Main Menu

March, 2018

 

કોલવડાના ખેતરમાંથી વિદેશી દારૃ-બિયરનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે શહેર નજીક આવેલા કોલવડા ગામના ખેતરમાં બાતમીના આધારે પેથાપુર પોલીસે દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૃ અને બિયર મળી ર૬ર૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ દારૃ વરસોડાનો બુટલેગર આપી ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે. હાલમાં ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃ પકડવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ઠેકઠેકાણેથી દારૃ પકડાઈ રહયો છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં પ૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૃનો જથ્થો ઝડપાઈ ચુકયો છે. ત્યારે ગઈકાલે પેથાપુર પોલીસને બાતમી મળી હતી કે કોલવડા ગામમાં રહેતાં હિતેન્દ્રસિંહ ભરતસિંહ વાઘેલાએ પાંડવનગરની સીમમાં ખેતરમાં વિદેશી દારૃ અને બિયરનો જથ્થો સંતાડયો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને પ૭ નંગ વિદેશી દારૃની બોટલ અને ૪ર બિયરના ટીન કબ્જે કર્યા હતા. આ વિદેશી દારૃના જથ્થા સાથે હિતેન્દ્રસિંહને પોલીસે ધરપકડ કરી લીધી હતી જ્યારે આ દારૃનો જથ્થો દિગ્વિજયસિંહ ઉર્ફે દીગો ઘનશ્યામસિંહ ચાવડા રહે.વરસોડા દ્વારા આપવામાં આવ્યો હોવાનું બહાર આવતાં પોલીસે ગુનો નોંધી તેની પણ ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. નોંધવું રહેશે કે રાજયમા દારૃબંધી હોવા છતાં બોર્ડરો ઉપરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે તો પોલીસ દ્વારા આ બોર્ડરો ઉપર જ કડક ચેકીંગ કરવામાં આવે તો ગાંધીનગર સુધી વિદેશી દારૃ ઘુસવો શક્ય જ નથી અને દારૃને શોધવામાં પોલીસના કલાકો વેડફાય પણ નહીં.


ખાંભા નજીક રેવન્યુ વિસ્તારમાંથી મળ્યો બે વર્ષના સિંહનો મૃતદેહ

ગીરપૂર્વ વનવિભાગના તુલસીશ્યામ રેન્જમાં ખાંભા તાલુકાના છેવાડાના ગોરાણા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલી વાડીમાંથી આજે બે વર્ષના સિંહનો મૃતદેહ મળી આવતા સિંહદંશના કારણે મોત થયાનું જાણવા મળતા સિંહ પ્રેમિઓમાં ભારે દુ:ખની લાગણી છવાઇ છે. પ્રાપ્ત વિગત મુજબ તુલસીશ્યામ રેન્જ રાયડીપાટી બીટના રબારીકા રાઉન્ડમાં ગોરાણા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલ ધામીડીયા તળાવ કાંઠે ખેતર ધરાવતા કનુભાઇ સામતભાઇ સોલાની વાડીમાં આજે સવારે સિંહનો મૃતદેહ પડેલો હોવાની વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી આર.એફ.ઓ. બી.બી. વાળાની ટીમે ઘટના સ્થળે દોડી જઇ ડી.સી.એફ. કુરૃપ્પા સ્વામિને જાણ કરવામાં આવતા તેઓ વેટરનરી ડોકટર સાથે સ્વયં ઘટના સ્થળે પહોંચ્યા હતા. બે વર્ષના પાઠડા સિંહના મૃતદેહને ખાંભા રેન્જ ઓફિસે લાવી તપાસ હાથ ધરાતા મૃતદેહ ઉપર કોઇ બાહ્ય ઇજાના નિશાન જોવા મળેલા ન હતા. સિંહના મૃતદેહ ઉપરથી બે કલાકમાં મોત બાદ વાળ ખરવા લાગ્યા હોવાથી પી.એમ. બાદ સર્પદંશથી મોત થયાનું જણાયું હતું. બાદમાં મૃતદેહને રેન્જ ઓફિસના ગ્રાઉન્ડમાં જ અગ્નિદાહ આપવામાં આવેલો હતો. સિંહના મોતથી વન્યપ્રેમીઓમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.


