. ગંદકીના કારણે રોગચાળો ફેલાય છે અને લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર પહોચી રહી છે.  તાજેતરમાં જ આ વિસ્તારમાં રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં બ્લોકનેં કામ મંજૂર કરવામાં આવ્યું છે તેના બદલે રોડ પેવરથી મઢવ માટે પણ માગણી કરવામાં આવી છે. જો આ વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.


અનિલ અંબાણી એ પોતાના પ્રાઈવેટ જેટ ને દુબઇ મોકલીયુ શ્રીદેવી ના મૃત શરીરને પાછું લાવવા

નવી દિલ્હી: દુબઈમાં હૃદયસ્તંભતા બાદ ચાર દાયકામાં પ્રસિદ્ધ બૉલીવુડ અભિનેતા શ્રીદેવીની કારકિર્દીની શરૂઆત થઈ હતી. અભિનેતા તેના ભત્રીજા મોહિત મારવાના લગ્નમાં હાજર રહેવા માટે પોતાના પરિવાર સાથે દુબઈમાં હતા.

શ્રીદેવીએ 1 978 માં “સોલવા સાવન” સાથે શરૂઆત કરી હતી. પરંતુ તે પાંચ વર્ષ પછી જ હતો, તેણે જિતેન્દ્ર અભિનેતા “હિમ્મતવાલા” સાથે વ્યાપારી સફળતા મેળવી. તેણી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ ઇચ્છિત કલાકારોમાંની એક હતી. શ્રીદેવીએ અમિતાભ બચ્ચન, રજનીકાંત, કમલ હસન અને અન્ય સુપરસ્ટાર્સની પસંદગી કરી છે. તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં અભિનેતા જાણીતા ચહેરો પણ છે. 2013 માં તેને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યું હતું, જે તેમના પતિ, બોની કપૂર, અને બે પુત્રીઓ, જનવી અને ખુશી છે. ફિલ્મના ભાઈ-બહેનો અને ચાહકોના કેટલાક સભ્યોએ ટ્વિટર પર તેમના આઘાત અને દુઃખ વ્યક્ત કરવા માટે લીધો હતો.


