Main Menu

March, 2018

 

વડિયા – કુંકાવાવ તાલુકાના મેઘાપીપળીયા ગામે આદમ ખોર દીપડાએ માસુમ બાળકને વીખીનાખયુ.

બાળકનુ ઘટના સ્થળેજ કમકમાટી ભયૅુ મોત નિપજેલ સ્થાનીક લોકોમા ભયનો માહોલ આદમખોર દીપડાને પકડવામા વન વિભાગ નિષ્કીય લોકોમા ભભુકતો રોષ કેશુભાઈ બેચરભાઈ વસોયા ની વાડીએ કામ કરતા એમ.પી ના મજુર બદનસિંગ ભરતસિંગ નામના મજૂરના પુત્ર પંકજ ઉ.6 વર્ષ જેમને રાત્રીના 11,30 કલાકે વન્ય પ્રાણી દીપડાએ ઘાતકી હુમલો કર્યો

:- જાણવા મળતી વિગત અનુસાર મેઘાપીપળીયા ગામે કેશુભાઈ બેચરભાઈ વસોયાની માલિકીની વાડીએ એમપીના મજુર રહેતા જેઓ રાત્રીના ગરમીના લીધે બહાર સુતહતા ત્યારે આદમ ખોર દીપડાએ પંકજ ઉ.6 વર્ષ ના બાળકને ગળા ના ભાગે દાત વડે ઊંચકી ને અમુક અંતર સુધી ધસડેલ જે બાળકનું કમકમાટી ભર્યું મોટ નીપજ્યું આ ઘટનાની જાણ ફોરેસ્ટ જાણ થતા તાત્કાલિક સસ્ટિકરા બેગમ સામાજિક વન્ય વિભાગ અમરેલી એમના માર્ગ દર્શન હેઠળ એમ એ ગમારા,એમ એ ઠુમર તેમજ ડી એમ મકવાણા રાઉન્ડ ફોરેસ્ટ અનિડાં તેમજ એમ બી રાકેસીયા તેમજ વનવિભાગ ટિમ દ્વારા રાત્રીના ઘટના સ્થળે પહોંચેલ નિરીક્ષણ ભરી તપાસ કરતા લોહીના પડેલા ખાબોચિયા તેમજ દીપડાના પગ માર્ક જોઈ ફોટો ગ્રાફી કરી તેમજ વિટની ડો.વામજા સાહેબ ની ટિમ દ્વારા સ્થળ ઉપરજ જણાઈ આવ્યું હતું કે દીપડાનો ઘાતકી હુમલો થયેલ છે જે વાડીના માલિને જાણ થતા તાત્કાલિક માનવતા રાખી પોતાના વાહનમાં મેઘાપીપળીયા ગામ સુધી પહોંચાડેલ 108 મા તાત્કાલિક કુંકાવાવ હોસ્પિટલે પહોંચાડયા બાદ પી.એમ.કરી ડેડ બોડી તેમના સગાને સોપેલ.

 


28-03-2018


શ્રી પ્રતાપ દુધાત અને શ્રી અમરીશ ડેરનું સસ્પેન્શન પાછું ખેંચાતા અમરેલી જિલ્લામાં આતિશબાજી

શ્રી પ્રતાપ દુધાત અને શ્રી અમરીશ ડેરનું સસ્પેન્શન પાછું ખેંચાતા અમરેલી જિલ્લામાં આતિશબાજી
ગુજરાત વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત તથા રાજુલા જાફરાબાદને ધારાસભ્ય અમરીશ ડેર સહિત 3 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછી ખેંચાતાં લીલીયા સાવરકુંડલા ડેડાણ રાજુલા સહિત જિલ્લાભરમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ આતીશબાજી કરી હરખ વ્યક્ત કર્યો હતો.


ગૃહમાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાયા બાદ પરેશ ધાનાણીએ આમ કહીંયુ

બુધવારે ગૃહનો અંતમ દિવસ છે ત્યારે ગૃહના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તને પાછી ખેંચવામાં આવી છે. તે પછી પરેશ ધાનાણીએ દરખાસ્ત પરત ખેંચી હોવાનું જણાવી તે વિશે એક નિવેદન આપ્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અધ્યક્ષનું પદ ગૃહમાં ગૌરવવંતુ છે. અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા નથી થઈ. ગૃહનાં ઈતિહાસમા અત્યાર સુધી આવી ચર્ચા નથી થઈ. અમે દરખાસ્તને પરત ખેંચી છે. આવો બનાવ ફરી ન બને તે માટે ચિંતન કરીશું.