31-03-2018


30-03-2018

વધુ વાંચો


મોણવેલમાં સ્‍કુલ પાસેના બગીચામાં સિંહોએ ચાર બકરાઓનું મારણ કર્યું

ધારી,ધારી તાલુકાના મોણવેલ ગામે શાળાની બાજુમાં આવેલ બગીચામાં રાજુભાઇ અમરૂભાઇ વેગડના ભાગ્‍યા દેવીપુજક ભગુભાઇ ટપુભાઇના ચાર બકરાનું ચાર સિંહોએ મારણ કરી જયાફત ઉડાવી હતી. મારણનો બનાવ બનતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો હતો.


રાજુલામાં ધાર્મિક કાર્યક્રમમાં જમણવાર બાદ ૮૦ જેટલા લોકોને ફૂડ પોઈઝનીંગ

રાજુલામાં એક ધાર્મિક પ્રસંગે જમણવાર બાદ ૮૦ લોકોને ફૂડ પોઈઝનીંગ કરવાથી દોડધામ મચી જવા પામી હતી. ૪૦ લોકોએ સરકારી હોસ્પિટલમાં અને ૨૦ લોકોએ ખાનગી દવાખાને સારવાર લીધી હતી. સરકારી હોસ્પિટલમાં પુરતા સ્ટાફની અછતથી દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે. વિગત મુજબ રાજુલાના હિન્ડોરણા રોડ ઉપર સોસાયટીમાં રહેતા આણંદભાઈ વસ્તાભાઈ વાળા (પ્રજાપતિ)ના પુત્ર ઘણા વર્ષ પહેલા અવસાન પામેલ. તેમના મોક્ષાર્થે તેમણે પોતાને ઘરે નારાયણબલી શ્રાદ્ધ-યજ્ઞા રાખેલ. તેમાં તેમના સગા-સંબંધીઓને ગત રાત્રીના ભોજનપ્રસાદ લેવા માટે લગભગ ૧૫૦ ભાઈબહેનોને આમંત્રણ આપેલ હતું અને ભોજનમાં ચુરમાના લાડવા, દાળ, ભાત, શાક જેવું સાદુ ભોજન રાખેલ હતું. રાત્રીના ભોજન કરી સૌ સૌના ઘરે ગયા પછી વહેલી સવારે જેમણે ભોજન કર્યું હતું તેઓને ઝાડા-ઉલ્ટી- ચક્કર આવવા જેવું લાગતા તુરંત સરકારી હોસ્પિટલે સારવાર લેવા એક પછી એક લગભગ ૩૫ જેટલા ભાઈ-બહેનો દાખલ થયા છે અને ખાનગી દવાખાને લગભગ વીસેક જેટલા સારવાર લઈ રહ્યા છે. ૧૫૦માંથી ૮૦ જેટલા લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ છે. રાજુલા રેફરલ જનરલ હોસ્પિટલ કરોડો રૃપિયાના ખર્ચે આધુનિક બનાવી છે પણ મેડીકલ ઓફીસર માત્ર ચાર જ છે. ઘણા લાંબા સમયથી બાળકોના ડોક્ટર નથી. ઓર્થોપેડીક નથી, ફીઝીશ્યન સર્જન નથી, જનરલ સર્જન નથી, એક્સ-રે ટેકનિશિયન નથી. આમ જોઈએ તો આ હોસ્પિટલ રેફરલ નથી પણ રીફર હોસ્પિટલ કહી શકાય કેમ કે કોઈપણ અકસ્માત કે ગંભીર બીમારી હોય તો તુરત મહુવા કે ભાવનગર રીફર કરવા પડે છે છતાં સરકારની આંખ ઉઘડતી નથી અને એક પણ સર્જન ન હોવાથી રાજુલા તાલુકાના ૯૨ ગામડાઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.


29-03-2018


બોલ ટેમ્પરિંગ : સ્મિથ-વોર્નર-બેનક્રોફટની જગ્યા એ ત્રણ નવા ખેલાડીનો સમાવેશ

બોલ ટેમ્પરિંગ વિવાદમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી પર આજે સજાનું એલાન થાય તેવી શક્યતા છે. આ વિવાદમાં ઓસ્ટ્રેલિયાના સુકાની સ્ટીવ સ્મિથ, ઉપ સુકાની ડેવિડ વોર્નર અને ઓપનર બેટસમેન કેમરૂન બેનક્રોફ્ટને ટેસ્ટ શ્રેણીમાં બહાર કરી દેવામાં આવ્યા છે. ત્રણેય ક્રિકેટરો ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યાં છે.