ભારતને ભ્રષ્ટાચાર કરતાય વધુ ઝડપથી રાજકારણીઓ જ સરેઆમ લૂંટે છે

એક સમય એવો પણ જોવા મળ્‍યો હતો કે ગામડાનો માણસ, સરકારના ત્રીજા વર્ગના કર્મચારી ગણાતા તલાટી પાસે હાથ જોડીને ઊભો રહેતો, પછી તેની સામે નાની નોટ્‍સ ધરીને ફરી હાથ જોડતો અને પછી પોતાનું કામ પૂરું થવાની રાહ જોતો, કાર્યાલયની દીવાલને અઢેલીને બેસી રહેતો… રૂપિયાની નોટ્‍સ ધરી દીધી હતી એટલે તેનું કામ તો થવાનું જ હતું… આવું સમાજના દરેક વહીવટી ક્ષેત્રે જોવા મળતું, હવે થોડું શ્‍ય બદલાયું છે, પણ ઘણા નાણાં સફેદમાંથી કાળાં થયા પછી.
ભારતના નાગરિક સમાજોમાં ભ્રષ્ટાચારના વિરોધનો વંટોળ ફૂંકાયો છે. હવે લોકોને એમ થવા લાગ્‍યું છે કે, બહુ થઈ ગયું. દરેક વ્‍યક્‍તિ પોતાની રીતે ભ્રષ્ટાચારના વિરોધમાં કંઈને કંઈ કરી રહી છે. ઘણા એકઠા થઈને સમસ્‍યા શેરીમાં લાવતા થયા છે. ઘણા ઓનલાઈન નો ઉપયોગ કરી રભ છે, કેટલાકે કોર્ટના દરવાજા ખટખટાવ્‍યા છે, કેટલાક પ્રસાર માઘ્‍યમો પાસે દોડી જાય છે. વિરોધના વંટોળમાં કેટલાક પ્રધાનોની પ્રતિષ્ઠા કલંકિત થઈ ગઈ છે, તો કેટલાક મોટા ખેલાડીઓના કપાળે કરચલીઓ દેખાવા લાગી છે. ત્‍યારે હિંદી કવિ દુષ્‍યંતકુમારની પંક્‍તિ યાદ આવે છે કે, હો ગઈ હૈ પીર પર્વત-સી, પિઘલની ચાહિએ, ઈસ હિમાલયસેકોઈ ગંગા નીકલની ચાહિયે મેરે સીને મેં નહીં તો, તેરે સીને મેં સહી, હો કહીં ભી આગ, જલની ચાહિયે…. પણ, કમનસીબે થાય છે એવું કે, આ ભ્રષ્ટાચારની આગ બૂઝતી જ નથી. એક તરફ સમાજ જાગૃત થાય છે, ત્‍યારે બીજી તરફ બૅંકોના ગેરવ્‍યવહારોએ જનસમાજને વિચારતો કરી દીધો છે. હજુ નીરવ મોદી અને મેહુલ ચોકસીએ આપેલા જખમ પર મલમપઢ્ઢી થઈ રહી છે, ત્‍યાં રૉટૉમેક પેનના નિર્માતા વિઠ્ઠમ કોઠારી અને તેના પુત્રની બૅંકો સાથે કરેલી છેતરપિંડી બદલ ધરપકડ કરવામાં આવ્‍યાની શાહી તાજી જ છે. પિતા-પુત્રએ અંદાજે ત્રણ હજાર કરોડનું ફુલેકું ફેરવ્‍યું છે. એ અગાઉનો બેડલોન્‍સનો આંકડો 1 લાખ કરોડને પણ આંબી ગયો છે. આ બધા કૌભાંડો પાછળ બૅંકોમાં ચાલતો ભ્રષ્ટાચાર જ જવાબદાર છે. આવા કૌભાંડોના કારણે ભ્રષ્ટાચાર અંગેની વૈશ્રકિ યાદીમાં ભારતે બે ઠ્ઠમાંક પાછળ ધકેલાઈ જવું પડ્‍યું છે. મતલબ કે પ્રતિષ્ઠાને લૂણો લાગ્‍યો છે. બાકી, અત્‍યારે દેશ એ બાબતે ઠ્ઠાંતિના માર્ગે છે. ભ્રષ્ટાચારની આ હાલત વૈશ્રકિ સ્‍તરે છે, પરંતુ પશ્ર્‌ચિમના દેશો અને ભારત એક સરખી રીતે જ ભ્રષ્ટાચાર વિરોધી કાર્ય કરી રભ છે. ભારતમાં ભ્રષ્ટાચારની ઉત્‍પત્તિ અને ઉછેર અંગે થોડાં પરિબળો જવાબદાર હતાં. જેમાં જાહેરસાહસોનાં પગાર ધોરણ અને સત્તા, કરવેરાના પ્રકારઅને રાજકારણે બહુ મોટી ભૂમિકા ભજવી છે. ન્નયારે બ્રિટિશરોએ ભારત છોડ્‍યું ત્‍યારે તેના અધિકારીઓના પગાર ધોરણ બહુ જ ઊંચાં હતાં. શક્‍ય છે કે, એ પોતાનો દેશ છોડીને ભારતમાં રહીને નોકરી કરતા હતા એટલે હોઈ શકે, પણ સ્‍વતંત્રતા પછી, અંગ્રેજ અધિકારીઓ ધીરે ધીરે જતા રભ અને ભારતીય અધિકારીઓ નિમાતા ગયા, જેમના પગાર ધોરણ નીચાં રભં. આ રીતે ઓછા પગારદાર લોકો સાઈડમાં કટકી લેવા મજબૂર બન્‍યા. જે તમામ વહીવટી વિભાગમાં પ્રસરતું ગયું, પછી એ સડો ખૂબ વઘ્‍યો. આવું સિંગાપોરના પ્રમુખ લી-કવાન યૂને સમજાયું હતું, તેણે ભારત જેવી ભૂલ ન કરી. કરવેરાનું ભારણ લોકો પર ખૂબ રભ્‍ું. 1970 સુધી તો ઊંચી આવક ધરાવનારા ભારતીય નાગરિકોએ 93.પ ટકા જેટલો કરવેરો ભરવો પડ્‍યો છે. તેમાં પણ વેલ્‍થ અને ઈન્‍કમ બંનેનો વેરો ભેગો કરીએ તો ખરી આવકથી તેનું પ્રમાણ વધી જતું હતું એ ભારથી બચવા ટેક્‍સ કલેક્‍ટર્સની સત્તાનો લાભ લેવાતો થયો અને કટકી ની બારી ખૂલી ગઈ સરકારને કરવેરો મળતો અને અમલદારોને ઉપરની મલાઈ એ જ રીતે કેટલાક વિદેશી વેપાર અને દારૂના વેચાણને સરકારે અતિપ્રતિબંધિત કરતાં માફિયાઓનો જન્‍મ થયો અને કાળા નાણાંનો ભરાવો વધતો ગયો, તેમ જ ભરડો પણ વધતો ગયો. તેમાં રાજકારણીઓ પર તેની બહુ અસરથઈ. થયું એવું કે, ચૂંટણી લડવા માગતા નવા ઉમેદવારોએ પ્રચાર ખર્ચને પહોંચી વળવા માટે પહેલાં ગેરકાનૂની પ્રવૃત્તિ દ્વારા નાણાં કમાઈ લેવાનું શરૂ કર્યું. તેઓએ માફિયાઓ પાસેથી નાણાં ઉછીના લીધાં અને ચૂંટાયા પછી, ખોટાં કામ ચાલુ રાખવાં પડ્‍યાં એ નાણાં પાછા આપવા માટે બીજી મુદતમાં ચૂંટાવાનો ભરોસો ન રહેતાં તેમણે પારિવારિક ભવિષ્‍ય સમૃદ્ધ કરવા ઘર ભરવા માંડ્‍યાં. હવાલાની પ્રવૃત્તિ પણ વેપારીઓથી પહેલાં રાજકારણીઓએ જ શરૂ કરી. તેમાંથી જ આતંકવાદનું જાળું ગુંથાયું. આ બધામાંથી ભારત ધીરે ધીરે મુક્‍ત થતું જોવા મળે છે. કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્‍ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારત દેશમાં સરકારી અધિકારીઓમાં વ્‍યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. દુનિયાના બધા દેશોમાં સરકારી પારદર્શિકતામાં ભારતનો ઠ્ઠમાંક 94મો આવે છે અને દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશોમાં તે સ્‍થાન ધરાવે છે. ભારત જેવા જ બીજા ભ્રષ્ટ દેશોમાં રશિયા, પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે.ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆતઅંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી. અંગ્રજોની કલકત્તાની કોઠીમાં તેના મૂળ નંખાયા તેવુ કહેવાય છે. ભ્રષ્ટાચારનાં અનેક કારણો પૈકીનું એક કારણ છે, શિક્ષણનો અને માહીતીનો અભાવ. શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક્ક પ્રત્‍યે માહિતગાર હોતી નથી. ભારતની એકવીસ દિવસની રાજકીય યાત્રાએ આવેલા રશિયાના એક જમાનાના વડાપ્રધાન ખુશ્ચેવે પાલમ હવાઈમથકે ઉચ્‍ચારેલાં આ વેણ આજે પણ છાતીમાં તીરની જેમ ખૂંચે છે . જતાં જતાં એમણે કહેલું અહીં આવ્‍યો ત્‍યારે હું નાસ્‍તિક હતો ઈશ્‍વરને માનતો નહોતો . પણ આ એકવીસ દિવસ ભારતમાં ફર્યો ને જે કંઈ જોયું સાંભળ્‍યું તેના પરથી મારી નાસ્‍તિકના ખતમ થઈ ગઈ . ઈશ્‍વર છે એવું હવે મને માનવા માંડ્‍યું છે . નહિતર આવડા મોટા દેશના રાજવહીવટ અને જાવનવ્‍યવહાર આજે જે રીતે ચાલી રભે છે – ભગવાનના ભરોસે આ દેશ જીવી રભે છે – તે એક ઇશ્‍વરીય ચમત્‍કાર સિવાય બીજું કાંઈ હોઈ શકે નહિ … ત્રીસ-ચાળીસ વર્ષ પૂર્વે ભયંકર કટાક્ષ કરી ગયેલા એ રાજપુરૂષ તો આજે આ ધરતી પર નથી . પણ આપણે તો હજી પણ ભ્રષ્ટાચારીઓ , દાણચોરો કાળાબજારિયાઓ , સંઘરાખોરો શોષણખોરો અને અત્‍યાચારીઓને હાથે વીંખાઈ-પીંખાઈ જ રભ છીએ ને ? સહુને પાકી ખાતરી છે કે ભ્રષ્ટાચાર જ તમામ બુરાઈઓની જડ છે.ભ્રષ્ટાચારના દાનવને ખતમ કર્યા વગર કોઈ પણ વિકાસયોજના પાર પડી શકે નહિ અને કોઈ પણ પ્રશ્નનો અસરકારક ઉકેલ આવી શકે નહિ . ન્નયાં સુધી દિલ્‍હીના માથા પરનું આ કલંક કાયમ છે ત્‍યાં સુધી ભ્રષ્ટાચારનો આ દાનવ જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાતો જવાનો. વિકાસના સુફળ તો એ હજમ કરશે જે પણ છેવટે જતાં લોકશાહી, આઝાદી , ઠ્ઠાંતિના તમામ લાભ અને જેને માટે આપણે ઝૂઝ્‍યા હતા તે જાવનમૂલ્‍યો એ બધું એના ઉદરમાં સમાઈ જશે-લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણની આ ચેતવણી ભારતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. એ હકીકત સામે લાલબત્તી ઘરે છે. એક પણ કેત્ર તો એવું બતાવો કે જેમાં ભ્રષ્ટાચાર ન હોય કેવળ રાજકરનમાઅં નહિ શિક્ષણમાં , પરીક્ષામાં , વેપારમાં , વ્‍યવહારમાં વર્તનમાં ભ્રષ્ટાચાર રૂપી દાનવ જ ફેલાઈ ગયો છે અને છતાં એવા લોકોને શોધવા મુશ્‍કેલ છે કે જે કહે કે ભ્રષ્ટાચારની માયાજાળ ભેદીને જ જંપીશ હું એમને ઉઘાડા પાડીને છડેચોક એમની આબરૂનો ઘજાગરો બાંધીશ … ના , આપણો અવાજ દબાઈ ગયો છે. આપણે બધું સહન કરવા ટેવાઈ ગયા છીએ. આપણે આપણા સ્‍વાર્થ ખાતર પટાવાળાને લાંચ આપતાં કે કારકુનને-ચા પાણીના પૈસા આપતાં જરાપણ અચકાતા નથી. બસના કંડકટરની દાદાગીરી આપણને કોઠે પડી ગઈ છે અને વેપારીઓ દ્વારાઉઘાડેછોગ આચરાતો ભ્રષ્ટાચાર આપણે સહન કરી લઈએ છીએ. ગજબ છે આપણી નસીબ પરની શ્રદ્ધા અને ધન્‍ય છે આપણી સહનશક્‍તિને …. જેમના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે એવા સત્તાલોભી મહાનુભાવો એ ચૂંટણીને નામે , સેવાને બહાને અને સત્તાને જોરે ભ્રષ્ટાચારરૂપી અજગરને ભારતભરમાં ફેલાવી દીધો છે. આખરે આ બધો ભ્રષ્ટાચાર સરકારની આંખમાં ધૂળ નાખીને થઈ રભે છે કે સરકારની ‘રહેમનજર‘ હેઠળ ખેલાઈ રભે છે એ તો કોઈ પૂછો ભારતીય સંસ્‍કૃતિના પૂજકો અને ભારતીય અસ્‍મિતાના સંરક્ષકો તમે કયાં સંતાઈ બેઠા છો ? સાચા રાજપુરૂષો ક્ષેત્રે સંન્‍યાસ લઈ લીધો એનું કેવું પરિણામ આવ્‍યું એ તો હવે સહુ નજરે જોઈ રભ છે. રાજકારણીઓ પાસે ચિક્કાર પૈસો છે એ તો ઠીક પણ એ સતત વધુ જંગી થઈ રભે છે. એની સામે ગામડાઓ ખાલી થઈ રભ છે ને બધા પાદર સૂમસામ છે. આના જવાબદાર લોકો રાજકારણીઓ જ છે. ભ્રષ્ટાચારની ગંગોત્રી એ લોકોના ઘરમાંથી જ વહે છે. એ ન્નયાં સુધી બંધ નહીં થાય ત્‍યાં સુધી આમ નાગરિક માટે સોનાનો સૂરજ ઉગવાનો નથી.