પરેશ ધાનાણીએ વધુંમાં જણાવ્યું હતું કે વારસામાં મળેલી લોકશાહીનું જતન કરીએ. CMની અપીલને અમે સકારાત્મક લીધી. અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત સર્વાનુમતે પાછી ખેંચવામાં આવી.

પરેશ ધાનાણીએ ગૃહમાં વિનંતી કરી હતી. જેને લઈને શૈલેષ પરમારે પ્રસ્તાવ દરખાસ્ત પરત ખેંચી હતી. નીતિન પટેલે અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તને કમનસીબ ગણાવી હતી. જગદીશ પંચાલે ગૃહમાં દિલગીરી વ્યક્ત કરી હતી. કોંગ્રેસે તે પછી હાઈકોર્ટમાં ધારાસભ્યોના સસપેન્શનને મામલે દાદ માંગતી કરેલી અરજી પરત ખેંચી લીધી હતી.

કોંગ્રેસના 3 ધારાસભ્યોનું સસપેન્શન ટૂંકાવાયું છે. તેમનું સસપેન્શન આ સત્ર પુરતું રહેશે. ઉલ્લેખનિય છે કે અમરિશ ડેર અને પ્રતાપ દૂધાત તેમજ બળદેવ ઠાકોરને સસપેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં બે ધારાસભ્યોને ત્રણ વર્ષ માટે અને એક ધારાસભ્યને એક વર્ષ માટે સસપેન્ડ કરવામાં આવ્યા હતા.

આ અંગે પ્રતાપ દૂધાતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજે હું ખુશી વ્યક્ત કરુ છું. ગૃહમાં ક્ષણિક બનેલી ઘટનાથી દુ:ખ થયું હતું. અમારા હક્ક પર તરાપ ગેરબંધારણીય હતી. ગૃહમાં બનેલી ઘટના વ્યાજબી નહોતી. એક્શનનું એ રિએક્સન હતું. ગૃહમાં ફરી આવું નહિં થાય તેવી આશા રાખીએ.


રાજકોટઃ યુવતીનું અપહરણ બાદ ગેંગરેપ, બે આરોપીઓને ૨૦ વર્ષની સજા

રાજકોટના મોરબીરોડ પર દિયર સાથે જઈ રહેલી યુવતીને અટકાવી દિયરને મારમારી, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ લૂંટી લઈ યુવતીનું અપહરણ કરી ગોંધી રાખી છરીની અણીએ બળાત્કાર ગુજારવાનો કેસ ચાલી જતાં બે આરોપી રૃખડીયાપરામાં રહેતા સુલતાન ઉર્ફે લતીફ ગુલામ હુશેન મકવા અને રાજીવનગર ઈમ્તિયાઝ ઉર્ફે બાડો સીદીક શેખને અદાલતે ૨૦ વર્ષની કેદ અને દસ- દસ હજારનો રોકડ દંડ જો દંડ ન ભરે તો વધુ ત્રણ-ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે નામીચા શખસ અબ્દુલ ઉર્ફે ગુલીયો ગફાર કટારીયા અને કિશોર મનસુખ માલકીયાનો છુટકારો થયો હતો.

વિગતો મુજબ રૈયાધાર વિસ્તારમાં રહેતી યુવતી પાંચ વર્ષ પહેલા તા.૧૯/૧૧/૨૦૧૩ના રોજ પોતાના દિયર સાથે પસાર થઈ રહી હતી ત્યારે લૂખ્ખાઓએ બંનેને આતંર્યા હતા જેમાં યુવકને સુલતાન ઉર્ફે લતીફ ગુલામ, ઈમ્તિયાઝ, અબ્દુલ ઉર્ફે ગુલીયો અને કિશોરે મારમારી, છરી બતાવી લૂંટ ચલાવી છોડી મુક્યો હતો અને યુવતીનું અપહરણ કરી અવાવરૃ સ્થળે લઈ ગયા હતા. જ્યાં યુવતી પર ગેંગરેપ થયો હતો. જેતે સમયે આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરાયા હતા.

