Main Menu

Thursday, March 1st, 2018

 

અમરેલી નાગનાથ મહાદેવ એ હોલિકા દહન જોવા ભાવિકો ઉમટીયા


ટ્રુડો પોતાના જ ઘરમાં બરાબર ઘેરાયા, કેનેડાનો વિપક્ષ ભારતના પક્ષમાં

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની દિલ્હી મુલાકાત દરમ્યાન પાર્ટીમાં ખાલિસ્તાની આતંકી જસપાલ અટવાલને આમંત્રણ આપવાના મામલામાં કેનેડાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. એવામાં ત્યાંની વિપક્ષી પાર્ટીએ ભારતની એકતાનું સમર્થન કરવા અને ખાલિસ્તાની અલગતાવાદની નિંદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

ટ્રુડોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે આરોપ મૂકયો કે ટ્રુડોની ભારત યાત્રાને વિવાદોમાં મૂકવા માટે ‘ભારતના કોઇ તત્વ’એ અટવાલને નિમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ મંગળવારના રોજ કેનેડાની સંસદમાં આ મામલાને એક મુખ્ય મુદ્દો બનાવામાં આવ્યો.

બીજીબાજુ ભારતે આ આરોપોનો ‘અસ્વીકાર કર્યો અને નિરાધાર’ ગણાવ્યો છે. વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીએ ટ્રુડોને ભારતના ખંડનનો જવાબ આપવા માટે કહ્યું છે. ટ્રુડોએ પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વારા ભારત પર લગાવામાં આવેલા આકોપોનો બચાવ કર્યો અને કહ્યું કે જ્યારે અમે ઉચ્ચ રાજદૂત અને સુરક્ષા અધિકારી કેનેડાના લોકોને કંઇ કહે છે તો તેનો મતલબ એ છે કે તેઓ જાણે છે કે આ સત્ય છે.

કેનેડાની વિપક્ષી પાર્ટીના નેતા અંડ્રયૂ શીરે ભારત પર મૂકેલા આરોપોને ‘વિચિત્ર’ ગણાવ્યા ટ્રુડોને પૂછયું, ‘શું વડાપ્રધાન પોતાના ષડયંત્રની થિયોરીના પક્ષમાં કોઇ પુરાવા રજૂ કરશે?’

વિપક્ષી પાર્ટી દ્વારા સંસદમાં રજૂ કરાયેલા પ્રસ્તાવમાં કહ્યું.આ ગૃહ (આ) કેનેડિયન શીખ અને ભારતીય મૂળના કેનેડિયન લોકોનું દેશના મહત્વમાં આપેલા યોગદાનનું સમ્માન કરે છે.

(બ) કોઇપણ પ્રકારના આતંક, પછી તે ખાલિસ્તાની ચરમપંથ જ કેમ ના હોય અને એવી કોઇપણ વ્યક્તિની નિંદા કરે છે, જે ભારતમાં અલગાવની વાત કરી ખાલિસ્તાનનું સમર્થન કરે છે.