દામનગરના ધામેલ સહિતના વિસ્‍તારોના પોલીસ અધિકારીઓનું સન્‍માન

દામનગર,
અમરેલી ભવનગર જિલ્લા ના અનેકો પોલીસ સ્‍ટેશનમાં લૂંટ ચોરી ધાડ ના અસંખ્‍ય ગુના ઓ કરતી ખતરનાક ગેંગ ના ત્રણ આરોપી ઓ ની ઝડપી કાયદા નું જ્ઞાનભાન કરાવતી પોલીસ થી ખુશ ગ્રામ્‍ય વિસ્‍તારો દ્વારા પોલીસ પરિવાર નું બહુમાન તાર3/ર ના રોજ ધામેલ ખાતે કરાયેલ ડેપ્‍યુટી ઓફ અમરેલી ના મોણપરા સાહેબ પી એસ આઈ ગોસાઈ દામનગર વંડા લેડી પી એસ આઈ કણસાગરા રાઇટર ભુજદાન ગઢવી પોપટલાલ હેડ ઠ્ઠો પૃથ્‍વીરાજસિંહ ગોહિલ રમેશભાઈ સિસરા ભાવેશભાઈ દવે હે ઠ્ઠો ભરતદાનભાઈ ગઢવી પી એમ કલાવડીયા પરશુરામબાપુ મોહનભાઇ કટારા સહિત સમગ્ર દામનગર પોલીસ પરિવાર નું ભવ્‍ય બહુમાન કરતા ધામેલ ના અગ્રણી ઓ ભોલા શેઠ રામજીભાઈ ઈસામલિયા નરેશભાઈ ડોંડા મુકેશભાઈ ડોંડા મધુભાઈ કકડીયા મધુભાઈ ચિતળિયા સહિત અનેકો ગ્રામ્‍ય વિસ્‍તારો ના સામાજિક સ્‍વૈચ્‍છિક સંસ્‍થા ઓ ના કાર્યકરો દ્વારા ડેપ્‍યુટી મોણપરા સાહેબ અમરેલી નું વિશિષ્ઠ સન્‍માન કરાયું હતું પોલીસ ની સતર્કતા ની સરાહના કરતા અનેકો વક્‍તા ઓ દ્વારા લાઠી તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારો માં કાયદો વ્‍યવસ્‍થા અંગે પોલીસ ની કામગીરી અંગે સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો પોલીસ અને પ્રજા એક મેક ના પૂરક બની સંભવિતગુના ઓ અને આવા અતિ ખતરનાક ગુના કરતા આરોપી ઓ વિરુદ્ધ તે તત્‍પરતા દાખવી તે અંગે પોલીસ પરિવાર અમરેલી ડિવિઝન ના મોણપરા એ બિરદાવી હતી લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્‍ય વિસ્‍તારો ના સરપંચો સભ્‍યો જાહેર જીવન ના કાર્યકર્તા ઓ દ્વારા ડેપ્‍યુટી ઓફ અમરેલી ડિવિઝન ની કામગીરી થી ખુશ થઈ પોલીસ પરિવાર નું ભવ્‍ય બહુમાન કરી સરાહના કરી હતી.