અધિક સેસન્સ જજની કોર્ડમાં કેસ ચાલી જતાં ૬૮ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૩૩ સાહેદોને તપાસાયા હતા. સરકાર, ફરિયાદ પક્ષે રોકાયેલા વકિલોની દલીલો અને જધન્ય કૃત્ય અંગે થયેલી રજુઆત ધ્યાને લઈને સજા ફટકારાઈ હતી.


ટ્રમ્પ અને કિમ જોંગની મુલાકાત પૂર્વે વ્હાઈટહાઉસ હરખ પદૂડું

હજી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખ્તયાર કિમ જોંગ ઉન વચ્ચે બેઠકની તારીખ પણ નક્કી નથી થઈ ત્યાં તો અમેરિકા તેના માટે ઘણું ઉત્સાહી થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉ.કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચેની બેઠક માટે વોશિગંટન ઘણું જ ઉત્સાહી છે.

આ મહિનાની શરૂઆતમાં દ.કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નેતૃત્વવાળા પ્રતિનિઘિમંડળે ટ્રમ્પને કિમ તરફથી આપવામાં આવેલ આમંત્રણ અંગે માહિતી આપવામાં આવી હતી. જેના કારણે સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. આ તરફ ઉ.કોરિયા પણ પોતાના પરમાણું શસ્ત્રને નાબુદ કરવા માટે પણ પોતાની તૈયારી દર્શાવી છે, જેના કારણે બંને દેશો વચ્ચેની ઉગ્રતામાં નવું અધ્યાય શરૂ થઈ રહ્યો હોય તેવું લાગે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, કિમે બેઠક થવા પહેલા કોઈ પણ પ્રકારના મિસાઈલ પરીક્ષણ ન કરવાનું વચન આપ્યું છે. આ અંગે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ તરફથી કહેવામાં આવ્યું કે, આગામી કેટલાક મહિનામાં બંને રાષ્ટ્ર નેતાઓ વચ્ચે કોઈ પણ વાતચીત થઈ શકે છે.

કિમ જોંગ ઉનના ચીનમાં હોવાની બાબતે અમેરિકાને કોઈ જ માહિતી નથી તેમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે, હજી સુધી કિમના ચીન પ્રવાસ અંગે અમને કોઈ જ માહિતી મળી નથી.


કોંગ્રેસના ધારાસભ્યોના સસ્પેન્શનને પાછું ખેંચવામાં આવશે…

ગુજરાત વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા અમરેલી જીલ્લાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરીશ ડેર સહિત ત્રણ ધારાસભ્યો ના સસ્પેન્શનને આ સત્ર પૂરતું જ રાખવું અને બાકીના સમય સુધીના સસ્પેન્શનને રદ કરવું તેની સામે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના અધ્યક્ષની સામે મુકાયેલી અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવી તેવી ફોર્મ્યુલા બંને પક્ષે ઘડાય હોવાનું મનાઈ રહ્યું છે આજે સત્તાવાર તેની જાહેરાત થાય તેવી શક્યતા છે.


27-03-2018


“સલમાન ખાન” તેમની ફેમિલી સાથે અહીં સેલિબ્રેટ કરશે ભાણિયા આહિલનો બર્થડે

સલમાન ખાન નો ભાણીયો અને અર્પિતા ખાન શર્માનો પુત્ર આહિલ શર્મા ૩૦ માર્ચે 2 વર્ષનો થઇ જશે. અર્પિતાએ આ વર્ષે પુત્રનો બર્થડે અબુધાબીમાં સેલિબ્રેટ કરવાનું વિચાર્યું છે. અર્પિતાના આ નિર્ણયનું એક મોટું કારણ પણ છે. સલમાન ખાન અત્યારે અબુધાબીમાં તેમની અપકમિંગ ફિલ્મ રેસ ૩ નું શૂટિંગ કરી રહ્યા છે. જો આહિલનો બર્થડે મુંબઈ અથવા બીજે ક્યાંય સેલિબ્રેટ કરવામાં આવે તો સલમાન તેમાં સામેલ થઇ શકે નહિ. આ કારણે અર્પિતાએ વિચાર્યું કે આહિલનો બર્થડે આબુધાબીમાં સેલિબ્રેટ કરવો જોઈએ.

પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણ દિવસ સુધી સેલિબ્રેશન કરવામાં આવશે. જે 29 માર્ચથી શરુ થશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ પાર્ટીમાં આયુષના પેરેન્ટ્સ, અરબાઝ ખાન, સોહેલ ખાન, અલવીરા ખાન અને તેમની ફેમિલીના લોકો સામેલ થશે. પ્રથમ દિવસે વેલકમ લંચ હશે અને પછી ફેન્સી ડિનર. ત્યારબાદ આહિલનો બર્થડે સેલિબ્રેશ શરુ થશે. ફેમિલી ડેઝર્ટ સફારી અને ફેરવેલ ડિનર ત્રીજા દિવસે એન્જોય કરવામાં આવશે. પાર્ટીમાં રેસ ૩ ની ટીમમાંથી પ્રોડ્યુસર રમેશ તૌરાની, ડિરેક્ટર રેમો ડિસોઝા, જેકલીન ફર્નાડીઝ, ડેઝી શાહ અને સાકીબ સ્લેમ પણ સામેલ થશે. ગયા વર્ષે આહિલનો બર્થડે માલદીવમાં સેલિબ્રેટ થયો હતો. બર્થડે કેક દુબઈના ફેમસ કેક ડિઝાઈનર વોવ સ્વીટ્સ તૈયાર કરશે.

બોલિવુડના સુલતાન અને દબંગ ખાન સલમાન ખાનના ફેંસ તો ઘણા છે. સલમાન બોક્સ ઓફિસ પર એક પછી એક ધમાકેદાર ફિલ્મો આપતા રહે છે. સલમાન તેમના ફેંસની સાથે તેમની ફેમિલીને પણ એટલો ટાઈમ આપતા હોય છે. સલમાન હંમેશા તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો ટાઈમ કાઢી તેમની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. આ તો બધા જાણે છે કે, સલમાન તેમની નાની બહેન અર્પિતાને સૌથી વધારે પ્રેમ કરે છે અને હવે અર્પિતાનો પુત્ર આહીલ પણ તેમના માટે ખાસ બની ચૂક્યો છે. સલમાન ઘણીવાર આહિલની સાથે સમય પસાર કરે છે અને તેના ફોટા શેર કરતા રહે છે.


IPL: રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન પદ પર સ્મિથની જગ્યા લીધી આ ભારતીય બેટ્સમેનએ

સાઉથ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ દરમિયાન બોલ ટેમ્પરિંગના વિવાદ પછી ઑસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન્સી ગુમાવ્યા પછી સ્ટીવ સ્મિથને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્ટીવ સ્મિથને ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રાજસ્થાન રૉયલ્સની ટીમની કેપ્ટન્સીથી પણ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની પુષ્ટિ ટીમની ફ્રેન્ચાઇઝીએ કરી છે. સ્ટીવ સ્મિથની જગ્યાએ ભારતીય બેટ્સમેન અંજ્કિય રહાણેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

IPLમાં બે વર્ષનો વનવાસ પૂરો કરી પાછી ફરેલી રાજસ્થાન રોયલ્સ ટીમની કેપ્ટનશિપ આગામી સિઝન માટે સ્મિથને સોંપવામાં આવી હતી. IPLની ગત સિઝનમાં સ્મિથ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન હતો. IPL-10માં તેની ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે, રવિવારે બોલ છળકપટના મામલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ઑસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનિંગ બેટસમેન કેમરન બેનક્રૉફ્ટને દોષિત ગણાવ્યા હતા. ICCએ સ્મિથને એક મેચ માટે સસ્પેન્ડ કર્યો હતો તથા તેને 100% મેચ ફીનો દંડ પણ ફટકાર્યો હતો. જ્યારે ઓપનિંગ બેટ્સમેન કેમરન બેનક્રૉફટને મેચ ફીનો 75% દંડ ફટકાર્યો હતો. આ સિવાય તેને 3 ડીમેરિટ પોઇન્ટ પણ આપવામાં આવ્યા હતા.

એક નિવેદન મુજબ, ICCના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને સ્મિથ પર આચારસંહિતાના અનુચ્છેદ 2.2.1ના ઉલ્લંઘન અંતર્ગત આરોપ લગાવ્યા છે.