30 માર્ચથી જ્હોનિસબર્ગમાં રમાનારી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં સ્મિથ-વોર્નર અને બેનક્રોફ્ટની જગ્યાએ ત્રણ ખેલાડીઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં મેટ રેનશૉને એક દિવસ અગાઉ જ ટીમ સાથે જોડવાનું જણાવામાં આવ્યું હતું. રેન શૉ બાદ ઓસ્ટ્રેલિયાના અન્ય બે ખેલાડીઓમાં ગ્લેન મેક્સવેલ અને જો બર્ન્સને પણ જ્હોનિસબર્ગ ટીમ સાથે જોડાવાનું કહેવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાની ટીમનું સુકાનીપદ 33 વર્ષીય વિકેટકીપર બેટસમેન ટિમ પેન પાસે રહેશે. ટિમ પેન ઓસ્ટ્રેલિયાના 46 ટેસ્ટ સુકાની બન્યા છે. જો કે હાલમાં ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 1-2થી પાછળ ચાલી રહી છે. જો કે ટીમના કોચ ડેરેન લેહમેનને બોલ ટેમ્પરિંગ મામલે નિર્દોષ જાહેર કરાયો છે


બીગ બીને રવીન્દ્રનાથ ઠાકુર જેવો ગેટપ અપાયો

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સહકલાકારો અને દોસ્તોને માટે ઘણીવાર કેમિયો કરવાની હા પાડી દે છે. એવાજ એક કેમિયોમાં એમને નોબેલ પ્રાઇઝ વિનર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર જેવો ગેટપ અપાયો હોવાનું જાણવા મળ્યું હતું. સાઉથના સુપર સ્ટાર ચિરંજીવીની આ ફિલ્મનું નામ છે સિયેરા નરસિંહા રૈડ્ડી. ખુદ અમિતાભ બચ્ચને સોશ્યલ મિડિયા પર પોતાનો લૂક રિલિઝ કરતાં લખ્યું, આંધ્ર પ્રદેશના સુપર સ્ટાર અને તેલુગુ ફિલ્મોના આઇકન દોસ્ત ચિરંજીવીની એક ફિલ્મ કરી રહ્યો છું, એમાં મારો ગેટપ આવો હશે…. આ ફિલ્મ મેગાબજેટ હોવાનું કહેવાય છે અને હૈદરાબાદમા એના શૂટિંગનો આરંભ થઇ ચૂક્યો હોવાની માહિતી પણ મળી હતી. હાલ આ ફિલ્મનું હૈદરાબાદમાં છેલ્લું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારબાદ આ યુનિટ ચીન જશે અને આ ફિલ્મ માટે હોલિવૂડના નહીં પણ સાઉથ આફ્રિકાના સ્ટંટ માસ્ટર્સ લાવવામાં આવ્યા હતા. જો કે ફિલ્મની કથા કે પોતાના રોલ વિશે અમિતાભ બચ્ચને મૌન સેવ્યું હતું. એમણે ફક્ત એટલું જણાવ્યું હતું કે  પોતે દેાસ્તની ફિલ્મમાં કેમિયો કરી રહ્યા હતા


રાજ્યના મંત્રીમંડળમાં લોકસભાની ચૂંટણી અગાઉ ફેરફાર થાય તેવી શક્યતા.

લોકસભાની ચૂંટણી પહેલા રાજયના મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવશે તેવી અટકળોએ જોર પકડયું છે. રાજ્યના ધારાસભ્યોને જ્ઞાતિ વિસ્તારના આધારે પ્રતિનિધિત્વ અપાશે. વડોદરા જિલ્લામાંથી હજુ એકપણ મંત્રી બનાવાયા નથી ત્યારે ત્યાંના એક ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે. સુરત જિલ્લામાંથી પણ વધુ સભ્યોને મંત્રીમંડળમાં સમાવાય તેવી શકયતા છે.

મહત્વપૂર્ણ છે કે, પરસોત્તમ સોલંકી પોતાને મળેલા ખાતાથી નારાજ છે. જેથી વિસ્તરણમાં સોલંકીને મોટુ ખાતુ ફાળવાઇ શકે છે. બજેટ સત્ર પછી મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાના નિશ્વિત છે.