આંબરડી પાર્કમાં કોના ઇશારે વધુ સિંહો મુકાતા નથી ? : મુખ્યમંત્રી શ્રી રૂપાણીની અવગણના

ધારી,(ઉદય ચોલેરા)
ધારી નજીક બનાવામાં આવેલા આંબરડી સફારીપાર્કના પાયાથી જ વિલન બની ખોટા મુદ્યાઓ સાથે ભાડાના ટટુઓ મારફત વારંવાર હાઈકોર્ટમાં પીટીશનો ફાઇલ કરવાનો દોર ચલાવનાર સાસણની સાવકાર હોટેલ લોબી હજુ પણ યેનકેન પ્રકારે અમરેલી જિલ્લાનો ગૌરવસમો આંબરડી સફારીપાર્ક બંધ થાય તેવા પૂરા પ્રયાસમાં છે વર્તમાન પરિસ્‍થિતિ એવી છે કે પાયાની અને જરૂરી સુવિધાઓ જે સફારીપાર્કની હોવા છતાં ફાળવવામાં નથી આવતી કોઈ પ્રકારનો પ્રોગ્રેસ કરાતો તો નથી ઊલટા મલિન ઈરાદા સાથે વિકાસ રૂંધવામાં આવી રભે છે હદ તો ત્‍યારે થઈ છે જયારે જૂનાગઢ બેઠેલા સી.સી.એફ.સાસણ હોટેલ એસોસિયેશન સાથે સીધી જ સાંઠગાંઠ ધરાવે છે અહીં ઉપલબ્‍ધ ત્રણ સિંહો સફારીપાર્ક માટે ટ્રેન પર્ફોમિંગ નહોતા અપાયા અને હવે જયારે છેલ્લા બે માસથી નવા પાંચ સિંહોની પાર્કને મળવાની મંજૂરી આવી પડી છે છતાં સિંહ આપવામાં નથી આવતા તેવા બદ ઈરાદાવાળા જંગલખાતાના સી.સી.એફ કક્ષાના અધિકારીને તેનુ ભાન કરાવાની જરૂર છે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ ખુદ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના હસ્‍તે 17 / 10 / ર017ના રોજ ધારી નજીક બનાવામાં આવેલા આંબરડી સફારીપાર્કનુ લોકાર્પણ કરવામાં આવેલ સરકારના આગ્રહ અને હુકમનામાસામે વામળા પુરવાર થયેલા સાસણના હોટેલ એસોસિયેશન અને તેની સાથે મળેલા જંગલખાતાના ભ્રષ્ટ અધિકારીઓ હવે હાથ ધોઈ યેનકેન પ્રકારે પણ આંબરડીપાર્કને પાડી દેવા સતત પ્રયત્‍નસીલ છે ધારીને હિન્‍દુસ્‍તાનના સૌથી મોટા પાર્કનુ ગૌરવ અને રોજગારીની જે તકો સાંપડી છે તે સ્‍વપ્‍નને પુરુ ન કરવા દેવા જંગલખાતાના જ સી.સી.એફ.ની આ માલેતુજાર હોટેલ એસોસિયેશન સાથે મોટી સાંઠગાંઠ હોવાની વ્‍યાપક ચર્ચાઓ ખુદ તેના જ ખાતામાં જોરશોરથી થઈ રહી છે આંબરડી સફારીપાર્કમાં ઉદઘાટન વખતથી જે સિંહો છે તેમા એક નર અને બે માદા છે એ એવા આંબરડી સફારીપાર્કમાં ધાબડવામાં આવ્‍યા હતા જેને ટ્રેન કરવામાં સ્‍થાનિક કર્મચારીઓને પગે પાણી આવી ગયું હતું સિંહ પાર્ક માટે ટ્રેન પર્ફોમિંગ હોવા જોઈએ એના બદલે તમામ જગાઓ પરથી રીજાઈન થયેલા સાવજ આંબરડી પાર્કને પધરવામાં આવેલ હવે નવા પાંચ સિંહો માટે છેલ્લા બે મહિનાથી મંજૂરી આવી પડી હોવા છતાં હજુ નવા સિંહો ઈરાદાપૂર્વક ફાળવવામાં નથી આવતા જો નવા સિંહ આપવામાં આવે તો કુલ મળીને આઠ સિંહ થાય પણ જંગલખાતાને કોની રાહ છે તે સમજાતું નથી આંબરડી સફારીપાર્ક માટે સરકાર દ્વારા નવી લક્‍ઝરયશ પર્ફોમન્‍સ વાળી મહિન્‍દ્રા સ્‍કોર્પીયો અને ટાટા સુમોગોલ્‍ડ ફાળવાઈ છેજેમા કલાસ વન કક્ષાના અધિકારીઓ કે મોટા ગજાના પદાધિકારીઓ પાર્ક અંદર જઈ મુલાકાત લઈ શકે પણ આ બન્ને કારોને જૂનાગઢ સી.સી.એફે. અનઅધિકૃત રીતે પોતાની પાસે રાખી ઉપયોગમાં લઈ લીધી છે હાલ ટુરીસ્‍ટો માટે માત્ર ત્રણ બસો જ ઉપલબ્‍ધ છે હજુ ત્રણ વધુ બસની જરૂરીયાત છે તેમ છતાં પણ નવી બસોની ફાળવણી થતી નથી અહીં આવતા પર્યટકો માટે એમ.ફ્રી થિયેટર હોવુ જોઈએ કે સફારીમાં વારો આવે નહીં ત્‍યાં સુધી સિંહ અને પ્રકૃતિ વિશે તેમને માર્ગદર્શન આપતી મુવી જોવા મળે જે સાસણ દેવળીયાપાર્કમાં છે આંબરડીપાર્કમાં ઈરાદાપૂર્વક નથી શરૂ થતુ આ ઉપરાંત ટુરીસ્‍ટો માટે કોઈ પ્રકારની કેન્‍ટીનની વ્‍યવસ્‍થા કરવામાં નથી આવી એટલું તો ઠીક પણ ટુરીસ્‍ટો માટે બેસવા માટે લુગડાની છત્રીઓ નિચે ખુલ્લામાં બાકડા જીકી દેવાયા છે જેના પર ટુરીસ્‍ટો બીચારા તાપ, ટાઢ અને વરસાદ વેઠી ધારી આંબરડી સફારીપાર્કની ખરાબ છાપ લઈ જાય એટલે બીજી વાર ધારી ન આવે પણ સાસણ દેવળીયાપાર્કમાં જાઈ