(સ) અમે ભારતની એકતા સાથે ઉભા છીએ


મહિલા ક્રિકેટર હરમનપ્રીતે પંજાબ પોલીસ DSP નું પદ સંભાળ્યુ

નવી દિલ્હી, તા. 1 માર્ચ 2018 ગુરુવાર ભારતીય મહિલા ટી-20 ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે આજે પંજાબ પોલીસ DSP નું પદ સંભાળ્યુ છે. આ અવસરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, DGP સુરેશ અરોડા હાજર રહ્યા.   મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે હરમનપ્રીત કોરની વર્દી પર સ્ટાર લગાવ્યા. મુખ્યમંત્રી મહિલા વર્લ્ડ કપ 2017માં શાનદાર પ્રદર્શન બાદ ગત વર્ષે જુલાઈમાં હરમનપ્રીતને ડીએસપી પદની રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ભારતીય રેલ્વેએ હરમનપ્રીતને તેમના પદમાંથી મુક્ત કરી દીધા છે. કેમ કે આ ખિલાડી પંજાબ પોલીસમાં જોડાવા માંગતા હતા. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ આ વાત રેલ્વે મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો હતો અને હરમનપ્રીતને પદમુક્ત કરવા માટે તેમની શરતોમાં ઢીલની વાત કરી હતી. હરમનપ્રીત પશ્ચિમ રેલ્વેમાં કાર્યાલય અધિક્ષક તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કરી ચૂક્યા હતા. તેમણે ગત વર્ષે રેલ્વેમાંથી રાજીનામું આપી દીધુ હતુ. પંજાબ પોલીસની સાથે ડીએસપી પદ માટે તેમનું મેડીકલ પરીક્ષણ પહેલા જ પૂર્ણ થઈ ગયુ હતુ. પરંતુ ભારતીય રેલ્વેએ તેમને પદમુક્ત કર્યા નથી, જેનાથી તે પંજાબ પોલીસ સાથે જોડાયા નહીં. આ ત્યારે જ સંભવ થઈ શક્યુ જ્યારે ભારતીય રેલ્વેએ હરમનપ્રીતને તેમના પદમાંથી મુક્ત કરી દીધા. એક સમયે પંજાબ પોલીસે હરમનપ્રીતને નોકરી આપવાની મનાઈ કરી હતી.


મુસ્લિમોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર હોય તેવું અમે ઇચ્છીએ છીએ: PM મોદી

નવી દિલ્હી, તા. 01 માર્ચ 2018, ગુરૂવાર

દિલ્હીમાં આયોજીત ઇસ્લામિક સ્કોલર કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યાં હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઇસ્લામની સાચી ઓળખ બનાવવામાં જોર્ડનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. અમે ઇચ્છીએ છીએ કે મુસ્લિમોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર હોય, ભારત આતંકવાદ સામે લડવા અને તેના પર કાબૂ મેળવવા માટે સક્ષમ છે.

આ કોન્ફરન્સમાં જોર્ડનના કિંગ અબ્દુલ્લા-2 સહિત ઘણાં દેશોના ઇસ્લામિક વિદ્ધીનોએ ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે, દુનિયાભરના ધર્મ ભારતની માટીમાં ઉછર્યા છે. ભારતમાં તેમણે જીંદગી મેળવી છે, પછી ભલે તે 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ હોય અથવા મહાત્મા ગાંધી. ભારતમાંથી જ શાંતી અને પ્રેમનો સંદેશ સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે.

તેમજ જોર્ડનને મિત્ર ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે, જોર્ડનનું ઇતિહાસના પુસ્તકો અને ધર્મગ્રંથોમાં એક સારૂ નામ છે. જોર્ડન એક પવિત્ર ભૂમિ પર છે કે  જ્યાંથી ખુદાનો સંદેશ પૈગમ્બર અને સંતોનો અવાઝ બનીને દુનિયાભરમાં ફેલાયો છે.

આ સિવાય વડાપ્રધાનને સૌને સાથે રાખી આગળ વધવાની અને હિંસા અને દહેશત જેવા પડકારોનો સામનો કરવાની વાત કરી હતી. તેમજ તેમણે જણાવ્યું કે, માનવતા પર હુમલો કરનારાને લોકોને જે ધર્મના નામે ઊભા થયા છે તેનાથી તે ધર્મને જ નુંકસાન થાય છે.

દુનિયાના સૌથી મોટા લોકોતંત્ર માત્ર રાજનૈતિક વ્યવસ્થા નથી પરંતુ સમાનતા, વિવિધતા અને સામંજસ્યના મૂળ પર છે. જેનો દરેક ભારતીયને ગર્વ છે. તેમજ પ્રાચીન ભારતમાં સૂફીઓના પ્રેમ અને માનવતાવાદની પરંપરાએ મુળભૂત એકતાનો સંદેશ આપ્યો છે. એકાત્મકતાની આ ભાવનાએ ‘વસુધૈવ કુટુંબકમ્’ના દર્શન કરાવ્યા છે. ભારતે સમગ્ર દુનિયાને પરીવાર માની છે.


01-03-2018