રાજુલામાં આદર્શનિવાસી શાળામાં 15 વર્ષના વિદ્યાર્થીને 11 વિદ્યાર્થીઓએ બેરહેમીથી ઢીબી નાંખ્‍યો

રાજુલા,રાજુલાના ડુંગરરોડ પર આવેલી આદર્શનિવાસી શાળામાં અભ્‍યાસ કરતાં 1પ વર્ષનાં વિદ્યાર્થી ઉપર રૂા.500 ચોરવાનો આરોપ મુકી લાકડીઓથી 11 વિદ્યાર્થીઓ બેરહેમેથી તૂટી પડતા ગંભીર પ્રકારે ઘવાયેલા આ વિદ્યાર્થીને સારવાર માટે મહુવા દવાખાને ખસેડાયો હતો અને ગઇ તા.12 ના રોજ બનેલી આ ઘટના અંગે રાજુલા પોલીસમાં પી.આઇ.શ્રી યુ.ડી.જાડેજાએ રાયોટીંગનો ગુનો દાખલ કરી કાયદાના સંઘર્ષમાં આવેલ 11 વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


રાજુલામાં આહિર સમાજ દ્વારા 19મો સમુહ લગ્‍નોત્‍સવ યોજાયો

રાજુલા,
રાજુલા શહેરમાં આહિર સમાજ આયોજીત 19 મો સમુહ લગ્‍ન યોજાયેલ જેમાં 45 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા.
આ પ્રસંગે દિપ પ્રાગટય ઉર્જામીયા પરમહંસ આશ્રમ, જયશ્રીબેન બાટુ, નટુભાઇ ભાટુ, મગનભાઇ મથુરભાઇ જીંજાળા, સમારંભના અઘ્‍યક્ષ સ્‍થાને તેમજ ધારભાસભ્‍ય અંબરીશભાઇ ડેર સહિત ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન હરિભાઇ નકુમ, રઘુભાઇ હુમલ, ડાયાભાઇ ગુજરીયા, મનુભાઇ વાપીવાળા, હિમાભાઇ હડીયા, ધારાસભ્‍ય વિક્નમભાઇ માડમ, પીઠાભાઇ નકુમ, બાબુભાઇ જાલંધરા, બાબુભાઇ રામ, ડો.જયંતિભાઇ વાઘમશી, ડો.ડી.કે.લાડુમોર, મંગળભાઇ કાતરીયા, દુલાભાઇ બોસ, ડો.કનુભાઇ કલસરીયા, ઉપરોક્‍ત મહેમાનોનું સ્‍વાગત સમુહલગ્‍ન સમિતિના પ્રમુખ બાબુભાઇ વાણીયાએ કર્યુ હતુ.
જયારે આ સુંદર કામગીરી બદલ જ્ઞાતી રત્‍નો દ્વારા બાબુભાઇ વાણીયાની કામગીરીની પ્રસંસા કરવામાં આવી હતી. સ્‍થાનીક આગેવાનો હરેશભાઇ કાતરીયા, નરેશભાઇ બલદાણીયા, નરશીભાઇ જાલંધરા, ધનજીભાઇ જાલંધરા, બાબભાઇ મકવાણા, દુલાભાઇ વકીલ, ચિથરભાઇ જીંજાળા, છગનભાઇ કલસરીયા, નાનજીભાઇ વડલીવાળા, દિપકભાઇ જીંજાળા, દિલીપભાઇ જીંજાળા, ચિથરભાઇ કાતરીયા, મનુભાઇ લાડુમોર, રામભાઇ વાણીયા, મગનભાઇ કાતરીયા,કાનાભાઇ વાણીયા, વિનુભાઇ નકુમ, હિંમતભાઇ કાતરીયા, મનુભાઇ વડલી, નાગજીભાઇ જીંજાળા, માધાભાઇ જીંજાળા, છગનભાઇ કલસસરીયા, હરેશભાઇ જીંજાળા, હિંમતભાઇ જાલંધરા, લાલજીભાઇ જીંજાળા, દિપકભાઇ મબલદાણીયા, ગોપાલભાઇ વાણીયા, ભવાનભાઇ જીંજાળા, રાજુભાઇ ગલ, જેરામભાઇ વાળા, દેવાતભાઇ બલદાણીયા, ઉપસ્‍થિત રહી કાર્યક્નમને સફળ બનાવેલ. આ પ્રસંગે શુરભી મંડળીએ શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા. સમુહ લગ્‍ન કમીટીના બાબુભાઇ વાણીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં નરેશભાઇ બ લદાણીયા તેમજ હરેશભાઇ કાતરીયાનો સહયોગ સાપડયો હતો.


ધારગણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ અને વિદાય સમારોહ યોજાયો

ધારગણી,

ચલાલા કલસ્‍ટરની ધારગણી કન્‍યા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ 2018 અને ધો.8 માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને વિદાયમાન કાર્યક્નમનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે વાલીઓ, ગ્રામજનો, સરંપચશ્રી, અગ્રણીઓ, ગામની સ્‍થાનિક હાઇસ્‍કુલ તથા કુમારશાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતાં. વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્નમો રજૂ થયા હતાં. દરેક કૃતિને ગ્રામજનો દ્વારા વિશાળ ધનરાશીથી બિરદાવવામાં આવી હતી. તેરી લાડલી કૃતિથી સમગ્ર વાતાવરણ ભાવવિભોરથઇ ગયું હતું
ઉપરાંત ધો.8 ના વિદ્યાર્થીઓને શાળામાંથી વિદાય અને ઉચ્‍ચ અભ્‍યાસ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ સાથે જ શાળાના શિક્ષક મહેશભાઇ ગોસાઇ સી.આર.સી.બનતાં તેમને સન્‍માનિત કરવામાં આવેલ.
શાળા પરિવાર વતી તેમને વિદાયમાન આપવામાં આવ્‍યું હતું. ઉપસ્‍થિત મહેમાનોનું સ્‍વાગત આચાર્ય અમુભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ તેમજ પ્રાસંગીક ઉદ્દબોધન શિક્ષક જયરાજભાઇ માંજરીયાએ કરેલ. કાર્યક્નમનું સંચાલન શાળાના શિક્ષિકા માલતીબેન ઉપાઘ્‍યાયે કર્યું હતું. કાર્યક્નમને સફળ બનાવવા શાળાના શિક્ષિકા મનહરબેન મોયા, ઇન્‍દુબેન તેરૈયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


માનવ સૃષ્‍ટી અને સર્પસૃષ્‍ટીના રક્ષક એવા અમરેલી બી.બી. ડાભીનું સન્‍માન કરો

અમરેલી,અમરેલી માટે આર્શિવાદરૂપ સર્પ પકડનાર બી.બી.ડાભીની 30 વર્ષથી અવિરત પણે સેવાઓને બિરદાવતા આનંદ થાય છે કે, તાજેતરમાં અધિશ્રીબેન ગોહિલના નિવાસસ્‍થાન રામપાર્ક, ગંગાનગર ખાતે પોતાના ઘર પાસે સ્‍કુટી પાર્ક કરી હતી. તેઓ ડયુટી ઉપર જવાની તૈયારીમાં હતાં ત્‍યા અચાનક જ પડોશીઓ દ્વારા બૂમો પડવા લાગી કે કોઇ મોટા ઉડતા પક્ષીની ચાંચમાંથી નાગણી સરકીને સોસાયટીના રોડ વચ્‍ચે જ પડી હતી. અને પલકારામાં જ સ્‍કુટીમાં ઘૂસી ગયેલ. નાજુક પરિસ્‍થિતિ પામી જઇને તરત જ નયનાબેન ગોહિલે સેવાભાવી બી.બી.ડાભીને ફોન ઉપર વિગતની જાણ કરેલ. તરત જ બી.બી.ડાભી આવી ગયેલ અને સ્‍કુટીમાંથી નાગણીને કાઢીને જીવંત અવસ્‍થામાં જ યોગ્‍ય જંગલ જેવા જ વિસ્‍તારોમાં છોડી આવેલ આમ અધિશ્રીબેન વિઘ્‍નમાંથી ઉગરી ગયેલ અને સર્પસૃષ્‍ટી નાગણી પણ બચી ગયેલ. સદરહું રેસ્‍કયુ ઓપરેશન દરમિયાન રામપાર્ક ગંગાનગરની વસાહતના તમામ રહિશો તેમજ આજુબાજુ આવેલ દુકાનદારો તથા ખુબ જ મદદ અને સયોગ પ્રાપ્ત થયેલ. દિવસ હોય કે રાત હોય, ઠંડી, તડકો, વરસાદમાં પણ સર્પ પકડવાની કળામાં નિષ્‍ણાંત શ્રી ડાભીની સેવાઓને ધન્‍યવાદ પાત્ર ગણી અનેક સંસ્‍થાઓએ સન્‍માનીતકરેલ છે. સમગ્ર સમાજને પોતાની રીટાઇડ લાઇફમાં પણ આવી લગાતાર 30 વર્ષથી સેવાકીય પ્રવૃતિથિ તેઓ હંમેશા બે જીવોને જીવતદાન આપે છે. માનવસૃષ્‍ટિ અને સર્પસૃષ્‍ટિને બચાવનાર બી.બી.ડાભીની અવિરત પણે સેવાઓની કદર રૂપે સન્‍માનીત કરવા અંગે પૂર્વભાજપ ઉપપ્રમુખ અમરેલી શહેરના પીઢ મહિલા આગેવાન શ્રીમતિ નયનાબેન ગોહિલ સમસ્‍ત સમાજ અને વર્ગો વતી ભાજપ કાર્યાલય અમરેલી મારફત ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ સચિવાલય ગાંધીનગર ખાતે કરનાર છે એમ જી.એસ.આર.ટી.સી.ના અધિશ્રીબેન ગોહિલની યાદીમાં જણાવેલ છે.


અમરેલી જિલ્લાના વિકાસ કાર્યો અંગે સમિક્ષા બેઠક પ્રભારી સચિવશ્રી ની અધ્યક્ષતામાં સંપન્ન

અમરેલી, તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮

જિલ્લાના પ્રચારી સચિવશ્રી સંદિપકુમારે અમલીકરણ અધિકારીશ્રીઓની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવીની સુખાકારી ને લક્ષમાં રાખીને યોજનાઓનું અમલીકરણ કરે છે.આ સુવિધાઓ તેમના સુધી સમયબધ્ધ રીતે મળે તેવા સક્રિય પ્રયાસો થવા ખુબજ આવશ્યક છે. તેમણે આગામી સમયમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને પીવાનું પાણી સમયબધ્ધ રીતે મળી રહે તેવી નક્કર કામગીરી આગોતરી રીતે કરાવી ખુબજ આવશ્યક છે.તેમણે પીવાના પાણી માટેના આયોજન અંગે પાણી પુરવઠા વિભાગ સહિત નગરો અને ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા અંગે સમિક્ષા કરી હતી.

જિલ્લા કલેકટરશ્રી એસ.એમ.અમરાણી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિરગુડે સહિત દરેક વિભાગના વરિષ્ઠ અધીકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહીને વિકાસ કાર્યોઅંગે વિગતો આપી હતી.

અમરેલી જિલ્લાના ૬૨૪ ગામોમાંથી ૪૯૭ ગામો ને નર્મદા કનેકટીવીટી આધારીત યોજનાઓ દ્રારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે સ્થાનિક સોર્સ તેમજ બોર દ્રારા પાણી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

આગામી ઉનાળા દરમીયાન પીવાના પાણીની સંભવીત તંગી સામે રૂ.૧૨૧.૫૦ લાખના ખર્ચે મશીનરી,હેન્ડપંપ, કુવા ઉંડા ઉતારવા સહીતની કામગીરી કરવામાં આવનાર છે. શહેરી વીસ્તારોમાં પણ પીવાના પાણી માટે આગોતરૂ આયોજન કરી લેવામાં આવ્યું છે.

ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળે તેમાટે જિલ્લાના ૨૩૧૫૬ ખેડુતોની ૪.૬૧ લાખ કવિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. જે માટે રૂ.૨૦૭ કરોડ જેવી રકમ ચુકવવામાં આવી છે.

પ્રભારી સચિવશ્રીએ કૃષિ વિષયક બાબતોમાં સમગ્ર જિલ્લાની ખેત પેદાશ ઉત્પાદન સહિત આગામી સમય દરમિયાન ખેડૂતોને મળતી સહાયો વિષે જરૂરી સુચનાઓ આપી હતી.

જિલ્લાભરમાં આરોગ્યની સેવાઓની બાબતે પણ પ્રભારી સચિવે જિલ્લાના અધિકારીઓ ને રોગચાળાની બાબતે અને આરોગ્યની સુવિધાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેવું વિસ્તૃત આયોજન કરવા પણ જણાવ્યું હતું. જિલ્લામાં આંગણવાડીઓ,પોષક આહાર તેમજ શાળા  આરોગ્ય  અને મધ્યાહન ભોજન અંગેની બાબતોની સમિક્ષા પણ કરી હતી.તેમણે ઇ-ગ્રામ યોજના-મુખ્યમંત્રીશ્રી સડક યોજના વ્યાજબી ભાવની દુકાનો  વિગેરે બાબતોની પણ ઝીણવટભરી સમિક્ષા કરીને અમલીકરણ અધિકારીઓને સુચનાઓ આપી હતી.

આ બેઠકમાં  જિલ્લા પોલિસ વડાશ્રી જગદીશ પટેલ,અધિક કલેકટરશ્રી ડોબરીયા,તેમજ જિલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.